The Jacket - Mari Ane Mira Ni Mulakat - Part-1 in Gujarati Detective stories by Ravi Rajyaguru books and stories PDF | THE JACKET CH.1

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

THE JACKET CH.1



DESCLAIMER

All characters and incidents portrayed and the names used in this story are fictitious and any resemblance to reality is pure coincidence.

Any similarity or resemblance to the name,

character or history of any person (living or dead),

is entirely and purely co-incidental and un intentional.

Neither the contents of this story, nor the writer or any other person associated with

the story intend to outrage, insult, wound,

offend or hurt any religion or religious sentiments,

beliefs or feelings of any person(s), community or class of person(s)


રવિ રાજ્યગુરુ એ “ ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એન એડવેન્ચર “ ના વીસ વર્ષના નવોદિત યુવા લેખક છે. તેઓ મૂળ રાજકોટના વતની છે . હાલમાં તેઓ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિન્યરિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે . રવિ રાજ્યગુરુ વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ કાર્યરત છે .

www.facebook.com/pages/ravirajyaguru , www.ravirajyaguru.blogspot.com , www.thejacketbyravi.blogspot.com , linkedin/ravirajyaguru , www.pnterest.com/ravirajyaguru www.twitter.com/@rajyaguru_ravi


special thanks...

