“યા દેવી સર્વભુતેષુ”
ભૂપેન્દ્રસિંહ રાઓલ
E-mail - brsinh@live.com
+1 732 406 6937
Scranton, PA, USA.
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
૧. “યા દેવી સર્વભુતેષુ”
ચીનના મહાન રહસ્યવાદી સંત લાઓત્સે આ જગતને ્રી હ્લીદ્બટ્ઠઙ્મી સ્અજીંિઅ સ્ત્રૈણ રહસ્ય કહેતા. દુનિયાના પ્રાચીનતમ ધર્મો એ પરમાત્માને સ્ત્રીના રૂપમાં માન્યો છે. પરમાત્માને પરમપિતા તરીકે માનવા વાળા કરતા પરમાત્માને જગત જનની તરીકે માનનારાની સમજમાં ગહેરાઈ વધુ હતી. જેમ જેમ પુરૂષોનો પ્રભાવ વધવા લાગ્યો તેમ ઈશ્વરની જગ્યાએ સ્ત્રીને ખસેડી પુરૂષને બેસાડવાનું શરૂ થયું. પ્રાણી કે પક્ષી જગતમાં પણ માતા નિશ્ચિત હોય છે, જ્યારે પિતા કોઈ પણ હોઈ શકે. પ્રકૃતિ પિતાનું કામ બાળકના જન્મ માટે ગહેરાઈથી નથી લેતી. એક સ્પર્મ ઈન્જેક્ટ થઈ ગયું પિતાનું કામ પૂરૂં. ગહેરૂં કામ તો માતાનું છે. સર્જનાત્મક કામ તો માતાનું છે. જન્મ આપવાનું કામ એટલું બધું ક્રિએટીવ છે કે પછી સ્ત્રીને માતાને કોઈ નાના ક્રિએટીવ કામમાં રસ હોતો નથી. એટલે પુરૂષ ગણિત ગણે, વૈજ્ઞાનિક શોધો કરે, ચિત્રો બનાવે, મૂર્ત્િા બનાવે, ગીત લખે, સંગીત રચે, નવી નવી શોધો કરે. સ્ત્રીઓ રસોઈ કરે પણ સારા નવા વ્યંજન તો પુરૂષ જ શોધે. એક માં બન્યા પછી, એક બાળક પેદા કર્યા પછી સ્ત્રીને કશું બનવામાં ખાસ રસ હોતો નથી. એક પરમ તૃપ્તિ. પ્રકૃતિએ સ્ત્રીને સૃજનના સ્ત્રોત તરીકે પસંદ કરી છે.
ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ આપણે સ્ટોરી ટેલીંગ ચિમ્પેન્ઝી છીએ. વાર્તાઓ કહેવી અને એ રીતે ઘટનાઓ ને વિવિધતામાં ઢાળવી અને આગળની પેઢીને આમ શિક્ષણ આપવું તે માનવજાતની એક વિશિષ્ટ ખાસિયત છે. વાર્તાઓ કહીને કોઈ વિચાર કે વિચારધારા કે તત્વજ્જ્ઞાનનું શિક્ષણ આપવું હોય ત્યારે એમાં જાતજાતના પાત્રો ઉમેરવા પડે પ્રતીકો ઉભા કરવા પડે, એનું નામ તો ક્રિયેટીવીટી કહેવાય ને? માતૃપ્રધાન બુદ્ધિશાળી સમાજે ભાષાનું બહુ વૈવિધ્ય નહિ હોય કે ભાષા વૈભવ હજુ ઉત્ક્રાંતિ પામ્યો નાં હોય માટે સરસ મજાના પ્રતીકો રચીને એમનું જ્ઞાન આગળ ધપાવવા ટ્રાય કર્યો હોય. આપણા પુરાણો એમાં જ સર્જાયા હોવા જોઈએ. ગ્રીક માઈથોલજિ જુઓ એમાં પણ આપણા પુરાણો જેવા પાત્રો છે. મહાન મનોવૈજ્ઞાનિક ફ્રોઈડે એ પાત્રોનો બખૂબી ઉપયોગ કરેલો છે. અને એ પાત્રો ઉપરથી તેણે આજની મનોવૈજ્ઞાનિક ગ્રંથિ, કૉમ્પ્લેક્સ, બીમારીઓ કે સ્થિતિઓને નામ પણ આપેલા છે. નાર્સીસ્ટ એનું ઉત્તમ ઉદાહરણ છે.
