અદ્રશ્ય ગેરસમજણ
સ્વર્ગ નો મહોત્સવ માણીને બધી પરીયો ખુશ થઇ ગઇ અને પરિસ્તાન પરત ફરી
પરિસ્તાન પહોંચ્યા બાદ વિરપરી ને ખબર પડી કે તેની એક સખી પૃથ્વી પર જ રહી ગઇ છે બધી પરીયો ને સાચવી ને હેમ ખેમ પરિસ્તાન પહોંચાડવા ની જવાબદારી વિરપરીની હતી આથી વિરપરી તેની સખીને શોધવા માટે પૃથ્વી પર પરત ફરી
સૌ પ્રથમ વિરપરી સ્વર્ગમાં જાય છે, કે જ્યાંથી છેલ્લે તેવો પરત ફરી હતી ત્યાં જઈને પરીએ ઈન્દ્રરાજા ને આ વિષે પૂછ્યું, પરંતુ ઇન્દ્ર ને આ વિષે જાણ ન હતી ઈન્દ્રરાજા એ વિરપરી ની મદદ કરવા માટે પોતાનો ઐરાવત આપ્યો .ઐરાવત લઇ વિરપરી સ્વર્ગની બહાર આવી અને તેની સખી ને બધે શોધવા લાગી સ્વર્ગ પછી તે નરકમાં ના માર્ગે જવા લાગી ત્યારે રસ્તા માં યમરાજ મળ્યા તેમણે વિરપરી ની મદદ માટે પોતે હાલ લઈને આવેલા તે આત્મા ને હુકમ કર્યો કે તે પરીને તેની સખીને શોધવામાં મદદ કરે આ પ્રમાણે પરી સાથે ઐરાવત અને એક આત્મા બે મદદગાર મળ્યા તેવામાં વિરપરી ની મદદ માટે આવેલા પરિસ્તાન ના કર્મચારિયો એ વિર્પરીને જોઈ અને જોતાજ તેની પાસે આવ્યા અને વિરપરી ને જમીન પર બેસી માથું જુકાવી નમન કરવા લાગ્યા પરંતુ ઐરાવત પર સવાર પરી નીચે ઉતરે તે પહેલા ઐરવાતે પોતાના સ્વભાવ મુજબ પોતાના થાંભલા જેવા પગથી કર્મચારી નું મસ્તક કચડી નાખ્યું જેમ ભૂતકાળ માં ઐરવાતે એક સ્વમાની ઋષિમુની માટે નો ફૂલોનો હાર કચડી નાખ્યો હતો.
આ દ્રશ્ય જોઇને બીજા અન્ય કર્મચારી ઓ ત્યાંથી ભાગી ગયા. અને વિરપરી ડરી ગઇ ત્વરીત નીચે ઉતરી ગઇ અને ઐરાવત ને પરત કરવા સ્વર્ગમાં પાછી ફરી પેલી યમરાજે મદદ માટે આપેલી આત્મા પણ તેની સાથે સ્વર્ગમાં પહોંચી સ્વર્ગ જોઇને તે આત્મા ખુશ થઇ ગઇ ઇન્દ્ર એ પરી નું સ્વર્ગ માં અભિવાદન કર્યું અને ઐરાવત ની ભૂલ ના બદલે ક્ષમા માગી, પછી ઇન્દ્રએ આત્માને પૂછ્યું “તને સ્વર્ગમાં સ્થાન મળ્યું છે ?” આત્માએ આવેશમાં આવી ને હા પાડી દીધી ઇન્દ્રે ખાતરી કરવા માટે ચિત્રગુપ્તને બોલાવ્યા ચિત્રગુપ્ત સ્વર્ગમાં આવ્યા તેવો પોતાના હિશાબી ચોપડા માં તે આત્મા ના કર્મો નો હિશાબ શોધવા લાગ્યા પરંતુ તેટલામાં યમરાજ ચિત્રગુપ્ત ને બોલાવા આવી પહોંચ્યા તેમણે તે આત્માને જોયો અને બોલ્યા “આ આત્માને સ્વર્ગ પ્રાપ્ત થયું છે ? ભલે, તારા સત્કર્મો ફરી રહ્યા છે. ઇન્દ્રએ યમરાજના વચનો સાંભળી ને લાગ્યું કે આને સ્વર્ગ જ મળ્યું હશે આથી તેમણે ચિત્રગુપ્તને અટકાવતા કહ્યું “રહેવાદો ચિત્રગુપ્ત તમે યમરાજની સાથે ચાલ્યા જાવ” ચિત્રગુપ્તે તે પ્રમાણે કર્યું અને એક અદ્રશ્ય ગેરસમજણ ના ભોગે આત્માને સ્વર્ગ મળી ગયું વિરપરી આ બધું જોઇને ખામોશ ઉભી રહી અને સ્વર્ગ માંથી રજા લઇ તે તેની સખીની શોધમાં આગળ નીકળી પડી
હવે સ્વર્ગમાં અપ્શરાઓ પેલી આત્મા સાથે પ્રશ્નોતરી કરી રહી છે
અપ્શરા : તમે પૃથ્વી પર હતા ત્યારે શું કરતા હતા? ક્યા એવા સત્કર્મો થી તમને સ્વર્ગ મળ્યું છે?
આત્મા : હા, હું પૃથ્વી પર શ્રીક્રિષ્ણનો બહુ મોટો ભક્ત હતો, આત્માએ આવેશમાં આવીને કહ્યું
અપ્શરા : હમમ ત્યારેજ તમને સ્વર્ગ મળ્યું છે? તો તો તમને શ્રીક્રિષ્ણ ને મળવાની ઈચ્છા હશે ને?
આત્મા : (પોતે ખુશ થતો હોય તેવો અભિનય કરીને) હા, મને ઘણી ઈચ્છા છે
અપ્સરા : હા, તો હું તમને બે સવાલ પૂછીશ, જો તમે સત્ય ઉત્તર આપ્યો તો હું તમને શ્રીક્રિષ્ણને મળવા લઇ જઈશ
આત્મા : (થોડું ગભરાઈને) હા પૂછો
અપ્શરા : પ્રથમ સવાલ ‘શ્રીક્રિષ્ણને સૌથી પ્રિય વાદન કયુ છે?’ અને
દ્રિતીય સવાલ ‘શ્રીક્રિષ્ણનો વાસ ક્યાં છે?’
આત્મા નિરુત્તર રહ્યો તેણે શ્રીક્રિષ્ણની મૂર્તિ પણ જોઈ ના હતી પણ તેની ખામોશીએ જવાબ આપી દીધો, આખરે આટલા સામાન્ય પ્રશ્ન ના ઉત્તર ના આપી શકવાના લીધે આ વાત ઇન્દ્રના કાને પહોંચી, અંતે તે આત્માએ સત્ય સ્વીકાર્યું અને ઈન્દ્રરાજાના ગુસ્સાનો પાર ના રહ્યો અને તેમણે તે જ ઘડીએ આત્માને શ્રાપ આપ્યો કે તે પૃથ્વી પર સદાય માટે પ્રેત આત્મા બનીને ભટકશે અને તે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યો
પરંતુ તેના સદભાગ્યે તે પૃથ્વી પરતો પડ્યો પણ ગંગા ના પવિત્ર જળમાં, અને તેના બધાય પાપ ગંગા ના પવિત્ર જળમાં ધોવાઇ ગયા અને તેને મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું તે જળમાંથી બહાર નીકળી નદી તટે એક મોટી સિલા હતી તેના પર બેઠો તેને પારાવાર પસ્તાવો થયો. તેની આંખોમાંથી વહેતા આંશુઓ તેના માથાના વાર પરથી સરી આવતા ગંગાજળ સહીત ભળી ગયા અને તે નદીના તટે શિલા પર બેઠો બેઠો આંશુ સારતો રહ્યો
તેવામાં તે પ્રદેશના રાજા મનોરથ તેમની માતાના મૃત્યુ બાદ માતાની અસ્થીયો નું વિસર્જન કરવા ગંગાનદીએ આવી પહોંચ્યો તેને આ ઉદાસ દુખી રડતા આત્માને જોયો અને સહારો આપતા પોતાના સૈન્ય માં સ્થાન આપ્યું
