Kavy Shrushti in Gujarati Poems by Sneha Patel books and stories PDF | Kavy Shrushti

Featured Books
Categories
Share

Kavy Shrushti

કાવ્ય સૃષ્ટિ

સ્નેહા પટેલ

snehahet@yahoo.co.in



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.એક બેબી વાદળનું આગમન

૨.ભગવાનની મરજી ચાલે છે ?

૩.મારી સંપેતરા કહાણી

૪.વેકેશનમાં કરવા જેવું કામ

૫.હું ગધેડો છું

૬.એક માછલીની વાત

૧. એ મને પરી કહે

એ મને પરી કહે,

ને ફરી ફરી કહે !

ગાલ પર ચૂંટી ખણે,

બાદ બહાવરી કહે !

શું કહી કહી અને,

એક છોકરી કહે !

આ કલમ લખે છે જે,

આંખ શાયરી કહે !

કાવ્યમય થયેલું મન,

ને એ મદભરી કહે !

ઝણઝણાવે મન ને એ,

એ જ ઝાંઝરી કહે !

હું શરૂ કરૂ છું ત્યાં,

વાત આખરી કહે !

૨. વધુ શું જોઈએ, આવો!

અરીસાઓથી બચાવો,

સ્વયમમાં એમ સમાવો.

દિવાલ જેવું આ હોવું,

છે મારૂં એને હટાવો.

અજાણતાં જ થયો છે,

હવે એ પ્રેમ નિભાવો.

હજી રિસાઈ જવું છે,

ફરી ફરીને મનાવો.

હું આંખથી જ વહુ કાં?

અણુ - અણુથી રડાવો!

આ હાથ, કંકુ ને ચોખા,

વધુ શું જોઈએ, આવો!

૩. સાહેબજી...

જે તને ને મને થાય સાહેબજી

કોઈને કંઈ ન સમજાય સાહેબજી.

સ્પર્શતા જાત શરમાય સાહેબજી

બોલતા જીવ ગભરાય સાહેબજી.

દૂર સમજો નહીં સાવ નજદીક છું

સાદ પાડો ને સંભળાય સાહેબજી.

રાત ચાલે છે આઠે પ્રહર આપણી,

ચાંદની માં સૂરજ ન્હાય સાહેબજી.

શબ્દમાં છે અને શબ્દની બહાર પણ,

ના લખે તે ય વંચાય સાહેબજી !

ગાઉં શું ? મારી ગાવાની કક્ષા નથી,

ગુણ તારા હરિ ગાય સાહેબજી !

૪. મહેંદીમાં નામ લખ્યું છે

મહેંદીમાં એક્ નામ લખ્યું છે,

કેવું ખુલ્લે આમ લખ્યું છે !

ચિઠ્‌ઠીમાં શરૂઆત લખી તેં,

એમાં મેં અંજામ લખ્યું છે.

દીવો પ્રગટાવ્યો છે ઘરમાં,

આંગણમાં આરામ લખ્યું છે.

પાંપણ નીચે વાંચી લેજો,

જલ્દી આવો રામ લખ્યું છે.

દ્રાક્ષાસવ જેવું જીહ્‌વા પર,

ને હોઠો પર જામ લખ્યું છે.

જાવું’તું મંઝિલ પર મારે,

ઘટનામાં મુકામ લખ્યું છે.

૫.માદક છે

થોડો વરસાદ છે ને ઠંડક છે,

બહાર ભીતર બધું ય માદક છે.

સૂર્ય આડે ધરી હથેળી તેં,

એથી થોડી ઘણી ય ટાઢક છે.

જૂઈની વેલ બારીએ આવી,

એ ય જાણે કોઈની ચાહક છે.

કેમ કહેવું છૂટે નહીં લજ્જા,

કંઈક ઈચ્છા ઓ મનમાં નાહક છે.

ઢોલ યા ને કે એક મરેલી ત્વચા

- ને વગાડે છે કેવો વાદક છે !

શ્વાસ રૂંધાય ત્યારે લાગે કે,

આ હવા પણ બહુ ભયાનક છે !

સાવ સીધા સવાલના ઉત્તર,

દઈ શકે છે તું એવું બાળક છે.

૬. ગાવું છે.

