વેલોડી : વેલેન્ટાઈન્સ કોમેડી
સિદ્ધિ દવે
વેલેન્ટાઈન્સ ડે માટે એ લોકોને જઈને પૂછવું પડે જે લોકો એ પ્રેમના દરિયામાં ખાબક્યા હોય, પછી એ તર્યા હોય કે કોઈએ એને તાર્યા હોય એને જ પૂછવું પડેને! આવે વખતે મને સરદાર પટેલના શબ્દો યાદ આવે છે, “પાણીમાં તરવાવાળા જ ડૂબી જાય છે, કિનારે ઉભા રેનારા લોકો ક્યારેય ડૂબતા નથી એ વાત સાચી, , પણ કિનારે ઉભા રહેનારા લોકો ક્યારેય તરવાનું શીખતા નથી.” એટલે હવે એટલું નક્કી થઈ ગયું કે આ વસ્તુની વર્ણન કરવાનો એનેજ હક છે જે લોકોએ આમાં ખાબક્યું હોય, પણ જેને ખાબક્યું નથી પણ ખાબકવાના ખરા એ લોકોનું શું? બસ એ લોકોને શું જોઈ જોઈને રાજી જ થવાનું કે શું? ભીજાયા વગરનાં કોરા લોકો પણ પાણી વિશે કૈક તો વિચાર કરતા જ હશેને !એ કેવુક હોઈ શકે એ હું વિચાર કરવાની ટ્રાય મારું છું.ભૂલચૂક લેવીદેવી, બાકી આપણે માથે કઈ નહિ!
એક એવી કબૂલાત, જે ન થાય તો કાયમ માટેનો ભાર રહી જાય.. અને એ ઘટમાળમાં કોઈને હમસફર મળી ગયા તો કેટલાક રણમાં તપતા બાવળની જેમ તપસ્યાએ ચડી ગયા. સમયની રાજાશાહીમાં કેટલાક ફાવી ગયા ને કેટલાક મહેલોમાં પણ એકલા પડી ગયા. પણ અનુભવના ઢગલા વગર સુખની કિંમત કેમ સમજાય? પાશ્ચાત્ય સંસ્કૃતિની એક એવી ઉજવણી જે વર્ષમાં એકવાર નહિ પણ દરરોજ થવી જોઈએ. 'વેલેન્ટાઈન્સ ડે' એટલે દબાયેલી લાગણીને જતી કરી એક નવી શરૂઆતને વગર સંકોચે અપનાવી લેવાની ઉજવણી! એકલતા હોય કે સુખદ સ્પર્શની હયાતી હોય, એક પાંપણની જેમ થરકતી આશા હોય કે જીવનસાથીનો કાયમ માટેનો સંગાથ હોય.
આમાંનું કઈ પણ મને મારી જાણમાં આવેલા કોલેજિયન કપલિઆઓમાં મને તો નથી દેખાતું.બની શકે કે એ જોવાનો દ્રષ્ટિકોણ મારામાં ના પણ હોય.બની શકે કે “ગર્લફ્રેન્ડ મટીરીયલ છોકરી કે બોયફ્રેન્ડ મટીરીયલ છોકરો મેરેજ મટીરીયલ ન પણ હોય.”
તમને શું લાગે છે કે પહેલી નજર નો પ્રેમ હોઈ શકે ખરો!મને તો નથી લાગતું.ધારોકે કોઈ સારી છોકરી તમે જોઈ અને તમને ગમી ગઈ અને તમે ધારોકે પટાવી પણ લીધી પણ પાછળ થી ખબર પડી કે એ તમને ક્યાય ચસકવા જ નથી દેતી.તમારા જુના મિત્રો સાથે તમારો સબંધ ઓછો થઇ ગયો ને વાત વાત માં કદકા કાઢે છે અને બોલે બોલે જાણે કરેલાનું ઝાડ છે, ખાલી એની જે કાયા છે એમાં ચામડી નો રંગ થોડો ગોરો છે, ચરબીનું પ્રમાણ નહીવત છે, અંગો ઉપાંગોના સ્નાયુઓ સપ્રમાણ છે અને ઠીકઠાક કપડા પેરે છે એટલે તમેં એને જોઇને પસંદ કરી લીધી.આ તો જાતે સમજીને આફત વહોરી હોય એવું લાગે!સામે છોકરાઓમાં રીચીરીચ જ ન જોવાનો......મુખ્ય તો એ છે કે એ તમને સમજવી જોઈએ ક્યારે તમારો મૂડ કેવોક છે, ક્યારે શું બોલવું, ઈમોશનલી સિક્યોરીટી આપે..આવું જ છોકરામાય લાગુ પડે.ખાલી અમથો થોડો ડોપામાઈન મગજ માંથી સ્ત્રવે અને આપડે એને પ્રેમ કહી દેતા હોય છે. જોઇને એટ્રેક્શન જરૂર થઇ શકે પણ પ્રેમ તો થોડો સમય સાથે રહી પછી જ થાય.એટેલે જ તો માણસોના ક્રશ માર્કેટમાં ઘણા હોય પણ એમનું મનગમતું પાત્ર એક જ હોય.મુખ્ય વસ્તુ છે ‘સ્વીકાર’, તમે જેવા છો એવા તમને કોઈ સ્વીકારે એ પ્રેમ છે.કોઈ પણ જાતની કન્ડીશન એપ્લાય વિના...
