Ishwarno Mobile Number in Gujarati Short Stories by Mehul M Soni शौर्यम books and stories PDF | Ishwarno Mobile Number

Featured Books
Categories
Share

Ishwarno Mobile Number

ઈશ્વરનો મોબાઈલ નંબર

(પ્રાર્થના)

મેહુલ એમ. સોની

E mail: moxmehul@gmail.com • Mobile: 7567537800



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.ઈશ્વરનો મોબાઈલ નંબર

૨.પ્રાર્થના જાતને વેદનામુક્ત કરવાની રીત

૩.પ્રાર્થના આત્માને પરમાત્મા સાથે જોડવાની કડી

૪.પ્રાર્થના સુખનો રાજમાર્ગ

૫.પ્રાર્થના પરમ સુવાસ

૬.પ્રાર્થના પરમ તેજ

૭.પ્રાર્થના પરમ માર્ગર્દર્શર્ક

૮.પ્રાર્થના ઈશ્વરનો મોબાઈલ નંબર છે

૧. ઈશ્વરનો મોબાઈલ નંબર

પ્રાર્થના ક્યારેય ખોટી પડતી નથી, પરંતુ તેમાં કેવો,કેટલો,ભાવ જોડાયેલો છે,તે મહત્વનું છે. ઈશ્વર સાથે વાર્તાલાપ પ્રાર્થના દ્વારા જ શક્ય બને છે, પરંતુ પહેલા પહેલા પોતાની જાતને પામવી જરૂરી છે. પ્રાર્થના માટે શબ્દોની જરૂર નથી પણ ભાવ હોવો જોઈએ. ખરેખર જો ઈશ્વર સાથે વાત કરવી હોય તો પ્રાર્થનાને પોતાના જીવનમાં મહત્વનું સ્થાન આપી દેજો, આપોઆપ આપણી અંદર બેઠેલો ઈશ્વર જરૂર વાતો કરવા લાગશે.વાત કરવી છે, નંબર પણ છે, પરંતુ બેલેન્સ તો હોવું જોઈએ, તો તે છે દયા, પ્રેમ ઈમાનદારી, આશા, આનંદ બસ આ છે બેલેન્સ, પછી જુઓ પ્રાર્થનાનો ચમત્કાર!

પ્રાર્થના એક શક્તિ છે, તેમાં કોઈના માટે પણ નિશ્વાર્થ ભાવે બીજા માટે કરવામાં આવે તો તે બંન્ને માટે હિતકારક છે.અંતરમાં કોઈ માટે ભીતરથી થતી સંવેંદનાની લાગણી પણ પ્રાર્થના જ છે. શુભ વિચારનો સમૂહ પ્રાર્થના બની જાય છે. માત્ર બે હાથ જોડવાથી શું? જ્યારે અંતરાત્મામાં ઊંઠતો પ્રેમમય ભાવ પ્રાર્થનાનું અવતરણ થાય છે. ઈશ્વર સાથે ખરેખર ’ક્નેક્ટેડ’ થવું હોય તો પ્રાર્થનાથી મોટું બીજું કોઈ સાધન નથી. પ્રાર્થના મનને હળવું કરે છે, મનને મુક્ત કરે છે. પ્રાર્થનામાં તાણ રહિત થવાની શક્તિ છે.

પ્રાર્થના સંકટોમાંથી મુક્તિ અપાવી શકે છે, જ્યારે મુશ્કેલીથી ઘેરાયેલા હોય ત્યારે આંખો બંધ કરીને માત્ર પાંચ મિનિટ બે હાથ જોડી પરમાત્માનું સ્મરણ કરજો ખૂબ હળવા થઈ જશો. આ અનુભવથી પ્રાર્થના શક્તિની ખાતરી થઈ જશે. અહમનું વિસર્જન કરશો તો જ પ્રાર્થનાનું ફળ મળશે એ હકીકત નકારવા જેવી નથી જ. પ્રાર્થના કરવાથી પરિસ્થિતિ નથી બદલાતી પણ અભિગમ જરૂર બદલાય છે, અભિગમથી પરિસ્થિતિમાં પરિવર્તન ચોક્કસ આવે છે. ખરેખર પ્રાર્થના સુપર પાવર છે,એમાં કોઈ શંકા નથી જ! પ્રાર્થનાથી શારીરિક, માનસિક રોગો સંપૂર્ણ મટ્‌યાના દાખલા છે, અસાધ્ય રોગો માટે જ્યારે ડાક્ટરો હાથ ખંખેરે ત્યારે ત્યારે પ્રાર્થના દ્વારા તેવા રોગોમાં લાભ થાય છે, તેના અનેક ઉદાહરણો છે. પ્રાર્થનાથી પોતાને જ નહી બીજાને પણ લાભ થાય છે, તેના પણ ઘણાં જ ઉદાહરણો છે જ્યારે કોઈ બીજા માટે તેના સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરવામાં આવે છે, તો તે વ્યક્તિનું સ્વાસ્થય સારૂં થતું જાય છે. પરંતુ પ્રાર્થના એ આભાર માનવાની એક રીત છે, નહી કે માગવાની વસ્તુ હા પ્રાર્થનામાં આભાર વ્યક્ત કરો છો ત્યારે જે દિવ્ય વાઈબ્રેશન થાય છે તે કોઈ રહસ્યમય રીતે સચોટ કાર્ય કરે છે, જે આપણાં માટે યોગ્ય જ હોય છે.

