Ye Rishta tera-mera - 13 in Gujarati Love Stories by VANDE MATARAM books and stories PDF | યે રિશ્તા તેરા-મેરા-13

Featured Books
Categories
Share

યે રિશ્તા તેરા-મેરા-13

યે રિશ્તા તેરા-મેરા-13

આજે બીજો દિવસ મહેકે ન્યુઝમા સાંભળ્યુ ડી ના જમાઇ એ દવા પી લીધી.ડી ની જબરદસ્તી,ડી ને ગિરફ્તાર કરવામા આવ્યો.

દરેક ન્યુઝ ચેનલમાં આજ સમાચાર. ગલીએ-ગલીએ,ઠેર-ઠેર આજ વાત."ડી"ગિરફ્તાર..

એકબાજુ ત્રણ વ્યક્તિ પરેશાન છે.

અંશ ગુસ્સો કરતા બોલ્યો આ ન્યુઝ ચેનલ પણ...

મહેક બોલી હવે આગળ શું કરવું?

અંશ બોલ્યો મહેક જ્યાં સુધી આ ન્યુઝ ચેનલ પરેશાન કરે છે ત્યાં સુધી કશું વિચારી જ નહીં શકાય.

હમમ.એ તો આ પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી રહેશે.

બસ,હવે આપણે આ પ્રશ્નમાં જંપલાવ્યું જ છે તો આ કામ પૂરું કરીશું જ.

અંશ બોલ્યો હમમ...

મહેક સાંભળી રહી,યશને સર્ટીહોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો.

ન્યુઝ ચેનલ સાંભળૉ યશના માતા-પિતાનુ નિવેદન

યશની મમ્મી રડતા રડતાકહે રડતા-રડતા મારા દિકરાને...લગ્ન....ન’તા...કરવા

પપ્પા નર્વસ થઈ બોલ્યા ડી એ જબરદ્સ્તી કરી.

મમ્મી હીબકાં ભરતા બોલ્યા... ડી એ અમારા પાસે માફી માંગી

યશના બોલ્યા અમે તેને માફ પણ કર્યુ.

મમ્મી એ કહ્યું તમામ ખર્ચ ડી કરશે.

યશના પપ્પા એ કહ્યું;મારા દિકરાને ડી અવશ્ય બચાવી લેશે.હવે,મને ડી પર પૂરો વિશ્વાસ.

ઈલાબેન યશના મમ્મી બોલ્યા ડી એ હવે અમને આ જબરદસ્તી બાંધેલા સંબંધમાથી આઝાદ પણ કર્યા છે.

તો સાંભળ્યુ મિત્રો ન્યુ ગોલ્ડેન સીટીમા ડી નો હાહાકાર.આ બધુ ન્યુઝ ચેનલવાળા એ રીતે પેશ કરી રહ્યા જાણે બહારવટિયાનુ સામ્રાજ્ય ચાલતુ હોય.

મહેક વિચારી રહી આગળ શુ કરીશુ? આ ન્યુઝ ચેનલના અપડેટ "ડી"ને વધારે ખૂંખાર કરીને છોડશે.

◇●◇

અંશના મોબાઇલમા કોલ આવે છે.

ડૉ.અંશ બોલ્યો;હલ્લો

ડૉ.મીશન હડબડીમાં બોલ્યા ;ડૉ.અંશ,આપ ઝડપથી હોસ્પિટલ આવો.

ડૉ.અંશ મહેકને કશુ જ કહ્યા વગર ભાગવા લાગે છે.

[મહેક જોડે ઘેર હોય છે]

મહેક બધુ જ સમજી જાય છે એ પણ અંશની પાછળ ઓટૉમા હોસ્પિટલ પહોચે છે.

ડૉ.અંશ ગોળીની જેમ હોસ્પિટલમા દાખલ થયાને છૂ સીધા જ i.c,u મા.ડૉ.મીશન અંશ આવતા જ બોલ્યો.

ડૉ .મીશન બોલ્યા ડૉ.અંશ,

બંને મેહનત કરી રહ્યા.એકબાજુ યશના હદયનો કાર્ડીયોગ્રામ કોમ્યુટર પર દેખાય છે તો બીજી બાજુ હદયને અંશ પુશ કરી રહ્યો છે,ત્રીજી બાજુ ડૉ.મીશન ઓકિસજન આપી રહ્યા છે.

