Mann ni Mausam no Varsadi Vayro in Gujarati Magazine by Ashutosh Desai books and stories PDF | Mann ni Mausam no Varsadi Vayro

Featured Books
Categories
Share

Mann ni Mausam no Varsadi Vayro

મનની મોસમનો

વરસાદી વાયરો

આશુતોષ દેસાઈ

મોબાઈલ : +91 7738382198

E-mail: ashutosh.desai01@gmail.com

MkhLkk{wt:

T - ૬૦૫, “શ્યામ” ગોકુલ ગાર્ડન, ૯૦ ફીટ રોડ,

ઠાકુર કોમ્પ્લેક્ષ, કાંદિવલી (પૂર્વ), મુંબઈ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

મનની મોસમનો વરસાદી વાયરો

સન્નિવેશ રાયબહાદુર ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનું મોટું નામ. યુવાન લેખક અને કવિ. ગદ્ય અને પદ્ય બન્નેમાં બારાખડીનાં તમામ અક્ષરોને પોતાની અપ્રતિમ કાબેલિયતથી અલભ્ય સર્જનના સીમડાસુધી લઈ જતો પ્રતિભાવાન સર્જક. એક ઉત્તમ સર્જકમાં હોવી ખપે એ તમામ ખૂબીઓ સન્નિવેશમાં મોજુદ હતી. કોઈ હિન્દી ફિલ્મના હીરોની જેટલી લોકપ્રિયતા અને ચાહના હોય તેટલાંજ બહોળા વાચકો અને ચાહકો સન્નિવેશના પણ હતા. એની અટકમાં ઝળકે છે તેટલી જહોજલાલી એની આર્થ્િાક પરિસ્થિતિમાં પણ હતી. સેંકડો એકર જમીન અને નાણાંની ધીરધારનો ખાનદાની ધંધો. આમ જુઓ તો સન્નિવેશના પરિવારમાં ભણતરને કોઈ ખાસ મહત્વ આપવામાં નહોતું આવતું. પરિવારની સધ્ધર નાણાંકીય પરિસ્થિતિ અને જમાવેલી શાખ, મોભ્ભો અને માન મરતબોજ જાળવવાના હતા માત્ર અને તે માટે ઘરના ચિરાગને વાંચતા-લખતા, હિસાબ કરતાં અને વ્યાજના લેણાં બરાબર ગણતા આવડી જાય એટલે ઘણું થયું. સન્નિવેશ પણ આંકડાઓની વારસાઈ લેવા સ્કૂલમાં ગયો. વારસાઈની વસિયતના જરૂરી આંકડાઓનું જ્જ્ઞાન મેળવતા મેળવતા પરાણે શીખવા પડતા બીજા વિષયોમાં એક વિષય ગુજરાતી ભાષાનો પણ આવતો હતો અને અજાણતાજ શ્રીમાન રાયબહાદુર ગુજરાતીને, એના શબ્દોને, એમાંના વર્ણનોને મનના ખોળામાં લઈ રમાડતા અને સહેલાવતા થઈ ગયેલા.

માત્ર નવ વર્ષની ઉંમરે સન્નિવેશે જ્યારે એની પહેલી કવિતા લખી ત્યારે કોઈને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ કવિતા ભવિષ્યના એક ઉતક્રુષ્ટ કવિ અને બેતાજ બાદશાહ જેવા લેખકની રચના થઈ રહેવાની છે. શાહુકારની પેઢી પર બેસતો સન્નિવેશ રાયબહાદુર એ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબજ માનપૂર્વક લેવાતુ નામ થઈ ગયુ.

યુવાન, અપરિણિત ચુંબક એટલે સન્નિવેશ રાયબહાદુર. ગર્ભશ્રીમંત પરિવારમાં જન્મેલો, ઉછરેલો અને મોટો થયેલો આકર્ષક શરીર અને ચિત્તભ્રમ કરી નાખતા રૂપનો માલિક. ઘણું બધું કહી શકવાની કાબેલિયત ધરાવતી વાચાળ કાળી આંખો. સીધા સરળ નાકની નીચેની સુંદર મ્હોંફાડ અને દાડમની કળી જેવા દાંત, હોંઠ એવો ગુલાબી રંગ પોતાની પાસે લઈને ગોઠવાયેલા કે આકર્ષક શબ્દનું વર્ણન એ હોંઠના દર્શનમાત્રથી મળી જાય. ક્લીનશેવ્ડ ચહેરા પર રીમલેસ ગ્લાસીસ અને ભરાવદાર ગાલ. સન્નિવેશ પોતે એક લેખક હતો કે કોઈ લેખકની કલ્પના માંથી જન્મેલું અદભુત વર્ણનવાળું પાત્ર એ કહેવું મુશ્કેલ થઈ પડે. પહોળી છાતીવાળુ મજબુત શરીર અને તેના પર શોભતો પઠાણી ઝભ્ભો. સન્નિવેશ પાંચ ફૂટ દસ ઈંચનું એક એવું વ્યકતિત્વ જે નજાકત અને કદાવર બન્ને શબ્દનું સપ્રમાણ સંમિશ્રણ હતુ.

