ૐ શ્રી
॥ શિવ મહિમ્ન સ્ત્રોત્ર ॥
ઈષ્ટદેવ મહાદેવની અસીમ કૃપા સૌ ભક્તજનો પર વરસતી રહે એ હેતુથી ગુજરાતી પ્રાઈડ ઈ-બુક્સ અને માતૃભારતી પબ્લીકેશન એપમાં, ભવ્યાતિભવ્ય મહાત્યમય ધરાવતા શ્રી પુષ્પદંત રચિત “શિવ મહિમ્ન સ્ત્રોત”ના ૪૩ શ્ર્લોક સાથે તેનો સ્પષ્ટ ભાવાર્થ સાથે પ્રસ્તુત કર્યું છે.
આખા શ્રાવણમાસ દરમિયાન કે પછી શ્રાવણી સોમવાર અને શિવરાત્રીનાં ચારેય પ્રહરમાં આ સ્ત્રોત્રનું પઠન કરવું ખૂબ લાભકારી છે. શિવમંદિરમાં આપ્તજનો સાથે આ સ્ત્રોત્રનું સ્પષ્ટ અને બુલંદ સ્વરે છંદોચ્ચારનાં આરોહઅવરોહ સાથે સમૂહગાન પણ કરાય છે.
પુરાણપુસ્તકો અને વેદિક શાસ્ત્રોમાં શિવ મહિમ્ન સ્ત્રોત્રનું ગૂઢ મહત્વ અને ઉત્પતિ વધુ વિસ્તૃત રીતે કરાઈ છે. અહીં શ્ર્લોક અને તેનાં અર્થનું સંકલન કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જેથી નવતર પેઢી એનડ્રોઈડ ફોન કે આઈફોનમાંથી પણ આ મહાસ્ત્રોત્રનું પઠન કરી શકે.
જય હાટકેશ. મહાદેવ હર...
કુંજલ પ્રદિપ છાયા.
kunjkalrav@gmail.com
kunjkalrav.wordpress.com
॥ૐ॥
|| શ્રી ગણેશાય નમ: ||
|| શ્રી પુષ્પ્દંત ઉવાચ ||
महिम्न्: पारं ते परमाविदुषो यद्द्सद्द्शी ।
स्तुतिर्ब्रह्मादीनामपि तदवस्नास्त्वयि गिर: ॥
अथावाच्य: सर्व: स्वमतिपरिणामावधि गृणन् ।
ममाप्येष स्तोत्रे हर निरप्वाद: परिकर: ॥
---------------------------------------------------------------------------------------------------------------------------
પ્રભો, તમારા ગુણ ગાવાને આજે આવ્યો છું. તમારા મંદિર્ને પગથિયે ઉભો તમારા કોટિ કામસુંદર રૂપને જોઈ રહ્યો છું. કેટલું મંગલ, કેટલું સુંદર, અનુપમ છે તમારું રુપ ! કોટિ કોટિ સુર્ય ઉગે, કોટિ કોટિ કામદેવ આવે તો ય તેની સરખામણી કરી ના શકે ! તમારી આંખમાં મધુરતા છે, શાંતિ છે, કરુણા છે, કોટિ કોટિ ચંદ્ર ઉગે તો ય તેની સરખામણી કરી ના શકે ! વસંત પોતે આવે તોય તમારા શરીરની જે સુવાસ છે તેને સર્જી ના શકે ! એવું છે તમારું રુપ તમારું સૌન્દર્ય........ અને માધુર્ય !!
ને તમારો મહિમા? મહાન ઋષિઓ, પંડિતો કે યોગીઓ પણ તે મહિમા ને પામી શક્યાં નથી; તો હું તો કેમ જ પામું ? પણ.... મારું મન તો તમારી સ્તુતિ કરવા નાચી રહ્યું છે. શું તમારા મહિમાને પૂરેપૂરો ના જાણે તે તમારી સ્તુતિ કરી ના શકે ? તો બ્રહ્મા જેવા એ પણ તમારી સ્તુતિ કરી છે તે નકામી સમજવી પડે. પરંતુ હું તો માનું છું કે બધા જ પોતપોતાની રીતે સ્તુતિ કરી જ શકે છે. પોતાની સમજ પ્રમાણેની તોતડી ભષા બોલવાનો દરેક બાળકને હક છે. તમે તો કેવળ ભાવ જ જુઓ છો; પ્રેમ જ જુઓ છો ને તમારા ગુણ સંભળી ખુશ અને પ્રસન્ન બનો છો. એટલે જ હું આ ગીત ગાઉં છું............ તમારી સ્તુતિ કરું છું. ને તમને તે ગમશે જ. મારા પ્રભો, એમ પણ માનું છું મારા પ્રભો, જય હો, તમારો જય હો, હજારો, લાખો કરોડો વાર જય હો. ||૧||
अतीत पंथान तव च महिमा वाडमन्सयो ।
स्तव्द्यावृत्त्या यं चकितमभिधते श्रुतिरपि ॥
स् कस्य स्त्योतव्य: कतिविधगुण: कस्य विषय ।
पदे त्वर्वाचीने पतति न् मन: कस्य न् वच: ॥ २ ॥
વાણી અને મનથી તું પર છે એટલે વાણી ને મન તારા મહિમાને જાણી શકતાં નથી. એટલે તો વેદ પણ જ્યારે વર્ણન કરવા બેસે છે ત્યારે આખરે ‘આ નહિં, તે નહિં’ એમ કહિ ને જ અટકે છે. એવો મહિમા કોણ ગાઈ શકે? પામી પણ કોણ શકે? છતાં તું સાકાર બને છે, રુપ ધારણ કરે છે, ત્યારે તારા સ્વરુપના ગુણગાન ભક્તો કરે છે. ખરેખર એજ પ્રેમનું કારણ છે. || ૨ ||
मधुस्फ़ीता वाच: परमममृतं निर्मितवत्- ।
स्तवब्रह्मन्किं वागपि सुरगुरोर्विस्मयपदम् ॥
मम त्वेतां वाणी गुणकथनपुण्येन भवत: ।
पुनामीत्यर्थेड्स्मिन्पुरमथन् बुध्धिर्व्यवसिता ॥ ३ ॥
-------------------------------------------------------------------------------------------------------