પ્રાર્થના પરમ હિતકારી, પરમ સુખકારી, પરંતુ એ કરવા માટેની ચોક્કસ રીત છે. પ્રાર્થના માટે કોઈ બંધન નથી, બસ આપણી અંદર બિરાજમાન પરમતત્વને જાગૃત કરવા માટે સારો ભાવ હોવો જરૂરી છે, કપટ, ક્રુરતા જેવી કે માત્ર સ્વાર્થમાં રાચતું વ્યક્તિત્વ હોય તો કેમ ચાલે?! ભલે સ્વભાવ કે ખરાબ આદત પડી ગઈ હોય પરંતુ જો એકવાર પવિત્ર પ્રાર્થનાને પોતાના જીવનમાં સહજ બનાવે તો આદતની સાથે જીવન બદલાશે એ હકીકત છે. દરેક વ્યક્તિએ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો પ્રાર્થના કરી જ હોય છે, તે પછી પોતાના માટે હોય કે પોતાની પ્રિય વ્યક્તિ માટે હોય. પ્રાર્થના સીધો જ જવાબ છે. તેમાં પ્રશ્ન નથી હોતો બસ જવાબ જ હોય છે, અને તે પણ સચોટ! પછી તેમાં વહેલું કે મોડું થાય તે કુદરત સમજીને યોગ્ય હોય તે જ કરે છે.

પ્રાર્થના કરવાથી સીધું જ કાંઈ મળી જતું નથી પરંતુ યોજના મળે છે. યોજના પરથી કર્મ કરવું જરૂરી છે. કહે છે ને કે “સાચા દિલની પ્રાર્થના અવશ્ય ફળે છે“ પરંતુ સાચુ દિલ એટલે શું? સાચુ દિલ એટલે જેમાં સ્વાર્થની સાથે પરમાર્થ હોય ઈશ્વરે મુકેલો સ્વાભાવ ’ સ્વાર્થ ’ જે દરેક મનુષ્યમાં હોય જ, જેને સ્વાભાવિક કહીએ પરંતુ સ્વાર્થ એટલો બધો હોય કે માણસમાત્ર પોતાનું જ હિત જુએ, બીજાની કોઈ જ પરવા ત્યારે તે સ્વાર્થી કહેવાય પરંતુ જો પરમાર્થ કે બીજા માટે પણ વિચારે, બીજાની લાગણી જુએ. કોઈનું હિત કરે ત્યારે દિલ નિર્મળ બને અને તે સાચું દિલ થાય ત્યારે અસર કરે. પ્રાર્થના અચૂક પરિણામ આપે છે, જ્યારે તેને સાચી રીતે કરવામાં આવે તો ચોક્કસ પરમશક્તિ સુધી પહોંચે જ છે

કારણ કે ઈશ્વરનો મોબાઈલ નંબર છે, ’પ્રાર્થના’!...

૨. પ્રાર્થના - જાતને વેદનામુક્ત કરવાની રીત

જાત જ્યારે વેદનામય બની જાય છે, ત્યારે સમય, સ્થળ બધું જ દુઃખદાયક લાગતું હોય છે. સ્થળ બદલવાથી કે હરવા-ફરવાથી પણ વેદના મુક્ત થવાતું નથી ત્યારે જાતને વેદનામુક્ત કરવાનું અમોઘ શસ્ત્ર છે, પ્રાર્થના!

પોતાની જાતને ઓળખવી મુશ્કેલ હોય છે, પરંતુ જો પ્રાર્થનારૂપી માર્ગદર્‌શક હોય તો તે જાતને સરળતાથી પામી શકાય છે. ટેલિવિઝનની ચેનલ રિમોટથી બદલાય છે, તેમ આપણાં નકારાત્મક વિચારોનું હકારાત્મકતામાં બદલવાનું રિમોટ પ્રાર્થના છે. પ્રાર્થના સરળ શબ્દોમાં થઈ શકે છે, અને મૌન રહીને પણ થઈ શકે છે. જ્યારે વેદનાની શૂળ ભોંકાતી હોય ત્યારે પ્રાર્થનાની શક્તિ અજમાવો તો ચોક્કસ હળવા જવાશે એ નક્કી છે. ખોટા વિચારોની હારમાળા ચાલું થઈ જાય ત્યારે જાત વેદનાથી ભરપૂર બની જાય છે,પરંતુ જો પ્રાર્થનાનાં બે શબ્દો સાચા મનથી બોલવામાં આવે તો વેદના ઠંડી પડી જાય છે.

આપણે તંદુરસ્તી માટે "આરો પ્લાન્ટ"નું પાણી પીએ છીએ, જે પાણી ફીલ્ટર કરીને એકદમ બેક્ટેરીયા મુક્ત, ક્ષારમુક્ત કરીને ચોખ્ખુ કરે છે, પરંતુ આ જીવનરૂપી તંદુરસ્તી તેમજ મનદુરસ્તી માટે પણ આરો પ્લાન્ટની જરૂર હોય તેમ નથી લાગતું? નકારાત્મકતાનો અઢળક કચરો અંતરાત્મામાં ભર્યો છે, જો તેને ફીલ્ટર કરવો હોય તો પ્રાર્થના અકસીર ઈલાજ છે. વિજ્ઞાન પણ સ્વીકારે છે પ્રાર્થનાના મહત્વને! પ્રાર્થના કરવાથી મનુષ્યના લોહીમાં, સ્ટ્રેસ, કોર્ટોઝોલની માત્રા ઓછી થાય છે, પ્રાર્થના કરવાથી ઓંડોર્ફીન નામનો સ્ત્રાવ શરૂ થાય છે, જેના પરિણામે મન તણાવમુક્ત બને છે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. પ્રાચીન શાસ્રો પ્રાર્થનાને દિવ્ય શક્તિ માને જ છે, પરંતુ આધુનિક વિજ્ઞાન દ્વારા પણ સાબિત થયું છે કે, પ્રાર્થના કપરા સંજોગો સામે લડવાની શક્તિ આપે છે.