આ બાજુ પ્રિયા,મમ્મા-પાપા,ફઇ,મામા-મામી બધા દુખી છે.દયાબેન રડી રહ્યા છે.ડી ની વિનંતીને ધ્યાનમા રાખી બે પોલિસવાળા હોસ્પિટલમા જ ડી નુ ધ્યાન રાખીને ઉભા છે.

આ મામલો એટલો બધો ચગી ગયો કે ન્યુ/ઓલ્ડ ગોલ્ડેન સીટી હચમચી ગયા.એટલામા જ અંશ બહાર આવ્યોને બોલ્યો યશ સેફ છે.ચિંતા કરવાની જરુર નથી.

હકીકત કંઇક અલગ છે,એકબાજુ ન્યૂઝ ચેનલ,ન્યુ અપડેટ આપવા બેતાબ છે. ડૉ.અંશનુ નિવેદન યશ સેફ ચેનલે સમાચાર ઉકરડામા કચરો ફગાવે તેમ ફગાવવા લાગ્યા.

પ્રિયા ખૂબ જ મુઝવણમા છે કે આખરે કોણ?

જે યશના ઘરમા રહીને પણ યશને મારવા ચાહે છે.યશના એક પણ સંબંધીને પ્રિયા જાણતી નથી.તે કડી મેળવવા ચાહે છે કે યશને તેણે દવા પી લેવાની વાત કરેલી પણ આ વાતનુ સાક્ષી કોણ હતુ? યશના ફેમીલીમાંથી એ વિચારવા મથી રહી.

પુરી બાતમી તો યશ જ બતાવી શકે આખરે કેમ આમ બન્યુ?

હવે પ્રિયા આ બધાથી કંટાળી ગઇ.જન્મથી માંડી આજ દિન સુધી પ્રિયા તેના નસીબ સાથે લડી રહી.હવે,તેણે જાણે પોતાની જાતને તૈયાર કરી હોય તેમ ઉભી થઇને

પ્રિયા બોલી ઇલામાસી મારે તમારા ઘેર જવુ છે ચલો.

ઇલાબેન બોલ્યા પણ....એ આશ્ચર્ય સાથે બોલી રહ્યા.

(મહેક સમજી ગઈ)

મહેક આંખના ઈશારો કરી બોલી પ્રિયા...હુ આવુ છુ.

પ્રિયા બોલી હમમમ...

ઇલાબેન બોલ્યા ઘેર મહેમાન તેમજ બા છે જ. તમે જઇ આવો

મહેક બોલી જી .

બંને ફોરવ્હીલમા રસ્તામા વાતો કરતા હોય છે

મહેક બોલી પ્રિયા કોઇ જલ્દબાજી નહી

પ્રિયા જુસ્સામાં બોલી "હુ બધાની જ ઇંક્વાઇરી કરીશ"

મહેક તેની વાતનો વિરોધ કરતા બોલી ;બિલકુલ નહી

પ્રિયા બોલી હુ યશનો જીવ લેવાની કોશીશ કરનારનો જીવ...

મહેક ચિંતામાં નેણ ઉંચા કરી બોલવા પ્રિયા,આટલી જલ્દબાજી ખતરનાક છે.કોઇ ફરીવાર તારી આ હરકતથી હુમલો કરી શકે છે.

 

પ્રિયા તેની વાતનો વિરોધ કરતા બોલી;તો શુ હાથ જોડીને બેસી રેહવુ ને ત્યા યશ...

મહેક આછું સ્મિત આપી બોલી પ્રિયાનો હાથ પકડી અંશ છે,તુ ચિંતા ન કર.હવે હું ને અંશ તારો સાથ નહીં છોડીએ.

પ્રિયા બોલી હમ્મમ તે મારો એટલો સાથ આપ્યો છે મહેક કે...

મહેક પોતે કોઈ ઉપકાર કર્યો જ નથી એવા ભાવ સાથે બોલી...બસ,એક દોસ્ત બીજા દોસ્તની હેલ્પ કરે તો આભાર વ્યક્ત ન કરવાનો હોય.

પ્રિયા બોલી મહેક!શુ કરીશુ ત્યા જઇને?