હે પ્રભો ! હે ઈશ્વર ! અમૃતથી ભરેલાને ખુબ મીઠા એવા વેદની તે રચના કરી છે, પછી તારી સ્તુતિ ગમે તે કરે તો પણ તને અચંબો ક્યાંથી થાય? ને એટલે જ દેવોના ગુરુ બૃહસ્પતિ તારી સ્તુતિ કરે છે છતાં, તને આશ્ચર્ય થતું નથી. તો પછી મારી રચેલી સ્તુતિથી તો તને અચંબો ક્યાંથી થાય જ? છતાં પણ તારા ગુણો ગાવાથી મારી વાણી ખરેખર પવિત્ર થશે એમ માનીને હું આ સ્તુતિ કરું છું. || ૩ ||
तवैश्र्चर्य यत्तज्जगदुदयरक्षाप्रलयकृत ।
त्रयीवस्तुं व्यस्तं त्रिसृषु गुणभिन्नासु तनुषु ॥
अभव्यानामस्मिन्वरद् रमणीयामरमर्णी ।
विहन्तुं व्याक्रोर्शी विदधत ईहैके जडधिय: ॥ ४ ॥
---------------------------------------------------------------------------------------------------------------------------------------તું સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, ને તેનો નાશ પણ કરે છે. તારાં શરીરો પણ આ રીતે ભ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એમ ત્રણ છે, વેદોમાં તેવું કહ્યું છે. આ સાંભળીને કેટલાક અગ્નાની લોકો શંકાઓ સાંભળીને જે મુર્ખ માણસો છે તે ખુશ થાય છે. તે શંકાઓ સાચી નથી. || ૪ ||
किमीह् किं काय् स खलु किमुपायस्त्रिभुवनं ।
किमाधारो धाता सृजति किमुपादान ईति च ॥
अतकयैष्चर्ये त्वय्यनवरदु:स्थो हतधिय: ।
कुतर्कोड्यं कांष्र्चिन्मुखिरयति मोहाय जगत ॥ ५ ॥
-------------------------------------------------------------------------------------------------------
કઈ ઈચ્છાથી અને કોની મદદથી તે આ સૃષ્ટિની રચના કરી છે? વળી તે કેવુ શરીર ધારણ કરીને કયા સાધનથી તે ત્રિભુવનની રચના કરી છે? આ બધા પ્રશ્નો તારી મહાન શક્તિને લગતા છે ને મનથી તારી મહાન શક્તિનો વિચાર થઈ શક્તો નથી. છતાં પણ મુરખ મણસો એવા તર્ક કરે છે. તેથી તો ઉલ્ટું બીજા માણસોમાં ભ્રમણા ઉત્પન્ન થાય છે, || ૫ ||
अजन्मानो लोका: किमवयववन्तोड्पि जगता ।
मधिस्ठातारं किं भवविधिरनाध्द्त्य भवति ॥
अनीशो वा कुर्याद् भुवनजनने क्: परिकरो ।
यतो मंहास्त्वां प्रत्यमरवर संशेरत् ईमे ॥ ६ ॥
-------------------------------------------------------------------------------------------------------
કોઇ પણ કર્તા ના હોય તો આવું જગત કદી બની શકે ખરું? જગતનું આદિ કે મૂળ કારણ તો હોવું જોઈએ. ને ને પ્રભુ વિનાનો જગતનો રચનાકાર બીજો કોઇ પણ હોઈ શકે ખરો? આ બધું વિચારતાં તું છે જ એમ સ્પષ્ટ થાય છે. એટલે તારે માટે જે શંકા કરે છે તે મુરખ છે. || ૬ ||
त्रयीं सांख्यं योग: पशुपतिमतं वेष्णवमिति।
प्रभिन्ने प्रस्थाने परमिद: पथ्य़मिति च ॥
रुचिनां वैचित्र्याद्द्जुकुटिलनानापथजुषां ।
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव ईव ॥ ७ ॥
-------------------------------------------------------------------------------------------------------------------------------
તને પહોંચવાના કેટ્કેટલા રસ્તા છે? સાંખ્યમત, વૈષ્ણવમત ને શૈવમત; તેમ જ વેદમાર્ગ ને યોગમાર્ગ તારી પ્રાપ્તિના જુદાજુદા રસ્તા છે. જેને જે ઠિક લાગે, પોતાની રુચિ પ્રમાણે જે ઉત્તમ લાગે તે માર્ગે ચાલે છે. પરંતુ બધી જ જાતનાં પાણી જેમ દરિયામાં ભળે છે એમ બધી જ જતના માર્ગથી તારી પ્રાપ્તિ થઈ શકે છે.|| ૭ |
महोक्ष: खट्वागं पशुरजिनं भस्म फ़णिन: ।
कपालं चेतीयत्तव वरद तंत्रोपकरणम् ॥
सुरास्तां तामुध्धि दधति तुं भवद्भ्रुप्रणिहितां ।
न् हि स्वात्मारामं विषयमृगतृष्णा भ्रभ्भ्रमयति ॥ ८ ॥
-------------------------------------------------------------------------------------------------------
તારું ઐશ્વર્ય એટલું બધું અપાર છે કે ફ઼ક્ત દ્દષ્ટિપાતથી તે વેદોને અનેક જાતના ભોગને સુખના સાધન ધરી દિધાં છે. પણ તારી તૃષ્ણા તો છેક મરી ગઈ છે. ને જ તે તારી પાસે ત્રિશૂળ, વ્યાધ્રચર્મ, પોઠિયો, સાપને ખપ્પર તેમ જ શરીર પર ભસ્મ રાખી છે. આ પરથી સમજાય છે કે જેને આત્માનો આનંદ મળ્યો છે તે વિષયી પદાર્થોમાં ફ઼સાતો નથી. || ૮ ||
