Majhab nahi sikhata - 7 in Gujarati Fiction Stories by Bindiya books and stories PDF | મજહબ નહીં સિખાતા - 7

The Author
Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

મજહબ નહીં સિખાતા - 7

મજહબ નહીં સિખાતા

ભાગ-7

“ अफजल चलो जल्दी ।“

“क्या हुआ ख़ाला ? कया शोर है बाहर?”

અફઝલે રોશન ખાલા ને પુછયું. એ થોડા ગભરાએલા પણ લાગતાં હતાં.

“ वो बीबी के वालीदसाहब आए हैं। उस छोकरे के साथ।“

“ ठीक है हम आते है।“

અફઝલ અને અપરા બંને એકબીજા ની તરફ તાકી રહયાં. અફઝલે શાંત્વના આપવા માટે અપરાના ખભે હાથ મુકયો. અને અપરા એ પણ આંખો ઝુકાવી ને અફઝલ ને જવાબ આપ્યો.

“ અપરા પરિસ્થિતિ ખુબ અઘરી થશે આપણા માટે. અને વધુ તો તારા માટે પણ તું હિંમત રાખજે. અને હા જયાં સુધી હું એમનું માન જાળવી શકીશ ત્યા સુધી પુરેપુરો પ્રયત્ન કરીશ. પણ હદની ઉપર વાત જશે તો મને રોકતી નહી. અને મારે વિશે કંઈ ખોટું ખરાબ વિચારતી પણ નહી. હું તને પ્રેમ કરું છું. તારા માટે હું કંઈ પણ કરી શકું. પણ મારા અબ્બુ નુ અપમાન અને આબરૂ ના ભોગે નહીં. તુ પણ મારા માટે એટલીજ મહત્વ ની છે. એટલે એક હદથી ઉપર ગયા પછી....”

અફઝલ બોલતા બોલતાં અટક્યો.

“ તમે ચિંતા ન કરો. એ મારા પણ અબ્બુ છે. એમને કયારેય અપમાનીત નહીં થવા દઉં. અત્યારે ખુબજ સમજદારી પૂર્વક આપણે પરિસ્થિતિ ને સંભાળવા ની છે.એને આપણે બંને જો સાથે હોઇશું તો. પશ્ર્નો બહું જલદીથી સોલ્વ થશે.પણ પહેલાં આપણે બહાર જઇએ.”

અપરા એ અફઝલ નો હાથ પકડ્યો અને બંને સાથેજ રુમમાં થી બહાર આવ્યા. ત્યા મનુભાઈ અને નિતિન ભાઇ રવિ સાથે ઉભા હતા. રવિ એકદમ ખંધુ હસ્યો. અપરા ને જોઈ ને રવિ તરતજ બોલ્યો.

“ જુઓ...આ તમારી દિકરી છે કાંઇ શરમ..? હું કહેતો હતો ને કે... હવે જોઇ જ લો તમારી આંખો થી..હજુપણ પેલાનો હાથ પકડીને ઉભી છે.”

નિતિન ભાઇને જોઇ ને અપરા એમના તરફ આગળ વધી.

“ પપ્પા..”

“ પપ્પા...?..કોણ પપ્પા..?”

“ અપરા તું અંદર જા.”

અફઝલે તરતજ કહ્યુ.

“ અંદર નહીં બહાર. અમે લેવા જ આવ્યા છીએ તને “

રવિ એ થોડી વધું હોંશિયારી મારતાં કહ્યુ. છતા અફઝલ કે અપરા એ એની વાત મા ધ્યાન ન આપ્યુ. અપરા નિતિન ભાઇ તરફ આગળ વધી.

“ પપ્પા એક વાર મારી વાત સાંભળો..પછી તમે કંઈ નિર્ણય કરજો.”

અપરાએ ભીની આંખો એ નિતિન ભાઇને કહ્યુ.

“ કોણ પપ્પા.? આવુ હલકું પગલું ભર્યું ત્યારેજ હું મરી ગયો હતો. અને હજું પણ જો તારે બાપ જોઇતો હોય તો આ....આ. ને છોડીને ચાલ મારી સાથે.”