યુવાન અને રૂપવાન આ લેખકને એક સપનાની જેમ ચાહતો એક મોટો યુવા સ્ત્રિીવર્ગ એ વિચારમાત્રથી વધુ રોમાંચ અનુભવતો હતો કે એમનો આ પ્રિય લેખક હજુ કુંવારો છે. સન્નિવેશને અંગત રીતે ઓળખતા ઘણાં માણસો પૂછી પણ લેતા, કે રાયબહાદુર તમારા લેખમાં ઉપસતાં સ્ત્રિીપાત્રો અગર આટલા સુંદર છે તો તમારી ભાવિ પત્નીતો સ્વયંસૌંદર્યની પરિભષા જેવી જ હશે ને ? સન્નિવેશ માત્ર એક હળવું સ્મિત કરીને મૌન ઓઢી લેતો.

આખરે હજારો કુવાંરી યુવાન છોકરીઓના દિલ તોડી નાખતી એ ઘટના ઘટવાનો સમય આવી જ ગયો. સન્નિવેશના સાદાઈથી, માત્ર અંગત માણસોની હાજરી વચ્ચે લગ્ન લેવાઈ ગયા. સોંદર્યને કાગળ પર સાકાર કરતો યુવાન એક તદ્દ્‌ન સામાન્ય દેખાવની છોકરી અથર્વા સાથે પરણી ગયો. અથર્વા રૂપ, કદ, કાઠી કોઈપણ વાતે સન્નિવેશ સાથે શોભે તેવી ન હતી. જોનારને રીતસરનો આંચકો લાગતો કે જેને માટે છોકરીઓ લાંબી કતાર લાગી હતી. મનગમતી પસંદગી કરવા માટે કોઈ કમી ન હતી, એક થી એક ચઢિયાતું રૂપ સન્નિવેશ પર ન્યોછાવર થવા તલપાપડ હતું તે યુવાન આવી સાવ સામાન્ય છોકરી સાથે લગ્ન શા માટે કરે ? તેણે સંપૂર્ણ મરજીથી આ સંબંધ સ્વીકાર્યો હતો. એવું તે કયું કારણ હતું કે એક પુરબહારમાં ચમકતા સિતારા સાથે આ માટીનું ઢેફું જોડાઈ જાય ? લોકોએ તો ત્યાં સુધી કહી નાખ્યું કે ચોક્કસ સન્નિવેશ રાયબહાદુર કોકના નિષ્ફળ પ્રેમમાં ઘવાયા હશે. નહીં તો એમના લગ્ન આ રીતે...

સન્નિવેશનું વ્યકતિત્વ એના લખાણમાંથી ઝલકતું. એનું વર્ણન, એની લખવાની ઢબ, વાર્તા યા કથાવસ્તુને બાંધવાની એની અનોખી રીત. એનું લખાણ એક ખળ ખળ વહેતા ઝરણાંની જેમ કાગળ પર ચિતરાયેલા અક્ષરો દ્વારા વાચકની નજર સામેથી વહ્યા કરે અને વાચક એક તણખલાની જેમ એ પ્રવાહમાં તણાતો જાય. કહાનીમાં, એના માહોલમાં, એમાં આવતા સંજોગોમાં ઓતપ્રોત થઈ એને માણવી વાચકને મન આનંદવિશ્વમાં વિહરવા જેવું લાગતું. વાચકોને સન્નિવેશનું લખાણ વાંચતા એવો અનુભવ થતો જાણે એ આલેખાયેલા પાત્ર સાથે એ પોતે જીવી રહ્યો છે. એનું વાર્તાબીજની આજુ-બાજુના વિશ્વનું બખુબી આલેખન, વાચકની આંખ સામે આખોય માહોલ ઉભો કરી શકવાની કાબેલિયત આ તમામ એના વાંચકને એક ઉત્તમ ક્રુતિવાંચનના અનુભવ સુધી લઈ જીને મૂકી દેતી.

