Safarma madel humsafar - 15 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | સફરમાં મળેલ હમસફર ભાગ-15

Featured Books
Categories
Share

સફરમાં મળેલ હમસફર ભાગ-15

સફરમાં મળેલ હમસફર

ભાગ -15

(પાછળ જોયું)

મેહુલ પોતાની હકીકત જિંકલને જણાવી દે છે, નિખિલ અને સુહાની વચ્ચેની ગેરસમજણ દૂર થાય છે, મેહુલ જ્યારે ફાઇલમાંથી મળેલ ફોટો જુએ છે ત્યારે તેને ચક્કર આવી જાય છે, કોનો ફોટો હતો તે?, મેહુલ આ વાત કોઈને કહેતો નથી, પોતે નક્કી કરે છે કે હવે કાવેરી સાથે મુલાકાત કરવી, જિંકલને વાત જણાવી તે ગોધરા જવા નીકળે છે.

***

“મેહુલ યુ સ્ટીલ લવ મી ના?” જિંકલે પૂછ્યું.

“અ લોટ, ફોરએવેર….. લવ યું યાર” મેહુલે પ્રેમથી કહ્યું.

“લવ યુ ટૂ.. ” જિંકલે કહ્યું. અહીં ફોન કટ થતા મેહુલ રડી પડ્યો. કાવેરી બાજુમાં આવીને આ બધું જોઈ રહી હતી.

“શું થયું બકા?” કાવેરીએ પૂછ્યું. મેહુલે કોઈ રિસ્પોન્સ ન આપ્યો. કાવેરીએ બે સિગરેટ જલાવી, એક મેહુલને આપી.

“હું જેને પ્રેમ કરું છું તેનો સંબંધ બીજે નક્કી કરવાની વાત થાય છે. ” મેહુલે રડતા રડતા કહ્યું. કાવેરી એક મિનિટ માટે પાછી ભૂતકાળમાં ચાલી ગયી, મોં ફુલાવ્યું અને કહ્યું “પ્રેમ કરાય જ નહીં, મમ્મી-પપ્પા કહે ત્યાં જ પરણીને ખુશ રહેવાય. ”

“તને શું ખબર પ્રેમ શું છે?, તે કોઈ દિવસ કોઈના વિરહમાં આંસુ સાર્યા છે?, કોઈને મળવાની તડપ અને બિછડવાનું દુઃખ શું હોય એ તને ખબર છે?, તારે તો એક રાત પૂરતું જ કામ” મેહુલે ગુસ્સામાં કહ્યું.

***

(ક્રમશઃ)

અહીં જિંકલની નવી લાઈફની શરૂઆત થાય છે, રોજ મેહુલના ફ્લેટની સામેથી નીકળે ત્યારે મેહુલને ફોન કરે અને વાતો કરતી કરતી કૉલેજ પહોંચી જાય. કૉલેજ લાઈફને ગોલ્ડન લાઈફ કહેવામાં આવે છે, જિંકલે આ લાઈફના ત્રણ વર્ષ પસાર કરી લીધા હતા અને હજી એક વર્ષ આ લાઈફને જીવવાની હતી.

ત્રણ વર્ષ દરમિયાન જિંકલને ઘણાબધા છોકરાએ પ્રપોઝ માર્યો હતો અને જિંકલે સૌને પોતાની ભાષામાં વ્યવસ્થિત જવાબ આપી દીધો હતો. જિંકલ સંબંધો નિભાવવામાં માનતી, જે લોકોને મળતી તેની સાથે ખુલીને વાતો કરતી. આવો સ્વભાવ સૌને પસંદ આવે, બધાને જ સરખું મહત્વ આપે તેવા લોકો કોને ન ગમે?

અહીં પણ જિંકલનો તેવો જ સ્વાભાવ હતો, પહેલા દિવસથી જ નવા લોકોની સાથે એટલી એટેચ થઈ ગયી હતી જાણે તેઓને કેટલા વર્ષોથી ઓળખે છે. કેટલીક વાર આવો સ્વભાવ પણ મુશ્કેલીનું કારણ બની રહે છે.

કોલેજની શરુઆતમાં જ જિંકલ તેની કોલેજના એક ફંક્શનમાં જોડાઈ હતી, જેમાં તેણે એન્કરિંગ સાથે એક સોંગ પણ ગાવાનું હતું. જિંકલની વાત કરવાની અદાથી તો સૌ પ્રભવીત થયેલા હતા જ પણ જ્યારે તેણે સોંગ રજૂ કર્યું ત્યારે સૌ અચંબિત રહી ગયા હતા. થયું એમ હતું જિંકલ જ્યારે સ્ટેજ પર આવી તે પહેલાં તેણે મેહુલ સાથે વાત કરી હતી અને જ્યારે સ્ટેજ પર આવી ત્યારે તેના મગજમાં મેહુલ મેહુલ જ ચાલતું હતું.

લાઈટો બંધ થઈ અને એક લાઈટ જિંકલ પર ફેંકાઈ, જિંકલે આંખો બંધ કરી અને ગીત શરૂ કર્યું.