  • મારા માતા-પિતા કે જેમના કારણે મારૂ અસ્તિત્વ છે , જેમણે મારામાં સંસ્કારોનું સિંચન કર્યું છે . મારો ભાઈ રાજ , જે મારા મિત્રથી પણ વિશેષ છે .
  • ભગવાન જે મારા બધા કામ સફળતા પૂર્વક પૂર્ણ થાય એની સંભાળ રાખે છે .
  • મારા સ્વર્ગસ્થ દાદા અને સ્વર્ગસ્થ દાદીમા જેમણે નાનપણમાં જ મને રામાયણ અને ભાગવતગીતા ના વિવિધ પ્રસંગો સંભળાવ્યા છે અને સમજાવ્યા છે અને કુટુંબીજનો , જેમના દ્વારા વિવિધ સંસ્કારોની સાથે સમાજના વિવિધ મૂલ્યો વિશે મને શીખવા મળે છે .
  • અમદાવાદ રહેતા મારા મોસાળ પક્ષના કુટુંબીજનો અને મારા ભાઈ-બહેનો . જેમણે મને અમદાવાદ શહેરની વિવિધ માહિતી પૂરી પાડી છે .
  • સંગીતકાર મનોજ અંકલ જેમને ગુજરાતી ફિલ્મઇન્ડસ્ટ્રી મનોજ-વિમલના નામ થી ઓળખે છે , તેમને હું મારા “ગોડફાધર” તરીકે વર્ણવું છું , જેમણે પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમોમાંથી મને સમય આપીને મારા શોખને આગળ લાવવા પ્રયત્નો કર્યા છે .
  • મોનિકાદીદી અને કિંજલદીદી જેઓ મને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર મળ્યા અને પછી મારી બહેન બની ગયા અને મને આ બુક લખવાની પ્રેરણા આપી અને રૂબરૂ મળ્યા ના હોવા છતાં દર વર્ષે મને રક્ષાબંધન પર યાદ કરી મારા માટે રાખડી મોકલે છે .
  • મારા મિત્રો ભક્તિ , શ્વેતા , નીરવ જેમના માટે સ્પેશિયલ થેન્ક્સ પણ બહુ ઓછું કહેવાય .
  • ઋષભ જોશી અને જીત પારેખ જેમના વખાણ હું કરું એટલા ઓછા છે . જેમાં ઋષભ જોશી એ જ આ બુકની ઓનલાઇન એપ્લિકેશન બનાવી છે .
  • જય થાનકી , જેમણે આ બુકનું કવર ડિઝાઇન કર્યું છે અને જૈમિન મણિયાર જેમણે મને બ્લોગિંગના સેમિનારમાં મને આવવા તક આપી જેના લીધે હું બ્લોગ લખી શક્યો .
  • આ સિવાય બીજા ઘણા મિત્રોના ગ્રુપ જેમ કે “ પરમેનેન્ટ રૂમમેટ્સ “ અને બીજા ઘણા મિત્રો જે હંમેશા મારી સાથે રહે છે મને યાદ કર્યા કરે છે .
  • મારી કોલેજ તથા અમારું સમગ્ર ડિપાર્ટમેંટ જેમણે હમેશાં કોઈ પણ સમયે નેટવર્ક વાપરવાની પરવાનગી આપી અને ખાસ તો લાઈબ્રેરી સ્ટાફ દીપેન વ્યાસ અને અન્ય સ્ટાફ મેમ્બર્સ જેમણે મારી લેખન કળા અંતર્ગત ઘણી બુક્સ વાંચવા આપી .
  • દર્શન નસિત , જેઓ મારા મિત્ર છે અને એક સારા લેખક છે જેમણે દર વખતે સાચું અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું .
  • મારા પ્રાથમિક શાળાના શિક્ષકોથી માંડીને માધ્યમિક અને કોલેજ સુધીના તમામ શિક્ષકો અને ગુરૂજનો જેમણે સમાજની એકતા વિશેના પાઠ ભણાવ્યા છે .
  • “MATRU BHARTI APP” કે જેમણે મને આપ સૌની સમક્ષ ઇ-બૂક સ્વરૂપે રજૂ કર્યો છે તેના માટે દિલથી આભાર વ્યક્ત કરું છું .
  • અંતે ખરા દિલથી આપ સૌ વાચકોનો જેમણે મારા પર વિશ્વાસ રાખી મારા કામને સ્વીકાર્યું અને મારા બ્લોગને પ્રખ્યાત બનાવ્યો .
  • ભારત દેશ અને ગુજરાત રાજ્ય અને એમાંય ગુજરાત રાજ્યના ફાઇનાન્સીયલ કેપિટલ રાજકોટ નો એક 20 વર્ષ નો યુવાન એટ્લે હું engineering ની ઇસી બ્રાન્ચનો હું વિધ્યાર્થી છું . આમ તો મને અવનવા પ્રયોગ કરવા બહુ ગમે છે અને કદાચ એટલે જ આવા અનુભવો મારી સાથે જ થાય છે . એવું મને લાગતું હોય છે કંઇ વાંધો નહીં જવા દો ને યાર . હું મારા વખાણ પોતે કેટલાક કરું ? બરાબર ને ?? મને લેખક બનવાનો શોખ હતો પણ ક્યારેય નહોતું વિચાર્યું કે મારો આ શોખ મને આ વાર્તા લખવા મજબૂર કરી દેશે . મારા પિતા એસ. ટી. માં કંડક્ટર છે પણ એક દિવસ એવો આવ્યો જ્યારે મારે એમના વગર બસ માં જવું પડ્યું હવે રાજકોટ થી અમદાવાદ જતી બસની આ મુસાફરી મને આવડી મોટી વાર્તા લખવા મજબૂર કરી દેશે એવું સપનામાં પણ નહોતું વિચાર્યું . પણ હા એવું બન્યું .

    આ સમય હતો જ્યારે મારૂ ડિપ્લોમા એંજીન્યરિંગ પૂરું જ થયું હતું અને મારે બેકલોગ્સ હોવાના કારણે મને ગુજરાત ની એક પણ કોલેજ રાખવા તૈયાર નહોતી. બેકલોગ્સ ની exam પણ આપી દીધી હતી બસ હવે રાહ હતી તો માત્ર રિઝલ્ટ ની જે આવતું નહોતું. આથી એવું નક્કી કર્યું કે લાવ ને વૅકેશન છે તો થોડો સમય અમદાવાદ મામાને ત્યાં જઇ આવું પણ થયું એવું કે અમુક સંજોગોના લીધે મારે રાત્રે જ અમદાવાદ જવા નીકળવું પડ્યું.

