હુંુ ગુજરાતી - ૩૨
COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા
૨.કલશોર - ગોપાલી બૂચ
૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા
૪.લાઈફ - એ- ગુજરાતી - અનિશ વઢવાણીયા
૫.માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ
૬.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર
૭.કાફે કોર્નર - કંદર્પ પટેલ
૮.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા
૯.ટેક ટોક - યશ ઠક્કર
૧૦.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર
એડિટરની અટારીએથી....
સિદ્ધાર્થ છાયા
અલગ આઝાદી
૧૫મી ઓગસ્ટ આવે એટલે આઝાદીની વાતો થાય. ૧૫મી ઓગસ્ટ આવે એટલે “એ મેરે વતનકે લોગો” ગીત દિવસમાં ત્રણ વાર આપણે માથે મરાય. ૧૫મી ઓગસ્ટ આવે એટલે મોટા મોટા શોપિંગ મોલ્સમાં લાગેલા ‘આઝાદી સેલ’ તરફ ધસારો થાય. ૧૫મી ઓગસ્ટ આવે એટલે “હાશ આ વખતે તો શનિ-રવિની ભેગી રજા આવી એવી લાગણી પણ થાય. ટૂંકમાં આઝાદી લેવા માટે જે લડતો લડાઈ ગઈ તેનો હેતુ સર થઈ જતાં, ૬૯ વર્ષે ભારતીયો માટે આઝાદીની પરિભાષા બદલાઈ ગઈ છે અને બદલાવવી જોઈએજ. ૨૦૧૫માં ૧૯૪૭નો માઈન્ડસેટ બિલકુલ ન ચાલે, પરંતુ ૨૦૧૫માં ૨૦૧૫નો માઈન્ડસેટ પણ ન ચાલે એવું કેવીરીતે બને?
શું આપણને એવું નથી લાગતું કે આપણે આજકાલ આપણી જાતને અને આપણા પ્રિયજનોને ઓછી સ્પેસ આપીએ છીએ? શું આપણને અત્યારે આપણા માટે વધુ સમય અને અન્ય લોકો શું કરી રહ્યા છે એની ચિંતા છોડીને એમને પણ ‘સ્પેસ આપવાની આઝાદી’ની જરૂર છે? અત્યારે આપણને બીજાઓને સમજવાની આઝાદી પણ જોઈએ છીએ. બીજાઓ એટલેકે વિધર્મીઓ, અલગ અથવાતો તદ્દન વિરૂદ્ધ વિચારસરણી ધરાવનાર વ્યક્તિઓને પણ સમજવા માટે આઝાદી જોઈએ છીએ. આજે આપણને અન્યની વિચારધારાને સન્માન આપવાની આઝાદી પણ જોઈએ છીએ. તું ગમે તે કહે પણ હું જ સાચો કે સાચી એ માન્યતા બદલવાની આઝાદી પણ આપણને જોઈએ છીએ. જેમ જેમ બાકીનું વિશ્વ આગળ વધી રહ્યું છે તેમતેમ આપણે તો પાછળને પાછળ જી રહ્યા છીએ. આપણને વારેવારે અને નાનીનાની બાબતોએ ઘવાઈ જતી લાગણીઓથી પણ આઝાદીની જરૂર છે.
આપણને સ્પેશિયલ સ્ટેટ્સની મળતા સ્પેશિયલ લાભોને આપણે લઈ ચુક્યા હોવા છતાંય એ લાભનાં આંચળોને વધુને વધુ દોહવાની લાલચથી આઝાદીની જરૂર છે. યુવાનોને વૃદ્ધોને સમજવાની તો વૃદ્ધોને પણ યુવાનોને સમજવાની સમજ કેળવવાની આઝાદીની તાતી જરૂર છે. વિવિધ કાર્યક્ષેત્રોમાં પોતાનાથી જુનિયર વ્યક્તિઓને આગળ લાવવામાં મદદ કરવાની ચાહ વિકસાવવાની આઝાદીની પણ જરૂર છે. કર્મચારીઓ કે પછી પ્રોફેશનલ સર્વિસ આપતા લોકોને સમયસર પેમેન્ટ કરીને અથવાતો એમને એમના કામનું યોગ્ય વળતર આપીને તેમનું શોષણ બંધ કરવાની આઝાદીની પણ આપણને જરૂર છે. રસ્તા પર ચાલતી નારીને સંપૂર્ણ સન્માન અને જરૂર પડે તો સુરક્ષા પણ આપવાની આઝાદી પણ અત્યારે આપણી એક જરૂરિયાત બની ગઈ છે. તો ઘરમાં વસતી તમામ નારીઓ વિષે આપણા જરીપુરાણા વિચારો બદલવાની હિંમત કેળવવાની આઝાદી પણ આપણને જોઈએ છીએ. સંતાનોને તેમની કારકિર્દી જાતે ઘડવાની આઝાદી આપવાની આઝાદી પણ અભિભાવકો માટે અત્યંત જરૂરી બની ગઈ છે.
આવી તો કેટલીયે આઝાદીઓ આપણી આસપાસ પોતાનો સ્વીકાર થવાની રાહ જોઈને ઉભી છે. જરૂર છે તો આપણે એની ઓળખ કરીને તેને સન્માનભેર અપનાવવાની.
ભારતના ૬૯માં સ્વતંત્રતા દિવસે હું ગુજરાતીની સંપૂર્ણ ટીમ વતી ભરપુર શુભેચ્છાઓ.
૧૪.૦૮.૨૦૧૫, શુક્રવાર
અમદાવાદ
કલશોર
ગોપાલી બૂચ
માધવ ક્યાંય નથી મધુવનમાં...
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાંઃ
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કાલિન્દીનાં જલ પર ઝૂકી
પૂછે કદંબડાળી,
યાદ તને બેસી અહીં વેણુ
વાતા’તા વનમાળી?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાંઃ
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કોઈ ન માગે દાણ
કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં
રાવ કદી ક્યાં કરતી!
નંદ કહે જશુમતીને, માતા લાલ ત્રે લોચનમાંઃ
માધવ ક્યાંય નથી મધુવનમાં.
શિર પર ગોરસમટુકી
મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો,
ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાંઃ
માધવ ક્યાંય નથી મધુવનમાં.
-હરીન્દ્ર દવે
ક્રિષ્ના ક્રિષ્ના કરતા આખું જીવન વ્યતીત થઈ જાય. આતે કેવી તડપ! કેવો પ્રેમ? જે નથી મળવાનું એની ખેવનામાં જીવનને આમ જ હોમી દેવાનું? દિવાનગી કી હદ સે આગળ વદીને ફના થઈ જવાનું એજ પ્રેમ? અગરબત્તાી જેમ બળો કે સિગરેટ ની જેમ આખરે જ તો રાખજ થવાનું ને. કોઈ પૂજા કહે કે કોઈ દિવાનગી કહે, કોઈ તર્પણ કહે કે કોઈ સમર્પણ, પણ મૂળ મુદ્ધે વાત એકજ છે કે જિંદગીની સુહાની સફરને હાથે કરીને પેટ ચોળીને શૂળ ઉભું કરવાનું હોમી દેવાની અને પછી ક્યાંક ખૂણામાં રડમસ ચહેરે અથવા તોહ ક્યાંક ખુમારી થી લાલગુમ આંખોમાં નીશ્ફીક્રાઈ લાવીને "મેરી આશિકી બસ તુમ હિમ હો" ગાવાનું પાગલપન કરવું એજ પ્રેમ. જેની ક્યાંય પાગલ ખાનામાં પણ ટ્રીટમેન્ટ નથી પણ હા, એ પણ પ્રેમ તો છે જ.
શું કેહવું એ ગોપીઓને જે ક્રિષ્ના વિરહમાં જૂરી જૂરીને કદંબના ઝાડના આશ્વાસન સાથે આજીવન ટકી રહી રાધાની પીડા પૂજનીય તો થઈ પણ રાધાના જીવનનું શું ? ક્રિષ્નાના નામની આગળ સ્થાન તો મળ્યું પણ એ સ્થાન માટે પરિણીત રાધાએ શું ભોગ નહીં આપ્યો હોય ? ક્રિષ્ના તો ચાલ્યા ગયા હતા દુર, ઝાકઝમાળ ભરી જિંદગીમાં , "કર્મની થીયરીને" ફળીભૂત કરવા એમણે સર્વસ્ય ચાહં હૃદિસાન્નિતિષ્ઠ અને "કર્મણ્યેવાધિકારસ્તે" નો રસ્તો તો બતાડી દીધો પણ એમને પણ કયાં ખબર હતી કે એ રસ્તે થી હવે વૃંદાવન તરફ કોઈ કેડી જતી નથી. કેટલાંય અણીયાળા પત્થર, ઝાડીઝાંખરા, કાંટાળી ડાળખી, ધગધગતી રેતી, વરસાદી ચીકણો કાદવ સાથે ખરડાયેલો રસ્તો છે એ જ્યાંથી એ તો ચાલ્યા ગયા છે પણ કેટલીયે જિંદગી એ રસ્તે એમના પગલાની છાપ પર અટકી ગયી છે. આ જિંદગીઓ ન ત્યાંથી કદી પાછી વળી કે ન કદી આગળ ગઈ અને એ જિંદગીની અટકી ગયેલી ક્ષણ ઉપર કેટલીયે કવિતા જન્મી ગઈ.
વેદનાની વાત, યાદોના થડકા, પ્રેમનાં ધબકાર જેવી સંવેદનાને જીલતી જીવત કવિતાઓ, પ્રેમની, વિરણની, સ્મરણ-વિસ્મરણની, તત્વ-ચિંતન મનના પડધા રૂપ રત્ન કણિકાઓ, કવિતાઓ અને રૂપક કથાઓ. કૃષ્ણના ગોકુળ છોડી ગયા પછી જ કદાચ તડપ વિરહની ગથોના ઈતિહાસ શરૂ થયો. મનુષ્ય માત્રમાં ગોપીભાવ, રાધાભાવ, મીરા ભાવનુ સ્ફુરણ થયુ. જડ ચેતન સાથે સ્વજનની વણાયેલી વાતો એનુ સ્મરણ અને પછી ઉદભવતા ડૂસકા, ધગ ધગતા, નિસાસા અને કયાંક તો એ જડ-ચેતન વસ્તુ પર ઢોળાતો સુકામ આતરિ સ્નેરભાવ અને કંઈ કેટલુંય એ વિરહની વેદના પછી જ અનુભવાય છે. સમજાય છે.
મધુવનમાં ખીલેલું ફૂલ ભમરાને હૃદયની વાત જણાવે અને ભમરો એ વાત ફેલાવે કે માધવ કયાંય નથી મધુવનમાં એ જ રીતે આપણું મન પણ સમગ્ર ચિત્તાતંત્ર સાથે શરીરના રોમરોમમાં એ વાત લઈ જાય છે કે હવે વિરહની ક્ષણો છે અને પછી જ કદાચ પ્રણયની તીવ્રતા વેધક બને છે.
