Shahidni Sharnaai in Gujarati Short Stories by Ravi Gohel books and stories PDF | શહીદની શરણાઈ - National Story Competition-Jan

Featured Books
Categories
Share

શહીદની શરણાઈ - National Story Competition-Jan

શહીદની શરણાઈ

રવિ ગોહેલ

એ નેશનલ હાઈવે મોટાં મોટાં મહાનગરોને એકબીજા સાથે જોડે છે. બરોબર રોડ આવેલ કિર્તિનગર. મધ્યમ વર્ગની વસ્તી અને શાંતિભરેલ નયનરમ્ય વાતાવરણ.

પાદર પાસે ચાર-પાંચ મોટી ઊંમરનાં ધરડા ભાભલાઓનું જુથ વાતોમાં મશગુલ હતું એ જ સમયે ત્યાં પેસેન્જર રીક્ષા આવીને ઊભી રહી. રીક્ષામાંથી 'ભુસણ' નીચે ઊતરે છે. કમરે બંદુક અને પોલીસ ડ્રેસ પહેરેલ. એ તેમની થેલા-થેલી ખંભા ઊપર ચડાવીને ઘર તરફ ચાલવા લાગ્યો. પાદરથી પાંચમી ડેલીએ જવાનું હતું. ભુસણની સાથે એક સ્ત્રી રીક્ષામાંથી નીચે ઊતરી હતી. એ ત્યાં બેઠાં બધાએ અવલોકન કર્યું પણ એ કોણ છે? એ ખબર ન હતી. તેમણે પહેરેલ પહેરવેશ ઊપરથી કોઈ નવી-નવેલી દુલ્હન લાગતી હતી પણ ભુસણની પાછળ-પાછળ આ રીતે ફરતી જોઈને શું સમજવું?

પાછળ ફરતી એ સ્ત્રી ઘરની બહાર ઊભી રહી પણ એ પહેલાં જ ભુસણને જોઈને તરત જ બાજુની ડેલીમાં રહેતો છ વર્ષનો 'બન્ટો' આખા ગામમાં ફરી વળ્યો. "સાંભળો-સાંભળો,ભુસણભઈ ઘેર આયા છે"

થોડીવારમાં માણસોનું ટોળું ભુસણનાં ઘરની બહાર ભેગું થઈ ગયું. ભુસણ ક્યાંય દેખાતો નથી. ઊપરથી બહાર ઊભેલી દુલ્હન જેવી લાગતી સ્ત્રી ઘરની અંદર ડોકાતી હતી. એ મનમાં વિચારતી હોય એવું બધાને લાગતું હતું. "ક્યાં ચાલ્યાં ગયાં ભુસણ?". ઘરની અંદર ભુસણ તેની માં ને કોઈક કામમાં મદદ કરતો હતો. પાંચ-છ મિનીટ લાગી ત્યાં ભુસણ ઘરની બહાર આવ્યો અને તેમની માં ઊંમરની તકલીફોમાં પગથી લથડાતી,સહેજ કમરથી વાંકી વળેલ બહાર આવી. હાથમાં પુજાની થાળી અને એ થાળી લઈને ભુસણ અને તેમની સાથે આવેલ સ્ત્રીની આગળ જઈ કંકુ-ચોખાનો ચાંદલો કરી બે હાથથી આરતિ ઊતારી બંનેને ખુશીથી વધાવ્યા.

પહેલો-બીજાને પુછે,બીજો ત્રીજાને કાનમાં પુછે,કોણ છે આ? છેલ્લે સવિતામાજીએ પુછ્યું,

"કંચનબાય! આપણો ભુસણ કોને લાયો? મને તો તારી વહુ જેવું લાગે!"

"સવિતા-તું સાચું બોલી, મેરા લાલ બહુ ઘર લાયા હૈ"

કાચની પુતળી યુવાનીમાં ભરપુર સુંદરતા ખીલેલ એ 'વૈજંતી'(ઊં. ૨૭).

"ઊભા રો માજી ઢોલ ટીપી કાઢીએ. ભ’ઈ કોઈ જઈને અબીલ-ગુલાલ ભી લાવો. ભુસણને ખુશીથી વધાવી લઈએ" - બધાં રાજી થઈ ગયાં હતાં.

શેરીનો પાડોશી ઢોલ વગાડીને આખા ગામને જાણ કરી રહ્યો હતો. આજ ગામમાં કંઈક નવા-જુની છે. ત્યાં પાદર બાજુથી 'મનદિપ' આવ્યો, "ઓ ભુસણભ'ઈ - વહુ લાયા કે શું?"

