Pari in Gujarati Short Stories by Mansi Vaghela books and stories PDF | પરી

Featured Books
Categories
Share

પરી

પરી

માનસી વાઘેલા

રામુ અને એની પત્ની ગીતા મજૂરી કરી ને તેમનું જીવન પસાર કરતા હતા. તેમને એક સુંદર ઢીંગલી જેવી છોકરી હતી. જેનું નામ પરી હતું. અને એક નાનો છોકરો પણ હતો.

પરી ખૂબ જ પ્રેમાળ હતી. માતા પિતા ની ગેરહાજરીમાં નાના ભાઈ ને સાચવતી.

એની આંખો માંથી હંમેશા પ્રેમ છલકતો. જોતા જ કોઈ નું પણ મન મોહી લે તેવું પ્રેમાળ વ્યક્તિત્વ હતું એનું. પરી ને એના પિતા રામુ પ્રત્યે વિશેષ પ્રેમ હતો. પિતા ઘરે કામ થી થાકી ને આવે તો એમને પાણી આપતી. અને પિતા ને જોતા જ એમને વળગી પડતી. રામુ અને એની પત્ની ગીતા ખૂબ મજૂરી કરતા. અને બંને બાળકો ના સારા પાલન પોષણ માટે પૂરો પ્રયત્ન કરતા. એક દિવસ રામુ અને ગીતા કામ પતાવી ને સાંજે ઘરે આવ્યા. પણ આ વખતે પરી એમને દેખાઈ ના. બંને ખૂબ જ ગભરાઈ ગયા. અને પરી ને શોધવા લાગ્યા. આખા ઘર માં શોધ્યા બાદ પરી આખરે ઘર ની પાછળ બેભાન હાલતમાં મળી. બંને પરી ને આમ જોઈ ને ખૂબ ડરી ગયા. એમને પરીને જગાડવાની કોશિશ કરી. પણ પરી ઉઠી નહીં. એનું શરીર એક દમ ઠંડુ પાણી ગયું હતું. રામુ અને ગીતા પરી ને ડોક્ટર પાસે લઈ ગયા.

ડોક્ટરે બધી દવાઓ આપી જોઈ, પણ કોઈ ફરક ના પડ્યો. ડોક્ટર એ સલાહ આપી કે શહેર ના કોઈ મોટા ડોક્ટર જોડે લઇ જાઓ.

રામુ પરી ને લઇ ને શહેર ગયો :

"ડોક્ટર સાહેબ મારી દીકરી પરી ને જુવો ને.. એને શું થઈ ગયું છે...??" રડતા રડતા રામુ એ ડૉક્ટરને આજીજી કરી.

"સિસ્ટર આને વોર્ડ માં દાખલ કરો." ડોક્ટરે ઇશારો કર્યો, "તમે અહીં જ બેસો." કહી ને ડોક્ટર વોર્ડ માં જતા રહ્યા. થોડી વાર માં ડોક્ટર બહાર આવ્યા. અને રામુ ને પોતાની કેબીનમાં બોલાવ્યો.

"જોવો રામુભાઈ, તમારી પરી ને બ્લડ કેન્સર છે. એટલે કે સાદી ભાષામાં સમજાવું તો લોહી નો રોગ. હજુ મારે થોડા રિપોર્ટ કરવા પડશે. હમણાં તાત્કાલિક સારવાર માટે મેં થોડી દવા ચાલુ કરી છે." ડોક્ટરે ગંભીરતા જણાવી.

"મારી પરી ઠીક તો થઈ જશે ને સાહેબ...?" રામુ લગભગ રડી જ પડ્યો.

"હું હમણાં તો કઈ કહી ના શકું. અને ખોટો દિલાસો હું તમને આપવા નથી માંગતો. પણ તમે પૈસા ની વ્યવસ્થા કરી રાખજો." એટલું કહી ને ડોક્ટર જતા રહ્યા.

રામુ ખૂબ ચિંતા માં પડી ગયો. એ પછી પરી ને ત્યાં બે દિવસ દાખલ રાખી. રામુ ના દસ હજાર રૂપિયા ત્યાં જ વપરાઈ ગયા.

"બધા પૈસા તો પરી ની સારવાર માં વપરાઈ ગયા. આમ ને આમ રહ્યું તો આપણે ઘર કઇ રીતે ચલાવશું..?" પરીખની મા ગીતાએ ચિંતા વ્યક્ત કરી.

"હું પણ એ જ વિચારું છું. આટલા બધા પૈસા હું કઈ રીતે લાવું.? અને એ પણ મજૂરીમાં રજા રાખી ને..." રામુએ કહ્યું.

"તમે શેઠ જોડે વાત કરી જોવો. એ જરૂર કાઈ મદદ કરશે આપણી."

"હા. હવે એ જ કરવાનો વિચાર છે મારો. કાલે સવારે જઈને મળું એમને."

બીજા દિવસે રામુ શેઠ ને મળવા માટે જાય છે:

"નમસ્કાર શેઠ. મારી દીકરી પરી ની હાલત ખૂબ નાજુક છે. એની સારવાર માટે મારે એને કોઈ મોટા ડોક્ટર ને બતાવું પડશે. એને માટે મારી પાસે પૈસા નથી. તમે મને થોડા પૈસા આપશો તો તમારી ખૂબ મહેરબાની થશે. હું તમારા હાથ જોડું છું. મારી આ મુસીબત ના સમયે મદદ કરો." રામુએ પોતાની ચિંતા શેઠને જણાવી.

