માર્કેટિંગ મંચ
મુર્તઝા પટેલ
COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as
NicheTech / MatruBharti. MatruBharti / NicheTech has exclusive digital publishing
rights of this book.Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
અલીબાબા. કૉમના બિઝનેસ-બાબા જેક મા ના
માણવા (અને માનવા) લાયક માર્કેટિંગ સૂત્રો...
પાછલાં કેટલાંક મહિનાઓથી (આમ તો વર્ષોની અથાક મહેનત બાદ, પણ દુનિયાને તો રાતોરાત દેખાયેલો) ચાઈનાનો અબજપતિ જેક મા તેની અલીબાબા.કૉમની ગુફામાંથી બિઝનેસનાં ખજાનાને લઈ લાઈમ-લાઈટ આવ્યો છે.
આ માણસે સાવ નાનકડું શરીર રાખીને પણ અમેરિકાની સાથે ચીનની પણ ગંજાવર બિઝનેસ-ઈકોનોમિને ખર્વોમાં ફેરવી દીધી છે. ઈન્ટરનેટનાં માધ્યમોનો કણેકણ ઉપયોગ કરી જેકબાબાએ યુવા-હવાને તેના વર્ષોના પર્સનલ અનુભવોનું મોટિવેશનલ કન્ટેનર ડીલિવર કર્યું છે.
જેમને તેના વિશે વધુ જાણવું હોય તેઓ નેટ-સર્ચ કરી શકે છે. પણ આજે આપ લોકો સાથે તેના બોલાયેલાં પ્રેરણાદાયી પ્રેક્ટિકલ ક્વોટસનું આચમન કરાવવું ગમશે.
ધ્યાન રહે કે આવા સૂત્રોમાંથી જે અવાજ નીકળે છે તેને પકડી ખુદનાં વિકાસ માટે જો યોગ્ય ઉપયોગ કરી શકીએ તો મિલિયન ડોલર્સ આપણા ખિસ્સામાં પણ આવી જ શકે જ છે જ. તો હો જ્જાય ??!!!!
“તમારી સાથે કામ કરનાર ‘બેસ્ટ’ નહિ પણ ‘રાઈટ’ માઈન્ડસેટ વ્યક્તિઓ હશે તો તમે જલ્દી આગળ વધી શકશો.”
“રસ્તામાં ગમે તેવી મુશ્કેલીઓ આવે પણ તમારો ગોલ જો અવિરત અને અચલ હશે તો મુસાફરી પણ બેફિકરી અને બિન્દાસ્ત બનશે. બસ આગળ ધસતા રહો....”
“મને ક્યારેય પૈસાની ખોટ નડી નથી. હા ! એવી વ્યક્તિઓની કાયમ ખોટ વર્તાય છે જેઓ સ્વપ્નલક્ષી હોય, અને તેમના ખુદના સપના સાકાર માટે મરવા પણ તૈય્યાર હોય.”
“તમારી પ્રોડકટ/ સર્વિસને વેચવાની હરીફાઈમાં ‘પ્રાઈસ’ (કિંમત)નું ફેક્ટર ન લાવો. બલકે એવી હરીફાઈ રચો કે જેમાં કસ્ટમર સર્વિસ અને સતત ઈનોવેશન આવતું હોય.”
“સફળ માણસની ‘સફળતા’માંથી નહિ, પર તેમની થયેલી નિષ્ફળતામાંથી શીખજો. કેમ કે એમાંજ એવી બાબતો છુપાયેલી છે જે તમને ‘સાચ શું કરવું’ એની સલાહ આપે છે.”
“ક્યારેય હાર ન માનશો. આજે સમય-સંજોગો કદાચ તમારી ફેવરમાં ન હોય, કાલે કદાચ હજુયે ખરાબ પરિસ્થિતિ સર્જાય શકે. પણ પરમ દિવસ એવો ઉગશે છે, જેમાં તમારી મહેનત, શ્રધ્ધા અને સબુરીનાં કિરણો ચમકીને બહાર આવશે. હાર...ક્યારેય ન માનશો.”