હરીન્દ્ર દવે એ અદભૂત આલેખન કર્યુ છે કૃષ્ણ કયાં નથી? કઈ કઈ વસ્તુ છે જે કૃષ્ણ સાથે જોડાયેલી છે કંદબની ડાળી યમુનાની જળધારાઓ સાથે કૃષ્ણની વાતો વાગોળે છે. કૃષ્ણ સાથે મુરલીના સંગીતને પણ યાદ કરે છે માત્ર ગપી-રાધા કે કૃષ્ણ લીલાની સાક્ષી જ નહિ પણ નંદ યશોદાને પણ કૃષ્ણનો અભાવ કઠે છે. નંદ બાવાના મુખે લાલ ત્રે લોચનમાં ઉચ્ચરણ એક પિત્રવાત્સલ્ય હૃદયનો આવિભવિ છે. અરે ગોપીની નહી ફૂટેલી માટલી પણ પોતાના ભાગ્યને કોસે છે. આ એવા પ્રેમ તત્વનું આલેખન છે જે જોડે નથી અને છતાં સર્વત્ર છે. આ તલસાટે જ તો આજ સુધી ગોપીભાવ, રાધા ભાવ, મીરાભાવ અને કૃષ્ણપ્રેમને સમસ્ત સૃષ્ટિમાં જીવિત રાખ્યો છે. કદાચ જો કૃષ્ણને પામી લીધા હોય આ બધાએ તો પ્રણયની તિવ્રતાનું અદભૂત સર્જન અટકી ગયુ હોત. તો કદાચ કૃષ્ણ એ કૃષ્ણ ન હોત જે રાધા સાથે જોડાયેલા છે અને રાધા વગરના કૃષ્ણ તો કૃષ્ણ જ કયાં હતાં ?
ર્સ્િીપીંછ
કાનજી મકવાણા
લાઈફ-એ-ગુજરાતી
અનિશ વઢવાણીયા
લાઈફ - એ - યશ દવે
“લોકો અને લોકોની વાતો, તેમની જિંદગી અને જિંદગીની વાર્તાઓ, સુંદર, કદરૂપી, મખમલી, ખરબચડી, રંગબેરંગી અને કદીક બેરંગી... આ જિંદગી ને જિંદગીની વાતો! ક્યારેક આ જિંદગીઓ મળે છે ચળક્તા મોલમાં તો ક્યારેક મળે છે સાંકળી પોળમાં. ક્યારેક થનગનતી તો ક્યારેક ઠરેલ, ને કદીક તો બહુજ અટપટી-અચરજ ભરેલી. દરેક ચહેરાની ઍક વાત અને ઍમની સાથે આપણી મુલાકાત... ઍજ તો છે લાઈફ-ઍ-ગુજરાતી.
પ્લેસઃ ઍક ડાન્સ પાર્ટી
"હનીસિંઘ વગડોને" ડાન્સ ફ્લોર પરથી ડ્ઢત્ન કાઉંટર પર આવી ઍક જુવાનિયાઍ ડ્ઢત્નને રિક્વેસ્ટ કરી.
"ઑકે. ૫ મિનિટ." ડ્ઢત્નઍ સ્માઈલ સાથે જવાબ આપ્યો અને ઍ જુવાન ત્યાંથી ખુશ થઈ ડાન્સ ફ્લોર પર જતો રહ્યો.
સૉંગ્સ વાગતા રહ્યા અને ધીરે ધીરે ક્યારે હનીસિંઘના અવાજમાં કોઈક સુંદર કન્યાની "હીપનોટાઈઝ કરતી બ્લૂ આઈઝ"ની પ્રશ્ષ્સ્તિ થવા લાગી ઍ ખબર જ ના પડી. જ્યારે રિક્વેસટ કરવા આવેલો યુવાન અને તેનું ગ્રુપ બમણા જોરથી કિકિયારી કરવા લાગ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ૫ મિનિટમાં ડ્ઢત્નઍ સરસ મૂડ સેટ કર્યો સાથે સાથે સરસ રીતે સૉંગ્સનું ટ્રૅન્જેકશન પણ કર્યું હતું.
“સ્ેજૈષ્ઠ ૈજ ર્હં ટ્ઠ ંરૈહખ્ત ર્ં ર્ષ્ઠદ્બીીં હ્વેં ૈં ૈજ ર્ં હ્વી ષ્ઠિીટ્ઠૈંદૃી હ્વિૈહખ્તૈહખ્ત હીુ ૈઙ્ઘીટ્ઠજ ર્ં ૈં ટ્ઠહઙ્ઘ ીહર્દ્ઘઅ.” મારા મ્યુઝીક વિશેના તેમને પૂછેલા તેમના મન્તવ્યના જવાબમાં ડ્ઢત્ન યશ દવેઍ સ્મિત આપતા કહ્યું.
"તમારૂં સપનું શું છે?" મારો બીજો સવાલ તૈયારજ હતો.
"મારી સૌથી પહેલી ઈનકમ ૭૦૦૦ રૂપિયા હતી - ઍક બાળકના જન્મદિનની પાર્ટી માટે. તેના પપ્પાઍ મને કહેલું કે જો તને આ કામમાં રસ છે તો આગળ વધ, હું તને સપોર્ટ કરીશ. તેમણે મને ઍક હોર્ડિંગ પર લાગેલ પોસ્ટર બતાવેલુ અને કહ્યું કે પેલું પોસ્ટર છે ત્યાં તારૂં ૪૦*૪૦નું પોસ્ટર ઍવી રીતે જ લાગેલું હોવું જોઈયે. બસ, ઍ ૪૦*૪૦નું મારૂં પોસ્ટર મારૂં સપનું છે." યશની આંખોમાં આ બોલતાં ચમક આવી ગઈ.
"સપનું કેટલું પુરૂં થયું?" બીજી જ ક્ષણે મેં પૂછ્યું.
"સરદાર સેંટર, વસ્ત્રાપુર લેક - ત્યાં મારૂં ૨૫*૨૦નું પોસ્ટર ૩૧ ડિસેંબરની પાર્ટી માટે લાગ્યું હતું. દીવમાં થોડાજ સમય પહેલા ૪૦૦૦ થી ૫૦૦૦ લોકોની ઈવેંટ હતી ત્યાં મારૂં ૩૦*૩૦નું પોસ્ટર લાગેલું. બહુ જ જલ્દી હવે ૪૦*૪૦નું પણ લાગશે." યશ બહુ ઉત્તોજીત અને ભાવુક થઈ ગયા. "મને પહેલી વાર જે જન્મદિનની પાર્ટીમાં ઈનકમ થયેલી ઈવેંટ નક્કી થઈ ત્યાં સુધી મૉમ ને ખબર નહોતી કે હું ડ્ઢત્નનું કામ કરૂં છુ. ત્યારે મેં પહેલી વાર મૉમને કહ્યું હતું મારી જોડે પાર્ટીમાં આવવા માટે. તે પહેલા જેટલી પણ ઈવેંટ મેં કરેલી - ૩૫ કે ૩૬ કદાચ; ક્યારેય તેમાંથી ઈન્કમ નહોતી થઈ. હું મારા પૈસાથી ભાડે ઈન્સ્ટ્રુમેંટ્સ લાવતો અને ઈવેંટમાં પર્ફૉર્મ કરતો અને શીખતો. મમ્મીઍ તે જન્મદિનની પાર્ટી પછી મારા વખાણતો કર્યા જ પરંતુ ઍમ પણ કહ્યું કે તારી સ્ટડી પર આની કોઈ અસરના થાય ઍ ધ્યાન હું રાખું. મમ્મીઍ મને સપોર્ટ તો કર્યો જ પણ ઍ વાત પણ કહી હતી કે અમે ફાઈનાનસિયલી સ્ટ્રૉંગ નહી હોવાના કારણે તે મને પૈસાથી સપોર્ટ નહી કરી શકે. મારા ઈન્સ્ટ્રુમેંટ્સ મારે મારા કામમાંથી પૈસા જમા કરીને વસાવવાના રહેશે. સાથે સાથે ઍ પણ સમજાવ્યું કે પોતે મહેનત કરી લીધેલા ઈન્સ્ટ્રુમેંટ્સને હું પણ જીવની જેમ સાચવીશ."
"મૉમ અને પાપાના લવમૅરેજ હતા. બંનેને સંગીતનો શોખ હતો. પાપા ધ્રાંગધ્રામાં ઈસ્માઈલ દરબાર જોડે સંગીત બનાવતા હતા અને મમ્મી અલકા યાજ્જ્ઞ્િાક સાથે કલ્ચરલ શોમાં ગાતા હતા. પાપા સ્ટડી માટે ધ્રાંગધ્રાથી કોલકાતા ગયેલા. ત્યાં જ તેઓ મૉમને મળ્યા અને મૅરેજ કરી બારડોલી આવ્યા. મારા મોટા ભાઈને હાર્ટનો પ્રોબ્લેમ હતો જેના કારણે ઘણી સારવાર કરાવવા છતા તેની ડેથ થઈ ગઈ. પછી મારો જન્મના દોઢ વરસમાં પાપાની પણ ડેથ થઈ ગઈ. મમ્મી ત્યારથી ઍકલાજ બધું મેનેજ કરી રહ્યાં છે." યશનો ચહેરો થોડો ઉદાસ થઈ ગયો.
"તમે ડ્ઢત્ન તરીકે કરીયર બનાવવા માટે ક્યારે વિચાર્યું?" મેં વાતનું વહેણ બદલવા નવો સવાલ યશ સામે મૂક્યો.
"હું નાનો હતો ત્યારથી જ કોઈપણ સોંગ વાગે ત્યારે હાથથી ટિપોઈ પર થાપ આપતો. આ જોઈ મમ્મી સમજી ગયા હતા અને હું થોડો સમજણો થતાં તેમણે મને ઍક મ્યુઝીક ક્લાસમાં મૂક્યો. હું ડરમ, હાર્મોનીયમ, પિયાનો વગેરે શીખવા લાગ્યો. નાનો હતો ત્યારે પર્ફૉર્મેન્સ પણ આપ્યા. હું જે સંગીત ક્લાસમાં હતો ઍ ક્લાસના સંચાલક વરસમાં ૩-૪ વાર વિદેશ જતાં હતા પર્ફૉર્મ કરવા. તે સમયે તેમના ક્લાસ અને સ્ટૂડેંટ્સને સાંભળવા માટે કોઈ હતું નહી. મારી આવડત જોઈ તેમણે મને ક્લાસ સાંભળવા આપ્યા. થોડા સમય પછી કોઈકે કહ્યું કે તું ડ્ઢત્ન તરીકે કામ કર. ડ્ઢત્ન ઍટલે શું ઍ બહુ ખબર તો હતી નહી તો મેં ડ્ઢત્ન વિષે જાણવા મહેનત કરી. ડ્ઢત્નનું કામ, ઈન્સ્ટ્રુમેંટ્સ બધું જ. હું ડ્ઢત્ન પાર્ટીમાં જતો અને તેમના કામને જોતો, સમજવા પ્રયત્ન કરતો. મારા કૉલેજની ફ્રેશર પાર્ટીમાં પહેલી વાર મને ડ્ઢત્નના ઈન્સ્ટ્રુમેંટ્સ અને કામને ઍકદમ નજીકથી જોવાનો મોકો મળ્યો. હું ડ્ઢત્ન વિશાલની બાજું માં ઉભો રહ્યો અને બધું જોયું; થોડું સમજ્યો પણ. સંગીત લોહીમાંજ હોવાને કારણે જ કદાચ અલગ અલગ રીતે પણ ડ્ઢત્નના કામ વિષે બધું શીખતો ગયો. ઈન્સ્ટ્રુમેંટ્સ ભાડે લાવી પાર્ટીમાં કોઈ પૈસા લીધા વીના પર્ફૉર્મ કરવા લાગ્યો. પછી ધીમે ધીમે નાની ઈવેંટ્સમાં કામ મળવા લાગ્યું. ૨૦૧૦માં પૌરિક ત્રિવેદી સંચાલિત “્રી જીઙ્મીહઙ્ઘૈઙ્ઘ ડ્ઢત્નજ” ગ્રુપ જોઈન કર્યું. ્રી જીઙ્મીહઙ્ઘૈઙ્ઘ ડ્ઢત્નજ પાછલા ૭ વરસથી હિમાલયા મૉલનાં “ઇીુૈહઙ્ઘ” નામના ડિસ્ક લોઉંજમાં પર્ફૉર્મ કરે છે. પૌરિક ત્રિવેદીઍ ત્યાં તો ચાન્સ આપ્યો જ અને સાથે સાથે ઘણું શીખવ્યું પણ. તેમણે જ મ્યુઝીક પ્રોડયૂસ કરતાં શીખવ્યું. ૨૦૧૦માં મેં ૪ સૉંગ્સ સાથે મારૂં આલ્બમ ુુુ.ર્જેહઙ્ઘષ્ઠર્ઙ્મેઙ્ઘ.ર્ષ્ઠદ્બ અને ુુુ.૪જરટ્ઠિીઙ્ઘ.ર્ષ્ઠદ્બ ઉપર બહાર પાડયું અને તેને ઘણી લોકચાહના મળી.. મેં સ્.છ સુધી અભ્યાસ કર્યો પરંતુ મ્યૂજીકમાં કરીયર બનાવવા નક્કી કર્યું.”