રાષ્ટ્રપિતા ગાંધીજીએ પણ પ્રાર્થનાને ખૂબ જ મહત્વ આપ્યું છે તેમણે કહ્યું છે "પ્રાર્થના એ આત્માનો ખોરાક છે" જેમ શરીરને શુધ્ધ-સ્વચ્છ રાખવા સ્નાન જરૂરી છે તેમ આત્મા અને મનને શુધ્ધ રાખવા પ્રાર્થના જરૂરી છે. મહાન દાર્શનિક પ્લેટોએ કહ્યું છે કે “અખિલાઈની આરાધના પ્રેમ અને અખંડ આનંદ એટલે

પ્રાર્થના...

“અસત્ય માંહેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા,

ઊંંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા”

આ પ્રાર્થનાના શબ્દો ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે આમાં સત્યની માંગણી કરી છે. પરમ તેજ સુધી લઈ જવાની પ્રાર્થના છે. ખરેખર તે દિવ્ય પ્રાર્થના છે, અને હા પોતાની જાતને પરમ આનંદની પ્રાપ્તિ કરવી હોય તો પ્રાર્થના રામબાણ ઔષધ છે. પ્રાર્થનામાં કોઈ દિવસ કોઈ ભૂલચૂક હોતી નથી આપણી તીવ્રતા અને શ્રધ્ધા કેવી છે તે મહત્વનું છે. જ્યાં વિશ્વાસ છે ત્યાં પ્રાર્થના પ્રગટે છે, શંકા હોય ત્યાં પ્રાર્થના બની જાય છે માત્ર શબ્દો! પરંતુ સાચી શ્રધ્ધા હોય તો પ્રાર્થના દિવ્યશક્તિ બની જાય છે. બસ વેદનાના વમળમાં ક્યારેય ફસાઈએ ત્યારે અંતરના ઊંંડાણથી પ્રાર્થનાશક્તિ અજમાવજો, વેદના ક્યાયં વિલીન થઈ જશે!.

૩. પ્રાર્થના-આત્માને પરમાત્મા સાથે જોડવાની કડી

આત્માને પરમાત્મા સાથે જોડવા માટે પ્રાર્થનાથી મોટું માધ્યમ બીજું કંઈ નથી, શરૂઆત પ્રાર્થનાથી કરવી પડે. "પામવા એને બધા ભટક્યા કરે, જે હ્ય્દય ને દ્વાર ઝળહળ હોય છે." હસમુખ ગોવાણીએ આ શેઅરમાં કહ્યું તેમ પરમ તત્વને પામવા માટે ભટકતા હોઈએ છીએ, પરંતુ તે હ્ય્દયમાં ઝળહળ કરતું બિરાજમાન હોય છે. તેના માટે જો પ્રાર્થનારૂપી ચાવી લઈને ખોલીશું તો તે અવશ્ય મળશે. પ્રાર્થના આત્માને ઝગમગતો કરી દે છે,જાગૃત કરી દે છે - પ્રાર્થના પરમાત્મા સુધી ચોક્કસ જવાય છે,પરંતુ નિખાલસતા અને નિષ્કામભાવથી કરેલી પ્રાર્થના જ ફળ-સ્વરૂપ બને છે.

પ્રાર્થના પરમાનંદ છે,અને પરમાનંદ જ પરમાત્મા છે.આત્માની આગળ લાગેલો દોષયુક્ત પડદો ત્યારે જ ખુલે જ્યારે સાચા હ્ય્દયથી પ્રાર્થના કરવામાં આવે. સાચા હ્ય્દયથી ફક્ત" હે પ્રભુ આભાર તારો" આટલું પણ જો બોલી જવાય તો તે પ્રાર્થના જ છે. ગાંધીજીએ સરસ કહ્યું છે,“પ્રાર્થના હ્ય્દયની હોય, જીભની નહી” પ્રાર્થના તો અદભૂત વસ્તુ છે. ઘણી વસ્તુ એકલા ન કરીએ તે સમૂહમાં કરીએ છીએ, દરેક ધર્મોમાં પ્રાર્થનાનો મહિમા ગાયો છે, કારણ કે પ્રાર્થના સર્વવ્યાપી છે. સુપ્રસિદ્ધ કવિશ્રી સુરેશ દલાલની એક ખૂબ સરસ પ્રાર્થના છે ચિક્કાર વરસાદ પડી ગયો છે, ખૂબ તાપ પછી ધરતી ભીની ભીની થઈ ગઈ ગઈ છે ધરતી વરસાદને પ્રતિભાવ આપી રહી છે પોતાની સુગંધથી વિરહના સંતાપ પછી ભક્તને હરિના દર્શન થાય અને પછી જે શાંતિ-પ્રશાંતિ અનુભવાય એવું એક અવર્ણનીય, આનંદમય વાતાવરણ છવાય ગયું છે. મિલનના આંસુની જેમ વૃક્ષનાં ડાળ-પાંદડેથી બુંદ પર બુંદ ટપકી રહ્યાં છે. હરખની લીલાશ જીરવાતી નથી આટલો બધો આનંદ ધરતી અને આકાશને ક્યારેય થયો નથી. મેઘધનુષના રંગો મોરપીંછની જેમ આટલા બધા સુંવાળા સુંવાળા કેમ લાગે છે? એનો જવાબ રાધા પાસે છે, મિરા પાસે છે, ભગવાન પાસે છે, તો માત્ર હુંફાળું સ્મિત.