“યુવાન હૈય્યાને મદદ કરવા તત્પર રહો. જે નાનકડા છે એવા છૈય્યાંને મદદ કરો. આ એવાં લોકો છે જેઓ કાલે મોટા થઈ શકે છે. કદાચ તમારી મદદનું તેમાં એવું બીજ રોપાયેલું હશે કે જેનાથી નવી દુનિયાનું નિર્માણ થયું હશે. (જેમાં તમે પણ ભાગીદાર હશો.)”
“હું મારી જાતને સૌથી પહેલા સુખી રાખું છું. જો હું સુખી હોઈશ તો મારા કર્મચારીઓ સુખી રહેશે, મારા શેર-હોલ્ડર્સ સુખી રહેશે, દોસ્તો સુખી રહશે અને છેવટે મારૂં પરિવાર પણ...”
“જો તમે ક્યારેય કોઈક નવી બાબતે પ્રયત્ન જ નહિ કર્યો હોય તો ‘આમાં સફળતાની તક કેટલી?’ જેવો પહેલો સવાલ કરવાનો કોઈ અર્થ નથી રહેતો. અને હા ! જો તમે દિલદારીપૂર્વક પ્રયત્ન કર્યો હશે તો કદાચ તમને બીજી અન્ય તકો આપોઆપ મળતી રહેશે.”
“જેમના ખિસ્સા ઊંંડા હોય પણ દિલ સાવ છીછરૂં એવાં લોકોની મને કે ચીનને જરાયે જરૂર નથી.”
“તમે જે કાંઈ કરી રહ્યા છો તેની અસર તમારા ભાવિ પર કે તમારા સમાજ પર કેટલી પડશે તેનો તમને જરાયે અંદાજ છે?- ધ્યાન રહે તમારૂં કરેલું દરેક કામ એ આખા સમાજના નિર્માણનો હિસ્સો છે.”
“જ્યારે તમે નાનકડા હોવ ત્યારે, તમારૂં મગજ શું વિચારી રહ્યું છે એનો સતત ખ્યાલ રાખજો.”
“આજના ઈન્ફો-ટેક જમાનામાં પૈસા કમાવવું ખૂબ સહેલું છે. પણ તેની સાથે સમાજને અને આસપાસ રહેલી દુનિયાને પણ વિકસિત કરતા રહેવું ઘણું ચેલેન્જીંગ વાળું કામ છે.”
“શાંતિ-મંત્રણા મારા માટે સૌથી મોટો ઘોંઘાટ વાળો વિષય છે. જેમાં અટપટી વાતો હોય એવી ચર્ચાઓથી દૂર રહેવું જરૂરી.”
“તમારા હરિફને કાયમ ધ્યાનમાં રાખજો, પણ તેની બાબતોનું ‘કૉપી-પેસ્ટ’ ક્યારેય ન કરશો. જો કરશો તો...મરશો.”
“જો તમારા ગ્રાહકો તમને ખૂબ ચાહતા હોય પછી સરકાર પણ તમને ચાહવા લાગશે. હા ! સરકાર સાથે ક્યારેય ધંધો ન કરવો. તેની સાથે લવ-અફેર કરી શકાય પણ મેરેજ?!?!?!- નોટ એટ ઓલ !!!”
“જ્યારે પૈસા વધે તો સમજવું કે ભૂલો પણ...”
“તકો ત્યાં જ સંતાયેલી છેઃ જ્યાં તમને મુશ્કેલી દેખાય છે, જ્યાં તમને ફરિયાદ કરવી હોય છે.”
“ઝીંદગી બહુ નાનકડી છે, પણ ખૂબ જ સુંદર છે. બસ જરાયે ગંભીર થયા વિના મોજથી જીવજો....”
માર્કેટીંગમાં રહેલો આ છે ‘એક્સ્ટ્રા માઈલ’....
બોલો તમને ચાલવું ગમશે?- ધ્યાન રહે અહીં ભીડ ખૂબ ઓછી છે...