નિતિન ભાઇની વાત સાંભળી ને અફઝલ હજું કંઈ બોલવા જાય એ પહેલાંજ રવિએ અફઝલ નો કાંઠલો પકડીને એને રોક્યો. અપરા ને કારણે અફઝલ કંઈ જ બોલ્યા વગરજ એકદમ જાટકીને રવિનો હાથ છોટકોરી દીધો. હવે મનુભાઈ એ પણ અપરા ને સમજાવવા નું શરું કર્યું.

“ અપરા જેટલું નિતિન તને જાણે છે. એટલું જ હું પણ. તું જાણે છે તું મારે મન દિકરી થી પણ વિશેષ છે. અને તે પણ મને ખુબ પ્રેમ અને માન આપ્યુ છે. અને તારા જેવી સમજું અને ડાહી છોકરી આવું પગલું ભરે એ આશા ન હતી અમને. બેટા આપણાં સમાજ માં હજુ પણ એકજ જ્ઞાતી મા પણ પ્રેમ લગ્ન સ્વીકારતા ખુબ સમય લાગે છે. અને અલગ જ્ઞાતિ મા કરેલાં પ્રેમ લગ્નો તો સહેજ પણ સહજતાથી સ્વીકારાતા નથી. ખુબ વાર લાગે છે પછી આતો..જાતજ અલગ. ધર્મ પણ સાવ અલગ. થોડો સમય બઘું સારું લાગે.પણ હકીકત જયારે પ્રવેશે ત્યારે બધું ફના ફાંતીયા થઇ જાય અને પ્રેમ બધો હવામાં ઉડી જાય. સમજ બેટા. તારા આ સંબંધો આકાશપાતાળ એક થાય ને તો પણ સ્વીકાર્ય નહી થાય. એકવાર દુખી થઇ ચુકી છે.એમાં વાંક ન હતો તારો. પણ હવે કુહાડી જોઇ ને પગ મુકે છે તું. “

આબીદઅલી., નિતિન ભાઇ , અફઝલ બધાજ આ વાત ને મુંગા મોઢે સાંભળી રહ્યા હતા.

“ અપરા મુર્ખામી રહેવા દે. જાણીજોઈને આગ માં ન કુદાય. અને આમ પણ જો.આટલું થયા પછી પણ તું જરા પણ ચિંતા ન કર. અમારી સાથે ઘરભેગી થા.તને કોઈ કંઈ જ નહીં કહે.અને હા હું તને મારા દિકરાની વહુ તરીકે સ્વીકારવા તૈયાર છું. રવિ લગ્ન કરશે.તારી સાથે. એ તને પસંદ કરે છે. તારા આ પગલાં થી એને પણ ખુબજ દુખ થયું છે પણ છતાં એ બધું ભૂલીને તને અપનાવવા તૈયાર છે. “

આ વાત સાંભળી ને અપરા ના આશ્ચર્ય નો પાર ન રહ્યો. અફઝલ નો તો ગુસ્સો ફાટફાટ થઇ રહયો હતો. એણે ખુબ સંયમ રાખ્યો હતો પોતા ની જાત પર.

“ અંકલ તમે આટલું થયાં પછી પણ મારા જેવી છોકરી ને તમારા ઘરની વહુ તરીકે સ્વીકારવા તૈયાર છો. ખુબ સારું કહેવાય. પણ કદાચ અફઝલ ન મળે ને તો આખી જીંદગી એની રાહ જોઈશ. એકલાં જીવવાનું પસંદ કરીશ.પણ મને તમારો દિકરો સ્વીકાર્ય નથી. “

આ વાક્ય સાંભળતાં જ રવિ કાળઝાળ થઇ ગયો.એણે બધાંની સામે અપરા ને ફરી થપ્પડ મારવાની કોશિશ કરી. પણ અફઝલે એનો હાથ રોકી લીધો. હવે રવિ રીતસરની વાત વધારીને પરિસ્થિતિ બગાડવા જ માંગતો હતો. હવે એ અફઝલ નો કાંઠલો પકડીને અપશબ્દો બોલવાં લાગ્યો. હવે

“આ..આ શું તને રાખવા નો? અરે પેપરનેપકીન ની માફક વાપરી ને ફેંકી દેશે. આમપણ આ લોકો ને ચાર પત્નીઓ કરવાની પરવાનગી છે. પછી રડજે માથે હાથ દઇને.ને પછી. કોઇ તારો હાથ પકડવા પણ રાજી નહી થાય. રખડીપડીશ. એના કરતાં હજું કહું છું. તને અપનાવી લઇશ. “

અપરા એદાંત કચકચાવીને ગુસ્સા માં એક જોરદાર કાન માં તમરાં બોલી જાય એવો ફડાકો રવિ ના ગાલ પર ચોળી દીધો. ઉભેલાં બધાંજ શોક થઇ ગયાં. અને રવિ..રવિ તો એકદમ હેબત ખાઇ ગયો. જે અપરા બોલતાં પણ ડરતી હતી એણે આ હિંમત કરી બતાવી. હવે એણે રવિનો કાંઠલો પકડીને એની આંખો મા આંખો પરોવી ને મનુભાઈ ને પુછયું.