કો અજાણ્‌યાં નગરમાં જાવું છે,

નામ તારૂં જ માત્ર ગાવું છે.

છેક તળિયેથી ઊંંચકાવું છે,

ને પછી ટોચ પર ઝીલાવું છે.

કંઈક છે એમાંથી જવું નીકળી,

કંઈ નથી એમાં ગૂંચવાવું છે.

ઊંગવા દેવો ન હો દિવસને,

સૂર્યને ચન્દ્રમાં છૂપાવું છે.

હાથમાં હાથ દઈને નીકળીએ,

સ્પર્શની ગંગામાં નહાવું છે.

મૌનને આરપાર વીંધીને,

શૂન્યમાં જી અને સમાવું છે.

૭. મન નથી થાતું

અહીં એક શ્વાસમાં ઉચ્છવાસ ગૂંથાઈ ગયો એવો,

છે ઉલઝન એવી કે સુલઝા વવાનું મન નથી થાતું

સીધા સાદા સવાલોના સહજ ઉત્તર હું દઉં, કિન્તુ

સરળ રીતે જ સમજાઈ જવાનું મન નથી થાતું.

હું કોને ચાહું છું, એ વાત મારી સાવ અંગત છે,

ને એના નામને ઉચ્ચારવાનું મન નથી થાતું.

તમે પૂછો ને પ્રત્યુત્તરમાં હું મલકી ઉઠું કેવળ,

હતી એ હા અને હા, બોલવાનું મન નથી થાતું.

અહીંઆ બે અને બે ચાર નહીં પણ એક લાગે છે

અને તે કેમ એ સમજાવાનું મન નથી થાતું !

૮. બીક લાગે છે..

ન દિલના તાર ઝણઝણાવ બીક લાગે છે,

નજીક તું બહુ ન આવ બીક લાગે છે.

મને છુપાવી લે તું તારી બે ય બાહોમાં,

કરી રહ્યું છે કોઈ ઘાવ બીક લાગે છે.

ન જોવી હોય છે ક્યારેક જાત પોતાની,

દીવો બળે છે તે બુઝાવ બીક લાગે છે.

સતાવવાને માટે આવ્યું છે જગત આખું,

વધુમાં તું ય નહીં સતાવ બીક લાગે છે.

જમીન પર છું હું ને ત્યાં જ માત્ર રહેવા દે,

બનાવ નહીં તું કોઈ વાવ બીક લાગે છે.

નથી મુકામ પર કે તું નથી જ મંઝિલ પર,

એ માર્ગ પર ન તું ચલાવ બીક લાગે છે.

હ્ય્દયમાં ઘર કરી ગયો છે તું કે ડર તારો,

બનાવ હો કે અણબનાવ બીક લાગે છે.

રમતમાં ખૂબ ખાનદાનીથી રમું છું હું,

ને જ્યારે આવે તારો દાવ બીક લાગે છે.

૯. ભીતરે ક્યાંક ઠરવાનું હોય

પ્રથમ બારણાંએ ઊંઘડવાનું હોય,

પછી બહાર એણે નીકળવાનું હોય.

ઉપર એક્ પગથિયું જ ચડવાનું હોય,

પછી બે પગથિયા ઉતરવાનું હોય.

પ્રથમ જાતને એ પજવવાનું હોય,

પછી ભીતરે ક્યાંક ઠરવાનું હોય.

સ્વયંને સમર્પ્િાત કરવાનું હોય,

નદ્બદ્બ બનવાનું ક્યારેક બનવાનું હોય.

લખીને ભૂંસી પાછું લખવાનું હોય,

પ્રથમ નિજની આંખે ઉકલવાનું હોય.

ઘુંટણ સુધીહ આવી જતાં બેઉ પગ,

આ ઠંડીમાં એવું થથરવાનું હોય.

કશું આ,દ્બપણી બે ય વચ્ચે નથી,

અને હોય છે તે સમજવાનું હોય.

છૂટીને ય છૂટી શકાતું નથી,

ન મળવાનું જાણે કે મળવાનું હોય.

તમોને જે દુઃખ્યાં કરે છે ભીતર,

એ મારામાં આવી વિકસવાનું હોય !