ध्रुवं क्श्चित्सर्वं सकलमपरस्त्वध्रुवमिअदं ।
परो ध्रौव्याध्रौव्ये जगति गदति व्यस्तविषये ॥
समस्तेड्प्येतस्मिन्पुरामथन तैर्विस्मित ईव् ।
स्नुवग्जिहेमि त्वां न खलु ननु धृष्टा मुखारता ॥ ९ ॥
-------------------------------------------------------------------------------------------------------
તત્વગ્નાનને સમજાવનાર જે જે ગ્રંથો છે તેમાંથી કોઈ જગતને સત્ય કે નિત્ય કહે છે તો કોઈક તેને અસત્ય ને અનિત્ય માને છે; પરંતુ આ બધા જુદા જુદા વાદ છે; ને તારા ભક્તને આંજી શક્તા નથી. તારો ભક્ત તો ત્રણેય કાળમાં ને તને જ સત્ય સમજે છે, આ બધા તત્વગ્નાનના વાદ જાણ્યા છતાં તારો ભક્ત તારી ભક્તિમાં આનંદ માને છે; ને મને પણ તેવો આનંદ લાગે છે. ભલે આને કોઇ મારું વાચાળપણું કહે, પણ આ સત્ય જ છે. || ૯ ||
तवैश्चर्यं यत्नाधदुपरि विरंचिर्हरिरध ।
परिच्छेतुं यातावनलमनल्स्कन्धवपुष्: ॥
ततोभक्ति श्रध्धाभरगुरुगृणद्भ्यां गिरीश यत् ।
स्वयं तस्थे ताभ्यां तव किमनुवृत्तिर्न फ़लति ॥ १० ॥
-------------------------------------------------------------------------------------------------------
બ્રહ્મા ને વિષ્ણુ વચ્ચે એકવાર વિવાદ થયો કે બંનેમાં મોટો કોણ, ત્યારે હે પ્રભુ ! તમે અગ્નિસ્થંભ્નું રુપ લઈને બંનેની સામે પ્રગટ થયા. બ્રહ્મા ને વિષ્ણુ બંને પોતપોતાના બળને બતાવવા તમારા એ શરીરને માપવા માંડ્યાં, પરંતુ કોઇ માપી ન શક્યા. અંતે હતાશ થઈને બંને તમારી સ્તુતિ કરવા લાગ્યા ત્યારે તમે પ્રસન્ન થયા. ખરેખર, કોઈ સાચા દિલથી કોઇ તમારી સ્તુતિ કરે અને તમે પ્રસન્ન થાવ જ નહિ એવું કદિયે બનતું જ નથી. || ૧૦ ||
अयत्नादापाध त्रिभुवनमवैरव्यतिकरं ।
दशास्यो यद्बाहूनभृत रणकण्डूपरवशान् ॥
शिर: पद्मश्रेणी रचितचरणाम्भोरुहबले: ।
स्थिरायास्त्वद्भक्तेस्त्त्रिपुरहर विस्फ़ुर्जितमिदम् ॥ ११ ॥
-------------------------------------------------------------------------------------------------------
તમારો પરમભક્ત રાવણ તમારી પુજા કરતો હતો ત્યારે કમલને બદલે પોતાનાં નવ મસ્તકને તેણે તમારે ચરણે ધર્યાં. જ્યારે દસમું મસ્તક કાપીને ધરવા જતો હતો ત્યારે તરત જ તમે પ્રગટ થયા ને તેને વરદાન આપ્યાં. આ વરદાનના પ્રતાપથી જ રાવણ રણમાં વિજયી થયો છે, અને ત્રિભુવન લોકનો સ્વામી બન્યો છે. તમારી સ્થિર અને દ્રઢ ભક્તિનું આ પરિણામ છે. || ૧૧ ||
अमुष्य त्वत्सेवासमधिगतसां भुजवनं ।
बलात्कैलासेडपि त्वदधिवसतौ विक्रमयत: ॥
अलभ्या पातालेडप्यसचलितां गुष्ठशिरसी ।
प्रतिष्ठा त्व्य्यासीद्द्ध्रुवमुपचितो मुह्यति खल्: ॥ १२ ॥
-------------------------------------------------------------------------------------------------------
રોજ રોજ પુજા કરવા કૈલાસ જવું પડે એના કરતાં કૈલાસને જ ઊઠાવીને લંકામાં મૂકું તો રોજ જવું ન પડે એમ વિચારી રાવણે કૈલાસને ઊચકવા હથ ફ઼ેલાવ્યા. એ જોઇને પાર્વતી ગભરાઈ ગઈ. તેના ગભરાટને દૂર કરવા તમે તમારા પગના અંગૂઠાને ફ઼ક્ત હલાવ્યો; જેથી તે પાતાળમાં પડ્ય઼ો ને ત્યાં પણ રહેવા માટે તેને સ્થાન ન મળ્યુ. આ ઉપરથી સમજાય છે કે લુચ્ચા માણસને જ્યારે ખૂબ બળ કે સંપત્તિ મળે છે ત્યારે તેનો ઉપયોગ કરવામાં તે વિવેક ખોઈ બેસે છે. || ૧૨ ||
यद्द्धि सुत्राम्णो वरद् परमोच्चैरपि सती ।
मधश्चकै बाण: परिजनविधेय त्रिभुवन: ॥
न् तच्चित्रं तस्मिन्वरिवसितरि त्व्च्चरण्यो -
र्न कस्या उन्नत्यै भवति शिर स्त्वय्यवन्ति ॥ १३ ॥
-------------------------------------------------------------------------------------------------------
બાણ નામનો રાક્ષસ, જેને હજાર હાથ હતા ને તમારો મહાન ભક્ત હતો તો ઈન્દ્ર કરતાં યે વધારે વૈભવવાળો બની ગયો. એમાં શું કઈ નવાઈ પામવા જેવું છે? નહિ જ કેમ કે તમારા ચરણોમાં જે ભક્તિ પૂર્વક શિર નમાવે છે તેની ઉન્નત્તિ કે સમૃધ્ધિ થયા વિના રહેતી જ નથી. || ૧૩ ||