એના લગ્ન થયાને એકાદ મહિનો થયો હશે ત્યાં સન્નિવેશને મુંબઈ જવાનું થયું. નાટ્‌ય જગતના અગ્રણીઓ અને સાહિત્ય ક્ષેત્રના માંઘાતાઓ એનું અભિવાદન કરવા માંગતા હતા. આખાય કાર્યક્રમના અંતપછી દરિયાકીનારે શાંત બેઠેલા સન્નિવેશ પાસે આયામ આવીને બેઠો. ’અરે લેખક, કેમ એકલા બેઠા છો, શું વાત છે ?’ એની તરફ જોયા વગરજ સન્નિવેશ એના ઘેરા અવાજમાં બોલ્યો. આયામ, ’વિશ્વમાં જ્યાં જ્યાં ગહેરાઈ છે ત્યાં કોઈને કોઈ રાઝ આ દુનિયા સાચવીને બેઠી છે. તને નથી લાગતું કે આ સતત વહેતો દરિયો એનામાં અનેક રાઝ વણુકેલ્યા રાખીને વહી રહ્યો છે ?’ ’કોઈ નવી વાર્તા વિશે વિચારી રહ્યા છો કે શું ?’ આયામે કહ્યું.

’આયામ, હું એક જાહેર વ્યકતિત્વ છું અને મારી દરેક રચનાને કે મારા માનસપુત્રોને હંમેશા સંપૂર્ણ સ્વાભાવિકતાથી, સચ્ચાઈથી અને પ્રામાણિક્તાથી લોકો સામે મુકતો આવ્યો છું, પણ એનો અર્થ એ નથીજ કે મારૂં અંગત જીવન પણ દુનિયાની મરજી પ્રમાણે જીવાવું જોઈએ. મારી જીન્દગી વિશે મારા અંગત નિર્ણય વિશે લોકો સવાલ પૂછનારા કોણ ? મારો અંગત નિર્ણય શું મારો અંગત જ ન હોવો જોઈએ ?’ સન્નિવેશ ઉદ્વેગ સાથે બોલ્યો. ’વાત શું છે, કેમ આટલા ઉખડેલા છો ? અથર્વા વિશે કંઈ, કે પછી એની સાથે કોઈ મતભેદ ?’ આયામે પૂછ્‌યું.

સન્નિવેશ જાણે ભૂતકાળના કોઈ બંધ કમરામાં જી ચઢ્‌યો હોય તેમ શૂન્યમાં બોલતો હતો. ’સુખી પરિવારમાં જ્ન્મેલો, રૂપિયાના રઘવાટ વચ્ચે રમીને, જાહોજલાલીમાં મોટો થયેલો સન્નિવેશ રાયબહાદુર. મારી મા સુકન્યાદેવી, અત્યંત સ્વરૂપવાન સ્ત્રિી હતી. એટલું બધુ રૂપ કે સુંદરતા શબ્દ વાપરવો પણ એની સામે પામર લાગે. લાલ ચુંદડીમાં નવોઢા તરીકે આવેલી સુકન્યાને જોઈ લોકો લાખ લાખ શબ્દો વખાણના પિરસવા માંડયા. સુકન્યા પણ જાણે દરેકની વાત સાંભળીને પોરસાઈ રહી હતી. કોઈ અજાણ આકર્ષણથી અંજાયેલી દરેકની આંખો મારી મા ના ચહેરા પરથી હટવાનું નામ નહોતી લઈ રહી.