શ્રધ્ધા હોય તો પુરી હોય,અધુરી હોય તો સુરીલી હોય, બસૂરી ન હોય. અમે મનુષ્યો અટવાયા કરીએ છીએ, અથડાયા કરીએ છીએ અશ્રધ્ધા-અશ્રધ્ધા અને અંધશ્રધ્ધાનાં અંધકારમાં અમને આ અધંકારમાંથી પ્રકાશ તરફ વાળવાની જવાબદારી કોની? બધું તારે માથે નાખીને છૂટી કે છટકી નથી જવું આ અમારી મથામણ, અથડામણમાં અમે ગતિ કરી રહ્યાં છીએ, એ પણ એક સત્ય છે તું અમને ક્યાંક પહોંચાડ!

ગતિ અમારી, તું અમને દિશાસૂચન કર અમને ખબર છે કે અમે અપૂર્ણ છીએ. અમને અમારી અપૂર્ણતામાંથી પૂર્ણતાની ગતિ તરફ લઈ જા હેં ઈશ્વર! અત્યારે તો આપણી વચ્ચે છે, અજાણી આત્મયતા. તું અમારી ઓળખ આપ. એ જ રીતે તારી પણ ઓળખ આપ - સુરેશ દલાલ

કવિશ્રીએ કાવ્યત્મક શૈલીમાં ખૂબ સુંદર પ્રાર્થના રચી છે. ધ્યાનથી વાંચજો કારણ આત્માથી પરમાત્મા સુધી લઈ જતી સીડી છે, પ્રાર્થના...

૪. પ્રાર્થના સુખનો રાજમાર્ગ

સુખ માટે મનુષ્ય ફાંફા મારે છે, પરંતુ મનની શાંતિ ના હોય તો ધન-દોલતનો વૈભવ પણ નકામો હોય છે. અને જ્યારે ઘેરાય છે સંકટોના વાદળ ત્યારે સુખની-શાંતિની શોધ શરૂ થાય છે, એ વખતે એક સચોટ ઈલાજ છે હ્ય્દયને ખોલી અંતરમા ઘેરાતા વમળને શાંત કરીને કરવામાં આવતી પ્રાર્થના! શ્રધ્ધાના ભાવની અભિવ્યક્તિનું નામ છે, પ્રાર્થના! અંધકારમય સમય હોય ત્યારે આશાનું કિરણ બનીને સાચો રસ્તો બતાવે એ છે ‘પ્રાર્થના‘ પ્રાર્થના ભાગ્યને બદલી નાખે છે. પ્રાર્થના પરમ ઔષધિ છે. જો યોગ્ય રીતથી પ્રાર્થના કરવામાં આવે તો સચોટ પરિણામ મળે છે,બસ એકાકાર થઈ જાવ કુદરત સાથે બીજો કોઈ જ ભાવ નહિ,એક જ હું અને મારો પરમાત્મા પ્રભુ.. પ્રભુનો પોકાર કરો એ જાગ્રત થશે. અંદરથી અનુભવાશે ઈશ્વરનો શાક્ષાત્કાર! અને પછી ખૂલશે સુખ તરફનો રસ્તો. સાચી શાંતિનો માર્ગ!

પ્રાર્થના સુખનો રાજમાર્ગ કઈ રીતે? જ્યારે દુઃખના કાળા વાદળ છવાયા હોય ત્યારે જો સાચા દિલથી બે જ લીટીમાં અરે મૌન રહીને પણ જો ભાવપૂર્વક આંખમાંથી એક આંસુ સરકી જાય અને પરમતત્વ સુધી અંતરનો અવાજ પહોંચી જાય એટલે પ્રાર્થના થઈ કહેવાય. જ્યારે એ પ્રાર્થના થાય ત્યારે બધાને સાચો રસ્તો બતાવે છે, અને તે રસ્તે ચાલવાથી જીવન ઝળહળાં બની જાય છે. પ્રાર્થના કરવાથી વિચારધારા બદલી જાય છે, ખોટા વિચારો દૂર થાય અને સારા વિચારો શરૂ થાય જે જીવનને સાચા રસ્તે દોરી જતી કડી બની જાય છે.

દરેક મહાનુભવે પ્રાર્થનાના મહત્વને સ્વીકાર્યું છે, પૂ.બાપુ (મહાત્મા ગાંધી) ક્યારેય પ્રાર્થના કર્યા વગર સૂતા નહોતા તેમનો એક પ્રસંગ છે. એકવાર તેઓ રાત્રે પ્રાર્થના કરવાનું ભૂલી ગયા અને સૂઈ ગયા, રાત્રીના અચાનક જાગ્યા અને યાદ આવ્યું કે અરે આજે પ્રાર્થના કરીજ નથી તેઓ ધુ્રજી ઉઠયાં અને પછી તરત ક્ષમા માગી અને પ્રાર્થના કરીને સૂતા. તેમના જીવનમાં પ્રાર્થનાનું ખૂબ જ મહત્વ હતું.

