The Last Year - 9 in Gujarati Adventure Stories by Hiren Kavad books and stories PDF | The Last Year: Chapter-9

Featured Books
Categories
Share

The Last Year: Chapter-9

ધ લાસ્ટ યર

સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ

~ હિરેન કવાડ ~

અર્પણ

મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઇફ જોઇને આ સ્ટોરી લખવાની ઇન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઇફની છે? એટલે પહેલા જ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઇફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.

બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઇઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઇરોટીક પણ હશે.

મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્સની રીઆલીટી, ઇમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.

ચેપ્ટર-૯

શ્રુતિ’ઝ હોમ

આગળ આપણે જોયુ,

હર્ષ અને નીતુની મુલાકાત ઘણી ઇન્ટીમીટ રહે છે. હર્ષ નીતુને જે થયુ એ બધુ ભુલી જવા કહે છે. હર્ષ જ્યારે નીતુની બર્થ ડે પાર્ટીમાં હોય છે ત્યારે હર્ષના ઘરેથી એના મમ્મીનો કોલ આવે છે. હર્ષના પપ્પાને હાર્ટ એટેક આવ્યો હોય છે. હર્ષ ત્યારે જ ઘરે જવા નીકળે છે. હર્ષની તેના પપ્પા સાથે ખુલ્લા મને વાત થાય છે. હર્ષ અમદાવાદ રીટર્ન આવે છે. હર્ષ સ્મિતામેમના ઘરે જાય છે. જ્યારે હર્ષ સ્મિતામેમના બેડરૂમમાં એન્ટર થાય છે, ત્યારે સ્મિતામેમ કપડા ચેન્જ કરી રહ્યા હોય છે. હર્ષ બધુ જુએ છે, સ્મિતામેમને જોઇ રહેલા હર્ષને મેડમ જોઇ જાય છે…..! હવે આગળ.

***

મેં બારણુ આખુ ખોલી નાખ્યુ. મને ડર હતો કારણ કે હું છુપીને જોઇ રહ્યો હતો, બટ એ ડર ત્યારે જતો રહ્યો જ્યારે મેડમ મને જોઇને કંઇ ન બોલ્યા. હું પહેલીવાર કોઇ સ્ત્રીને લાઇવ આ રીતે જોઇ રહ્યો હતો. અત્યાર સુધી મુવીઝ અને પોર્ન મુવીઝમાં મે ઘણી સ્ત્રીઓને બ્રા પેન્ટી કે સાવ ન્યુડ જોઇ હશે. બ્રામાં લાઇવ મેં કોઇ જ સ્ત્રીને જોઇ નહોતી.

‘મેમ,… મેમ..’, હું બોલતા બોલતા થોથરાયો.

‘સારુ થયુ હર્ષ તુ આવી ગ્યો, થોડી હેલ્પ કરને…’, મેડમે કહ્યુ અને મારો ડર ભાગી ગયો. આ સમયે મને ખબર નહોતી કે શું ખોટુ છે અને શું સાચુ..? શું કરવુ એ પણ ખબર નહોતી પડી રહી. મારા હાથમાં ધ્રુજારી હતી. મારા હાથ મેમની પીઠને સ્પર્શ કરવા માટે ઉતાવળા થઇ રહ્યા હતા.

‘હર્ષ..? ક્યાં ખોવાઇ ગયો..?, જરા આ ક્લિપ ખોલી આપને..’, મેડમે મને કહ્યુ.

હવે મારાથી રહેવાય એમ નહોતુ. હું આગળ ચાલ્યો, મારી ધડકનોનો અવાજ હું સ્પષ્ટપણે સાંભળી રહ્યો હતો. પંદર પગલા દુર મેડમ એનો ફ્રન્ટ લુક મારી સામે રાખીને ઉભા હતા. જે પીવામા હું કોઇ કસર ન્હોતો છોડી રહ્યો. હું મેડમ તરફ ચાલ્યો. મે મારા મોંમાથી આ વખતે એક શબ્દ પણ બહાર ન્હોતો કાઢયો.

હું એમની નજીક પહોચવા આવ્યો. એમણે એની પીઠ મારા તરફ કરી. મે માત્ર એમની બ્રાની ક્લીપ પકડવાની કોશીષ કરી. હું હજુ ફોર્મલ બની રહ્યો હતો. મેડમે મારા હાથ પકડીને એના પેટ પર મુકી દીધા અને મને પોતાની સાથે ભીંસી લીધો. એમનુ પેટ ઠંડુ અને ફ્રેશ હતુ. એમના વાળમાંથી ઓરેંજ ફ્રેશ સ્મેલ આવતી હતી. એમના પેટ પર હાથ મુક્યો એટલે મારા પેંટ પર વજન વધ્યો. એ નીચેથી ફુલવા લાગ્યુ.

‘હર્ષ….’, ત્યારેજ પાછળથી અવાજ આવ્યો, મેડમે પકડેલા હાથ પાછળ ફંગોળ્યા. હું અચાનક પાછળ ધકેલાયો એટલે મારી પાછળ પડેલા સ્કેટીંગ પર મારો અચાનક પગ પડ્યો અને હું, ચહેરો છતને જુએ એ રીતે પડ્યો.

સામે શ્રુતિ ઉભી હતી. ‘હર્ષ..’, એણે ફરી ચીસ પાડી. એ મારા તરફ આવી. એણે મને લાતો મારવાનુ ચાલુ કર્યુ.

‘ઉભો થા હર્ષ….. ઉભો થા…”, એનો ગુસ્સો હું જોઇ રહ્યો હતો. એ ગુસ્સાથી લાલઘુમ ટમેટા જેવી થઇ ગઇ હતી. એના મોંમાંથી હું બે જ વાક્યો સાંભળી રહ્યો હતો.

‘હર્ષ….’,

‘હર્ષ ઉભો થા…’,

‘ઉભો થા હર્ષ.. સાડા દસ વાગ્યા,..!!’, શ્રુતિનો અવાજ જાડો થવા લાગ્યો.

ત્યાંજ શ્રુતિનો ફુલ તાકાતથી આવતો પગ મારા પેટ પર વાગ્યો અને હું ઉભો થઇ ગયો. મારા ચહેરા પર પરસેવો વળી ગયો હતો. બધુ જ બદલાઇ ગયુ. રોહન ઉભો ઉભો હસતો હતો.

‘અલ્યા ક્યારનો તને જગાડુ છુ, કેવી ઉંઘ છે તારી..?’, રોહને કહ્યુ. રોહનની એક લાતે મને ઉંઘમાંથી જગાડી દીધો. મેં એક ભયંકર સપનુ જોયુ હતુ. હું બે મિનિટ આંખો જ ચોળતો હતો. જો રોહને મને દસેક મિનિટના જગાડ્યો હોત તો આજે સ્વપ્નદોષ થઇ જાત. આ સપનુ આનંદદાયક હતુ, જેટલુ આનંદદાયક હતુ એટલુ જ ડરાવવાળુ. અત્યાર સુધી મેં આવુ સપનુ ક્યારેય જોયુ નહોતુ.

‘તારે સ્મિતા મેમના ઘરે નથી જવાનુ…?, સાડા દસ વાગ્યા છે.’, રોહને મને કહ્યુ.

‘હા, જવાનુ છે ને..’, મેં ઓરેન્જ જ્યુસ પી રહેલા રોહનને કહ્યુ.

‘તારૂ જ્યુસ ટેબલ પર પડ્યુ છે.., હું બહાર જાવ છુ.’, રોહને કહ્યુ.