રાજા મનોરથ તે સમય માં ખુબજ સારો રાજા તરીકે જાણીતો હતો તેમના સેનાપતિનું નામ અંતરાજ હતું , અંતરાજ સત્તા નો ભૂખ્યો હતો તે ઈચ્છતો હતો કે કોઈ રીતે રાજાનું મૃત્યુ થાય અને શિહાસન તેને મળે રાજા મનોરથ સાથે હાલ અંતરાજ, પેલો આત્મા અને આંઠેક જેટલા શીપાહી હતાં તેવો જંગલ માર્ગે પરત ફરી રહ્યા હતા
આ બાજુ એજ જંગલમાં પરીએ બે ચોરને જોયા પરીએ જોયું કે તેવો બંને તેમના ચોરી કરેલા માલ સામાનને ખાલી કરી રહ્યા હતા તેમાં સોના ચાંદી ના સિક્કા, ઘરેણાં વગેરે હતું પરંતુ તેની સાથે વિરપરી ની સખી ના ઘરેણાં પણ હતા આથી પરી ને ખાતરી થઇ હોય ના હોય પણ આ ચોરોએ મારી સખીને મળ્યા જ હશે આથી પરીએ પીછાસ્ત્રથી તે ચોરો ને પાંજરામાં કેદ કરી નાખ્યા ચોરી ના માલ થી ખુશ થયેલા ચોરો અચાનક પાંજરા માં પૂરી જતા બેબાકળા બની આજુ બાજુ જોવા લાગ્યા, થોડી વારે વિરપરી તેમની સમક્ષ આવી. અને તેમણે ચોરેલ સમાન અંગે પુછાતાજ કરી, ચોરોએ કહ્યું ‘હા અમે લોકોએ એ પરીને જોઈ છે એક ઘટાદાર વડ નું વૃક્ષ છે ત્યાં જ અમે તેને જોઈ હતી, પહેલા તું અમને આ કેદ માંથી મુક્તિ આપ તો અમે તને તે વડનું વૃક્ષ બતાવીએ’પરીએ તેમની વાત માની, ચોરોએ પણ પરી પાસે પીછાસ્ત્રની શક્તિ હોવાને લીધે તે પ્રમાણે કર્યું
ચોરો પરીને તે વૃક્ષ પાસે લઇ પહોંચ્યા, ત્યાં જમીન પર ઘણાં બધા વડના પાન ખરેલાં પડેલા હતા તે હટાવીને ચોરોએ પરીને તેની સખીનું શરીર બતાવ્યું તેની સખીનું શરીર જોતાજ પરી ના અચરજ નો પાર ન રહ્યો પરી એ ત્વરિત તેના શરીર પર ચોટેલા વડના પાંદડા હટાવા લાગી મોકો જોઈ ચોર અહિયાથી ભાગી ગયા, પરી તેની સખીનો દેહ હાથમાં લઇ કૃદન્ત કરવા લાગી ધીરે ધીરે અંધારું થવા લાગ્યું, ધીરે ધીરે સમય વીતતો ગયો અર્ધ્રાત્રી થઈ પરીએ જોયું કે તેની સખીનું રુદય હજી ધબકે છે તે સહેજ શાંત થઇ આંશુ લૂછ્યા, આજુબાજુ જોયું સર્વત્ર અંધકાર છવાઈ રહ્યો હતો તેણે તે દેહ જેમતેમ હાથ માં જકડ્યો અને ઉભી થઇ અને ચાલવા લાગી, જેમ આગળ ગઇ તેમ વધુ ને વધુ સન્નાટો છવાતો ગયો હવે તો તેના ચાલવાથી જમીન પર કચડતા પાંદડા નો અવાજ ય તેને ડરાવા લાગ્યો, અને તેવામાં પડછાયા રૂપી ભૂતો ના ટોળાએ તેને ઘેરી લીધી.
***