Hu Gujarati 34 in Gujarati Magazine by MB (Official) books and stories PDF | Hu Gujarati 34

Featured Books
Categories
Share

Hu Gujarati 34


હુંુ ગુજરાતી - ૩૪


COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.કલશોર - ગોપાલી બૂચ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

૫.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

૬.ભલે પધાર્યા - કાનજી મકવાણા

૭.કાફે કોર્નર - કંદર્પ પટેલ

૮.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

૯.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

એડિટરની અટારીએથી....

સિદ્ધાર્થ છાયા

અનોખા ઉપવાસ

શ્રાવણ મહિનો એ આપણા દેશમાં પવિત્ર મહિનો ગણાય છે. ઉત્તર ભારત આપણા ગુજરાતી કેલેન્ડર કરતાં પંદર દિવસ આગળ હોય છે, પરંતુ ત્યાં પણ શ્રાવણ માસની પવિત્રતાતો એટલીજ ગણાતી હોય છે જેટલી આપણે ત્યાં. સમગ્ર ભારતમાં આ મહિનામાં ઉપવાસ કરવાનો મહિમા છે. નોનવેજ ખાતા અમુક લોકો આ મહિનામાં નોનવેજ ખાણું ત્યાગી પણ દેતા હોય છે. પરંતુ ગુજરાતે આ વખતે અનોખા ઉપવાસ કર્યા, જેને લોકોએ ‘ડિજીટલ ઉપવાસ’ જેવું અનોખું નામ પણ આપી દીધું. આમતો છેલ્લા અમુક શ્રાવણ મહિનાઓથી સોશિયલ મિડિયા સાઈટ્‌સ પર આવો પણ એક ઉપવાસ હોવો જોઈએ એની ચર્ચા થતી હતી. ઘણીવાર રમઝાન મહિના દરમ્યાન પણ લોકો આ ડિજીટલ ઉપવાસની તરફેણ કરતાં જોવા મળ્યા હતા. પરંતુ આ વખતે એક આખું અઠવાડિયું અચાનકજ અશાંત બનેલા ગુજરાતમાં શાંતિ સ્થપાય તેના માટે રાજ્ય સરકારે લગભગ તમામ ગુજરાતીઓને ફરજીયાત ડિજીટલ ઉપવાસ કરાવી દીધા હતા અને આ કારણસરજ આપણે આપણો આ ચોત્રીસમો અંક પ્રકાશિત કરવામાં એક અઠવાડિયું મોડા છીએ.

શરૂઆતમાં માત્ર મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરાયું હતું જેથી બ્રોડબેન્ડ ધારકો આસાનીથી સોશિયલ મિડિયા સર્ફ કરી રહ્યા હતા, પરંતુ છેલ્લા ત્રણ દિવસોતો એના પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આમ થવાથી તમારા આ એડિટરની જેમ લાખ્ખો ગુજરાતીઓની હાલત પાણીની બહાર મૂકી દીધેલી માછલી જેવી થઈ ગઈ હતી. અમુક લોકો આને સોશિયલ મિડિયા જેવા કે ફેસબુક, ટ્‌વીટર અને આ બંનેના શિરોમણી જેવા વ્હોટ્‌સ એપ્પનું વળગણ કે પછી તેનું વ્યસન ગણાવી રહ્યા હતા. પણ હું મારૂં અંગત મંતવ્ય કહું તો હવે આ બધુંજ જિંદગીનો એક ભાગ બની ગયું છે અને આ તમામને જાણીજોઈને તો અવોઈડ કરી શકાતા નથી. ‘અતિ સર્વત્ર વર્જ્યતે’ ની ફોર્મ્યુલામાં તો અમે પણ માનીએ છીએ, પરંતુ અતિ નહીં તો કન્ટ્રોલમાં રહીને આ તમામ સુવિધાઓનો આનંદ માણવામાં ખુબ મોજ પડતી હોય છે.

જેમ તુલસીદાસજી કહી ગયા છે કે ઈસ સંસારમે ભાંતિ ભાંતિ કે લોગ વસે છે, એમ સોશિયલ મિડીયામાં વસતા લોકો પણ આપણી આસપાસ વસતાં લોકોથી બિલકુલ અલગ નથી. અહીં પણ ઈગો, અભિમાન અને કટુતા ધરાવતા લોકો જોવા મળે છે તો સામે સદા હસતા, હસાવતા કે પછી બે સેકંડનું સ્મિત લાવી દેતા વ્યક્તિઓ પણ પૂરતા પ્રમાણ માં છે. અને આ બંને તત્વોથી અલગ એવા ઉપદેશકો પણ સોશિયલ મિડીયામાં અનિવાર્ય સ્થાન ભોગવતા થઈ ગયા છે. જેમ સામાન્ય દુનિયાથી આપણને દુર કરીને ક્યાંક પૂરી દેવામાં આવે તો કેવું લાગે? એવી ફીલિંગ પેલા ડિજીટલ ઉપવાસ દરમ્યાન આ બંદા સહીત ઘણાબધાને સતત થઈ રહી હતી. પરંતુ જો આપણે બધાએ તેને સંસારની રોજીંદી ક્રિયાઓથી દુર ક્યાંક જંગલમાં જીને કે સમુદ્ર કિનારે અઠવાડિયું રોકાઈને કુદરતી વાતાવરણનો આનંદ લઈ રહ્યા હોઈએ એવી અનુભૂતિ લેવાની કોશિશ કરી હોત તો આ અઠવાડિયાના ડિજીટલ ઉપવાસ કદાચ ઓછા નડયા હોત, બરોબરને?

ચાલો આવતે વખતે આ બાબતનું ધ્યાન રાખશું બીજું શું?

અરે...આવું ક્યાં બોલ્યા? એવું કોણ બોલ્યું?

૦૭.૦૯.૨૦૧૫, સોમવાર

અમદાવાદ

કલશોર

ગોપાલી બૂચ

એ કદી ક્યાં વાત પર કાયમ રહે છે ?

એ કદી ક્યાં વાત પર કાયમ રહે છે ?

એ કદી ક્યાં વાત પર કાયમ રહે છે ?

આદમી છે; જાત પર કાયમ રહે છે

ટૂંકમાં લઈ આવશે ઉજળા સમયને,

એ ભરોસો રાત પર કાયમ રહે છે.

બુધ્ધ જેવું પ્રત્યાઘાતી સ્મિત આપો,

તો અસર આઘાત પર કાયમ રહે છે.

દાદ મળવાની બધી સંભાવનાઓ,

વાત ને રજૂઆત પર કાયમ રહે છે.

હાથ લાંબા થઈ જશે પથ્થરની સામે,

આદમી ખેરાત પર કાયમ રહે છે.

શહેરી

"શહેરી" તખલ્લુસથી જાણીતા હકારાત્મક અભિગમના કવિ શ્રી ભાવેશ શાહ આ ગઝલમાં એક સ્પષ્ટ વાત લઈને આવ્યા છે.માણસ વિશે બહુ ઓછા શબ્દોમા પણ સચોટ સત્ય રજૂ થયું છે.

માનવીના બે મોઢા એક શેરમા વ્યક્ત થાય છે. ગમે ત્યારે ગમે તે બોલવું અને ગમે ત્યારે બોલવામાથી ફરી જવું એ માણસની ફિતરત છે. એ સમય કે જેના વિશે છાતી ઠોકીને કહી શકાતુ કે "રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાયે પર વચન ન જાઈ"એ દંતકથા સમાન થઈ ગયું છે. પહેલાં તો ચારણો અને રજપુતોની ટેક,વચન પાલન માટે શહાદત વહોરી લેવાની તૈયારી આ બધું જ અત્યારના માણસને મુર્ખામી કે પાગલપણુ લાગે. આજનો માનવી નાની નાની વાતોમા પણ સિધ્ધાંતો સાથે બાંધછોડ કરતાં ખચકાતો નથી, એ વાતનો કટાક્ષ સ્પષ્ટ જોઈ શકાય છે. પણ,માણસની આ મૂળભુત લાક્ષણિકતા પર કટાક્ષ કરનાર ગઝલકાર બીજા જ શેરમાં જીવનના આશાસ્પદ ભાવને અભિવ્યક્ત કરે છે. અંધકાર પણ અજવાળાની જાહેરાત છે. રાત - દિવસના રૂપક દ્વારા શ્રેષ્ઠ કવિકર્મનું નિરૂપણ જળવાયું છે.

