પ્રેમની પુજા કે પુજાનો પ્રેમ -૪
પિયુષ એમ. કાજાવદરા
E-mail: kajavadarapiyush786@gmail.com
Mobile No.: 9712027977
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
૧.પ્રસ્તાવના
૨.પ્રકરણ - ૮
૩.પ્રકરણ - ૯
પ્રસ્તાવના
‘પ્રેમ’ અઢી અક્ષરનો શબ્દ,
શું છે આ વળી પ્રેમ?
કદાચ કાદવમાં ખીલેલું કમળ,
કે પછી કોઈના નિઃસાસામાંથી સંભળાતા શબ્દનો સુર?
કોઈને ‘ટેમ્પરરી’ થાય તો કોઈને ‘પરમેનન્ટ’
કોઈને મળતો જ નથી કે કોઈને થાય ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’
કોઈને જીવતા શીખવે તો કોઈને મંઝિલ બતાવે,
જે કહો તે પણ ગુલાબની સાથે કાંટા પણ વગાડે,
આવે છે જયારે આની હવા દિલ ને,
લાગે છે ત્યારે ટૂંકા રસ્તા, પતલી હવા ને આવે એમાં જીવવાની મજા.
લાગે ક્યારેક ફીલિંગ-એ-સજા પણ આજ તો છે દોસ્ત, ઈશ્ક-એ-મજા.
માનવતા જાણે છે બઘા અને તેના વિશે સલાહ પણ આપે છે ઘણા. ઘણામાં બઘા જ આવી જાય પણ ખરા અર્થમાં અનુસરતા એ સલાહ ને બહુ ઓછા જોયા છે મેં. દુનીયામાં હકીકતમાં બે જ વ્યકિત તમને એવા જોવા મળશે જેના માં માનવતા હશે અને સંસ્કાર હશે. એક એ જેને નિસ્વાર્થ અને સાચો પ્રેમ કરયો હશે કોઈને અને બીજો એ જે ખરા અર્થમાં સાધુત્વના ગુણધર્મ વાળો હશે. સરખુ વાંચજો ખરા અર્થમાં સાધુત્વ વાળો જે ભગવાનના નામ પર ધંધો કરાવતો હોય તેવો નહી. અહીં સાધુની બહુ વાત નથી કરવી પણ પ્રેમીઓની વાત જરૂર કરીશ. સાચા પ્રેમીઓ એ જ હોય છે જે પોતાના પ્રેમના સપના તો સાકાર કરે પણ સાથે સાથે પરીવારની આબરૂને પણ જાળવી રાખે. એવુ નથી કહેવા માગતો કે આબરૂ ઉછાળે તે સાચા નથી હોતા પણ એવુ જરૂર કહીશ. એમના જેવા કોઈ કાયર નથી હોતા. પોતાના પ્રેમ માટે તેને બીજુ કાઈ ના દેખાઈ. હા, પ્રેમ એવો જ હોવો જોઈએ ગાંડો. પણ સાથે સાથે કોઈને ક્ષતિ પહોંચાડે તેવો ના હોવો જોઈએ.