‘ઓકે..’, મેં કહ્યુ અને હું નાહવા માટે બાથરૂમમાં ગયો. દસ જ મિનિટમાં હું નાહીને તૈયાર થઇ ગયો. અગિયાર વાગવામાં પંદર મિનિટની જ વાર હતી. મેં ઓરેંન્જ જ્યુસ પીધુ. હું બહાર શિવરંજની ચાર રસ્તા તરફ ચાલતો થયો. મેં રસ્તામાં ક્યાંય ગાયત્રી ખમણની દુકાન ના જોઇ. સપના પણ કેટલા વિચિત્ર હોય છે. આપણી સ્મૃતિનો ઉપયોગ ખુબ સારી રીતે કરી જાણે છે.

હું BRTS પકડીને નહેરૂનગર પહોંચ્યો. મેં સપનામાં પુછ્યુ હતુ એમ જ મેં એક દુકાન વાળાને પુછ્યુ. એણે મને પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ બતાવ્યો. હું મારાથી જેમ ઝડપથી ચલાય એ રીતે ચાલતો ચાલતો પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ સુધી પહોંચ્યો. લીફ્ટમાં મેં ૪ નંબરનુ બટ દબાવ્યુ. અમુક વાતો સપનામાં હતી એવી જ હતી. મારા અંદર એક એક્સાઇટમેન્ટ હતી, મારી અંદર એક થ્રીલ પેદા થઇ જ રહ્યુ હતુ. મારા મગજમાં સપનુ ઘુંટાઇને ઘુમી રહ્યુ હતુ. મારા મનમાં એવી ઇચ્છા પણ જન્મી રહી હતી કે અધુરૂ સાચુ પડે. એટલે મારી ધડકનો તેજ પણ હતી. ચોથા માળે લીફ્ટ ઉભી રહી એટલે મેં દરવાજો ખોલીને ૪૦૬ નંબરનો ફ્લેટ ક્યાં છે એ જોયુ. મને ફ્લેટ મળી ગયો. દરવાજાનુ ફર્નીચર ઉચ્ચ કક્ષાનુ હતુ,

દરવાજા ઉપર ઓશો રજનીશનો ફોટો ચીપકાવેલો હતો. એના પર એક વાક્યનુ સ્ટીકર પણ લગાવેલુ હતુ, “સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ..?” મને ક્વોટ ગમ્યુ, ઓશો રજનીશ વિશે ત્યારે હું વધારે ન્હોતો જાણતો એટલે લાગ્યુ કે મેડમ ધાર્મિક પણ છે..? મેં આ વિચારને અત્યારે ઇગ્નોર કર્યો. મેં બેલ માર્યો. ત્રીસ સેકન્ડમાં જ ડોર ખુલ્યો.

શ્રુતિ બ્લેક કલરના જીન્સ અને વ્હાઇટ કોટન ટોપમાં હતી. કમરથી થોડુ નીચે સુધીનુ ટોપ હતુ. એની છાતીનો ઉભાર ચોખ્ખો દેખાતો હતો. એના કાંડાથી સહેજ ઉંચી ટોપની સ્લીવ્સ હતી, એના જમણા કાંડા પર એક બ્રેસલેટ લટકાવેલુ હતુ. એજ જમણો હાથ દિવાલ ઉપર ટેકવીને શ્રુતિ ઉભી હતી.

શ્રુતિના ચહેરા પર થોડીક સ્માઇલ વેરાઇ જેમાં થોડુક આશ્ચર્ય હતુ.

‘મેમ છે…??’, મેં પુછ્યુ.

‘મમ્મી….? ઓ મમ્મી…? તને કોઇ મળવા આવ્યુ છે..!!’, શ્રુતિએ એની મમ્મીને સ્મિત કરતા કરતા સાદ પાડ્યો.

હું દરવાજાની અંદર પ્રવેશ્યો, ઘરમાં એન્ટર થતા જ મેં સૌથી પહેલા ફ્રેગરન્સ નોટીસ કરી. ઘરમાં મોગરાના ફુલની સુગંધ આવી રહી હતી. ઘરની દિવાલો લાઇટ બ્લુ રંગથી રંગાયેલી હતી, જેના પર વ્હાઇટ કલરમાં માત્ર લીટા કરેલા હોય એવા પેઇન્ટીંગ્સ લટકાવેલા હતા, મને એમા કંઇજ ટપ્પો નહોતો પડ્યો. ફર્શ વ્હાઇટ કલરની માર્બલ્સની હતી. ડ્રોઇંગ હોલમાં તો બવ ઓછુ જ ફર્નીચર જોયુ. પીંક કલરાના કાઉચ હતા જે દુરથી જ કમ્ફર્ટેબલ લાગી રહ્યા હતા. હું શ્રુતિ સામે કતરાતો કતરાતો હોલની વચ્ચે ઉભો રહ્યો. એ બ્લશ કરી રહી હતી.

સ્મિતામેમ એક રૂમમાંથી એની સાડીનો છેડો પાછળ નાખતા આવ્યા. સાડી પર્પલ કલરની હતી. જેમા મોરપીંછનું ભરતકામ કરેલુ હતુ.

‘આવ, આવ હર્ષ…’, મેડમે સોફા તરફ હાથ લંબાવીને બેસવાનો ઇશારો કર્યો.

મેડમ મારી જમણી તરફના સોફામાં બેસ્યા. હું કાચની મોટી ટીપોઇ સામે બેસ્યો, જેના પર એક ગુલદસ્તો. કેટલીક ઇંગ્લીશ મેગેઝીન અને મેલોડી ચોકોલેટ્સ એક બાઉલમાં હતી.

‘શ્રુતિ પાણી લઇ આવ…’, મેડમે શ્રુતિને કહ્યુ. શ્રુતિ કિચન તરફ ગઇ.

‘કેવુ ચાલે છે સ્ટડી હર્ષ…?’, મેડમે પુછ્યુ. મેડમને કેમ કહેવુ કે સ્ટડી સિવાય બધુ જ ચાલે છે.

‘થોડા દિવસથી કોલેજ જ નથી ગયો.’, મેં કહ્યુ.

‘ઓહ્હ, કેમ મીડટર્મ ચાલે છે..?’, મેડમે પુછ્યુ.

‘ના. બસ એમ જ.’, મેં મારો એક પગ બીજા પગ પર ચડાવતા કહ્યુ.

‘મમ્મી…!! મને મારૂ ત્રીપલ એક્સ વાળુ ટી-શર્ટ નથી મળતુ.’, અંદાજે ૨૮-૩૦ વર્ષનો હેન્ડસમ, ઉંચો મોટું માથુ જે એના શરીરના બાંધા પ્રમાણે બરાબર હતુ, ગોરો, છોકરો એના ખુલ્લા શરીરે એક રૂમમાંથી બહાર આવ્યો.

‘આજે બીજુ કોઇ પહેરીલે ને, બેટા..!! અને અહિં આવ..!’, મેડમે પેલા છોકરાને બોલાવ્યો.

‘સંગિત, આ હર્ષ છે. મારો સ્ટુડન્ટ. હર્ષ આ મારો સન સંગિત’, મેડમે ઇન્ટ્રોડક્શન કરાવ્યુ. હું ઉભો થયો અને સંગિત સાથે મેળવવા માટે હાથ લાંબો કર્યો. એણે કોઇ જ ખુશી કે સ્માઇલના ભાવ વિના હાથ મેળવ્યો.

‘ગયા સોમવારે તો પહેર્યુ હતુ,’

‘બીજુ કોઇ પહેરી લેને, એ પહેરવુ જરુરી જ છે.?”, મેડમે સંગિતને કહ્યુ.

‘હું બે દિવસ માટે ટ્રેકીંગ માટે જાવ છુ,’, સંગિતે કહ્યુ.

‘શ્રુતિના બેડરૂમના કબાટમાં જો તો કદાચ ભુલમા ત્યાં રખાઇ ગયુ હોય તો.’, મેડમે એની સાડીને એની છાતી ઉપર ખેંચતા કહ્યુ.

સંગિત થોડાક ગુસ્સાના ભાવથી એક એક રૂમમાં ચાલ્યો ગયો. મેં એ રૂમને શ્રુતિનો રૂમ એઝ્યુમ કર્યો.