જીવનની ઘટમાળમા જ્યાથી અપેક્ષિત પ્રત્યુત્તર ન આવતો હોય ત્યારે લાગતો આઘાત લાગણીની બહુ મોટી કિંમત ચુકવતો હોય છે. સમજણ છતા લાગણીનો પડઘો લાગણીથી નહીં પણ વાત ટાળવાના સ્મિતમા આવે ત્યારે એ સ્મિત પણ આઘાતજન્ય હોય શકે છે. ના કહી શકાય,ના સહી શકાય એવી આ ઘટનાઓ આપને પણ સ્મિત સાથે ટાળી દેવી પડે છે,કારણ જીવન ચલને કા નામ ,ચલતે રહો સુબહ શામ એ વાત પણ ભુલવાની નથી એ સતત યાદ રાખવુ એ જ મજાની વાત છે. કવિની ખુબી હોય છે કે બધુ જ મુખર નહી કરીને પણ એ ઘણું બધું રજૂ કરી દેતા હોય છે.

જ્યારે ગઝલકારને એના શેર કે ગઝલ પર યોગ્ય દાદ મળે એ એના માટે ધન્ય ઘડી હોય ,પણ એ વાત અહીના શેર મા માત્ર સર્જન સુધી સીમિત ન રાખતા એને વધું વિસ્તારીએ તો વાત અને રજુઆત એ જીવન જીવવાની આવડતની પણ આડકતરી સૂચક કહી શકાય. વાહ,વાહ બે પ્રકારની હોય છે. જે સમજીને દાદ આપે તે શ્રેષ્ઠ જેમા માત્ર વાહ નથી હોતી,પણ વિવેચન પણ એક પ્રકારની દાદ જ હોય છે, જો આપને એ સમજી શકીએ તો! બાકી ખુશામતી વાહવાહી લાંબી ચાલતી નથી.વ્યક્તિના વિકાસને અવરોધક બને છે.અહીં એપણ નોંધવું ઘટે.

છેલ્લાં શેરમા માણસની માંગણ વૃત્તિ પર કટાક્ષ છે. નસીબને આધારે બેસતો માણસ જ્યાં ને ત્યાં ઈશ્વર સામે હાથ લંબાવતો જોવા મળે છે. અખાનો છપ્પો યાદ આવે કે "પથ્થર એટલા પુજે દેવ",પણ કમનસીબી એ છે કે એને જીવમા શિવ નથી દેખાતો અને મંદિરમા ભગવાન પાસે ખેરાત માટે ઊંભો રહી જાય છે.

એક લેખક તરીકે મારે મારા સર્જનના મોહથી દુર રહેવું જોઈએ પન કીધા વગર નથી રહી શકાતું કે, " કોતરે છે કર્મ તુ માણસનું તારે ટાંકણે,

ને મુરખ ઘસતો રહ્યો ચંપલને તારે આંગણે.

(ગોપાલી બુચ)

ખેરાત માંગવાથી પર રહીને માણસ કર્મના સિધ્ધાંતને અનુસરવા લાગે તો ખુમારીથી માંગ્યા વગર જ પુરૂષાર્થમા વિશ્વાસ રાખી આગળ વધશે.

ખુદા પણ એનો જ સાથ આપે છે જે ખુદમાં ભરોસો રાખે છે.

ર્સ્િીપીંછ

કાનજી મકવાણા

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

માર્કેટિંગ મંચ

‘મિલિયોનેર મિજાજ’ ધરાવનાર માર્કેટિંગના માણસનું માનસ કેવું હોય?

અમેરિકામાં “મિલીઓનેર મેકર” (કરોડપતિ બનાવનારપપોતે તો ક્યારનોય બની ગયો છે હવે બીજાને ‘બનાવી’ રહ્યો છે.) તરીકે ઓળખાતા ટી. હાર્વ એકરે એક બૂક લખી છે. ‘સિક્રેટસ ઓફ મીલીઓનેર્સ માઈન્ડ’

ઈન્ટરનેટના જમાનામાં આ કોન્સેપ્ટને હવે આખો ટ્રાન્સફોર્મ કરવામાં આવ્યો છે. બૂક તો ચાલો સમજ્યા. આખી એક રાતમાં મેં આ બુકનો અર્ક વાંચ્યો પછી એને ઓનલાઈન પણ સાંભળ્યો. સેમિનારમાં એનું લેક્ચર સાંભળો (રંંઃ//ુુુ.ર્એેંહ્વી.ર્ષ્ઠદ્બ/ીદ્બહ્વીઙ્ઘ/ઁીદ્ગછર્ય્હ્લજીૂર્હ) ત્યારે... પત્નીને પણ થોડાં વખત માટે બાજુ પર રહેવાનું કહી શકાય. સમૃદ્‌ધિની ધરતી અમેરિકામાં સમૃદ્ધ મન અને મગજ કેળવાય એ નવાઈની વાત નથી.

પણ એ માઈન્ડસેટ કેળવવા માટે એ લોકો સખ્ખત-તનતોડ મહેનત કરે છે. એ માટે જાગ્યા ત્યાંથી સવાર ગણી શરૂઆત કરવી પડે છે. માત્ર કહેવા ખાતર કહી દીધું એમ નહિ પણ સાચે સાચ ટી. હાર્વ એકરે રીસર્ચ કરી કેટલાંક તારણો આપ્યા છે.

શક્ય છે કે આખી બૂક વાંચતા વાંચતા ઈન્સ્ટન્ટ મિલીઓનેર તો નહિ પણ એમના જેવું રેપિડ માઈન્ડ કેળવાય શકે. હમણાં તો આખી બૂક વાંચવાનું મુકીએ બાજુ પર...ને એમાં રહેલા જે સુત્રો બતાવ્યા છે તેને આજે મમળાવી લઈએ. પૈસાદાર અને ગરીબ વચ્ચેનો તફાવત વાંચતા આમ તો સામન્ય લાગશે, પણ સુત્રોમાં ‘અસામાન્ય’ વાતને પકડી લેજો. દોસ્તો, તમારૂં કામ થઈ જશે.

પૈસાદાર માને છે કે ‘ હું મારી ઝીન્દગીનો મારી જાતે વિકાસ કરૂં છું. ગરીબ માને છે કે ‘મારી ઝિન્દગીનો વિકાસ એની મેળે થાય છે. એમાં મારો કોઈ ધક્કો નથી.’

૧.પૈસાદાર...પૈસાની રમત એક ખેલાડીની જેમ જીતવા માટે રમે છે. ગરીબ આવી રમતમાં હાર સ્વીકારવા માંગતો નથી.

૨.પૈસાદાર વ્યક્તિનું માનસ સમૃદ્‌ધિ તરફ ટકેલું રહે છે. જ્યારે ગરીબનું સમૃદ્‌ધિ મેળવવા માટેના વલખા મારવામાં.

૩.તવંગર મોટા વિચારો કરતો રહે છે..પણ નાનાથી શરૂઆત કરે છે. ગરીબ નાના વિચારોમાં ગુંથાયેલો રહે છે.

૪.તવંગર તકોની તરફ ધ્યાન કેન્દ્‌રિત કરે છે જયારે ગરીબ મુશ્કેલીઓની તરફ.

૫.ધનિક વ્યક્તિ બીજા ધનિકને માન આપે છે અને સફળની સાથે ચાલે છે. ગરીબ એ લોકો થી દૂર ભાગતો રહે છે.

૬.પૈસાદાર હમેશાં પોઝીટીવ વિચારો ધરાવતા લોકોની સોહ્‌બતમાં રહે છે. જ્યારે ગરીબ નેગેટીવ વિચારોધારાવાળા લોકોની સોહ્‌બતમાં.

૭.ધનિક હમેશાં સર્વોત્તમ મેળવવા મથતો રહે છે જયારે ગરીબને સર્વોત્તમની આશાને ફગાવતો રહે છે.

૮.પૈસાદાર...ધન મેળવે છે એના કરેલા કામો દ્વારા...ગરીબ પસાર કરેલા સમય દ્વારા.

૯.પૈસાદારઃ ‘આપણા બધાંનું’. ગરીબઃ ‘તારૂ અથવા મારૂ’.

૧૦.તવંગર પોતાની સમૃદ્‌ધિ તરફ નજર રાખતો રહે છે જયારે ગરીબ કરેલા કામો દ્વારા મેળવેલી કમાણી પર.

૧૧.પૈસાદારના પૈસા તેના માલિક માટે વધારે મહેનત કરીને એની આવકમાં વધારો કરે છે...જ્યાર ગરીબ આવકમાં વધારો કરવા માટે મહેનત કરતો રહે છે.

૧૨.ધનિક કમાવાનો ડર દૂર કરી વધુ કમાણી માટે મહેનત કરે છે. જયારે ગરીબ કમાણીના દર (ીિ ડ્ઢટ્ઠઅ ઈટ્ઠહિૈહખ્ત) થી આગળ વધતા ડરતો રહે છે.

૧૩.પૈસાદાર હમેશાં કાંઈક શીખતો રહી સારો સમય પસાર કરે છે ....જ્યારે ગરીબ ‘શીખવાનો ટાઈમ ક્યાં છે, ભ’ઈ’ એવું કહેવામાં.

તો આવો એટીટ્‌યુડ કેળવવા કરવું શું?