"હા મનદિપ - તારી ભાભી હો... "

"ઓહો! શું વાત કરો છો. મોં તો મોઠું કરાવો હેડો"

"અલ્યા, મોં તોં મીઠું કરાવવાનું જ હોય ને"

"ભાભી - હારા ચમકો છો હો પણ" - વૈજંતી સામે નીરખીને બોલ્યો,

મનદિપ ગામનો ૨૫ વર્ષની આજુબાજુનો જુવાનીયો. નવી ટેકનોલોજી અને મોબાઈલનો માસ્ટર માણસ. કોઈપણને નવું જાણવું હોય અથવા નવીનતમ કાંઈ કામ હોય તો તેમને બોલાવી જાય. પછી એ છગનબાપાની ડીસની છત્રી રીપેરીંગ માંગતી હોય કે,બન્ટાની મોબાઈલની ગેમ હોય.

ભુસણનાં ઘરની અંદર દાખલ થયો ને તરત જ બોલ્યો,

"ભ'ઈઈઈ ભાભીને મેં કંઈ જોયેલાં લાગે"

"શું વાત છે મન્યા, ક્યાં વળી?"

"એ યાદ નહીં આવતું પણ જોયેલાં છે"

કંચનબેને એ મનદિપને ઓર્ડરની ભાષામાં કીધું,

"મન્યા, નવરો થા એટલે બધાંને ઘેર ફરી વળજે. કંચનનાં ઘરે કાલનાં દાડે બે-બે વ્યક્તિ આઈ જાય - ભજીયા જમવા"

"સારું માસી - બોલી નાખીશ. સાંજે પોંચનો ટેમ આલી દવ?"

"હા, પોંચ-છ ની ટકોરે આઈ જવાનું બોલી દેજે"

કિર્તિનગરથી ૩૫ કિમી. દુર આવેલ ગામમાં ભુસણની નોકરી, ત્યાં પોલીસમેન તરીકેની ફરજ બજાવતો. આખા ગામમાં ભુસણ ભણીને આગળ નિકળ્યો હતો. જેવું કોલેજનું ભણતર પુરું થયું અને તેમનાં પિતાએ તેમનો સાથ છોડી દીધો. એક બસ અકસ્માતમાં ભુસણનાં પિતા સ્થળ પર જ મૃત્યુ પામ્યાં. એવી પરિસ્થિતિમાં ભુસણની સરકારી નોકરીએ ટેકો આપ્યો એટલે માં-દિકરાની જિંદગી થોડી જીવવામાં સરળ બની. પોલીસ ચોકીથી લઈ હેડ ક્વાર્ટરનાં મોટાં સિનીયર સુધી ભુસણની નામનાં સારી હતી. ધણાં ખરાં અધરાં કેસોને સુલટાવવામાં ભુસણ માહિર હતો. ધણાં આરોપીઓની શોધખોળ કરી અને ધણાંને સમજાવી મનાવીને પણ જીવનની સીધી લાઈન દોરી બતાવી હતી. પોસ્ટ મુજબ તેમનું કામ એકદમ વ્યવસ્થિત અને મોટું હતું.

બીજે દિવસે ઘરમાં ભજીયાનાં કાર્યક્રમ માટેની ગોઠવણ થઈ રહી છે.

"બેટા! વૈજંતી ઈધર આ તુજે થોડી પહેચાન કરવાતી હું. દેખ યે હમારી પીછે કી ગલી મેં રહેતી હૈ - સુભદ્રા ઔર યે હમારી પડોશન હૈ - કોમલબેન"

વૈજંતી બધાંને બે હાથ જોડી નમસ્કાર કરી પાય લાગી આશિર્વાદ લઈ રહી હતી. ત્યાં બાજુવાળી કોમલ બોલી,

"કંચનફોય - આ હિન્દી બોલવાનું શરૂ કર્યું કે શું? કે નવી વહુ હિન્દી લાયા!!"

"એ ગુજરાતી બહું ઓછું સમજે છે" - કંચનબેને ઊતર વાળ્યો

"અચ્છા, તો અહીંની નહીં?"