अकाण्ड्भ्रह्माड्क्षयचकितदेवासुरक्रुपा -
विधेपस्यासिधस्त्रिनयन विषं संह्य्तवत: ।।
स कल्माष: कण्ठे तव न् कुरुते न् श्रियमहो ।
विकारोड्पि श्र्लाध्यो भुवनभयभंगव्यसनिन ॥ १४ ॥
-------------------------------------------------------------------------------------------------------
જ્યારે સમુદ્રમંથન થયું ત્યારે સમુદ્રમાંથી બીજા રત્નોની સાથે મહાભયંકર ઝેર પણ નીકળ્યું. આ ઝેરથી સમસ્ત સૃષ્ટિનો નાશ થઈ જાય તેમ હતું, પરંતુ તે વખતે જગત પર દયા કરીને ઝેર તમે પી ગયા. આથી તમારા કંઠમાં ડઘ પડી ગયો ને તમે નિલકંઠ કહેવાયા. પરંતુ હે પ્રભુ, આ ડાઘ તમને કુરુપ બનાવતો નથી. તમે તો સારાય જગતને સુંદરતા દેનારા છો તો એ ડાઘ તમને શોભા ન દે શુ? તમે ને તમારે લીધે એ ડાઘ શોભી ઊઠ્યો છે. જગતના દુ:ખ જે દૂર કરે છે તેવા પુરુષોમાં કોઇ ના સમજાય તેવો વિકાર કે ડાઘ હોય તો તે પણ પુજા કરવા લાયક છે. || ૧૪ ||
असिध्दार्था नैव कवचिदपि सदेवासुर नरे ।
निवर्तन्ते नित्यं जगति जयिनो यस्य विशिखा ॥
स पश्यन्नीश त्वामितरसुरसाधारणमभूत ।
स्मर:स्मर्व्यात्मा न् हिवशिषु पथ्य: परिभव: ॥ १५ ॥
-------------------------------------------------------------------------------------------------------
હે પ્રભો ! તમે રાતદિવસ આત્માના ધ્યાનમાં મસ્ત રહેતા હતા ત્યારે તારકાસુરની સામે લડવા માટે તમારા દ્વારા કોઇ પુત્ર થાય તો સારું એવી દેવો ને ઈચ્છા થઈ તેથી તેમણે કામદેવને તમાર તપમાં ભંગ પડવા મોકલ્યો. તે કામદેવ સારીયે સૃષ્ટિમાં સફ઼ળ થયો હતો, પરંતુ તમે તેને તમારું ત્રિજું નેત્ર ઉઘાડીને ભસ્મ કરી દિધો. ખરેખર, સંયમી માણસનું અપમાન થાય તો સારું ફ઼ળ આવતું નથી. || ૧૫ ||
महिपादाघाताद व्रजति सहसा संशयपदं ।
पदं विष्णोर्भाम्यद्भुजपरिघरुग्णग्रहगणम् ॥
मुहूद्धौदौस्थ्यं यात्यनिभृतटाताडिततटा ।
जगद्राक्षायै त्वं नटसि ननु वामैव विभुता ॥ १६ ॥
-------------------------------------------------------------------------------------------------------
એક્વા કોઇ રાક્ષસે બ્રહ્માની સ્તુતિ કરી ને જગતનો નાશ થાય તેવું વરદાન માંગ્યું. બ્રહ્માએ કહ્યું કે ભવિષ્યમાં કોઇ વખત તેવું વરદાન મળશે. આથી દેવો ભયભીત થયા અને તમારી પાસે રક્ષાને મટે આવ્યા. તમે તેમની વિનંતી સાંભળી તાંડવ નૃત્ય શરુ કર્યું, જેથી વરદાન માટેની સ્તુતિનો સમય જતો રહે; પરંતુ આખી સૃષ્ટિ આ નૃત્યથી ભયભીત થઈ ગઈ. તમારા પગના વાગવાથી પ્રુથ્વી નાશ થવાની બીકે હાલી ઊઠી, ગ્રહ, નક્ષત્ર ને સ્વર્ગ તમારા જટાથી વૈકુંઠ દુ:ખી થઈ ગયું. ખરેખર, તમારું બળ ખૂબ છે, ને કષ્ટ પણ આપી શકે તેવું છે. || ૧૬ ||
वियद्व्यापी तारगणगुणितफ़ेनोद्गमरुचि ।
प्रवाहो वोरां य: पृषतलघुद्द्ष्ट: शिरसि ते ॥
जगद्दद्वीपाकारं जलधिवलयं तेन कृतम -
त्यनेनैवोन्नेयं धृतमहिम दिव्यं तव् वपु: ॥ १७ ॥
------------------------------------------------------------------------------------------------------------------
ગંગાજી જ્યારે આકાશમાં મંદાકિની નામે વહે છે ત્યારે તારામંડળથી તેનાં તરંગો ખૂબ શોભા ધારણ કરે છે. એ જ ગંગા તમારા શિર પર પાણીના બિંદું જેટલી લાગે છે. ને જગતમાં વહેવા લાગે છે ત્યારે જળના બેટ બનાવતી હોય એમ ઠેર ઠેર વહેવા માંડે છે. આ વસ્તુ પરથી સમજાય છે કે તમારું દૈવી શરીર કેટલું મહાન અને સામર્થ્વાન છે. || ૧૭ ||
रथ: क्षोणी यंता शतधृतिरगेन्द्रो धनुरथो ।
रथांगे चंद्रोर्कौ रथचरणपाणि: शर ईति ॥
दिधक्षोस्ते कोडयं त्रिपुरतृणमाडंबरविधि ।
र्विधेयै: क्रीडन्त्यो न् खलु परतंत्रा प्रभुधिय ॥ १८ ॥
-------------------------------------------------------------------------------------------------------