૧.માર્કેટમાં માંગ વધે તેની સાથે નવી ટેકનોલોજી પણ સામેલ કરતાં જવું. હાય રે! નહીતર હાથીજ પતરાં ટીપતાં રહેવું પડશે...

૨.માલની અવેલેબિલીટી બજારમાં ભરપૂર રાખવી. નહીંતર કાંદા કાપવાનો વારો આવે!

૩.ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમને અપડેટ કરતા રહેવું. આ બાબતે બળદ ગાડું તો વાપરવું જ નહિં પણ ગાડી જ વાપરવી. એ પણ મજબૂત.

૪.સ્કીમથી વેચાણ વધારી શકાય પણ, ટકાવવા માટે કવોલિટી અને ગ્રાહકની ડિમાંડ જરૂરી છે. (એક દીકરી સાથે સાડી ગિફ્ટ મોકલાવાય ...સાળી નહિ રે પપ્પા!)

૫.તમારા પોતાના માપદંડો (સ્ટાન્ડર્ડ) પ્રમાણે આગળ વધતા રહેવું. (પણ બીજાના માપને દંડવું નહિ ગુરૂજી!)

૬.હરીફની પ્રોડકટની સામે એટલી જ અથવા વધુ ગુણવતાની વસ્તુ મૂકવું. ધ્યાન રહે કે તેનું મૂલ્ય ગ્રાહકના ખીસ્સાને પરવડે. (રાધાની સામે અનુરાધા મૂકી શકાય...રૂક્ષમણી નહિ!)

૭.પારિવારિક માહોલ બનાવી રાખવાનો પ્રયત્ન કરવો.ઁીર્જિહટ્ઠઙ્મૈડીઙ્ઘ ઁર્િકીજર્જૈહટ્ઠઙ્મૈજદ્બ.

૮.તમારા વિશે લોકો વધુ સારૂં જાણતાં થાય એવા જેન્યુઈન ઉદાહરણો માર્કેટમાં ફેલાવતા રહો. આ રહ્યાં ટ્‌વીટર અને ફેસબૂક. છીંક ખાશો તો યે દુનિયા આખીમાં સંભળાઈ જશે.

વિશ્વાસુ બનવું. વિશ્વાસની બિલ્ડીંગ બનાવતા રહો ને મેઈનટેઈન કરતા રહો. ક્યાં ગયા એ અવિશ્વાસુઓ?...પરપોટાની જેમ આ...વ્યા ને....એ ગ્ગયાંઆઆ!!

તમને ઓળખતા લોકોને તમારા દ્વારા લાભો મળતા રહે એવા પોઝીટીવ મેટ્રીક્સ અપનાવતા રહેવું. એમનું અચિવમેન્ટ તમારૂં પણ બનશે.

હ્લર્િદ્બ સ્ી-સ્ી ર્‌...ર્રૂે,

ર્ં ઉી ટ્ઠહઙ્ઘ સ્ી!

ફૂડ સફારી

આકાંક્ષા ઠાકોર

મહા હે, મહારાષ્ટ્ર હે

(ભાગ - ૧)

કોઈપણ ક્વીઝીન માટે એનો ઈતિહાસ એટલો જ મહત્વનો છે, જેટલો એનો વર્તમાન, પરંતુ મહારાષ્ટ્રિયન ક્વીઝીન માટે એના વર્તમાન કરતા વધુ મહત્વ એના ઈતિહાસનું છે. આ માટેનું કારણ ફક્ત એટલું જ કે મહારાષ્ટ્રિયન ઘરોમાં આજે પણ એ જ પદ્ધતિથી રસોઈ બનાવવામાં આવે છે ,જે પદ્ધતિથી તેમના પૂર્વજો બનાવતા હતા. આજે પણ એ પદ્ધતિમાં નવા વાસણ અને ચૂલાને બદલે ગેસ સિવાય બહુ જ થોડી વસ્તુમાં ફેરફાર થયા છે.

મરાઠી રાંધણકળા ખરેખર સ્વાદિષ્ટ છે કારણકે તેમની પાસે ખોરાકની વિશાળ શ્રેણી છે. મરાઠી ખોરાકમાં નાળિયેરનો ઉપયોગ અત્યંત મહત્વનો છે, અને સાથે સાથે રસોઈની બનાવટમાં ઉપયોગમાં લેવાતા મસાલા પણ ખૂબ સ્વાદિષ્ટ હોય છે. ચોખા આધારિત વાનગીઓ મોટાપાયે બનતી હોવાથી ચોખા આ પ્રજા માટે ખૂબ મહત્વની સામગ્રી છે.

મહારાષ્ટ્રિયન ક્વીઝીન ને બે ભાગમાં વહેંચી શકાય છે, કોંકણી અને વારાડી. મહારાષ્ટ્રનો દરીયાકીનારો કોંકણ તરીકે ઓળખાય છે, પરિણામે આ સમગ્ર વિસ્તારનું ક્વીઝીન સંયુક્ત રીતે કોંકણી ક્વીઝીન તરીકે ઓળખાય છે, જેમાં માલ્વાણી, ગોઅન અને ગૌડ સારસ્વત ક્વીઝીનનો સમાવેશ થાય છે. જયારે રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં પકાવવામાં આવતું ક્વીઝીન વારાડી ક્વીઝીન તરીકે ઓળખાય છે, જે મુખ્યત્વે માંસાહારી હોય છે.

આ ઉપરાંત મહારાષ્ટ્રના અલગ અલગ પ્રદેશ તેમના વિશિષ્ટ ખોરાક માટે પ્રખ્યાત છે. જેમકે વિદર્ભ પ્રદેશ મહારાષ્ટ્રના અન્ય વિસ્તારની સરખામણીએ તીખું અને મસાલેદાર વાનગીઓ માટે પ્રખ્યાત છે. આ પ્રદેશમાં બેસન અને ખાંડેલી સિંગનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવે છે. કોંકણ એ દરીયાકીનારનો પ્રદેશ હોવાથી તેના સીફૂડ માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. સીફૂડ ઉપરાંત ત્યાં સહેલાઈથી મોટા પ્રમાણમાં વાપરતા કોકમ માટે પણ આ વિસ્તાર પ્રખ્યાત છે. કોંકણી ફૂડમાં કોકમનો પ્રભાવ એટલો બધો છે કે અહીની પ્રજા આ ખાટ્ટા ફળમાંથી એક બહુ જ સ્વાદિષ્ટ સૂપ પણ બનાવે છે. વિદર્ભ અને કોંકણ ઉપરાંત કોલ્હાપુર અને નાગપુર માંસાહાર માટે પ્રખ્યાત છે તો ઔરંગાબાદમાં મહારાષ્ટ્રિયન અને મોગલાઈ ક્વીઝીનનો અદ્‌ભુત સમન્વય જોવા મળે છે. સોલાપુર સીમાડાનો વિસ્તાર હોવાથી ત્યાંના ખાનપાનમાં મરાઠા, કર્નાટકી અને આંધ્ર સંસ્કૃતિનું અનોખું મિશ્રણ જોવા મળે છે. મુંબઈ વડાપાંવ અને પાવભાજી જેવા સ્ટ્રીટ ફૂડ માટે પ્રખ્યાત છે, તો પૂણે ઐતિહાસિક મહત્વ ધરાવવાની સાથે સાથે આ વિસ્તાર રાજ્યની શાકાહારી રાજધાની સમાન છે. આ શહેર પૂરીભાજી, થાળીપીઠ, મિસળ અને ઉસળ જેવી પરમ્પરાગત શાકાહારી વાનગીઓનું ઘર છે.

આજે આપણે મહારાષ્ટ્રમાં અત્યંત પ્રખ્યાત એવી બે વાનગીઓ જોઈશું, સોલ કઢી અને કાટા ચી આમટી. સોલ કઢી કોકમ વડે બનતું એક અત્યંત આહ્‌લાદક પીણું છે જયારે કાટા ચી આમટી એ સહેજ પાતળી પણ મસાલેદાર દાળ છે.

સોલ કઢી

સામગ્રીઃ

૧૦-૧૨ કોકમ, ઘ કપ પાણી ઓગળેલા

૧.૫ અથવા ૨ કપ પાણી

૨ કપ નારિયેળનું દૂધ

મીઠું સ્વાદમુજબ

વઘાર માટેઃ

ઘ ંજ રાઈ

૧ ંજ જીરૂં

૧ ડાળખી મીઠા લીમડાના પાન

હિંગ એક ચપટી

૪-૫ લસણની કળી, સહેજ દબાવેલી

૨ કાશ્મીરી લાલ મરચાં

૨ ંહ્વજ તેલ

સજાવટ માટે કોથમીર

રીતઃ

૩૦ મિનિટ માટે પાણી અડધા કપમાં કોકમને પલાળી રાખો. ત્યારબાદ તેને તમારા હાથ વડે બરાબર ક્રશ કરીને દબાવો. આમ કરવાથી તમને સરસ ગુલાબી પડતા લાલ રંગનો કોકમનો અર્ક મળશે.

