Pagal Chhokari - 3 in Gujarati Love Stories by PARESH MAKWANA books and stories PDF | પાગલ છોકરી.. ભાગ -3

Featured Books
Categories
Share

પાગલ છોકરી.. ભાગ -3

પાગલ છોકરી

ભાગ 3

આગળ ના ભાગમાં આપણે જોયું કે વીર દિયા સાથે વિતાવેલી એ ક્ષણો ને યાદ કરી વર્તમાનમાં પાછો ફરે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે વર્તમાનની પરિસ્થિતિ કેવી છે.. એની દિયા એક પાગલ છોકરી એવું તો શુ અઘટિત બની ગયુ એની સાથે કે એની આવી હાલત થઇ ગઇ..એ આવા જ વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં એનાં ખભા પર કોઈ હાથ મુકે છે. હવે આગળ..

પહેલા તો હુ સ્હેજ ગભરાયો પછી પાછળ ફરી ને જોયું તો ઈલાઆંટી હતા અમારા જુના નોકરાણી.મને થયુ કે મારા દરેક પ્રશ્નો નો જવાબ ઈલાઆંટી જાણતા હશે..એને જરૂર ખબર હશે કે દિયા અહિં કેમ પોહચી.

આંટી, તમે અહિયાં..?

આંટી : બસ આયે કચરા પોતા કરૂ છું.. પણ તુ આયે..? તબિયત પાણી તો હારા છે ને..?

હુ એકદમ ઠીક છું માસી આ તો હુ અહિયાં મારા એક ફ્રેન્ડ ની ખબર પૂછવા આવેલો..

આંટી : કેમ છે શેઠાણી ને..

બસ..નિરાંત..એમને શુ વાંધો હોય..માસી આ દિયા અહિયાં..આ હાલત માં..

આંટી : તુ ઓળખે છે.. બેટા એને..?

એ મારી પ્રેમિકા છે માસી..હુ નથી જાણતો કે એ અહિયાં કેવી રીતે પોહચી..

આંટી : હુ જાણુ તો છું પણ આયે નો કઇ શકુ..ક્યાંક બીજે ભેગો થજે..

પણ કેમ ઈલામાસી..? અહિં શુ પ્રોબ્લેમ છે..?

આંટી : આયે જગ્યા એ જગ્યા એ કેમેરા છે..જો એ લોકો ને ખબર પડશે તો કામ થી ગ્યા..

એ લોકો..? કોણ લોકો..?

આંટી : એ બધુ હુ તને સાંજે કહીશ..સાંજે રામજી મંદીરવાળા ચોકમાં આવજે હુ તને ત્યાં જ આ બધુ સમજાવીશ..

અને સાંજે આંટી મને મંદીર માં મળ્યા.

આંટી, હવે તો કહો કે કોણ છે એ લોકો અને મારી દિયા સાથે આવુ તુચ્છ વર્તન શુ કામ કરે છે..?

આંટી : ડૉ. પ્રસાદ જે દિયા પાછળ કેટલાંય મહિના થી પાગલ છે. દિયા જોડે એને લગ્ન કરવા હતાં અને દિયા એનાં માટે તૈયાર ન્હોતી..એટ્લે એને આમ ઇલાજ ના બહાને રાખી છે કેટલાય દિવસો થી.. એને કોઈ દવાના ઇન્જેક્શન આપવામાં આવે છે જેથી એ દિવસે ને દિવસે પાગલ થતી જાય છે.

આંટી બધુ શરૂઆત થી કહો..મને કાઈ સમજાતું નથી..?

આંટી : બે મહિના પહેલા એ બહારના ગામથી આયે રાજકોટમાં, આ હોસ્પિટલમાં નર્સ તરીકે જોડાણી.અને બે દિવસમાં તો એણે બધાના દિલ જીતી લીધા.. એ દરેક ની માનીતી બની ગઇ બધાને વ્હાલ કરતી. ત્યારે ડૉ. પ્રસાદ અમદાવાદ ગયાં હતાં જ્યારે એ પાછા આવ્યા અને એણે દિયા ને જોઇ એ એનાં મનમાં વસી ગઇ..ડૉ. પ્રસાદ પહેલા થી જ પરણીત હતાં અને દિયા ની ઉંમર ની એને એક દિકરી પણ હતી..તેમ છતાં એ દિયાની પાછળ પાગલ હતો..એણે દિયા ને એની પર્સનલ સેક્રેટરી બનાવી દીધી નાના મોટા એના બધાં જ કામ એ દિયા પાસે કરાવવા લાગ્યો..એ પછી એક દિવસ રાત્રે દિયા ને મોડું થઇ જતા એને ડૉ પ્રસાદે પોતાની ગાડીમાં લિફ્ટ આપી અને અધવચ્ચે રસ્તામાં કાર ઊભી રાખી એણે દિયા ની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો..

