Redlite Bunglow - 4 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૪

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

રેડલાઇટ બંગલો ૪

રેડલાઇટ બંગલો

-રાકેશ ઠક્કર

ત્રીજા પ્રકરણમાં આપે વાંચ્યું....

રૂપવતી અર્પિતા ખુશ હતી. તેને શહેરની જાણીતી કોલેજમાં ટ્રસ્ટી મેડમ રાજીબહેનની ભલામણથી સરળતાથી પ્રવેશ મળી ગયો હતો. અર્પિતાની માતા વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. તેનું યૌવન કપડાંમાં સમાતું ન હતું. તેના ફાટફાટ થતા યૌવનને જોઇને ઘણાની આંખમાં સાપોલિયા રમતા હતા. પણ એ તો વિધુર દિયર હરેશભાઇ એવાને નાગ બની ડંખે એમ હતા એટલે કોઇએ અર્પિતા પર હાથ નાખવાની હિંમત કરી ન હતી. અર્પિતાએ તેની બાજુની રૂમની રચના સાથે વાત કરી. ત્યારે તેણે તેને કોમ્પીટીટર ગણી તેની નવાઇ લાગી. રચનાની વાત તેને સમજાતી ન હતી. વર્ષાબેનના પતિ સોમલાલે વિદેશમાં કોઇ બાઇ સાથે ઘર માંડી લીધું હોવાની વાત મળ્યા પછી તેણે ખેતીમાં જવા માંડ્યું. કેટલાય મહિનાઓથી સોમલાલ ભૂલાઇ રહ્યો હતો. આ તરફ રાજીબહેને અર્પિતાને નવા કિમતી કપડાં આપી ટ્રાયલ લેવા બાથરૂમમાં મોકલી ત્યારે બાથરૂમમાં નિર્વસ્ત્ર અર્પિતાની નજર અરીસામાં પડતાં ચમકી ગઇ ..... હવે આગળ વાંચો.

પ્રકરણ-૪

સાંજે થાકેલા વર્ષાબેન બસમાંથી ઊતર્યા ત્યારે ચાલવાનો કંટાળો આવતો હતો. થોડું ચાલ્યા ત્યાં હરેશભાઇ સાયકલ પર આવ્યા અને તેને બેસાડી લાવ્યા. રસ્તામાં તેમને અર્પિતાના કોલેજ પ્રવેશની વાત કરી તો તે ખુશ થઇ ગયા. વર્ષાબેન જરા આગળ મોં કરી હરેશભાઇને સંભળાય એમ બોલતા હતા ત્યારે તેમના ઉભારનો હળવો સ્પર્શ હરેશભાઇની પીઠ સાથે થતાં રોમાંચની લાગણી થતી હતી. હરેશભાઇ ધીમેથી સાયકલ ચલાવી રહ્યા હતા.

વર્ષાબેન ઘરે આવ્યા પછી બંને બાળકો તેમને ભેટી પડ્યા. વર્ષાબેને લાવેલા સામાનમાંથી બંને બાળકોને વેફરના પેકેટ આપ્યા એટલે ખુશ થઇ ગયા. વર્ષાબેન નહાવાનું પાણી ગરમ કરવા લાગ્યા.

ઘરની પાછળના વાડામાં પ્લાસ્ટિકથી બનાવેલા બાથરૂમમાં ન્હાવા બેઠેલા વર્ષાબેનના મનમાં ઉમંગ હતો. આજે મનમયુર નાચી રહ્યો હતો. તે શરીર ચોળીને નહાઇ રહ્યા હતા. તેમણે બાથરૂમમાં લટકાવેલા નાનકડા અરીસામાં નજર નાખી અને પોતાને નિર્વસ્ત્ર જોઇ શરમાયા. શરીર હજુ એવું જ યુવાન હતું. અંગોમાં અનેરો ઉત્સાહ હતો. એક થનગનાટ આખા શરીરમાં વર્તાતો હતો.

વર્ષાબેન ન્હાઇને બહાર આવ્યા અને રસોઇ બનાવવા લાગ્યા. રસોઇ તૈયાર થઇ એટલે એક થાળી તૈયાર કરી નાનકાને હરેશભાઇને ત્યાં મોકલ્યો. પછી ત્રણેય જણે જમી લીધું. અર્પિતાને મોટી કોલેજમાં કોઇપણ ખર્ચ વગર પ્રવેશ મળી ગયો અને રાજીબહેને રહેવાની જગ્યા આપી એ પછી તો વર્ષાબેનના મનમાં તેમનું સ્થાન ભગવાન જેવું થઇ ગયું હતું. તે મનોમન તેમનો પાડ માની રહ્યા હતા. આખી જિંદગી ના ઊતારી શકાય એવું અહેસાન એમણે કર્યું હતું.

જમ્યા પછી બંને બાળકો થોડીવાર રમીને સુઇ જવા આડા પડ્યા. વર્ષાબેન પણ બંને સાથે આડા પડ્યા. બંને બાળકોની આંખ જલદી બંધ થઇ ગઇ. બંને ઊંઘી ગયા. રાત આગળ વધી તોય વર્ષાબેનની આંખમાં ઊંઘ ન હતી. તેમની ઊંઘ કોણ ચોરી ગયું? એ વિચારી રહ્યા.