    રાતના અંદાજિત બે વાગ્યા હશે રાજકોટ ના બસ સ્ટેન્ડ ની એ સફેદ ઘડિયાળ માં આ એ સમય હતો જ્યારે હું બસ સ્ટેન્ડ માં ઊભો હતો મારે અમદાવાદની બસ જોઈતી હતી હતી પણ એમાંય મારે તો બાપુનગર જવું હતું પણ હમેશા ની જેમ હું બસ સ્ટેન્ડ થોડો મોડો પહોચ્યો અને બસ જતી રહી હતી . મારા પિતા ના કારણે લગભગ બધા કંડક્ટર મને ઓળખતા જ હોય છે અને અધૂરા માં પૂરું મારા પિતા એ મને એ કંડક્ટર ના મોબાઇલ નંબર પણ આપ્યા હતા આથી મેં એમને રાતના બે વાગ્યે કોલ કર્યો . જેવુ મેં વિચાર્યું હતું એવુ જ બન્યું બસ મારા આવવાની પાંચ મિનિટ પહેલાંજ રવાના થઈ ગઈ હતી. હવે ?? હું ફટાફટ ઇન્ક્વાયરી ઓફિસ માં પૂછવા ગયો.

    “ અંકલ , કેમ છો ?? “ મને ઇન્ક્વાયરી પર બેઠેલા સાહેબ ઓળખતા હતા આથી મેઇન એમને ખબર અંતર પૂછીને મારી વાતની શરૂઆત કરી.

    “અરે આવ આવ બેટા આ અડધી રાત્રે તું અહિયાં બસ સ્ટેન્ડ માં !! પપ્પા ને ડબલ નોકરી છે આજે ?? “ ઇન્ક્વાયરી પર બેઠેલા વિપુલ અંકલે પુછ્યું. ( મને નામ ખાસ યાદ છે )

    “ ના ના અંકલ મારે આજે થોડુક અગત્યનું કામ છે અને સાથે વેકેશન પણ છે એટ્લે અમદાવાદ જાવ છું અને દર વખત ની જેમ હું બસ છુટી ગયો છું . “. મેં એમને મારી વાત કરી. અને બધા સમાન સાથે થોડીવાર ત્યાં ઓફિસમાં બેઠો.

    એમને તરત જ મારી મદદ કરવા માટે અમદાવાદ ની કોઈ બસ ના કંડક્ટર ને કોલ કર્યો.

    ( કોલ મૂક્યા પછી )

    “ મારે વાત થઈ ગઈ હમણાં બસ પંદર મિનિટ માં બસ આવતી જ હશે તારે ચા પાણી પીવા હોય તો પીવરાવું “, વિપુલ અંકલે કહ્યું.

    “ ના અંકલ થેન્ક યૂ , હું ચા નથી પીતો “ , મેં કહ્યું.

    એમ બોલીને હું ત્યાંથી નીકળી ગયો.