પ્રેમીઓ કેવા હોય છે ખબર. સાચા અર્થમાં કહુ તો નકટા, નકટા એટલે ખબર? નાક અને કાન વગર ના. જે સાંભળતા બઘુ હોય પણ માનવા માનતા ના હોય. અને એ જ ખરા પ્રેમની નિશાની છે. કોના માટે સાંભળીએ આ બઘુ માત્ત એક સમાજ માટે જ ને? તો શું કામ સાંભળીએ? એવુ તે શું આપી દીધુ છે આ સમાજે? કશું નથી આપ્યુ સિવાય દિલની બળતરા અને ગાળો. એવા સમાજને હું ધિક્કારૂ છું. નથી પ્રેમ કરતો હું એ સમાજને જે સમય આવે ત્યારે મદદ કરવાની જગ્યાએ મૌં ફેરવીને ઊંભો રહી જાય છે. એવા સમાજ પર થૂંકી ને મારૂ થૂંક પણ બગાડવા હું નથી માગતો. હું એ બઘા પ્રેમીઓની સાથે છુ જે આ સમાજ અને પરીવાર સાથે લડીને પોતાના મુકામ પર પહોંચે છે અને સપનાને સાકાર કરી જાણે છે અને તેમની પણ સાથે જ છું જે પ્રેમ માટે મરવા પણ તૈયાર છે. પણ તેમની સાથે કયારેય નથી જે પ્રેમ કરવાનો ઢોંગ કરી માસુમ દિલને રહેંસી નાખે છે. કોઈનો પ્રેમ પરથી વિશ્વાસ ઉઠાવી દે તો કોઈને મરવા પર મજબુર કરી દે પણ હું તે બઘાને અને પુરા સમાજને એક જ વાત કહેવા માગુ છું. પ્રેમ કોઈ માયકાંગલો નથી કે તમે તેને તમારા ઈશારા પર નચાવી શકો. પ્રેમ તો એક ગગનમાં ઉડતુ પંખી છે જેને પકડવું તે એટલુ આસાન નથી. પ્રેમ એ વ્હેતુ નદીઓનું પાણી છે જેને ખબર છે આગળ દરીયામાં જીને ખારૂં જ બનવાનુ છે પણ તે પોતાનો મીઠો સ્વભાવ તો પણ છોડતુ નથી. પ્રેમ તો એક વાયરો છે જે જયાં ખાલીપો જોવે ત્યાં દોડીને એ ખાલીપો દૂર કરે છે. માટે પ્રેમને કોઈ દિવસ માયકાંગલો ના સમજતા નહીતર તમે બઘા એકદિવસ આ પ્રેમ વગર માયકાંગલા જરૂર થઈ જશો.
વધુ આવતા અંકે
પ્રકરણ-૮
પુજાનો બર્થ ડે તો જતો રહયો અને થોડો ઘણો સ્પેશ્યલ પણ બનાવ્યો હતો. બસ હવે એક જ દિવસની વાર હતી પ્રેમના બર્થ આવવાની. એક દિવસ જતા કોઈ વાર લાગતી નથી અને કોઈ સ્પેશ્યલ દિવસ આવતો હોય ત્યારે કયારેક કયારેક એક દિવસ પણ સદીઓ જેવો લાગે છે. પણ આ વખતે એવુ કાઈ ના હતું અને બર્થ ડે વાળી નાઈટ આવી ગઈ. પ્રેમ લગભગ રાતે ૧૧ વાગ્યે બહારથી આવ્યો. ઘરે તો મમ્મી પપ્પા અને બંને ભાભી સાથે બેસીને ટીવી જોઈ રહયા હતા. તે સાથે બેસીને ટીવી જોવા લાગ્યો. લગભગ ૧૧.૩૦ થયા એટલે સુવા માટે પથારી થઈ ગઈ પણ ભાભીઓ આવ્યા પછી પ્રેમનો આ પહેલો બર્થ ડે ઘરે હતો એટલે તેને એવું લાગી રહયુ હતુ કે આ વખતે કાઈ સરપ્રાઈજ જરૂર મળશે અને ૧૨ નો ટકોરો પડયો અને ભાભીની રૂમમાંથી પ્રેમભાઈ નીચે આવો તો કામ છે.
અને પ્રેમને લાઈટ થઈ ગઈ કે નીચે કેક રાહ જોઈ રહી છે. પ્રેમ નીચે ગયો થોડો શરમાઈ રહયો હતો કારણકે પહેલી વાર ઘરમાં આજે પ્રેમનો બર્થ ડે ઉજવાઈ રહયો હતો. એટલે પ્રેમ થોડી શરમ અનુભવી રહયો હતો.
તે નીચે ભાભીની રૂમમાં ગયો ત્યાં અંધારૂ હતું આખી રૂમમાં અને જેવો અંદર ગયો અને હેપી બર્થ ડે ટુ યુ નો અવાજ કાનમાં પડયો. પછી તો શું પ્રેમએ કેક કાપી અને બર્થ ડે નું સેલીબ્રેશન ચાલુ થયું. બઘા પ્રેમની સાથે હતા તો પણ તે અંદરથી એકલવાયું અનુભવી રહયો હતો કારણકે અત્યારે પુજા ત્યાં ના હતી જો પુજા સાથે હોત તો તેના બર્થ ડે માં તેને એકલવાયું ના લાગેત અને ખુબ જ મજા કરેત. સેલીબ્રેશન પત્યુ તે પાછો સુવા ઉપર ગયો બઘા મિત્રના ફોન આવી રહયા હતા પણ પ્રેમને એક જ ફોનની રાહ હતી કદાચ તેનો ફોન આ વખતે નહોતો આવવનો. ફોન સાઈડમાં મૂકયો અને તે મૂડલેસ થઈને સુતો હતો. જુના બર્થ ડે ના વિચારોમાં ખોવાયેલો હતો.