ત્રીજી વ્યક્તિ સુભદ્રાએ વાતમાં રસ લીધો,

"ચલ છોડને કોમલ,હવે તો એ અહીંની જ છે. ભજીયા બનાવ ચાલ, બધાં ભેગાં થઈ જશે થોડીવારમાં"

ધડીયાળ સાંજનાં સાડા પાંચની ટકોર આપી રહી છે. એ ગામડાનાં વાતાવરણમાં કંચનબેનનાં ધરેથી ભજીયાની સુગંધ ભળી રહી છે. એક પછી એક માણસો આવવાં લાગ્યાં છે. જમણવાર ચાલું થવામાં થોડી જ વાર છે. મનદિપ ઝડપથી ઘરમાં આવ્યો,

"ચાલો માસી, કરી દઈએ જમણવાર ચાલુ. ઓઓઓ... હેડો બધા બેસવા લાગો. માસી થાળી કંઈ મુકેલી?" - મનદિપ મોટા અવાજથી બોલ્યો,

"જો તય સામે પડી - આલ તો જા બધાને"

જમણવાર પુરો થયો અને બધાં મોટી એવી ઓશરીની અંદર બેઠાં છે. બધાંની હાજરી વચ્ચે મનદિપને ફરી યાદ આવી ગયું,"ભઈ ગઈ કાલનો વિચાર કરતો હતો, ભાભીને કંઈ દેખેલા! અતારે યાદ આઈ ગ્યું. ઓ ભાભી! મેં તમને ઈન્ટરનેટમાં જોયેલાં" - મનદિપે છેલ્લે વૈજંતીને સાદ તાણ્યો

આટલું નાનું અમથું એક વાક્ય શું બોલ્યો કે, ભુસણ અને વેજંતી બંને સ્તબ્ધ થઈ ગયાં. હકીકતનું પાનું મનદિપ એકલો જાણી ગયો હતો.

આજ સવારમાં ભુસણને બીજી પોલીસ ચોકીમાંથી ફોન આવ્યો. ભુસણને તાત્કાલીક બોલાવવામાં આવ્યો. ભુસણને ખબર પડી ગઈ કે કોઈ અધરો કેસ હશે.

"નમસ્કાર સર. . "

"નમસ્કાર"

"જી સર કહો - ક્યો કેસ છે!"

"અરે! તમને કેમ ખબર?"

"તો જ સવારમાં તમારો ફોન હોય ને!" - બંને હસી પડ્યાં

પોલીસ ચોકીની અંદર ચર્ચા ચાલું થઈ,"ભુસણ આ કેસ માટે આખું પ્લાનીંગ કર્યું છે. જ્યાં આપણે દરોડો પાડીને જ આરોપીઓને પકડી જેલ ભેગાં કરવાનાં છે. ત્યાં ગામમાં દેહવ્યાપારનો મોટો ધંધો ચાલે છે. બાતમીને આધારે લોકેશન પર જવાનું છે". - રાઠોડસાહેબે ભુસણને બધી માહિતી સમજાવી દીધી.

"તો ચાલો સર - આઈ એમ રેડ્ડી" - ભુસણ જુસ્સામાં ખુરશીમાંથી ઊભો થઈ ગયો

"યસ, ગો ફાસ્ટ"

પાંચ પોલીસમેનનો કાફલો સ્થળ પર પહોંચી ગયો. તે મકાનને ચારેબાજુથી ધેરી લેવામાં આવ્યું. ભુસણે મકાનની અંદર એન્ટ્રી કરી. અંદર ગ્રાહકોની અને દલાલની અફડાતફડી મચી ગઈ. જાણકારી એવી મળી હતી મોટું ષડયંત્ર ચાલે છે પણ એ મુજબ ત્યાં વ્યાપાર કરતી છોકરી અને સ્ત્રીઓની સંખ્યા ન હતી. ફક્ત એક જ છોકરી ત્યાં હાજર. બધાંની ધરપકડ કરી જેલ ભેગાં કરવામાં આવ્યાં. એ છોકરીની ઊંમર ૨૭ વર્ષ, યુવાન, ખુબસુરત દેખાવડી અને ગુજરાત બહારની વતની. એ વ્યક્તિ એટલે જ 'વૈજંતી'.

પણ વૈજંતી અને ભુષણનાં લગ્ન એ ન સમજાણું? મનદિપ બોલ્યો કે,"ભાભીને મેં ઈન્ટરનેટમાં જોયેલાં" ત્યારે જ ભુસણ સમજી ગયો હતો. પોર્ન વેબસાઈટમાં સેક્સ વર્કર તરીકે વૈજંતીને ઈન્ટરનેટમાં જોઈ હતી. આ ઘટસ્ફોટ મનદિપ વધુ આગળ ન વધારે તો સારું એવું ભુસણ અને વૈજંતી મનોમન વિચારતાં હતાં.