હિન્દી ફિલ્મ "કુલી"નો દાખલો જુઓ કુલી ફિલ્મનું શૂટીંગ ચાલી રહ્યું હતું ત્યારે એક દ્રશ્યમાં અમિતાભ બચ્ચનને અક્સમાતમાં ગંભીર ઈજા થઈ હતી અને અમિતાભ બચ્ચનનાં શરીરમાંથી ખૂબ લોહી વહી ગયું હતું આ સમાચાર ઝડપથી દુનિયાભરમાં ફેલાઈ ચૂક્યાં હતા, અમિતાભને તાત્કાલિક હોસ્પિટલમાં એડમીટ કરાયાં લોહીની બોટલ એક પછી એક ચડાવવામાં આવી રહી હતી, તેમ છતા આ લોકપ્રિય સુપરસ્ટાર જીવન-મરણ વચ્ચે ખાઈ રહ્યો હતો ત્યારે દુનિયાભરમાં પથરાયેલા તેમના લાખો-કરોડો પ્રશંસકો, ચાહકો અને શુભેચ્છકોએ સમૂહપ્રાર્થના કરી, દુઆ-બંદગી કરી દેશભરના સુપ્રસિદ્ધ ડોકટરો ખડેપગે તેમની સારવારમાં લાગી ગયા હતા. ડોકટરોની ટીમ મૂંઝવણમાં હતી બીગ-બી અમિતાભજીના બચી જવા વિશે શંકા હતી ત્યારે, પ્રાર્થના શક્તિએ જ અમિતાભ બચ્ચનનો જીવ બચાવી લીધો હતો. ડોક્ટરોએ કહ્યું કે કોઈ અગમ્ય શક્તિ અને ચાહકોની પ્રાર્થનાની શક્તિએ જ આ સુપરસ્ટારને નવજીવન આપ્યું છે. જ્યાં દવા કામ નથી આપતી ત્યાં દુવા કામ કરી જાય છે. શું એ હકીકત સત્ય હોય તેમ નથી લાગતું?

ખરેખર પ્રાર્થનાની શક્તિ ખૂબ મહાન હોય છે. સાચા હ્ય્દયથી કરાયેલી પ્રાર્થના પરમાત્મા પણ કાન માંડીને સાંભળતો હોય છે. પ્રાર્થના એ એવો પ્રકાશ છે, ભરપૂર અજવાળું હોય ત્યાં પણ ઝળહળાં કરી દે છે. દરિયાનાં કિનારે બેસીને કુદરતને માણવી કે પંખીનો કલરવ સાંભળવો કે કોઈ બાળકને સ્મિત કરતું જોવું તે પણ પ્રાર્થના જ છે. પ્રાર્થના સુખ માટે જ નહિ સમજણ માટે કરાય છે, જ્યારે સમજણ આવે છે ત્યારે સુખ આપોઆપ આવે છે. પ્રાર્થનાશક્તિને સમજવી એ આપણી સમજથી પર છે.

હેં! પરમેશ્વર અમારે કશુંયે માંગવાપણું રહેતું નથી કેમ કે અમને શાની જરૂર પડશે

તેનું અમને ભાન થાય તે પહેલા જ તે તું જાણતો હોય છે.

- ખલીલ જીબ્રાન

૫. પ્રાર્થના પરમ સુવાસ

સુપ્રસિદ્ધ લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટ સાહેબે પ્રાર્થના વિશે મને ખૂબ સરસ વાત કરી "પ્રાર્થના એટલે પરમતત્વ સાથેનું આત્મિય સંધાન"

લોકો મોટા ભાગે પ્રાર્થના કરતા જ હોતા નથી ભીખ માંગતા હોય છે ભગવાન તું આટલું કરી દે.. માનતા(બાધા) માનતા હોય છે, પ્રાર્થનાને યાચના ના બનવા દો સાચી પ્રાર્થના એટલે ઈશ્વરે આપણાને આપેલા જન્મને સાર્થક કરવો, પ્રાર્થના માટે હાથ જોડવાની કે મંદિરમાં જવાની પણ જરૂર નથી દરેક કર્તવ્ય વખતે ઈશ્વરને યાદ રાખો અને સત્ય અને શાંતિને અનુસરો એ પ્રાર્થના જ છે. (સંદેશ-ચિંતનની પળે કોલમના લેખક) ખૂબ સરસ વાત કરી, જે સત્ય અને શાંતિ તરફ લઈ જાય તે પ્રાર્થના’ પ્રાર્થના એટલે માગણી નહિ પરંતુ પરમતત્વનો આભાર માનવાની લાગણી. કોઈની નિસ્વાર્થ મદદ કરવી એ પણ પ્રાર્થના જ છે. પ્રાર્થનાથી પોતાનું વ્યક્તિત્વ તેજસ્વી બને છે. પ્રાર્થના માત્ર શબ્દો નથી અંતરમાં ઉગતી પરમ સુવાસ છે, જે સુખ હોય કે દુઃખ આનંદ આપે છે. કોઈ નિરાશ વ્યક્તિને આશાવાન કરવામાં આવે તો એ પણ પ્રાર્થના જ છે. આ પ્રાર્થના પહોંચે છે ડાયરેક્ટ પરમતત્વ પાસે. જ્યારે સત્ય અને શાંતિ આવે છે ત્યારે આપોઆપ પ્રાર્થના થવા લાગે છે જેની આપણાંને ખબર પણ હોતી નથી! પ્રાર્થના યાચના નથી પરંતુ સુખ શાંતિનો એવો રસ્તો છે જ્યાં કંઈ જ માગવાનું હોતુ નથી. આપોઆપ બધું જ મળવા લાગે છે.

શાયર "નાઝિર" સાહેબનો એક બહુ સરસ શેઅર યાદ આવે છે

“ નક્કર એની કૃપાને પાત્ર હું નહોતો કદી નાઝિર અજાણે થઈ ગયું લાગે છે મારાથી નમન જેવું ”

અજાણતા પણ જો નમન થઈ જાય તો પણ એ પ્રાર્થના બની જાય છે, પરંતુ જો જાણીને પ્રાર્થના કરવામાં આવે ત્યારે એ પરમશક્તિ બની જાય છે. ખરેખર પ્રાર્થના એ મહાન રહસ્ય છે, જેનો ઉકેલ મહામુશ્કેલ છે, પરંતુ તેનો અનુભવ સરળ છે. બસ આંખો મીચીને પાંચ મિનીટ પરમતત્વને યાદ કરી લો બસ થઈ ગઈ પ્રાર્થના!