દેવોએ સ્તુતિ કરી ત્યારે હે પ્રભુ ! તમે તારકાસુરના ત્રણ પુત્રોનાં ત્રણ નગર બાણવા માટે નિક્ળી પડ્યા. આ વખતે પૃથ્વીનો રથ કર્યો. બ્રહ્માને સારથી કર્યા, મરુ પર્વતનું ધનુષ્ય કર્યું, સૂર્યને ચંદ્રને રથના પૈડાં કર્યાં, ને વિષ્ણુનું તીર કર્યું. આ બધો આડંબર તણખલા જેવા નગરને ભસ્મ કરવા તમે શાં માટે કર્યો? તમે તો પ્રભુ છો, કોઇના પર આધાર રાખતા નથી: તમારા હાથનીચે જે શક્તિઓ હતી તેની સાથે એ રીતે ફ઼્કત ખેલ જ કર્યો હતો. લીલા જ કરી હતી. || ૧૮ ||
हरिस्ते साहस्त्रं कमलबलिमाधाय पदयो-
र्यदेकोने तस्मिन्निजमुदहरन्ने त्रकमलम् ।।
गतो भक्त्युद्रेक: परिणतिमसौ चक्रवपुषा ।
त्रयाणां रक्षायै त्रिपुरहर जागर्ति जगताम् ॥ १९ ॥
-------------------------------------------------------------------------------------------------------
હે પ્રભો ! હમેશાં એક હજાર કમળ લઈને તમારી પુજા કરવાનો વિષ્ણુ નિયમ હતો. એક્વાર તેમની પરીક્ષા કરવા એક કમળ તમે ઓછું કર્યું. પરમ ભક્ત વિષ્ણુએ કમળને બદલે પોતાની આંખ ધરી દિધી. આથી તમે પ્રસન્ન થયા અને વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું. હે પ્રભો ! તમે સ્વર્ગ, પૃથ્વીને પાતાળ, ત્રણેય લોકોની રક્ષા કરવા રાતદિવસ જાગો છો. || ૧૯ ||
क्रतौ सुप्ते जाग्रत्वमसि फ़लयोगे क्रतुमतां ।
कव कर्म प्रध्वस्तं फ़लति पुरुषाराधन्मृते ॥
अत्अस्त्वां संप्रेक्ष्य क्रतुषु फ़लदानप्रतिभुवं ।
श्रुतौ श्रध्धां बद्द्ध्वा द्द्ढपरिकर: कर्मसु जन: ॥ २० ॥
-------------------------------------------------------------------------------------------------------
યજ્ઞ પુરાં થાય છે ત્યારે યજ્ઞ પુરાં થયાં ફ઼ળ તમે જ આપો છો; અને એ સાચું જ છે કે તમારી ઉપાસના કે શ્રધ્ધા કર્યા વિનાનું કર્મનું ફ઼ળ મળતું નથી. આથી કર્મ ને યજ્ઞના ફ઼ળદાતા તમને જ જાણીને વેદમાં શ્રધ્ધા રાખીને લોકો કર્મ કરે છે. || ૨૦ ||
क्रिया दक्षो दक्ष: क्रतुपतिरधीशस्तनुभृता-
मृषीणामार्त्विज्यं शरणद सद्स्या: सुरगणा: ॥
क्रतुभ्रेषस्त्वत्त: क्रतुफ़लविधानव्यसनिनो ।
ध्रुवं कर्तु: श्रध्धाविधुरमभिचाराय हि मखा: ॥ २१ ॥
-------------------------------------------------------------------------------------------------------
દક્ષ પ્રજાપતિ જેવો યજ્ઞકર્તા, જેની પાસે ઋષિઓ યજ્ઞનાં કરાવનારા હતા ને દેવતાઓ યજ્ઞના જોનારા હતા, તેઓ યજ્ઞ પણ તમે નષ્ટ કરી દીધો; કેમ કે તે યજ્ઞમાં તમારું અપમાન કરવામાં આવ્યું હતું. ભક્તિ વિના જે યગ્નો થાય છે તે યજ્ઞકર્તાને હંમેશાં નુકસાન જ થાય છે. || ૨૧ ||
प्रजानाथं नाथं प्रसभमबिकं स्वां दुहितरं ।
गतं रोहिदभूतां रिरमयिषुमृष्यस्य वपुषा ॥
धनुष्पाणेर्यातं दिवमपि सपत्राकृतममुं ।
त्रसंतं तेडधापि त्यजति न् मृगव्याधरभस: ॥ २२ ॥
-------------------------------------------------------------------------------------------------------
પ્રજાના પતિ બ્રહ્માએ હરણનું રુપ લઈને પોતાની પુત્રી પ્રત્યે આસક્તિને કામના બતાવી ત્યારે તમે શિકારી થઈને તેને આકાશમાં નસાડી મુક્યા. એ વખતનો તમે બતાવેલો ભય બ્રહ્માજી હજુયે ભુલ્યા નથી. || ૨૨ ||
स्वलावण्याशंसा धृतधनुषम्ह्याय तृणवत्-
पुर: प्लुष्ट द्द्ष्टवा पुरमथन् पुष्पायुधमपि ॥
यदि स्त्रैणं देवी यमनिरतदेहार्धघटना-
दवैति त्वामध्धा बत वरद नुग्धा युवतय: ॥ २३ ॥
-------------------------------------------------------------------------------------------------------
તમને તપશ્ચર્યા ચલિત કરવા જે કામ તમારી પાસે આવેલો તેને તમે તનખલાની જેમ નષ્ટ કરી દિધો. આ બધું જાણવા છતાં પાર્વતિને તમારા શરીરમાં તપથી સ્થાન મળ્યું છે તેથી, ગર્વ કરતી હોય ને તમને પોતાના સૌન્દ્રર્યથી મુગ્ધ થયેલા માનતી હોય, તો તેવું માનવું ખરે જ દયા જનક છે. જુવાન યુવતી પોતે જ ખરું જોતાં મુગ્ધ થઈ ગયેલી હોય છે. || ૨૩ ||
श्मशानेष्वाक्रीडा स्मरहर पिशाचा: सहचरा-
श्चिताभस्मालेप: स्नगपि नृकरोटीपरिकर: ।।