કેવો મસ્ત સેલીબ્રેટ કરેલો લાસ્ટ બર્થ ડે પુજાએ પ્રેમનો તે વિચારી રહયો હતો પ્રેમ. તે હજુ પુરેપુરો યાદમાં ખોવાયો ના હતો ત્યાં ફોનની રીંગ વાગી પાછી.
“હેપ્પી બર્થ ડે માય સ્વીટહાર્ટ.”
“બસ એટલુ કાનમાં પડયુ ત્યાં તો પ્રેમના શરીરમાં નવી જાન આવી ગઈ. મગજ માં જે ચાલી રહયું હતું તે બઘુ જ ભૂસાઈ ગયુ અને તેને પુજાને થેંક યુ કહયુુ.”
રાતના ૧ વાગ્યે તુ ફોન કરે છે પુજા મને? કોઈ છે નહી? “પ્રેમ બોલ્યો.”
હોય જ ને પ્રેમ અત્યારે બઘા કયાં જવાના? અને મારા સ્વીટ બોય, મારા પ્રિન્સનો બર્થ ડે છે આજે તો એક કોલ તો બનતા હે. એટલા માટે કયારની રાહ જોઈ રહી હતી બઘા ના સૂઈ જવાની અને પછી તને ફોન કરયો. “પુજા બોલી.”
લવ યુ માય ડાર્લીંગ. સો મચ લવ યુ પુજા એન્ડ ઓલ્સો મીસ યુ યાર. “પ્રેમ બોલ્યો.”
લવ યુ ટુ યાર. લાસ્ટ બર્થ ડે કેવો મસ્ત સેલીબ્રેટ કરેલો આપણે યાદ છે પ્રેમ? હું બોવ મીસ કરૂ છુ તે યાર એમાં તારો લેટર વાંચ્યો એટલે વધુ યાદ આવે છે. મીસ યુ યાર પ્રેમ. મને તારી હગ જોઈએ છે પ્રેમ, મને અત્યારે જ તારી પાસે આવવુ છે. “પુજા બોલી.”
હા, સ્વીટહાર્ટ હગ તો હું તને અત્યારે જ આપી શકુ છું. થોડીવાર માટે તારી આંખ બંધ કર એટલે ફટાફટ તને મજબૂત અને કોઈથી ના છૂટે એવી હગ આપી જાવ દીકુ. “પ્રેમ બોલ્યો.”
બસ હવે બંને એકબીજામાં ખોવાઈ ચૂકયા હતા અને રાત વીતી રહી હતી અને પછી રાત પણ ખોવાઈ ગઈ અને બંને એકબીજાની બાહોમાં જ સૂઈ ગયા.
પ્રેમમાં હંમેશાં આવુ જ હોય છે ત્યાં હકીકત કરતા વિચારોની દુનીયા મોટી હોય છે. અહી પણ આવુ જ હતું.
સવાર પડી પ્રેમ જાગીને તૈયાર થયો અને પુજાના ફોનની રાહ જોયને બેઠો હતો પણ હજુ સુધી તો કોઈ ફોન આવ્યો ના હતો. લગભગ બપોરના ૧ વાગ્યે પુજાનો ફોન આવ્યો.
પ્રેમ, યાર તને મળી નહી શકુ મને ઘરેથી બહાર જવાની ના પાડી. સોરી યાર તારા બર્થ ડે પર જ તને નહી મળી શકુ. પ્લીજ માફ કરી દે જે. “પુજા બોલી.”
હમ્મમ, શું યાર મારે મળવુ હતુ તને પુજા.
હા, પ્રેમ મારે પણ મળવુ જ છે પણ યાર શું કરૂ હું? “પુજા બોલી.”