દિયા તને પહેલી વાર જોઈને જ એવું લાગ્યું કે જાણે તુ મારા માટે જ બનેલી છે.. હુ તારા વીના નહીં રહી રહી શકુ..મારા પ્રેમને સ્વીકાર કર..મારી સાથે લગ્ન કર..

દિયા : સ્ટોપ ધ કાર.. સર, ગાડી ઊભી રાખો..હુ રીક્ષામાં જતી રહીશ..

એણે ગાડી ઊભી રાખી અને દિયા નો હાથ પકડી લીધો.. દિયા જવાબ તો આપ..તરત જ દિયા એ હાથ છોડાવી..કારનો દરવાજો ખોલી જતી રહી. એ પછી બીજે દિવસ થી એણે નોકરી પર આવવાનું જ બંધ કરી નાખ્યું..પણ જયાં સુધી એને નવી નોકરી મળે નહીં ત્યાં સુધી એણે આ નોકરી ના છૂટકે કરવાની જ હતી..એ ત્રણ દિવસ પછી પાછી સવારે નોકરીએ આવી.. એક પટાવાળાએ એને એક ગિફ્ટ બોક્ષ આપ્યું..'મેમ આ પ્રસાદસાહેબે મોકલાવ્યુ છે..તમારાં માટે..'

દિયા એ બોક્ષ ખોલ્યું તો અંદર એક બ્લેક સિલ્ક સાડી ઉપર એક ચીઠ્ઠી લખેલી હતી..

'દિયા તેં તારો જવાબ ના આપ્યો..,તેમ છતાં હુ તારો જવાબ જાણું જ છું..આ સિલ્ક સાડી તારા પર બહુ જ સુંદર લાગશે..આ સાડી પહેરી ને આજે રાત્રે મારા ઘરે ડિનર...'દિયા એ ગુસ્સામાં ચિઠ્ઠી ફાડી નાખી અને સાડી લઇને ડૉ પ્રસાદની કેબીનમાં ગઇ ત્યા ઇમ્પૉટન્ટ મીટીંગ ચાલતી હતી પટાવાળા એ એને રોકી. દિયા મેમ અંદર એક જરુરી મીટીંગ ચાલે છે..સાહેબ વ્યસ્ત છે.. તેમ છતાં દિયા એ દરવાજો ખોલી અંદર જઇ બધાની વચ્ચે સાડી ડૉ પ્રસાદ પર ફેંકી..અને પાછી ચાલી ગઈ.. એ પછી ડૉ પ્રસાદે એને રસ્તામાં પણ રોકી હતી અને ત્યારે દિયા એ એનાં પર હાથ ઉપાડ્યો હતો..પછી શુ એ માણસ જાનવર હતો..એક રાત્રે ઉઠાવી લાવ્યો દિયા ને..હુ સ્ટાફમાં સૌથી છેલ્લે જાવ છું..ઘરે હુ ઘરે જતી હતી અચાનક યાદ આવ્યુ કે મારી ચાવી હોસ્પિટલમાં રહી ગઇ છે હુ ચાવી લેવા પાછી ગઇ અને મે કોઈ ની ચીખ સાંભળી..મે અવાજ ની દિશામાં ડગ મંડ્યા.. અને ધીરે ધીરે ડૉ પ્રસાદની કેબીન સુધી પહોંચી ગઇ..અંદર થી દરવાજો બંધ હતો..બાજુમાં પડતી બારીના કાચમાં થી મે અંદર નું દ્રશ્ય જોયું..ડૉ પ્રસાદ દિયા ને અસહ્ય માર મારી રહ્યો હતો અને દિયા ની ચીખો આખી ઓફિસમાં ગુંજતી હતી..એ રાત્રે હુ ધારેત તો દિયા ને બચાવી શકત પણ મારી હિંમત ના ચાલી..અને મે કાઈ ના જોયું હોય એમ ચાવી લઇને હોસ્પિટલમાં થી જતી રહી..એ આખી રાત મને ઉંઘ ના આવી..સવારે હોસ્પિટલ પોહચી તો ત્યાં દિયા નોઁહ્તી..મે એને શોધવાનાં ઘણાં પ્રયત્નો કર્યા.. આખરે એક અઠવાડિયા પછી લોહી લુહાણ હાલતમાં એને એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં મુકી ગઇ.. ડૉ પ્રસાદે અમને જાણ કરી કે દિયાનું એક્સિડન્ટ થયુ છે.. એ પછી જ્યારે એને હોશ આવ્યો ત્યારે એ એકદમ નોર્મલ હતી પણ થોડા દિવસ પછી એની હાલત ખરાબ થતી ગઇ..ધીરે ધીરે એ એકદમ પાગલ થતી ગઇ.. એની આવી હાલત પાછળ હુ જ જવાબદાર છું...એ રાત્રે મે જો થોડી હિંમત બતાવી હોત તો દિયા આજે નોર્મલ હોત..