પ્રેમમાં તરબોળ થઈ ગયા હોય એને આપડે પૂછી કે કેવું ફિલ થાય છે,, જવાબ મળે કે “ઇટ્સ અ ક્રેઝી ક્રેઝી ફીલિંગ.”એટલે શું ગાંડા જેવી ફીલિંગ કે શું!!! 'વેલેન્ટાઈન્સ ડે' એટલે દબાયેલી લાગણીને જતી કરી એક નવી શરૂઆતને વગર સંકોચે અપનાવી લેવાની ઉજવણી! પણ આ દિવસો તો હવે કોલેજોમાં વીક ની ઉજવણી થાય છે.શરુ થાય રોઝડે થી..આ કોઈ રોઝડા નામના જંગલી પ્રાણીનો દિવસ નથી પણ રોઝ એટલે કે ગુલાબોની આપલે થાય.આવા ડેઝ સેલિબ્રેશનમાં સાચું કહું તો ખાલી થોડા જણાના સેટિંગ થાય બાકીના ના પોકેટમની વપરાઈ જાય.અલગ અલગ કલરના રોઝ માર્કેટમાં જોવા મળતા હોય બ્લુ ને યલો ને બ્લેક....પછી આવે પ્રપોઝ ડે;એમાં જે આગલા દિવસનું રોઝ ફ્રીજમાં સાચવેલું હોય એ જ સામેવાળાને આપવાનું, , બજેટ હોય તો પછી મોટો ગુલદસ્તો ખરીદીને આપવાનું..અને એય સીધે સીધા નહિ, ઢીચણ સમાણા ઝૂકીને પૂછવાનું.....એટલે નાનું જીમ જેવું (પૈસા આપીને કસરત કરવા જેવું) જ્યાં સુધી હા નો પડે ત્યાં લગણ બેહી રેવાનું.હવે આવે ચોકોલેટ ડે; એમાતો બહુ જફા એટલી ચોકોલેટનું લીસ્ટનું ગ્રુપમાં મેસેજ આવે, અમુકના તો મારા જેવાએ નામ પણ ન સાંભળ્યા ન હોય.એમાં તો વિશિષ્ટ ચોકોલેટ સાથે કેટેગરી પણ આપી હોય...જેમકે બોલકણાને સેન્ટર ફ્રુટ ચીગમ, બહુ વાચ વાચ કરે એને વિકસ, ડીમલાઈટ ને લંડનડ્રીમ્સ, જસ્ટ ફ્રેન્ડ ને ઇક્લેર, બેસ્ટ ફ્રેન્ડ ને ડેરીમીલ્ક, ભાઈ કે બેન બનાવવા 5 સ્ટાર અને પ્રિય પાત્ર માટે સિલ્ક.હવે આમાં એવું થાય કે આપડે જેના બેસ્ટ ફ્રેન્ડ હોય હવે એય આપડા બેસ્ટ ફ્રેન્ડ તો હોવાના જ, , મારા જેવા બધા માટે ડેરીમિલ્ક ખરીદે અને સામે એટલી જ પાછી આવે, હવે એટલી બધી તો સાથે ખાઈ જવાના થોડી હોય, , અને જોઈ જોઇને ઓકટાઈ જવાય.અમુક લીજેન્ડ્સ બાકી વિચારીને કેવુ કરે કે ખાલી એક બે જ આવી ૫-૧૦ રૂપિયા જેવી હાઈ બજેટની ચોકલેટ લે અને બાકી લો બજેટની રૂપિયા કે પચાસ પૈસાની એ ખરીદે.આથી પણ ચડે એવા અલ્ટ્રા લીજેંડ એક પૈસાની ચોકલેટ પણ ન ખરીદે અને સરસ મજાના કપડા પેરી પહોચી જાય અને અહીંથી ઉપાડીને ત્યાં અને ત્યાં થી ઉપાડીને અહિયાં એમ ચોકલેટ ની હેરાફેરી કરતા હોય અને એમાં એકાદી ચોકલેટનો નફો પણ કરતા હોય.પછી આવે તેડીડે; નહિ પણ ટેડી ડે.માણસ જેવડું પાચ પાચ હજારનું ટેડીબેર લઈને ગીફ્ટ કરે.