હા યાર, હું સમજી શકુ છું તારા હાલાત ને, નહીતર તું મને મળવા ના આવે એવુ તો બને જ નહી મારી સ્વીટુ. “પ્રેમ બોલ્યો.”
યસ, તારી સિવાય બીજુ મને સમજી પણ કોણ શકે? લવ યુ માય બર્થ ડે બોય. “પુજા બોલી.”
“યાહ, માય જાન પ્રેમ બોલ્યો.”
ચાલ હવે તુ તારો બર્થ ડે મસ્ત એન્જોય કરજે. મીસ યુ પ્રેમ. “પુજા બોલી.”
હમ્મમ, તારા વિના તો શું એન્જોય કરવાનો પુજા? બટ વીલ ટ્રાય. “પ્રેમ બોલ્યો.”
“બાય બાય. લવ યુ પુજા એન્ડ મીસ યુ સો મચ.”
પ્રેમ એ ફોન કટ કરયો.
હવે તો પ્રેમને પુજા તો મળી શકે તેમ ના હતી એટલે હવે તો બર્થ ડે આમ પણ બોવ લાંબો લાગવાનો હતો પણ સમય તો ચાલતો જ રહેવાનો હતો અને બર્થ ડે પુરો પણ થઈ ગયો. પ્રેમ પુજા એ આપેલા ગીફટ ખોલી રહયો હતો. બે ગીફટ હતા જેમાં પહેલુ એક તેની ફેવરીટ વૉચ હતી. જે જોયને પ્રેમ ખુશ થઈ ગયો. કારણકે તે હંમેશાં પુજા અને પ્રેમ સાથે છે. તે બંને એક જ છે એવો સમય દેખાડતી હતી અને આવનાર સમયમાં પણ બંનેનો પ્રેમ આવો જ રહેશે અતૂટ અને અનંત. બીજુ ગીફટ પણ તેનો ફેવરીટ પરફયુમ હતો. બંને જોયને ખુશ ખુશ થઈ ગયો.
હવે તો પુજા અને પ્રેમ બંનેનો બર્થ ડે જતો રહયો હતો એટલે હવે તો પહેલા જેમ રૂટીન લાઈફ ચાલુ થઈ ગઈ.
પ્રેમ હજુ તેની બર્થ ડે ની રાતે પથારી પર સુતા સુતા વિચારી રહયો હતો. કે પુજા એટલા ઓછા સમયમાં તેના માટે કેટલી જરૂરી થઈ ગઈ હતી. પ્રેમને પુજા સાથે રહેવાની આદત પડી ગઈ હતી હવે પ્રેમના જીવનની સૌથી મોટી જરૂરીયાત બની ગઈ હતી પુજા. પ્રેમને પુજા વગર બે પળ પણ ચાલતુ નહી. કયારેક રોડ પર કે બગીચા પાસે કોઈ યુગલને જોતો ત્યારે તેને પુજાની યાદ આવતી. હરપળ માં દરેક ક્ષણમાં બસ તેને દિલો દિમાગ માં એક જ તસ્વીર રચાયેલી જોવા મળતી. જે તસ્વીર હતી પુજાની. ના પ્રેમને પુજા સિવાય કાઈ સુજતુ ના તો કાઈ દેખાતુ. પ્રેમ તો પુજાના પ્રેમમાં જ એટલો પાગલ થઈ ગયો હતો. પણ પુજા પણ પ્રેમનું એટલુ જ ધ્યાન રાખતી. નાની નાની વાતો માં પણ પ્રેમની એટલી જ કાળજી રાખતી. પ્રેમ કયારેક ગમગીન હોય ત્યાં પ્રેમને મનાવવા ગમે તે કરવા રાજી થઈ જતી પણ પ્રેમના ચેહરા પર એ મુસ્કાન પાછી લાવી આપતી. કયારેક પ્રેમ ગુસ્સો કરે તો શાંતીથી સાંભળી લેતી અને પ્રેમને મનાવતી તો પણ ના માને પ્રેમ તો કયારેક રડી પડતી. હવે આવી પુજા વગર પ્રેમ કેમ રહી શકવાનો? જયાં એકમેક સાથે રહેવા બંને તરસી રહયા છે તો એકબીજા થી અલગ થઈને બંને કેમ જીવી શકવાના?
