Dhyananu Mahatva in Gujarati Magazine by Bhavisha R. Gokani books and stories PDF | ધ્યાનનું મહત્વ

Featured Books
Categories
Share

ધ્યાનનું મહત્વ

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

ધ્યાનનું મહત્વ

આપણે વહેલી સવારે ઉઠીએ છીએ ત્યારથી માંડીને રાત્રે સુતા સુધી આપણે સતત દોડતા રહીએ છીએ. દિવસ દરમિયાન અનેક જવાબદારીઓ નિભાવીએ છીએ. સતત ટેન્શન,થાક,જવાબદારીઓ લઇને આખો દિવસ પસાર કરીએ છીએ.આપણે જેટલા દોડીએ છીએ તેના કરતા અનેક ગણું વધારે આપણુ મન દોડ્યા રાખે છે. મન સતત અને સતત કાર્યરત રહે છે. ભલે આપણે વાતો કરતા હોઇએ કે ટી.વી. જોતા હોઇએ અથવા શાંતિ થી બેઠા હોઇએ આપણું મન પોતાનુ કાર્ય ચાલુ જ રાખે છે.

રાત પડે એટલે દિવસ દરમિયાન કરેલા કાર્યના થાકને લીધે આપણે ઉંઘ આવી જાય છે. શરીરને લાગેલો થાક આપણે ઉંઘ દ્વારા ઉતારીએ છીએ , પરંતુ આપણું મગજ તો નિંદ્રામાં પણ ચાલુ જ હોય છે. આપણને ઉંઘમાં દેખાતા સ્વપ્ન એ તેની સાબિતી છે. ક્યારેક સ્વપ્ન ન પણ આવે તો પણ આપણું મન તો સતત ને સતત કાર્યશીલ જ હોય છે.આમ સતત કાર્યરત રહેવાને કારણે આપણું મન થાક મેહસુસ કરે છે. શરીરનો થાક ઉંઘ કે આરામ દ્વારા દુર થાય છે પરંતુ મનનો થાક ઉતારવા આપણે કાઇ કરતા નથી. શરીરનો થાક આપણે અનુભવી શકીએ છીએ પરંતુ મનનો થાક જાણવો ખુબ જ મુશ્કેલ છે.મનનો થાક આપણી સમક્ષ ઘણી વખત આવે છે છતા પણ આપણે તેને જાણી શકતા નથી. ક્યારેક આપણા દ્વારા લેવાયેલો મહત્વનો નિર્ણય ખોટો પડે છે. ક્યારેક એવુ પણ બને છે કે આપણે આવેશમાં આવી જઇ એવું બોલી જતા હોઇએ કે જેનો આપણે પાછળથી ભારોભાર પસ્તાવો થાય છે, કોઇ વાર નાની નાની બાબતોની મોટી ચિંતા થવા લાગે છે તો કોઇ વાર નાનકડુ દુઃખ પણ મોટુ લાગવા લાગે છે.આવી બધી પરિસ્થિતિમાં આપણે બધા એક યા બીજી રીતે પસાર થતા જ હોઇએ છીએ. આપણા સૌ સાથે આવી ઘટના ઘટતી જ હોય છે. અને આ બધી ઘટનાઓ આપણા થાકેલા મનને કારણે જ બને છે. આપણો જન્મ થાય છે ત્યારથી શરૂ કરીને આપણા અંતિમ શ્વાસ સુધી આપણા મનનુ કાર્ય સતત ને સતત ચાલુ જ હોય છે. અને આથી જ આપણા મનને થાક લાગવાનો જ છે.

આ મનના થાકને કારણે ક્યારેક આપણા અંગત સંબંધોમા પણ તણાવ ઉત્પન્ન થાય છે તો ક્યારેક જીવનના મહ્ત્વના નિર્ણય પણ આપણે સુચારુ રીતે લઇ શકતા નથી. અને નિર્ણયો ખોટા લેવાવાને કારણે આપણા અંગત જીવનમાં ચિંતાનો માહોલ સર્જાય છે. ક્યારેક આર્થિક બાબતોમા પણ મનના થાક અને તણાવને કારણે યોગ્ય નિર્ણય લઇ શકતા નથી અને જેના પરિણામે આપણે મોટુ આર્થિક નુકશાન સહન કરવુ પડે છે.આપણું મન પણ બિચારુ શું કરે? આપણે તેને એક મિનિટ પણ આરામ આપતા જ નથી. અને સતત કાર્યશિલ રહેવાને કારણે મનને થાક તો લાગવાનો જ છે, અને થાક લાગવાના પરિણામે તેની કાર્યક્ષમતામાં ઘટાડો થવાનો જ છે. આ બધી બાબતો માં તમને બધાને એક પ્રશ્ન થતો જ હશે કે મનને આરામ આપવો કેવી રીતે???? આપણું મન તો આપણી ઇચ્છા પ્રમાણે ચાલતુ તો છે નહી કે તેને થાક લાગે ત્યારે આપણે તેને આરામ આપીએ. તો મનને આરામ આપવો કેવી રીતે ???

