“એક તમે જ કોઈ ને પ્રેમ કર્યો બાકી બધા તો માત્ર નાટક કરે છેને.....” અવાજ માં એક અજાણું કંપન હતું કદાચ ક્યારેય તમે જેની સામે ઉચા આવજે બોલ્યાના હોઈ અને પેહલી વખત આક્રોશ સાથે બોલતી વખતે જેવું કંપન હોય એવું જણાતું હતું.
“મને હતું કે તમે કદાશ લાગણી ને સારી રીતે સમજી શકો છો, પણ ખોટી હતી તમે તો માત્ર એક દંભી અને મિથ્યાભિમાની છો....” આ આરોપ જાણે પોતાને જ ચોટ આપતા હોઈ એવી જ રીતે તેની આંખો માંથી ફરી એકવાર આંસુની સરવાણી ફૂટી નીકળી અને એ ગરમ આંસુની ધાર એના ગાલ પરથી વહી અને નીચે ટપકવા માટે તૈયાર થઇ ગયા.
“ તમે એક વાતે સાચા હતા કે પ્રેમ એક જ વાર થઇ જે તમે કરી લીધો તો શું એ સિદ્ધાંત મારા માટે લાગુ ના પડે કે પછી બધી વાતો તમારા માટે જ સાચી છે...” લાલ થયેલી આંખો મહી વેહતા આંસુ સાથે વહાર આવતા કાજળે ગાલ પર નિશાન બનાવી દીઘા.
“ તમે મને તમારા જીવન માં ક્યારેય સ્થાન ન આપ્યું અને દુર પણ ન જવા દીધી, અને જયારે જીવનમાં સ્થાન આપ્યું તો કહયું નહિ ડાયરીમાં લખી શકો તો કહી ના શકો” શ્વાસ સાથે નાક માંથી વેહવા લાગેલા પાણીનો અવાજ આવવા લાગ્યો હવે ગુસ્સો થોડો ઘણો શબ્દો સાથે વહી ને ઓછો થતો જતો હતો.
“અરે જયારે મને ખબર જ પડી ગઈ તો કહી કેહવું ના પડે એટલે આહિયા આવી ને સુઈ ગયા “ હવે આવાજ માંથી ગુસ્સો તો ગાયબ થઇ ગયો હતો પણ તેમાં દુઃખનો એહસાસ ભારોભાર હતો.
“ એ દિવસે હું બીમાર હતી તેમ છતાં તમે મારી સાથે ના રહ્યા અને તમારી ઓફીસ ચાલ્યા ગયા અરે તો પછી તમારી ડાયરીમાં ખોટું શું કામ લાખો છો, મારી સાથે તો આંખો ચુરાવો છો પણ ખુદ સાથે શું કામ ખોટું બોલો છો?” આવાજ સ્પષ્ટ અને આક્રોશ સાથે આવી રહ્યો હતો.
“તમે એ સમયે પણ સાથ ના આપ્યો જયારે મારે તમારી ખાસ જરૂર હતી અને મને એમ હતું કે તમે પિતા બનવા સાથે તમે જૂની વાતો ભૂલી અને આવી જાત પણ ત્યારે પણ તમે આમ જ પથારીમાં મૌન બનીને સુઈ રહ્યા.” આંખો હલકા ઝાંકળ સાથે એનો અધુરો રહી ગયેલો એ અધુરો પ્રેમ લાગણી નું પુર બની ને વેહવા લાગ્યાં.
“ તમે મને જયારે તમારી જિંદગીમાં આવવાની ના કહી ત્યારે જ મારે જીદ કરી અને તમને દુઃખી કરવાની જરૂર નહોતી મેં તમને ઘણી તકલીફ આપી હવે આગળ તમને નહિ આપું હું તો તમારા સાજા થવાનું રાહ જોઈ રહી હતી અને તમારી એ નિશાની આપડા એ પુત્ર ને તમને સોપી તમને હમેશા અલવિદા કહીદવું” થોડીવાર શ્વાસ લઇ અને ફરીથી આગળ બોલવાનું શરુ કરું.
“પેહલા પણ ઘણી વખત તમને મુક્ત કરી દેવાની ઈચ્છા થઇ પણ ત્યાર પછીની તમારી હરકતો મને એક નવી ઉમ્મીદ આપતી અને તમને પામવાની ઈચ્છા વધી જતી પણ હવે જો લાગે છે કે મારા અહી રેહવાથી તમે આમ જ મૌન રેહશો એટલે હવે હું અહી નહિ રહું, મારા પ્રત્યે ની નફરત ના લીધે પોતાને આવી રીતે સજા આપો એ મારા થી નહિ જોઈ શકાય.” ઉદાસ નજરે એ પેશન્ટના સામે જોયું અને તેના હાથની હથેળીમાં પોતાની હથેળી ફીટ કરી દીધી.
એક હળવી મુસ્કાન સાથે આગળ બોલવાનું શરુ કરું “ અહી રોજ લોકો મને કેટલીય દુવા આપે છે પણ જેના નસીબ જ ફૂટલાં હોઈ ત્યાં દુવા શું કામની અને તમે જોયું આજે મળેલી એ દુવા..... મને સદાસુહાગણ રેહવાનું કહે છે પણ જેના સુહાગે જ એને પોતાની સુહાગણ ના માની હોઈ એને શા કામનું, હું તો છતાં સુહાગે વિધવા છુ અરે એના કરતા પણ ખરાબ હાલત છે મારી” કેહતા જ ફરી આંખોમાં રોકાયેલા આંસુ એ વેહવાનું શરુ કરી દીધું.