અત્યારે તો આ હાઈપર સ્ટોર્સ (સુપર કરતા પણ થોડો ઉંચો ગણી શકાય એવો) પોતાની સુપર ગ્રાહક-સેવાથી જગમશહૂર થઈ ચુકયો છે. જેણે હજારોની સંખ્યામાં પોતાના સ્ટોર્સની જાળ દુનિયાભરમાં ફેલાવી દીધી છે. પણ વર્ષો પહેલાં એક સામાન્ય રિટેઈલ સ્ટોર્સ તરીકે જ શરૂઆત કરનાર આ ચેઈન સ્ટોરમાં તે વખતે એક (અ)સામન્ય ઘટના બની..
“સાહેબ! મારા પતિ ગઈકાલે જ તમારે ત્યાંથી અમારી ગાડી માટે આ ટાયર લઈ આવ્યા છે. પણ ભૂલમાંથી તેમણે બીજી ગાડીનું ખરીદી લીધું છે એટલે ફીટ બેસતું નથી.. માટે શક્ય હોય તો બદલી આપો અથવા આ પાછુ લઈને અમને રિફંડ આપો.”
“પણ બેન ! અમે આ ટાયર પાછુ કેમ લઈ શકીએ?..”
“એમ કેમ?પ.જે વસ્તુ અમને ના પસંદ હોય એ પાછી લેવાની તમારી ફરજ છે. મને તો મારા પૈસા પાછા જોઈએ.”- જાણે લડવાનો ઈરાદો હોય એ અદામાં બહેને વાત સાંભળ્યા વગર ફરી હુકમ છોડયો..
“બેન ! તમને પાકી ખાતરી છે કે તમારા પતિએ આ સ્ટોર્સમાંથી જ ટાયર ખરીદ્યુ છે?”
“કેમ તમને અમારી પર શક છે?”..
“ના બેન..પણ અમે તો..”
“અરે ! પણ ને બણપકાં તો બદલી આપો અથવા રિફંડ કરી આપો.”
કાઉન્ટર-સેલ્સમેન અને ગ્રાહક વચ્ચે શરૂ થયેલી ચડભડનો આ બનાવ (નસીબજોગે) થોડે જ દૂરથી તે સ્ટોરનો માલિક જોયા કરતો હતો. વાત વધુ વણસે તે પહેલા ‘શાંતિ-સ્થાપન’ કરવા તે આ બંને વચ્ચે આવી ગયો.
“માફ કરજો બેન..મારા સેલ્સમેનથી ભૂલ થઈ ગઈ છે. તમને આ ટાયરની જે કિંમત હશે એટલુ રિફંડ હમણાં જ મળી જશેપબસ!” - પોતાને માટે આમ અચાનક મદદ માટે આવી ચઢેલા ગ્રાહકબેનને ‘માલિક’ તરીકેની ઓળખાણ લેવી જરૂરી ન લાગી. અને તે દરમિયાન આ માલિકે કેશિયરને બોલાવી બિલ-રસીદ માંગ્યા વગર જ ‘બેક પેમેન્ટ’નો હુકમ પણ આપી દીધો.
“પણ સર.. આપણે તોપ”-
કાઉન્ટર-સેલ્સમેનના આ ઓબ્જેક્શન પર પોતાના બંને હોઠો પર આંગળી મૂકી માલિકે ત્યારે સેલ્સમેનને ચુપ રહેવા જણાવ્યું. ખરીદ કિંમત જેટલી જ રકમ લઈને કેશિયર ત્યાં પાછો આવી ગયો. ગ્રાહકબેનના ‘કેશ’ની ચુકવણી અને ‘કેસ’ની સમાપ્તિ ત્યાં જ થઈ ગઈ.
“પણ સઅઅઅર!..આપણે તો સ્ટોરમાં ટાયર વેચતા જ નથી.. તે છતાં પણ કોઈક બીજાનું ટાયર પાછું લઈને આપે પૈસા પણ ચૂકવી દીધાં?!?!?!?!- શાં માટે?” —
એ બહેન તો ચાલ્યા ગયા પણ મૂળ મુદ્દો ‘સેલ્સમેનના સવાલ’ રૂપે હજુ ત્યાં જ ઉભો હતો.