૧૦. વહાલપ રેડી દે

ધરૂં હું તારી આગળ ખોબો થોડી વહાલપ રેડી દે,

ભીતર હોય છલોછલ એને વહેવા માટે કેડી દે.

ભીંત બનીને ક્યાં લગ તારી સામે ઉભા રહેવાનું,

જાત ભલે હો મારી કિન્તુ એને થોડી છેદી દે.

આ દરિયામાં ડૂબી જીએ તું ને હું સંગાથે,

ચિંતા શેની જો બંનેના હાથે એક જ બેડી દે.

મારી સામે આવ્યો છે અમૃત ઝહરનો જે પ્યાલો,

હોઠ સુધી લઈ આવ અને તે ધીરે ધીરે રેડી દે.

મહેરબાન પણ કેવો ઈશ્વર મારી ને આ દુનિયા પર,

ચારે બાજુ દે આઝાદી, મારી અંદર કેદી દે !

૧૧. કાવ્યમાં હું શરાબ પેઠે છું

રણની વચ્ચે ગુલાબ પેઠે છું,

ઝાંઝવામાં ખ્વાબ પેઠે છું.

આ યુવાનીના તરવરાટોમાં,

બાળપણની કિતાબ પેઠે છું.

કોઈની પાસે જી શકાય નહીં,

ચમકતા આફતાબ પેઠે છું.

શબ્દોથી ઉભરાતી વસ્તી છે,

કાવ્યમાં હું શરાબ પેઠે છું.

મન હ્ય્દયનો જ ધર્મ પાળે છે,

હું અહીં ફૂલછાબ પેઠે છું.

મૃત્યુ નામે છે એક લાચારી,

એ નગરમાં નવાબ પેઠે છું.

૧૨.

લાગણી ઉંબરે ટકોરા મારે છે

અને

એ બદનસીબ

દરવાજા બંધ કરી સૂઈ જાય છે !

૧૩.

નદી જેવી બિન્દાસ વહુ છું,

હા, એટલું ખરૂં કે

વળાંકોને અનુરૂપ થઈ જઉં છું.

૧૪. હું અને મારી ઈચ્છાઓ

બેય વચ્ચે હંમેશા દ્વંદ્વ યુધ્ધ ખેલાતું જ રહે છે..

મારા મનોજંગલમાં રોજ રોજ અનેકો ઈચ્છાઓ દાવાનળની જેમ ફેલાય છે

રાફડો ફાટે છે !

ભગવાને ઈચ્છાઓને કોઈ લગામ કેમ નહી આપી હોય ?

એક નકેલ નાંખો..દોરડું ખેંચો અને બસ..

એ બધી કાળ-શ્વેતમુખી આપણા વશમાં..!!

પણ મનુષ્યની પારાવાર ઈચ્છાઓ..હાય રે..

એક સંતોષો ને બીજી મનોઉંબરે તૈયાર જ હોય

સહેજ પણ પોરો નથી ખાવા દેતી..

જંગલી ઘાસ જ છે જુવોને

હવામાન જેવા બંધનો એને ક્યાં નડે વળી

બસ, સાવ જ આડે-ધડ

ઊંગી નીકળવાનું જ સ્તો..

છેક છેલ્લી કક્ષા સુધીનું આવું નફ્ફ્ટ પણ કોઈ હોઈ શકે ?

મારા અસ્તિત્વને જળોની જેમ જ

વળગી જ પડવાનું

અને પછી ચસ.. ચસ..

ટીપું ટીપું

લોહી ચૂસ્યા જ કરવાનું..

હશેપચૂસવા દે..

આમે મારૂં કયાં કંઈ ચાલે છે એની પર

રકતપ્રવાહ સંચિત છે ત્યાં સુધી એને મનમાની કરી લેવા દઈશ..

પરિત્રપ્ત કરી દઈશ

એને ક્યાં ખબર કે

‘સો સુનારની તો એક લુહારની’

મર્યા પછી કયાં કોઈ ચિંતા કે પ્રશ્નો નડવાના મને

સાવ બંધનમુક્ત સ્થિતિ છે એ તો..

બસપત્યારે..

આખરે જીતી જ જીશને..!!!

૧૫. અરે..આ તો કાળી કીડીઓ દોડં-દોડ કરે છે.