“સુન જાલીમા તેરે ઇશ્ક ચ મેં, હો ગયી યા કમલી હાય….. ” જ્યારે જિંકલે સોંગ પૂરું કર્યું અને આંખો ખોલી તો સામે સૌ ઉભા થઈને તાળીઓ પાડતાં હતા. “વન્સ મોર…વન્સ મોર” થી પૂરો હોલ ગુંજી ઉઠ્યો. જિંકલ ઉભી થઇ અને અંદર ચાલી ગયી.

પછીના દિવસે સૌએ જિંકલના અવાજની ખૂબ સરાહના કરી, જેમાં એક છોકરો હતો રાહુલ, જે જિંકલના અવાજનો ફેન થઈ ગયો હતો. તે જિંકલ પાસે આવ્યો અને જિંકલના અવાજના ભારોભાર વખાણ કર્યા, સાથે તેણે જિંકલ સાથે એક સોંગ રેકોર્ડ કરવાની ઈચ્છા વ્યક્ત કરી, જેના માટે જિંકલે રાજીખુશીથી હા કહી દીધી.

અહીં મેહુલ અને અનિતા ગોધરા પહોંચ્યા, મેહુલે સાગરના ઓર્ફનેઝની માહિતી મેળવી અને તેના પરથી જાણવા મળ્યું કે “ઓર્ફનેઝને ડોનેશનની સખ્ત જરૂર છે, જો હવે ડોનેશન નહિ મળે તો કદાચ આ ઓર્ફનેઝ નહિ ચાલી શકે. મેહુલે અનિતાને એક ડોનર તરીકે ત્યાં મોકલવાનો પ્લાન બનાવ્યો અને જેમતેમ કરી સાગર સાથે સબંધ બનાવવાનો હતો.

અનિતાએ પ્લાન મુજબ પોતાનું સ્ત્રીત્વ બતાવ્યું અને ડોનેશન માટે ઓર્ફનેઝ પહોંચી ગયી, સાગર ડોનેશનની વાત સાંભળી ખુશ થઈ ગયો અને અનિતાનો આભાર માનવા લાગ્યો. અનિતા પોતાના પ્લાનમાં સફળ થઈ ગયી, તેણે સાગર પાસેથી તેનો મોબાઈલ નંબર લઈ લીધો અને પોતાનો નંબર આપવાના બહાને ચોરી-છુપે સાગરના મોબાઈલ પર માઈક્રો ચિપ પણ લગાવી દીધી. હવે સાગર અને કાવેરીની વાત ક્યારે થાય તેની રાહ જોવાતી હતી.

ત્રણ દિવસ પછી કાવેરીનો ફોન આવે છે અને સાગરને મળવા ગોધરા બોલાવે છે, ત્યારે જ અનિતા સાગરને ફોન કરે છે અને તે ગોધરા કામથી આવી છે તેથી વડોદરા ઓર્ફનેઝની મુલાકાતે અને સાગરને મળવા આવવાની વાત કરે છે. સાગર સામેથી ગોધરા મળવા આવું છું, તેમ કહી અનિતાને ત્યાં જ રહેવા કહે છે.

બધું જ પ્લાન મુજબ ચાલી રહ્યું હતું. સાગરને જરા પણ શંકા ન’હતી. સાગર ગોધરા પહોંચે છે, કાવેરી પણ ત્યાં જ હોય છે અને અનિતા પણ ત્યાં જ એક હોટેલમાં રોકાયેલી હોય છે. મેહુલ અનિતાના કોન્ટેકમાં હોય છે જયારે સાગરના મોબાઈલમાં લાગેલી માઈક્રો ચીપથી મેહુલ તેના પર પણ નજર રાખે છે.

સાગર વિચારે છે પહેલા કાવેરીને મળી લેવું ત્યારબાદ અનિતાને સાથે પણ મુલાકાત કરવી, કાવેરી હંમેશાની જેમ જ સાગરને સુનસાન જગ્યા પર મળવા બોલાવે છે, કાવેરીનું વર્તન સાગર તરફ બદલી ગયું હતું હવે કાવેરી સાગરની થોડી વધુ નજદીક આવી ગયી હતી, જો કે હજી સાગર કાવેરીના ભૂતકાળથી બિલકુલ અજાણ્યો હતો.

કદાચ સાગર કાવેરીની પસંદ કરવા લાગ્યો હતો પણ તે કહી શકતો ન હતો, કાવેરીને આ વાતની જાણ હતી જ પણ કાવેરી સાગર સાથે આવા સંબંધ રાખવા માંગતી ન’હતી. સાગર ગોધરા પહોંચ્યો પણ તેને ખબર જ ન હતી ત્યાં તેની પહેલેથી જ રાહ જોવાઇ રહી હતી. સાગર જેવો ગોધરા પહોંચ્યો, મેહુલે અનિતાને સાગર પાસે મોકલી દીધી. પ્લાન એવો હતો કે અનિતા સાગરને પોતાની વાતોમાં ઉલજાવી રાખે અને સાગરની જગ્યાએ મેહુલની મુલાકાત કાવેરી જોડે થાય.