આ કોકમ અર્કમાં ૨ કપ પાણી અને ૨ કપ નારિયેળનું દૂધ ઉમેરો. મીઠું ઉમેરો અને બરાબર ભેળવો.. આ મિશ્રણને થોડીવાર બાજુ પર રહેવા દો.

એક વઘારીયામાં તેલ ગરમ કરો. તેમાં રાઈના દાણા નાખો. તે તતડવાના શરૂ થાય પછી જીરૂં ઉમેરો. છેલ્લે લસણ, હિંગ, લાલ મરચાં અને મીઠો લીમડો ઉમેરો.

અડધી મિનિટ માટે આ સાંતળવું.

ઝડપથી કોકમ-નાળિયેરના દૂધ વાળા મિશ્રણ પર આ વઘાર રેડો.

કોકમ કરીને ઠંડી કરી, તેના પર કોથમીરના પાનથી સજાવીને પીરસો.

કાટા ચી આમટી

સામગ્રીઃ

૧/૨ કપ ચણા દાળ

૩-૪ કપ પાણી

૧ ટામેટું, સમારેલું

ઘ ંજ રાઈ

ઘ ંજ જીરૂં

૫ થી ૬ પાન મીઠો લીમડો

ચપટી હિંગ

૧ ંજ કાશ્મીરી મરચું પાવડર

ઘ ંજ ગરમ મસાલા

૧ ંહ્વજ સમારેલી કોથમીર

ભ ંજ હળદર પાવડર

૨ ંજ તેલ

મીઠું જરૂરી મુજબ

રીતઃ

ચણા દાળને લગભગ એક કલાક પલાળી, ધોઈને પ્રેશર કૂકરમાં પકવો.

કૂકર ઠંડુ પડે એટલે દાળને બરાબર ઓસાવી દો. આ ઓસામણને સાચવીને રાખો.

એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ નાખી તેને તડતડવા દો. ત્યારબાદ તેમાં જીરૂં ઉમેરો. જીરૂંનો રંગ બદલાવા લાગે એટલે તેમાં મીઠો લીમડો, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને હિંગ ઉમેરો.

તેમાં ટામેટા ઉમેરો. ટામેટા નરમ ના થાય ત્યાં સુધી સાંતળો.

તેમાં ચણાની દાળ અને ઓસામણ નાખો. જો જરૂર લાગે તો વધુ પાણી ઉમેરો.

મીઠું, કોથમીર અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો.

ઉભરો આવે એટલે આમટીને ૫ થી ૭ મીનીટ માટે ધીમા તાપે ઉકળવા દો.

ભાત કે રોટલી સાથે ગરમાગરમ પીરસો.

ભલે પધાર્યા

કાનજી મકવાણા

ભલે પધાર્યા

હું ગુજરાતીના પ્રથમ અંકથી જ આપણને તેમની પીંછીના મોરપીંછથી મરક મરક હસાવતા કાનજી મકવાણાની એક બીજી સંવેદનશીલ બાજુ પણ છે. એ બાજુને આજે આપણે મળીશું એમના દ્વારા લખાયેલી અમારી મહેમાન કોલમ ‘ભલે પધાર્યા’ માં.

સુખદ સંસ્મરણોઃ ભૂતકાળમાંથી લીધા જેવી એક જ બાબત જે સુખદ ભવિષ્યને આકર્ષશે ...

નૂર મહંમદ, મુંબઈના કોમી તોફાનોમાં પાંચેક વર્ષના દીકરા સિવાય સર્વસ્વ ગુમાવી બેઠેલો એક સાવ અદનો આદમ,જે પછીથી પોતાની અંદર સતત બળતી બદલાની જ્વાળાઓને લીધે બની જાય છે એક ગુનેગાર, એને સતત એ ગોજારી ઘટનાઓ યાદ આવ્યા કરે છે કે ‘જેમાં એનું ઘર, એનું દરજીકામની દુકાન ‘નૂર ટેલર્સ’, એનો પરિવાર સળગી રહ્યો છે, અને પોતે પોતાના એક નાનકડા દીકરાને લઈને જીવ બચાવતો રાતના અંધકારમાં કોમી જ્વાલાઓના રાતા અંજવાળે આમ તેમ ભાગી રહ્યો છે.’

નૂરને વારંવાર આવતી આ ઘટનાની યાદ એની અંદર બેઠેલા શૈતાનને ખુબ પોષતી રહી અને નૂર હાડોહાડ હિન્દુઓને ધિક્કારતો શખ્સ બની ગયો, જે હિન્દુઓને મારવાના જ હવાલા/સુપારીઓ લે છે, પોતાના સાથીદાર તરીકે પોતાના એક ગાઢ હિંદુ દોસ્તને જ રાખે છે, અને એ સાથીદારને સ્પષ્ટ કહે છે પણ ખરો કે ‘હું તો તને એટલે સાથે લાઉં છું કે ‘જો તું ક્યાય આપણા કામમાં મરી જાય તો એક હિંદુ તો ઓછો થાય..’.પોતાના એકમાત્ર દીકરાને કટ્ટર શિક્ષણ લેવડાવે છે...

હવે એવું થાય છે કે નૂર મહંમદે એક સુપારી લીધી હોય છે, કોઈ બિલ્ડરની.. બિલ્ડરને ઓફિસની બહાર નીકળવામાં હજુ સમય છે, એ દરમિયાન નૂર એક મસ્જિદમાં નમાજ અદા કરવા જાય છે. પોતાની કમરે રહેલી રિવોલ્વર મસ્જિદની બહાર બુટ કાઢે છે ત્યારે એક મોજામાં વીંટાળીને એક બુટમાં છુપાવી દે છે.

હવે નૂર નમાજ અદા કરીને પાછો આવી બુટ પહેરતો હોય છે, એ જ સમયે પાછળથી કોઈનો ધક્કો લાગે છે અને પેલી મોજામાં વીંટાળેલી રિવોલ્વર ખુલ્લી પડી જાય છે, જે પેલો માણસ કે જેનાથી ધક્કો વાગ્યો હતો એ જોઈ લે છે.એ માણસ નૂરની નજીક આવી એટલું કહે છે કે ,”શર્મ આતી હૈ કોમ કો, તુમ જૈસો કી વજહ સે..” નૂર એની પાસે જીને બોલે છે,” શર્મ તો હમે આતી હૈ જબ તુમ્હારે જૈસે મુસલમાન હિન્દુઓ કે તલવે ચાટતે હૈ, ખૂન નહિ ખોલતા તુમ્હારા ઉન્હેં દેખે કે..??”

“નહિ,..તુમ્હારી તરહ નહિ ખૂન ખોલતા મેરા,.. કયુંકી તુમને પૂરે હિંદુઓ કે સાથ અપની કુછ ચુનિંદા બુરી યાદો કો જોડા હૈ, ઔર મૈને કુછ ચુનિંદા ખુબસુરત યાદો કો ..” પેલો માણસ આટલો જવાબ આપી જતો રહે છે, અને નૂર શૂન્યમનસ્ક બની ઉભો રહી જાય છે,..

નૂરને ફરી પેલી ગોજારી યાદ તાજી થાય છે,’જેમાં એ બધું જ ગુમાવી પોતાના બાળકને છાતીએ ચાંપીને બચવા હવાતિયા મારી રહ્યો છે, પાછળ માર-માર કરતુ ટોળું પડયું છે, પોતે જોરજોરથી એક ઘરનો દરવાજો ખટખટાવી રહ્યો છે,’ પણ આ વખતે નૂરને એટલું વધારે પણ યાદ આવે છે કે,” એ દરવાજો ખુલે છે અને એમાંથી એક માણસ એને અને એના બાળકને અંદર ખેંચી લઈને ટોળાથી બચાવે છે, જે ઘરના દરવાજા પર ગણપતિનો ફોટો હતો ..”

પેલો માણસ નૂરના હૃદયમાં ઊંંડે-ઊંંડે દબાયેલા એક સારા સ્મરણ પરથી નફરતની/પૂર્વગ્રહની ધૂળ ખંખેરતો ગયો,હવે નૂરની આંખ થોડી સાફ થઈ , એને દેખાયું કે એક નાની બાળકી સ્કુલ યુનિફોર્મમાં મમ્મીને શોધતી રડતી જી રહી છે, એક નાનો બાળક આવે છે, એ બાળકીને ચોકલેટ આપે છે, એને એક બાંકડા પર ભાગી ના જાય એમ બેસાડી, એની મમ્મીને શોધી લાવે છે, બાળકી મમ્મીને ભેટી પડે છે, બાળકીની મમ્મીએ બુરખો પહેર્યો છે, બાળકીનું નામ ફાતિમા છે અને એ બાળકનું નામ બાળકીની માતાએ પુછ્‌યું તો જવાબ મળ્યો કે “મુકેશ મોદી’...