આ સફેદ સફેદ વસ્તુ.. શું હશે?

આ એક કાણામાંથી નીકળીને બીજા કાણામાં જાય છે..

અરે..સોરી..સોરી..

એને માટે તો એ કાણું એનું દર,એનું ઘર કહેવાય !

શું કરતી હશે એ આ દરમાંથી આ દરમાં..?

કદાચ એ ઘર બદલતી હશે.

અને આ સફેદ સફેદ એનો ઘર-વખરીનો સામાન હશે..

કેટલી જહેમતથી અને ખંત-પૂર્વક, લગનથી કામ કરતી હતી એ,

અને વળી બધી સંપીને..

કોઈને કોઈ જ કામનું જોર નહીં, નહી આળસ,

કે નહી મારે ભાગે વધુ ઉંચકવાનું આવ્યું ને

તું લહેર,પાણી ને જલસા જેવી અદેખાઈ વૃતિ..

માણસજાતની જેમ કામની વહેંચણી કોણ કરતું હશે આ લોકોમાં?

કે બધા આપમેળે જ સમજી જતાં હશે?

કેટલી સરળતાથી એમનું આ કામ પાર પડતું હતું !

કદાચ ઓવર ટાઈમ કરીને પણ આ કામ પુરૂ પાડવાનું હશે,

એક્ધારૂં..અવિરત..કોઈ જ કચ-પચ નહી,

મજજ્જ્જ્જાપપઆવી ગઈ.

ત્યાં તો બાજુવાળા પાડોશી દોડતા દોડતા આવ્યાં,

‘ ખુશખબરપ.અમારે દીકરીને ત્યાં બાબો આવ્યો.’

ખુશીભરેલ પગલાં નીચે કચડાતી લાઈનબંધ કીડીઓની લાશ !

હું અવાચક..શૂન્યમનસ્ક...!

૧૬. તમે કદી કોઈને એટલું યાદ કર્યા છે કે

પેટમાં જાત આખી ચૂંથાઈ જાય..

અમળાઈ જાય ,

શરીરમાં ડાબી બાજુ છાતીમાં કોઈ નામ

સતત જીવલેણ સબાકા મારે.

મગજ દિશાશૂન્ય થઈ

ક્યાંક કોઈક વિચાર-ખાઈની ધાર પર

અડધું પડધું બહાર લટકતું રહે !

સંતુલન ક્યારે ખોરવાઈ જાય કહેવાય નહીં.

રક્તપ્રવાહ શીરા-ધમની બધું ય ફાડીને

રૂંવે-રૂંવે ચૂઈ પડે !

આંખમાં રમતા રહેતા સપના એવા અંધ કરી જાય કે

એક કસુંબલ નામ સિવાય કશું જ ના ઉકલે.

વિરહમાં આમ જ

આખે-આખી જાતને સળગી જતી અનુભવી છે તમે ?

૧૭. તું ઊંંડો ગહન અને રહસ્યસભર,

હું રહી નદી જેવી ચંચળ પણ સાવ સરળ !

તારૂં અકળ ઊંંડાણ હંમેશા મને આકર્ષે છે.

રામજાણે તેં કયા ને કેટલા ઉંડાણ તુજ મહીં ભંડાર્યા હશે

આ સવાલ વારંવાર મને પજવે..

મારા નીર રહી રહીને એ તરફ જ ભાગે.

આજે તો મનોમન નક્કી કરી લીધું જ છે

આ મથામણનો અંત લાવવો જ રહ્યો.

તને તારી ઊંંડાઈનું અભિમાન હોય તો ભલે,

મને મારા ખળખળપણાં પર બહુ વ્હાલ છે.

મારી આજે એક જીદ્દ છે

જાપઆગોતરૂં જ તને કહી દઊંં છું

તારામાં તાકાત હોય તે કરી લે જે.

આજે હું પ્રચંડ વેગથી વહેવાની છું,પૂર-જોશમાં !

કાં તો તને મારામય કરી દઈશ,

કાં તો મારૂં અસ્તિત્વ તારામાં ખોઈ દઈશ.