સાગર પોતાની બાઈક લઈ ગોધરા પહોંચે છે, ફ્રેશ થવા બાઈક ઉભી રાખે છે તો સામેથી અનિતા આવતી દેખાય છે. સાગર નજર ચુરાવવાની કોશિશ કરે છે પણ અનિતાનું ધ્યાન પહેલીથી જ હોય છે. સાગર કામનું બહાનું બતાવી પછી મળવાનું કહે છે પણ અનિતાને થોડીવાર પછી મુંબઇ જવા નીકળવું છે તેમ કહી સાગરને રોકી લે છે. સાગરને નીકળવું હતું પણ અનિતા પોતાની વાતોમાં તેને ફસાવતી જાય છે.

અહીં મેહુલ પોતાનો પ્લાન બનાવે છે, કાવેરી જેવી ગોધરામાં પ્રવેશે છે, મેહુલ સાત-આઠ માણસોને તેની પાછળ મોકલી દે છે. નક્કી કરેલી જગ્યાએ કાવેરી કાર ઉભી રાખે છે અને નીચે ઉતરવા જાય છે ત્યાં પેલા માણસો તેને ઘેરી લે છે, કાવેરી પોતાની ગન કાઢે છે ત્યાં એક માણસ તેની પાસેથી ગન છીનવી લે છે.

મેહુલ ત્યાં જ બાજુમાંથી પસાર થતો હોય છે, સાવ સરળ નૌજવાનના રૂપમાં, ગૃમિંગ વિના, સાદા ફોર્મલ કપડામાં અને નીચે ચપ્પલ. મેહુલે બિલકુલ મિડલ કલાસ માણસની જેવું રૂપ લઈ લીધું હતું. કાવેરીને ઘેરેલી જોઈ મેહુલ વચ્ચે પડે છે, પ્લાન મુજબ સૌ મેહુલને મારવા લાગે છે, નાના ઘાવ આપી, કાવેરીના હાથમાંથી મોબાઈલ છીનવી તેઓ નીકળી જાય છે.

કાવેરી મેહુલને સંભાળે છે, ઉભો કરી કારમાં બેસારે છે અને ત્યાંથી બંનેની વાતો શરૂ થાય છે.

“કોણ હતા તે લોકો?” બાજુની સીટમાં બેસીને કોણીમાંથી નીકળતા લોહી પર હાથ દબાવતા મેહુલે કહ્યું.

“મને શું ખબર?, ઓચિંતા પાછળથી આવ્યા અને મને ઘેરી લીધી, થેન્ક્સ તે મને બચાવવાની ટ્રાય કરી. ” કાવેરીએ કહ્યું.

“ના, એતો મારી ફરજ હતી” મેહુલે નરમ અવાજે કહ્યું.

કાવેરીએ મેહુલ સામે જોયું અને આંખ મારી, મેહુલનું નિરીક્ષણ કર્યું અને કહ્યું “શું કામ કરે છો તું બકા?”

“એકાઉન્ટન્ટ છું, ડેટા એન્ટ્રી આપું છું એજેન્સીમાં. ” મેહુલે કહ્યું. ત્યાં સુધીમાં હોસ્પિટલ આવી જાય છે, પાટા-પીંડી થયા બાદ કાવેરી મેહુલને તેના ઘરનું એડ્રેસ પૂછે છે ત્યારે મેહુલનો ચહેરો ઉતરી જાય છે અને મેહુલ ગળગળો થઈને બોલે છે “મારી પાસે ઘર નહિ, હું અહી ફૂટપાથ પર રહું છું. ”

કાવેરીએ બીજીવાર મેહુલનું નિરીક્ષણ કર્યું, ફરી તે બોલી “આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં તું કેવી રીતે રહે છો?”

“જેટલી મોટી મુશ્કેલીઓ હશે એટલી જ મોટી સફળતા હશે. ” મેહુલે કહ્યું.

કાવેરી ચોકી ગયી અને એક ક્ષણ માટે પોતાના ભૂતકાળમાં ચાલી ગયી. “આજનો દિવસ હું અહી છું, તું મારી સાથે રહી શકે છો. ” કાવેરીએ કહ્યું.

“તમને કોઈ વાંધો ના હોય તો…” મેહુલે કહ્યું.

“અરે બકા, મને શું વાંધો હોય. ” કાવેરીએ હસતા હસતા કહ્યું.

કાવેરીનો મોબાઈલ તેની પાસે ન હતો અને સાગરનો નંબર પણ તેને યાદ ન હતો, તેથી તે મેહુલને લઈ પેલી જગ્યા એ આવી ગયી. અહીં અનિતાએ એક કલાક સાગરને વાતોમાં ઉલજાવી રાખ્યો અને અંતે સાગર કાવેરીને મળવા નીકળી ગયો.