ખરો સમય હવે શરૂ થયો હતો પરીવારને મનાવવાનો. પણ કેમ? અને કઈ રીતે મનાવશે? તેનો કોઈ પ્લાન હજુ સુધી મગજમાં ના હતો. પણ કાઈ ખોટુ કામ કરયુ હોય તો હંમેશાં મગજમાં એક ગભરાહટ હોય પણ અહીં બંને માંથી કોઈએ કોઈ ખોટુ તો કરયુ ના હતું તો પછી ડરવાનું શેનું?
પ્રકરણ-૯
પ્રેમને તો હજુ સ્ટડી પુર્ણ થવાના લગભગ ૨-૩ મહીના બાકી હતા પણ સમયનો પ્રવાહ ચાલતો રહયો અને પ્રેમની સ્ટડી પણ પતી ગઈ. હવે તો પ્રેમ પણ ઘરે વાત કરી શકે તેમ હતો અને પુજાતો તેની જ રાહ જોયને બેઠી હતી કે કયારે પ્રેમની સ્ટડી પતે અને તે પણ પોતાના ઘરે ફરી બઘુ કહેવા માટે તૈયાર થઈ જાય.
લગભગ શુક્રવારની સવાર હતી. પુજાના પપ્પા હજુ ઘરે જ હતા. પુજા વિચારતી હતી કે અત્યારે જ બઘુ કહી દવ પપ્પાને પણ પછી વિચાર આવ્યો સવારની બગાડવી પપ્પાની આજે સાંજે પપ્પા સાથે વાત કરીશ બઘી.
સાંજે પપ્પા આવ્યા. પુજા આખો દિવસ એ જ વિચારી રહી હતી કે પપ્પાને બઘુ કહેશે કઈ રીતે? કયાંથી શરૂ કરશે કહેવાનું? આખો દિવસ એક ના એક જ વિચારમાં સાંજ પડી ગઈ અને પપ્પા પણ આવી ગયા. જમીને બઘા નવરા થયા અને પુજા તેના પપ્પા પાસે ગઈ.
પપ્પા હું પ્રેમ સાથે જ લગ્ન કરવા માગુ છું. હું તેને મુકીને બીજા કોઈ સાથે લગ્ન નહી કરી શકુ. મારૂ મન મારૂ તન બસ પ્રેમ સાથે જ જોડાયેલુ છે. “પુજા બોલી.”
“તેના પપ્પા બસ બઘુ સાંભળી રહયા હતા.”
“પપ્પા એ કોઈ ખરાબ છોકરો નથી. એન્જીન્યર છે મારૂ ખુબ ધ્યાન રાખે છે. હું બસ માત્ત પ્રેમ સાથે જ ખુશ રહી શકીશ પપ્પા બીજા કોઈ સાથે નહી.”
પપ્પા કાઈ બોલ્યા નહી પણ હા, તેના ચેહરા પર સાફ ગુસ્સો દેખાઈ રહયો હતો.
પપ્પાએ કોઈ જવાબ ના આપ્યો.
તો પણ પુજા બોલે જ જતી હતી. લાસ્ટમાં પપ્પા બોલ્યા.
“તારે પ્રેમ સાથે જ લગ્ન કરવા છે. કાઈ વાંધો નહી પણ એટલુ યાદ રાખજે એની સાથે લગ્ન તો હું કરાવી આપીશ પણ એના પછી તારા આ ઘર સાથેના બઘા સંબંધ પુરા થઈ જશે. હવે બોલ તું રાજી છે? પપ્પા બોલ્યા.”
હવે પુજા મુશ્કેલી માં મુકાઈ ગઈ કારણકે તેને પ્રેમનો પ્રેમ તો જોઈતો જ હતો સાથે તેના પરીવારનો પ્રેમ પણ જોતો હતો. કદાચ તેના પરીવારને આ વાત ની જાણ હતી એટલે જ તેઓ આમ પુજાને દબાણમાં મૂકતા હતા.
પુજા એ ત્યારે વાતને જતી કરી અને પપ્પા પાસેથી ઉભી થઈને ચાલી ગઈ.