જ્યારે પ્રાર્થના અંદર ઉતરશે ત્યારે નિરાશા, ક્રોધ, લોભ, જેવા દુર્ગુણો બહાર આવશે અને વિદાય લેશે પછી આત્મા સુંદર બની જશે, ત્યારે આધ્યાત્મિક શાંતિની પ્રાપ્તિ થશે તે અદ્‌ભૂત હશે. પ્રેમ હોય ત્યાં પ્રાર્થના હોય જ. જ્યારે પ્રેમ હોય ત્યારે આનંદ હોય અને આનંદ હોય ત્યારે દરેક માટે સહાનુભૂતિ હોય જ્યારે સહાનુભૂતિ હોય ત્યારે દરેકને મદદ કરવા માટે તૈયારી હોય જ્યારે મદદ કરીએ ત્યારે અને અંતરમાં બીજા પ્રત્યેની લાગણી, સહાનુભૂતિ દ્વારા બોલાયેલા શબ્દો જ બની જાય છે, પ્રાર્થના!

પ્રાર્થના એટલે હાથ જોડીને બેસી રહેવું એવું નહિ, પરંતુ કર્તવ્યની સાથે પરમતત્વ સાથેનું અનુસંધાન. મનનો વિશ્વાસ જ્યારે નબળો પડે ત્યારે પ્રાર્થનારૂપી દવા, જેને આપણે દુવા પણ કહીએ છીએ તે અજમાવજો અને અનુભવ કરજો પછી સમજાશે, પ્રાર્થના કેટલી શક્તિશાળી છે. કોઈની ભૂલને માફ કરવી, આપણા કરતા વધુ દુખી લોકો માટે કરૂણાસભર, સેવાપ્રદાન કરવાની શક્તિ મેળવવા કરેલી પ્રાર્થના અચૂક સફળ થાય છે. પ્રાર્થના એ સંસ્કાર છે, જેને દિલમાં ઉતારવામાં આવે, જીવનબાગમાં સીંચવામાં આવે ત્યારે પવિત્ર શક્તિનું સુંદર ફુલ ખીલે છે, ત્યારે એ અદ્‌ભૂત આનંદદાયક સુખ-શાંતિ અને સત્યની સુવાસ ફેલાવે છે!..

૬. પ્રાર્થના પરમ તેજ

પ્રાર્થનાની અસર હોય છે, જ્યારે મન અને વાણી એક થઈને કોઈ વસ્તુની માગણી કરે છે, ત્યારે તે તરત મળી જાય છે! પરંતુ પ્રાર્થના એટલે ફક્ત માગણી નથી, પ્રાર્થના એ એક પ્રકારનું ભાવનાત્મક ધ્યાન છે, જેમાં પરમાનંદ હોય છે, જે માત્ર સુખમાં નથી. અંતરના આનંદમાં હોય છે તેવી પરમસ્થિતિ.

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે તેમ ‘હું સંકટોથી બચવા નહી પરંતુ સંકટોનો સામનો નિર્ભયતાથી કરી શકું માટે પ્રાર્થના કરૂં છું. ‘પ્રાર્થના એ બહાદુરી અને હિંમત માટે થાય છે, નહી કે પલાયનવાદ માટે. સંત શ્રી કબીરે પણ ખૂબ સરસ કહ્યું છે "ચીંટી કે પાંવમે ઝાંઝર બાજે વો ભી અલ્લાહ સુનતા હૈ" નાનકડી એવી કીડીના પગ અને તેના ઝાંઝર કેવડા હોય! છતા પણ જો ઈશ્વરનાં વિશાળ હ્ય્દય સુધી તેનો અવાજ પહોંચેજ છે. ખરેખર તો ઈશ્વર આપણાં હ્ય્દયમાં જ બિરાજેલો હોય છે. પરંતુ તેના માટે આપણી પ્રાર્થના નિસ્વાર્થ અને સ્વચ્છ હોવી જોઈએ.

ગ્રીસના એક મહાન તત્વચિંતકની જેમ પ્રાર્થના એવી કરવી જોઈએ કે " ૈં ટ્ઠિઅ ંરીીર્ ર્ખ્તઙ્ઘ, ંરટ્ઠં ૈં દ્બટ્ઠઅ હ્વી હ્વીટ્ઠેૈંકેઙ્મ ુૈંરૈહ બહારની સંપત્તિ એકઠી કરવામાં ભીતરની સુંદરતા હણાય ના જવી જોઈએ.’ માત્ર તાલીઓ પાડવી કે ધૂન મચાવી એ પ્રાર્થના નથી. પરંતુ અંદરની શક્તિને જાગૃત કરીને પરમતત્વ સુધીનો સંવાદ સાધવો એ ખરી પ્રાર્થના. કોઈ પ્રત્યેની સાચી લાગણી, પ્રાર્થનાનું પરમતેજ બની જાય છે. પ્રાર્થના સુખ-શાંતિના માર્ગે લઈ જતી સચોટ પધ્ધતિ છે. તે માટે કોઈ ખાસ વિધિ નથી, તે માટે કોઈ આસન લગાવીને બેસવાનું કે ધૂપદીવા કરવાની પણ જરૂર નથી. કુદરતના સાનિધ્યમાં રહીને માત્ર પાંચ મિનિટનું કરવાથી પ્રાર્થના પરમ તેજસ્વી બને છે. જે છે તેનો આભાર વ્યક્ત કરતા રહો, જે નથી (જેની જરૂર છે) તે આપોઆપ પ્રાપ્ત થવા લાગશે! પરમતત્વ આપણી સાથે જ જોડાયેલું છે, બસ પ્રાર્થનાથી જ તેને જાગૃત કરી શકાય છે, તે માટે સદાચાર, પ્રેમ,લાગણી, સંવેદના જેવા સદગુણોને અપનાવી લો અને ભાવમય બની પ્રાર્થના કરો અંતરમાં વૈભવ થઈ જશે. ઘણીવાર આપણે જે માગતા હોઈએ છીએ તે વારંવારની પ્રાર્થના છતાં મળતું નથી કારણ હોય છે, એ જ કે આપવા માટે યોગ્ય છે તે જ મળે છે. પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી. જેની ખરેખર આપણાંને જરૂર છે, તે યોગ્ય સમયે પ્રાપ્ત થાય જ છે. તે જ પ્રાર્થનાનું પરમ રહસ્ય છે!..

