The Murder - 3 in Gujarati Crime Stories by Dietitian Snehal Malaviya books and stories PDF | ધ મર્ડર 3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ મર્ડર 3

(આગળ ના ભાગ માં આપણે જોયુ કે વિકાસ જાત્તે દિશા નુ ખૂન કર્યા નુ સરેન્ડર કરે છે. અંગદ એ વાત પર વિશ્વાસ કરી શકતો નથી અને જલ્દી તૈયાર થઈ ને પોલીસસ્ટેશન પહોંચે છે, હવે આગળ..)

અંગદ ના દિમાગ માં વિકાસ વિશે સાંભળી ને ઘણા બધા વિચારો ચાલી રહ્યા હતા. પોલીસસ્ટેશન માં પોતાની જગ્યા એ પહોંચી ને તેણે જોયુ કે તેની સામે ની ખુરશી માં કોઈ બેઠુ હતુ જેને પોતે ઓળખતો નહોતો અને ત્યાં એક કોર્નર માં સુનિલ ઊભો ઊભો કેસ ની ફાઈલ જોઈ રહ્યો હતો. અંગદ ને જોતા જ રોજ ની જેમ સુનિલ એ પહેલા સેલ્યુટ કર્યુ અને દિશા ના અંકલ મળવા આવ્યા છે એમ જણાવ્યુ.

અંગદ એ સાંભળ્યુ હોય એમ માથુ હલાવ્યુ અને જ્યાં વિકાસ ને રાખવામાં આવ્યો હતો ત્યાં ગયો.

“ તુ પાગલ છે? શું થયુ છે તને? તે ખરેખર દિશા ને મારી છે? ગોડ!! તને ખબર છે તારા આ સ્ટેટમેન્ટ આપ્યા પછી શું પરિણામ આવી શકે?? ” અંગદ એ વિકાસ ને ગુસ્સે થઈ ને પુછ્યુ.

વિકાસ હસ્યો, “ હા, મેં જ કર્યુ છે, મેં દિશા ને મારી છે... એણે મારા પ્રપોઝ ને ઠુકરાવી ને મને દુઃખ પહોંચાડ્યુ હતુ એટલે મેં એનુ ચેપ્ટર જ બંધ કરી દેવાનુ વિચાર્યુ. મારા સિવાય એના જીવન માં હું બીજા કોઈપણ છોકરા ને જોવા નહોતો માંગતો.. એણે મારા પ્રેમ ને જાણ્યા સમજ્યા વગર જ મને કેટલી સહેલાઈ થી ના પાડી દીધી અને એના લીધે મને કેટલુ હર્ટ થયુ હશે એ પણ ના વિચાર્યુ.”

“ મારુ મન તારી આ વાત સ્વીકારી જ નથી શકતુ.. સાચુ બોલ, તને આવુ કહેવા માટે કોણે મજબુર કર્યો છે? એ જે પણ હશે એને અમે અરેસ્ટ કરી ને સજા અપાવીશુ. મારા કારણે કોઈ નિર્દોષ ને સજા મળે એવુ હું ક્યારેય નહિ કરૂ. હું જાણુ છુ તુ એનો લવર છે કિલર નહિ!” અંગદ એ વિકાસ ને સમજાવતા કહ્યુ.

સી.આઈ પરમાર એ કહ્યુ, “ કંટ્રોલ યોર સેલ્ફ અંગદ”, એ પોલીસસ્ટેશન માં પહોંચ્યા. અંગદ એ પાછળ ફરી ને જોયુ અને તેમને સેલ્યુટ કર્યુ.

“ અંગદ, એ જાત્તે સ્વીકારી રહ્યો છે કે એણે દિશા નુ મર્ડર કર્યુ છે, તો તુ શા માટે એણે નથી કર્યુ એવુ સાબિત કરવાની કોશિશ કરી રહ્યો છે? તુ આ કેસ ને ખેંચવા કેમ માંગે છે? આ એવો પહેલો કેસ નથી કે આપણે આમ સ્ટેટમેન્ટ લીધુ હોય અને કેસ બંધ કર્યો હોય. આમ પણ પહેલે થી જ મીડીયા નુ ધ્યાન પણ આ કેસ તરફ વધારે છે” પરમાર એ કહ્યુ.

ત્યારબાદ એ સુનિલ પાસે ગયા અને કહ્યુ, “ સુનિલ, ડી.એમ રોડ પર શોપ ઓપનીંગ માં મિનીસ્ટર આવી રહ્યા છે એટલે આપણી થોડી સિક્યોરીટી ત્યાં મોકલાવજે.”

પોલીસ સ્ટેશન માંથી બહાર નીકળતા પહેલા તેમણે અંગદ ના ખભા પર હાથ મુક્યો અને તેની પીઠ થાબડી ને કહ્યુ, “થોડી શાંતિ થી કામ લે..”.

અંગદ જઈ ને તેની ચેર પર બેઠો. દિશા ના અંકલ આ બધો ડ્રામા જોઈ રહ્યા હતા.

દિશા ના અંકલ એ કહ્યુ,” સર, દિશા એ મને આ વિકાસ વિશે ઘણી વખત કહ્યુ છે. અને મને પણ એવુ જ લાગે છે કે એણે જ મર્ડર કર્યુ હશે. તમે મારુ સ્ટેટમેન્ટ લઈ લો અને આની સામે કેસ ફાઈલ કરો. આવા ખૂની ને સમાજ માં આમ રખડવા ના દેવા જોઈએ.”

અંગદ એ એને એવી રીતે જોયુ કે જાણે એ કહેવા માંગતો હોય કે શું થયુ છે એ બધુ જાણે છે અને બીજી સલાહ ની એને જરૂર નથી અને તેને પુછ્યુ ,

“તમારૂ નામ જાણી શકુ હું?”