મહેક વિચારતા બોલી ;પ્રિયા.બસ એ લોકોની જેમ સંબંધી બનીને તપાસ

પ્રિયા ચિંતામાં કે કોઈ સાચા જવાબ આપશે કે નહિ એમ બોલી "એ લોકોના સવાલના જવાબ"

મહેક બોલી "જેવો સવાલ તેવો જવાબ"

"સાચા લોકો જોડે ઈશ્વર હોય છે.ઇશ્વર સત્ય છે.એ જ સહારો બનશે.એ જ આધાર.એ જ દિલાસો."

પ્રિયા મહેકની વાતમાં વિશ્વાસ ન હોય એમ;હમમમ માત્ર એટલું જ બોલી.

અંશે હોસ્પિટલમાંથી જ કોલ કર્યો અવની તું બધું સાંભળી લેજે.

અવની બોલી તું ચિંતા ન કર.હું છું ત્યાં સુધી તારી હોસ્પિટલ સેફ છે.

અંશ હાશકારો કરતા બોલ્યો thanks અવની.

"★

આ બાજુ ડી ની કડક પૂછતાછ કરી રહી...ડી સાચુ જ બોલે છે

પોલિસ જોર જબરદસ્તી કરી ડી ને ડરાવી ધમકાવી "સાચુ બતાવ તે યશને કેમ મજબૂર કર્યો?"

ડી શુદ્ધ ભાવ ને દિલથી બોલ્યો સર,મે તેને બે વાર જ ધમકી આપી યાદ આવે છે......પોલીસને વાત કરે છે...સાંભળો...

ડી બોલ્યો યશ,હુ મારી દિકરીના મેરેજ તારી સાથે કરવા ઇચ્છુ છુ,મે તારા વિશે જાણ્યુ તુ મને પંસંદ છો.

યશ સહજ ભાવે બોલ્યો પણ સર હુ આ માટે તૈયાર નથી.ખુશ નથી ને મારી હા પણ નથી.

ડી બોલ્યો યશ,મે તારી ઇચ્છા નથી પુછી.મે નિર્ણય કર્યો એ જ કહ્યુ.

યશ હવે ગુસ્સે થઈ  ડી ની વાતનો વિરોધ કરતા બોલ્યો "હુ નહી કરુ એટલે નહી જ"

ડી યશના ઘેર હોય છે તેના માણસો સાથેને યશના માતા-પિયાને માત્ર ધમકાવે છે.યશ હા પાડે છે.

બીજીવાર હુ લગનની તારીખ આપવા ગયો ત્યારે કહ્યુ યાદ રાખજે યશ...તારા માતા-પિતાને સલામત રાખવા માટે,,,

બસ પછી,કોઇ વાત યશ જોડે કરી નથી.કેમકે લોકો ડી ના નામથી જ ડરે છે.મારે કશું કરવાની જરૂર જ નથી.કેમકે આજ સુધી મેં આજ કામ કર્યું.

પોલિસ બોલ્યા;તો છેક અત્યારે કેમ યશે દવા પીવી પડી?

ડી સહજભાવે બોલ્યો મને ખબર નથી.તેને જ પુછો.મે મારો હતો એટલો જ ગુનાહ સ્વીકાર્યો.

○●○

મહેક-પ્રિયા યશના ઘેર પહોચે છે.એક-બે વ્યક્તિ ઓળખી જાય છે.પ્રિયાની તસ્વીર યશ સાથે છે એટલે.

મહેક જઈને બોલી હુ મહેકને આ પ્રિયા.યશ સેફ છે હવે ,ચિંતા કરવાની જરૂર નથી.મહેકે પોતાનું અને પ્રિયાનું ઇન્ટ્રોડક્શન આપતા મહેમાનોને તેમજ બા ને કહ્યું.

યશના બા ગળગળા થઈ બોલ્યા હે ઇશ્વર તારો આભાર..બન્ને હાથ જોડી ઉપર જોઈ બોલ્યાં

પ્રિયા રડમસ થઈ બોલી;મારા પિતાના કારણે જે થયુ તેને માટે માફી માંગુ છુ.બા.

બા બોલ્યા;પણ દિકરા,મને લાગે છે આમા તારા પિતાનો દોષ નથી.

પ્રિયા બોલી કેમ?’

બા બોલ્યા તારા પાપા એ શરુઆતમા યશ જોડે વાત કરી પછી કોઇ વાત કરી નથી.ધમકાવ્યો પણ નથી.મને લાગે તારા પિતાના દુશ્મનની કમી નથી,એમાથી જ કોઇ છે.તે રડવા લાગ્યા મહેકને પ્રિયા એ શાંત પાડ્યા.