આમ માતૃપ્રધાન પ્રાચીન ભારતીય સમાજોએ કુદરતને જ એક મહાન માતા સમજી એના વિવિધરૂપ વર્ણવતા પ્રતીકો રચેલા છે જેને ભારતીય પ્રાચીન વિચારધારામાં દસ મહાદેવીઓ કહી છે. મોટાભાગે લોકો અંબા, દુર્ગા, મહાકાલી, ભવાની જેવી અમુક માતાઓને જ જાણતા હોય છે. અથવા પ્રાચીન ગ્રંથોમાં નાં હોય તેવી સંતોષી માતા, વૈભવ લક્ષ્મી કે દશામાં ને જાણતા હોય છે. એ પ્રાચીન સમયમાં ગણિતના ભારેખમ સમીકરણો હતા નહિ. આર્યભટ્ટ અને વરાહમિહિર બહુ પાછળથી થયા. માતૃપ્રધાન સમાજોએ સુંદર અને ભયાનક વાસ્તવિકતા દર્શાવતા પ્રતીકો રચ્યા હતા. દસ મહાદેવીઓ કઈ છે તે આજે કહું અને ઘણાને એમના નામ પણ નવા લાગશે. દસે મહાદેવીઓ હોય કે નવા સ્વરૂપે પૂજાતી માતાઓ હોય તમામ પાર્વતીના રૂપ છે તે યાદ રાખજો. માતા એક છે મધર નેચર એક જ છે પણ એના રૂપ વિવિધ છે. આ દસ મહાદેવીઓ છે,
૧.કાલી-અનંત રાત્રી,
૨.તારા-દયાની દેવી,
૩.ષોડશી-૧૬ વર્ષની સુંદર માતા,
૪.ભુવનેશ્વરી-જગત રચયિતા,
૫.છિન્નમસ્તા (છિન્નમસ્તીકા)-પોતાનું મસ્તક ઉતારનાર,
૬.ભૈરવી-રીસાયકલ,
૭.ધુમાવતી-વિધવા,
૮.બગલામુખી-મૌનનું મહત્વ,
૯.માતંગી-નિમ્ન વર્ગ અને વસ્તુમાં પણ બ્રહ્મ છે,
૧૦.કમલા-પાલનહાર.
૧.કાલી એ અનંત રાત્રી છે. રાત્રી ના હોય તો?? પશુ, પક્ષી, જીવ જંતુ અને માનવ બધા રાત્રે પોતાના માળામાં પાછાં ફરી તરોતાજા થઈ સવારે સર્વાઈવલનાં યુધ્ધે ચડવા તૈયાર. રાત્રી સુખદાયી છે, ફળદાયી છે. રાત્રે શરીરના ઘસાયેલા કોષ નવું સ્વરૂપ ધારણ કરે છે. અંધકાર શાશ્વત છે, પ્રકાશ નહિ.
૨.તારા દયાળુ છે. શિવજીએ ઝેર પીધું તો પોતાનું દૂધ પિવડાવી બચાવી લીધા એવી વાર્તા છે. ભગવાનને પણ માતૃશક્તિ જોઈએ. બાળક જન્મે ત્યારે માતાનું પહેલું કામ એને દૂધ પીવડાવી ઊંર્જા આપવાનું હોય છે. પ્રાચીન સમાજો થી માંડીને હમણાં મારી પેઢી સુધી બાળકને ચારપાંચ વર્ષ સુધી ધવડાવતા. માનું દૂધ ખાલી દૂધ નથી હોતું એમાં કુદરતી એન્ટાયબાયોટીક્સ પણ હોય છે. બાળક હજુ હમણાં જન્મ્યું છે એના શરીરમાં હજુ ઈમ્યુન સિસ્ટમ વિકસતા થોડી વાર લાગશે. રોગપ્રતિકારક શક્તિ વિકસતા થોડીવાર લાગશે. માટે ઝેરી જીવાણુ સામે લડવા તારા માતૃશક્તિ દૂધ પીવડાવી વહારે ધાશે.