મનને આરામ આપવાનો સરળ અને શ્રેષ્ઠ રસ્તો હોય તો તે છે ધ્યાન{meditation} આપણામાંથી ઘણા લોકો ધ્યાન વિશે જાણતા હોઇએ છીએ અને ધ્યાન આવડ્તું હોઇ પણ છે પરંતુ રોંજિદા જીવનમાં તેનો સમાવેશ કરતા નથી .તેનુ કારણ છે કે આપણે ધ્યાન નું મહ્ત્વ પુરેપુરુ સમજતા જ નથી. ધ્યાન એ આપણા મન નો થાક દુર કરવાનુ શ્રેષ્ઠ મા શ્રેષ્ઠ સાધન છે મનમાં સતત ચાલતા રહેતા વિચારો કાબુમા લેવાનો સહેલા માં સહેલો રસ્તો છે. ધ્યાન દ્વારા આપણું મન થોડીવાર માટે વિચારમુક્ત બને છે .જેના હિસાબે આપણા મન નો થાક દુર થાય છે .

મન ને આરામ મળવાને કારણે આપણી આંતરીક શકિતઓ તેમજ બાહય શકિતઓ માં વધારો થાય છે. આપણુ શરીર રોગમુક્ત બને છે ઇશ્વરે આપણા શરીર ની રચના એવી કરેલી છે કે ભયંકરમાં ભયંકર બિમારી પણ ઠીક પોતાની જાતે કરી શકે તેમજ આપણે દરેક વસ્તુઓ સહેલાય થી શીખી શકિયે અને બધુ લાંબો સમય સુધી યાદ રાખી શકીએ છીએ અને આ બધી શકિતઓ આપણી અંદર જ છુપાયેલી છે અને સુષુપ્ત રીતે પડેલી છે

ધ્યાન દ્વારા આપણે એ બધી શકિતઓ મેળવી શકીએ છીએ આ ઉપરાંત આપણા અર્ધજાગ્રુત મનની શકિતઓનો પણ દૈનિક જીવનમાં ઉપયોગ કરી શકિએ છીએ .ધ્યાન દ્વારા વિચારમુકત અવસ્થા પ્રાપ્ત થાય છે. જેને હિસાબે બ્રહ્મજ્ઞાન પણ મેળવી શકાય છે. ધ્યાનના અગણિત ફાયદા છે. આપણે આપણા રોજીંદા જીવનમા નિયમિત ધ્યાન કરીએ તો એ બધા ફાયદા મેળવી શકીએ છીએ. પરંતુ નિયમિત અભ્યાસ દ્વારા જ ધીરે ધીરે બધુ મેળવી શકાય છે તાત્કાલિક અસરથી બધા ફાયદા મેળવી શકાતા નથી.આથી ધ્યાન ચાલુ કર્યા બાદ તેનો આપણે નિયમિત ઉપયોગ કરવો જોઇએ. રોજીંદા જીવનમાથી થોડો સમય ફાળવી ધ્યાન અચૂક કરવુ જોઇએ. શાળા કે કોલેજોમા ધ્યાનને ફરજિયાત બનાવવુ જોઇએ. જેથી કરીને આપણા આવનારા નાગરિકોના મન આજથી જ શાંત બને અને તેઓ પોતાનો અભ્યાસક્રમ વધારે સારી રીતે અને ઝડપથી શીખી શકે.આપણે ગમે તે રીતે ધ્યાન માટે સમય કાઢવો જ જોઇએ. બીજા અમૂક કાર્યો પડતા મુકીને પણ ધ્યાન અવશ્ય કરવુ જોઇએ. લાંબાગાળે આપણને થતો ફાયદો જોઇ આપણે આશ્ચર્યચકિત બની જશુ. ધ્યાન કરવાની અનેક રીતો છે તેમાથી કોઇ પણ રીતનો આપણે ઉપયોગ કરી શકિએ છીએ.આપણે પહેલેથી ધ્યાન કરતા આવડતુ હોય તો આજથી જ ધ્યાન કરવાનુ ચાલુ કરી દેવુ જોઇએ.. જો આપણે ધ્યાન કરતા ન આવડતુ હોય તો નજીકના કોઇ ધ્યાનકેન્દ્રમાં જોડાઇ જવુ જોઇએ. જો તે પણ શક્ય ન બને તો ધ્યાનને લગતી video c.d. અથવા ધ્યાનને લગત્તા videos આપણા smart phone માં જોઇ શીખી શકીએ છીએ.

તે પણ આપણે ન કરી શકતા હોઇ તો હુ ધ્યાન ની એક રીત શિખવાડું છુ.પગ માં પલાંઠી વાળીને બેસી જવાનું પછી કાનમાં ઇયર પ્લગ [ જે ગમે તે મેડિકલ સ્ટોરમાં આસાની થી મળી શકે છે] પહેરી લેવાના જેથી બહારનો આવાજ ઓછો સંભળાય .આંખો બંધ કરીને આપણા શ્વાસ 10 થી 1 સુધી ગણવાના પછી ધીરે ધીરે હ્રદય ના ધબકારા પર ધ્યાન આપવુ અને થોડી વાર પછી અંદર થી આવાજ સંભળાશે તે સાંભળવાના . આમ 20 મિનિટ સુધી બેસવું .મનમાં કોઇ વિચાર આવે તો આવવા દેવા. થોડા દિવસ પછી વિચારો બંધ થઇ જશે. આ સિવાય તમને આવડતી ગમે તે પધ્ધતી નો ઉપયોગ કરી શકો .પરંતુ ધ્યાન જરુર કરજો.