ભુસણ તેની પત્નિ વૈજંતીને ઘરે લાવ્યો એની એક રાત ચાલી ગઈ હતી. એમાં બીજા દિવસની રાત બહું ખાસ બની. ભુસણ અને વૈજંતીનાં મિલનની રાત - એકબીજામાં ખોવાઈ જવાની રાત - "સુહાગરાત" (કદાચ ભુસણ માટેનો અનુભવ નવો હશે. સામે વૈજંતીને…) દરવાજામાં આગળ્યો વાગ્યો. નાઈટ લેમ્પ ચાલું થયો. વૈજંતીએ તેમણે પહેરેલ લાલ સાડીની સેફ્ટીપીન ખંભા ઊપરથી ખોલીને છેડો નીચે લીધો. આટલું દશ્ય ભુસણનાં મગજમાં ફિલ્મ માફક રીપીટ થયું. જ્યારે વૈજંતીની ધરપકડ થઈ ત્યારે આ જ દશ્ય ચાલતું હતું અને આજ એ જ ભુસણની સાથે. પથારીમાં આળોટી રહેલ વૈજંતીની બંગડીનો રણકાર વાતાવરણમાં મધુરતાં લાવતો હતો. પાયલની ખનક સંભોગ માટે આકર્શી રહી હતી. એમ છેલ્લે એ જ... . બંને એકબીજામાં ખોવાય ગયાં. એ રાત હતી, શરીરથી શરીરનાં આનંદની. સંબંધ ચુંબનથી ચાલું થયો અને ચરમસીમા સુધી પહોંચ્યો. એ સ્ત્રી અને પુરૂષની હદ સુધીનો આનંદ. એ રાતથી જ વૈજંતી ભુસણનાં બાળક માટે ઉત્સુક હતી. બાદમાં બન્યું પણ એવું જ.

વૈજંતીને ગર્ભનો છેલ્લો મહિનો છે. ભુસણ તેની કામગીરીમાંથી નવરો પડતો નથી. ક્યારેક નોકરીની બદલી કોઈ બીજા ગામે થાય છે,ક્યારેક ફરી બીજે. પોતાની ફરજ માટે તત્પર રહેતો ભુસણ બધાને બહું ખટકવા લાગ્યો. દારૂનાં વેપારી,આવારા તત્વો અને બીજા ધણાં બધાંને. અંતે ભુસણની માં કંચનબેનનો ડર વાસ્તવિકતામાં તબદીલ થઈ ગયો. રાતનાં ૨:૪૫ સમયે ત્રણ આવારા તત્વોએ સાથે મળીને ધારદાર ચપ્પુથી ભુસણને રહેશી નાખ્યો. છ છરીનાં ધા ઝીંકી હત્યા નીપજાવી નાખી. કારણ નાનું અમથું જેનું પરીણામ આવ્યું ભુસણની હત્યા. ભુસણે તેમનાં હત્યારાઓનાં દારૂ બનાવતાં તેમજ વેચતાં અડ્ડા પર પોલીસ ટીમ સાથે મળીને હાઈ એલર્ટ આપીને ધંધો બંધ કરાવી દીધો હતો. એ વાતનો જ અંજામ આજ ભોગવવો પડ્યો. એક વફાદાર પોલીસ - એક નિર્દોશ વ્યક્તિની જીવન ચૉપડી બંધ થઈ ગઈ. જેણે પોતાની પત્નિને ગંદી નાલીમાંથી છોડાવી બહાર કાઢી,કંઈકનાં દુ:ખોનું સમાધાન કર્યું. આજ એ જ છરીઓનાં ધા નો શિકાર બની જાન ગુમાવી બેઠો. લોહીથી લથબથ લાશ અને ખાબોચીયાં જોઈને પરિવાર પર આભ ફાટી ગયું અને લોકોનાં રૂદનથી કિર્તિનગર ગંભીર થઈ ગયું.

શું સમજવું એ વૈજંતીને - જેને પેટ ભરવા,અમુક મજબુરીને લીધે દેહનો ધંધો કરવો પડતો. એ બધું છોડાવનાર ઈન્સાન જ ન રહ્યો,સાથે પેટમાં ઊછરેલ એમનું બાળક.