હજુ તો ઘણો સંઘર્ષ કરવાનો હતો. આ તો માત્ત શરૂવાત હતી. પછી પુજાનું બસ એક જ કામ હતું. મમ્મી અને પપ્પાને મનાવવાનું. તેને એકવાર પપ્પા સામે બઘુ કહી દીધુ પછી હવે તેને કોઈનો ડર ના હતો. તેને ફરી પપ્પા સાથે વાત કરી.
પપ્પા તમે પ્રેમને એકવાર મળી તો જુઓ પછી તમે નિર્ણય લો તમે આમ જ સીધી ના શું કામ ને પાડો છો?
તને મેં મારો નિર્ણય પહેલે થી જ કહી દીધો છે હવે એમાં કોઈ ફેર નહી પડે. એમ કહી ઉભા થઈ ને ચાલ્યા ગયા.
પણ અહીં પુજાના સપનાનું શું? જે હજુ ઉભા જ હતા. પ્રેમ કે પુજાના સાથે રહેવાના સપનાને કોઈ આરામ આપવા માગતા ના હતા. રાતોની ઊંંઘ પણ હરામ થઈ ગઈ હતી બંનેની અને ખુદ મસ્ત નસકોરા સાથે સૂઈ જતા.
બઘા વડીલો આવા જ કેમ હોતા હશે? કે મારૂ ધાર્યુ તો થવું જ જોઈએ હું ઘરમાં સૌથી મોટો છું અને મારી ઈચ્છા વિરૂદ્ધ તમે કાઈ કામ ના કરી શકો. હવે આને અહંકારના કહેવાય? ઘર કયારે ચાલે જયારે ઘરના નિર્ણયો એકબીજાને પૂછીને એકબીજાની સહમતીથી લેવાતા હોય ત્યારે. નહીતર આજની જનરેશન એ જૂની જનરેશન કરતા ૧ નહી ૨ કદમ આગળ છે. તો એમને પૂછવામાં કાઈ તમે તમારૂં મોટપણ તો નહી ખોઈ બેસો હા, કદાચ એમના દિલમાં થોડો પ્રેમ જરૂર વધારી દેશો તમારા પ્રત્યેનો. કહેવાય છેને ઈજ્જત માગી નથી મળતી કમાવી પડે છે. અને અહીં તો પ્રેમ અને પુજાની પોતાની જીદંગીનો સવાલ હતો. તે બંને ચાહે તો ભાગીને પણ લગ્ન કરી શકતા હતા પણ નહી તેમને પરીવારને મનાવવા નો રસ્તો અપનાવ્યો. અને આ પરીવાર પોતાનું મોટાપણું દેખાડવા માંથી ઊંંચો નથી આવતો.
પુજાને હવે લાગતુ હતુ કે આમ તો આ બઘા માનવાના નથી. હવે તે બીજા રસ્તા તરફ જવાનું વિચારી રહી હતી.
તે હવે જમવાનું છોડી ભુખ્યા જ રહેવાનું વિચારી રહી હતી અને વિચાર અમલ માં પણ મુકી દીધો. પહેલા દિવસ કાઢયો જમ્યા વગરનો ખાલી પાણી જ પીવે. મમ્મી પણ ખીજાયા અને સાથે પપ્પા પણ.
પુજા એ પણ સામે કહયુ જો તમને મારી જીદંગીની કાઈ પડી નથી તો અત્યારે હું જમતી નથી તો એટલુ ટેન્શન શું કામને લ્યો છો તમે બઘા? જે થવાનુ હશે તે થશે.
૨ દિવસ નીકળયા હજુ પુજા કાઈ જમી ના હતી પણ કઠોર પરીવારને હજુ કોઈ એવી ચિંતાના હતી પુજાની.
આજે ૩ દિવસ હતો પુજા જમી ના હતી તેનો. પુજાની હાલત ખુબ ખરાબ હતી. તે ઊંભી થઈને પાણી પીવા જી શકે તેવી હાલતમાં પણ ના હતી. તે થોડી થોડી વારે ચક્કર આવી રહયા હતા. પણ અત્યારે તેને માત્ત પ્રેમનો એ પ્રેમ જ તેને જમાડી રહયો હતો.