અને નૂરને આ દૃશ્ય જોઈને કટ્ટર શિક્ષણ લેતો પોતાનો બાળક યાદ આવે છે,.હવે નૂરની આંખ પૂરી સાફ થઈ જાય છે, હૃદય નિર્મળ થઈ જાય છે ,.આ ઘટના એને કેટલી હદ સુધી બદલી નાખે છે , એતો તમે ફિલ્મ માં જોઈ લેજો ,.હા,આ વાત છે “રૂીર દ્બીટ્ઠિ ૈંહઙ્ઘૈટ્ઠ” ફિલ્મમાંથી લીધેલી,..પણ મારો કહેવાનો મતલબ એટલો જ હતો કે નૂરની આજુબાજુમાં પેલા બાળકો જેવા દૃશ્યો પહેલા પણ બન્યા હશે, પણ ક્યારેય એણે ધ્યાન જ નહિ આપ્યું હોય, એને તો બસ હમેશા દેખાયા એના ‘જેવા’ જોવા હતા ‘એવા’ જ દૃશ્યો...કેમ કે એણે સુખદ સંસ્મરણોને આવકારવા દીલના દ્વાર જ નહોતો ખોલ્યા, પણ જેવું એ દ્વાર જરાક ખુલ્યું કે બીજા દૃશ્યો એની સુખદ યાદો રૂપે સંગ્રહાવા તૈયાર જ હતા,સુખદ યાદો જીવનમાં શું ભરી શકે એનું આ મને બહુ ગમેલું દૃષ્ટાંત છે.

ગુણવંત શાહે કોઈ એક સ્પીચમાં કહ્યું હતું કે આજની એક સુક્ષ્મ પણ ઘણી મોટી સમસ્યા છેઃ”ખોળો, માનો ખોળો.”..આજની માતાઓ કે માણસો પલાંઠી વાળીને બેસવાનું છોડતા/ભૂલતા જાય છે, જેનાથી ખોળો લુપ્તઃપ્રાય થઈ રહ્યો છે, પણ હું તો કહીશ કે આવી જ મોટી વાત છે કે માણસો સુખદ સંસ્મરણોની સંદુક ખોલવાની ભૂલતા જાય છે.

આપણા દિલ-દિમાગમાં સોશિયલ મીડિયા કે મીડિયા કે બીજા ઘણા માધ્યમો દ્વારા કેટલું બધું ઝેર ઠલવાઈ રહ્યું છે, કોઈ કોમ વિષે, કોઈ ધર્મ વિષે, કોઈ દેશ વિષે, કોઈ કંપની વિષે,..જેમાં મુખત્વે કોમ અને ધર્મ વિષે આ થઈ રહ્યું છે, કોઈના એક -બે નરસા અનુભવોને આધારે કોઈના વિષે ગાંઠો બંધાતા પહેલા આપણી અંદર ખંખોળીયે કે એના વિષે કોઈ સારી સ્મૃતિ પડી છે ખરી,.. જો એવી સ્મૃતિ મળી આવશે તો એ આ ઝેરને પળમાં ઉલેચી નાખશે,,..અને જો એવી યાદો ના હોય તો ગમે તેવી ગાંઠો વચ્ચે એટલી તો જગ્યા રાખવી કે તક મળ્યે એવી યાદો બને જે પેલી ગાંઠોને ખોલે..સુખદ યાદોને મમળાવવી એ સુખ છે,ગાંઠોમાં ભીંસાવું એ નહિ..સારી સ્મૃતિઓ બીજી સારી યાદો બને એવી જ ઘટનાઓને જન્મ આપશે,ભૂતકાળમાંથી લીધા જેવું હોય તો માત્ર આ જ છે,.

ઘણીવાર એવું થાય કે મહાનગરમાં રહેતો હું આટલા બધા માધ્યમોમાંથી ફેંકાતા નફરતી કોમી સુસવાટાથી હલી જાઉં ત્યારે પેલી યાદો જ કામ આવે છે , જેમાં ક્યાંક છે કે અમે એક ગામમાં બે વર્ષ જેટલો સમય રહેલા, પપ્પાને લાંબી બીમારીમાં રાત-વરતના પણ દવાખાને લઈને ગયેલી મમ્મી છે, જે અમને પાડોશીના ભરોસે મુકીને ગઈ છે, જે પાડોશી રોશનમાસી એના દીકરા રફીકને જોડે જ બેસાડી અમને ભાંડુઓને જમાડે છે, એ ભલે છાસ અને બાજરીનો રોટલો જ હતો,પણ આજે ય જયારે ઘરમાં કે ક્યાય બાજરીનો રોટલો જોઉં તો એને માત્ર છાશ સાથે જ ખાવાનું પસંદ કરૂં કે ક્યાંક એ રોશનમાસીના રોટલામાં હતી એવી મીઠાશ ફરી મળી જાય, પણ એ હજુ નથી મળી.

હવે અમે પાસેના એક ગામમાં શિફ્ટ થયા છીએ ,રક્ષાબંધનને એકાદ મહીનો બાકી છે, મારા એક જ એવા ફઈબાના અવસાનના ખબર આવે છે, બધી વિધિ, શોક પત્યા પછી ય પપ્પાની વ્યથા એટલી જ ઘેરી છે,રક્ષાબંધનનો દિવસ આવે છે અને બાજુમાં રહેતા ઝુબેદાફઈ આવી ને પપ્પાને રાખડી બાંધી મો મીઠું કરાવી જાય છે, આવી રક્ષાબંધનના સિલસિલાની યાદ આવતા આજે ય મારૂં મોં મીઠું થઈ જાય છે,..

આ યાદોએ મને ભલે હજુ મને બીજી એટલી સારી યાદો નથી આપી પણ કોઈ એવી ય ઘટનાઓ નથી આપી કે જે મારા મનને કોઈ ધર્મ કે કોઈ કોમ વિષે ખિન્ન કરી દે.હા .હમણા એવું બન્યું કે અમે અહી મહાનગરમાં ઘર શિફ્ટ કર્યું ત્યાં અમારા એપાર્ટમેન્ટની આગળ દસ દુકાનો છે, એમાંથી બે દુકાનો ગાદલાવાળાની છે, સિકંદરભાઈની , બે ભાઈઓ છે, દુકાને એમના વૃદ્ધ અબ્બુ ઝુબેરચાચા પણ બેઠા હોય છે.હવે મારા મારા પપ્પા મારા દસ મહિનાના દીકરાને લઈને ઘણીવાર એમની દુકાને બેસવા જાય.ઝુબેરચાચા મારા દીકરાને તેડે ત્યારે હું જોઉં કે એ ચાચાની લાંબી સફેદદાઢી સાથે ભારે પ્રેમથી રમતો હોય છે, બેઉ એકબીજામાં એટલા જ મસ્ત ,.અને હું ખુશ થાઉં છું કે મારા બાળકની સુખદ સંસ્મરણોની સંદુક અત્યારથી સમૃદ્ધ થઈ રહી છે..કેમ કે યાદો જ બધું છે,કોઈ બાળકને કોઈ એવું દુખ નથી હોતું કારણ કે એની કોઈ પાટી પર હજુ એવી કોઈ યાદો નથી હોતી...

કાફે કોર્નર

કંદર્પ પટેલ

જીવનને સાર્થક કરતુ ‘સમર્પિત સૌંદર્ય’...

સોક્રેટિસએ ‘ધ બેંકવેટ’ માં લખેલું છે કે, “વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતા વધુ જાદુઈ અસર ઉપજાવે છે - એ મને વધારે સ્પષ્ટપણે સમજાય છે.” કામ - ક્રોધ - લોભ - મોહ - મદ - મત્સર - ઈર્ષા - સૃષ્ટિ - વિદ્યા - વ્યક્તિ...આવી અનેક વાતો પર આપણી નત્ર ઠરતી હોય છે. પરંતુ, એ એકદમ પાયાવિહોણી છે. કહેવત છે ને , “જેવી દ્રષ્ટિ તેવી જ સૃષ્ટિ.” જેવા રંગના ચશ્માં ચડાવીને આપણે જોઈએ છીએ - નિહાળીએ છીએ - અનુભવીએ છીએ એવું જ લાગણી આપણી અંદર જન્મ લે છે.

કલ્પનાનું સૌંદર્ય તેની ચરમસીમાએ પહોચતું હશે ત્યારે એક નમૂનેદાર કાવ્યની પંક્તિ કે ગદ્યની ગજબ કરામત થતી હશે.

આંગળીના ટેરવે કલમ અને જીભના ટેરવે સરસ્વતી,

મનની માયાજાળમાં વિચારો અને આંખના પલકારામાં સૃષ્ટિ,

સ્ત્રીની કાયામાં ‘કામ’ અને મદિરાપાનના જામ,

મિત્રની નિઃસ્વાર્થ મિત્રતા અને ભાર્યાની સમર્પિત પતિવ્રતા,

આ બંદાની વ્યસ્તતામાં જ છે કદાચ સમર્પિતતા,

જીવનની સાર્થકતા ત્યારે જ ‘કંદર્પ’ જયારે હોય સમર્પિત સુંદરતા.