૩.ષોડશી ૧૬ વર્ષની સુંદર માતા છે. સોળ વર્ષે સ્ત્રી સંપૂર્ણ સુંદર હોય. અમાસથી સોળ દીવસે ચન્દ્ર્મા પૂર્ણ રૂપ ધારણ કરે છે. ્રી ટ્ઠખ્તીર્ ક ર્ષ્ઠહજીહં કેનેડામાં ૧૬ વર્ષ છે, અમેરિકામાં જુદા જુદા રાજ્યોમાં ૧૬ થી ૧૮ વર્ષ વચ્ચે નક્કી કરેલી છે, ભારતમાં ૨૦૧૨ સુધી ૧૬ વર્ષ હતી હવે ૧૮ વર્ષ છે. ષોડશી ત્રણે ભૂવનમા સૌથી સુંદર ત્રિપુરા સુંદરી છે. ષોડશીની ક્રુપા અને શક્તિ વડે સુર્યે ત્રણ ભુવન રચ્યા. દુનિયાની રચના કરી એ બની ભુવનેશ્વરી.
૪.ત્રણ ભુવન રચનારી ભુવનેશ્વરીનું સ્થાન પુરૂષપ્રધાન સમાજ આવતા બ્રહ્માએ પડાવી લીધું ને ભુવન રચયિતા તરીકે જાણીતા થઈ ગયા. ભુવનેશ્વરી જગતની સુંદરતમ માતા છે.
૫.માતા પાર્વતી એકવાર સ્નાન કરવા જતા હોય છે. એમની બે દાસીઓ જયા અને વિજયા ભૂખી થાય છે. માતા પોતાનું જ મસ્તક ઉતારી ને હાથમાં લઈ લે છે. ધડમાંથી ત્રણ ધારા લોહીની થાય છે. એક જયાના, બીજી વિજયાના અને ત્રીજી માતાના પોતાના હાથમાં પકડી રાખેલા મુખમાં પડે છે. આ થઈ માતા છિન્નમસ્તા(છિન્નમસ્તીકા). કમળ ઉપર એક યુવાન સ્ત્રી અને પુરૂષની જોડી મૈથુનમાં રત છે, એની ઉપર માતા છિન્નમસ્તા બેઠી છે. કામ(સેક્સ) ઊંર્જા છે. કામ શક્તિ છે. નવજીવન અને નવસર્જન, એકનું મ્રૂત્યુ બીજાનું જીવન છે. એકની ખતમ થઈ રહેલી જીવન ઊંર્જા બીજાનું જીવન બની શકે છે. છિન્નમસ્તાનું પ્રતીક ભયાનક છે, પણ ખૂબ સમજ માગી લે તેવું છે. છિન્નમસ્તા વાસ્તવીકતાની મૂર્ત્િા છે. કામ(સેક્સ), મૃત્યુ, સર્જન, વિસર્જન, નવસર્જનનું પ્રતીક છિન્નમસ્તા છે.
૬.માતા કાલીનું વિધ્વંસાત્મક રૂપ ભૈરવી, નકારાત્મક લાગણીઓનું પ્રતીક છે. ક્રોધ, ઈર્ષ્યા, નપુંસકતા, સ્વાર્થ બધે ભૈરવી હાજર છે. સર્જન અને વિસર્જન બન્ને એકબીજા પર આધારિત છે. ભૈરવી સર્વવ્યાપી છે. પ્રલયની દેવી ભૈરવી મૃત્યુ તરફ ધસી રહેલા જીવનમાં સદા હાજર છે.
૭.ધુમાવતી કદ્રૂપી, ક્રોધન્વિત, અસ્વચ્છ, ગંદા વસ્રોમાં સજ્જ છે. શીવ પત્ની સતી એક્વાર ખૂબ ભુખ્યા થયા. શીવ પાસે ભોજન માગ્યું. શીવે ઈન્કાર કર્યો તો સતી પોતે પતીને જ ગળી ગયા ને જાતેજ વિધવા બન્યા. સદાય તરસ્યા અને ભુખ્યા ધુમાવતી કદી ત્રુપ્ત ના થતી ઈચ્છાઓનું પ્રતીક છે.
૮.વાક્સિદ્ધિ મેળવેલ દાનવની જીભને પકડી રાખનાર બગલામુખી જે સ્વાદ અને બોલવાની શકિત ધરાવનાર જીભ પર કાબૂ રાખવાનું પ્રતીક માત્ર છે.