યશના ઘેર ન્યુઝ શરુ છે....

મિત્રો,તમે ડી નુ બયાન સાંભળ્યુ જો ડી સાચુ બોલે છે તો આ કાવતરુ ડી ના દુશ્મનનુ છે.જે ડી ને બદનામ કરવા માંગે છે.પ્રિયાને વિચાર આવ્યો.આ ડૉશી એ ને ન્યુઝ ચેનલવાળા એ નવી દિશા આપી છે.

આ વાતને આ તરફ વિચારવુ જોઇએ.બધા જ આ તરફ વિચારવા લાગ્યાને એક રીતે સાચુ પણ.

ઉર્મીફઇ બોલ્યા મારો ભાઇ,જવાબદાર નથી તો દુશ્મન જ આવુ કરી શકે.તે વટથી બોલી રહ્યા.

સીમામામી બોલ્યા પણ તમારો ભાઇ નીચ કામ કરે તો પરિણામ પણ નીચ જ આવે.

ઉર્મીફઇ બોલ્યા સર[પોલિસ]તમે આ ગુડ્ડાને શોધો જેણે મારી દિકરીના હદયમા જિંદગીમા ઝેર રેડ્યુ.એ પણ રડી પડ્યા.ઉર્મિફઈને તેના ભાઈ પર પૂરો વિશ્વાસ આવી ગયો. જાણે તેનો ભાઈ દૂધે ધોયેલો હોય. ડી જે રીતે પોલીસ સામે બોલી રહ્યો હતો તેના પરથી ઉર્મિફઈના દિલ સુધી પહોંચી રહ્યો.

સીમામામી બોલ્યા હા,હવે એ જ જોવાનુ બાકી છે.

દયાબેન બોલ્યા બસ,સર તમે ગમે તેમ કરો.મારો યશ હાલતો-ચાલતો થઇ જવો જોઇએ.

સીમામામી બોલ્યા બેન,થઇ જાય તો ય એ છોકરો મેરેજ તો નથી જ કરવાનો?

ઉર્મીફઇ બોલ્યા હા,ભાભી..મને પ્રિયાનો વિચાર આવે તેનુ શુ થશે?

દયાબેન બોલ્યા તમે ચિંતા ન કરો મારી પ્રિયા હવે,સિંહ જોડે બાથ ભીડે એવી થઇ ગઇ છે.એ ખુદને સંભાળવા સક્ષમ છે.ઈશ્વરે મહેકને જ મારી દીકરીની જિંદગીને સ્વર્ગ બનાવવા મોકલી છે.

ઇલાબેન બોલ્યા બસ,યશ સાજો તાજો થઇ જાય.

પ્રવિણભાઇ બે હાથ જોડી બોલ્યા હા...બસ હે ઇશ્વર!!!

○●○

આ બાજુ મહેક અને પ્રિયાના હાથમા માત્રને માત્ર

એક જ સીસીટીવી ફૂટેજ દરવાજા આગળનુ હાથ લાગે છે.તેને જોઇને તે વિચારતી થઇ જાય છે.આખરે આ ઘરની વ્યક્તિ કોણ એ જણાવવા મહેક અંશને કોલ કરે છે.

સુખ અને દુઃખ આવ્યા કરેને જિંદગી જીવવા જેવી લાગે છે.

અંશ અને મહેકની જિંદગી લગાતાર એક પછી એક એવા પ્રશ્નો નાખે છે કે અંશ અને મહેકને તેમાં જંપલાવવું જ પડે છે.

પેલા બંનેના પ્રેમનું તૂટવું.

મહેક હજુ સ્વસ્થ થાય એ પેલા જ અંશ જોડે મહેકના પપ્પા નરેશભાઈનું અંશ સાથે સગાઈનું નક્કી કરવું.

સુવર્ણનગરનું પુર ને

હાલ ડી નો પ્રશ્ન.

ખૂબ જ ઓછા સમયમાં ઘણા બધા પ્રશ્નો એ મહેક અને અંશને ખૂબ જ નજીક લાવી દીધા.

બન્નેને જોડે રહી આમ પ્રશ્નોના સોલ્યુશન લાવવા પસંદ આવેને બંનેને એકબીજાની નજીક પણ રહી શકે.

હજુ આ ડી નો પ્રશ્ન હલ થાય કે મિતને લેવા વૃંદાવન જવાનું પણ મહેકને બાકી છે.