વિદ્યાની સુંદરતા એના પાવિત્ર્‌યમાં છે, જયારે વિદ્યાર્થીની સુંદરતા વિનય, નમ્રતા, શ્રદ્ધા, સમજણ, જીજ્ઞાસામાં રહેલી છે નહિ કે, બેંચ, કાગળ, પેન, પેન્સિલ. ધ્યેય લઈને પાછું ઘરે આવવું તે વિદ્યાને માટે સમર્પિત સુંદરતા છે. “વેદવિદ્યા વ્રતઃ સ્નાતક” શિક્ષણ એટલે જે ઠોકી બેસાડવામાં આવે તે અને સંસ્કાર એટલે જે મનથી ઉપાડવામાં આવે તે. તેથી જ જુના કાળમાં શિક્ષણ એ એક સંસ્કાર કહેવાતું. માત્ર ‘બ્રેડ ઓરીએન્ટેડ’ નહિ પરંતુ ‘બ્રેઈન ઓરીએન્ટેડ’ શિક્ષણ આપીને શિક્ષણની સુંદરતા દર્યાવવામાં આવતી.

ભગવાને ‘કામ’નું નિર્માણ કર્યું છે, અને ભારતીય ઈતિહાસમાં શાસ્ત્રોમાં પણ અનેક લખાણો છે. ભારત દેશમાં વર્ષો પહેલા નિર્માણ પામેલા અવશેષો અને સ્થાપત્યોનો અભ્યાસ કરીશું ખ્યાલ આવશે કે આ દેશ કેટલી હદે પૂજક હશે. પરંતુ, તેની સુંદરતા ત્યારે જ કે જયારે માનસ ‘રામ’ અને ‘કામ’ બંને નિયંત્રણમાં રાખે અને તેથી જ બ્રહ્‌મચર્યની સંકલ્પના નિર્માણ પામી. ‘ઉપભોગની પાછળ ન માંડયા રહેવું’.

ગુણાતીત્ય, રૂપાતીત્ય સ્ત્રીને જોયા પછી આનંદોર્મિ ઉભી થાય છે તે સ્વાભાવિક છે. સ્ત્રીની સુકુમારતા, ઉષઃકાલની સુંદરતા, તારાઓની રમણીયતા જોવા મળે છે. અને તે ફરીથી જોવા મળે એવી અભિલાષા ઉત્પન્ન થાય છે. ‘બુદ્‌ધિમાં સાભિલાષા અને ચિત્તમાં સતત તેની સ્મરણ.’ આવી નત્ર રાખવાની વૃતી એટલે શરીરને સૌન્દાર્યિક રીતે જોવાની ઉપાસના.

દરેકની અંદર એક બાળક હમેશા જીવંત રાખવું જરૂરી છે, પરંતુ બાલિશતા સર્વસ્વીકાર્‌ય નથી જ. યુવાન છે, પરંતુ અવિચાર, અસ્થિરતા, ઉન્માદ, ઉન્મત્તતા જરૂરી નથી પરંતુ ઉત્કટતા જરૂરી છે. પ્રારબ્ધના આધારે ચાલતો વ્યક્તિ એ યુવાન નહિ પરંતુ હાડ-માંસનું ખાલી પીંજરૂં છે. આવો યુવાન ક્યારેય ના ચાલે, સુંદરતા તો યૌવનની ત્યારે આવે જયારે એ પ્રારબ્ધનું નિર્માણ કરે. નેપોલિયન હમેશા એક સરસ વાત કહેતો કે, “ ‘ઈમ્પોસિબલ’ શબ્દ એ માત્ર મુર્ખના શબ્દકોશમાં જ હોય શકે.”

જેના દિલ-દિમાગમાં સૌંદર્ય ણા હોય તેની વાણીમાં સૌંદર્ય કઈ રીતે જન્મ લઈ શકે? હમેશા સ્વાર્થ, ઈર્ષા, ક્ષુદ્રતા, લાચારી અને નિરાશાની વાણીથી મોઢું વાસ મારતું હોય એમને પીપરમીંટ રાખવી જ પડે. પરંતુ, જેમની પાસે બુદ્‌ધિ અને વિચારોનું સૌંદર્ય આવે તે પોતાની વાણી જ પીપરમીંટ જેવી રસાળ બનાવી દે છે.

સુંદરતા તો એક વેશ્યામાં પણ અદ્‌ભુત હોય છે. પરંતુ તે કોઈના માટે સમર્પિત નથી. જયારે એક પતિવ્રતા સ્ત્રીની સુદરતા પોતાના પતિ માટે સમર્પિત છે, અને તેની જ કિંમત છે. એક શિક્ષક પોતાના વિદ્યાર્થી માટે સમર્પિત ભાવથી શિક્ષણ આપતો હોય તો તેની કિંમત છે. એક બાળક પોતાના પિતાનો પડયો બોલ ઝીલવા તૈયાર હોય દરેક ક્ષણ એ તેની કિંમત છે. કોપી-પેસ્ટીયા સમાજમાંથી બહાર નીકળીને નિઃસ્વાર્થ મૌલિકતા દર્યાવવી અને તે પણ અન્યને માટે, તેને કિંમત છે.

-ઃ ટહુકો :-

“બીજો કહે તે સમજવાની તૈયારી, બીજો મારાથી શ્રેષ્ઠ છે તે માનવાની તૈયારી, બીજાના પર વિશ્વાસનો ભાવ અને બીજા પ્રત્યેનું નિરંહકારી આકર્ષણ, આ ચાર વાતો જ જીવનને સાર્થક કરતી સુંદરતાની જડીબુટ્ટી છે.”

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

અનામત - આરક્ષણ

તાજેતરમાં જે મુદ્દો ગુજરાત ને સળગાવી રહ્યો છે તે પાટીદાર જ્ઞાતિ ને ઓ.બી.સી. તરીકે આરક્ષણ નો મુદ્દો છે. આ અનામત પ્રથા તેની જોગવાઈઓ, તેનો ઈતિહાસ, તથા તેની અસરો પર આજે એક નજર નાખીએ.

અનામતનો લાભ મેળવનારા મુખ્યત્વે જીઝ્ર, જી્‌,ર્ ંમ્ઝ્ર કેટલાક કેટલાક રાજ્યોમાં મુસ્લિમો મ્ઝ્ર(સ્) કેટ કેટેગરી હેઠળ રહેલ છે. આઝાદી પહેલાથી આ વિચારધારા શરૂ થયેલી જ્યાં બ્રિટીશ રામસે મેક ડોનાલ્ડે સને ૧૯૩૩ માં “કોમ્યુનલ એવોર્ડ” ના નામે દબાયેલા વર્ગોને ચૂંટણીમાં વોટીંગ અને નેતાગીરીમાં અનામત મુકવા અંગે વિચાર વહેતો કર્યો. મહાત્મા ગાંધી દ્વારા તેનો વિરોધ અને ઉપવાસ સત્યાગ્રહ કરાયા. ત્યારબાદ લાંબા સમય સુધી ચાલેલી ગાંધીજી અને ડો. આંબેડકર વચ્ચે ની વાતચીત બાદ ‘પુના પેક્ટ’ કહેવાતા એક નિર્ણય પર આવ્યા. જેમાં દલિતોને સામાન્ય હિંદુઓ માટેની જગ્યાઓ પર અનામત સ્થાન ની જોગવાઈ કરવામાં આવી.

ભારત ના ઈતિહાસમાં અનામત નો સૌ પ્રથમ ઓફિશીયલ ઉલ્લેખ મહારાષ્ટ્ર ના કોલ્હાપુર રજવાડામાં સને ૧૯૦૧ માં શાહ મહારાજ દ્વારા ગેર બ્રાહ્‌મણ અને પછાત વર્ગ ના લોકો માટે અનામત ની જોગવાઈ કરાઈ તેનો છે. ત્યારબાદ પછાતવર્ગ ની ઉન્નતિ માટે આ પ્રકારની માંગણી અને જોગવાઈઓ બાબતે ચર્ચાઓ થતી રહી અને ૧૯૦૨ માં ૫૦% અનામતની જોગવાઈ પછાત, ગરીબ લોકો માટે કરવામાં આવી. ૧૯૦૯ માં બ્રિટીશ સરકારે મોર્લે મિન્ટો રીફોર્મ અનામત પ્રથા દાખલ કરાવી ત્યારબાદ આપણા સ્વતંત્ર બંધારણમાં પછાત વર્ગ માટે શિક્ષણ, નોકરી વગેરેમાં પુષ્કળ જોગવાઈઓ અને અનામત આપવામાં આવ્યા.