अमांगल्यं शीलं तव भवतु नामैवमखिलं ।
तथापि स्मर्तृणां वरद परमं मंगलमसि ॥ २४ ॥
-------------------------------------------------------------------------------------------------------
પ્રભો ! તમારો વેશ તો જુઓ ! શરીર પર ભસ્મ છે, સર્પ છે ને કંઠમાં હાડકાંની માળા છે. સ્મશાનમાં તમે ક્રીડા કરો છો, ને ભૂતપ્રેત તમારા ભાઈબંધો છે. હે કામદેવનો હરનાર પ્રભુ ! આ પ્રમાણે જોઈએ તો તમારી કોઇવાત મંગળ નથી; પરંતુ જે તમારા નામનું રટણ કરે છે તેને માટે તમે મંગળ થાવ છો એમાં શંકા નથી. || ૨૪ ||
मन: प्रत्यकचित्ते सविधमवधायात्तमरुत ।
प्रह्यष्योमाण: प्रमद्सलिलोत्संगितद्दशं: ॥
यदालोक्याहलादं ह्यद ईव निमज्यामृतमये ।
दधत्यंतस्तत्त्वं किमियमिनस्तत्किल भवान ॥ २५ ॥
-------------------------------------------------------------------------------------------------------
એકાંતમાં વાસકરીને તેમજ અખંડ ધ્યાન ધરીને શ્વાસ – પ્રશ્વાસની ગતિને કાબૂમાં કરીને યોગીઓ પોતાના આત્માનું દર્શન કરે છે. તે વખતે તે રડે છે, હસે છે ને અમૃતાનંદમાં ડુબકી મારી ધન્ય ધન્ય બને છે. પરમ તત્વ પ્રપ્ત થતાં આ બધું થાય છે. તે પરમ તત્વ હે પ્રભુ ! તમે જ છો. || ૨૫ ||
त्वमर्कस्त्वं सोमस्त्वमसि पवनस्त्वं हुतवह-
स्त्वमापस्त्वं व्योम त्वमु धरणिरात्मा त्वमिति च् ॥
परिच्छिन्नामेवं त्वयि परिणता बिभ्रतुं गिरं ।
न विद्म्स्तत्त्वं वयमिह तु यत्त्व न् भवसि ।। २६ ॥
-------------------------------------------------------------------------------------------------------
હે પ્રભો ! તમે સુર્ય છો, ચંદ્ર છો, પવન છો, અગ્નિ છો, જળ છો, આકાશ છો અને પૃથ્વી પણ તમે જ છો. આ પ્રમાણે વિચાર કરીએ છીએ ત્યારે વાણી તમારા ઉપર ઉપરના સ્વરુપનો જ વિચાર કરી શકે છે. પરંતુ એવું કયું તત્વ છે કે જે તમે નથી અથવા તમારાથી રહિત છે? મતલબ કે સંપુર્ણ જગત તમે જ છો. || ૨૬ ||
त्रयीं तिस्न्तोवृत्तिस्त्रिभुवनमथो त्रीनपि सुरा-
नकाराधैर्वर्णै स्त्रिभिरभिदधतीर्णविकृति ।।
तुरीयं ते धाम ध्वनिभिरवरुन्धान्मणुभि: ।
समस्तं व्यस्तं त्वां शरणद गृणात्योमिति पदम् ॥ २७ ॥
-------------------------------------------------------------------------------------------------------
જે ઓમકારનો અર્થ સ્વર્ગ, પૃથ્વી ને પાતાળ એમ ત્રણેય લોકને બ્રહ્મા, વિષ્ણુ મહેશએ ત્રણ દેવતા એવો થાય છે. તેમ જ જાગૃતિ, સ્વપ્ન ને સુષુપ્તિએ ત્રણ અવસ્થાને જે બતાવે છે તે ઓમકાર જ્યારે સંપૂર્ણપણે નાદ સાથે ઉચ્ચારવામાં આવે ત્યારે ત્રણેય અવસ્થાથી પર તમારું સનાતન, સત્ય ને નિત્ય એવું તુરીય પદ છે તેને વ્યક્ત કરે છે. || ૨૭ ||
भव: शर्वो रुद्र: पशुपतिरथोग्र: सहमहां-
स्तथा भीमेशानाविति यदभिधानाष्टकमिदम् ॥
अमुष्मिन्प्रत्येकं प्रविचरति देव श्रुतिरपि ।
प्रियायास्मै धाम्ने प्रविहित नमस्योडस्मि भवते ॥ २८ ॥
-------------------------------------------------------------------------------------------------------
હે પ્રભો ! ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાદેવ, ભીમ ને ઈશાન આ પ્રમાણે તમારાં આઠ નામ છે. આ બધાંય નામો વેદમાં પણ કહેલાં છે. આ બધાં નામ ખૂબ પ્રિય લાગે તેવાં છે. તે નામોને હું ભાવપૂર્વક પ્રણામ કરું છું. || ૨૮ ||
नमो नेदिष्ठाय प्रियद्व दविष्ठाय च नमो ।
नम: क्षोदिष्ठाय स्मरहर महिष्ठाय च नम: ॥
नमो वर्षिष्ठाय त्रिनयन् यविष्ठाय च नमो ।
नम: सर्वस्मै ते तदिदमितिसर्वाय च नम: ॥ २९ ॥
-------------------------------------------------------------------------------------------------------
તમે દૂર છો ને નજદીક પણ છો, નાનામાં નાના છો ને મોટામાં મોટા છો, તમે વૃધ્ધ છો ને જુવાન છો તમે સર્વથી પર પણ છો. હે ત્રણ નેત્રવાળા ! હે વનમાં વાસ કરનારા ! કામદેવને હરનારા, તમને મારા નમ્સ્કાર હો. || ૨૯ ||