સાગર અને કાવેરી મળે છે ત્યારે મેહુલ જિંકલ સાથે વાતો કરે છે, જિંકલ ખૂબ જ ઉદાસ હોય છે, મેહુલ માટે તેણે જે સોંગ ગાયું હતું તે મેહુલને કહે છે અને મેહુલ તે સાંભળી ખુશ થઈ જાય છે. મેહુલ જિંકલથી દૂર હતો પણ તે એટલો મક્કમ હતો જેટલી જિંકલ મક્કમ હતી. મેહુલ સાગર જોડે પણ વાત કરે છે અને અંતે કાવેરી અને સાગર છુટા પડે છે.

“મંગેતર હતો?” સાગરના ગયા પછી મેહુલે પૂછ્યું.

“ના બકા, ફ્રેન્ડ છે.... અને હું કુંવારી જ છું. ” મેહુલ સામે આંખો મારતા કાવેરીએ કહ્યું.

“તમારું નામ કાવેરી છે ને?” મેહુલે પૂછ્યું.

“હા, તને કેમ ખબર પડી?”

“તમારા હાથમાં જે બ્રેસલેટ છે, તેમાં નાના અક્ષરે લખેલું છે. ”

“ઓહહ, તારું નામ બકા?” કાવેરી પૂછ્યું.

“બકો, તમે જ હમણાં કહ્યું ને!!!” મેહુલ મજાક કરતા કહ્યું.

“તારી ફેમેલી નહિ?’” કાવેરીએ પૂછ્યું.

“છે ને…પણ એક ઘટના એવી બની જેથી હું તેની સાથે નહિ રહી શકતો. ” મેહુલે ફરી ઉદાસ થઈ કહ્યું.

“તો તો આપણે બંને સરખા ભેગા થયા. ” કાવેરીએ કહ્યું.

“કેમ?” મેહુલે પૂછ્યું.

“એ લાંબી વાત છે અને તારે જાણવાની જરૂર નહિ. ” કાવેરીએ ગુસ્સામાં કહ્યું. મેહુલ ચૂપ રહ્યો, કાવેરીએ કાર ચલાવતા સિગરેટ જલાવી, મેહુલ તરફ ઈશારો કર્યો. મેહુલે પ્રેમથી સિગરેટ સ્વીકારી લીધી. કાવેરી હસી અને બંને સિગારેટના ધુમાડા કાઢતા એક ફાઈવ સ્ટાર હોટેલમાં પહોંચી ગયા.

“મારી પાસે એટલા રૂપિયા નહિ હો!” હોટેલ જોતા મેહુલે કહ્યું. કાવેરીએ મેહુલ સામે એક કાતિલ સ્માઈલ આપી અને કાર પાર્ક કરી. સંજોગ એવા ભેગા થયા હતા કે મેહુલ જે હોટેલમાં રોકાયો હતો તે જ હોટેલમાં કાવેરી તેને લઈ ગયી હતી, કાવેરીએ જ્યાં બ્લેક મર્સીડી પાર્ક કરી હતી તેની જ બાજુમાં મેહુલની વાઇટ મર્સીડી પડી હતી.

કાવેરી ક્લીઅર હતી, લસ્ટ તેના પર સવાર થઈ ગયી હતી અને મેહુલે ભલે સાદા કપડાં પહેર્યા હતા પણ મજબૂત શરીર અને આકર્ષક ચહેરા તરફ કાવેરી આકર્ષાણી હતી. સામે મેહુલ પણ ક્લીઅર હતો, રણજીતસિંહે મેહુલને કહ્યું જ હતું તેથી મેહુલ પણ કાવેરીના વાર માટે તૈયાર હતો. બંને હોટેલના એક જ રૂમમાં હતા. , મેહુલે સોફા પર સુવાનું નક્કી કર્યું, મેહુલ જાણીજોઈને પહેલીવાર હોટેલમાં આવ્યો હોય તેવું વર્તન કરતો હતો.

મેહુલ પાસે સાદો કી-પૅડ વાળો મોબાઈલ હતો, કાવેરીએ કૉલ કરવાના બહાને મેહુલનો મોબાઈલ લઈ લીધો, કાવેરીએ કપડાં બદલી, સાવ ટૂંકા શોર્ટ પર ડુંટી સુધીનું ટી-શર્ટ પહેરી લીધું હતું, કાવેરી ખરેખર આ કપડામાં બોલ્ડ લાગી રહી હતી. મેહુલ સોફા પર સુઈ ગયો અને કાવેરી પણ તેના બે વ્યક્તિના બેડ પર લાંબી થઈ વિચારમાં પડી ગયી.

રાત્રીના સવા બે વાગ્યે રૂમમાં હલચલ થઈ, મેહુલ સોફા પર સૂતો હતો તેના પગમાં કોઈ ગલીપચી કરી રહ્યું હતું. મેહુલે આંખો ખોલી તો સામે કાવેરી હતી.

“શું થયું?” મેહુલે ઊંઘમાં પૂછ્યું.