દરેક નવા પરણેતરને જેની કાગને ડોળે રાહ હોય તે રાત આખરે અમારી ડેલીમાંય આવી. સુકન્યા અને મારા પિતા પ્રતાપસિંહ રાયબહાદુર પોતાના અંગત એકાંતમાં કેદ થઈ ગયા. બે યુવાન શરીરને એક-મેકમાં ઓગળવા માટેની સામાજિક મંજૂરી મળી ચુકી હતી, હવે સમય હતો એને ભોગવવાનો. મોટી ઓસરીવાળીએ મહેલસમ ડેલીનાં એક વિશાળ કમરામાં ઈચ્છનીય અંધારૂ ધીમા પગલે આવી ચઢ્‌યું અને પ્રતાપસિંહ એ અંધારાને હળવેથી પંપાળતો કોઈ આછો પ્રકાશ ચાહતા હતા. જેથી એની માલિકીના આ રૂપને મનભરીને જોઈ શકે. નકશીદાર ચીમની નીચે સળગતી મીણબત્તીની વાટ જાણે આ અદભૂત રૂપને નજરસામે જોઈ શરમાઈ ગઈ, તે પવનની એક્પણ લહેરખી એને ન અડવા છતાં આમતેમ હાલક ડોલક થવા માંડી. ગરમ શ્વાસોની આવન- જાવન આખાય કમરાના વાતાવરણને હૂંફાળુ બનાવી મૂકવા કાફી હતું. શરમના શેરડાંમાં ઢબુરાયેલી સુકન્યા અને એને પામવાના ઓરતાં લઈ બહાવરો બનેલો પ્રતાપસિંહ, બન્નેના શરીરને એ કમરાનું હૂંફાળું વાતાવરણ પરસેવાની સુગંધમાં રગદોળી રહ્યું.

સુકન્યાનું પારસસ્પર્શ રૂપ ધીમે-ધીમે કપડાંના આવરણથી બહાર આવતું ગયું અને શરીર પરથી ઉતરતા એક એક કપડે સુકન્યા વધુને વધુ શરમથી કોકડું થતી ગઈ. પ્રતાપસિંહ જાણે આજે પાગલપનની સીમાએ હતો, ધરતી પરનું ઉત્તમોત્તમ સૌંદર્ય હમણાં એની નજરસામે હતું અને તેના એક એક મરોડદાર ઉભારો, રોમ-રોમ પર વજ્રાઘાત કરતા વળાંકો પ્રતાપસિંહને ગાંડપણ ઓઢી લેવા મજબુર કરતાં હતા.

સુકન્યા અને પ્રતાપસિંહનું આલિંગન અને પ્રણયચેષ્ટા, એ રૂપયૌવનાને સ્ખલનના અદ્‌ભુત આનંદવિશ્વમાં વિહરવામાટે એક અગ્નિજ્વાળામાં ફેરવતી જી રહી હતી. તૃપ્તિની ઝંખનાનો ઉંબરો ઓળંગવામાં ક્ષણમાત્રનો વાર હતો ત્યાંજ પ્રતાપસિંહ મંદ પડી ગયા. પ્રતાપસિંહના મન-મગજ પર સુકન્યાનું રૂપ એ રીતે હાવી થઈ ગયેલું કે ઉન્માદનો અતિરેક એના શરીરથી સહન ન થઈ શક્યો અને સુકન્યાની કામેચ્છાપુર્ત્િા થાય તે પહેલાંજ પ્રતાપસિંહનું શરીર પરસેવે રેબ ઝેબ થઈ ગયું. કામેચ્છામાં ચુસ્ત થઈ ગયેલું સુકન્યાનું શરીર તૃપ્તિનો ઓડકાર ઝંખતુ હતુ પણ એ રાત્રે પ્રતાપસિંહ એને સંતોષવામાં અક્ષમ સાબિત થયા. મધદરિયે પહોંચેલી સુકન્યા અત્રપ્ત રહી ગઈ, એ આખી રાત એ સૂઈ ન શકી.

અસંતોષ લઈને આવેલી બીજા દિવસની સવારે પણ પ્રતાપસિંહની નજરો અને મન પરથી સુકન્યાના રૂપનો નશો ઉતરવાનું નામ નહોતો લઈ રહ્યો, એ પોતાની પરણેત્તરને ખુબ લાળ કરતા, નજર લાગી જાય એ હદે ચાહતા, પણ ઢોલીયા પરના એકાંતમાં ન જાણે એમને શું થઈ જતું, કામાગ્નિના આવેશમાં ચુસ્ત થયેલું શરીર અચાનક તૃપ્તિની નજીક પહોંચી હારી જતું. આજ-કાલ કરતા કરતા ૧૧ રાત્રિ નિકળી ગઈ. એવામાં પોતાના અધુરા અધરોપર અસ્પર્શ રહેલી લાળની ભિનાશ અનુભવતી સુકન્યાના જીવનમાં નવો વળાંક આવ્યો. નવપરિણીત યુગલ ગામની શાળાના વાષ્ર્િાક મહોત્સવમાં મહેમાન થઈને ગયું અને એ કાર્યક્રમ સુકન્યાના જીવનમાં ઉત્સવ લઈને આવ્યો. વાષ્ર્િાક મહોત્સવનું સંચાલન કરતો માઈક પરથી બોલાઈ રહેલો ઘેરો અવાજ સુકન્યાને ચિત્તભ્રમ કરી ગયો. સાહિત્યથી તરબોળ અને લયમાં બોલાતી શેરો શાયરીવાળું લકત્વ્ય સુકન્યાનું ધ્યાન ખેંચી રહ્યા હતા. એની નજર પેલા અજાણ્‌યા ચહેરા પરથી હટવાનું નામ નહોતી લઈ રહી.