૧૯૭૯ માં આવી અનામત વ્યવસ્થા બાદ વિવિધ પછાત વર્ગોની ઉન્નતિ નું આકલન કરવા મંડલ કમીશન નિર્માયું. જેમાં પછાત રહેલી જ્ઞાતિઓ કે જેનોર્ ંમ્ઝ્ર માં સમાવેશ કરવામાં આવ્યો, તેની સંખ્યા ૧૨૫૭ હતી અને ૨૦૦૬ સુધી આવી પછાત જ્ઞાતિઓ ની સંખ્યા ૨૨૯૭ સુધી પહોચી ગઈ. આ કમીશનમાં પછાત જ્ઞાતિઓ માટે ૪૯.૫ ટકા સુધી ના અનામત ની જોગવાઈઓ અંગેની ભલામણો કરવામાં આવી. આ કમીશન ની ભલામણો સને ૧૯૯૦ માં વડાપ્રધાન વી.પી.સિંહ દ્વારા અમલ માં મુકવામાં આવી.

જ્ઞાતિ આધારિત અનામત પ્રાથાના બીજ ‘અછૂત’ પ્રથામાંથી આવ્યા છે. હિંદુ બહુમતી ધરાવતા આપણા રાષ્ટ્ર માં વૈદિક વર્ણ વ્યવસ્થાનો પ્રભાવ સૈકાઓ સુધી હતો. આ વ્યવસ્થા સુચારૂ સમાજ માટે ઉભી કરવામાં આવી હતી. બ્રામણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણ માં સમાજ ને વહેચવામાં આવ્યો. પરંતુ કાળક્રમે જન્મ આધારિત વ્યવસ્થા ને પરિણામે સફાઈ વગેરે કામ કરતી જ્ઞાતિઓ ને નિમ્ન અને અછૂત ગણી તેમની સારા જીવન અને આધુનિકતા તરફની તકો લગભગ બંધ કરી દેવામાં આવી. આ પ્રકારના લોકોને પુરતી તકો ન મળવાને લીધે પછાત રહી ગયેલા. જેને પરિણામે ગરીબ, તવંગર, ઊંંચ-નીચ જેવી ખાઈ સર્જાઈ. સ્વતન્ત્રતા બાદ સર્વાંગી વિકાસ માટે આ ખાઈ પુરવી અનિવાર્ય હતી. પછાત જ્ઞાતિઓ ના ઉત્થાન માટે અને તકો ઉભી કરવા તથા સમાનતા લાવવા ડો. આંબેડકરે અનામત વ્યવસ્થા ની મજબુત તરફેણ કરી અને આ જ્ઞાતિ આધારિત અનામત પ્રથાનો જન્મ થયો.

આરક્ષણ ની એન્ટ્રી બાદ તેના પ્રભાવ વિષે વિચારીએતો દક્ષીણ ભારત માં અનામત વ્યવસ્થાનો સ્વીકાર વહેલો કરી લેવામાં આવ્યો. જેના પરિણામે શિક્ષણ, વિકાસ, નોકરી ની તકો વિગેરે બાબતો માં એ વિસ્તાર ના પછાત લોકો આગળ આવી ગયા છે. નોકરી તેમજ સીવાકીય ક્ષેત્રો માં સામાન્ય તેમજ ઉચ્ચ ખુરશીઓ પર પછાત જ્ઞાતિના લોકો ખભે ખભો મિલાવીને ઉભા છે. હવે આપણે એમ પ્રશ્ન થાય કે જનરલ કેટેગરી નો ૯૫% વાળો છાત્ર આઈ.આઈ.ટી માં એડમિશન ના લઈ શકે અને ૭૫% વાળો પછાત જ્ઞાતિ નો છાત્ર એડમિશન લઈ લે તો તે અન્યાય નથી? તેનો જવાબ ડો. આંબેડકર એમ આપે છે કે ૨૫૦૦ વર્ષ થી હાંસિયા માં રહેલા લોકોને કેવો અનુભવ થયો હશે જયારે તેમને મળતી તકો શૂન્ય હતી? ડો. અમર્ત્ય સેન કહે છે તેમ વિકસિત અને પછાત જ્ઞાતિના વિદ્યાર્થીઓ ને મળતું પ્લેટફોર્મ તદ્દન જુદું છે. ઉજળીયાત વર્ગ ના બાળકોને મળતું સામાજિક, આર્થીક, માનસિક વાતાવરણ તથા પારિવારિક મદદ તેમજ જાગૃતિ પછાત વિદ્યાર્થીને બિલકુલ મળતી નથી જેથી સ્પર્ધામાં તેમની કક્ષા નીચી રાખવીજ પડે. અને ડો. આંબેડકર ના મત મુજબ આરક્ષણ એ પછાતો નો હક્ક છે.

આ રીતે સર્વાંગી વિકાસ, સમાનતા અને કોઈ કારણ વિના ફક્ત અમુક જ્ઞાતિમાં જન્મ ને લીધે સૈકાઓ થી પીડા ભોગવી રહેલા શુદ્રો ના ઉત્થાન ના પવિત્ર આશય થી બંધારણ માં અનામત પ્રથા દાખલ કરવામાં આવી. જેમ આપણે જાણીએ છીએ તેમ ભારત માં હમેશા થી વોટ બેંક જ્ઞાતિ પ્રથા પર આધારિત રહી છે. જેથી સત્તા મેળવવા વિવિધ પાર્ટીઓ ચોક્કસ જ્ઞાતિઓ ને લક્ષ્ય બનાવી તેમને ખુશ કરી વોટ ઉસેડતી રહી છે. આ અનામત પ્રથા ધીરે ધીરે એક લોલીપોપ બનતું ગયું છે. ઓછી મહેનતે વિશાળ તકો મેળવવા વધુ ને વધુ જ્ઞાતિઓ આગળ આવી રહી છે. આ જ્ઞાતિઓ પછાત રહી છે કે કેમ? આદિવાસીઓ કે શુદ્રો જેવી નરકવાસ જેવી જિંદગી તેમણે ભોગવી છે કે કેમ? સામાજિક, આર્થીક રીતે તેઓ પાયમાલ રહ્યા છે કે કેમ? એ નૈતિક પ્રશ્ન છે. બહોળી સંખ્યા તેમજ મજબુત લોબીઈગ ને કારણે સરકારે સત્તા ટકાવવા ક્યારેક જુકવું પડે છે. પણ આ પ્રકારેતો હકીકતે પછાત લોકોની થાળી માંથી ભાગ પડાવવા અને જનરલ કેટેગરી ના લોકોના પેટ પર વધુ એક લાત મારવા જેવી વાત છે.

આપણું બંધારણ ઘણું જ બારીક અને ફ્લેક્સીબલ પણ છે. જુદા જુદા રાજ્યો માં થતી ભલામણો ના અનુસંધાને તેમની માંગણીના આધારો ચકાસી .તેમને આરક્ષિત કરવા કે કેમ તે બાબતે થોડા મુશ્કેલ ધોરણો સેટ કરી શકાય, આરક્ષણ બાદ વિકસિત થવા માટે ચોક્કસ વર્ષોનો સમયગાળો નિશ્ચિત કરી શકાય, તેમજ ત્યારબાદ વિકસિત થઈ ગયેલી જ્ઞાતિઓ ને ફરી જનરલ કેટેગરી માં મુકવા બાબતે વિચારણા કરી શકાય.કે પછી આવી જ્ઞાતિઓ કે જે વિકસીત થઈ ચુકી છે તેમની આરક્ષિત બેઠકો જનરલ માં મર્જ કરી ને સમાન સ્પર્ધાકીય ધોરણો માં મૂકી શકાય. એડમીશન કે નોકરીઓ મેળવવા માટે ની પરીક્ષાઓ માં પછાત જ્ઞાતિ માટે રહેલા ધોરણો ધીરે ધીરે થોડા ઉપર લાવી શકાય, તેમને આગળ વધવા માટે મજબુત પ્લેટફોર્મ આપી શકાય જેમકે તેમને સસ્તી સ્ટેશનરી અપાવવી, વધુ કોચિંગ આપવું કે ફીસ હળવી કરી દેવી પરતું સ્પર્ધા માં ઉભા થયા બાદ જનરલ તેમજ પછાત જ્ઞાતિ વચ્ચે માર્ક્સ કે લાયકાત વચ્ચેની ખાઈ ઓછી કરી શકાય અને મુખ્ય વાત જ્ઞાતિ આધારિત અનામત વ્યવસ્થાના સ્થાને અનામત માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા વિચારવાથી અનેક પ્રશ્નો નિર્મૂળ થઈ જશે. વોટબેંક માટે થઈને અન્યાયી રીતે જ્ઞાતીઓ ને આરક્ષિત કરવાનું પ્રમાણ ઘટી જશે. જે લોકો સંપૂર્ણ સદ્ધર હોવા છતાં અમુક જ્ઞાતિના હોવાના કારણે પેઢીઓથી આરક્ષણ નો લાભ મેળવી રહ્યા છે તેમના પર કાબુ આવશે. અને જે ખરેખર આરક્ષણની જેન્યુઈન જરૂરિયાત ધરાવે છે તેમના સુધી તકો પહોંચે. તેમજ આપણા દેશ નું ટેલેન્ટ જે બિલકુલ સાફ અને મજબુત પ્રખરતા અને હોશિયારી જ છે તે નિરાશ થઈ ને બહાર તરફ નજર કરતુ અટકશે અને વિકાસ ને નવા પરિમાણો મળશે. અને લોકો ની વિકસિત થવા ના બદલે પછાત થવા તરફ ની જે ઉંધી દોડ ચાલુ થઈ છે તેના પર કદાચ કાબુ આવશે.