"તમે લોકોને ડાન્સ ફ્લોર પર કઈ રીતે બાંધી રાખો છો?" મેં થોડો ’ટેક્નિકલ’ સવાલ પૂછ્યો.
"સહુથી પહેલા તો લોકોને શું ગમશે ઍ તમને ખબર હોવી જોઈયે. પછી તેમને પસંદ પડે તેવા સૉંગ્સ તમારે વગાડવા પડે." યશ દવેઍ બહુ સાદો ઉત્તાર આપ્યો.
"લોકોની પસંદ શું છે ઍ તમે કેવી રીતે જાણો છો. અને પછી કઈ રીતે ઍમને બાંધી રાખે તેવું મ્યુઝીક પીરસો છો?" થોડા વધારે ડીટેલમાં જવાની - સમજવાની મારી આશા બહાર આવી ગઈ.
"પહેલા તો ડાન્સ ફ્લોર પર ક્રાઉડનું અનૅલિસિસ કરવું પડે - ઉમંર પ્રમાણે, તમે વગાડો ઍ મ્યુઝીક ઉપર તેમના ફુટ સ્ટેપ્સની મૂવ્મેંટ્સ અને ફ્રીક્વન્સી; અને લોકોનો વાગતા સોંગ માટે રેસ્પૉન્સ. શરૂઆત મિડ બોલીવૂડ ડાન્સ સોંગથી કરિયે ઍટલે લોકોના પગ મૂવ થવા લાગે અને યંગ થી મિડલ ઍજ ક્રાઉડને ગમે. પછી ઍક નવું સોંગ જે યંગ્સ્ટર્સને ફ્લોર પર લઈ આવે સાથે સાથે ડાન્સના શોખીન મિડલ ઍજના લોકોને પણ. દરેક રીતના સૉંગ્સ કે મ્યુઝીકના સેશન્સ હોય છે. જો કોઈ પાર્ટી ૪ કલાકની હોય તો તેમાં ડિનર માટે ૧ કલાક અને ડાન્સ માટે ૩ કલાક હોય. આ ૩ કલાકનો સમય અલગ અલગ મ્યૂજીકના સેશન્સમાં વહેંચી દેવામાં આવે છે. શરૂઆતનું સેશન મિડ બોલીવૂડ થી નવા બોલીવૂડ સૉંગ્સ જે બધાને ફ્લોર પર ડાન્સ માટે લઈ આવે. પછી ઈડ્ઢસ્ અને હાઉસ મ્યુઝીક ડાન્સ મૂડને થોડો ઉપર લઈ જાય અને વધુ જૉશ ભરે. તે પછી પ્રોગ્રેસિવ અને રેગેટોન ક્રાઉડને થોડા શાંત અને રિલૅક્સ કરાવે. ફરી પાછું હિપ-હોપ અને પછી પંજાબીના સેશન્સ લોકોને ખૂબ નચાવે. તેના બાદ રેટ્રો અને નવા બોલીવૂડ સૉંગ્સ થોડો મૂડ નૉર્મલ કરે. અને ગરબા વગર તો ગુજરાતની કોઈ પાર્ટી પુરી જ ના થાય! આ દરેક મ્યુઝીક સેશન્સ ૨૦ થી ૩૦ મિનિટનાં હોય અને લોકોનાં મૂડ પ્રમાણે અંદરોંદર બદલી પણ શકાય. ખાસ ધ્યાન ઍ વાતનું પણ રાખવાનું હોય છે કે જ્યારે તમે ૨ સૉંગ્સ મિક્ષ કરો ત્યારે તે ટ્રૅન્ઝિશન સ્મૂથ હોય. તેવી જ રીતે ઍક સેશનથી બીજા સેશનનું ટ્રૅન્ઝિશન પણ સ્મૂથ થવું જોઈયે. આ બધા વચ્ચે તમારી ક્રિયેટિવિટી અને લોકોને મૂડમાં લાવવા માટે માઈકિંગ પણ સરસ કરવું પડે." યશ મને સમજાય ઍ રીતે બધી ડીટેલ્સ આપતા ગયા.
"યશ, છેલ્લો સવાલ. તમારી લાઈફની સૌથી બેસ્ટ મોમેંટ્સ કઈ છે?" મેં મારો ફેવરેટ સવાલ પૂછ્યો.
"જ્યારે ટેલિવિઝન ઉપર કે બહાર ક્યાંક સંગીતનો પ્રોગ્રામ મૉમ સાથે માણવા મળે ત્યારે મૉમ જોડે થતાં સંગીત વિશેના ડિસ્કશન્સ મારી લાઈફની બેસ્ટ મોમેંટ્સ હોય છે. તેનું કારણ ઍ છે કે મૉમ અને પાપા આવા ડિસ્કશન્સ કરતા અને ઍક-બીજા માટે; ઍક-બીજા સાથે સૉંગ્સ ગાતા. મૉમ મને આવા ડિસ્કશન્સને લાયક ગણે છે ઍ મારા માટે સૌથી મોટી વાત છે." યશના મોઢા ઉપર ખુશી છલકાઈ આવી.
પછી અમે બંને ઍ જ ખુશી સાથે લઈ છૂટા પડયા.
માર્કેટિંગ મંચ
મુર્તઝા પટેલ
માર્કેટિંગનો મહારાજાધિરાજ - ગૂગલ
સવાલ સર્ચનો છે કે રીસર્ચનો?
જવાબ જરા લાંબો છે કે સાવ ટૂંકો?
જરૂરિયાત નાની છે કે મોટી?
જ્જ્ઞાન અલ્પ લેવું છે કે છે કે અખૂટ?
તૈયારી ત્વરિત છે કે ધી..મી..?
સોફ્ટવેર ડેવેલોપ કરવામાં જેમ ભારતીય ખાંટુ પ્રોગ્રામર્સ લાજવાબ છે એમ જ ઈન્ટરનેટ પર ઈન્સ્ટન્ટ રીપ્લાય આપવામાં ગૂગલનો જોટો (હાલ પૂરતો તો) જડે એમ નથી જ.
સર્ચ-એન્જીનના બ્રહ્માંડમાં પ્લાઝમાથી લઈ પિયાનો કે પહાડ ને હવે પ્લેનેટમાં પણ ખોવાયેલી પીન શોધી આપવાનું કામ સરળ બનાવી એકહથ્થુ સત્તાા હાંસિલ કરતી ગૂગલ આઈ.ટીની દુનિયામાં મહારાજાધિરાજનો તાજ ઓલરેડી પહેરી લીધો છે.
૩૫ વર્ષથી પણ વધુ દુનિયાના ૮૦%+ કોમ્પ્યુટર્સમાં ઘુસી ગયેલી મેગા કંપની માઈક્રોસોફ્ટ પાસેથી ખૂબ માઈક્રોપૂર્વક, સોફ્ટલી અને સ્માર્ટલી આ મહારાજાપણું આંચકી લેનાર વર્ચુઅલી તો એ ઘૂસેલા કોમ્પ્યુટર્સમાં પોતે છવાઈ ચુક્યું છે. હવે એક્ચ્યુઅલી પણ પોતાની અનોખી એન્દ્રોઈડી મોબાઈલ ચાલ અને ચાલાકી વડે આપણી નસોમાં, આંખોમાં, હાથોમાં ઘૂસ મારી ગોઠવણ કરી રહ્યું છે.
આ ખેલાડી એની ગૂગલી વડે કેટ-કેટલાંની વિકેટો ખેરવતું જશે એના વિશે દુનિયાના ટેકનોક્રેટ્સ અટકળો કરતાં આવ્યા છે. જે કરી ગયા છે તેઓને આ ચેરમેને પોતાને ત્યાં બાંધી દીધા છે..ખૂબ ઊંંચા પગારે! જેમ કે તાજેતરમાં ગૂગલમાં જ સર્વોચ્ચ સત્તાા ઝ્રર્ઈં તરીકે બિરાજમાન થનાર ભારતીય સુંદર પિછાઈ.
જેની નિમણૂક કરતા કરતા ગૂગલે કોર્પોરેટ સ્ટ્રકચરનો સાવ નવો જ કક્કો ઘૂંટી બતાવ્યો છે. ર્ય્ર્ખ્તઙ્મી-છઙ્મરટ્ઠહ્વીંજ દ્વારા છ ર્ં ઢ સોલ્યુસન્સ આપી તેની લિડરશીપને રંંજઃ//ટ્ઠહ્વષ્ઠ.ટઅડ ના ડોમેઈન હેઠળ સુપર-સ્થાને મૂકી બતાવી છે.
તો ચાલો ગૂગલ વિશે આજે થોડાં અલગ અંદાઝમાં તેના તૂતો-કરતૂતો જાણીએ ગૂગલે સ્તોત્રથી.... (ને જો નહિ જાણીએ તો આપણને જાણવા માટે પણ મજબૂર કરી નાખશે...)
“સર્ચ-એન્જીનથી સફર શરૂ કરી ડેસ્કટોપ અને લેપટોપની ગુફામાંથી પસાર થઈ મોબાઈલ માર્ગે તમારા ઘરમાં, બારીમાં-દરવાજામાં, પલંગમાં, ફ્રીજમાં, ટી.વીમાં, વોશિંગ-મશીનમાં, ગેસની સગડીમાં, લેમ્પમાં....બલ્કે બીજા ઘણાં એવા ઘરેલું ઉપકરણોમાં સમાઈ જવા થનગનતો એક અદ્રશ્ય ડબ્બો છું. હે મુસાફર! હું ગૂગલ છું....”
“મારા અંગો-ઉપાંગોમાં ભંડારો પડયા છે. ફક્ત સર્ચ-એન્જીન પરિણામોમાં જ નહિ પણ જેટલાં વિષયો આ પ્રુથ્વી પર છે એમાં ઉદભવતા સમાચારોમાં, ટ્રેન્ડઝમાં, વલણમાં જે પણ હલચલ થાય છે એ બધાંના ખૂણે ખાંચરે મેં મારા આઈડિયાઝના ખજાનાની કળ સંતાડી છે. તમારામાં જો બળ હોય તો એને શોધીને તમે પણ ભરપૂર લાભ ઉઠાવી શકો એવો હું આઈડીયાલિસ્ટીક છું. હે ઈન્ટેલીજન્ટ એજન્ટ! હું ગૂગલ છું....”
“તમારૂં કોમ્યુટર હોય કે લેપટોપ, નેટબૂક હોય કે મોબાઈલ, એની પર હાલમાં તમે શું કરી રહ્યાં છો?, શું લખી રહ્યાં છો? અરે! શું વિચારી રહ્યાં છો?, એની દરેક પળની મને ખબર છે. તમે શું ‘સેવ’ કરી રહ્યાં છો કે કઈ ગાંઠીયાગીરી આરંભી રહ્યાં છો, તમે કેટલો નફો કર્યો, કેટલી ખોટ ખાધી, કેટલું ટર્ન-ઓવર કર્યું... એનો સર્વે-હિસાબ હું મારામાં સમાવી રહ્યો છું. આવાં નફા-તોટાનો રેકોર્ડ રાખી શકું એવો મજબૂત ‘મહેતો’ હોવા છતાં તમે મારો તોટો પીસી શકતા નથી એવો પાવર ધરાવતો હું એટર્ની છું. હે શેઠ સાહેબ! હું ગૂગલ છું...”