    બસ સ્ટેન્ડ માં એ શિયાળાની ઋતુ માં સમય પસાર કરવો થોડો અઘરો હતો. આમતેમ આંટા માર્યા તો ખરા અને કમ નસીબે મોબાઇલની બેટરી પણ લો હતી , નહિતર સોંગ પણ સાંભળત. એવામાં થોડી વારમાં બસના હોર્ન નો અવાજ મને સંભળાયો અને બસ આવી ગઈ જો કે થોડાક જ પેસેંજર હતા તેથી વાંધો ના આવ્યો ભીડ નો તો સવાલ જ નહોતો . હું બસમાં ચડ્યો અને “સ્વાંતંત્ર સેનાનીઓ માટે “ આવું લખ્યું તું એ સીટ પર જઈને બેઠો. સામાન્ય રીતે બસ થોડી વાર ઊભી રહેતી હોય છે , જેમાં ડ્રાઇવર ગાડી લખાવે પાણી ભરે એટલા સમય માં પેસેંજર બેસી જાય , આવું બધુ પપ્પા બોલતા હોય એટ્લે ખબર હતી. હવે બસ ઉપડવાનો સમય થઈ ગ્યો હતો પણ મારી હમેશા ની જેમ ભૂલવાની આદત ના લીધે મારો એક થેલો (જેમાં મારી બૂક અને અલગ અલગ લેખકોની નોવેલ ને એવું બધુ હોય છે) એ ઇન્ક્વાયરી ઓફિસ માં હું ભૂલી ગ્યો હતો એટ્લે ઉતાવળ માં એ લેવા નીચે ઉતર્યો અને ફટાફટ લઈને આવીને જગ્યાએ બેસી ગયો આંખો બંધ કરી મસ્ત સૂઈ ગયો બસ ઉપડી ગઈ પણ જાણે ટ્રેન છુટી ગઈ હોય એટલી સ્પીડમાં કોઈ છોકરી આવીને બસમાં ચડી ગઈ. હું બે ની સીટ માં બેઠો હતો મારૂ ધ્યાન એની વાતોમાં નહોતું અને ના તો મેઇન એને જોઈ હતી મારી આંખો બંધ હતી .

    “ excuse me…. અહિયાં કોઈની જગ્યા છે ?? “ , થોડી વારમાં મારી સીટ પાસે આવી એમણે પુછ્યું.

    મેં એની સામે જોયું તો ખૂબ ઠંડી ના કારણે એણે એના ચહેરા પર દુપટ્ટો બાંધ્યો હતો બસ આંખ દેખાણી મને અને હાથ માં મોજા પેર્યા હતા . પરંતુ એવી બધી વાતો માં ધ્યાન દીધા વગર મેં થેલો લઈ લીધો એને જગ્યા આપી અને હું ફરી વાર હતો એમ સૂઈ ગયો.

    “ ચાલો ભાઈ ટિકિટ “, કંડક્ટર એ અવાજ લગાવ્યો.

    “ એક અમદાવાદ.. “ મેં કંડક્ટર ને કહ્યું. મહેસાણા તરફ ના કંડક્ટર સાથે ઓળખાણ બહુ ઓછી હોય. આથી હું એમને ઓળખતો નહોતો.

    એમણે મને ટિકિટ આપી અને પછી મારી બાજુમાં બેઠેલી એ છોકરીને પુછ્યું.

    “ ટિકિટ... એ બેન... “ કંડક્ટર એ થોડુક જોરથી કહયું .

    ખરેખર માં હતું એવું કે તે અતિશય વધારે વોલ્યૂમ રાખી હેડફોન લગાવી ગીત સાંભળતી હતી એટ્લે સંભળાતું નહોતું. પછી એમની બાજુમાં ત્રણ ની સીટ પર એક લેડીસ બેઠેલા એમણે કહ્યું ત્યારે એણે ટિકિટ લીધી.

    “ખબર નહીં આ હેડફોન આવ્યા પછી આવું પણ થાય છે. “ એવું કંડક્ટર એ હસી મજાકમાં કહ્યું.

    બસ થોડી વાર પછી ગતિમાં આવી ગઈ હતી મને આગળ જઈને કંડક્ટર ને મારા પિતાની ભલામણ કરવાનો વિચાર આવ્યો અને હું આગળ જઈને એમની પાસે બેસી ગ્યો અને વાતો કરતો હતો મારા પિતા ના ડેપો વિશે. થોડીવાર પછી અચાનક બસ બ્રેકડાઉન થઈ અને જોરદાર ઝટકા સાથે ઊભી રહી ગઈ . એટલી જોરથી કે બધા આગળ તરફ જુકી ગયા અને ત્યાર બાદ ડ્રાઇવરે કહ્યું “ બસ બ્રેકડાઉન છે તો થોડી વાર લાગશે આથી બધા નીચે ઉતરી જશો અથવા તો સરખું થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