“ અંકલ તમે મારા જેવી છોકરી ને તમારા આ સંસ્કારી સુપુત ના ગળે શુકામ બાંધો છો? અરે તમે એનો તો વિચાર કરો. એની જીંદગી નર્ક બની જશે. “

અપરાએ જે કર્યું એ પછી પણ આવી વાત સાંભળી ને નિતિન ભાઇ અને મનુભાઈ ખુબ આશ્ચર્ય મા હતાં. મનુભાઈ હવે ગુસ્સા માં બોલ્યા.

“ નિતિન આ છોકરી હવે હાથમાં થી નીકળી ગઇ છે. મને બાપ થી પણ વિશેષ ગણનાર. માન આપનાર મારી બધી વાત માનનાર આ છોકરી એ આપણી અપરા છે જ નહી. હુ..હુ તો તારી આબરૂ સચવાય જાય એટલે મારા દિકરાની જીંદગી દાવ પર લગાવવા ચાલ્યો હતો. “

“ આબરૂ....!! બધું આબરૂ માટેજ તો થાય છે અંકલ. પણ પુછો એમની આબરૂ કયાં ગઇ હતી.જયારે કુટુંબ મા મને દિકરી તરીકે ઉતરતી ગણતાં. પેલો વાસના ભુખ્યો માણસ મને રોજ ચુંથતો ત્યારે આબરૂ કયાં ગઇ હતી?.અને ત્યાર પછી પણ મને પોતાની પાસે ન રાખીને તમારી પર મારી જવાબદારી નાખી ત્યારે?.. રહેવાદો..રહેવા દો આવી આબરૂ ના રાગ આલાપવાના. મને હતું તમે મને સમજશો કારણકે તમે સાથ આપ્યો છે મને. અને રહી વાત તમારા આ સપૂત ની તો...”

અપરા ના આટલું બોલતા જ રવિ એ છટકવાનો કોશિશ કરી.પણ અફઝલે એને પકડી રાખ્યો. અપરાએ ફરી એક થપ્પડ રવિને વળગાળી દીધી.

“ આ..આ ની હરકતો તમને હજું ખબર જ નહી હોય.એની મને ખાતરીછે.નહીતર તમે આટલું બોલતા નહી.”

“ કેમ એણે શું કર્યું? “

મનુભાઈ એ પુછ્યુ.

“ એણે જે કર્યું છે એ દુશ્મન પણ ન કરે. જે દિવસ થી તમારા ઘરે આવી છું તે દિવસ થી એ પાછળ પડયો છે મારી. પણ હું ચુપ રહી તમારા અને આન્ટી ના ખાતર.રવિ જેવા તેવા ઇશારા કરતો. તમારી ગેરહાજરીમાં ઘરમાં ટીવી પર જેવી તેવી ફીલ્મો એનાં મિત્રો સાથે જોતો. મોબાઇલ પર મને ખરાબ પોર્ન કલીપ્સ પણ મોકલતો.ઘણીવખત મે એને ચેતવ્યો છે.મને અડવાના અડપલાં કરવાનાં એક પણ ચાન્સ એ છોડતો નહીં. મને જોઇને આંખો વડે ગંદા ઇશારા પણ કરતો.અને વળી એના બધા મિત્રોએ મને ભાભી કહીને જ બોલાવવી એવું રવિએ એમને કહ્યુ છે. અને જો એટલો જ પ્રેમ હતો એને તો હું પાંચ વર્ષ થી તમારાં ઘરમાં છું. પહેલા કેમ ન બોલ્યો. અરે એક પણ વાર એણે તમને કે આન્ટી ને જણાવ્યું કે એ મને ચાહે છે.....અફઝલને મારી જીંદગી મા આવ્યે માંડ હજું ત્રણ ચાર વર્ષ થયા છે. અને આટલું કર્યાં પછી પણ તમને હજુ પુરી વાત ની ખબર જ નથી.”