“શબ્દો હોય કે સંખ્યાઓ...પળવારમાં ભાષાંતરી, રૂપાંતરી કે ગણતરી કરી શકું એવો ટ્રાન્સલેટર, કન્વર્ટર અને કેલ્ક્યુલેટર છું. હે વેપારી! હું ગૂગલ છું....”
“આખી દુનિયાને રાડો-બૂમો પાડી ભલે હું ‘ર્ડ્ઢહ’ં મ્ી ઈદૃૈઙ્મ.’ નું સૂત્ર અપનાવવા કહેતો રહું. પણ સોફિસ્ટિકેટેડ રીતે તમારી આંગળીમાં, ખીસ્સામા કે મોમાં ભરાઈ જી હુકમોની હેલી વરસાવવા મથી રહેલો એક બાળસહજ-રાક્ષસ છું. હે પ્રિન્સ-પ્રિન્સેસ! હું ગૂગલ છું....”
“ગૂગલ-અર્થની સેવા દ્વારા મફતમાં બ્રહ્માંડ, વિશ્વ, મંગળ, ચંદ્ર, આકાશ, દરિયો બતાવવું એ તો એક સ્માર્ટ બહાનું છે. આવા ત્રાગા રચી તમારા દેશની, રાજ્યની, શહેરની, ગામની, લત્તાાની, સત્તાાની, તંત્રીની, મંત્રીની હરપળ ખબર રાખતો સંત્રી છું. હે નાગરિક! હું ગૂગલ છું...”
“મારા નેટવર્કની માયાજાળ જાણવી છે?- ઈમેજ, વિડીયો, ડોક્યુમેન્ટ્સ, મેઈલ્સ, બ્લોગ્સ, ચેટ-રૂમ, ગ્રુપ્સ, નકશા જેવા અલગ-અલગ માધ્યમોથી વિના મુલ્યે માહિતીઓનો દરિયો વહાવતો રહું છું. એમાં જ પેદા થતી ડીજીટલ માછલીઓની મદદથી તમારી ઈલેક્ટ્રોનિક ભૂખ સંતોષી આપતો ખલાસી છું. હે નેટ-માછીમાર! હું ગૂગલ છું....”
શરૂઆતમાં ‘જીનિ’યસ જન્મ લઈ તમારા પ્રશ્નોની ઝડીને જાદુઈ છડી દ્વારા સેકન્ડસમાં જવાબ આપી તમને મારા માલિક બનાવ્યા. પણ આજે ઠંડા કલેજે મારા નીતિ-સિધ્ધાંતો-નિયમોનું પાલન કરાવી ‘આમ કરો, તેમ કરો’ હુકમની લાકડી ઠોકી તમને તમારીજ વેબ-દુનિયામાં મારા ગુલામ બનાવી રહ્યો છું. જો એમ નહિ કરો તો આ ઈન્ટર-નેટવર્ક ક્લાસમાંથી બહાર ફેંકી અળગો કરી દેતો આચાર્ય છું. હે વિદ્યાર્થી(ની)ઓ! હું ગૂગલ છું...”
“નેટ પર ‘વેપલો’ કરવો હોય કે ઘપલો મારા ચક્રવ્યૂહમાંથી પસાર થવું પડશે...દોસ્તો. કહેવા ખાતર તો હું દોસ્ત છું પણ દોસ્તી નિભાવી જાણું એવો વફાદાર ન પણ હોઈ શકું. તોયે આજે ઓક્સફર્ડ ડિક્સનરીમાં સ્થાન પામી લાખો શબ્દોની વચ્ચે પણ ચીટકી ગયેલો ગૂગળ છું. હે સજીવ! હું ગૂગલ છું...”
“જિસ થાલીમે લડડુ, ઉસ થાલીમે હમ! - નો સિદ્ધાંત અપનાવી દુનિયામાં જ્યાંથી મળે ત્યાંથી તકો શોધી ‘એડસેન્સ’ અને ‘એડવર્ડ’ ની ટેકનોલોજીથી મારી તમારી પ્રોડક્ટ્સ/સર્વિસ કે જાતની જાહેરાત કરી કમાણી કરી-કરાવી આપતો વેબ-દેવ છું. હે યજમાન! હું ગૂગલ છું...”
“વખતોવખત, અવસરો-અવસર, રંગોની આભા વડે, આકારોની શોભા વડે મારી સેવાઓનું ઈન્ટીરિયર-ડિઝાઈનીંગ કરી વિવિધા રચી બ્રાન્ડિંગ કરૂં છું. ક્રિએટીવીટી અને કલર્સની કરામત કરીને પણ ભગવા ન ધારણ કરૂ એવો ઈનોવેટીવ ભગવાન છું. હે ભક્ત! હું ગૂગલ છું....”
માત્ર અવાજ કે ઈશારાથી કે તમારા વિચારોને પકડીને હુકુમ મેરે આકા કહ્યા વગર પણ મારી સેવાઓનો લાભ આપતી અલગોરિધમ સિસ્ટમથી વધુ ને વધુ શક્તિમાન થઈ રહ્યો છું. એટલેજ ઈન્સ્ટન્ટફૂડના આ જમાનામાં ઈન્સ્ટન્ટ જવાબ આપનારો એક જીન છું. હે અલાદ્દીન! હું ગૂગલ છું...”
“ડીજીટલ દુનિયામાં મારી ક્રિયા-પ્રતિક્રિયાઓ શૂન્ય અને એકની વચ્ચે રચાયેલી છે. મારા જવાબો ભલેને લાજવાબ હોય, મારા તંત્રમાં ભલે જંતર-મંતર હોય, સકળ વિશ્વમાં ભલે હું અકળ હોવ, મારી કરામતોમાં ભલે મરામતો થતી રહે...તોયે એકને એક દિવસતો ખરી જનારો...શૂન્યાવતારી ‘તારો’ જ છું. હે પ્રભુ!...યા અલ્લાહ!....આહ વાહે ગુરૂ!...ઓહ ગોડ! હું તો તારો જ બંદો ગૂગલ છું.
એટલે હાલમાં તો સિમ્પલી સીધેશીધું કહી દઉં કે...ઈન્ટરનેટની દુનિયમાં ધંધો વિકસાવવો હોય કે કેરિયર...પ્રોડક્ટ વેચવી હોય કે સેવા, આ મહારાજના શરણે માથું નમાવ્યા વગર છુટકો નથી.
ફૂડ સફારી
આકાંક્ષા ઠાકોર
કાકડી વિષે અવનવું
કાકડી, એક એવું શાક છે જેને આપણે સલાડ, કચુમ્બર થી લઈને શાક અને હવે તો ડેઝર્ટ સુધી બધું જ જગ્યાએ વાપરવામાં આવે છે. તો ચાલો, આજે જાણીએ આવી અનેક રીતે ઉપયોગી કાકડીની થોડીક વિશિષ્ટ માહિતી.
આપણે સાદી કાકડી અને ખીરા કાકડી એમ બે જ પ્રકાર ઉપયોગમાં લઈએ છીએ પણ તેની કુલ ૧૦૦થી પણ વધુ જાતિ ઉગાડવામાં, તેમજ વાપરવામાં આવે છે.
કાકડીની ખેતી સૌપ્રથમ વાર ભારતમાં કરવામાં આવેલી, લગભગ ૩૦૦૦ વર્ષ પહેલા. હવે આજે વિશ્વમાં લગભગ દરેક જગ્યાએ ઉગાડવામાં આવે છે. ભારત બહારની સૌપ્રથમ કાકડીની ખેતી અંગેનો ઉલ્લેખ બાઈબલમાં કરવામાં આવ્યો છે, જેમાં કાકડીને ઈસરયેલીઓ દ્વારા લેવામાં આવતા ખોરાક પૈકીનું એક ગણવામાં આવ્યું છે. ભારતમાંથી કાકડી ગ્રીસ અને ઈટલી પહોંચી અને ત્યાંથી ચીન પહોંચી (એટલે કે, ભારત અને ચીનના સંબંધમાં પહેલેથી જ ગરબડ છે).
ઉગાડવામાં આવતી બધી જ જાતની કાકડીઓને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છેઃ સ્લાઈસિંગ,પીક્લીંગ અને બર્પલેસ. સ્લાઈસિંગ પ્રકારમાં આવતી બધી જ કાકડી તાજી ખાવામાં વપરાય છે, એટલે કે સલાડ, કચુમ્બર કે શાકભાજી જેવી વસ્તુ બનાવવામાં. પીક્લીંગ પ્રકારમાં આવતી કાકડીનો ઉપયોગ તેને પીકલ્ડ એટલેકે અથવીને લાંબા સમય સુધી સાચવવામાં અને વાપરવામાં આવે છે. જયારે બર્પલેસ પ્રકારની કાકડી પ્રમાણમાં મીઠી અને પાતળી છાલવાળી હોય છે, પરિણામે તે પચવામાં હલકી પણ હોય છે.
તો આજે આપણે જોઈશું કાકડીમાંથી બનતી બે વાનગીઓ, કુકુમ્બર એન્ડ મીંટ સૂપ અને જાપાનીઝ સ્ટાઈલ પીકલ્ડ કુકુમ્બર.
કુકુમ્બર એન્ડ મીંટ સૂપ
સામગ્રીઃ
૧.૧ કાકડી આખી + ૧ કપ ઝીણી સમારેલી
૨.ઘ કપ દહીં
૩.૨ કપ વેજીટેબલ સ્ટોક
૪.૮-૧૦ ફુદીનાના પાનની પેસ્ટ
૫.૧ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
૬.મીઠું સ્વાદમુજબ
રીતઃ
૧.એક મોટા પાનમાં વેજીટેબલ સ્ટોકને ઉકાળવા મૂકો.
૨.એ તૈયાર થાય ત્યાંસુધી આખી કાકડીને મિક્સરમાં થોડા દહીં (લગભગ ૧ ચમચી)ની મદદથી પેસ્ટ બનાવો.
૩.વેજીટેબલ સ્ટોક ઉકળવા લાગે એટલે તેમાં કાકડીની પેસ્ટ, દહીં, મીઠું અને મરચું નાખો.
૪.સૂપ જોઈએ એટલો ઘટ્ટ થઈ જાય એટલે તેમાં ફુદીનાની પેસ્ટ નાખીને ગરમાગરમ સર્વ કરો.
૫.નોંધઃ આ સૂપ ઉનાળામાં કોલ્ડ સૂપ તરીકે પણ લઈ શકાય છે. તેને માટે સૂપ તૈયાર થઈ જાય પછી લગભગ ૨ કલાક સુધી તેને ફ્રીજમાં બરાબર ઠંડો થવા દો.
જાપાનીઝ પીકલ્ડ કુકુમ્બર
સામગ્રીઃ
૧.૨ કાકડી ૧/૪” જાડા ટુકડામાં સમારેલી
૨.૧ ટેબલસ્પૂન મીઠું
૩.૩ ટેબલસ્પૂન વિનેગર
૪.૧ ટેબલસ્પૂન મધ
૫.૨ ટેબલસ્પૂન શેકેલા તલ
રીતઃ
૧.એક બાઉલમાં કાકડી અને મીઠું મિક્સ કરી ૧૦ મિનીટ સુધી બાજુ પર રહેવા દો. ૧૦ મિનીટ પછી તેમાંથી છુટેલું પાણી નીતારી, તેને ઠંડા પાણી વડે બરાબર ધોઈ લો. તેને નીચવી તેમાંથી બને એટલું પાણી નીતરી લો.
૨.અન્ય એક બાઉલમાં વિનેગર અને મધને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણમાં કાકડી અને શેકેલા તલ નાખી બરાબર ભેળવી દો.