“હા દોસ્ત! મને ખબર છે. પણ એ બહેનને તેની ખબર નથી. ટાયર પાછુ લઈપપૈસા પાછા આપી મે ગ્રાહક ગુમાવ્યો નથી પણ બીજા સેંકડો મેળવ્યા છે. હવે ધ્યાન રાખજે આ બહેનતો ખરીદી માટે વારંવાર આપણે ત્યાં પાછી આવશે પણ તેની સાથે બીજા સેંકડો દોસ્તો અને સગા-વ્હાલાંઓને પણ આ સ્ટોરમાં ટાયરની સાથે બીજુ ઘણું બધું ખરીદવા મોકલતી રહેશે.”
માલિક પોતાની પોકેટ લીક-પ્રૂફ પોકેટમાં બંને હાથ નાખી ત્યાંથી ચાલતા થયા..
દોસ્તો, મને કહેવુ તો પડશે જ ને કે.. બીજે દિવસે ઓટો-પાર્ટ્સનો એક નવો વિભાગ એ સુપર સ્ટોરમાં ખુલી ગયો હતો. પિનથી પિયાનો સુધી હજારો વસ્તુઓ-સેવાઓ વેચતા આ સ્ટોરે ટાયરના પૈસા પાછા આપી પોતાને ક્યારેય ‘રિ-ટાયર’ કરી નથી.
એમની કસ્ટમર સર્વિસનું ચક્કર (ટાયર) આજદિન સુધી ચાલ્યું આવે છે..
એક વાર બસ.. અજમાવી તો જુઓ..
તમારા બીલમાં (ઈન્વોઈસમાં) પેલું એક વાક્ય હોઈ શકે ‘વેચેલો માલ પાછો લેવામાં નહિ આવે’- ભૂસી જ નાખોપકે લીટો ફેરવી દો..
તેમણે ખરીદેલી વસ્તુ / સેવાનું પૂરેપૂરૂં રીફંડ આપી દો. ભલે પછી એમણે એ ન માંગ્યું હોય તો પણ, પપ.. અરે તેનો ગેરેંટી પિરિયડ સમાપ્ત થઈ ગઈ હોય તો પણ..
માફી માંગી લો. સામે ચાલીને, ઈ-મેઈલ (જો મળ્યો હોય તો) લખીને, કે જીસ્જી લખીને (એમ આપણે ગુજ્જુઓ માસ્ટર છીએ!). આમાં નાટક ના કરશો સાહેબ!.. પુરા દિલથી માંગજો.
તમને લાગે કે આ ગ્રાહક જી રહ્યો છેપત્યારે એમની પાસે પહોંચી એક સવાલ કરી લેજોઃ “સાહેબ, તમને શું ન ગમ્યું, ક્યાં ખોટ લાગી?”
તમે દિલેર છો?- તો પછી કોઈ એક એવી ભેંટ આપજો જેથી તમને એ યાદ જરૂર રાખે..
દોસ્તો, તમારામાંથી કોઈપણ આવા ‘એક્સ્ટ્રા માઈલ’ પર ચાલ્યા હોવ તો તેમનો અનુભવ મારી સાથે શેર ીદ્બટ્ઠૈઙ્મ દ્વારા કરી શકોઃ હીંદૃીટ્ઠટ્ઠજ્રિખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
માર્કેટિંગ પુસ્તક પ્રિસ્ક્રીપ્શન
‘્રી ડ્ઢૈ’ઃ કોઈ પણ બાબતમાં ક્યારે ઊંંડા ઊંતરવું ને ક્યારે ઊંણા...
જાણી લ્યો એવી મોટી વાત આ નાનકડી પુસ્તિકાથી...
પ્રોજેક્ટ કેવો પણ હોય... નાનો કે મોટો...
પ્લાન ગમે તેવો હોય... જોરદાર કે અસરદાર...