‘સોરી એના બીહેવીઅર માટે, પણ એના પપ્પાની ડેથ પછી એ મેન્ટલી ડીસ્ટર્બ છે.’, મેડમે શાંત થઇને કહ્યુ.

‘આઇ એમ સો સોરી મેમ.’, મેં વધારે ના બોલતા પુ્છ્યુ.

‘એ પોલીસમાં હતા, એક વખત કોઇ બાતમીના આધારે ક્રીમીનલ્સને પકડવાની રેડમાં એમના પર બંધુકથી હુમલો થયો, જેના લીધે એમના શ્વાસ રોકાઇ ગયા.’, મેડમે કહ્યુ. એમના ચહેરા પર કોઇ વધારે ઉદાસીના ભાવ પણ નહોતા.

‘સોરી મેમ..’, મેં ફોર્માલીટી નીભાવી.

‘અરે હર્ષ, એમા સોરી ના કહેવાનુ હોય, હવે આદત પડી ગઇ છે, સમય જે કરવાનુ હતુ એ કરી ચુક્યો, એક વાત પકડીને થોડુ ઉભુ રહી જવાય છે, જીંદગીમાં મુવ ઓન જ કરવાનુ હોય. સમય જતા ઘટનાઓના દુખોનુ ફોર્સ પણ ઓછુ થઇ જતુ હોય છે’, મેડમના પ્રેક્ટીકલ વિચારોથી મને પણ ઘણુ સારૂ ફીલ થયુ.

આ શ્રુતિ પાણી લેવા ગઇ છે કે પછી હાઇડ્રોજન અને ઓક્સીનજ ભેગુ કરીને પાણી બનાવવા એવુ મને મનમાં જ થયુ. ‘શ્રુતિ… ઓ શ્રુતિ..’,મેડમે અવાજ લગાવ્યો.

‘આવુ મમ્મી, કોફી તૈયાર થવા આવી છે.’, શ્રુતિ નો કીચનમાંથી અવાજ આવ્યો.

‘તો બોલ બીજુ શું ચાલે છે, H.O.D સાથે પછી તો કોઇ પ્રોબ્લેમ નથી થઇ ને..?’, મેડમે પુછ્યુ.

‘ના, પછી કોલેજ જ નથી ગયો, એટલે પ્રોબ્લેમ ક્યાંથી થાય..?’, મેં હસતા હસતા કહ્યુ.

શ્રુતિ એક ટ્રેમા ત્રણ કપ અને એક પાણીનો ગ્લાસ લઇને આવી.

‘તને ક્યારથી કોફી બનાવતા આવડી ગઇ..?’,મેડમે શ્રુતિને પુછ્યુ.

‘તમારા સ્ટુડન્ટ્સને ગમે તેવી કોફી ચાલી જાય.’, શ્રુતિએ ટ્રેને ટીપોઇ ઉપર મુકતા કહ્યુ અને હસી.

‘તો તમે બન્ને એકબીજાને ઓળખો છો…?’, મેડમ બોલ્યા.

‘હા, અમે બન્ને કોલેજમાં મળ્યા હતા’, મેં કહ્યુ.

‘એ પહેલા પણ એકવાર, દોઢેક વર્ષ પહેલા એકવાર આઇસક્રીમ ખાવા માટે અમે ગ્યા’તા ત્યાં મળ્યા હતા, ચૈતાલી પણ સાથે હતી.’, શ્રુતિએ કહ્યુ.

‘ઓહ્હ તો, તો બવ જુની ઓળખાણ છે…!’, મેડમે ઉદગાર વાક્યો કાઢ્યા.

‘ચૈતાલી ક્યાં…?’, મેં પુછ્યુ.

‘એ મારી કઝીન છે, એ એના ઘરે…!!’, શ્રુતિ બોલી. મેં પહેલા પાણી પીધુ અને પછી કોફી ચાલુ કરી.

‘તો કઇ કઇ નોવેલ જોઇએ છે..?’, મેડમે પુછ્યુ અને કપ પકડ્યો.

‘તમને જે રીડીંગ કરવાની મજા આવી હોય એ.’, મે કહ્યુ.

‘શ્રુતિ, બેસ ને બેટા..!’, મેડમે કહ્યુ.

‘ભાઇ ને કોફી આપી આવુ.’, શ્રુતિએ ટ્રે ઉઠાવી.

‘એ તારે જ પીવી પડશે.. એ ચ્હા જ પીવે છે તને તો ખબર છે…!’, મેડમે શ્રુતિને રોકી.

શ્રુતિ સુફા પર બેસી અને કોફી પીવા લાગી, એ દરમ્યાન સંગિત શ્રુતિના રૂમમાંથી પોતાના રૂમમાં ગયો.

‘ચાલ તને અમારી નાનકડી લાઇબ્રેરી બતાવુ.’, મેડમે કહ્યુ. શ્રુતિ ટ્રે લઇને કિચનમાં ગઇ. મેડમ મને એના બેડરૂમમાં લઇ ગયા. હોલની જેમ જ મેમના બેડરૂમનુ ઇન્ટરીઅર ખુબ જ હટકે અને ફેબ્યુલસ હતુ. આવો ફ્લેટ હું રીયલમાં તો પહેલી જ વાર જોઇ રહ્યો હતો. બેડરૂમની ચારે દિવાલો અલગ અલગ કલરની હતી. બેડની પાછળની દિવાલ બ્લુ કલરની હતી, જેના પર પાણી ભરેલ માટલુ કમર પર રાખી લઇ જઇ રહેલ સ્ત્રીનુ ચિત્ર હતુ, જેમાં શરીરના અંગોના વળાંકો દેખાતા હતા. બેડની ડાબી સાઇડની દિવાલ પીંક હતી. બેડની ડાબી સાઇડમાં એક સ્લીક ટેબલ અને ચેઇર હતા, જેના પર કોમ્પ્યુટર હતુ. બેડની જમણી સાઇડની દિવાલ કોફી કલરની હતી અને એક નાનકડો દરવાજો હતો. જ્યાં નાની રૂમ હતી એવુ દેખાતુ હતુ. બેડની સામેની દિવાલ વ્હાઇટ કલરની હતી. જેના પર બ્લેક કલરમાં મોટા અક્ષરે હેપ્પીનેસ લખેલુ હતુ અને નીચે સ્માઇલ દોરેલી હતી. મેમ મને બેડની જમણી સાઇડના દરવાજામાં લઇ ગયા. ત્રણેક જણને બેસાય એવી નાનકડી જગ્યા હતી, પણ એકદમ સોફ્ટ ત્રણ ચેઇર હતી, જે દેખાવમાં જ કમ્ફર્ટેબલ હતી. રૂમમાં A.C પણ હતુ. બે શેલ્ફ હતા, જેમાંથી એક શેલ્ફમાં ઘણી બધી બુક્સ હતી અને બીજા શેલ્ફમાં મુવીઝની સી.ડીઝ હતી.

‘તુ બેસ હું તને નોવેલ કાઢી આપુ.’, મેડમે મને કહ્યુ.

‘હું સી.ડીઝ જોઇ શકુ..?’, મેં મેમને પુછ્યુ.

‘સ્યોર…’, મેમ નોવેલ શોધવામા વ્યસ્ત થઇ ગયા. હું સી.ડીઝ જોવા લાગ્યો. હવે તો શ્રુતિનો નંબર મળી જશે…. એન્ડ લાઇફની ફર્સ્ટ કીસ પણ, એવુંજ કંઇક હું વિચારતો ત્યારે હતો. પછી યાદ આવ્યુ કે હું ફર્સ્ટ કીસ તો કરી ચુક્યો હતો.

મેં ડી.વી.ડી શેલ્ફમાં ધ પર્ફ્યુમ નામના એક મુવીની ડી.વી.ડી જોઇ. એકવાર નીલે મને આ મુવી જોવાનુ સજેસ્ટ કર્યુ હતુ, મેં એ ડી.વી.ડી શેલ્ફમાંથી કાઢી. મેડમ પાછળ ફર્યા અને એમના હાથમાં ત્રણ બુક્સ હતી.