૯.ચાંડાલની પુત્રી રૂપે ભગવાન શિવ સાથે પ્રેમમાં ઊંતરનાર પાર્વતીને નામ મળ્યું ઉચ્છિષ્ઠા માતંગી. દેવીએ વધેલો એંઠો ઉચ્છીષ્ઠ ખોરાક ગ્રહણ કરેલો. કોઈનું એઠું કોઈનો ખોરાક બને છે. પછાત કોમો રોજ સાંજે માંગી ને ખાતી હતી. ચાંડાલ એટલે સાવ છેવાડાની જાતી. દેવી એના પુત્રી બન્યા, એવું રૂપ ધારણ કર્યું. પરમેશ્વરી માટે કોઈ નીચું નથી, કોઈ ઉન્ચુ નથી. કોઈ શૂદ્ર નથી, કોઈ બ્રાહ્મણ નથી. કોઈ જાતી જ નથી. ખાલી બધા માનવો છે. પરમેશ્વરી માટે એક જંતુ અને માનવ પણ સરખાં મહત્વના છે.
૧૦.કમલા એ લક્ષ્મીનું રૂપ છે. વૈભવ, ફળદ્રુપતા અને ભાગ્યની આ દેવી સૌથી વધારે પ્રચલિત છે. પણ પાછળથી આ દેવીને વિષ્ણુની પત્ની બનાવી દીધી. સર્વાઈવલ થવા માટે આ દુનિયામાં ધન-વૈભવની બહુ મોટી જરૂર પડતી હોય છે. નવું વર્ષ એટલે દિવાળી લક્ષ્મીનો તહેવાર છે, કમલાનો તહેવાર. પણ આપણે શું કર્યું? પ્રદૂષણનો તહેવાર બનાવી બેઠાં છીએ.
દરેક દેવી પાસેથી લગભગ સર્જન, પાલન અને વિસર્જનનો સંદેશ મળે છે. મોટાભાગની દેવી પુરૂષ પર વિરાજમાન છે. અમુક દેવીઓ મૈથુન મગ્ન જોડી ઉપર વિરાજમાન છે. આ બધા પ્રકૃતિમાતાના વિવિધ રૂપ છે, વિવિધ સ્વભાવ છે. પ્રકૃતિ ક્યારેક દયાળુ લાગે છે અને ક્યારેક ડીઝાસ્ટર આવે ત્યારે ક્રુર લાગે છે પણ પ્રકૃતિ નાં તો દયાળુ છે નાં તો ક્રુર, એ એનું કામ કરે જાય છે. આ સુંદર પ્રતીકોને સમજવાના છે. એમની પાછળ અંધ બની એમને પકડી રાખી એમાં રચ્યાપચ્યા રહેવાની જરૂર નથી.
મહાકાલીનાં ભક્ત ઠગોએ ભારતમાં એક સમયે આતંક ફેલાવી દીધેલો. પીળા રૂમાલની રેશમી ગાંઠે અસંખ્ય લોકોના પ્રાણ હરી લીધા. તમામ હત્યાઓ મહાકાલીને અર્પણ ગણાતી. અંગ્રેજોના ધ્યાનમાં આવતા આ હજારો સીરીયલ કીલર્સને સામટાં લટકાવી દીધા હતાં. એના માટે સ્થાપેલી સ્પેશિયલ બ્રાંચ હજુયે ભારતમાં સી,આઈ.ડી ક્રાઈમ બ્રાંચ તરીકે ઓળખાય છે. આ બધી ચિત્ર ભાષા છે. યુગે યુગે ભગવાન બદલાઈ જતા હોય છે. પહેલા આ દેવીઓની પૂંજા થતી હતી. પછી વૈદિક ધર્મ આવ્યો. વાવાઝોડા અને નેચરલ ડીઝાસ્ટરનાં દેવો આવ્યા, જેવા કે ઈન્દ્ર, વરૂણ. હવે બ્રહ્માને કોઈ પુછતુ નથી. પુષ્કરમાં એક જ મંદિર છે. સૂર્યના મંદિર પણ ખાસ હોતા નથી. મોઢેરામાં અને વડોદરામાં સુર્યનારાયણ બાગમાં સૂર્ય મંદિર છે.
યા દેવી સર્વભુતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, દરેક સજીવમાં શક્તિ રૂપે દેવી વિરાજમાન છે.