અવસર ક્યારે પણ હોય... આજે કે કાલે...
લગભગ મોટા ભાગના કામોની શુભ-શરૂઆત ધૂમ-ધડાકાથી થાય છે. આમાં ઘણી વાર કેટલાંક કામોનો સંઘ કાશીએ પહોંચે છે ને કેટલાંક કાશીનિવાસે. થોડાં સમય પછી જાણે એમાં શું થાય છે કે ’જબરદસ્ત’ લાગતું કામ ’જબરદસ્તી’ વાળું બની જાય છે. ધબડકો સર્જાઈ જાય છે. એને પૂરો કરવાનો આનંદ ઓસરી જાય છે.
શોખમાં શોક લાગી જાય છે. એવા વખતે કેટલાંક ત્યાંજ રોકાઈ જાય છે, નિરાશ થઈ જાય છે. જ્યારે કેટલાંક ત્યાંથી પાછા ફરીને નવેસરથી શરૂઆત કરે છે.
આવું કેમ થાય છે?...
શું કોઈ ગ્રહો નડે છે?
કોઈ મોટીવેશનની કમી પડે છે? કે પછી કોઈ ધક્કો મારે એવા બેક-અપ કે રિસોર્સ ની જરૂર પડે છે?
આવા સમયે સંજોગો સાથે ’ફાઈટ’ કરવી કે ’ફ્લાય’ કરવું એમાંથી શું ફાયદાકારક છે? કેટલું લડવું ને કેટલું ભાગવું? - એ માટેની સૂઝ પહેલાથી જ કેળવવી હોય તો માર્કેટિંગ મહાગુરૂ શેઠ ગોડીને લખેલી ને પછી ચીંધેલી ’ધ ડીપ’ નામની નાનકડી પુસ્તક-ગોળી લેવી સારી.
ઈન ફેક્ટ આ બુકને તો હું ’બૂકી’ કહું છું. કેમ કે એક તો એ છે એકદમ નાનકડી. ૭૫-૮૦ પાનાંની. ને બીજું, ઉપર જણાવેલી પરિસ્થિતિનું તોફાન સર્જાય એ પહેલા એ મેચને ફિક્સ કરી શકે છે.
એટલે પછી આપણે આગળ રમીએ કે ન રમીએ તોયે જીતી શકીએ છીએ. ૩ ઈડિયટ્સમાં આમિરખાન કહે છે એમ- ’આલ ઈજ વેલ’ બોલવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન નથી મળતું પણ એને સહન કરવાની તાકાત મળે છે. એવું જ કાંઈ આ ’ધ ડીપ’માં કહેવાયું છે.
આમ તો ડ્ઢીી એટલે ઊંંડું. પણ અહિયાં ડ્ઢૈ એટલે એવી ડૂબેલી ઊંંડી દુઃખદ ક્ષણ જ્યારે પીછેહઠ કરવી જરૂરી બને.
એક ખોટો ક્વોટ બહુ પ્રચલિત છે. ઉૈહહીજિ દ્ગીદૃીિ ઊેૈં, ઊેૈંીંજિ દ્ગીદૃીિ ઉૈહ. આ મીની-બૂક એને સાચે જ ખોટો સાબિત કરે છે. એનું કહેવું છેઃ ઉૈહહીજિ ર્ડ્ઢ ઊેૈં ટ્ઠહઙ્ઘ ઊેૈં હ્લટ્ઠજં ર્ં ઉૈહ ર્કિ ંરી દ્ગીટં ઙ્મીદૃીઙ્મ. ઊેૈંીંજિ ષ્ઠટ્ઠહ ુૈહ ૈક ંરીઅ ૂેૈં ટ્ઠં ંરી ઇૈખ્તરં ્ૈદ્બી. ના પકડાયું ને? તો પછી એવી સમજણ પકડવા માટે તમને આ ’ધ ડીપ’ નામની નાનકડી ચોપડી પકડવી પડશે.
એક ઈન્ટરવ્યુંમાં સેઠ ગોડીન સાહેબને પૂછવામાં આવ્યું કે...