તેની આંખની આજુબાજુમાં કાળા કુંડાળા પડી ગયા હતા. તેની સુંદર આંખ રડી રડીને લાલ થઈ ગઈ હતી. તેનુ એ પરી જેવુ સુંદર અને સુડોળ શરીર સામે હાડપિંજર દેખાઈ તેવું થઈ ગયુ હતું.
તેના પપ્પા હવે થોડા ઢીલા પડયા હોય એવું લાગી રહયુ હતું.
પુજા થોડુ ખાઈ લે, હવે એટલી બઘી જીદ ના કર તું. તેના “પપ્પા બોલ્યા.”
“ના, પપ્પા હવે કાઈ ઈચ્છા નથી મને જમવાની. આમ પણ તમને બઘાને મારી પસંદની કાઈ પડી નથી અને મારી જીદંગીમાં જે કાઈ કરવા માગુ છું તે તમારે કોઈએ કરવા દેવુ નથી પછી મારી પાસે હવે કોઈ વિકલ્પ વધયો નથી પપ્પા.”
“હમ્મમ, પણ પુજા તને પ્રેમથી પણ વધુ સારો છોકરો ગોતી આપીશ.”
પ્રેમથી પણ વધુ સારો? ખરેખર? એનાથી વધુ સારો નથી જોતો પપ્પા મારે. બસ એની જેવો પણ એક મને પ્રેમ કરે એવો ગોતી આપો પપ્પા. જેને ફક્ત એક વાર કહુ ત્યાં મને મળવા “દોડી” આવે. જે મારા હોઠ પર “મુસ્કાન” લાવવા ગમે તે કરી જાય. મારી રડતી આંખ જોય તે પણ “રડવા” લાગે અને “ફટાફટ હસાવી” જાય. મારી કોઈ પણ મુશ્કેલી માં મારો સાથ આપે અને મને પુરી “સમજે”. બસ આવો કોઈ મળે તો મને કહો પપ્પા.
પપ્પા બસ ચુપચાપ સાંભળતા રહયા.
અને પપ્પા અમે ભાગીને પણ લગ્ન કરી શકતા હતા. પણ પ્રેમએ જ ના પાડી આપણે પરીવારની ઈજ્જત ઉછાળીને લગ્ન ના કરી શકીએ. બઘાને મનાવીને જ લગ્ન કરીશું. તો આ સંસ્કાર નથી તો આને કહેવાય શું? “પુજા બોલી.”
પપ્પા હવે વિચારવા માટે મજબૂર થઈ ગયા હતા.
તું બરાબર કહે છે પુજા પણ મારે હજુ વિચારવા માટે સમય જોઈએ છે. તું અત્યારે પહેલા જમી લે પુજા. પપ્પા બોલ્યા.
હું પણ વિચારૂ તેના માટે પપ્પા. “પુજા બોલી.”
તમે છોકરાઓ એટલા જિદ્દી કેમ હોવ છો સમજાતું નથી. “પપ્પા બોલ્યા.”
તો તમે પણ જીદ નથી કરતા તો તે શું છે પપ્પા? “પુજા બોલી.”
હમ્મમ, હું કાલે જવાબ આપીશ. હવે તો જમી લે પુજા.
હા, હમણા જમી લઈશ. આજે પુજા પુરા ૩ દિવસ પછી જમવા બેસી હતી. તે માંડ માંડ ઊંભી થઈ શકી અને લાસ્ટમાં તેને પપ્પાને મજબુર તો કરી દીધા તેની વાત સાંભળવા માટે. પણ હવે પ્રેમનો વારો હતો મનાવવાનો શું તે મનાવી શકશે? શું પ્રેમ અને પુજાનું સાથે રહેવાનું સપનુ પુરૂ થશે કે પછી હજુ બીજુ કાઈ નવીન અડચણ આવશે? તે માટે આગળના ભાગની રાહ જોવી પડશે.
બહુ જલ્દી જ મારી લવસ્ટોરીનો પાંચમો ભાગ રીલીજ થશે. વાંચીને રીવ્યુ આપવાનું ના ભુલતા.
ક્રમશ..
Email id: kajavadarapiyush786@gmail.com
Mob. No. 9712027977