આ તો ખાલી સેટિંગવાળાનું જ ગજું ચાલે બાકી પાચ હજાર ને એક રૂના ગોટા માટે હાજર કરવા તકલીફ પડે.પછી હગ ડે એટલે ગળે મળવાનો દિવસ, પછી કિસ ડે અને છેલ્લે આવે વેલેન્ટાઈન્સ ડે...ત્યારે આખો લવારો પતે.હવે આમાં થોડા જ દિવસો સીન્ગ્લ્યાઓને માણવા મળે એટલે એમાં મોદીફીકેશન હા એટલે મોદી જેવા સિંગલ મહાન માણસો ન રહી જાય એટલે મોડીફીકેશન આવે અને પછી સાથે સાથે એટલે કેરેક્ટર ડે;અલગ અલગ કેરેક્ટર બનીને જવાનું..મીસમેચ ડે;એમાતો બધા કાર્ટૂન જેવા તૈયાર થઇને આવે.ઉપર ટીશર્ટ ને નીચે ચણિયો, બે બાજુ અલગ બુટ, અલગ ચંપલ, બેય પગમાં અલગ અલગ પેન્ટ, પગમાં ઘડિયાળ, એક બાજુ ચશ્માના કાચ કાઢી નાખે, કાતો સમુદ્રી લુટારા જેવા થઇ આવે, ..પછી આવે ઇન્જરી ડે;હાથે કરીને પાટાપીંડી કરવાની, સિગ્નેચર ડે;સરસ મજાનો સફેદ શર્ટ ની દેવાય જાય, એટલું વિચારી વિચારી લખે કે જેટલું એક્ઝામમાય નો લખતા હોય..પછી આવે ટ્રેડીશનલ ડે;કોઈદી જીન્સ ટોપ સિવાય કુર્તીય નો પેરી હોય એ પણ કૈક સાડી જેવું પેરે.....પણ મજા બહુ આવે આવું બધું કરવાની હોં.....કેટલીય વાતો, કેટલીય યાદો રહી જાય.
આવા દિવસો સાથે અમુક નવી વસ્તુઓ પણ જોડાણી છે,,, કિક ડે, પેચઅપ ડે, બ્રેકઅપ ડે,,,, ધારોકે કોઈએ મોટું બજેટ રાખીને કોઈને ડેઝ શરુ સાથે કોઈ જોડે ગોઠવણ પાડવાની ચાલુ કરી હોય....એ માંડ વેલેન્ટાઈન્સ ડે ના દિવસે ભેળા થાય પછી બીજા અઠવાડિયે તો બ્રેકઅપ ડે ના દિવસે પુરુય થઇ ગયું હોય, , એમાં કઈ નક્કી નો કેવાય!કોણ કોની સાથે ફરતું હોય કઈ કેવાય નહિ...બાકી આ બ્રેકઅપ ડે ના દિવસે અમુક ને મજા પડી જાય,,, જંજાળ માંથી છૂટી જાય.પેલા જેને મેસેજ કરતા હોય કે ‘મારું દીકું શું કલે?મારા સોનુએ ખાધું કે નહિ?મારો જાનું થાકી ગયો?’એજ જાણી જોઇને જાની દુશ્મન બની જતા વાર નો લાગે!
આ તો ખાલી વેલોડી છે વેલેન્ટાઈન્સ+કોમેડી,,, બાકી એ તો જે સમુદ્રમાં ખાબક્યા હોય એને જ ખબર પડે કે શરીરમાં અચાનક હ્રદયમાં ને મગજમાં રસાયણો છૂટવા માંડે અને આખો દિવસ યાદ આવવા લાગે,,, ભલે નોનસેન્સ જેવું લાગે પણ ભીજાયા હોય એને ખબર કે સામેવાળાની સાવ નાખી દીધા જેવી વાતો પણ મીઠી મધુર લાગવા માંડે.... આ તો ખાલી જોયાનું ઝેર છે;બીજું કઈ નહિ.. હા,,, હા,,, હા,,,
-સિદ્ધિ દવે “પણછ”