૩.નોંધઃ આ કાકડીને અથાતા લગભગ ૨ થી ૩ કલાક જ લાગે છે, તેથી તેને ઝડપથી ઉપયોગમાં લઈ શકાય છે.
કાફે કોર્નર
કંદર્પ પટેલ
સ્વતંત્રતા કે માત્ર સ્વ-‘તંત્ર’તા ?
તા. ૭/૮/૨૦૧૫ ની રાત્રે ૧૧ઃ૩૮ એ મારા પપ્પાનો ફોન રણક્યો.
“તુલસી, ફટાફટ પી.પી.સવાણી હાર્ટ ઈન્સ્ટીટયુટ પર આવી જા તો...!”
“કેમ શું થયું? રાતના ૧૨ વાગ્યે?” થોડી ચિંતાની મુદ્રા ચહેરા પર લાવીને પપ્પાએ પૂછ્યું.
“અરે, રાહુલએ સ્યુસાઈડ કરી લીધું હમણાં જ..!”
“શું વાત કરે? હોય નહિ.” ફટાફટ ફોન કટ કરીને અત્યંત ગંભીર ચેહરે પપ્પા હોસ્પિટલ પહોચ્યા.
રાહુલ ૨૦ વર્ષનો છોકરો. તેના માતા-પિતા ખુબ પ્રતિષ્ઠીત વ્યક્તિત્વ ધરાવે છે. એકદમ સામાન્ય વાતમાં આવડું મોટું પગલું ભર્યું. તેના પપ્પા ને ખબર પડી કે આજે રાહુલ તેની પાછળ કોઈ છોકરીને બેસાડીને જતો હતો. બસ, રાત્રે તેમણે તેને પૂછ્યું. મોબાઈલ માંગ્યો. પરંતુ ખબર નહિ શું થયું? અચાનક મોબાઈલ ફેંકીને ઉપરની રૂમમાં ગયો. બારીનો પડદો ખેંચ્યો. મોં માં કાગળના ડૂચા ભરાવ્યા. સીલિંગના પતરાના આધાર માટે રહેલ લોખંડના પાઈપમાં એ પડદો ભરાવ્યો અને અંદરથી દરવાજો બંધ કર્યો. ગળે ટૂંપો દઈને ફાંસો ખાઈ લીધો. તેના પપ્પાને એવું હતું કે, રિસાઈને જતો રહ્યો હશે. થોડી વાર થઈ છતાં ન આવ્યો એટલે તેઓ ઉપર રૂમમાં ગયા. આંખોના ડોળા બહાર નીકળી ગયા હતા. જીભ બહાર લટકતી હતી. તેમનાથી ચીસ નીકળી ગઈ.
રાહુલના પપ્પા ડાયાબિટીસના દર્દી છે. મમ્મીને સારણગાંઠનું થોડા દિવસો પહેલા જ ઓપરેશન કરાવ્યું છે. તેની સાસરે રહેલી બહેનને ૬ મહિનાનો ગર્ભ છે. પરિવારને તરછોડીને એ કંઈ જ વિચાર્યા વિના પંચપ્રાણમાં વિલીન થઈ ગયો. આ છે છતી સ્વતંત્રતાએ ગુલામીની ઝંઝીરમાં જકડાયેલો સમાજ અને તેનું ઉદાહરણ.
*****
નદીનું પાણી બદલાય છે, ૠતુઓ બદલાય છે, ગ્રહો-નક્ષત્રો અને તારામંડળની સ્થિતિ બદલાય છે, હું અને તમે બદલાઈએ છીએ તેમ જ સમય પણ બદલાય છે. સમયની સાથે અનુકૂલન સાધવું અને પરિવર્તનને હસતા મુખે સ્વીકારવું તેમાં જ જીવનની મજા છે. વ્યક્તિને સ્વતંત્રતા જોઈએ છે. દરેક પ્રકારની સ્વતંત્રતા, ભલે એ પછી કુટુંબ, સમાજ અને દેશને છિન્ન-ભિન્ન કરી મુકે. આ રાષ્ટ્રે સહજભાવે ધોતિયાને બદલે જીન્સને અપનાવ્યું છે. રોટલાને બદલે પિઝ્ઝાને અપનાવ્યા છે. માનવીના હૃદયમાંથી ઉભરી આવતી સતરંગી ઈચ્છાઓને પોષવી એ જ વ્યક્તિનું એક ‘હ્યુમન બિઈંગ’ તરીકેનું સૌંદર્ય છે. પરંતુ, સમય સાથે માનસિકતાનું અનુકૂલન સાધતા કેમ ચુકી ગયો? વ્યક્તિને સમજવા માટે સંવેદનાની સફર ખેડવી પડે, સહજ બનવું પડે, સમાન બનવું પડે, સહૃદય ભાવે સંગીત નીકળવું જોઈએ.
કાચી વયના કૂમળા ફૂલને જો યોગ્ય ખોરાક-પ્રકાશ અને રક્ષણ ન મળે તો તે ફૂલ પોતાના નાનકડા જીવનના સૌંદર્યને કુંઠિત કરી મુકે છે, ચીમળાઈ જાય છે અને છેવટે ખરી જાય છે. સંબંધ પણ એક કૂંપળ છે, નાનકડા ફૂલની. જે બગીચામાં એ ફૂલ છે તેનો માળી જો તેની દેખભાળ વ્યવસ્થિત ન કરતો હોય ત્યારે ફૂલને એ માળી પ્રત્યે દ્વેષ નિષ્પન્ન થાય એ સહજ છે. જો એ માળી પોતાના બગીચાના ફૂલ સાથે વાત ન કરતો હોય, સમય ન આપતો હોય અને માત્ર એક પોતાનું કામ સમજીને જ આવતો હોય તો ફૂલ અને માળી વચ્ચે તિરાડ પડે જ. સામે કાંઠે, જો ફૂલ છે એ માળીના દેખરેખ રાખવા છતાં ખીલતું ન હોય અને બેફિકરાઈથી ઉદ્ધત વર્તન કરતુ હોય એટલે માળી ગુસ્સે થાય તે ઈચ્છનીય છે.
સ્વતંત્રતાનો અર્થ જો ‘સાથે રહેવું’ કરવામાં આવે તો કદાચ સમાજના કેટલાયે બનાવો પોતાની મેળે જ દૂર થઈ જાય. સ્વતંત્ર એટલે એકલા નહિ, પણ દરેકને સાથે લઈને ચાલવું આ પ્રકારની ટેવ મનને પાડવી પડશે. જે પરિસ્થિતિ છે તેને મનમાં ઘોળ્યા કરવી અને વલોવાયા કરવી એ સ્વતંત્રતા નથી...! એ વાતને કોઈના સમક્ષ સહજતાથી રજૂ કરી શકીએ તેવા સંબંધોની ડોર બનાવવી પડશે. સ્વતંત્રતા એટલે પોતાનું જ નહિ, બીજાનો વિચાર કરતા અને અન્ય વિષે વિચારતા શીખવું પડશે. હું આજે જે સમાજમાં રહું છું, એ સમાજના કેટલાયે લોકો મારી સાથે અનેક સંબંધે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે જોડાયેલા છે. જેમ મારા મનમાં કોઈના પ્રત્યે માન-સન્માન-ધૃણા-તિરસ્કાર-પ્રેમ-દોસ્તીના સંબંધો છે તેમ મારા પ્રત્યે પણ ઘણા લોકોને એ જ સંબંધો છે. મારા જીવનની બાગડોર હું એકલો લઈને નથી ચાલતો, એ કેટલાય હૃદય સાથે જોડાયેલી છે.
એકવીસમી સદીમાં દરેકનો ભરડો ટેકનોલોજી લઈ રહી છે ત્યારે તાળીઓનું રૂપાંતર લાઈક્સમાં અને તિરસ્કારનું રૂપાંતર કમેન્ટ્સમાં થયું છે. પણ વાઈરસના થ્રેટ્સનું રૂપાંતર થોટ્સમાં થતું નથી. છતી સ્વતંત્રતાએ ગુલામીની આંધણની રાખ દરેક હિન્દુસ્તાની યુવાનના મન અને હૃદય પર ફરી વળી છે. આપણે જ પોતે મહોલ્લા-સોસાયટીના ચોરે ટોળે વળીને મોટી-મોટી વાતોની ડંફાસ મારવી વધુ ગમે છે. પણ, જયારે કૌટુંબિક જીવનમાં એ પરિસ્થિતિ આવે છે ત્યારે તેને સંભાળવામાં આપે ખુબ વામણા પુરવાર થઈએ છીએ. આપને દરેક એ એકબીજાની સ્વતંત્રતાને છીનવી લીધી છે. પપ્પા-મમ્મી ઘરમાં ખુલીને વાત કરી નથી શકતા. છોકરાઓ વાત-વાતમાં દુનિયા સાથે પોતાના મમ્મી-પપ્પાને પણ રોલ રમાડતા થયા છે. સાહજિકતા અને સરળતા, આ બંને શબ્દો જાણે ડીક્ષનરીમાંથી જ નીકળી ગયા હોય એવું લાગે છે. પેરેન્ટ્સને મોટું જ રહેવું છે અને બાળક સાથે ઝૂકીને ‘બાળક’ થવું નથી. દીકરાઓને હંમેશા નાના જ રહેવું છે, તેને ભૂલો પણ અઢળક કરવી છે, પરંતુ એ ભૂલ સ્વીકારવી નથી. આ ‘જનરેશન ગેપ’ દૂર કરીને સરળતાથી મળતા શીખવાનું છે. સાંજે ઘરે એકસાથે કુટુંબના દરેક સભ્યો સાથે બેસીને પોતાની વાતો એકબીજા સાથે શેર કરે, તે સ્વતંત્રતા કહેવાય.
ફીઝીકલ ગુલામીમાંથી છૂટ્યા છીએ, પરંતુ મેન્ટલ ગુલામી હજુ તે જ છે. એક દીકરો પોતાના પપ્પાને દિલથી ભૂલ સ્વીકારીને પેટછૂટી વાત કરશે ત્યારે સ્વતંત્રતા આવશે. પોતાના સ્વાર્થનું વૃક્ષારોપણ નહિ પરંતુ, નિઃસ્વાર્થતાનું નિકંદન ન નીકળી જાય તેનું ધ્યાન રાખવાનું છે. હંમેશા અન્યને ખોટા ઠરાવીને તેનો ક્ષુલ્લક આનંદ લેતા રહીશું અને મનને આશ્વસ્ત કરતા રહીશું ત્યાં ખરી સ્વતંત્રતાનું હનન થતું જ રહેશે. જયારે સ્વતંત્રનો નાદ પોતાના દિલમાંથી નીકળશે ત્યારે જ સાચી સ્વતંત્રતા શક્ય છે. અન્યથા ‘મને તેમની સાથે ન ફાવે, એ હંમેશા ખીજાયા કરે, મને બીક લાગે, મને હવે ગમતું જ નથી, વાત-વાતમાં ટોક્યા કરે, મારૂં માનતો નથી, આડા રસ્તે ચડી ગયો છે, મારી સાથે બરાબર વાત પણ નથી કરતો, રિમાન્ડ પર લેવા પડશે, મને કોઈની પડી નથી....!’ વગેરે, વગેરે.. જ્યાં સુધી ચાલુ રહેશે ત્યારે ખરેખર માનસિકતાની બેડીઓ પહેરીને જ આપણે ફરીએ છીએ એ મનમાં ઠસાવી દેવું.
આત્મતત્વને જાગૃત કરીને પરિવર્તનથી ડરીને કાયર બન્યા વિના સમય સાથે હિંમતથી સમાંતરે સંકળાઈ જવું એ જ ખરી સ્વતંત્રતા છે.