સમયનાં ઊજરડાં કંચનબેન અને વૈજંતીને માંડમાંડ રૂજાણા. હવે,ધરનું રમકડું આવી ગયું. વૈજંતીએ છોકરીને જન્મ આપ્યો. ખુશી તો અપરંપાર છે પણ પતિની યાદને મિટાવી શકાતી નથી. ઘરમાં કોઈ કમાવવાવાળું ન રહ્યું,ન મકાનનું મોભી. દિવસો વિતતાં પરિસ્થિતિ સુધરવાને બદલે વણસતી ગઈ. બાળક ભુખનું માર્યું. માજીને શું ખવડાવવું? - પારકો પરદેશ. શું કરવું?ક્યાં જવું?

જે વૈજંતી દેહનો સોદો કરી એકલી જીવન ગુજારતી,હવે તેની માથે વૃધ્ધ માજી અને બાળકની જવાબદારી આવી ગઈ. સામાન્ય માણસની જેમ ગામમાં કોઈ નોકરી ધંધો પણ ન થઈ શકે એમ હતો. સચ્ચાઈ બધાં જાણી ચુક્યાં હતાં. પુરૂષોની પ્રખ્યાત વૈજંતી ઘરની બહાર નીકળતાં જ કનડગત અને અટકચાળાનો શિકાર બનતી. ભગવાને પેટનો ખાડો શું આપ્યો કે,ખુદ ઊપરાંત બે વ્યક્તિનાં ગુજરાન માટે ફરી પુરાની જિંદગી અપનાવી લીધી. પૈસાનો પાવર બતાવતાં અને શરીર સાથે શરારત કરતાં લોકોની લાઈન ફરીથી લાગવા લાગી. ભાડાનું મકાન ગોતીને ઊંચા ભાવ સાથે દેહનો ધંધો. રાતનાં ઊંચા ભાવ ઊધરાવી જિંદગીએ રોટલો રળતાં કરી દીધા. આત્મહત્યા સહિતનો પ્રયાસ કરી ચુકી હતી. તેનું મોત કુદરતને પસંદ ન આવ્યું.

કહેવાય છે ને - માણસ નહીં તેનો સમય ખરાબ હોય છે. એમ, ખરાબ સમયનો પડછાયો આછો પડ્યો. થોડી ભગવાને ધિરજ માંગી અને અઘરી કસોટી પણ કરી. વૈજંતીની દિકરીને થોડી મંદ બુધ્ધિ આપીને. વિચાર તો તરછોડી દેવાનો આવતો અંતે સવાલ પેટની જણેલ દિકરીનો! દયાની લાગણી સમી બની વૈજંતી ઝહેરનાં ધુટડાં પીતાં શીખી ગઈ હતી.

પાડોશી કોમલબેનનાં પતિનો ધંધો ધેર બેઠાં રમકડાં વેચવાનો હતો. વૈજંતી તેમની દિકરીને ત્યાં રમવાં મુકીને જાય. વૈજંતીને ગ્રાહકોને સમય આપવામાં સરળતા રહે એ માટે. થોડો સમય કંચન ડોશી રમાડે એમ માં નાં પ્રેમનાં ઓછાયા સાથે તેમની દિકરી મોટી થતી ગઈ.

ઈશ્વરે બુધ્ધિનો વિકાસ તો મંદ આપ્યો પણ એક કલા આપી જેનું મુલ્ય અમુલ્ય બન્યું. કોમલબેનનાં ઘરે વેચવાં રાખેલ રમકડાંમાંથી શરણાઈનું રમકડું એ છોકરીને વધારે પસંદ પડતું. એક રમકડામાં દુનિયા મળી ગઈ હોય એવો અહેસાસ અનુભવતી. આમ જ દિવસો વિતતાં સહેજ સમજણ શક્તિ આવતાં શરણાઈ વગાડવામાં ખુબ જ હોશિયાર બનતી ગઈ અને સાથે લોકોનો ચર્ચાનો વિષય. ગામનો એક એક ઈન્સાન ઓળખે છે કે,જે વૈશ્યાવૃતિમાં નામચીન છે એ વૈજંતીની દિકરી શરણાઈમાં માહિર છે. (નામ બાપથી મળે પણ અહીં ઊંધું હતું)

વૈજંતીની છબીની અસર મંદ પડવાં લાગી. દુનિયાની - સમાજની તેમને જોવાની રીત સુધરવા લાગી હતી. એ વૈજંતી માનભેર જીવવા લાગી. આજુબાજુનાં ઘરોમાંથી, ગામમાંથી સારા શુભ પ્રસંગોમાં સ્પેશ્યલ શરણાઈ વગાડવા માટે વૈજંતીની છોકરીને બોલાવવામાં લાગ્યા. બુધ્ધિની કુપોષણવાળી વ્યક્તિ શું કરી શકે? એ પ્રશ્નની છાપ એ દિકરીએ બદલી નાખી. વૈજંતીનો દેહવ્યાપારનો ધંધો તો ધીમે ધીમે છુટી ગયો. જિંદગી એવી પરિવર્તન લાવી કે દરેક માણસથી સમ્માન મળવા લાગ્યું. એ છોકરીએ નામ રોશન કરી નાખ્યું.