“તારો મોબાઈલ, મને એકલા સૂવું નહિ ગમતું ચાલને મારી સાથે. ” કાવેરીએ કહ્યું. મેહુલ બેડ પર જઈ સુઈ ગયો. કાવેરી હવે લસ્ટમાં સરકતી જતી હતી, ધીમે-ધીમે મેહુલના પગ સાથે પગ ઘસવા લાગી, મેહુલ તરફથી કોઈ વિરોધ ન થતા કાવેરી આગળ વધી. ધીમેથી મેહુલની છાતી પર હાથ રાખી દીધો અને મેહુલને પોતાના બાજુ ખેંચ્યો, મેહુલ પણ જેમ કાવેરી ઇચ્છતી હતી તેમ કરતો જતો હતો. કાવેરીએ મેહુલ સામે જોયું અને મેહુલના હોઠ પર હોઠ મૂકી દીધા.

મેહુલે કાવેરીને ધક્કો મારી દૂર કરી દીધી, કાવેરી નીચે પટકાઈ, મેહુલે કાવેરીને ઉભી કરી બાહોમાં ભરી લીધી.

“શું કરતા હતા તમે?” અજાણ બનતા મેહુલે કહ્યું.

“કઈ નહિ બકા, જે થવું જોઈએ તે જ કરતી હતી. ” કાવેરીએ મેહુલને ગળા પર કિસ કરતા કહ્યું.

“ના, આ બધું સારું નહિ અત્યારે આપણા માટે” મેહુલે કાવેરીને અળગી કરતા કહ્યું.

“તો ક્યારે સારું લાગે?” કાવેરીએ પૂછ્યું.

“લગ્ન પછી જ” મેહુલે કહ્યું.

“અબે ચુતી……શું બોલે છે તું?, લગ્ન?, ચાલ ચાલ નીકળ હવે. ” કાવેરીએ મેહુલને ધક્કો માર્યો. મેહુલ રૂમમાંથી બહાર નીકળી ગયો.

સવારે કાવેરી રૂમમાંથી બહાર આવી તો મેહુલ એક બાંકડા પર ટૂંટિયું વળીને સૂતો હતો, મેહુલ પોતાના પ્લાનમાં પૂરેપૂરો સફળ થતો જતો હતો. મેહુલને જોઈને કાવેરીને ગિલ્ટી ફિલ થયું, તે મેહુલ પાસે ગયી અને મેહુલને કહ્યું “મારા માટે કામ કરીશ?’”

“શું?” મેહુલે મોં ચડાવતા કહ્યું.

“ હું જે કહું તે કરવાનું, મારી સાથે તને બધી સુવિધા મળશે. ” કાવેરીએ કહ્યું

“તમે બીજીવાર આવું તો નહિ કરો ને?” મેહુલે પૂછ્યું.

“ના, બકા હું મારા ઉસુલની પાક્કી છું. ” કાવેરીએહસતા હસતા કહ્યું.

“તો ઠીક છે. ” મેહુલે કહ્યું. કાવેરીએ ફરી મેહુલને એક હગ કર્યો. પહેલા મેહુલનું ગ્રુમિંગ બદલાવ્યું, જે પહેલેથી જ હતું જ, ત્યારબાદ મેહુલ કાવેરી સાથે શહેર-શહેર ફરવા લાગ્યો.

ધીમે-ધીમે મેહુલને કાવેરીનું કામ સમજાતું ગયું, કાવેરી કોઈ મોટા નેતા કે બિઝનેસમેન સાથે ડીલ કરતી અને ત્યારબાદ તે કામ પોતે પાળેલા ગુંડાઓ પાસે કરાવતી, બધી વખતે નવો માણસ જ કામને અંજામ આપતો, જેથી કાવેરી કોઈ દિવસ ફસાય નહિ. મેહુલના મળવાથી કાવેરી સાગરને ભૂલતી જતી હતી, મેહુલ એટલું જ માન આપતો જેટલું સાગર આપતો, બસ ફર્ક એટલો હતો કે સાગર નિઃસ્વાર્થપણે વર્તતો જ્યારે મેહુલનો એક મોટો સ્વાર્થ છુપાયેલો હતો.

***

અહીં રાહુલ અને જિંકલની મુલાકાત વધતી જતી હતી, રાહુલ જિંકલના એક તરફા પ્રેમમાં પડી ગયો હતો. જિંકલે રાહુલ સાથે એક સોંગ રેકોર્ડ કર્યું, જિંકલ તરફથી કોઈ રિસ્પોન્સ ન મળતા રાહુલે જ દિલની વાત જણાવવાનું નક્કી કર્યું.

“જિંકલ મેં તુમકો લાઈક કરતા હું. ” રાહુલે અચકાતા અચકાતા કહ્યું

“પર મેને તુમ્હારે બારે મેં એસા સોચા હી નહિ. ” જિંકલે કહ્યું

“હા તો અબ સોચ લો” રાહુલે ગંભીર થઈ કહ્યું.