    રાત્રિના અંદાજીત ત્રણ કે ચાર વાગ્યાનો સમય થયો હતો. મને ક્યારેય પણ આવું થાય એટ્લે ડ્રાઇવર ને પૂછ્યા વગર ના ચાલે તો હું પૂછવા માટે એમની પાસે ગયો. બાટલી કાચ ચશ્મા એમને પહેર્યા હતા અને અંદાજિત એમની ઉમર 45-50 ની આસપાસ હોવી જોઈએ આવું લાગ્યું અને આશરે એક વાટકી જેટલું તેલ એમણે વાળમાં ગસયુ હશે એટલું રગ રગતુ હતું અને ખાખી વરદી માં સજ્જ હતા અને ગાડી ના આગળ ના ભાગમાં તેઓ કંડક્ટર સાથે ઊભા ઊભા કઈક વાતો કરી રહ્યા હતા . આ તરફ શિયાળા ની કડકડતી ઠંડી હતી અને ઠંડી ની જો વાત કરું ને તો ઠંડી એટ્લે મારૂ કામ એવી કડકડતી ઠંડી લિટરેલી દાઢી ડગ ડગ થતી હતી અને આવી ઠંડી હોવા છતાં ખિસ્સામાં હાથ બરાબર નાખી અને સિસકારા કરતાં કરતાં હું ડ્રાઇવર પાસે ગયો. તેઓ મને યાદ છે ત્યાં સુધી કોઈ ની રાહ જોઈ રહ્યા હતા.

    “ અંકલ , આ સરખું થતાં કેટલી વાર લાગશે ?? “, મેં પૂછ્યું .

    “અહીંયા રસ્તા પર તો કઈં થઈ શકે એમ નથી અને અમે નજીક ના ડિવિઝનેથી વર્કશોપના કારીગર ને બોલાવ્યો છે એ આવે તો ભલે બાકી બીજી બસ આવે એની રાહ જોઈને તમારે બેસવું પડશે...”

    મારો આવો ચહેરો જોઈને એમણે કહ્યું.

    આવા સમયે મારી આંખમાં નીંદર ભરેલી હતી અને હું ઊભો રહી શકું એમ પણ નહોતો કારણ કે બહુ થાક્યો હતો . મારી પાસે મને મનોરંજન પૂરું પાડી શકે એવું કોઈ સાધન પણ નહોતું.

    “ હજી બેસવું પડશે ?? ” , આ સાંભળી આશ્ચર્યચકિત થઈ મેં પૂછ્યું

    “ હા.. ભાઈ બેસવું તો પડશે.. “ એમણે કહ્યું .

    ફરીવાર પાછા એ કંડક્ટર સાથે પોતાની વાત માં વ્યસ્ત થઈ ગયા અને હું નિરાશ થઈ ત્યાંથી ચાલતો થયો અને મારા વજનદાર થેલાને લઈને દૂર એક ઓટલા પર જઈને બેઠો અને ગલૂડિયા રમાડવા લાગ્યો. હું જ્યાં બેઠો હતો ત્યાં પહેલા પણ કોઈ હશે એવું લાગ્યું કારણ કે કોઈએ તાપણું કર્યું હતું , જે ઠરી ગયું હતું . આમ પણ ગામડામાં રાત્રે લોકો આવું બધુ કરતાં હોય છે .

    મોટે ભાગે મારી સાથે જ આવું બનતું હોય છે . આવા વિચારો મને આવતા હતા. બસ માં પણ ઠંડીના કારણે પેસેંજર પણ ખૂબ ઓછા હતા અને એ બધા પણ એમાંથી બે કુટુંબ હતા. જેમાં એક કુટુંબમાં એક દંપતી અને તેમની સાતેક વર્ષની દીકરી હતી જે એમના પિતા પાસે બસ ક્યારે આવશે એની વાત કરતી હતી અને એની સાથે એક એકાદ વર્ષનો દીકરો હતો જે ખૂબ રડી રહ્યો હતો . આવી ઠંડી હોય ને એમાંય બહાર રોડ પર બેસવું પડે પછી શું થાય એટ્લે અંતે કંટાળીને તેઓ બસ માં પાછા જતાં રહ્યા . હું એમને અંદર જોતાં જોઈ રહ્યો હતો મારૂ ધ્યાન સતત એમના પર જ હતું એ જેવા બસ ની અંદર ચડ્યા કે તરત જ પેલી છોકરી બસમાથી નીચે ઉતરી. આવી રાત બધા એ અનુભવી જ હશે પણ સાચી વાત હવે જ શરૂ થાય છે . કારણ કે મારા માટે આ રાત આજે કઈક અલગ જ હતી .