‘ચાલ હર્ષ’, મેડમે કહ્યુ.

અમે મેમના બેડરૂમમા ગયા. બેસતી વખતે મેમની કમર થોડીક દેખાણી ત્યાં મારી નજર ચાલી ગઇ, પણ મે તરત જ નજર બીજે ફેરવી લીધી.

‘જો આ ત્રણેય નોવેલ મસ્ત છે, તને વાંચવાની પણ મજા આવશે. બે નોવેલ એવી છે જેનાથી તારો વર્ડ પાવર પણ વધશે.’, મેડમે કહ્યુ. હું ઓકે ઓકે કહેતો ગયો.

‘ધ આલ્કેમીસ્ટ - પૌલો કોહેલોની ફેમસ નોવેલ છે, જે વર્લ્ડ બેસ્ટ સેલર છે.’,

‘હ્હ્મ્મ્મ’

‘વેરોનીકા ડીસાઇડ્સ ટુ ડાઇ પણ એની જ છે અને ટુ સ્ટેટ્સ પણ રોમેન્ટીક લવ સ્ટોરી છે જે ચેતન ભગતની છે, એ પણ તને મજા આવશે’, મેડમે કહ્યુ.

‘આટલી વંચાઇ જાય એટલે કહેજે હું તને બીજી આપીશ’, મારા મનમાં થયુ કે હવે તો હું બીજી નોવેલ તમારી પાસેથી શાને લેવા આવુ..? આ નોવેલ પણ મારે તો રોહન ને જ વાંચવા આપવાની છે.

‘ઓકે, થેંક્યુ મેમ…. આટલી બધી હેલ્પ માટે’, મેં બુક્સનુ વજન કરવાની સ્ટાઇલમાં કહ્યુ. શ્રુતિ આવી.

‘ઓહહ… શ્રુતિને તો જોઇએ એટલી નોવેલ વાંચવા મળતી હશે ને..?’, હું શ્રુતિ સામે જોઇએ ને બોલ્યો.

‘એ મારા બેડરૂમમાં આ મહિનામા બીજી જ વાર આવી છે.’, મેડમ બોલ્યા.

‘ઓહ્હ્હ’, મેં કહ્યુ.

‘તો, શું નાસ્તો ચાલશે..?’, મેડમ બોલ્યા.

‘કંઇ જ નહિ, કોફી અને બુક્સથી જ પેટ ભરાઇ ગયુ…’, મેં શ્રુતિ સામે જોતા કહ્યુ જે હજુ અમારી સામે ઉભી હતી.

‘ઓકે, મેમ હવે હું જાવ… મારે થોડુ કામ છે.!’, મેં કહ્યુ.

‘અરે કંઇક તો લેવુ જ પડ્શે…’, મેડમ બોલ્યા.

‘ઓકે, એક ગ્લાસ પાણી મળશે…?’,

‘સ્યોર…’ એમ કહીને મેમ ઉભા થયા. અમે હોલમાં જવા તૈયાર થયા. આ વખતે મેમ પાણી ભરીને આવ્યા. હું શ્રુતિની સામે સ્મિત સાથે જોઇ રહ્યો હતો. એ મારી સામે જોઇ રહી હતી. કોઇ જ શબ્દો અત્યારે બોલાય એમ નહોતા. મેમ કિચનમાં ગયા એટલે મેં મારો મોબાઇલ કાને લગાવવાનો ઇશારો કરતા શ્રુતિને નંબર વિષેનુ કહ્યુ. એણે એના હોઠ ભીંસીને જ હસવાનુ પસંદ કર્યુ. મેમ પાણી લઇને આવ્યા. મે પાણી પીધુ.

‘મેમ હું વાંચી લવ એટલે તમને નોવેલ પાછી આપી જઇશ..’, મેં કહ્યુ.

‘નો પ્રોબ્લેમ ડીઅર…’,

‘થેંક્યુ મેમ’

‘યુ આ મોસ્ટ વેલકમ’

‘ઓકે આવજો મેમ, બાય શ્રુતિ’, મેં કહ્યુ અને હું ડોર તરફ ચાલતો થયો. હું ડોરની બહાર હાથમાં બુક અને ડી.વી.ડી લઇને નીકળ્યો. પાછુ ફરીને મેં ના જોયુ. હું લીફ્ટથી નીચે આવ્યો.

મેં મારો મોબાઇલ કાઢ્યો અને ફેસબુક ઓપન કર્યુ. શ્રુતિનો એક મેસેજ આવી ચુક્યો હતો.

‘બુક્સ લેવા આવો એના માટે નવા કપડા પહેરવા પડે…?’ સાથે એક આંખ બંધ કરેલી હોય એ સ્માઇલી પણ હતી.

‘હા, આવવુ જ પડે ને. પણ તુ વાત બદલાવમાં’, મેં મેસેજ કર્યો.

‘હું એક મહિના માટે બહાર જાવ છુ, બોમ્બે વેકેશન માટે એટલે તારે નંબરની જરુર નહિં પડે.’, દસેક સેકન્ડમાં એનો મેસેજ આવ્યો. ‘ધીઝ ઇઝ નોટ ફેઇર’, મેં મેસેજ કર્યો.

‘એવરી થીંગ ઇઝ ફેઇર ઇન.... યુ નો ઇન વોટ..!!’, શ્રુતિનો જવાબ આવ્યો.

‘તો આપણે આજે મળીએ પછી જ તુ બોમ્બે જા’, મેં શ્રુતિ ને મેસેજ કર્યો.

‘હું બે કલાક પછી જ નીકળુ છુ, એટલે એ પોસીબલ નથી’, એનો મેસેજ આવ્યો.

‘ઓકે, ધેન હવે મેં ચેલેન્જ પુરો કર્યો, પણ હવે જ્યાં સુધી તુ અહિં પાછી નહિ આવે ત્યાં સુધી હું તારી સાથે ફેસબુક પર પણ વાત નહિ જ કરૂ’, મેં પણ મેસેજ કર્યો.

‘ફાઇન મને તારો નંબર તો આપ.. ક્યારેક કોલ કરી શકુ’, એનો થોડી વારમાં મેસેજ આવ્યો.

‘નો..વે., ફર્સ્ટ યોર નંબર એન્ડ ધેન… માઇન.. વધારે જો વાત કરવાનુ મન થાય તો તારા મમ્મીના મોબાઇલમાં સેવ છે લઇ લેજે… ઓકે..?’, મે મેસેજ કર્યો ત્યારે હું BRTSના બસ સ્ટેન્ડ પર હતો. બસ આવી એટલે બસમાં એન્ટર થયો. એ વખતે હું થોડો એગ્રેસીવ હતો.

‘ઓકે બાય, હવે થોડુ પેકીંગ કરવાનુ છે’, શ્રુતિનો મેસેજ આવ્યો.

‘બાય’, મેં પણ વટથી બાય કહ્યુ. મેં નક્કિ કર્યુ હતુ કે જ્યાં સુધી શ્રુતિ કોન્ટેક્ટ ન કરે ત્યાં સુધી હું એને કોલ નહિ કરૂ.

***

ખીસ્સામાં પચ્ચીસો રૂપિયા હતા. એટલે મગજમાં વિચારોનો ધોધ પણ ચાલુ હતો. મારી સામે ગુજરાતના ત્રણેય મેજર ન્યુઝ પેપર પડ્યા હતા. રવિવાર એટલે ન્યુઝપેપરના પેજીસ પણ વધારે. મેં ટચુકડી જાહેરાતના બધા જ પેજ ફંફોળવાનુ શરૂ કર્યુ. જાહેરાતના આખે આખા પેજ ભરેલા હતા. પણ મારે જેવી પાર્ટ ટાઇમ જોબ જોઇતી હતી એ નહોતી મળી રહી.