સવાલઃ "શું માઈક્રોસોફ્ટે સ્ઁ૩ ના માર્કેટમાંથી નીકળી જવું જોઈએ?" -
જવાબઃ "માઈક્રોસોફ્ટ પોતાનું ડીપ લેવલ સમજીને કયારનુંયે બહાર નીકળી ગયું છે. ને એપલ કંપનીને રસ્તો આપી દઈ પોતાના પી.સી. માર્કેટમાં વધુને વધુ મહેનત કરવા લાગ્યું છે.
સવાલઃ "તો પછી એપલ કંપનીને પી-સી. માર્કેટમાં પ્રવેશવું જોઈએ?"-
જવાબઃ સ્ટીવ જોબ્સ ઘણો સ્માર્ટ છે. પોતાના ડીપ લેવલને શરૂઆતથી જ સમજી મેકિન્ટોશ કોમ્યુટરને અળગું રાખીને એક હટકે ડીઝાઈન -માર્કેટ સ્થાપી બેસ્ટ બનાવી મુક્યું છે. (રીટર્ન ઓફ ધ સ્ટીવ જોબ્સ વાંચી જજો).
સવાલઃ ગૂગલ પોતાનું ડીપ લેવલ કઈ રીતે મેઈનટેઈન કરે છે?
જવાબઃ વખતો વખત એ પણ ઘણી એવી બિન-જરૂરી લાગતી પ્રોડક્ટ્સને માર્કેટમાંથી પાછી ખેંચી લઈ સર્ચ-એન્જીન માર્કેટ તરફ વધુને વધુ દોડ ચાલુ રાખે છે.
’ધ ડીપ’ દ્વારા સેઠ ગોડીન શું આપે છે?
વેપાર-ધંધામાં, કેરિયર-પ્રોફેશનમાં સ્પેશીયલાઈઝેશન (દ્ગૈષ્ઠરી) થી જ કેમ શરૂઆત કરવી... જેથી કામને અળગું કરવાની નોબત જ ન આવે એ માટેનું ગાઈડન્સ.
સમયની કે સંજોગોની નાડ પારખી મુશ્કેલ જણાતા કામને ક્યારે છોડવું ને ક્યારે તરછોડવું એની સમજ.
‘રણછોડ’ બનીને પણ પોતાની ‘જય’ કેમ બોલાવવી એવો એટીટ્યુડ. સાચો ’રણછોડ’ એ છે જે પોતાની પરિસ્થિતિ અને સમયનું મૂલ્ય સમજી પીછેહઠ કરી ફરીથી લાંબી દોડ માટે તૈયાર થાય.
કોઈક વાર (વારંવાર નહિ.. ઓ બોસ!.) સંજોગોથી ભાગી જી મુકાબલો કરવાની ફરી પ્રબળ તાકાત પેદા કરવાનું બળ કેમ લાવવું એની પ્રેરણા.
કોઈ બાબતની શરૂઆત ભલેને ગમે તેવી હોય કે ન પણ હોય તોયે એનો અંત બેસ્ટ બને એ માટેની બેટર ટીપ્સ....
વગેરે...વગેરે...વગેરે...
એક કામ કરોને દોસ્તો, પંચોતેર (કે પિંચોતેર) પાનામાં જ આવું ઘણું બધું શીખવા મળી જાય છે તો પછી આજે જ આ બૂકી લઈ લઈ આવોને એટલે વાત પતે. મને તો આખું આ પ્રિસ્ક્રીપ્શન માત્ર ૭૫ શબ્દોમાં જ આપવું હતું પણ.....તમે જ જુવો ને... વિષય કેવો ’ ડિપ’ છે નહિ?
કોઈ નેક્સ્ટ અવસર પર બૂકેને બદલે આવી બૂકી મુકવામાં આવે તો કેવું?
દોસ્તો, આ પુસ્તક માટેની વધુ જાણકારી માટેઃ રંંઃ//ટ્ઠદ્બડહ.ર્ં/૧કસ્ઠ૯ઉઢ