    બસ મારા માટે એક દમ નવી જ હતી અને વધુમાં મારા પિતાને આ બસ વિશે વધુ માહિતી પણ નહોતી અને બીજું એ કે મને બહુ નીંદર આવતી હતી પણ સુવાય એમ નહોતું બસ જ્યાં રાખી હતી ત્યાં કંસારી જેવા જીવજંતુઓ ના અવાજ આવતા હતા આથી મારા માટે સૂવું અસંભવ હતું . પેલી છોકરી મારા તરફ આવી રહી હતી દૂરથી જે રીતના એ ચાલીને આવતી હતી આની ચાલવાની કળા માં એક અદભૂત અદા હતી હું એ અદા વિશે વિચારવા લાગ્યો હતો કારણ કે હવે કદાચ મારી નીંદર એને જોઈને જ ઊડી જવાની હતી એવું લાગ્યું પણ મને ખબર હોવા છતાં મેં મારૂ ધ્યાન એમનાથી હટાવી લીધું અને એ મારી સામે આવીને ઊભી રહી હું નીચું જોઈને બેઠો હતો. બંને હાથ ગોઠણ પર અને માથું એ હાથ પર રાખીને સૂતો હોય એમ બેઠો હતો .

    “ excuse me , થોડુક પાણી મળશે ?? “ , એણે મારી પાસે પાણી માગતા કહ્યું .

    મેં તો એને માત્ર દૂરથીજ જોઈ હતી , મારી આંખમાં નીંદર ભરેલી હતી અને મેં એને જોયું તો 25 વર્ષની એક સુંદર છોકરી હતી . મારી પાસે હમેશા ગમે ત્યાં જાવ પાણી તો હોય જ છે તો મેં કઈ પણ બોલ્યા વગર એને પાણી આપ્યું . પાણીની બોટલ નું ઢાંકણું ખોલતા ખોલતા એ મારી પાસે બેસી ગઈ અને પાણી પીને તેણીએ “હાશ....” નો શ્વાસ લીધો .

    “ હે ભગવાન ! થેન્ક યૂ હો .. “ , આટલું બોલી આભાર માની મારી આખી પાણી ની બોટલ પી ગઈ અને હું એની સામેજ જોતો રહ્યો .

    “ રાજકોટ ના છો ?? “, તેણે મને પૂછ્યું .

    આવું પૂછતાં પૂછતાં મારી પાણીની બોટલ તેણે બાજુમાં મૂકી અને ફૂલ ગુલાબી ઠંડા પવનની લહેર સાથે લહેરાતા પોતાના વાળ ને એ ગોઠવવા લાગી . મને યાદ છે એના વાળ લગભગ કમર સુધીના હતા અને વારંવાર એના હટાવવા છતાંય તેના વાળની એક લટ તેના કપાળ પર ધસી આવતી હતી . તેનો ચહેરો માસૂમ હતો તેના ગુલાબી હોઠ ની બરાબર નીચે એક કાળો તલ એની સુંદરતાની સાક્ષિ પૂરતો હતો. કદાચ આજે ચંદ્ર પણ એની સુંદરતા સામે ઝાંખો લાગતો હતો . જ્યારે તે હસતી હતી ત્યારે એના ગાલ પર ખાડા પડતાં હતાં અને એની આંખોમાં જુઓ તો નજર હટાવવી મુશ્કેલ બની જાય.