ના આંટી, જે કાઈ થયુ એમા તમારો કોઈ દોષ નથી.. અને હુ તમને દોષ પણ નથી આપતો..એ માણસે એની ચાલ ચાલી લીધી..હવે રમવાનો વારો મારો છે..એણે મારી દિયા ની આ હાલત કરી છે.. હુ એની એનાથી પણ બદતર હાલત કરીશ..હવે જોઇ લેજો..

આંટી : ના વીરા તુ એને ઓળખતો નથી..એ માણસ નહીં શેતાન છે..

આંટી, શેતાનો ના વિનાશ માટે જ તો ભગવાને આવવું પડે છે.. આપણે દર વર્ષે રાવણ સળગાવી છીએ.. આ વર્ષે પણ સળગાવીશુ..

પછી શુ એ જ રાત્રે પોહચી ગયો..રાવણ ની લંકામાં.. વોર્ડબોયના કપડામાં મને કોઈ એ ઓળખ્યો નહીં અને હુ ધીરે ધીરે પોહચી ગયો એ રૂમમાં જયાં દિયાને રાખવામાં આવી હતી. અને પ્લાન મુજબ એને બેહોશ કરી ત્યાં થી ઉઠાવી ગયો..

એ જ રાત્રે હુ દિયાને લઇને અમારાં ગામ જતો રહ્યો ત્યાં ડૉ. કલ્પના જે મારા મમ્મીના સહેલી હતાં એમણે દિયાનો ઇલાજ શરૂ કર્યો..

બીજી બાજુ આ સમાચાર આખા દેશમાં ફેલાય ગયા..સંજીવની હોસ્પિટલની એક પાગલ યુવતી..નું અપહરણ..સીસીટીવી ફૂટેજમાં અપહરણ કરનાર નો ચહેરો કેદ થયો.. અને એ ચહેરો છે..શહેરના જાણીતા યુવા લેખક વિરેન શાહ નો..શા માટે એણે આ યુવતી નું અપહરણ કર્યું..?, કોણ છે.. આ યુવતી..?, ક્યાં છુપાવી રાખી છે..?

શહેરની પોલિશ મારી પાછળ પડી હતી અને હુ અને મારા મિત્રો ડૉ. પ્રસાદ ની પાછળ પડ્યા હતો.. અમારાં પ્લાન મુજબ ડૉ. પ્રસાદને ઉઠાવી અમારાં ફાર્મહાઉસમાં કેદ કરી રાખ્યો.. એને હુ લટકાવી લટકાવી મારવા માંગતો હતો પણ.. એની કમજોર માં કમજોર હાલત જોઈને મારો હાથ ન્હોતો ઉપડતો..

થોડા દિવસોમાં દિયા એકદમ નોર્મલ થઇ ગઇ.. અને જ્યારે એને ખબર પડી કે ડૉ. પ્રસાદ ને મે પકડી રાખ્યો છે.. ત્યારે એણે મને કહ્યુ..

દિયા : વીર.., એ માણસ ને છોડી દે..,

પણ.., દિયા..એ માણસે તારી આવી હાલત કરી હતી..તને શારિરીક ઇજા પહોંચાડી હતી.. એને હુ કેમ છોડી દવ..

દિયા : વીર.., એણે જે કર્યું..એવું આપણે પણ કરીએ તો આપણાં માં અને એનામાં શુ ફેર..આપણે બદલા માં નહીં બદલાવમાં માનવું જોઈએ..અને રહી વાત સજાની..તો એને સજા મળશે જ.. કોર્ટ આપશે એને સજા..

ના.. એ માણસ ને તો હુ કોઈ પણ કાળે નહીં છોડું..હુ એને જાન થી મારી નાખીશ..

દિયા : નહીં, વીર તુ એવું કંઇ નઇ કર..તને મારા સમ છે..

અને પછી પ્રેસવાળા ઓ આવ્યાં ..અને એમની સામે દિયાએ આ ત્રણ મહિનામાં એની સાથે જે કાઈ બની ગયુ એ વર્ણવ્યુ..પુરી દુનિયા સામે એણે ડૉ. પ્રસાદ નો ભાંડો ફોડ્યો. કોર્ટે ડૉ.પ્રસાદ ને આકરી સજા ફટકારી.

સમાપ્ત

મો.7383155936

Email I'd: pnmakwana321@gmail.com

Web:- http://Khamoshiyaan.com