‘ઘરે બેઠા ડેટા એન્ટ્રી’,

‘સેલ્સ મેન જોઇએ છે’,

‘જોઇએ છે, ડીલીવરી બોય(બાઇક જરૂરી)’

‘રીસેપ્શનીસ્ટ ફોર હોટેલ’

‘પીત્ઝા ડીલીવરી બોય’,

આવી બધી એડવર્ટાઇઝમેન્ટ મેં જોઇ, આ સિવાય પણ ઘણી બધી ટચુકડી જાહેરાતો જોઇ જે જોઇને મને થોડી વાર હસવુ પણ આવ્યુ. જેમકે ‘પરચુરણ કામ માટે છોકરાઓ જોઇએ છે’. પણ જોબ તો કરવાની જ હતી. હોટેલ મેનેજરની જોબ મને ગમી. પણ એ પાર્ટ ટાઇમ નહોતી. ડેટા એન્ટ્રી સિવાય બધી જ જોબ લગભગ ફુલ ટાઇમ જ હતી. કોલ સેન્ટરની જોબ પણ હતી. પણ એમાં મારી અત્યારે તો ઇચ્છા નહોતી. પણ જો બીજી કોઇ જોબ ના મળે તો કોલ સેન્ટરની જોબ જ કરવી પડે એમ હતી. અમારા ક્લાસમાં બે ત્રણ સ્ટુડન્ટ કોલ સેન્ટરની જોબ કરતા હતા. પણ છાપા ખંખોળતી વખતે જ અરિહંત યાદ આવ્યો. એ કંઇક પાર્ટ ટાઇમ જોબ જેવુ કરતો હતો. એક્ઝેક્ટલી મને નહોતી ખબર. બટ એ પૈસા કમાવવા માટે કંઇક તો કરતો જ હતો.

બોરડમનુ પહેલુ કારણ નવરાશ છે. અત્યારે મારી કંઇક આવી જ સીચ્યુએશન હતી. હાલ તો મારી પાસે મારી લાઇફનો ગોલ પણ નહોતો. મોટીવેશન તો બધી બાજુથી મળતુ હોય, પણ આપણને એજ ના ખબર હોય કે આપણે શામાટે બન્યા છીએ ત્યાં સુધી આ બધુ શાં કામનુ. B.E પતવાને કંઇ હવે ખાસ વાર નહોતી. મીડસેમ એકઝામ તો બે વીક પછી શરુ થઇ જવાની હતી. કોલેજ તો એમ પણ કોણ ક્યાં જતુ હતુ.? મારા માટે તો આજ નો દિવસ જ એક સવાલ હતો. આજે શું કરવુ. કદાચ મને ખબર હોત કે હુ શામાટે બન્યો છુ તો મારે આ સવાલનો જવાબ ન શોધવા જવો પડત.

જવાબ તો કદાચ ઘણા હતા પણ મને એ પચે એવ નહોતા. શુક્રવારે આવેલા મુવી જોવા જઇ શકાય એમ હતા. આજે રૂમમાં બેસીને જ લેપટોપ સાથે ટાઇમ પાસ કરવો. નીલ લોકોને જઇને અમદાવાદમાં ક્યાંક આંટા મારીએ. જો એજ્યુકેશન વિશે વિચારૂ તો IT ફીલ્ડની કોઇ ટેકનોલોજી શીખુ જે આવતા સેમમાં પ્રોજેકટ બનાવવા માટે યુઝફુલ થાય. બટ હું આમાંથી કંઇ ડીસાઇડ ના કરી શક્યો.

એટલે રૂમની બહાર નીકળવાનો કોઇ સવાલ જ નહોતો. રોહન મુવી જોવા જઇ રહ્યો હતો. એણે મને કહ્યુ પણ મારે આજે મુવીની ઇચ્છા નહોતી એટલે ના પાડી. રોહને 3G નેટની કોઇ ટ્રીક શોધી હતી એ કહી એટલે લેપટોપ ઓપન કરીને બેઠો.

નેટ ઓપન કરીએ એટલે એટ ફર્સ્ટ બ્રાઉઝરમાં શું ઓપન થાય..? એક્ઝેક્ટલી ફેસબુક…!! વોટ એલ્સ…? મેં ફેસબુક ઓપન કર્યુ. ત્રણ મેસેજ એક ફ્રેન્ડ રીક્વેસ્ટ અને પંદર નોટીફીકેશન્સ હતી. મેં ફ્રેન્ડ રીકવેસ્ટ જોઇ. અનએક્સપેક્ટેડ…!! ફ્રેન્ડ રીકવેસ્ટ સ્મિતા મેમની હતી. મને એમના વિષે જાણવાની ઇચ્છા હતી એટલે અબાઉટ લીંક પર ક્લિક કરી. અબાઉટ સેક્શનમાં એમણે એમના વિષે એક જ લાઇન લખી હતી જેણે મને થોડી વાર વિચારતો પણ કરી મુક્યો….. એમા લખ્યું હતુ. “ I AM WOMEN ”. આ સિવાય બીજી કોઇ જ ડીટેઇલ અપડેટ નહોતી કરી. મેડમનો એટીટ્યુડ તો એવો છે જ, કે એ કોઇ પણને અટ્રેક્ટ કરે. મેં રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી અને નોટીફીકેશન્સ જોઇ. નોટીફીકેશન્સમાં તો ખાસ કંઇ નહોતુ. ફ્રેન્ડ્સે કોઇ ફોટામાં ટેગ કર્યા હોય અને એ ફોટા પર આવેલી કોમેન્ટની નોટીફીકેશન્સ હતી, અમુક નોટીફીકેશન્સ ગેમ્સ એપ માટેની હતી. મેં એ ઇગ્નોર કરી. મેસેજ જોયા એમાં શ્રુતિનો મેસેજ હતો.

‘સોરી ડીયર… તને મળવાનો ટાઇમ નહોતો. પ્લીઝ તારો નંબર આપ, મારે વાત કરવી છે, ઓર મને મારા નંબર પર કોલ કર.’, મેસેજમાં એનો નંબર પણ લખેલો હતો. મેં ડીસાઇડ કરેલુ હતુ કે કોલ ના કરવો કે મેસેજ પણ ના કરવો એટલે મેં મેસેજનો આન્સ ના આપ્યો.

યુ ટ્યુબ પર નવા મુવીઝના ટ્રેઇલર જોતા અને ફંફોળતા ફંફોળતા સ્ટીવ જોબ્સની સ્પીચ હાથ લાગી. આજે તો ૩જી નેટ હતુ એટલે એ વિડીયો ડાઉનલોડ કરતા સાત મિનિટથી વધારે વાર ના લાગી. એ સ્પીચ અદભુત અને મોટીવેટીંગ હતી. વિડીયો આજે સવારે હું જે વિચારતો હતો એના ઉપર હતો. આ વિડીયો જોયા પછી મારી અંદર મને શું કરવુ ગમે છે એ વિશે સવાલો ઉઠવા લાગ્યા.

આ વિડીયોમાં સ્ટીવ જોબ્સે કહ્યુ હતુ કે જ્યાં સુધી તમને જે વસ્તુ ગમે છે એ ના મળે ત્યાં સુધી સેટલ ના થાવ. એ વસ્તુ શોધવાની પાછળ પડી જાવ. બસ હવે તો મારે આ જ કરવાનુ હતુ. બટ અત્યારે મારે શાંત થવાની જરૂર હતી કારણ કે મને એ પણ ખબર હતી કે આ ઇન્સપાઇરેશનલ સ્પીચનો નશો છે. જે થોડી વાર પછી ઉતરશે એટલે હું હતો એવો ને એવો જ થઇ જઇશ. ધીરજપુર્વક અને શાંતીથી વિચારવાનુ હતુ કે મને શું ગમે છે..?