    “ મારૂ નામ મીરાં છે , તમારું નામ ?? “ , પોતાનું નામ જણાવતા મીરાંએ કહ્યું.

    “ મારૂ નામ રવિ છે “ મેં સ્મીત સાથે જવાબ આપ્યો .

    “ તમે રાજકોટના છો ?? “ , મીરાં એ મને પૂછ્યું .

    “ હા.. “ . બે સેકંડ ના વિરામ બાદ મેં જવાબ આપ્યો.

    “ તો શું તમે નોકરી કરો છો ?? “ મીરાં એ મને પૂછ્યું .

    “ ના.. હું ભણું છું એન્જીનિયરીંગમાં ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન માં ડિપ્લોમા કર્યું હવે ડિગ્રી કરીશ અત્યારે વેકેશન છે એટ્લે અને બીજા ઘણા કામ હોવા ને કારણે અમદાવાદ જાવ છું.”

    “ અરે વાહ! વેરી ગુડ.. “ , મીરાંએ હસતાં હસતાં કહ્યું.

    “ ઘણી વાર લાઇફ માં એવું પણ બને છે કે તમે તમારા ટેલેન્ટ ને પ્રોફેશન માં કન્વર્ટ નથી કરી શકતા કારણ કે અમુક સંજોગો એવા બની જતાં હોય કે જેનાથી જે હોય એનાથી ચલાવી લેવાનું...“ , મેં મારી વાત રજૂ કરતાં કહ્યું . આટલું બોલી હું મારા માથામાં હાથ ફેરવવા માંડ્યો . કારણ કે મારે maths 2 માં kt હતી . જેના લીધે હું થોડો ટેન્શન માં હતો . મારી નીંદર પણ ઊડી ગઈ હતી . આમ પણ એન્જીનિયરીંગ સ્ટુડન્ટને જ્યારે પણ ભણવાનું કઈ બોલવાનું આવે એટ્લે ઊંઘ ઉડી જ જાય છે .

    “ અચ્છા... “ , આમ બોલી એમણે પોતાના પર્સમાંથી એક બુક કાઢી .

    “ આ ડાયરી માં શું છે “ , મે ડાયરી જોઈને પૂછ્યું .

    મીરાં કઈ પણ બોલ્યા વગર એક હલકું સ્મિત આપીને બૂક પર હાથ ફેરવતી હતી અને હું એના એ હાથ સામે જ જોતો હતો .

    “ આ.........” એ જવાબ આપે પહેલા મે એને અટકાવી .

    “ એક મિનિટ , કદાચ તમારા બાળપણની કંઇક યાદો લાગે છે ! “ , મેં કહ્યું .

    “ ના... એટલે યાદો જ છે પણ બહુંજ અલગ પ્રકાર ની યાદો છે . આવો જવાબ એમણે મને આપ્યો .

    તેમની આંખો માં એ સ્પષ્ટ દેખાતું હતું કે એની એ આંખ ની પાછળ ભૂતકાળ ની અમુક અદભૂત પળો હતી . એ અચાનક સ્તબ્ધ થઈ ગઈ અને એની યાદો માં ખોવાય ગઈ . એમની આંખો આગળ ચપટી વગાડી મેં એનું ધ્યાન મારા તરફ ખેંચ્યું ,

    “ હલો... ક્યાં ખોવાય ગયાં ? “ , મેં પૂછ્યું .

    “ ક્યાંય નહિઁ... “ , નરમાશ થી નીચું જોઈ એણે જવાબ આપ્યો .

    “ તમે.... “ હું હજી કંઈક બોલું એ પહેલા મને એણે અટકાવ્યો .

    “ તમે મને તું કહીને બોલાવો તો વધુ સારું... “ , એણે હસતાં હસતાં જવાબ આપ્યો .

    “ અને તમે પણ સોરી તું... “, આટલું બોલી અમે બંને હસવા લાગ્યા.