મનુભાઈ માથું શરમથી ઝૂકી ગયું હતું. ગુસ્સો તો શું પણ કંઈ બોલી પણ શકે એમ ન હતાં. અને નિતિન ભાઇ પણ હવે થોડાં શાંત થયાં હતા.

“ હું આ બધું તમને કહેવા નહોતી માંગતી. પણ આ રવિ જે નાટકો ને દેખાળા કરે છે ને એને ખુલ્લો પાડવા બધું કહ્યુ છે. અને હા અત્યારે પણ હું તમે અને આન્ટી આવી જાવ એની જ રાહ જોતી હતી. અને તમારાં આવતા જ મારા અને અફઝલ ના સંબંધો વિશે જાણ કરવાની હતી. પણ તમારા જતાં જ રવિએ જાત જણાવી”.

રવિ હવે વઘુ ગભરાયો. હવે પોતા ની પોલ ખુલ્લી થવાની હતી.

“ બસ.. હ..હ..વે અવળી વાતે ન ચઢાવ. અત્યારે અમે તને લેવાં આવ્યા છીએ. પપ્પા, અંકલ , હું અમે તારું સારું ઇચ્છીએ છીએ. “

અપરા થોડું હસી.

“ કેમ..? ડર લાગ્યો? મારી સાથે જે કર્યું એ ખુલ્લુ થશે.”

“ કેમ એવું તે શું કર્યું રવિએ?”

મનુભાઈ બોલ્યા.

“ અંકલ અત્યાર સુધી તમારા અને આન્ટી ના લીધે હું કશુંજ બોલી નથી. પણ હવે બધી વાત નો ખુલાસો કરવો જ છે. હું સવારે અહિં આવું પછી હું અને અફઝલ સાથે ઓફીસે જતાં. અમે બંને એકબીજા ની સાથે લગ્ન કરવાં ઇચ્છીએ છીએ. છતાં પણ અફઝલે કયારેય મરી મરજી વિરુધ્ધ મને હાથ સુધ્ધા નથી લગાવ્યો. પણ રવિ ને અમારા વિશે જાણ હતી. તમારાં ગયાં પછી સવારે અફઝલ ની ગેરહાજરીમાં એ આવ્યો. એણે અબ્બુ ને ધક્કો માર્યો. અને ધમકી પણ આપી. અને અબ્બુ ની સામે મને મારી પણ ખરી.પછી અહીં થી ઘરે લઇ ગયો.ત્યા પણ મને ખુબજ મારી. મને લાત પણ મારી. અને પછી રુમ મા પૂરી દીધી. જો અફઝલ ચાંદની, નિષિત અને PSI રાણા આવ્યા ન હોત ને તો આજે એણે ન કરવાનું કરી લીધું હોત. “

આટલું બોલતા જ રવિએ મારેલા માર ના નિશાન મનુભાઈ ને બતાવ્યા. મનુભાઈ કશુંજ બોલ્યા વગર નીચેમોઢે સાંભળી રહ્યા. રવિ આટલું ખોટું બોલે અને આટલી ઊતરતી કક્ષાનું વર્તન કરે એ જાણી ને શરમ થી નીચું જોઈ ગયા. એણે રવિને બધાંની સામે તમાચો મારી દીધો. અને અપરા ની માફી માંગી.

“ બેટા મારા જ ઘરમાં શું થઇ રહ્યુ છે એ હું જોઇ ન શક્યો. માફી માગું છું તારી. પણ હજું કહું છું અમારી સાથે ચાલ. “

એમણે આબીદઅલી ની અને અફઝલ ની પણ માફી માંગી. રવિના વર્તન બદલ.

“ ના મારે ઘરે પાછું આવવું નથી. “

અપરા એ અફઝલ નો હાથ પકડ્યો.

“ મારે અફઝલ સાથે લગ્ન કરવાં છે.”

નિતિન ભાઇ આ સાંભળી ને શોક થઇ ગયાં. એ અણગમા અને આશ્ચર્ય સાથે બોલ્યા.