હાલ મારે કોઇ ટેમ્પરરી જોબની જરૂર હતી, અરિહંતનો નંબર કદાચ નીલ પાસે હોઇ શકે…!! એટલે નીલને કોલ કરવો પડે એમ હતો. મેં મારો ચાર્જીંગમાં મુકેલો મોબાઇલ લીધો અને કોલ લગાવ્યો. આખી રીંગ પુરી થઇ ગઇ પણ એણે રીસીવ ના કર્યો. કદાચ એ ઉંઘતો હોઇ શકે એવુ મને લાગ્યુ, મેં ફરી કોલ લગાવ્યુ. અડધી રીંગ પતી એટલે કોલ રીસીવ થયો. કોલ નીતુએ રીસીવ કર્યો.

‘નીલ નથી…?’, મેં પુછ્યુ.

‘એ નહાવા ગયો છે..!’, નીતુએ જવાબ આપ્યો.

‘એ આવે એટલે એને કોલ કરવાનુ કહેજે ને..’, મેં કહ્યુ.

‘હુ કંઇ મેસેન્જર નથી…’, એણે કડક અવાજમાં કહ્યુ.

‘બટ, તુ ફ્રેન્ડ તો છે ને..??’,

‘બીઝી માણસોની ફ્રેન્ડ, જેમને એક કોલ કરવાનો પણ ટાઇમ નથી….!!’,

‘અરે, યાર હું ઘરે ગયો હતો…’,

‘સીરીયસ ના થા..!! હું જસ્ટ મજાક કરૂ છુ…!’, નીતુએ હસતા હસતા જવાબ આપ્યો.

‘ઓકે.. ઓકે, નીલ આવે એટલે એને કહી દેજે..’, મેં ફરી કહ્યુ.

‘ઓકે, સાંજે આવ ને ઘરે… બધા નસ્તો કરવા જઇએ….!!’, નીતુએ કહ્યુ.

“જોવ છું, પણ નક્કિ નહિ…!!’,

‘ઓકે,, બાય…’, મેં કોલ કટ કરવા માટે કહ્યુ.

‘બ બાય…’, એ બોલી અને મેં કોલ કટ કર્યો.

થોડી વારમાં નીલનો કોલ આવ્યો, મેં નીલ પાસેથી અરિહંતનો નંબર લીધો. મે અરિહંતને કોલ કર્યો. જન્ન્ત મુવીની “હા તુ હૈ, હા તુ હૈ” ની કોલરટ્યુન સાંભળી.

‘હેલો..’, એક વજનદાર અને એકદમ ક્લીઅર અવાજ આવ્યો.

‘હા, અરિહંત હર્ષ બોલુ છુ.’, મેં મારૂ નામ આપ્યુ.

‘હા, બોલ હર્ષ, શું ચાલે છે.?’,

‘બસ, જલસા હો, તુ બોલ…!!’, આવુ બોલવાની આપણને આદત પડી ગઇ છે. અથવા તો પ્રીટેન્ડ કરવાની. બધા એમ જ કહે છે કે જલસા છે. તો પણ લોકો દુખી કેમ છે?

‘હમણા સચીનભાઇ રમે છે, એટલે વાંધો નથી’, અરિહંતના જવાબ પરથી ખ્યાલ આવી ગયો કે હાલ તે સટ્ટો રમે છે.

‘રમે છે ને, તો વાંધો નહિ.’, મેં હસતા હસતા કહ્યુ. બટ હું જરાંય ઇન્ટરેસ્ટેડ નહોતો.

‘હા, હાલ તો કોઇ વાંધો નથી. બોલ કંઇ કામ હતુ…?’, અરિહંતે પુછ્યુ.

‘હા, યાર કોઇ પાર્ટ ટાઇમ જોબની જરૂર છે, એટલે જ તો તને કોલ કર્યો…’, હું ટોપીક પર આવ્યો.

‘અરે, વાહ વાહ, મારે પણ માણસોની જરૂર છે. પણ કામ આપડી ફીલ્ડનુ નથી.’, અરિહંતે થોડા શાંત અવાજે કહ્યુ.

‘કામ શું કરવાનુ છે.?’

‘હાલ હું હોસ્પીટાલીટી સર્વીસ એન્ડ ઇવેન્ટ એન્ડ મેનેજમેન્ટમાં છુ. એટલે જે મોટી કંપનીઓના એક્ઝીબીશન્સ હોય એમાં સર્વીસ આપવાની હોય છે.’, અરિહંતે કહ્યુ, પણ મને મનમાં થયુ કે વેઇટરનુ કામ આપણાથી ના થાય એટલે આ જોબમાં મેળ નહિ આવે.

‘અરે, યાર આવુ કામ તો ના થાય આપડાથી’, મેં કહ્યુ.

‘પણ હર્ષ તુ સાંભળ, તુ વિચારે એવુ આ કામ નથી. આપડે લોકોએ VIP માણસોને ઇંગ્લીશમાં બધી ઇનફોર્મેશન આપવાની અને ગાઇડન્સ આપવાનુ હોય છે. કોઇ આલતુ ફાલતુ કામ નથી. ઇવેન્ટ પણ કોઇ નાની સુની નથી હોતી, ગુજરાત સરકાની વાઇબ્રન્ટ સમીટ જેવી ઇવેન્ટ્સમાં કામ કરવાનુ હોય છે. અરિહંતે કહ્યુ. અરિહંતે થોડી ચોખવટ કરી એટલે મને આગળ સાંભળવાનુ મન થયુ.

‘જો, કામ કંઇજ નથી. જલસા જ કરવાના છે. આખો દિવસ જે કાઉન્ટર કે ડીપાર્ટમેન્ટ આપ્યો હોય એ સંભાળવાનો. ચોક્લેટ્સ ખાવાની, સેલીબ્રીટીઝ સાથે વાતો કરવાનો મોકો પણ મળશે, બપોરનુ લંચ અને રાતનુ ડીનર સાથે પાંચસો રૂપીયા. બીજા જે જલસા છે એતો તુ આવીશ ત્યારે જ ખબર પડ્શે. આખો દિવસ માલ જોવાના અને ક્યારેક ટોપી ચડાવવાનો મોકો પણ મળી જાય એ ફ્રીમાં…’, અરિહંતે બધુ ડીટેઇલમાં કહ્યુ. મને અરિહંતની વાતમાં રસ પડ્યો. ખાવા પીવા સાથે પાંચસો રૂપિયા સારા જ કહેવાય એવુ મને લાગ્યુ.

‘ઓકે બોસ ચાલશે, ક્યારથી જોઇન થઇ કરી શકાશે.’, મેં પુછ્યુ.

‘આવતા વીકમાં જ એક ઇવેન્ટ છે. જે વાઇઅબ્રન્ટ ગુજરાતને લગતી છે. ૩૦ જુલાઇએ ઇવેન્ટ છે. પાંચ દિવસ પહેલા મીટીંગ હશે. હું તને જણાવી દઇશ.’, અરિહંતે કહ્યુ.

‘ઓકે..! થેંક્સ’,

‘અરે એમા થેંક્સ ના કહેવાનુ હોય, જલસા કરને, ચાલ મળીએ તો..!’,

‘ઓકે, મળીએ.’, મેં કોલ કટ કર્યો. ખરેખર એ દિવસે મને થોડી રાહત થઇ કારણ કે મને પૈસાનો કોઇ સોર્સ મળ્યો હતો.