“દેખો રાહુલ મેં કિસી ઔર કી અમાનત હું, તુમ મેરે બારે મેં એસા મત સોચો પ્લીઝ” જિંકલે ઘેરા અવાજે કહ્યું.

“ઠીક હૈ, થેન્ક્સ” રાહુલે કહ્યું.

“થેન્ક્સ કયું?” જિંકલે કહ્યું.

“મુજે જબ ભી ડિસફેક્શન મિલતા હૈ મેં ઔર મોટીવેટ હોતા હું. ” રાહુલે ઉત્સાહમાં આવી કહ્યું. બંને થોડીવાર મૌન રહ્યા, ત્યારબાદ રાહુલ ત્યાંથી નીકળી ગયો.

વાતને અગિયાર મહિના વીતી ગયા, જિંકલ હવે વડોદરા જવા તૈયાર હતી, મેહુલ અને જિંકલ આ અગિયાર મહિનામાં કેટલીયવાર મળ્યા હશે, બંને ઘરે લગ્નની વાત કરવાનું નક્કી કર્યું પણ હજી જિંકલ કે મેહુલ બંનેમાંથી કોઈ પોતાના ઘરે ગયું જ નહતું. હવે મેહુલે કાવેરીનો ભરોસો જીતી લીધો હતો, કાવેરી મેહુલને કોઈપણ કામ ચીંધતી, મેહુલ તરફથી તે કામ થઈ જ ગયું હોય, હાલમાં કાવેરી અને મેહુલ કચ્છના નલિયા શહેરમાં હતા,

“કાલે હું વડોદરા જાવ છું મેહુલ” ફોન પર જિંકલ રડી રહી હતી.

“હા, એ વાત તો સારી છે ને તેમાં રડવાનું શું હોય?” મેહુલે જિંકલને સમજાવતા કહ્યું.

“પપ્પાએ કહ્યું છે, વડોદરા આવી જાવ પછી તેના દોસ્તનો છોકરો મને મળવા આવશે. ” જિંકલે કાહ્યુ.

“મળી લેજે, જે સાચું છે તે કહી દેજે, તે છોકરો સમજી જશે. ” મેહુલે કહ્યું.

“મેહુલ યુ સ્ટીલ લવ મી ના?” જિંકલ ગળગળા અવાજે પૂછ્યું.

“અ લોટ, ફોરએવેર….. લવ યું યાર” મેહુલે પ્રેમથી કહ્યું.

“લવ યુ ટૂ.. ” જિંકલે કહ્યું. અહીં ફોન કટ થતા મેહુલ રડી પડ્યો. કાવેરી બાજુમાં આવીને આ બધું જોઈ રહી હતી.

“શું થયું બકા?” કાવેરીએ પૂછ્યું. મેહુલે કોઈ રિસ્પોન્સ ન આપ્યો. કાવેરીએ બે સિગરેટ જલાવી, એક મેહુલને આપી.

“હું જેને પ્રેમ કરું છું તેનો સંબંધ બીજે નક્કી કરવાની વાત થાય છે. ” મેહુલે રડતા રડતા કહ્યું. કાવેરી એક મિનિટ માટે પાછી ભૂતકાળમાં ચાલી ગયી, મોં ફુલાવ્યું અને કહ્યું “પ્રેમ કરાય જ નહીં, મમ્મી-પપ્પા કહે ત્યાં જ પરણીને ખુશ રહેવાય. ”

“તને શું ખબર પ્રેમ શું છે?, તે કોઈ દિવસ કોઈના વિરહમાં આંસુ સાર્યા છે?, કોઈને મળવાની તડપ અને બિછડવાનું દુઃખ શું હોય એ તને ખબર છે?, તારે તો એક રાત પૂરતું જ કામ” મેહુલે ગુસ્સામાં કહ્યું.

“બકા, આ બધું લાગણીવાળાને કહેજે અને મારી પાસે એવો પ્રેમમાં પડવા માટે સમય જ નથી, હું મારી આ લાઈફથી ખુશ છું. ” કાવેરીએ કહ્યું.

“એટલે જ બકુ તું રહેવા દે, મારે જવું પડશે મારા ઘરે, હું એ નહિ જ થવા દઉં. ” મેહુલે સાથળ પર હાથ પછાડતા કહ્યું.

“એક કામ કર મારી કાર લઈ જા, તારે સરળતા રહેશે, હું તો પ્રેમમાં નહિ માનતી પણ તને હું કઈ ના કહી શકું. ” કાવેરીએ મેહુલ તરફ કારની ચાવી ફેંકી. મેહુલે કાવેરી તરફ જોયું અને મનમાં જ બાબડયો “અરે તું પણ પ્રેમમાં માનીશ બકુ, સમય આવવા દે બધા પાસા ખુલતા જશે અને તું જ બધુ કહીશ. ”

“એક વાત કહું કાવેરી મારી બકુ બિલકુલ તારા જેવી જ દેખાય છે. ” મેહુલે મોટી સ્માઈલ આપી, કાવેરીને એક ટાઈટ હગ કર્યો અને ગાલ પર કિસ કરી દોડવા લાગ્યો.