કોફી કેરેમલ મેચિએટો :
સ્વતંત્રતાના એ સતરંગી સૂર,
પાછળ રહ્યા ઘણા દુર-સુદૂર,
માગ્યું માત્ર પોતીકાનું જતન,
ફૂંકાયો ત્યાં પાશ્ચાત્યનો પવન,
નહોતી જોઈતી એને કોરી સમજણ,
થયું દરેકને સ્વાર્થ કેરૂં સગપણ,
વિશ્વ ચાલ્યું લઈ ‘ભારત’ સંદર્ભ,
પોતે જ બન્યો અભાગી ‘આર્યવર્ત’.
પ્રાઈમ ટાઈમ
હેલી વોરા
વિશાળમાંથી વીણેલું
એક અદભુત વ્યક્તિત્વ નું અદભુત પુસ્તક કે જેને વારંવાર વાંચતા રહેવાથી દરેક વખતે કઈ નવું મળતું રહયુ છે એવા એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ ના પુસ્તક પુસ્તક “ુૈહખ્તજર્ ક કૈિી” નું આપણી માતૃભાષામાં “અગનપંખ” ના સ્વરૂપ માં ભાષાંતર કરી આપવા માટે હરેશભાઈ ધોળકિયા પ્રત્યે આભાર અને અહોભાવ બંને પ્રગટે. પુસ્તકમાં ડૂબકી લગાવવા પહેલા એક સરખામણી મારા દિમાગ માં ઉપસે છે. ૠષિઓ સંસાર છોડીને દુનિયા, પૃથ્વી, તારાઓ, દિવસ, રાત્રી,સમુદ્ર, ભૂમિ, વાયુ એ બધા વિષે વિચારતા રહેતા. એ લોકો હુક્કો ગગડાવીને નશામાં પડયા રહેતા ન હતા, તેઓમાં ગણિત, ખગોળશાસ્ત્ર, ઔષધ વિજ્ઞાન ના તજજ્ઞો હતા. દરેક ૠષિઓમાં ઉમદા શક્તિઓ હતી છતાં પણ તેમની દ્રષ્ટિ ઈશ્વર તરફ ની હતી. જીવનને તથા સમાજ ને ઈશ્વર તત્વ, સત્વ સાથે જોડતા ને જોડતી કડીઓ મેળવતા રહેતા. તેમણે આધ્યાત્મના વિશાળ ચિંતન ધરાવતા શાસ્ત્રો રચ્યા. કલામ સાહેબ ની પુસ્તક પણ તેમના જીવન અને વિજ્ઞાન ની આસપાસ હોવા છતાં સતત આધ્યાત્મિક સત્યોની ખોજમાં તેના અર્થોની સાર્થકતા શોધે છે. એ રીતે કલામ સાહેબ ૠષિ થયા કે નહિ?
ગયા લેખમાં આપણે વાત કર્યા મુજબ, સ્વાર્ત્ઝ હાઈસ્કુલમાં પહોચેલા કલામે હાઈસ્કુલ નું શિક્ષણ પૂરૂં કર્યા બાદ સેન્ટ જોસેફ કોલેજ ત્રિચી માં ઈન્ટરમીડીયેટનો અભ્યાસ કર્યો. ભૌતિક વિજ્ઞાન ના અભાસ દરમિયાન તેમને વિચાર આવેલો જે ઘણા અજ્ઞાન લોકોના પ્રશ્ન નો જવાબ છે. એવા લોકો કે જે વિજ્ઞાન ને ઈશ્વર અને પરંપરાથી આડખીલીરૂપ વિલન ગણે છે. “મને હમેશા એ વાતની નવાઈ લાગી છે કે કેટલાક લોકો શા માટે વિજ્ઞાન મનુષ્ય પાસેથી ઈશ્વર શ્રદ્ધા છીનવી લે છે તેવું માનવા પ્રેરાય છે? હું તો સમજુ છું તેમ વિજ્ઞાન તરફ જવાનો રસ્તો હ્ય્દયમાથી પસાર થાય છે. મારા માટે તો વિજ્ઞાન હમેશા આધ્યાત્મિક સમૃદ્ઘિ ને આત્મ-સાક્ષાત્કાર નો માર્ગ બન્યું છે”
અણુ, પરમાણુંઓ તેમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન, ઈલેક્ટ્રોન્સ અંગે ગજબ સફાઈ થી લખે છે. “ થોડી પણ શક્તિ ધરાવતી વ્યક્તિ જેમ બંધનનો વિરોધ કરેછે તેવુજ વિજાણુંઓ નું છે. જેમ કેન્દ્ર વિજાણુંઓને વધુ જકડી રાખવા મથે તેમ વિજાણુંઓની ભ્રમણ કક્ષા ની ગતિ વધે” કેટલું સાચું! નાના કરતા મોટા પરમાણુઓ નું ન્યુકલીઅસ વધુ પાવરફુલ અને એટલાજ એના ઈલેક્ટ્રોન્સ અવળચંડા, ભાગવાની કરે, આપણી જેમજ. જેમ પારિવારિક સંબંધ ના સમાજ ના બંધનો સખ્ત અને જકડનારા તેટલીજ મનની આઝાદીની ઝંખના પ્રબળ!!
સતત ગતિ માં રહેલા વિજાણુંઓ બાબતે મસ્ત ઉદાહરણ આપ્યું છે, “ જેવી રીતે રાતે ઝડપથી ફરતો પંખો થાળી જેવો દેખાય છે તેવી રીતે વિજાણુંઓ ની ઉંચી ગતિ ને કારણે અણુ ઠોસ ગોળા જેવો દેખાય છે”
કલામે કારકિર્દી બાબતે ગંભીર બનતા જીવન ના એક તબક્કે કોન્ટેકટસ બનાવવાના કરેલા પ્રયત્નોની એક વાત. “આ સમય દરમિયાન વિવધ પ્રકાર ના અને ક્ષેત્ર ના લોકો સાથે પરિચય કેળવવાનો મેં પ્રયત્ન કર્યો. ઘણીવાર તેમાં પછડાટ મળતી, નિરાશા સાંપડતી કે વ્યર્થ પરિચયો પણ થતા. છતાં ત્યારના આ સમય માં પણ મારા પિતાના પ્રેરણાત્મક શબ્દોએ ટેકો આપ્યો હતો “જે બીજાને જાણે છે તે પંડિત છે પણ ડહાપણ વાળી વ્યક્તિ એ છે કે જે પોતાને જાણે છે, ડહાપણ વિનાનું પાંડિત્ય વ્યર્થ છે”
ઈન્ટરમીડીયેટના અભ્યાસ બાદ કઈ લાઈન સિલેક્ટ કરવી તે માટે તેમણે તેમના પ્રદ્યાપક સ્પોન્ડર કે જે ઓસ્ટ્રીયન હતા તેમની સલાહ લીધી. આ સલાહ કારકિર્દી નક્કી કરવા જી રહેલા દરેક વિદ્યાર્થીએ કોતરીને રાખવા જેવી છે, “ તમારે ક્યારેય ભવિષ્ય ની તકો ને ચિંતા કરવી નહિ, બલકે તમે જે તમારી પસંદગી ના ક્ષેત્ર માં જવા ઈચ્છો છો તે અગે ઊંંડી મહત્વાકાંક્ષા તથા પ્રચંડ ઉત્સાહ રાખવા, તેનો પાયો મજબુત કરવો. પ્રા. સ્પોન્ડરનું અવલોકન એવું હતું કે ભારતીયોની મુશ્કેલી એ ન હતી કે તેઓ શૈક્ષણિક કે ઔદ્યોગિક તકોનો અભાવ ધરાવતા હતા પણ તેઓ કયું ક્ષેત્ર પસંદ કરવું તેની તાર્કિક પસંદગી ના તફાવત ના વિવેક નો અભાવ હતો એ હતી. હું પણ નવા નવા ઈજનેરી માં પ્રવેશેલા વિદ્યાર્થીઓને કહું છું કે જયારે તેઓ પોતાનું ક્ષેત્ર પસંદ કરે ત્યારે તેમની આ પસંદગી તેમની આતરીક આકાંક્ષાઓ તથા ભાવનાઓ ને સ્પષ્ટ રીતે વ્યક્ત કરતી હોય એ વિષે વિચારવા પર જ ધ્યાન આપે. બસ અહી જ બાળકે કારકિર્દી બાબતે ગંભીર થવાનું છે અને અહીજ વાલીઓ એ બાળકો ને સ્વતંત્રતા આપવાની છે.
એરોનોટીકલ એન્જીનીયરીંગ માં પ્રવેશ મેળવ્યા પછી એક પ્રોજેક્ટ પર કાર્ય કરતી વખતે તેમને થયેલો અનુભવ ખુબ સરસ છે. તેમના ડીઝાઈનના પ્રાદ્યાપક શ્રીનિવાસને “નીચી ઉંચાઈ પર હુમલો કરે તેવા વિમાન ની ડીઝાઈન” પર ત્રણ જણા સાથે મળીને પ્રોજેક્ટ તૈયાર કરવાનું કામ આપ્યું. કલામે એરોડાયનેમિક ડીઝાઈન નું કામ હાથ માં લીધું. અને કામની પ્રગતી ના મૂલ્યાંકન વખતે પ્રદ્યાપકે તેમને સામાન્ય અને નિરાશાજનક ગણાવ્યું. કલામે બહાના ધર્યા અને અને એક માસ નો સમય માંગ્યો. પણ પ્રદ્યાપક મક્કમ હતા, તેમણે ફક્ત ત્રણ દિવસમાં કામ પૂરૂં ન થાય તો શિષ્યવૃતિ બંધ કરવાની ચીમકી આપી. કલામ પર વીજળી પડી, આ કામ અશક્ય હતું. અને શિષ્યવૃત્તિા તેમની ધોરી નસ હતી. તેના વગર તેઓ સાવ નિસહાય બની જાય તેમ હતા. તેમના પાસે કોઈ વિકલ્પ ન હતો. રાત દિવસ તેઓ ડ્રોઈંગ ટેબલ ને ચીપકી રહ્યા. ભોજન પણ જતું કર્યું. સવારે તૈયાર થવા અને થોડો નાસ્તો કરવા ફક્ત એક કલાક લીધો અને જરા પણ વિચલિત થયા વિના બસ એ અશક્ય કાર્ય ને વળગી રહ્યા. ત્યાં તેમનું ધ્યાન જીમખાના થી વળીને તેમની પાછળ ઉભી ને જોઈ રહેલા પ્રો. શ્રીનિવાસન પર ગયુ, અને તે કલામ ની પીઠ થપ થપાવીને બોલ્યા કે હું જાણતો હતો કે આ કામ મેં તને અશક્ય સમય મર્યાદા માં પૂરૂં કરવા આપ્યું હતું, પણ તું આટલું સરસ કામ કરી શકશે તેવી મને શ્રદ્ધા ન હતી!!’’
અભ્યાસ દરમિયાન નું એક અન્ય ખુબ સુંદર વાક્ય, “જયારે વર્ગખંડ માં શીખેલો સિદ્ધાંત વ્યવહારૂ અનુભવ માં રૂપાંતરિત થાય ત્યારે એક કલ્પનાતીત ઉત્તોજનાની અનુભૂતિ થાય છે. અજાણી વ્યક્તિઓ ના ટોળામાં અચાનક જુનો મિત્ર મળી જાય તેવી”.