પરંતુ આ વિચારમાં ને વિચારમાં ઘણો સમય ચાલ્યો ગયો. કોલેજ જવાનુ મેં આ દિવસોમાં રેગ્યુલર કરી દીધુ. એ સિવાય એક વાર હું અરિહંતની એક ઇવેન્ટમાં પણ હોસ્પીટાલીટી સર્વિસમાં પણ અનુભવ લઇ ચુક્યો હતો. સ્મિતા મેમને પણ હું આ દિવસોમાં ન્હોતો મળ્યો. જો શ્રુતિ વિષે કહુ તો લાસ્ટ મુલાકાત પછી મે એને કોલ કરવાની ટ્રાય જ ન્હોતી કરી, ન તો એનો કોલ કે મેસેજ આવ્યો. એ જે રીતે મને ઇગ્નોર કરી રહી હતી એ શરૂઆતમાં મને થોડુ ફ્ર્સ્ટ્રેટ કરતુ હતુ, બટ ધીરે ધીરે બધુ શાંત થઇ ગયુ. કેમ્પસ માટે ત્રણ કંપનીઓ આવી હતી, બટ એમાં કઇ ચાન્સ ના લાગ્યો. હવે નવરાત્રી આવી રહી હતી. જે થોડુ મને થ્રીલ કરી રહ્યુ હતુ.

***

‘હેય રોહના, કેમ આજકાલ તુ રૂમમાં રાત સિવાય નથી દેખાતો..?’, રોહન રૂમમાં એન્ટર થયો. એણે વ્હાઇટ શર્ટ અને જીન્સ પહેર્યુ હતુ, એનો વ્હાઇટ શર્ટ પુરેપુરો પલળી ગયો હતો, સાંજ ના છ વાગ્યા હતા, રોહનના હાથમાં એનુ કોલેજ બેગ હતુ, જે કદાચ ખાલી જ લાગતુ હતુ. પણ આજે રોહન ક્યાં ગયો હતો..? આજે તો કોલેજ ચાલુ નહોતી…!!

‘અરે, કામ હતુ એટલે બહાર ગયો હતો, બાકી તો આખો દિવસ રૂમમાં જ હોવ છુ.’, રોહને કપડા ઉતાર્યા અને રીલેક્સ વેરમાં આવી ગયો, એટલે કે માત્ર જોકીની ચડ્ડી.

‘ઓય, કપડા પહેર.’, મેં રોહનને કહ્યુ.

‘કેમ..? તને શું થાય છે….?, આઇ હોપ તુ ગે નથ..!’, એણે પંખા નીચે ઉભો રહીને પવન ખાતા કહ્યુ.

‘બસ રેવાદે, મને તો તુ ગે લાગે છે…?’, મેં મારા કાનમાથી એક ઇયર ફોન દુર કરતા કહ્યુ.

‘ઓકે, તો એમ રાખ..’, એણે ટાવલ લીધો અને એ નહાવા માટે તૈયાર થયો.

‘મે કાઢેલુ ઇયર ફોન ફરી કાનમાં નાખ્યુ, બે મહિના પહેલા મેમ પાસેથી લાવેલુ “પરફ્યુમ” મુવીનો એન્ડ ચાલી રહ્યો હતો. મેમના મુવી કલેક્શન પરથી એવુ લાગ્યુ કે મેમ ને ફીલોસોફીકલ મુવીઝ ગમતા હશે.

દસ જ મિનિટમાં રોહન નાહીને આવ્યો. એ એના નાના છોકરા જે યુઝ કરે એવા ટોમ એન્ડ જેરી પીકચર વાળા ટાવલથી એનુ શરીર લુછી રહ્યો હતો.

‘બટ પપ્પુ કાન્ટ સાલા….’ની રીગ રોહનના મોબાઇલમાં વાગી. મોબાઇલ ચાઇનાનો હતો એટલે એનુ સાઉન્ડ પણ વધારે હતુ. રોહને દુરથી જ બેડ પર પડેલ મોબાઇલ પર નજર નાખી. એ બેડથી દુર જઇને એના ટાવલને ઉલાળતા ઉલાળતા ડાન્સ કરવા લાગ્યો અને મોટે મોટેથી “પપ્પુ કાન્ટ ડાન્સ સાલા”નુ સોંગ ગાવા લાગ્યો. એણે એનો ટાવલ ઉપર ઉલાળ્યો, જે પંખા સાથે ફસાઇ ગયો. પંખો એની ફાસ્ટ સ્પીડમાં ફરી રહ્યો હતો. ટાવલ ચારે તરફ ફંગોળાઇ રહ્યો હતો. કપડા પહેરવાને બદલે અંડરવેરમાં જ રોહન ટાવલને નીચે ઉતારવા મથવા લાગ્યો. એ પણ પંખાની સ્વીચ બંધ કર્યા વિના.

‘ઓય, રોહના સ્વીચ બંધ કરને…!!’, મેં રોહનને કહ્યુ, મુવી પુરૂ થઇ ગયુ હતુ એટલે લેપટોપને હાયબર નેટ કર્યુ.

‘છોકરાઓ, ગયા મહિનાનુ…………’, દરવાજામાંથી એક થોડોક ઝાડો અવાજ આવ્યો અને એ અવાજની સાથે મકાન માલીક રમિલાબેન પણ અંદર આવ્યા. એણે રોહનને અન્ડરવેરમાં જ જોયો, તરત જ એ દરવાજા તરફ મોં ફેરવી ગયા. એ જ ક્ષણે એ દરવાજામાંથી બહાર નીકળી ગયા. રોહને રમિલાબેનને જોયા કે તરત બેડની ચાદર ખેંચી લીધી હતી. પંખા પર ટાવલ હજુ ગોળ ગોળ ચક્કર ખાઇ રહ્યો હતો. હું ઉભો થયો અને હું સ્વીચબોર્ડ તરફ ગયો અને સ્વીચબોર્ડ પરની પહેલી સ્વીચ બંધ કરી. પંખો ધીમો થવા લાગ્યો. રોહન મારી સામે જોઇને હસી રહ્યો હતો. એ સાથે અમે થોડા ગભરાઇ પણ ગયા હતા.

‘બોસ, આજે વાટ લાગવાની છે’, મેં રોહનને મારા નેણ ઉંચા કરીને પ્રોબ્લેમ થવાની હોય એવા ટોનમાં કહ્યુ. રોહન ઉભો ઉભો હસી રહ્યો હતો. એણે એના શરીર પરથી બેડશીટ હટાવી. ઓબવીઅસલી એ અન્ડરવેરમાં તો ના જ રહી શકે, રોહન જડપથી કબાટ તરફ ગયો અને કબાટમાંથી એનો બ્લેક વ્હાઇટ ચેક્સ કોટન બરમુડા પહેર્યો.

‘કેમ લાગે છે..? બુઢે અંકલ ક્યા બોલેંગે?’, રોહન મારા બેડ પર આવીને બેસ્યો.

‘આઇ, ડોન્ટ નો.. ડુડ. બટ બુઢ્ઢો ખોંચરી વિકેટ તો છે જ, ઉપરથી એક મહિનાનુ રેન્ટ પણ બાકી છે. પહેલી તારિખે બે મહિના થઇ જશે. એટલે સાંભળવુ તો પડશે જ’, મેં પણ થોડા ટેન્સમાં આવીને કહ્યુ પણ છતા અમે હસતા જ હતા. ખરેખર જતી વખતે આન્ટીનો ચહેરો જોવા જેવો હતો.

‘બટ પપ્પુ કાન્ટ ડાન્સ સાલા’, ફરી રોહનના મોબાઇલની રીંગ ટોન વાગી.

‘અબ પપ્પુ બુઢ્ઢે કે સામને ડાન્સ કરેગા’, રોહન ફોન લેવા જઇ રહ્યો હતો ત્યારે મેં કહ્યુ.

રોહન ફોન લઇને બહાર તરફ જતો રહ્યો. અત્યાર સુધીમાં ક્યારેય રોહન ફોન લઇને વાત કરવા બહાર તો નહોતો જ જતો. બે મિનિટ માંજ રોહન અંદર આવ્યો. પણ એ બે મિનિટ મને ઘણી લાંબી લાગી હતી.

‘રોહના, ભાભીનુ નામ તો કે…’, મેં રોહન અંદર આવ્યો એટલે કહ્યુ. મેં મેડમે આપેલી બુક્સમાંથી ટુ સ્ટેટ્સની બુક હાથમાં લીધી.