बहलरजसे विश्वोत्पत्तौ भवाय नमो नम: ।
प्रबलतमसे तत्संहारे हराय नमो नम: ॥
जनसुखकृते सत्त्वोद्रिकतौ मृडाय नमो नम: ।
प्रमहसि पदे निस्त्रैगुण्ये नमो नम: ।। ३०॥
------------------------------------------------------------------------------------------------------------------
રજોગુણાને વધારીને બ્રહ્માનું રુપ ધારણ કરીને તમે જગતની ઉત્પત્તિ કરો છો. તેવા તમારા સ્વરુપને નમ્સ્કાર ! વળી તમોગુણ ધારણ કરીને રુદ્ર બનતાં તમે જગતનો નાશ કરો છો. હે પ્રભુ તમને નમ્સ્કાર ! વિષ્ણુ બનીને સત્વગુણ વધારીને તમે લોકોના સુખને માટે કાર્ય કરો છો. તમારા એ સ્વરુપને પણ નમ્સ્કાર ! તેમ જ શિવ રુપે તમારું જે ત્રિગુણાતીત સ્વરુપ છે તે સ્વરુપને પણ નમ્સ્કાર ! || ૩૦ ||
कृशपरिणति चेत: क्लेशवश्यं कव चेदं ।
कव च तव गुणसीमोह्यंधिनी शश्र्वद्द्ध्धि: ॥
इति चकितममंदिकृत्य मां भक्ति राधा ।
द्वरद् चरणयोस्ते वाक्यपुष्पोपहारम् ।। ३१ ॥
-------------------------------------------------------------------------------------------------------
શોક, મોહ, ને દુ:ખને લીધે મારું ચિત્ત ક્યાં ક્લેસવાળું બનેલું છે ને તમારો મહિમા અપરંપાર છે એ વિચાર કરું છું ત્યારે ચકિત થઈ જાઉ છું ને તમારા ગુણગાન કેવી રીતે કરી શકું તે વિચારું છું. છતાં ભક્તિનો પ્રભાવ ઘણો ભારે છે. તમારા પ્રત્યેની પરમ ભક્તિને લીધે મારું હ્ર્દય ગાયા વિના રહિ શકતું નથી તેથી જ તમારા ચરણમાં આ સ્તુતિની પુષ્પમાળા ધરું છું. || ૩૧||
असितगिरिसमं स्यात्कज्जलं सिंधुपात्रे ।
सुरतरुवरशाखा लेखिनी पत्रमुर्वी ॥
लिखति यदि गृहित्वा शारदा सर्वकालं ।
तदपि तव गुणानामीश पारं न याति ॥ ३२ ॥
-------------------------------------------------------------------------------------------------------
સાગરનો જો ખડિયો કરવામાં આવે, કાળા પર્વતની જો શાહી કરવામાં આવે, પારિજાત વૃક્ષની જો ડાળીની જો કલમ બને અને પૃથવીનો કાગળ બને તેમ જ તે બધું લઈને સરસ્વતી પણ રાત દિવસ લખ્યા કરે, તો પણ હે પ્રભુ! તમારા ગુણોનો પાર પામી શકે તેમ નથી. || ૩૨ ||
असुरसुरमनीनद्रैरर्चितस्येन्दुमौले-
र्ग्रथितगुणमहिम्नो निर्गुणस्ये श्र्वरस्य ।
सकलगुणवरिष्ठ: पुष्पदंताभिधानो ॥
रुचिरमलघुवृतै: स्तोत्रमेच्चकार ॥ ३३ ॥
-------------------------------------------------------------------------------------------------------
હે પ્રભુ અસુર સુરને મુનિથી પુજાય છે તેમ જ જેના મસ્તક ઉપર ચંદ્ર છે ને જે નિર્ગુણ છે તેમનો આ મહિમા ખૂબ ભક્તિભાવથી પ્રેરાઈને સર્વ ગંધર્વમાં શ્રેષ્ઠ એવા પુષ્પદંત નામના ગંધર્વે સુંદર એવા સ્તોત્રમાં રચ્યો છે. || ૩૩ ||
अहरहनवधं धूर्जटे: स्त्रोत्रमेतत् ।
पठति परमभकत्या शुध्धचित्त: पुमान्य: ॥
स भवति शिवलोके रुद्रतुल्य स्तथाड्त्र ।
प्रचुरतरधनायु: पुत्रमांन् किर्तिमांश्र्च ॥ ३४ ॥
-------------------------------------------------------------------------------------------------------
હ્રદયને પવિત્ર કરીને તેમજ પરમભક્તિને ધારણ કરીને જે કોઈ મનુષ્ય રાતદિવસ આ સ્તોત્રનો પાઠ કરે છે તે શરીર છોડ્યા પછી શિવલોકમાં જઈ શિવતુલ્ય સુખ ભોગવે છે ને જીવે છે ત્યાં સુધી આયુષ્ય ને કીર્તિ પ્રાપ્ત કરે છે. લૌકિક ને પારલૌકિક બંન્ને ઈચ્છાઓ આ સ્ત્રોત્રના પઠનથી પૂરી થાય છે. || ૩૪ ||
महेशान्नापरो देवो महिम्नो नापरा स्तुति: ।
अघोरान्नापरो मंत्रो नास्ति तत्त्वं गुरो: परम् ॥ ३५ ॥
-------------------------------------------------------------------------------------------------------
શંકરથી શ્રેષ્ઠ બીજો કોઇ દેવ નથી, મહિમ્નસ્ત્રોત્રથી બીજી કોઇ શ્રેષ્ઠ પ્રભુની સ્તુતિ નથી; શંકરના નામના મંત્રથી શ્રેષ્ઠ કોઇ મંત્ર નથી ને ગુરુથી શ્રેષ્ઠ એવું કોઇ તત્વ નથી. || ૩૫ ||