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

આનંદ કહે પરમાંનંદને કે ચેનલે ચેનલે ફેર!

એક શહેરમાં રસ્તાને કાંઠે જ સત્યનારાયણની કથાનું આયોજન થયેલું. આમ તો પૂજાપાઠ કે કથા એકાંતમાં થાય તો વધારે સારૂં કહેવાય. પરંતુ કથા વડે બને એટલા વધારે લોકોના કાન પવિત્ર થાય એ શુભ હેતુથી કથા રસ્તાને કાંઠે પણ થતી હોય છે.

કથા ચાલુ થવાની તૈયારીમાં હતી. એક માઈકશૂરા આયોજક માઈક સામે ઊંભા રહીને માંડયા બૂમો પાડવા કેઃ ‘શાંતિ રાખો. શાંતિ રાખો. શાંતિ રાખો. શાંતિ રાખો એટેલે કથા શરૂ થાય.’ હવે એને કોણ કહે કેઃ ‘માણસો અને વાહનોની ભારે અવરજવર વાળો રસ્તો છે એટલે અવાજ તો થાય જ.’

એ અવરજવર કરનારા સિવાય બીજા બધા લોકો કે જે મોટાભાગે દુકાનદારો હતા એ પોતપોતાના કામમાં હતા. કોઈની પાસે અશાંત થવાનો વખત જ નહોતો. પણ પેલા આયોજકશ્રી માઈક પરથી બીજાનું માથું ફરી જાય એવા અવાજે શાંતિ રાખવાનું આહ્‌વાન કરી રહ્યા હતા. વળે એ અટકવાનું નામ જ નહોતા લેતા. બસ એક જ વાત કે : ‘શાંતિ રાખો. શાંતિ રાખો. શાંતિ રાખો. શાંતિ રાખો એટેલે કથા શરૂ થાય.’

એ અવાજના કારણે દુકાનદારને ઘરાકનો અવાજ કાને નહોતો પડતો અને ઘરાકને દુકાનદારનો અવાજ કાને નહોતો પડતો. ઘરાક માંગે હિંગ અને દુકાનદાર ધરે સીંગ! ઘરાક માંગે એક કિલો ખમણ ને દુકાનદાર તોલે બે કિલો! દુકાનદાર કોઈ ચીજની કિંમત સાત રૂપિયા કહે તો ઘરાક પાંચ રૂપિયા સમજે!

આવા લોચા પડે એવા વાતાવરણમાં ધંધો કેમ થાય? બિચારા દુકાનદારો માથે હાથ મૂકવા લાગ્યા. છેવટે એક દુકાનદારથી ન રહેવાયું. એ પોતાની દુકાન છોડીને કથાની જગ્યાએ પહોંચ્યો અને માઈક પર જામી પડેલા પેલા આયોજકને બે હાથ જોડીને બોલ્યોઃ ‘તમે બીજાને શાંતિ રાખવાનું કહી રહ્યા છો પણ તમારી સિવાય બીજા બધા જ શાંત છે. હવે શાંતિ તમારે જ રાખવાની છે જેથી અમે અમારો ધંધો કરી શકીએ.’

સમાચાર આપતી કોઈ ટીવી ચેનલ આવા આયોજકશ્રી જેવા જ લક્ષણો ધરાવતી હોય છે. શહેરમાં તોફાનો અને હિંસાના કારણે વાતાવરણ ડહોળાયું હોય ત્યારે ટીવી ચેનલ પરથી સમાચાર આપનારા, એ વાતાવરણ વધારે ડહોળાય એ રીતે સમાચારો આપે, ચર્ચાઓ કરે, બળતામાં પેટ્રોલ ઉમેરતા હોય એમ પોતાનું દોઢડહાપણ ઉમેરે અને પછી ડાહી ડાહી અપીલ કરે કેઃ ‘શાંતિ રાખો. શાંતિ રાખો. સંયમ જાળવો. અફવા ફેલાવશો નહીં.’ આવા વખતે એમને કહેવાનું મન થાય કેઃ ‘તમારી ચેનલ પણ સંયમ જાળવે તો શાંતિનું આગમન વહેલું થાય એમ છે.’ જયારે આગ લાગી હોય ત્યારે વિવિધ ઉપાયો દ્વારા જલ્દીથી આગ ઠારવામાં આવે એ જ પ્રાથમિકતા હોય. આગ લાગવાના કારણો વિષે અને એના માટે કોણ દોષ્િાત છે એવી જાહેર ચર્ચા પછીથી પણ થઈ શકે.

આવી ટીવી ચેનલ પરથી સમાચાર આપનારો એ રીતે સમાચાર આપે છે કે જાણે એ શ્રોતાઓને બીવડાવવા ન આવ્યો હોય! એની પાછળ કોઈ ટોળું પડયું હોય એમ ઘાંઘો થઈને બોલતો હોય એમ લાગે. પછી ભલે વાતમાં કશો દમ ન હોય! આવા અસ્વસ્થ ચેનલકર્મીઓ જે આડે દિવસે પણ ભય ફેલાવે એ રીતે સમાચાર આપતા હોય એ તોફાનો વખતે ઝાલ્યા રહે ખરા? વળી, સ્ટૂડિઓમાં બેઠેલો ચેનલકર્મી પણ જાણે પોતે સર્વજ્ઞાની હોય એવું વર્તન કરતો હોય છે. વગર જોઈતા તારણો કાઢીને પોતાની હેસિયત બહારના ચૂકાદા પણ આપતો હોય છે. જે કામ ન્યાયતંત્રનું છે કામ પોતે કરવા બેસી જાય છે. એ અમુકની તરફેણ કરવા અને અમુકનો વિરોધ કરવાની પ્રતિજ્ઞા લઈને બેઠો હોય એવું લાગે. એની તઠસ્થતા આંટો મારવા જતી રહી છે એવો ખ્યાલ સમજદાર શ્રોતાઓને આવી જતો હોય છે. અલબત્ત એ પણ ચિઠ્‌ઠીનો ચાકર થવા માટે જ મજબૂર હશે. આવી ચેનલને સમાચાર ચેનલ નહીં પણ અત્યાચાર ચેનલ કહી શકાય.

એથી વિપરીત, કોઈ કોઈ ચેનલ પર સંયમ અને સમજ દાખવીને સમાચાર આપવામાં આવતા હોય છે. વાતાવરણ અશાંત હોય ત્યારે એ થાળે પડી એવી ચર્ચાઓ રજૂ થતી હોય છે. સમાચાર આપનારના અવાજમાં ભારોભાર સ્વસ્થતા, મક્કમતા અને તટસ્થત્તા હોય છે. અશાંતિના સમાચાર આપતી વખતે એનામાં જરૂરી અને માપસરની ગંભીરતા આપોઆપ આવી જતી હોય છે. આ એના વ્યવસાયના ભાગ રૂપે પણ જરૂરી છે. આવી ચેનલ પરથી શાંતિ રાખવાની અપીલ થાય તો એ અપીલ દિલથી થતી હોય એવું શ્રોતાઓને લાગે છે. ચેનલકર્મીઓને વાતાવરણ ઉત્તેજિત ન બને એમાં રસ હોય એવી છાપ પણ શ્રોતાઓ પર પડતી હોય છે.

એ વાત તો નક્કી જ છે કે સમાચાર ચેનલની ફરજ કોઈની શરમમાં આવ્યા વગર સાચા સમાચાર આપવાની છે. અસાધારણ સંજોગો સિવાય એણે સમાચાર છુપાવવાના હોતા નથી. પરંતુ એ સંચાર આપવાની રીતથી એ ચેનલની ઓળખ બનતી હોય છે. એ રીતે જોઈએ તો કોઈ સમાચાર ચેનલ સમાજ, સરકાર અને તંત્ર માટે માથાનો દુઃખાવો સાબિત થતી હોય છે જ્યારે કોઈ ચેનલ રાહત આપનરી સાબિત થતી હોય છે.

આનંદ કહે પરમાંનંદને ચેનલે ચેનલે ફેર! એક શાંતિથી સમાચાર આપે, બીજી વર્તાવે કેર!