    “ ઓકે તું કંઈક આ બુક ની વાત કરતી હતી . તો હવે કહી જ દે શું છે આ બુક માં એવું રહસ્ય કે તે એણે આટલી બધી સંચવી છે ! “ મેં ફરીવાર બુકને યાદ કરતાં કહ્યું .

    જે રીતના અમે વાતો કરતાં હતા એવું લાગતું નહોતું કે આ અમારી પહેલી મુલાકાત છે . જાણે વર્ષો થી હું કોઇની પાસે કઈક જાણવા માંગતો હતો કોઇની જિંદગી ની વાર્તા એવી વાર્તા જે બધા થી અલગ હોય એ મને આજે જાણવા મળવાની હતી અને પછી તરત જ તે મને બુક વિશે કહેવા તૈયાર થઈ ગઈ .

    “ રવિ આ બુક મારી આત્મકથા છે . મારી જિંદગીની સૌથી યાદગાર પળ આ બુકમાં કેદ છે , નામ મેં આપ્યું નથી કારણ કે મેં ઘણા લોકો ને આ બુકમાં રહેલી જિંદગી ની સત્ય હકીકત જણાવી . કોઈ માનવા તૈયાર નથી સિવાય અમુક ફ્રેન્ડસ અને મારૂ ફૅમિલી.. “, આવું એમણે કહ્યું અને હું સામુજ જોતો રહ્યો.

    થોડી વાર થઈ સમય કેટલો થયો હશે ? એ તો ખબર નથી પણ ગામડાં માં તો આપણે ત્યાં દુકાનો જલ્દી ખૂલી જતી હોય છે તો અમે જ્યાં બેઠા હતા તેની બરાબર સામેજ ચા ની હોટલ હતી એ ખુલી અને તરત જ અમે ત્યાં ગયાં અને ત્યાં એક બેન્ચ પર બેઠા. હોટલવાળા ભાઈ દીવાબત્તી કરી રહ્યા હતા અને મસ્ત ઘંટડી વગાડતા હતા અને સાથે એક ત્યાંની કોઈ લોકલ ચેનલ હશે જેમાં લોક ડાયરા નો પ્રોગ્રામ આવી રહ્યો હતો . કોઈ કલાકાર બહુ સારું ભજન ગાઈ રહ્યા હતા આમ પણ અમારા જેવા ગરબી કરાવતા હોય એને આવું બધુ બહુ ગમે એટલે મને પણ મજા આવતી હતી અને મીરા મારી સામે જોઈને હસ્તી હતી કારણ કે હું ટેબલ પર તબલાં વગાડતો હતો .

    દીવાબત્તી કરીને હોટલવાળા ભાઈને અમે ચા અને કોફી નો ઓર્ડર કર્યો . મીરાએ ચા પીધી અને મેં કોફી પીધી , ત્યાં દીવાલ પર નવી આવેલી ફિલ્મોના ચિત્રો લગાડ્યા હતા અને દીવાલ પર એક બ્લેકબોર્ડમાં મેનૂ લગાડેલું હતું જેમાં ગુલાબી અને સફેદ રંગ ના ચૌક થી લખેલા અલગ અલગ વાનગીઑના ભાવ લોકોને આકર્ષતા હતા . ફરીવાર મીરા એ બુક ખોલી અને વાત શરૂ કરી.

    મીરા વાત શરૂ કરે છે...

    “ આ વાત મારી જિંદગીની ખૂબ નજીક છે . હું આ સમયે કમ્પ્યુટર એંજીન્યરિંગ માં ડિપ્લોમા કરતી હતી . હું અમદાવાદ માં રહું છું . આ વાત જે હું તને કરવા જઈ રહી છું તે મારી એકની વાત નથી આ વાર્તા માં મારી સિવાય બીજા પાંચ મિત્રો પણ છે . જેવી રીતે એમની વાત આવશે ત્યારે હું તને એના વિશે સમજવીશ . “ , મીરાએ કહ્યું .

    હવે ની વાર્તા માં નેરેટર ખુદ મીરા છે .