મારૂં બધું તોફાન તને સમર્પીને હું તો શાંત થઈ જીશ,

ફરીથી મારા સ્વભાવ પ્રમાણે વહેવા માંડીશપખળખળપ

તો વાત આમ છે હવે સમજાયું...

તું મારી જેમ વહી નથી શકતો એનો વસવસો તારૂં કાળજું વલોવતો હશે,

ક્દાચ એટલે જ તું ભીતરથી આટલો ઘુઘવતો હશેપ

હેં ને ?

૧૮. કાચની બારી બંધ કરી,

‘કોલીન’નું સ્પ્રે કર્યું,

છાપાનો ટુકડો લીધો,

ઘસી ઘસીને સફાઈ - અભિયાન શરૂ..

કાચની બારી ડાઘાવાળી હોય તો કેવી ગોબરી લાગે..

એની પર તો એક ઝાંખો ડાઘો પણ ના જોઈએ !

કચ્ચીને થતી મહેનત કપાળના પરસેવાની બુંદો રૂપે વહેવા લાગી ને

કુર્તાની ‘સ્લીવ’થી પરસેવો લુછ્‌યો.

દૂરથી થોડા અલગ અલગ ‘એંગલ’થી કાચ ધ્યાનથી નિહાળ્યો

હાશ..

હવે કોઈ જ ડાઘો નથી દેખાતો,

મહેનત વસૂલ !

ત્યાં તો એક કબૂતર જોરથી ઉડતું આવ્યું,

ખુલ્લાપણાનો ભ્રમ નીપજાવતા ચોખ્ખા ચણાક કાચ જોઈ ને પણ ના દેખાયા

એ ગભરૂં નિર્દોષ પારેવું ભરમાઈ ગયું

અને ધડામ..

રામ નામ સત્યપ

ચોખ્ખી બારીના ડાઘ જીવનભર મારા કાળજે !

૧૯.

કેટલી બાલિશ એ સાંજ હતી

મેં કહ્યું ’કીટ્ટા’

અને તેં કહ્યું

આજથી આપણે ’છુટ્ટા’..!

૨૦.

પૂર્વગ્રહોની તિરાડમાંથી બહાર નિહાળ્યું

અહાહા.. સામે

શક્યતાઓની આખે-આખી ઓસરી ખુલ્લી પડેલી..

૨૧ વિચારોનો આ ફરજિયાત ગર્ભધારણ..

આને ભગવાનનું વરદાન કહેવાય કે પછી અભિશ્રાપ..?

જીવનભર મગજમાં આનો પિંડ બંધાતો જ રહે છે

અવિરતપણે ચાલતી આ પ્રક્રિયામાં કયો વિચાર પૂર્ણ પ્રસુતિ પામશે

કે પછી

કયા વિચારની અધૂરા માસે કસુવાવડ થઈ જશે..

કશું જ ક્યાં નિશ્વિંત હોય છે..

વળી એ ‘ગદ્ય’ દીકરો

કે પછી

‘પદ્ય’ દીકરીરૂપે અવતરશે..

કંઈ જ કહી ના શકાય.

પણ હા..એક વાત નક્કી..

એ જન્મશે તો ચોકકસ

મારા સપનાંઓની પ્રતિકૃતિ જ હશે

એ આનંદ પામવાની લાલચે જ

મારે મારો કવિયત્રી ધર્મ ચૂપચાપ પૂરતી પ્રામાણિકતાથી નિભાવવાનો

અને

વિચારોનો ફરજિયાતપણે ગર્ભધારણ કરવાનો !

૨૨. તું મને ચાહે છે ને..

તો હું જેવો છું, તેવો જ મને સ્વીકાર !

મારી ૧૬,૧૦૮ રાણીઓ,

મને વ્હાલ કરતી અઢળક ગોપીઓ,

મારા કરતાં પણ પહેલાં

લોકો જેનું નામ લોકો બોલે છે

એવી મારી વ્હાલુડી રાધા..

મારી સ્નેહાળ, સર્વ-શ્રેષ્ઠ સખી દ્રૌપદી..

મારા માટે ઝેરનો પ્યાલો ગટગટાવી જનાર સીધી સાદી મીરા..

મારી પટરાણી રૂકમણી..

આવી તો કેટકેટલી માનુનીઓના મનમાં હું વસેલો છું !