ઔપચારિક ઓળખાણે એ માસ્તરને મારા ઘરનો કાયમી મહેમાન બનાવી દીધો. મહેલ જેવી ડેલીની વહુ સુકન્યાએ શારીરિક કામનાની પૂર્ણતા માસ્તરમાં શોધી લીધી અને સંખેડાના ઢોલીયાની શોભા કાથીના ખાટલે આળોટવા માંડી. પ્રતાપસિંહને એ વાતની જાણ થાય તે પહેલા સુકન્યાના પેટમાં એક પિંડ આકાર લેવા માંડયો. એમને જ્યારે સુકન્યાને ચાલી રહેલા સારા સમયની ખબર પડી ત્યારે એ અવઢવ હતી કે બાળકના આગમનની છડી પોકારતા આ સમયના વધામણાં લેવા કે શોક મનાવવો. એમને એ વાતનો ડર હતો કે પોતાના ઘરનો આ રૂપનો કટકો ક્યાંક અભળાયો છે.

પ્રતાપસિંહની વારંવાર પૂછપરછ, ત્યારબાદ ધીમા ધીમા ઝઘડાઓ બંધ કમરાની ચાર દિવાલથી બહાર આવવાની તૈયારીમાં હતા ત્યાં એમને પોતાનીજ પત્ની પાસે ચરમસીમા ઓળંગતા શબ્દો પોતે નામર્દ હોવાની ગાળ તરીકે પાછા મળ્યા. તે દિવસથી પ્રતાપસિંહે વાત પર પડદો પાડી દીધો.’

આયામ, સન્નિવેશની આંખોની ભિનાશ એના શબ્દોમાં મહેસુસ કરી રહ્યો હતો. પળભરના વિરામબાદ સન્નિવેશે ભૂતકાળના પોટલાંની એક ઓર ગાંઠ છોડી. ’મારો એ પરિવારમાં જન્મ એ કોઈ નવા મહેમાનનું આગમન નહોતું આયામ, પણ પ્રતાપસિંહના અસ્તિત્વ પર પ્રહાર કરતી એક ગાળ હતી. જે એમનાથી સહન ન થઈ શકી. પ્રતાપસિંહે એ ગાળ પોતાની નજરસામે ઉધરતી જોવા કરતાં જીવનનો અંત આણવો વધારે વ્યાજબી સમજ્યો. માસ્તરની હિમ્મ્ત પ્રતાપસિંહના મોત પછી ઓર વધી ગઈ એ મનફાવે ત્યારે અમારા ઘેર આવ-જા કરવા માંડયો. પણ સુકન્યાની ભુખ કોઈ એક માસ્તરથી કોઈ’દિ ધરાઈ તેમ નહોતી. રૂપનો એ કટકો અનેક પડખાંઓની ગરમાહટમાં ઓગળતો રહ્યો. શારિરીક કામનાઓના સંતોષનો અવિરત દોર એ એની અખૂટ ભુખ હતી. સુકન્યા ભોગવતી અને ભોગવાતી રહી.

હું ૧૮ વર્ષનો થયો ત્યારે એક દિવસ અમારા મહેતાજી એક કવર લઈ મારી પાસે આવ્યા, દીકરા મોટા શેઠની ઈચ્છા હતી કે તમે સમજણા થાવ ત્યારે આ કવર તમને આપવામાં આવે એકલામાં એકવાર વાંચી જજો. બાપુનો પત્ર ! જેમનો ચહેરો મેં કાયમ ફોટામાંજ જોયલો એ બાપુએ મારા માટે પત્ર લખ્યો હતો.

દિકરા,

તમારો ચહેરો જોવા રોકાઈ શકું એટલી તો મારામાં હિમ્મ્ત નહોતી પણ નિઃશંક તમે તમારી મા જેવાજ દેખાવડા હોવાના, હવે પછી હું જે કહેવા જી રહ્યો છું તે ધ્યાનથી સમજવાની કોશિશ કરજો.