એરોનોટીકલ ઈન્જીનીયર બનેલા કલામ ઉત્સાહી, આત્મ-વિશ્વાસુ, સ્કોલર અને ફીટ હતા. પોતાના વિષય માં પારંગત. એરફોર્સ માં જોડવા માટે સંપૂર્ણ સજ્જ. જેના માટે તે આટલા સમય થી સખ્ત પરિશ્રમ સારી રહ્યા હતા તે ઈન્ટરવ્યુ આવ્યો. સીલેક્સન લીસ્ટ પણ આવ્યું. ૮ ઉમેદવાર સિલેક્ટ થયા.કલામ નવમાં હતા!!! એરફોર્સ માં જોડાવાની એક ઉત્તામ તક સરી ગઈ. તે સંપૂર્ણ નિરાશ થઈ ગયા. દિલ્હીમાં ના આ અનુભવે તેમનું સ્થાન, ઈચ્છા, કારકિર્દી, વ્યક્તિત્વ બધું હલબલાવી નાખ્યું. તે ખુબ તકલીફ નો સામનો કરી રહ્યા હતા. તે દરમિયાન તે ૠષ્િાકેશ ગયા, ગંગા સ્નાન કરી દુર એક ડુંગર પર આવેલ શિવાનંદ આશ્રમમાં ગયા. સ્વામીજી ને મળ્યા. બુદ્ધ જેવા દેખાતા, વેધક આંખો વાળા છતાં બાળ સહજ સ્મિત ધરાવતા બરફ જેવું સફેદ ધોતિયું પહેરેલા સ્વામીજી ને તેમણે પોતાનો પરિચય અને નિરાશાજનક અનુભવ અને વર્ષો ની ઉડવાની ઈચ્છા પર ધૂળ પડી ગયા વિષે સ્વામીજી એ કહ્યું, “ જે ઈચ્છા હ્ય્દય અને આત્મા માંથી ફૂટે છે અને જયારે તે શુદ્ધ અને તીવ્ર હોય છે ત્યારે તે લોહ ચુંબકીય અને વિધુત સમાન પ્રબળ ઉર્જા ધરાવે છે. તે રોજ રાત્રે ગાઢ ઊંંઘ માં ઉતરે છે ત્યારે વાતાવરણ માં પ્રસરે છે. દરરોજ સવારે વૈશ્વિક પ્રવાહો ની શક્તિ થી પ્રબળ થઈ ચેતન મનમાં પાછી ફરે છે જેની ગાઢ કલ્પના કરવામાં આવે છે તે ચોક્કસ પ્રગટશે. એ યુવાન. સૂર્યોદય અને વસંત જેટલી જ શ્રદ્ધા આ વચન પર રાખ. તારી નિયતિ ને સ્વીકાર કર અને આગળ વધ”
શિષ્ય જયારે તૈયાર થાય છે ત્યારે ગુરૂ અવશ્ય પ્રગટે છે. કલામે નિયતિ નો સ્વીકાર કર્યો, કડવાશ છોડી દીધી અને ઁ્ઝ્ર શ્ ઁઝ્ર (છૈંઇ) માં માં નોકરી સ્વીકારી. ત્યારે વિમાન ઉડાવતા ન હતા પણ ઉડડયન ને લાયક તો બનાવતા જ!
છેલ્લે એક સવાલ..... જો કલામ એરફોર્સના પાયલોટ બની ગયા હોત તો??
ટેક ટોક
યશ ઠક્કર
વિન્ડોઝ ૧૦
ટેક ટોક વર્ઝન ૫ માં આજે વાતો વર્ઝન ૧૦ વિષે. વિશ્વની ટોચ ની કમ્પ્યુટર જાયન્ટ કંપની માઈક્રોસોફ્ટ એ વિન્ડોઝ ૧૦ ટેકનીકલ પ્રિવ્યુ લોન્ચ કરી દીધું છે. આજે વિન્ડોઝ ૧૦ ની અંદર અને બહાર ની વાતો જાણશું. સૌથી પહેલા તો વિન્ડોઝ ૧૦ ના ઉપયોગ માટે તમારા ડેસ્કટોપ કે લેપટોપ ના મીનીમમ ક્ન્ફ્રીગેશન ની વાત કરીએ તો તમારા લેપટોપ કે ડેસ્કટોપમાં વિન્ડોઝ ૭ કે વિન્ડોઝ ૮.૧ હોવું જરૂરી છે. આ સિવાય ૧ ગીગા હર્ટઝ કે તેના થી વધારાનું પ્રોસેસર, ૩૨ બીટ વર્ઝન માટે ૧ય્મ્રેમ અને ૬૪ બીટ વર્ઝનમાં ૨ય્મ્ રેમ અને ડાયરેક્ટ ટ ૯ નું ગ્રાફિક્સ કાર્ડ હોવું જરૂરી છે.
વિન્ડોઝ ૧૦ વિષે સૌથી વધુ જો કશું આકષ્ર્િાત કરતુ હોય તો એ છે એનો ફ્રેશ લુક, સુપર ફાસ્ટ ઓપરેટીંગ સીસ્ટમ અને અઢળક નવા ફીચર્સ અને હા આપણા સહુ નો સૌથી જુનો ફ્રેન્ડ "ઈન્ટરનેટ એક્સપ્લોરર" પણ બદલાઈ ગયો છે.
વિન્ડોઝ ૮ માંથી જે રીતે સ્ટાર્ટ મેન્યુ ગાયબ કરાયું હતું તેને વિન્ડોઝ ૧૦ માં ફરી લાવવામાં આવ્યું છે જોકે હા તમે ફૂલ સ્ક્રીન સ્ટાર્ટ સ્ક્રીન નો ઉપયોગ કરી શકો છો. સ્ટાર્ટ મેન્યુમાં જમણી બાજુ તમે અલગ અલગ સાઈઝ મુજબ લાઈવ ટાઈલ્સ/આઈકોન્સ મૂકી શકો છો જયારે ડાબી બાજુ તાજેતર માં જ વપરાયેલ એપ્લીકેશન મળશે. સર્ચ બોક્ષ દ્વારા કમાન્ડ પ્રોમ્પ્ટ નો ઉપયોગ કરી શકશો અને એના બિલકુલ બાજુ માં જ પાવર બટન મળશે જેના દ્વારા સીસ્ટમ શટ ડાઉન અથવા રીસ્ટાર્ટ કરી શકશો. વિન્ડોઝ ૮ માં જે રીતે સર્ચ બોક્ષ કામ કરતુ હતું એ જ રીતે વિન્ડોઝ ૧૦ માં પણ એ કામ કરશે. કઈ પણ ઈનપુટ આપશો એટલે તરત જ માઈક્રોસોફ્ટના ડીફોલ્ટ સર્ચ એન્જીન બિંગ પાસે અને વિન્ડોઝ સ્ટોર ના ઓપ્શન્સ મળશે. આ સિવાય માત્ર બિંગ થી જ કોઈ વસ્તુ સર્ચ કરવી હોય તો એના માટે અલગ સર્ચ બોક્ષ પણ આપવામાં આવ્યું છે.
અલ્ટર અને ટેબ ના કોમ્બીનેશન દ્વારા તમે ઘણી વખત એપ્સ ચેન્જ કરી હશે પણ હવે જયારે તમે એ રીતે એપ્સ ચેન્જ કરશો તો એને ટેબ ને તમે રી-સાઈઝ પણ કરી શકશો. આ સિવાય વિન્ડોઝ ૮.૧ ની જેમ જ હમણાં ની લેટેસ્ટ એપ્લીકેશન્સ કે સોફ્ટવેર પણ તમે આ જ રીતે ચલાવી શકો છો. વિન્ડોઝ ૧૦ નું જો સૌથી અલગ આકર્ષણ હોય તો એ છે વર્ચ્યુઅલ ડેસ્કટોપ, હવે હકીકતે જુઓ તો આ વર્ચ્યુઅલ ડેસ્કટોપ એટલે મલ્ટી-ટાસ્કીંગ નો માસી નો દીકરો જે વિદેશ ભણવા ગયેલો અને નીતનવા એટીકેટ્સ શીખીને આવ્યો છે. ટાસ્ક્બર પર ન્યુ ટાસ્ક વ્યુ ઉપર ક્લિક કરતા જ જેટલી પણ એપ્લીકેશન્સ ઓપન છે એ બધા નો બર્ડસ આઈ વ્યુ મળશે. એમાંની કોઈ પણ એપને ન્યુ ડેસ્કટોપ ઉપર ડ્રેગ કરશો એટલે એ એપ્લીકેશનનું સ્વતંત્ર વર્ક સ્પેસ બની જશે. એટલે ઓફીસ કામ નું વર્કસ્પેસ અલગ, ગેમસ માટે અલગ, સોશીયલ એપ્લીકેશન્સ નું અલગ, ન્યુઝ અને મુવી માટે નું અલગ એવા અગણિત વર્કસ્પેસ તમે બનાવી શકો છો. દરેક અલગ અલગ વર્કસ્પેસ માટે અલગ અલગ વોલપેપર પણ તમે રાખી શકો છો. વાઈ-ફાઈ સેન્સની વાત કરૂં તો જે લોકો વિન્ડોઝ ફોન વાપરતા હશે એમને વિન્ડોઝ ૧૦માં આ બાબતે થોડું પોતીકાપણું લાગશે. જે રીતે તમારા વિશ્વાસુ મિત્રો સાથે તમે તમારી વાઈ-ફાઈ કી/પાસવર્ડ શેર કરો છો એ જ રીતે વિન્ડોઝ ૧૦ વિશ્વાસુ એટલે કે નક્કી કરેલા ડીવાઈસ સાથે હોટસ્પોટ દ્વારા વાઈ-ફાઈ કનેક્શન શેર કરશે.
હવે વાત જુના-પુરાના દોસ્તાર ની કે જેને લગભગ દરેક યુઝર આજ સુધી ઈગ્નોર જ કરતો આવ્યો છે. જયારે જયારે કોઈ સરકારી વેબસાઈટનું કામ પડે ત્યારે જ ઈન્ટરનેટ એક્સપ્લોરર નો ઉપયોગ કરતા હતા ને તો હવે ઈન્ટરનેટ એક્સપ્લોરર પણ નવા વાઘા પહેરી ને ઈઙ્ઘખ્તી ના નામે લોન્ચ થયું છે. જેને સંપૂર્ણપણે સફારી ના રંગરૂપે તૈયાર કરાયું છે. જોકે ટેકનીકલ પ્રિવ્યુમાં તો ઈઙ્ઘખ્તી ખરેખર ખુબજ મસ્ત લાગે છે હવે જોવાનું એટલું જ છે કે જયારે સંપૂર્ણપણે લોન્ચ થાય ત્યારે એ કઈ રીતે પરફોર્મ કરે છે. વિન્ડોઝ ટ માં ખુબ જ લીમીટેડ ડીફોલ્ટ ગેમ્સ આપવામાં આવી હતી જયારે વિન્ડોઝ ૧૦ માં એક્સબોક્સ કન્સોલ જ આપી દેવાયું છે એટલે હવે બિન્દાસ અજ ૈટ્ઠટા!
જોકે આ ટેકનીકલ પ્રિવ્યુ હતો એટલે હજુ વિન્ડોઝ ૧૦ વિષે જાણવાનું ઘણું બધું બાકી છે. અઢળક નવા નવા ઓપ્શન્સ મળશે અને નીતનવા બગ્ઝ પણ મળશે. ટૂંકમાં કહેવું હોય તો એટલું કહી શકાય કે આ વિન્ડોઝ ૧૦ એટલેર્ ંઙ્મઙ્ઘ ઉરૈજાીઅ ૈહ દ્ગીુ ર્મ્ંંઙ્મી ુૈંર ૈંદ્બર્િદૃીઙ્ઘ ્ટ્ઠજીં!!
ટીટ-બીટઃ આ આર્ટીકલ લખતી વખતે જ સેમસંગે બીજા ૨ નવા મોડેલ લોન્ચ કર્યા છે. જીટ્ઠદ્બજેહખ્ત ય્ટ્ઠઙ્મટ્ઠટઅ ર્દ્ગીં ૫ અને જીટ્ઠદ્બજેહખ્ત ય્ટ્ઠઙ્મટ્ઠટઅ જી૬ ઈઙ્ઘખ્તી ઁઙ્મેજ.અફવાઓ પર જો ધ્યાન આપવામાં આવે તો આ બંને મોડેલમાં બેટરીની કેપેસીટી ઓછી રાખવામા આવી છે.