આત્મવિશ્વાસને અજવાળવાનું માધ્યમ છે, પ્રાર્થના! જેનાથી આત્મવિશ્વાસ મજબૂત બને છે જ્યારે હતાશાના આવરણ હોય છે, ત્યારે પ્રાર્થના ઉપકારક બની જાય છે. જ્યારે માણસ મુશ્કેલીમાં મુકાય છે, દરેક રસ્તા બંધ થઈ જાય છે, ત્યારે પ્રાર્થના પરમ માર્ગદર્શક બને છે. નવી જ દિશા ખોલી આપે છે, જીવનમાં અંધકારમય પરિસ્થિતિમાંથી દિવ્ય અજવાળું કરે છે. શાંતિ, આનંદ અને ઉત્સાહ માટેનું પરમ તેજ છે... પ્રાર્થના!

૭. પ્રાર્થના-પરમ માર્ગર્દર્શર્ક

પ્રાર્થના ખરેખર માર્ગદર્શક છે, જીવનની નાની મોટી સમસ્યામાં એક સારૂં માર્ગદર્શન પૂરૂ પાડે છે.

સાલ-૧૯૬૮-૬૯ માં જ્યારે મુંબઈમાં તોફોનો થયાં હતા ત્યારે લશ્કરને બોલવવામાં આવ્યું હતું, વેસ્ટર્ન કમાન્ડનાં લશ્કરી ટૂકડીના વડા એસ.એસ.રાવત હતાં તેમણે મુંબઈમાં શાંતિ સ્થાપવાની જવાબદારી સ્વીકારી, તે દિવસ રવિવાર હતો, પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકારે કમાન્ડર રાવતને પૂછ્‌યું,’ સર મુંબઈમાં શાંતિ સ્થાપાય તે માટે કેટલો સમય લાગશે? કમાન્ડર થોડી ક્ષણો માટે આંખો બંધ કરી એકાગ્ર થઈ ગયા, અને પછી રિપોર્ટરને કહ્યું "મંગળવારે સાંજ સુધીમાં શાંતિ સ્થાપાઈ જશે. પત્રકારે પુછ્‌યું આપ આંખો બંધ કરીને શાંતિ કેવી રીતે સ્થાપાશે તેનું આયોજન કરી રહ્યાં હતાં? પત્રકારની સામે જોઈને કમાન્ડરે સ્મિતપૂર્વક કહ્યું" દ્બઅ ઙ્ઘીટ્ઠિ ૈ ુટ્ઠજ ર્ષ્ઠદ્બદ્બેહૈષ્ઠટ્ઠૈંહખ્ત ુૈંર ર્ખ્તઙ્ઘ છઙ્મદ્બૈખ્તરંઅ ૈં રટ્ઠદૃીટ્ઠ ર્રંઙ્મૈહી ુૈંર રૈદ્બ હટ્ઠદ્બીઙ્મઅ ટ્ઠિઅીિ"

એમણે મને જે સુઝાડયું તે મે કહ્યું. ખરેખર મંગળવારે સાંજ સુધીમાં ૪૮ કલાકમાં મુંબઈમાં શાંતિ સ્થાપાઈ ગઈ. આ ઘટના વિશે અમેરિકન સુપ્રસિદ્ધ "ટાઈમ" મેગેઝીને છાપ્યું હતું.

" ૈંહઙ્ઘૈટ્ઠહ ટ્ઠદ્બિઅ ર્ષ્ઠદ્બદ્બટ્ઠહઙ્ઘીિ ુૈંર રીટ્ઠદૃીહઙ્મઅ ર્રંઙ્મૈહી" ઈશ્વર સાથે હોટલાઈન ધરાવતા ભારતીય લશ્કરી અધિકારી. જોઈ શકાય છે, કે એક લશ્કરી અધિકારી પાસે હોટલાઈન છે, પરંતુ ફક્ત અધિકારીઓને જ આ હોટલાઈન હોય તેવું નથી. દરેક વ્યક્તિ પાસે છે આ હોટલાઈન અને તે છે- પ્રાર્થના! પરંતુ બહુ ઓછા લોકો તેનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આ તાર તો દરેક મનુષ્ય સાથે જોડાયેલો જ છે. દરેકના હ્ય્દય સાથે જોડાયેલો છે... હોટલાઈનનો તાર. બસ જરૂર છે પરમતત્વ સાથે અનુસંધાનની, માત્ર પાંચ મિનિટ શુધ્ધ વિચારો દ્વારા પરમતત્વનો આભાર વ્યક્ત કરો. બસ શું જરૂરિયાત છે તેનું માર્ગદર્શન આપોઆપ મળવા લાગશે!