આપની મા સુકન્યા એક અતિસુંદર સ્ત્રિી છે જેમાં કોઈ શક નથી, મેં અમારા ટૂંકા દામ્પત્યજીવનમાં હંમેશા એમને હ્ય્દયના ઊંંડાણથી ચાહવાનો પ્રયત્ન કર્યો હતો. લગ્નની પ્રથમ રાત્રિએ હું તમારી મા સામે મારૂ પુરૂષાતન હારી બેઠો, પણ એનો અર્થ એ ક્યારેય નહોતો કે હું એક સક્ષમ પુરૂષ નહોતો. એક પુરૂષ અને સ્ત્રિી જે સંબંધથી એમની પૂર્ણતાને પામે છે તે અંધકારમાં ઉદય થતો સંબંધ, તમારી મા ને ચાહવા માટે મારે મન ખુબ મહત્વનો હતો પણ એ રાત્રિના એકાંતમાં મારો અતિઆવેગ મને હરાવી ગયો.

બેટા, આશા રાખું છું કે તમે મારી વાત સમજી રહ્યા હશો કારણ કે હવે હું જે વાત કહેવા જી રહ્યો છું તે કદાચ તમને પચાવવામાં અઘરી પડે પણ રાયબહાદુર પરિવારના ચિરાગની રૂએ સચ્ચાઈ જાણવાનો તમારો હક્ક છે. પ્રથમ રાત્રિની મારી એ નકામયાબી તમારી મા સ્વિકારી ન શકી યા એ સ્વિકારવા નહોતી માંગતી. એકવારની મારી એ હારને તમારી મા એ વારંવારની હારમાં તબદીલ કરવા માંડી. મને અતિઉન્માદની ક્ષણો સુધી લઈ જી તૃપ્તિના આભાષી વિશ્વમાં છોડી મૂકવાની એક વિકૃત માનસિકતા એ મારી સાથે આદરતી રહી અને મને હંમેશા એ જતાવવાનો યત્ન કરતી રહી કે મારામાં એમને સંતોષવાની ક્ષમતા નથી. હકીકત એ હતી કે તમારી મા કોઈ એક પુરૂષથી આજીવન સંતોષ મેળવવાજ નહોતી માંગતી, એમની શારિરીક કામના એટલી પ્રબળ હતી કે અન્યોનો સહવાસ માણવો એને મન મનચહ્યા ઉત્સવ જેવું હતું જે વાતનો ખ્યાલ મને પાછળથી આવ્યો.

મને માફ કરજો દિકરા પણ જે પરિવારમાં તમે મોટા થવાના હોય તે પરિવારની શાખ અને મોભ્ભો જાળવવા તમારી ફરજ છે, આશા છે કે રાયબહાદુર પરિવારને શોભે તે રીતે આ હકીકત તમે સમજી, વિચારી એની ઈજ્જતને ડાઘ ન લાગે તે રીતે નિર્ણય કરશો. દિકરા, તમારા આ બાપની એકમાત્ર ઈચ્છા જો તમે પુરી કરી શકો તો એટલુંજ કહેવું છે કે તમારા લગ્ન ટાણે ફરી કોઈ સુકન્યા આપણા ઘરમાં ન આવી જાય તેનું ધ્યાન રાખજો. ભલે તમે મારો અંશ થઈને આ પૃથ્વી પર નથી અવતર્યા પણ મારા પરિવારમાં ઉછર્યા છો તો રાયબહાદુર ખાનદાનની સમાજમાં ઈજ્જત જળવાઈ રહે એટલી જ આશા રાખુ છુ.

પ્રતાપસિંહ રાયબહદુર.

આયામ, માસ્તરના લોહીના અંશની એ અસર છે કે હું એક લેખક છું. પણ પ્રતાપસિંહના એ પત્રએ મારા પર એટલી ગહેરી અસર છોડી કે હવે દુનિયાની દરેક સુંદર સ્ત્રીમાં મને સુકન્યા દેખાય છે. અને ભવિષ્યની કલ્પના મને હચમચાવી મૂકે છે. અથર્વા સાથેના લગ્ન સામે પ્રશ્નાર્થથી જોતા મારા વાચકો કે સમાજને હું શું કહું ? પણ મને લાગે છે કે મૌનમાં આકાર લઈ રહેલી લોકોની ધારણાને મારે ધારણા જ રહેવા દેવી જોઈએ. કારણકે ખુલાસાઓ ઘણીવાર અનિચ્છનીય પરિણામો આપી જાય છે .