“ હેં....શું..? આની સાથે ? તો પછી તારા અને મારા સંબંધો અહીયાં જ પુરાં. “

“ તમે મારા બાપ છો. તમે મને આ દુનિયા મા લાવ્યા છો. તમારા માટે મારા હ્રદય ના દરવાજા હંમેશા ખુલ્લા જ રહેશે. પણ હું અફઝલ ને છોડવાની નથી. હું એમની સાથેજ રહીશ.જો અફઝલ એટલાં ખરાબ હોત તો.હું એમને પ્રેમ કરું છું એમનો ફાયદો ઉઠાવી શક્યા હોત. રવિની આ હરકત બદલ એને પણ સબક શીખવી શકત.અને એમની જગ્યા એ રવિ હોત ને તો તમે આટલી વાર આ ઘરમાં પણ ઉભાં ન રહી શકત. મારે હવે કશું જ નથી જોઇ તું. પણ એક દિકરી તરીકે તમારા પ્રેમ તમારાં વહાલની તમારા અફઝલ ને જમાઇ તરીકે સ્વીકારવા ની રાહ મને હંમેશા રહેશે. “

અપરા એ આટલું બોલી ને પોતાનો ફેસલો ચોખે ચોખ્ખો નિતિન ભાઇને જણાવી દીધો. નિતિન ભાઇ પણ હવે કંઈ જ બોલ્યા વગર રવિ અને મનુભાઈ ને લઇ ને અફઝલ ના ઘરની બહાર નીકળી ગયા..

બીજા દિવસે આબીદઅલી ના કહ્યા પ્રમાણે અફઝલે કોર્ટમાં લગ્ન ની અરજી આપી દીધી. અને અપરા લગ્ન ન થાય ત્યા સુધી ચાંદની સાથે રહેવા જતી રહી. એક મહીનામાં બંને ના લગ્ન થઇ ગયાં.

અપરા સફેદ નાઇટ ગાઉન માં ગેલેરી માં ગાર્ડન તરફ મોઢું કરીને ઉભી હતી. અફઝલ અને પાછળ થી હગ કરીને ઉભો હતો. એક હાથ અપરાની કમર પર પર હતો.બીજા હાથે એણે અપરાની ડોક પાસેથી અપરા ના વાળ દુર કરતાં એની ડોક થી લઇને એના કાન સુધી પોતાના હોઠ નો સર્પશ કર્યો. અને ધીમે રહી ફરી એની ડોક પર એક થોડું હોઠ કસીને ચુંબન કર્યું.

“ અ.મમ.. શું કરો છો?”

અપરા અફઝલ ની સામે ફરી. પોતાનાં બંને હાથ નો હાર એણે અફઝલ ની ડોક માં નાખ્યો. અફઝલે પણ પોતાના બંને હાથ અપરાની કમર ફરતે બાંધી દીધાં અને અપરા ને પોતાની વધું નજીક કરી. અને અપરા ના ગાલ પર એની ડોક પર કાનની બૂટ પર અપરા ના હોઠ પર પોતાના હોઠના સર્પશ નો વરસાદ ધીમો ધીમો ચાલું જ રાખ્યો.

“ અફી..અફી..અફી... છોડો. આપણે એકલાં નથી.”

“ હા..તો?”

અફઝલે ફરી અપરા ના હોઠ ચુમ્યા.

“તો શું? અરે કોઇ આવી જશે.”

“ ભલે....એમા શું. બધા સમજે કે પતિપત્ની વચ્ચે ના સંબંધો આવાજ હોય. શું હું મારી પોતાની પત્ની ને પ્રેમ પણ ન કરી શકું? “

અપરાએ છુટવાની નાહક કોશિશ કરતાં કહ્યુ..

“ હા..એમાં કંઈ વાંધો નથી પણ. પહેલાં પરમિશન લઇ આવજો. નહીંતર આખું ઘર ગાજી ઉઠશે. “

આટલામાં જ અવાજ આવ્યો..

“હેય..ડેડુ બેડ મેનર્સ..”

પનાહે મોટેથી બુમ પાડી. અફઝલ અને અપરા બંને ખડખડાટ હસી પડ્યાં.

“ જો મેં કહ્યુ હતુ ને કે પરમિશન લઇને..”

અપરા હસી.

“ ડેડુ હું કેટલી પરેશાન છું.અને તમે મમ્મા સાથે ઉભાં છો. તમને કંઇ ખબર જ નથી કે પનાહ કેટલી ટેન્શન માં છે.”

અફઝલે તરતજ એને તેડી.