એક પ્રસિધ્ધ પુસ્તકમાં વાંચેલુ, ડા. લોબાક નામના લેખકે પ્રાર્થના પર પ્રયોગ કર્યા હતા જેઓ માને છે કે પ્રાર્થનાથી વાસ્તવિક શક્તિ ઉત્પન્ન થાય છે, એમની પ્રાર્થનાની રીત જોઈએ તેઓ રસ્તા પર ચાલતા હોય ત્યારે આસપાસના લોકો ઉપર પ્રાર્થના શૂટ કરે (ઝડપી ગતિથી ફેંકે છે) તેઓ આ પ્રકારની પ્રાર્થના માટે ફ્લેશપ્રેયર (વિજળીના ચમકારા જેવી પ્રાર્થના) શબ્દ વાપરે છે તેઓ રસ્તા પર પસાર થઈ રહેલા લોકો ઉપર પ્રાર્થનાનો જાણે તોપમારો ચલાવે છે. એ રીતે એ લોકો તરફ સદભાવના અને પ્રેમના વિચારો મોકલે છે. ડા. લોબાક કહે છે તેમ, જ્યારે તેઓ પ્રાર્થનાઓને રસ્તા પર જઇ રહેલા લોકો પર "શૂટ" કરે છે ત્યારે લોકો મોટા ભાગે પાછળ વળીને એમની સામે જુએ છે, અને સ્મિત આપે છે. એમને વિદ્યુત ઊંર્જા જેવી શક્તિનો અનુભવ થાય છે.

પ્રાર્થના કરવાથી ગજબની નિર્ણયશક્તિ આવે છે બીજા માટે કરાયેલી પ્રાર્થના પોતાના માટે પરમશક્તિ બની જાય છે. ભગવદ્‌ ગોમંડળ (શબ્દકોશ)માં પ્રાર્થનાની વ્યાખ્યા કરતા કહ્યું છે કે પ્રાર્થના એટલે પ્રેમની યાચના. પ્રાર્થના એટલે વિનંતી, આજીજી, કાલાવાલા. એક સંતે પ્રાર્થનાની ખૂબ સાચી વ્યાખ્યા કરી છે, પ્રાર્થના એટલે અગમ-નિગમના કોયડા ઉકેલવાની "ગુરૂકૂંચી" છે..! ’કુસુમાંજલી’માં કહ્યું છે કે પ્રાર્થનાનો સામાન્ય અર્થ "પ્ર" એટલે શ્રેષ્ઠ અને "અર્થ" એટલે ઈચ્છા, એટલે કે ઈચ્છાથી વિનંતી કરવી એ જ પ્રાર્થના છે. પ્રાર્થનાથી કોઈ ચમત્કાર નથી થતા પરંતુ પરિવર્તન લાવી આપે છે,જે ચમત્કારથી ઓછું નથી હોતું! દરેક સમસ્યાનું અચૂક માર્ગદર્શન આપે છે. આવા સાચા દિલથી કરાયેલી પ્રાર્થના પરમ માર્ગદર્શક છે!...

૮. પ્રાર્થના ઈશ્વરનો મોબાઈલ નંબર છે

પ્રાર્થના ઈશ્વરનો મોબાઈલ નંબર છે, બસ ડાયલ કરીએ અને અંદર બેઠેલા ઈશ્વર સાથે વાત કરીએ, પ્રાર્થના એ વિજ્ઞાન, અધ્યાત્મ, અને આનંદ છે.

૯૩ વર્ષનાં વિખ્યાત ભારતીય ચિત્રકાર સૈયદ હૈદર રઝા જેમને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. સફળતા માટે માણસને, મહેનત, પ્રતિભા, કયાંક નસીબ પણ ખરૂં, પરંતુ આટલું પરિપૂર્ણ છે? રઝા સાહેબ એક વાત વધીને કહે છે - પ્રાર્થનાની શક્તિ, ઈશ્વરકૃપા. તેમનું માનવું છે કે જ્યાં ટેલેન્ટ અને મહેનતમાં પ્રાર્થનાની શક્તિ નહી ઉમેરાય ત્યાં સુધી ધાર્યુ પરિણામ નહી મળે.

મને પ્રાર્થનામાં શ્રદ્ધા છે, રઝા સાહેબ કહે છે, પ્રાર્થના વિશે કશું સમજાવવું જો કે અઘરૂં છે. પ્રાર્થનામાં, મૌનમાં, આનંદમાં અને આધ્યાત્મિક પીડામાં તમે શું અનુભવો છો એ બીજાઓને કેવી રીતે કહી શકાય કે દેખાડી શકાય? મને એટલી ખબર છે કે પ્રાર્થના મારા માટે અગત્યની છે, શ્રેષ્ઠ છે. પ્રાર્થના એટલે એવી સ્પેસ, જ્યાં ઉચ્ચ શક્તિઓ સાથે સંવાદ ચાલે છે - ચુપચાપ, સંપૂર્ણ સમર્પણ સાથે.

સફળતા, સુખ, શાંતિ, આનંદ માટે અજમાવજો - પ્રાર્થના, પ્રાર્થના કોઈ ધર્મ નથી એ તો છે ભીતર ઉતરીને પોતાને ઓળખીને જીવનને સમૃદ્ધ કરવાની સચોટ રીત. કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ, હ્ય્દયના ધબકારે ધબકારે થઈ શકે છે પ્રાર્થના.

હું પ્રાર્થના કરૂં છું આપણે સૌ પરમતત્વના કૃપા પાત્ર બની જીવનના દરેક ક્ષેત્રે દિવ્ય સમજણ મેળવીએ

હેં પ્રભુ તું જે જાણતો હોય તે અમારે નથી જાણવું, પરંતુ અમે ના જાણતા હોય તેવી મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ આપજે...

પરમાત્મા અમે આભારી છીએ અમારી જે જરૂરિયાત હોય તે તું પુરી કરી રહ્યો છે બદલ...

ધન્યવાદ... ધન્યવાદ... ધન્યવાદ...

આપણે સૌ પરમતત્વના આભારી છીએ, આવડે તેવી પ્રાર્થના થકી તે પરમતત્વનો દિવસમાં એકવાર તો આભાર માનીએ જ.

પ્રભુ... આભાર