"રામુ, મારી પાસે પણ હાલ માં તો કોઈ પૈસા નથી. પણ તું મારો વિશ્વાશું માણસ રહ્યો છે. અને પરી જેવા નાનકડા ફૂલ ને વીંધાતા હું પણ ના જ જોઈ શકું. તને હું પૈસા તો ના આપી શકું. પણ મારા ઓળખાણ માં એક માણસ છે. જે વ્યાજ પર પૈસા આપે છે. જો તારે જોઈતા હોય તો હું એને તારી ભલામણ કરી શકું."

રામુ માની જાય છે. અને વ્યાજ પર પૈસા લઇ લે છે. પણ પૈસા વપરાતા જાય છે. કમાવાનું બીજું કાંઈ સાધન ના હોવા થી રામુ અને ગીતા કરજા માં ડૂબતા જાય છે. અને પરી ની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે.

"કહું છું સાંભળે છે પરી ની મા.. એક રકાબી ચા આપ તો મને" રામુએ રસોડામાં રહેલી ગીતાને બૂમ મારી.

"ઘરમાં દૂધ નથી. અને એક પણ રૂપિયો નથી બચ્યો. પરી ના ભાઈ ને પીવડવા માટે દૂધ લાવવાના પૈસા પણ નથી રહ્યા."

"શુ કરું હું પણ? આટલા બધા લોકો જોડે થી ઉધાર લઇ રાખ્યું છે કે હવે તો કોઈ ઉધાર આપવા પણ તૈયાર નથી. બધાને વાયદા કરી કરી ને હું થાકી ગયો છું."

"ખબર નહીં ભગવાન આપણી આ કેવી પરીક્ષા કરી રહ્યો છે..?"

"ભગવાન પણ એની જ પરીક્ષા કરે છે જે એની વધારે ભક્તિ કરે.."

"તમને યાદ છે.. શેઠ ના કેહવા પર એક વાર પરી ના નામે આપણે વીમો ઉતાર્યો હતો. જો પરી ને કાઈ થઈ જાય તો એ પૈસા આપણને મળી શકે."

"આ તું કેવી વાતો કરી રહી છે...? એ આપણી દીકરી છે. આપણે એવું કંઈ રીતે કરી શકીએ??" રામુ ગુસ્સે થયો.

"આપણે ગમે તે કરીએ એનો જીવ તો બચાવી નથી જ શકવાના.. તો એના માટે કરજા માં ડુબવાનો શુ મતલબ??"

"તારું મગજ ઠેકાણે નથી ગીતા. એટલે તું આવી બકવાસ કરી રહી છું."

"હા. હું બકવાસ કરી રહી છું. એક બાળક ને તો આપણે આમ પણ ખોઈ રહ્યા છીએ. તો શુ એક ના લીધે બીજા ને પણ મરવા માટે છોડી દઈએ?? બોલો તો તમે? આમા હું શું ખોટું કહી રહી છું..? હું પણ એની મા છું. શુ મને દુઃખ નહીં થતું હોય એની આવી હાલત જોઈ ને?"

"હા. તારી વાત તો સાચી છે. પણ મારો જીવ નાઈ ચાલે."

"પણ કરવું તો પડશે જ.... આપણા સ્વસ્થ દિકરાને બચાવવા..."

***

રામુ અને ગીતા પરી ને જમીન માં દાટી ને મારી નાંખવાનું નક્કી કરે છે.

રાત ના એક વાગે રામુ ખાડો કરી રહ્યો હોય છે. અને ગીતા ત્યાં ધ્યાન રાખી રહી હોય છે કે ત્યાં કોઈ આવી ના જાય.

અને પરી ત્યાં એમની જોડે ઉભી હતી. એને મન આ જાણે કોઈ રમત હતી.રામુ ને ખોદતાં ખોદતાં ખૂબ પરસેવો વળી ગયો હતો. અને થાકી ને એ થોડી વાર નીચે બેઠો. અચાનક જ પરી એના કપડાં વડે રામુ નો ચેહરો લૂછી રહી હતી.

"પાપા તમે કેટલુ કામ કરશો... જોવો તમને કેટલો પરસેવો વળી ગયો. લાવો હું લૂછી આપું. પાણી આપ ને મમ્મી તું પપ્પા ને."

પરીના આ શબ્દો સાંભળતા રામુ અને ગીતા ની આંખો માં આંશુ આવી ગયા. પોતાના કૃત્ય પ્રત્યે ધિક્કાર થયો. બંનેનું હૃદય પરિવર્તન થઈ ગયું. અને એ પછી બંને પરી ના છેલ્લા શ્વાસ સુધી પરી નો હાથ પકડીને એની સાથે રહ્યા. અને મર્યા પછી પણ પરી ના ચહેરા પર એક અનેરો આનંદ અને સ્મિત હતું. પોતાના માતા પિતા ના પ્રેમ ને ખરા અર્થ માં પામવાનો આનંદ.‌

- માનસી વાઘેલા