મિર્ચી ક્યારો
યશવંત ઠક્કર
રંગલો ચિંતનના માર્ગે
રંગલો આંખો મીંચીને એક ખૂણામાં ધ્યાનની મુદ્રામાં બેઠો છે. રંગલી નાચતાં નાચતાં પ્રવેશ કરે છે.ૃ
રંગલીઃ સત્તાર કામ પડતાં મૂકી હું તો આવી અહીં. મોટે ઉપાડે આવી ગઈ પણ રંગલો આવ્યો નહીં. રંગલો આવ્યો નહીં, રંગલો આવ્યો નહીં, હજી મારો રંગલો આવ્યો નહીં. તા થૈયા થૈયા ને તા થૈ. ચરંગલા સામે ધ્યાન જતાં ઊંભી રહી જાય. લે કર વાત. હું તારા નામની માળા જપું છું ને રોયા તું તો બોલતોય નથી. અરે ઓ રંગલા, કેમ સોગિયું મોંઢું કરીને બેઠો છે? શું થયું? રંગલો જવાબ આપતો નથી. જો બકા, બોલ તો ખરો.
રંગલોઃ ઊંભો થઈનેૃ રંગલી ઓ રંગલી, મારા ગયા ભવની દુશ્મન. તેં આ શું કર્યું?
રંગલીઃ શું કર્યું?
રંગલોઃ અરે! હું ચિંતન કરવા બેઠો હતો. તેં આવીને ભંગ પાડયો.
રંગલી : ચખડખડાટ હસીને રંગલા તું અને ચિંતન?
રંગલોઃ એમાં આવા હાસ્યના ફુવારા ઊંડાડવાની જરૂર ખરી? મને ચિંતન કરવાનું મન ન થાય?
રંગલીઃ ગાંડા, તારે વળી ચિંતન કરવાની શી જરૂર?
રંગલોઃ ચપોતાના પેટ તરફ આંગળી ચીંધીને રંગલી, મારા આત્મામાંથી અવાજ આવી રહ્યો છે કે રંગલા, તું ચિંતનના માર્ગે આગળ વધ.
રંગલીઃ પણ આ તો તારૂં પેટ છે. આત્મા ત્યાં હોય?
રંગલોઃ મારો આત્મા ક્યાં છે હું જાણું કે તું જાણે? હું તને હાથ જોડીને વિનંતી કરૂં છું કે તું વાતને આડે પાટે ન ચડાવીશ. મને ચિંતનના માર્ગેથી પાછો ન વાળીશ.
રંગલીઃ સારૂં. તારે ચિંતનના માર્ગે જેટલા કિલોમીટર આગળ જવું હોય એટલો જજે. પણ એક વાતનો જવાબ દે કે આજે બપોરે તું શું જમ્યો છે?
રંગલોઃ પેટ ભરીને જમ્યો છું. તેં જ તો જમાડયો છે. યાદી લાંબી છે પણ યાદ આવે એટલી વાનગીનાં નામ બોલું છું.
રંગલીઃ ઈર્શાદ!
રંગલોઃ એક તો જાણે પૂરણપોળી.
રંગલીઃ કેટલી ખાધી? .
રંગલોઃ ગણી નહોતી. પણ દસબાર તો ખાધી હશે.
રંગલીઃ આગળ બોલ.
રંગલોઃ દૂધપાક. માત્ર સાત વાટકા જેટલો. .
રંગલીઃ એ સિવાય? જલ્દી બોલને.
રંગલોઃ ચફટાફટ ૃ એ સિવાય બે શાક, ભજિયાં, અથાણું, કચુંબર, પાપડ વગેરે વગેરે. માપ યાદ નથી પણ જેટલું ખવાય એટલું ખાધું છે.
રંગલીઃ મતલબ કે આજની આ ક્ષણ સુધી તારૂં આ પેટ ભરેલું છે!
રંગલોઃ એકદમ ભરેલું છે. સાચું કહેવામાં શરમ શાની?
રંગલીઃ રંગલા. તારૂં પેટ ભરેલું છે એટલે જ તને ચિંતન સૂઝે છે. જો પેટ ખાલી હોત ને તો ચિંતા સૂઝી હોત! તેં કોઈ ભૂખ્યા માણસને ચિંતન કરતાં જોયો?
રંગલોઃ એવું તો ક્યારેય જોવામાં નથી આવ્યું.
રંગલીઃ તો વાત એમ છે રંગલા, જેનાં પેટ ભરેલાં છે એ ચિંતન કરે છે ને જેનાં પેટ ખાલી છે તે ચિંતા કરે છે. ચિંતા એ વાતની કરે છે કે પેટ કેવી રીતે ભરવાં. અને બીજી વાત કે તું અત્યારે નવરો છો. નવરા હોય એ ચિંતન કરે. તેં ક્યારેય મજૂર કે કડિયાને ચિંતન કરતા જોયો?
રંગલોઃ એ જે હોય તે. હું હવે મારા આત્માના અવાજને માન આપવાનો અને ચિંતન કરવાનો કરવાનો ને કરવાનો. તું નહીં કરવા દે તો હિમાલયની ગુફામાં જીને પણ કરવાનો.
રંગલીઃ હિમાલય? હિમાલય જવું સહેલું છે? એટલા રૂપિયા છે તારી પાસે?
રંગલોઃ ચાલતો જીશ.
રંગલીઃ હવે રહેવા દે ચાલવાવાળી! કોઈ ટ્રકવાળો ટક્કર મારીને જતો રહેશે તો હિમાલયના બદલે દવાખાના ભેગો થઈશ.
રંગલોઃ હિમાલય આઘો પડશે તો ક્યાંક નજીકમાં જીશ. ગિરનાર છે ને? એમાં એકાદ ગુફામાં મેળ પાડી દઈશ.
રંગલીઃ નહીં મેળ પડે! રંગલા. કોઈ કહેતા કોઈ ગુફા ખાલી નહીં હોય! એકે એક ગુફા કોઈ ને કોઈ બાવાજીએ રોકી પાડી હશે.
રંગલોઃ એ ગ્િારનારમાં મેળ નહીં પડે તો જંગલમાં એકાદ આશ્રમ બનાવીને ચિંતન કરીશ. હવે તારે કાંઈ કહેવું છે?
રંગલીઃ તને જંગલખાતાના કાયદાની ખબર નથી? જંગલમાં રહેવાની મનાઈ છે.
રંગલોઃ તો કોઈ નદીના કિનારે બેસી જીશ..
રંગલીઃ નદી કિનારો પણ ખાલી હોવો જોઈએને?
રંગલોઃ ચગુસ્સે થઈનેૃ મારી મા હવે બંધકર. હું ગટરના કિનારે બેસી જીશ. પણ ચિંતન તો કરીશ કરીશ ને કરીશ.
રંગલીઃ રંગલા, તું સમજતો કેમ નથી? ક્યાંય કહેતા ક્યાંય જમીન બાકી નથી રહી! ગટરના કિનારે પણ મકાનો, દુકાનો, કોલેજો, કૅબિનો, મંદિરો બની ગયાં છે!
રંગલોઃ તો શું જગ્યાના અભાવે મારે ચિંતનના માર્ગેથી પાછા ફરવું?
રંગલીઃ પણ તારે ચિંતન કરવાની જરૂર શી છે?
રંગલોઃ ચિંતન કરીને મારે શોધી કાઢવું છે કે આ જગતમાં ભગવાન છે કે નહીં. ભલે ગમે તેટલા જથ્થામાં ચિંતન કરવું પડે પણ હું આ સવાલનો જવાબ શોધી કાઢીશ.
રગલીઃ તારે જેટલું ચિંતન કરવું હોય એટલું કરજે. પણ પહેલાં મારા સવાલોના જવાબ દે.
રંગલોઃ પૂછ. દિમાગ ફેરવવું હોય તેટલું ફેરવી લે. પછી આ રંગલો તારાથી દૂર દૂર દૂર દૂર ચાલ્યો જશે.
રંગલીઃ રંગલા. ધારી લે કે ભગવાન છે.
રંગલોઃ ક્યાં છે ભગવાન? એનું સરનામું આપ. હું એને શોધી કાઢીશ.
રંગલીઃ ધારવાની વાત છે. તારે માત્ર ઘારવાનું છે કે ભગવાન છે.
રંગલોઃ ધારી લીધું.
રંગલીઃ હવે ધારી લે કે તું કોઈ રસ્તે આગળ જઈ રહ્યો છે ને કોઈ માણસ રસ્તો ઓળંગવા માટે તારી સહાય માંગે છે. તો તું શું કરીશ? યાદ રાખજે. ભગવાન તારા સારાં-નરસાં કામોની નોંધ લેશે.
રંગલોઃ હું તો આવે વખતે જે કરૂં છું એ જ કરીશ. એવા અસહાયને સહાય કરીશ.
રંગલીઃ વાહ! હવે ધાર કે ભગવાન નથી. બિલકુલ નથી. પાકે પાયે નથી એવું સાબિત થઈ ગયું છે. તું રસ્તે જાય છે ને કોઈ રસ્તો ઓળંગવા માટે તારી મદદ માંગે છે. યાદ રાખજે કે ભગવાન નથી. માણસોનાં સારાંનરસાં કામોની નોંધ લેનાર કોઈ કહેતાં કોઈ નથી. તું સારૂં કામ કરીશ તો તેનું સારૂં ફળ મળવાની કોઈ ખાતરી નથી. તો તું શું કરીશ? પેલા અસહાયને રસ્તો પાર કરાવીશ? વિચાર કરીને જવાબ દેજે.
રંગલોઃ એમાં વિચાર વળી શાનો કરવાનો? એને રસ્તો પાર કરાવવાનો જ હોય ને?
રંગલીઃ ભગવાન ન હોય તો પણ? તારા સારા કામની નોંધ લેનાર કોઈ ન હોય તો પણ?
રંગલોઃ કેમ? સારાં કામની નોંધ લેનાર કોઈ ન હોય તો સારાં કામ નહીં કરવાનાં? આપણે આપણી માણસાઈ ભૂલી જવાની? રંગલી, ભગવાન હોય કે ન હોય! માણસાઈ તો મારાથી ન છૂટે!
રંગલીઃ ચખુશ થઈને વાહ મારા રંગલા વાહ! મને પાકે પાયે ખાતરી જ હતી કે તારો જવાબ આવો જ હશે. રંગલા બકા, મારી વાત માન તો તારે ચિંતનના માર્ગે જવાની જરૂર નથી. જે કાંઈ સમજવા જેવું છે એ તને સમજાઈ ગયું છે. સમજાઈ જ નથી ગયું પણ તારાં જીવનમાં વણાઈ ગયું છે.
રંગલોઃ એટલે શું હું મારો કાર્યક્રમ રદ કરી નાંખું?
રંગલીઃ હા. તને જો માણસાઈ પર ભરોસો હોય તો તારે ભગવાન છે કે નહીં એ પીંજણમાં પડવાની જરૂર જ નથી. ચિંતન કરનારા ભલે કર્યા કરે. આપણે આપણું કામ કરતાં રહીએ.
રંગલોઃ મતલબ કે મારે ચિંતન કરવાની જરૂર નથી.
રંગલીઃ બિલકુલ નથી. તું ચિંતનનો વિચાર જ મનમાંથી કાઢી નાંખ. આપણું કામ છે ખેલ કરવાનું. ખેલ એ જ આપણું ચિંતન. સાંભળ. ચનાચીનેૃ માણસાઈ હોય હૈયામાં તો સહેજે ડરવું નહીં. ભગવાન છે કે નહીંનું પીંજણ કરવું નહીં. કારણ વગર ભેજાનું દહીં કરવું નહીં ચબંને સાથેૃ દહીં કરવું નહીં. દહીં કરવું નહીં. દહીં કરવું નહીં. તા થૈયા થૈયા ને તા થૈ.
ચઆ સાથે ખેલ પૂરો થાય.