“ મારૂ નામ પ્રણવ મિશ્રા છે, બેંક માં કામ કરી રહ્યો છુ.” અને તેણે પોતાનુ વીઝીટીંગ કાર્ડ અંગદ ને આપ્યુ.

“ તમે એનુ મૃત્યુ થયુ એ સમય એ ક્યાં હતા?” અંગદ એ પુછ્યુ.

“ હું બેંક ના કંઈક કામ માટે મુંબઈ ગયેલો. મને એના વિશે જાણ થતા તરત જ હું ત્યાંથી પરત ફર્યો હતો. અમને હજૂ પણ આ ઘટના પર વિશ્વાસ નથી થઈ રહ્યો”, એની આંખો ભીની થઈ ગઈ.

અંગદ એ કહ્યુ,” પ્લીઝ મને દિશા ના તમારી અને તમારી ફેમિલી સાથે ના રીલેશન વિશે વધારે જણાવો.”

“ દિશા 10th માં હતી ત્યારે તેના પેરેન્ટસ એક એક્સિડેન્ટ માં મૃત્યુ પામ્યા હતા, ત્યાર થી એ અમારી સાથે રહેતી હતી. અમારે પોતાના સંતાનો નહોતા એટલે અમે એને અમારી દીકરી ની જેમ જ સાચવતા પરંતુ એ સ્વતંત્ર સ્વભાવ ની હોવાથી અમારા ભરોસે રહેવા નહોતી માંગતી એટલે એ અલગ રહેવા જતી રહેલી પણ તેણે અમને પ્રોમિસ કરેલુ કે તેને જ્યારે પણ સમય મળશે ત્યારે એ અમને મળવા આવશે.” થોડી વાર તે કંઈ બોલ્યા નહિ

ત્યારબાદ ફરી થી કહેવાનુ ચાલુ કર્યુ,” તે અમુક લોકો પર જ વિશ્વાસ કરતી અને તેના મિત્રો ખૂબ ઓછા હતા. અમે આ વર્ષે એના લગ્ન કરવાનુ વિચાર્યુ હતુ અને એના માટે છોકરો શોધવાનુ પણ ચાલુ કરી દીધુ હતુ. પણ કમનસીબે.... આવુ થયુ..” અને એ પોતાનુ વાક્ય પુરુ કર્યા વગર જ રડી પડ્યા.

અંગદ થોડીવાર ચૂપ રહ્યો.

“ એણે તમને વિકાસ વિશે ક્યારે જણાવ્યુ?”

“ એ અમારા ઘરે અમને મળવા આવી હતી ત્યારે એકાદ બે વાર એણે વિકાસ વિશે અમને કહેલુ પણ અમે એ વાત ને બહુ ગંભીરતા થી નહોતી લીધી.”

“ હમ્મ.. વાંધો નહિ. થેંકસ ફોર કમીંગ. હું કોઈપણ ઈન્ફોરમેશન ની જરૂર હશે તો તમારો સંપર્ક કરીશ” અંગદ ઊભો થયો અને તેની સાથે હેન્ડશેક કર્યુ.

“ ચોક્કસ, સર” તે પોલીસસ્ટેશન માંથી નીકળી ગયા.

ત્યારબાદ અંગદ પણ ઘરે જવા નીકળી ગયો. અંગદ ના મમ્મી પણ આજ એને જલ્દી ઘરે આવેલો જોઈ નવાઈ પામી ગયા હતા. તે કપડા બદલી ને તેના રૂમ માં ગયો અને ફાઈલ કાઢી.

તેણે કેસ ની ડીટેઈલ વિચારવાનુ ચાલુ કર્યુ અને દરેક ઘટના લખી.

શુક્રવાર 11:30 PM- દિશા પબ માંથી નીકળી

12:00 AM – તેણે પાર્સલ લીધુ

12:30 AM – તેની ફ્રેન્ડ ને ઘરે છોડી.

12:40 AM – તે વિકાસ ને મળી.

1:30 AM - તે ઘરે પહોંચી.

“ વિકાસ ના કહેવા પ્રમાણે, તેણે રાયતા માં આર્સેનિક પોઈઝન ઉમેર્યુ હતુ જે મેઈન પાર્સલ ની સાથે જ પેક થયેલુ હતુ. આર્સેનિક એ રેટ પોઈઝન છે અને એ જ વસ્તુ ઓટોપ્સી રીપોર્ટ માં પણ લખેલી છે, આ પર થી વિકાસ એ મર્ડર કર્યુ છે એમા કોઈ શંકા ના હોવી જોઈએ પણ મારૂ દિલ ના પાડે છે, એ ક્રીમીનલ નથી... હું અહીં કંઈક ભુલી રહ્યો હોઉં એવુ લાગે છે.” અંગદ ઊંડા વિચાર માં ખોવાઈ ગયો.

એણે ઓટોપ્સી રીપોર્ટ લીધા અને બધી ડીટેઈલ ચેક કરી. રીપોર્ટ ચેક કરતી વખતે અચાનક એના મગજ માં વિચાર આવ્યો. તેણે કેસ ફાઈલ લીધી અને અને જ્યાં ક્રાઈમ સીન ના ફોટોઝ હતા એ પેજ ખોલ્યુ. તેણે નજીક થી એ ફોટોઝ જોયા અને એની આંખ માં ચમક આવી.. કારણકે તેણે કંશુક એવુ જોયુ જેનાથી સાબિત થતુ હતુ કે મર્ડર વિકાસ એ નથી કર્યુ!

ક્રમશઃ