Namti Savar ane be Anubhav in Gujarati Magazine by Parth Bhaveshbhai Dave books and stories PDF | Namti Savar ane be Anubhav

Featured Books
Categories
Share

Namti Savar ane be Anubhav

નમતી સવાર

અને

બે અનુભવ!

પાર્થ ભાવેશભાઈ દવે

E mail ID: parthbdave93@gmail.com



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

નમતી સવાર અને બે અનુભવ!

હું વિનોદકાકાને મળીને, એમના ઘરેથી બહાર નીકળી કાંકરિયા ગેટ નંબર ત્રણની સામે ઉભો રહ્યો. મોટો ગેટ જોયો દુરથી. બે કે ત્રણ વર્ષ પહેલા એક મિત્ર અર્પ્િાત પંડિત અને હું, કાંકરિયાના આ જ કે આવા અન્ય કોઈ ગેટમાંથી દાખલ થઈ અંદર ગયા હતા. અને અંદર વોક કરતે બક્ષીથી કરીને અશ્વિની ભટ્ટ અને મીરાંથી કરીને ગાલીબ સુધીનાની પેટ ભરીને વાતો કરી હતી. ગેટ જોયો અને એ બધું યાદ આવી ગયું. આપણું મન-દિમાગ ક્યારેક બહુ ધલવલાટ કરે કે મારે આ કે તે કરવું જ છે! એ દોસ્તને ફોન કરવાની ઈચ્છા થઈ ગઈ. તમને ક્યારેક આમ અચાનક જ, કોઈ પ્રસંગ યાદ આવીને સગા કે વ્હાલાને ફોન કરવાની ઈચ્છા થાય તો બેજીજક એ જ ઘડીએ કરી નાખવો. ‘પછી નિરાતે કરીશ’ કે ‘પછી એને કહીશ કે તને યાદ કર્યો હતો’ એમ વિચારીને એ ખ્યાલને પ્લીઝ મૂકી ન દેતા. આપણું દિલ કે મન જે પહેલી વખત રીએક્શન આપતું હોય છે ને, એ એકદમ સાચું અને પરફેક્ટ હોય છે. પણ પછી આપણું મગજ, આપણો તર્ક એમાં ફેરફાર કરી નાખે છે. લાગણી સૌથી પહેલી ઉઠે કે જાગે પણ તર્ક એમાં ઘુસી જતો હોય છે- આ તકલીફ છે લોજીકની. અને આ તકલીફ તો રહેવાની!

મેં ફોન જોડયો, ઉપાડયો. મોબાઈલ બદલ્યો હશે એટલે નંબર નીકળી ગયા હતા એટલે પહેલા ન ઓળખ્યો અને પછી ઓળખ્યો એટલે રાજી થઈને ઠેકડો માર્યો! ખુબ ખુશ થયો. એ બે-પાંચ મિનીટમાં અમે ૨-૩ વર્ષ જૂની બધી યાદો જીવી લીધી. હવે આ ફોન મેં મારા ‘વિચારો’ માં જ કર્યો હોત, તો ખાલી મને જ મજા આવત, એ દોસ્તને નહીં. એટલે કશુંક થાય અને તતક્ષણ જે વિચાર જન્મે, એને ડાયરેક્ટ અમલમાં મુકે દેવો. હું સમ ખાઈને કહું છું તમને ટેસડો પડશે! અને હા, સામે વાળાને તો બોનસમાં ખુશીઓ આપી દેશો! એ આખો દિવસ, મલકાતો-હસતો કહેતો ફરશે કે ભાઈ, મને ઓલાનો-ઓ ભાઈનો.. આજે વર્ષો પછી કે આટલા વર્ષે ફોન આવ્યો... આપણે આમ જ જાણે અજાણ્‌યે કોઈકના જીવનમાં એકાદ વર્ષ તો નહીં, પણ એકાદ દિવસ જરૂર ઉમેરી નાખતા હોઈએ છીએ. ના, મને એવું હરગીઝ નથી કહેવું કે મેં એ અર્પ્િાતની જિંદગીમાં દિવસ ઉમેર્યો! કેમ કે, એ તો ખાસું લાંબુ જીવવાનો છે મારો દોસ્ત!