એના ચહેરા પર હળવી હળવી સ્માઇલ આવી. મીન્સ કે એણે કોઇ છોકરી પટાવી હતી.

‘ઓહ્હ્હ્હ્હ્હ્હ્હ, રોહના માલ પટાવ્વો શું વાત છે…? કોણ છે… યાર,..? નામ શુ છે..? ચાલો આજે તો તારે ટ્રીટ આપવી જ પડશે..!!’, હું મારા બેડ પર ઉભો થઇ ગયો.

‘હા, કવ છુ, કવ છુ… શાંતિ રાખ..’, રોહને ઉંડો શ્વાસ લેતા કહ્યુ.

‘હું, નીલને બોલાવી લવ..?, પછી આપણે લોકો ક્યાંક નાસ્તો કરવા જઇએ.’, આજે ટીફીન તો આવવાનુ નહોતુ એટલે મેં વિચાર્યુ કે અમે ત્રણેય કોઇ સારી જગ્યાએ જમવા માટે જઇએ.

‘હા, કોલ કર એને’, રોહને કહ્યુ.

.

રોહનની ટ્રીંગ ટ્રીંગ વાળી ઓર્ડીનરી કોલરટ્યુન વાગી રહી હતી.

‘હા, હર્ષ હું તને હમણાજ કોલ કરવાનો હતો’, નીલે કહ્યુ.

‘ઓકે, પણ મારી વાત સાંભળ. રોહનાએ નવો માલ પટાવ્યો છે. એટલે એની પાસેથી પાર્ટી લેવાની છે, તો ક્યાંક જઇએ…’, મેં નીલને એક્સાઇટમેન્ટમાં કહ્યુ.

‘ઓકે, પણ નીતુ એની કોઇ ફ્રેન્ડ પાસેથી ‘મિકા કોન્સર્ટ’ના પાસ લાવી છે. હેલ્મેટ સર્કલ GMDC ગ્રાઉંન્ડ પાસે ક્યાંક છે, એ એમ બકી રહી છે. ચાર પાંચ પાસ એક્સ્ટ્રા છે તો આપડે ત્યાં જઇએ તો..?’, નીલે કહ્યુ. મેં મોબાઇલ સ્પીકર ફોન કર્યો એટલે રોહન પણ સાંભળી શકે.

‘ઓકે, સ્યોર પણ જમવા ક્યાં જઇશુ..’, મેં પુછ્યુ.

‘અરે, એ તુ ટેનશન લેમાં, પપ્પાએ આજે સ્વીફ્ટની ચાવી આપી દીધી છે, એટલે આજે જલસા જ છે, પણ રોહનને પુછ કે વધુ એક વ્યક્તિને પણ પાર્ટી આપવી પડશે હો, નીતુ પણ સાથે હશે.’, નીલે કહ્યુ જે રોહન સાંભળી રહ્યો હતો. મેં નીલ સામે જોયુ અને આંખોના એક્સપ્રેશનથી જ પુછી લીધુ કે શું કરવુ. એણે એનો ચહેરો ઉપર તરફ કરીને હા પાડવાનુ એક્સપ્રેશન આપ્યુ.

‘ઓકે, ફાઇનલ. પણ કેટલા વાગે જવાનુ છે..?’, મેં પુછ્યુ.

‘બસ તમે તૈયાર રહો, અમે તમને લેવા માટે આવીએ છીએ.’, નીલે કહ્યુ.

‘ઓકે, ચાલ રાખુ છુ.’, મેં કહ્યુ અને કોલ કટ કર્યો.

‘ચાલ રોહન તૈયાર થઇ જા, જેબ ખાલી કરવા માટે, હાહાહા’,

મેં આજે મારો વ્હાઇટ કોટન શર્ટ પહેર્યો જે એકદમ આછો હતો, સાથે ડેનીમનુ નેવી બ્લુ જીન્સ પહેર્યુ. મરીન સ્ટોનનુ મેન્સ બ્રેસલેટ જે મારી મમ્મી સોમનાથથી લાવી હતી એ પણ પહેર્યુ. વધારે ગરમીમાં બીજુ કંઇ પહેરાય એવુ નહોતુ. પણ બોડી સ્પ્રે તો છાટવો જ પડે એમ હતો. મેં રોહનનો વાઇલ્ડ સ્ટોન સ્પ્રે લીધો. શર્ટની અંદર તો ઠીક મેં છેક પગ સુધી છાંટ્યો. રોહન પણ એના નવા પોલો સ્ટાઇલ કપડામાં તૈયાર થઇ ગયો.

અડધો કલાક થઇ ગયો હતો. હવે અમે લોકો નીલના કોલની રાહ જોઇ રહ્યા હતા. ૭.૩૦ વાગી ચુક્યા હતા. મારો મોબાઇલ વાઇબ્રેટ થયો. મે રૂમની લાઇટ્સ બંધ કરી. અમે લોકો બહાર નીકળ્યા, રોહને રૂમને લોક માર્યો.

મકાનની બહાર નીકળતાજ રેડ કલરની સ્વીફ્ટ પડી હતી. હું અને રોહન બહાર નીકળ્યા….

‘છોકરાઓ…’, પાછળથી ધનંજય અંકલનો કડક અવાજ આવ્યો. મેં અને રોહને પાછળ જોયુ. એણે પોતાના હાથના ઇશારા વડે અમને ઉપર બોલાવ્યા. હું અને રોહન ઝડપથી ઉપર ચડ્યા. અમને ખબર હતી કે આજે એ અમારા ઉપર બગડશે. અમે હોલમાં એન્ટર થયા. એ પોતાના હીંડોળા પર આવીને બેસી ગયા હતા. એણે પોતાના પગ વડે હીંચકો થોભાવ્યો.

‘આવતી કાલે મને રેન્ટ આપી દેજો અને દસ દિવસ પછી મકાન પણ ખાલી કરવાનુ છે…’, બુઢઢા બોલા.

‘પણ, અંકલ દસ દિવસમાં અમારે મકાન કઇ રીતે શોધવુ…?’, રોહને કહ્યુ.

‘એ હું નથી જાણતો, ઘરમાં કપડા વિના રહેતા આવડે છે, તો ઘર શોધતા પણ આવડી જશે.’, અમે સાંભળીને ચુપ જ રહ્યા.

‘ઓકે અંકલ, કાલે રેન્ટ આપી જઇશુ.’, મેં કહ્યુ.

‘ઓકે, જઇ શકો છો…!’, પોતાનુ મોઢુ ચડાવતા અંકલે કહ્યુ. અમે બહાર નીકળ્યા….

દસ દિવસમાં અમદાવાદમાં રૂમ ક્યાંથી શોધવી,…? બસ આ જ સવાલ મારા અને રોહનના મનમાં ઉઠી રહ્યો હતો. અમે બહાર નીકળ્યા એટલે જોયુ કે સ્વીફ્ટની ડ્રાઇવર સીટના ડોર પાસે પોતાની આંગળીથી નીતુ ચાવી ફેરવી રહી હતી. એનો ચહેરો હંમેશની જેમ ખુબ સુરત લાગતો હતો…. એને દુરથી જોતા જ રૂમ શોધવાની બધી જ ચિંતાઓ દુર થઇ ગઇ……

***

શું હર્ષને શ્રુતિ સાથે પ્રેમ થવા લાગ્યો છે? શ્રુતિ, નીતુ અને સ્મિતામેમનુ ત્રીશંકુ ક્યારે તુટશે? કઇ રીતે હર્ષ પોતાના ગોલ્સને શોધશે? બધુ જ જાણવા માટે વાંચતા રહો – ધ લાસ્ટ યર. ફરી મળીશું આવતા શુક્રવારે. વધુ માહિતી માટે ધ લાસ્ટ યરના ફેસબુક પેજને ફોલો કરો. Facebook.com/TheLastYearBook

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook :

Google Plus :

Twitter :