“ઓયય પાગલ કોલ કરજે પછી. ” કાવેરીએ બૂમ મારી.

સાંભળવા વાળું કોણ હતું, રાતના અગિયાર વાગ્યે મેહુલે કાર ચલાવી, પાંચ કલાકનો રસ્તો હતો, અમદાવાદ દૂર હતું પણ આજે મેહુલ કોઈનું સાંભળવા વાળો ન હતો. તેણે રણવીરને કૉલ કરી આવવાના સમાચાર આપી દીધા. મમ્મીને પણ ફોન કરી દીધો.

અહીં રાત્રીના અગિયાર વાગ્યે જિંકલ બસમાં બેઠી, એક વર્ષ પૂરું થતા કેટલું બધુ બની ગયું હતું, મુંબઇ M. Sc પૂરું કરવા આવી હતી અને એક સિંગર બની પરત ફરી રહી હતી. જિંકલ પ્યુલર તો નો’હતી થઈ પણ દિલની વાતો ગીતોમાં રેડતા બખૂબી શીખી ગયી હતી. સવારે જિંકલ ઘરે પહોંચી તો તેના મમ્મી-પપ્પા ઘરે ન હતા.

“મેં કોલ કરીને કહ્યું હતું હું આજે આવવાની છું તો પણ આજે તે ક્યાં ચાલ્યા ગયા?” જિંકલે ગુસ્સામાં કહ્યું.

“સાહેબ કહેતા હતા કે જિંકલનો સંબંધ નક્કી કરવા જઈએ છીએ. ” ગેટ પર બેસેલા નટુકાકાએ કહ્યું. જિંકલ ફરી ઉદાસ થઈ ગયી, નટુકાકા પાસેથી ઘરની ચાવી લઈ, રૂમમાં જઈ રડવા લાગી.

અહીં મેહુલે રાત્રીના બે વાગ્યે એક હોલ્ડ લીધો, કૉફી પીધી અને સિગરેટ જલાવી, અમદાવાદ દૂર ન હતું અને વહેલા પહોંચી કોઈને હેરાન ન કરવાના ઇરાદે મેહુલે કારમાં જ બે કલાક આરામ કરવાનું નક્કી કર્યું. આરામ કરવામાં સમય કેટલો થયો તેનું ભાન જ ન રહ્યું, મેહુલની આંખો ખુલ્લી તો છ વાગી ગયા હતા, મેહુલે ગાડી ચલાવી તો ટાયરમાં પંચર હતું, સવાર-સવારમાં કોઈ પંચર કરવાવાળું પણ ન મળે, ના છૂટકે મેહુલને વધુ બે કલાક ત્યાં જ ગુજારવી પડી.

જેમ-તેમ મેહુલ અગિયાર વાગ્યે ઘરે પહોંચ્યો. ઘરમાં પ્રવેશ્યો તો સામે ભરતભાઇ અને નિલાબેન તેને આવકારવા ઉભા હતા. મેહુલ અંદર જઇ બંનેને પગે લાગ્યો, ભરતભાઈએ મેહુલને ગળે લગાવી દીધો. પાંચ મિનિટ માટે ઘરનો માહોલ બદલાઈ ગયો.

ભરતભાઈએ મેહુલને કહ્યું, “મેહુલ મને તારા પર ગર્વ છે, ભગવાન નસીબવાળા લોકોને જ તારા જેવો દીકરો આપે છે, પણ તારે આમ કહ્યા વિના નો’હતું જવાનું, તે કહ્યું હોત તો બધી વ્યવસ્થા હું કરાવી આપેત. ” ભરતભાઈ મેહુલના વખાણ કરતા હતા.

“ના, પપ્પા એમ કર્યું હોત તો અત્યારે હું જ્યાં છું ત્યાં ન હોત, અને હું ખુશ નસીબ છું કે તમારા જેવા માતા-પિતા મને મળ્યા, મમ્મી મને બધું જ કહેતા તમારા વિશે અને દર મહિને તમે જે મારા ખાતામાં રૂપિયા જમા કરવો છો તે પણ મને ખબર જ છે પાપા. ” મેહુલે પાપાની આંખોમાં આંખ પરોવી કહ્યું. સમય કેવો બળવાન છે!!!, એક વર્ષ પહેલાં આમ જ ભરતભાઇ અને મેહુલ સામે હતા, મેહુલે પોતાના નિર્ણયની વાત કરી હતી અને ભરતભાઈએ તમાચો માર્યો હતો અને આજે મેહુલની વાત સાંભળી ભરતભાઈએ મેહુલને છાતી સરસો ચાંપી દીધો.