ફોન મુક્યો એટલે ત્યાં સુધી મારામાં પણ કશીક એનર્જીનો ઉમેરો થયો હતો. હું ગેટ નંબર ત્રણની જમણી બાજુ વળ્યો. અમદાવાદની ટ્રાફિક અને માણસો કે પછી કહેવાય કે માણસોથી ભરેલો ટ્રાફિક! હું જમણી બાજુ ચાલ્યો. રીક્ષાઓ, છોકરીઓ, મુસાફરો, બસો, થોડી ઠંડક અને હું..! બારથી પંદર મિનીટ ચાલ્યો અને પાછો વળ્યો. એ જ બાજુ રીટર્ન ચાલવા લાગ્યો.

હું મારી ધૂનમાં હતો. લોકોની આવન-જાવન એક વખત સરખી જોઈ લીધી હતી એટલે હવે ૈહીંિીજં નહોતો. હવે મારી જમણી બાજુ, રોડની સામેની સાઈડ કાંકરિયાની દિવાલ હતી. આગળ ચાલતો હતો એટલે જમણી બાજુ, એ જ ગેટ નંબર ત્રણ આવશે. બાજુ માંથી એક રીક્ષા પસાર થઈ. અમદાવાદના કોઈ લોકો એને ‘ઓટો’ પણ કહે છે. એક સ્થળેથી બીજે, નજીકમાં જ જવું હોય તો ‘શટલિયા’ એવું પણ કહેવાય. બધા ભેગા બેસે અને ‘છૂટક છૂટક’ રૂપિયા આપી ઉતરતા જાય. એકબીજામાં ચીપાઈને, ચોટીને બેસે પણ દરેકને ઉતાવળ હોય પહોંચવાની. એ ઓટો-રીક્ષા સાવ નજીકથી પસાર થઈ. થોડી આગળ જઈ, ઉભી રહી. રીક્ષાવાળો મારી તરફ ફર્યો, જોવા લાગ્યો. રીક્ષામાં પાછળ બેઠેલી છોકરી જેણે આખા મોં ઉપર દુપટ્ટો બાંધ્યો હતો. ડરેસ પહેર્યો હતો અને ઉમરમાં ૨૨ થી ૨૫ની વચ્ચેની હતી. એણે મોઢું બહાર કાઢ્‌યું અને જોવા લાગી. રીક્ષાવાળાએ ચહેરો ઉંચો કરી પૂછ્‌યું કે ચાલવું છે? મેં ‘ના’ કહી. પછી એ છોકરીએ પૂછ્‌યું, ‘ચલના હે?’

મને ધક્કો વાગ્યો. આ શું પૂછી રહી હતી? મેં ‘ના’ કહી. એ કહેઃ ‘તીનસો રૂપિયા, રૂમ ભાડે કે સાથ!’ મેં ‘ના’ કહી. હજુ રીક્ષા એમ જ ઉભી રહી. હું રીક્ષાની આગળ નીકળી ચુક્યો હતો. વિચારોમાં હતો કે આ અમદાવાદ છે? અરે! મેં પણ સાંભળ્યું, જોયું અને વાતો કરી છે. પણ આ એરિયા? અને એ છોકરી તો કોઈ કોલેજમાં ભણતી હોય એવું લાગે છે. એ રીક્ષા ફરી બાજુમાં આવી, ધીમી પડી. એ છોકરી આજીજી જેવા સ્વરે કહી રહી હતીઃ ‘ચલોના!’ મેં ‘નાં’ કહી.

આ મજબુરી હશે કે આવું અહીં ચાલ્યું જ આવે છે? ‘વર્ષોથી ચાલ્યું આવે છે’ એવું તો કેમ કહી શકાય? કેમ કે આ છોકરી તો ઉમરમાં નાની હતી.