આ બધાના પ્રેમપાશમાં અવશપણે બંધાયેલો

હું તો આવો જ છું,

મને મારા આ બંધનો સાથે જ સ્વીકાર !

બની શકે ઘણી વાર તને હું શુષ્ક અને જડ લાગીશ,

તો વળતી જ પળે હું તને લાગણીભીનો લાગીશ.

બધુંય વિચારવાનું છોડી મને મળ..

કારણ હું તો આવો જ છું..

મારા તરફથી ત્વરિત પ્રતિસાદ મળે કે

એમાં થોડું મોડું થાય..

પણ તું

મનમાં કોઈ જ સંશય વગર,

પૂરી ગતિથી મારી તરફ વહેતી જ રહે

મને ચાહનારા પ્રત્યે હું પૂરેપૂરો વફાદાર છું

એવો વિશ્વાસ રાખજે કારણ,

હું તો આવો જ છું !

જેટલા પણ લોકો મને પ્રેમથી બોલાવે,

સાચા દિલથી પોકારે,

હું એ સર્વેનો છું,

બધામાં વહેંચાયેલો છું.

હું તો આવો જ છું..

સ્વીકારી શકે તો મને સ્વીકાર..

આમ જ

આવી જ રીતેપ

હું તારા માટે નહી બદલાઉ.

પણ, તું ધરમૂળથી બદલાઈ જા..

તારો મારા માટેનો માલિકીભાવ

આપણા પ્રેમમાં વચ્ચે આવશે..

પછી અહમ, ઈર્ષ્યા, સરખામણીની ખાઈ મોટી કરશે..

માટે આગમચેતવણી આપું છું તને,

સમજી - વિચારીને જ આ પ્રેમ-પથ પર આગળ વધ..

કારણ..

હું ભલે ગમે તેટલા ટુકડામાં વહેંચાઈને જીવુ

પણ..

મને તો તું અખંડ જ જોઈએ..

કોઈની સાથે વહેંચાયેલી ન હોવી જોઈએ

મનથી પણ !

૨૩.

તું

ફોનમાં કાશ્મીરની બરફવર્ષાની વાત બંધ કર તો

હું

કાલ રાતે થયેલ હૂંફાળી સ્વપ્ન-વર્ષાની વાતો કરૂં.

૨૪.

હું દર્પણ નથી કે

પ્રતિબિંબ આપું.

હું ફકત હું છું..

જેટલું આપીશ

એનાથી બમણું વાળીશ !

૨૫.

મારી હથેળી

તારો ચહેરો

મારા હોઠ

તારૂ લલાટ

બસપ

આ જ મારી પ્રાર્થના !

૨૬.

પરદેશ કમાવા ગયેલા દીકરાની રાહ જોતી ‘મા’..

બોખા, કરચલીના ચોસલાવાળા વદને

પીઘળતી મીણબત્તીના પ્રકાશમાં

હથેળીનું નેજવું કરીને

દૂર - સુદૂર નિહાળતી રહેતી..

લાખો આશાના ટમટમિયા

પળની મિનીટો..મિનીટના કલાકો

દિવસો..વર્ષોપ

અને મા પીઘળતી ગઈ..

કોઈ એને નિહાળી ના શકે ત્યાં સુધીપ

૨૭.

નેટ, સોશિયલ સાઈટ્‌સ..

વાહ..

દુનિયા આખી ય એક જ છત નીચે

કેટલી નાની..!!

છત નીચે

દરેક સભ્ય પોતાના

ઈલેક્ટ્રોનિક ડીવાઈસીસ સાથે બીઝી..

અલગ જ દુનિયામાં

ઓહ..

એક છત નીચે દુનિયા આટલી વિશાળ..

૨૮.

તારે રમવું હોય તો રમ,

અમે તો

લાગણીની પૂજા કરીએ છીએ !

૨૯.

દરેક વાતમાંથી

સતત અર્થ શોધવાની

મથામણમાં રહેતા

જીવન

કેટલાં અર્થહીન !

૩૦.

આવ,

ઘડી - બે ઘડી હાથમાં હાથ લઈને બેસીએ.

જીવન

જીવંત બની જશે !

- Sneha Patel