નિલાબેન પણ મેહુલને જોઈ ગળગળા થઈ ગયા, એક વર્ષ પછી કોઈ માતા દીકરાને જુએ તો કઈ માતાની આંખમાં આંસુ ન આવે, વાતાવરણ ઠીક થયું ત્યાં ભરતભાઈએ કહ્યું,

“તું મોડો પડ્યો, હમણાં જ તારા સબંધની વાત થઈ, મારા બાળપણના દોસ્તની દીકરી સાથે તારો સંબંધ નક્કી કર્યા છે. ”

“શું પપ્પા?, મારો સંબંધ અને મને પૂછ્યા વિના?” મેહુલે શૉક થતા કહ્યું.

“હવે એમાં તારી શું મંજૂરી લેવી?, તને છોકરી પસંદ આવે તો હા કહેજે નહીંતર ના કહેજે. ” નિલાબેને કહ્યું.

“હા જ કહેજે, હું મારા દોસ્તને જુબાન આપી ચુક્યો છું. ” ભરતભાઈએ કહ્યું.

“પણ.. પપ્પા….” મેહુલ આગળ કઈ બોલે તે પહેલાં ભરતભાઈએ કહ્યું, “પણ વણ કઈ નહિ, આ અઠવાડિયામાં તારે છોકરી જોવા જવાની છે. ”

મેહુલ અત્યારે તેના મમ્મી-પપ્પા સાથે કોઈ વિવાદ કરવા નો’હતો ઈચ્છતો તેથી માથું ધુણાવી, ચહેરા પર ખોટું સ્મિત રાખી રૂમમાં ચાલ્યો ગયો અને જિંકલને કોલ કર્યો.

“અરે યાર, હજી તારી વાત નહિ પતી ત્યાં મારા પપ્પા મારા સંબંધની વાત લઈ આવ્યા. ” મેહુલે કહ્યું.

“અરે યાર મારા મમ્મી-પપ્પા તો છોકરો પણ જોઈ આવ્યા, હવે બસ મારા હા ની જ રાહ જોવાઇ છે. ” જિંકલે કહ્યું.

“કઈ નહિ, તું છોકરાને ના કહી દેજે, હું છોકરીને ના કહી દઈશ, પછી આપણે બંને ઘરે વાત કરીશું. ” મેહુલે વચ્ચેનો રસ્તો કાઢતા કહ્યું.

“અરે મારા પપ્પાએ મને હા જ કહેવાનું કીધું છે, હવે મારે શું કરવું?” જિંકલે કહ્યું.

“તે છોકરાને નહિ જોયો ને?, તને શું ખબર તે કોઈ બીજી છોકરીને પસંદ નહિ કરતો હોય?, કદાચ એ પણ ફોર્મલિટી માટે જ મળતો હોય તો?, તું સાચી વાત કહી દઈશ એટલે તે સમજી જશે. ” મેહુલે કહ્યું.

“હમમ, ઠીક છે જે થાય તે જોયું જશે. ” જિંકલે કહ્યું. બંનેએ વાત પૂરી કરી. ત્રણ દિવસ બાદ જિંકલનો ફોન બંધ આવવા લાગ્યો, મેહુલે ખૂબ જ કોશિશ કરી પણ જિંકલનો કોન્ટેક ના થઇ શક્યો.

જિંકલ જ્યારે મેહુલ સાથે ફોનમાં વાત કરતી હતી ત્યારે તેના મમ્મી તેને જોઈ ગયા હતા અને જિંકલના પિતા હરેશભાઇને વાત કરી દીધી. હરેશભાઈએ જિંકલ પાસેથી મોબાઈલ લઈ લીધો અને પછીના દિવસે જ છોકરાવાળાને મળવા બોલાવ્યા. ભરતભાઈએ પણ મેહુલને સમાચાર આપી દીધા, મેહુલને આ સંબંધમાં કોઈ જ રસ ન હતો તેથી ક્યાં જવાનું છે?, છોકરીનું નામ શું છે?, ક્યાં રહે છે તેવા એક પણ પ્રશ્ન વિના મેહુલ તૈયાર થઈ ગયો.

સામે જિંકલની હાલત તેવી જ હતી, તેણે પણ કોઈ પ્રશ્ન વિના છોકરો જોવાનું નક્કી કર્યું હતું, જિંકલ તૈયાર તો ખૂબ જ સરસ રીતે થઈ હતી પણ ચહેરા પર ઉત્સાહ નામનું કોઈ તત્વ જોવા મળતું ન હતું.

(ક્રમશઃ)

શું થશે જ્યારે જિંકલ અને મેહુલ એકબીજાને જોશે?, મેહુલ કાવેરીનો કેમ સાથ આપવા લાગ્યો?, કાવેરીને જ્યારે ખબર પડશે કે મેહુલ CID ઑફિસર છે ત્યારે શું થશે?, ભરતભાઇ અને હરેશભાઇ કેમ બંનેની મંજૂરી વિના સંબંધ નક્કી કરી નાખે છે, તેઓને ખબર હશે કે મેહુલ અને જિંકલ એકબીજાને પ્રેમ કરે છે. બધું જ જાણવા મળશે બસ આવતા અંકની રાહ જોવી પડશે બૉસ.

-Mer Mehul