“ કેમ શું થયું મારી પનાહ ને શેનું ટેન્શન ?. ડેડુ છે ને..”

પનાહ એનાં નાના નાના હાથે કપાળ કુટતા કહ્યુ.

“ અરે..એ..એ જોવો ને બાહર દાદુ અને નાનુ બંને ઝગડે છે. હું ફકત એમની એકલાં સાથે રમું. નાની ને પણ ફરીયાદ કરી. પણ એમણે તો એ બંને ની વચ્ચે પડવાની ચોખ્ખી ના પાડી દીધી. એ બંને પાગલ છે. કોની સાથે રમું. વળી દાદુ સાથે રમું તો નાનુ ને ખરાબ લાગે અને નાનું સાથે રમું તો દાદુ ને “

પનાહ ફરી નાના નાન હાથ વળે કપાળ કુટયું. અફઝલ અને અપરા બંને હંસવા લાગ્યા. અને રુમ ની બહાર આવ્યા તો આબીદઅલી અને નિતિન ભાઇ બંને સીટીંગ રુમ મા ચેસ રમીરહયા હતા. અફઝલ ની સામે એક બીગ સ્માઈલ આપતાં અપરાએ કહ્યુ.

“ થેન્ક યુ અફી મને આટલી ખુશખુશાલ જીંદગી આપવા બદલ. જેની કલ્પના સુધ્ધા ન હતી.”

બંને જણ પરીવારને એકસાથે ખુશખુશાલ જોઇ રહ્યા.

***

અ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. પણ આપણી આજુબાજુમાં આપણે આવા કપલ્સ ને જોતા જ હોઇએ છીએ.જેઓ સંપુર્ણપણે અલગ અલગ સંસ્કાર અને વિચારધાર્ માંથી કે અલગ અલગ રીત રિવાજો માથી હોવાં છતાં એક થઇને એમની અલગ સુંદર દુનિયા વસાવતા હોય છે. આપણે જમાના પ્રમાણે ભૌતિક રીતે અપડેટ તો થયાં.પણ જરુર છે વિચારો ના સોફટવેર ને અપડેટ થવાની. એ સમજ અને એ સંદેશ આપણને આપણાં ધાર્મિક પુસ્તકોમાં હજારો વર્ષો પહેલાં આપવામાં આવી જ છે. ભગવાને માણસ બનાવ્યો પણ નાત જાત..રીતરિવાજો બંધન સીમારેખા તો આપણી પોતાની ઉપજ છે.ગીતા,કુરાન, બાઇબલ, ગુરૂગ્રંથ સાહેબ..કોઇપણ પુસ્તક માં નથી કે એક ધર્મ નો માણસ બીજા ધર્મ ની વ્યક્તિ ને પ્રેમ ન કરી શકે. કે પોતાના ધર્મ ને ઉચ્ચ સાબીત કરવાં બીજા કોઇપણ ધર્મ ને નીચો કે તુચ્છ ગણાવવો. અલ્લાહ હોય કે ઇશ્ર્વર. ઇશા હોય કે નાનક બધાંએ કહ્યુ છે કે માણસ બનો.પ્રેમથી વર્તો. આદર કરો. સમાનતા રાખો. કોઇ ધર્મ ઝગડો કરવો, રાગદ્વેષ રાખવો કે બદલો લેવાનું શીખવાડતો નથી. એ તો વાત કરે છે ફકત હળીમળીને પ્રેમ થી રહેવાની.મોટું મન રાખી ને માફ કરવાની. દુઆ કરો કે પ્રાર્થના મતલબ તો એકજ છે. ઇશ્ર્વર ને આઝાન કે અલ્લાહને આરતી કરો તોપણ એ કરવાનો ઇરાદો તો કોઇનું સારું થાય એવો જ છે.અંતે એનો હેતું તો એકજ છે. અને એટલેજ અલ્લાહના દરબાર માં બે હાથ જોડીને કરેલી પ્રાર્થનાઓ ઇશ્રવરના મંદિરમાં કબુલ થતી જોવા મળે જ છે. આપણે ફકત આપણાં અહમ્ ને પોષવા ધર્મ ને ઢાલ બનાવતા હોઈએ છીએ.

એવુજ કંઈ મોહમ્મદ ઈકબાલ સાહેબે પણ લખ્યુ છે.

“मज़हब नहीं सिखाता आपस में बैर रखना।“

સંપુર્ણ