મગજમાં અફળાતા, વિન્જાતા હથોડા સાથે એ રસ્તો હું કાપી ગયો. એ રીક્ષાવાળાને, એ છોકરીને અન્ય કોઈ ‘છોકરો’ મળી ગયો હશે! ત્રણસો રૂપિયામાં!! કોલેજ જવાની બેગ લઈને નીકળી હશે પછી અહીં આવી ગઈ હશે?? કે પછી અહીં- આ જ કરવા અમદાવાદમાં રહેતી હશે? આને લીગલી બનાવો કે ન બનાવો, સારૂં છે કે ખરાબ, ખોટું છે કે સાચું.. એ બધું અને આવા પ્રશ્નો જ અસ્થાને છે..

જિંદગીને ‘ખુશનુમા ખુશનુમા’ કર્યા કરતા, અને ‘ખુશી ખુશી’ ચિલ્લાયા કરતા આપણે આ બાજુ જોઈએ છીએ? કે પછી ‘હા, જોઈએ છીએ’ અને જોઈને અવગણીએ છીએ? કેમ કે આપણે આનાથી, આ બાજુ જોવાથી પણ ‘ખરાબ’ થઈ જઈશું?

અમદાવાદના મિત્રને પૂછ્‌યું તો સ્વાભાવિકતાથી કહે કે, ‘હા.. એ તો એરિયા જ એવો છે. ત્યાં ર્િજૈંેંીં’ હોય જ છે!’ બીજો કહેઃ ‘હા.. એ કોલેજમાટે રૂપિયા ન બચતા હોય, ઘરેથી કાઈ આપે નહીં..એટલે..એવું બધું!’ આ બધું સાંભળી માથું ભમી ગયું. સાલી.. આ પણ જિંદગી છે... રોજેરોજ શરીર વેંચતી, લોકોને કહી કહીને કે, ‘આવો આવો..’ આજીજી કરીને, કરગરીને... ભીખ માંગીને... હટ... છી!

પંદરથી વીસ મિનીટ પહેલા હું સ્વસ્થ હતો. કાંકરિયાનો ગેટ નંબર ત્રણ જોઈને, ખુશ થઈને મિત્રને ‘યાદો’ મમળાવા ફોન કર્યો હતો અને વધારે ખુશ થયો હતો. ખુશીમાં ચક્કર મારવા બીજી બાજુ વળ્યો અને વાસ્તવિકતાની બીજી બાજુ દેખાઈ. નક્કર વાસ્તવિકતા! ઈચ્છા તો એવી થઈ કે એ છોકરીને પૂછું કે ‘તું આમ શા માટે કરે છે?’ પણ સાલું, આ સમાજનો કંટાળો છે. એ માની જ નથી શકતો કે ઉકેળામાં પણ સારી વસ્તુ હોઈ શકે છે. કે ખરાબ જગ્યામાં જવાથી, અંદર રહેવાથી પણ ખરાબને સારા કરી શકાય છે. નિરર્થક છે બધું વિચારવું. અને એમ એને પૂછા કરવા બેસું ને ક્યાંક એ મારી ‘હા’ સમજી બેસે કે પછી રીક્ષાવાળો અને એ મળેલા હોય અને મને જ ઉપાડી જાય તો? કેમ કે, આવા સંજોગોમાં પહેલા ‘થું થું’ કરવાનું મન થાય, પછી દયા આવે અને પછી શાંતિથી વિચારો તો એમની માનસિકતાનો ખ્યાલ આવે. રિક્ષાવાળા અને આવી ‘કોલગર્લ’ કહેવાતી છોકરીઓ વચ્ચે ‘કરાર’ થયેલા હોય છે. બીજા બે-ચાર વ્યક્તિઓ ભેગા થઈને છોકરા કે માણસને ભોળવીને લુંટી પણ લેતા હોય છે... પણ... આ ‘પણ’ વચ્ચે આવે છે. કહ્યું ને, નિરર્થક છે બધું વિચારવું..

અને તમે જાણો છો કે આ મન, આ દિલ.. આ હ્ય્દય.. નિરર્થક કામો બહુ કરે છે. અને કર્યે જ જાય છે, કર્યે જ જાય છે...

(લખ્યા તારીખઃ ૧૪-૨-૨૦૧૫)