दिक्षा दानं तपस्तीर्थ ग्नानं यागादिका: क्रिया: ।
महिम्नस्तव पाठस्य कलां नार्हतिं षोडशीम् ॥ ३६ ॥
-------------------------------------------------------------------------------------------------------
દાન, દિક્ષા, તપ, ગ્નાન, તીર્થ ને યજ્ઞ જેવી ક્રિયાઓમાં જે ફ઼ળ મળે છે તે ફ઼ળ તમારા મહિમ્નસ્તોત્રના પાઠના સોળમાં ભાગના ફ઼ળની પણ બરાબર નથી. || ૩૬ ||
कुसुमद्रशननामा सर्वगन्धर्वराज: ।
शिशुधरमौलेर्देवदेवस्य दास: ॥
स खलु निजमहिम्नो भ्रष्ट एवास्य रोषात् ।
स्तवनमिदनकार्षीद् दिव्य दिव्यं महिम्न: ॥ ३७ ॥
-------------------------------------------------------------------------------------------------------
પુષ્પદંત નામનો ગંધર્વ સર્વ ગંધર્વનો રાજા હતો. ને તે મસ્તક પર ચંદ્રવાળા શંકરનો દાસ હતો. એક્વાર અપરાધ થવાથી તે શંકરના ક્રોધને લીધે પોતાની મહિમાથી ભ્રષ્ટ થયો. પ્રભુને ફ઼રી પ્રસન્ન કરવા તેમના દિવ્ય મહિમાનું આ સ્તોત્ર તે ગંધર્વે બનાવ્યું છે. || ૩૭ ||
सुरवरमुनिपूज्यं स्वर्गमोक्षैकहेतुं ।
पठति यदि मनुष्य: प्रांजलिर्नान्यचेता: ॥
व्रजति शिवसमीपं किन्नरै: स्तयमान: ।
स्तवनमिदममोधं पुषपादंतप्रणीतम् ॥ ३८ ॥
-------------------------------------------------------------------------------------------------------
સ્વર્ગને મુક્તિને દેનાર તેમ જ દેવના પૂજ્ય એવા શંકરને પૂજીને હાથ જોડીને એકચિત્તથી જે કોઇ આ સ્તુતિનો પાઠ કરે છે તે ગંધર્વોથી સદા ગવાતા શંકરની પાસે જાય છે. પુષ્પ્દંતે રચેલું આ સ્તવન કદીયે નિષ્ફ઼ળ ન જાય તેવું છે. || ૩૮ ||
आसमप्तमिदं स्रोत्रं पुण्यं गंधर्वभाषितम् ।
अनौपम्यं मनोहारि शिवमीश्र्वरवर्णन्म् ॥ ३९ ॥
-------------------------------------------------------------------------------------------------------
ઇશ્ર્વરના વર્ણનથી ભરેલું, અનન્ય ને મનોહર એવું આ પુણ્યસ્તોત્ર, જે ગંધર્વે રચ્યું છે તે, હવે પૂરું થયું.
|| ૩૯ ||
इत्येषा वाड्मयी पुजा श्रीमच्छंकर रपादपो: ।
अर्पितां तेन देवेश: प्रीयतां मे सदाशिव: ॥ ४० ॥
-------------------------------------------------------------------------------------------------------
શંકર ભગવાનના ચરણ કમળમાં આ વાણી મયી પુજા હું અર્પણ કરું છું. તે સ્વીકારીને દેવોના દેવ શંકર મારા પર પ્રસન્ન બનો ! || ૪૦ ||
तव् तत्वं न जानामि किद्द्शोड्सि महेश्र्वर ।
याद्दशोडसि महादेव ताद्द्शाय नमो नम: ॥ ४१ ॥
-------------------------------------------------------------------------------------------------------
હે પ્રભો ! હે મહેશ્વર ! તમારુ તત્વ કેવું છે તે હું જાણતો નથી. એટલે કે તમને હું તત્વથી જાણતો નથી. તમે ખરેખર કેવા છો તેની મને સમજ નથી. તેથી હે પ્રભો ! હે મહાદેવ ! જેવા હોવ તેવા તમને મારા નમસ્કાર છે. || ૪૧ ||
एककालं द्वीकालंवा पठेन्नर ।
सर्वपापविनिर्मुक्त: शिवलोके महीयते ॥ ४२ ॥
-------------------------------------------------------------------------------------------------------
જે કોઇ મનુષ્ય આ સ્તોત્રને એક્વાર બેવાર કે રોજ ત્રણવાર વાંચશે તો તે સર્વ પ્રકારનાં પાપથી મુક્ત ને પવિત્ર થઈ શિવલોક્માં કોઇ સમૃધ્ધિ મેળવશે. || ૪૨ ||
श्री पुष्पदंतमुखपंकजनिर्गतेन ।
स्तोत्रेण किल्बिषहरेण हरप्रियेण ॥
कंठस्थीतेन् पठितेन समाहितेन् ।
सुप्रीणितो भवति भुतपतिर्महेश: ॥ ४३ ॥.
-------------------------------------------------------------------------------------------------------
પુષ્પદંતના મુખરૂપી કમળમાંથી નીકળેલીઆ પ્રભુને પ્રિય તેમજ પાપને હરનારી સ્તુતિ જે મનુષ્ય મોઢે કરશે, વાંચશે કે ઘરમાં રાખશે તેના પર જગતનાં નાથ ભગવાન શંકર જરુર જરુર પ્રસન્ન થશે. || ૪૩ ||
॥श्री पुष्पदंतरचित शिवमहिम्नस्तोत्र संपूर्ण ॥
हरि ૐ तत्सत् हरि ૐ तत्सत् हरि ૐ तत्सत्
॥ૐ ॥