ઘણી વાર સુધી એમ જ એ પેશન્ટની સામે બેસી રહ્યા. ન કોઈ ગુસ્સો કે ન કોઈ શબ્દ એક દમ મૌન જાણે આખરી વાર મન ભરીને એણે જોઈ રહ્યા. એમનો એ નિર્ણય સમય સાથે હવે દ્રઢ થઇ રહ્યો હતો.
ડો.સ્નેહલ નો એક હાથ હજુ પણ એ પેશન્ટ ના હાથ માં જ હતો. અને બીજા હાથે અચાનક એણે પોતાના આંસુ લુછી નાખ્યા અને તેના લીધે આખો માંથી આંસુ સાથે બહાર આવેલું કાજળ તેના ગાળો પર લીપાઈ ગયું અને તેના ગાલ પર કળા નિશાન બની ગયા. એ પોતાના નિર્ણય પર અમલ કરવા ઉભા થયા. ઉભા થઇ અને તેની સામે આખરી વખત મન ભરી ને જોઈ લીધું. અને પાછળ ફરી અને ચાલવાનો પ્રયત્ન કરો પણ એ ભૂલી ગયા હતા કે એમનો એક હાથ એ પેશન્ટ ના હાથ માં છે. એ હાથથી પોતાનો હાથ ખેચાતા તે ચોકી ગયા. એમને એવું જ લાગ્યું એ એ પેશન્ટે એમને રકી લીધા અને થાય પણ એવું કઈ એ હાથ જાણે એણે પકડી ને રોકી રાખ્યા હોઈ. ડો.સ્નેહલના હદય માં જાણે નવી ઊર્મિઓ જાગી ઉઠી પણ અચાનક એ ઊર્મિ ઓ પાછી સુઈ હૈ અને લાંબો શ્વાસ લઇ અને ઉદાસ ચેહરે પાછળ ફરી અને પોતાનો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો.
પણ જેની કિસ્મત જ સાથે જોડાયેલી હોઈ અને હાથ આસાની થી કેમ છુટે. જેમ જેમ એ પોતાનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરે એમ એમ જાણે એ હાથ એણે વધારે મજબૂતાઈથી પકડતો હોઈ એવું લાગ્યું. અંતે પોતાનો હાથ છોડાવી જ લીધો.
હાથ છોડાવીને જેવા તે એક ડગલું પણ આગળ ન ચાલ્યા કે ત્યાં રહેલા મશીનોના આવાજ માં વઘારો થઇ ગયો. અને તેના અવાજની સ્પીડમાં પણ વધારો થતો જતો હતો. તરત જ ડો.સ્નેહલ પાછળ ફરી એ મશીનની ગ્રીન સ્ક્રીન પર જોયું અને તે પરિસ્થિતિની ગંભીરતા ને સમજી ગયા અને તે બેડ પાસે આવ્યા. ત્યાં સુધીમાં તો એ પેશન્ટ ના શ્વાસોશ્વાસ માં વાથરો થવા લાગ્યો હતો અને એનું શરીર ખેચવા લાગ્યું જાણે એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોઈ એવું લાગવા લાગ્યું.
ડો.સ્નેહલ ત્યાં જ એક પથ્થરની જેમ ઉભા રહી ગયા શું કરવું અને શું ન કરવું એની સમાજમાં કશું જ ન આવ્યું. તે એક ડોક્ટર હતા છતાં કઈ નહોતું સુજતુ. બહાર દરવાજે જોર-જોર થી ટકોરા મારતા હતા પણ ડો.સ્નેહલના મગજે જાણે એનો સાથ છોડી દીધો શું કરવું અને શું નકારવું કઈ જ એની સમજમાં નહોતું આવતું. જયારે પોતાના પર કઈ આવે ને ત્યારે પોતાની સમજ જવાબ દઈદે છે અત્યારે પણ કૈક એવું જ ડો. સ્નેહલ સાથે થઇ રહ્યું હતું. અરે ત્યાં સુધી કે તેને દરવાજો ખોલી અને બીજા ડોકટર પાછેથી મદદ લઇ ળે એ તો ત્યાં પથ્થરની મૂર્તિ જેમ જમીન સાથે જડાઈ ગયા.
અહી પેશન્ટની હાલત સમય સાથે ખરાબ થતી જતી હતી તેના હદયની ધડકન સમય સાથે વધી રહી હતી. અને તેનું શરીર હવે તો આખું ઉચળવા લાગ્યું હતું જાણે આખરી ક્ષણ હોઈ એવી રીતે....
ક્રમશઃ
આ મારી પેહલી સ્ટોરી છે એટલે કદાચ મારી કેટલીક ભૂલો હોય શકે અને હું આમાં આગળ શું ફેરફાર કરુતો રસપ્રદ બને તે માટે મને તમારા પ્રતિભાવની રાહ જોઇશ. મારો વોટ્સએપ નંબર છે ૮૪૬૦૧૫૨૧૦૬ આભાર