એકલી વિખરાયેલ વૈજંતી જીવનમાં ધણાંખરાં ઉતાર-ચડાવમાંથી પસાર થઈ ગઈ. એક કુદરતની આભારી એ હતી કે તેમની દિકરીની જિંદગીમાં વૈજંતીની બદનામ ગલીનો પડછાયો ન પડ્યો. અડધી જીવનનૈયાએ પતિએ સાથ છોડ્યો અને થોડાં સમયનાં ટેકા પછી સાસુ કંચનબેન પણ દેવભુમિમાં ચાલ્યાં ગયાં. માં-દિકરીએ એકલા જીવનની નાવ પાર કરી જીવનને નવી દિશા આપી દીધી.

"માં તારી વહુ ને લાવું છું. મેં મનપસંદ ગમતી ખુબસુરત છોકરીને પસંદ કરી છે" - આટલાં ભુસણનાં પોસ્ટકાર્ડ પર લખેલ શબ્દો યાદી બની ગયાં(વૈજંતીની ખુબસુરતી જ લોકોની ચાહના હતી). એ પોસ્ટકાર્ડ હજું વૈજંતીએ સાચવીને રાખ્યાં છે જે વૈજંતીને હોશ આપે છે. એ વૈજંતી ભુસણનાં કોલેજકાળમાં તેને દિલોજાનથી ચાહવાવાળી વ્યક્તિ હતી. ભુસણને ધણાં બધાં પ્રેમ પત્રો મોકલીને મનની વાત જણાવી હતી. એ સમયનો ઈંતજાર કરતી રહી પણ જવાબ…. ભુસણને કોઈ સારું ભવિષ્યનું સર્જન કરતો રોકી શકે એમ ન હતું. ગરીબ વર્ગનાં ઘરમાં પેદા થયેલ વૈજંતીએ ભણતરનો ખર્ચ ઘર ઘર ભટકી પારકાં કામ કરીને મહામહેનતે ઊઠાવ્યો હતો. બાદ આખી જિંદગી રોટલાં રળવામાં ફાફા ન પડે એ માટે શરીરને વિકલ્પ બનાવી દીધો. જે નોકરી કરી આજીવન મળવાનું ન હતી એવી ખુશહાલ જિંદગી ટુંકા સમયમાં મેળવી હતી. - 'ચાર દિન કી ચાંદની' એ જિંદગી લાંબુ ન ચાલી. ભુસણે એક બદનામ વ્યક્તિને મોટું દિલ રાખી બદનામ ગલીમાંથી છોડાવી પોતાની પત્નિ તરીકે સ્વીકારી. વૈશ્યા, કોલગર્લ એવાં તો બીજાધણાં શબ્દોનાં બંધનમાંથી મુક્તિ અપાવી હતી. ધરપકડ કરી ત્યારથી જેલનો જામીન બન્યો અને જિંદગી પાર કરાવનાર ઈન્સાન. વૈજંતીની જિંદગીમાં ભુસણ તેનો આભુષણ બની ગયો. એક સિતારો જે વૈજંતી અને તેમની દિકરીને પરિભ્રમણ કરાવી ગયો. આજ પણ એ દિકરીની શરણાઈનો સુર અણદેખ્યા પિતાની યાદ થી ચાલું થાય છે અને વૈજંતીનાં હૈયાનાં ભાર પર ખતમ - "શહિદની શરણાઈ"

પ્રસ્તાવના

આ સ્ટોરીનો મુખ્ય ભાગ સત્યધટનાં પર આધારીત છે. સ્ટોરીનાં અમુક ભાગ સત્યતા જાહેર કરે છે. રાજકોટ શહેરમાં બનેલ વાસ્તવિકતાં દર્શાવેલ છે. તમારા અંગત જરૂરી સ્ટોરી વિશેનાં મંતવ્ય જરૂરથી જણાવજો. ખુબ ધ્યાનપુર્વક હું તેમને ધ્યાનમાં લઈશ.

***