*

અર્પિતા રાજીબહેનના બાથરૂમમાં આવી અને આદમકદ અરીસાઓ વચ્ચે ન્હાવા માટે પોતાના પહેરેલાં કપડાં એક પછી એક ઉતારવાનું શરૂ કર્યું. રાજીબહેને આપેલા કપડાં જોયા પછી તેને પોતે પહેરેલાં કપડાં ચીથરા જેવા લાગતા હતા. ઉતારેલા કપડાં હવે ક્યારેય પહેરવાના ના હોય એમ બાથરૂમના એક ખૂણામાં નાખ્યા. તેના શરીર પર એકપણ કપડું ના રહ્યું. સંપૂર્ણ નિર્વસ્ત્ર થયેલી અર્પિતાની નજર અરીસા પર પડી અને તે ચમકી ગઇ! ઝળહળતી રોશનીમાં નહાતી અર્પિતાનું આખું શરીર અરીસામાં દેખાઇ રહ્યું હતું. અને ત્વચા ચમકી રહી હતી. તેણે પહેલી વખત પોતાના દરેક અંગને આટલા મોટા અરીસામાં જોયા હતા. પૂરા કપડામાં તેના રૂપથી યુવાનો ઘાયલ થતા હતા. અને આ તો સંપૂર્ણ ઉઘાડું શરીર હતું. તે પોતાની સુંદરતા જોઇને ચોંકી ગઇ. ગામમાં પ્લાસ્ટિકથી બનાવેલા નાનકડા બાથરૂમમાં રોજ ન્હાતી અર્પિતાએ પોતાનું આખું નગ્ન શરીર ક્યારેય અરીસામાં જોયું ન હતું. તે પોતાના ઉભાર અને દરેક વળાંક જોઇ રહી. કોઇપણ પુરુષને પાગલ કરી મૂકે એવું પોતાનું યૌવન હતું એ તેને આજે દેખાયું. તે પોતાના શરીરના વળાંકો પર હાથ ફેરવવા લાગી. અને રંગમાં આવીને બાથટબમાં પડી. પાણીમાં છબછબીયા કરીને ન્હાવા લાગી. અને શરીર પર સુગંધિત પાણી પડતાં નાચવા લાગી. તેને થયું રાજીબહેનના પ્રતાપથી તે કેટલી મજા કરી રહી છે! તેમનો ઉપકાર જિંદગીભર નહીં ભુલાય. ઘણીવાર સુધી તે મસ્તીથી નહાતી રહી.

નહાયા પછી તેને તાજગીનો અનુભવ થયો. અરીસામાં પાણી નીતરતું શરીર જોઇ રોમાંચ અનુભવી રહી. આજે તેને પોતાનું યૌવન સોળે કળાએ ખીલી ઊઠ્યું હોય એવું લાગ્યું. તેણે શરીર લૂછી બ્રા અને પેન્ટી પહેર્યા. તેના નાજુક અંગોનો વૈભવ વધી ગયો. કોઇ અલગ ફિલીંગ્સનો તેને અનુભવ થયો. આટલા મુલાયમ કપડાં તેણે ક્યારેય પહેર્યા ન હતા. માતા ક્યાંકથી સેકંડમાં આંતરવસ્ત્રો લઇ આવતી હતી. આજે તે કોઇ નવી જ અર્પિતા બની રહી હતી. ટોપ અને શોર્ટ્સ પહેરી ભીના વાળ સાથે તે બહાર નીકળી ત્યારે હોલમાં રાજીબહેન ન હતા. તેણે આજુબાજુ નજર નાખી તો એ તેમના બેડરૂમમાં લેપટોપ પર કામ કરી રહ્યા હતા. અર્પિતાએ તેમને બોલાવ્યા એટલે હોલમાં આવ્યા અને તેને જોઇ ખુશ થઇ ગયા. "વાહ ! તું તો બહુ જ સુંદર લાગે છે."

ટોપમાં અર્પિતાનો ઉભાર વધુ દેખાતો હતો અને ફીટ શોર્ટસને કારણે હિપ્સનો આકાર સ્પષ્ટ દેખાતો હતો. તેની ચાલની લચક પર કોઇપણ આફરીન થઇ જાય એમ હતું. અર્પિતાને થોડી શરમ આવી. એ જોઇ રાજીબહેન બોલી ઊઠ્યા:"અત્યારે તો આવા કપડાંની જ ફેશન છે. બોલ રીલેકસ લાગે છે ને?"

"હા." બોલીને અર્પિતા પોતાને જોવા લાગી.

ત્યારે રાજીબહેન મોબાઇલનો કેમેરો ઓન કરી ઊભા હતા. "ચાલ, તારા સરસ ફોટા લઇ લઇએ. તારી મા પણ એ જોઇ ખુશ થશે."

રાજીબહેને તેને જુદા જુદા પોઝમાં ઊભી રાખી જુદા જુદા એંગલથી ફોટા લીધા. અર્પિતાએ જુદા જુદા કપડામાં કોઇ મોડેલની જેમ પોઝ આપ્યા. ટીશર્ટમાં તે પોઝ આપતાં ઝૂકી ત્યારે તેના મોટા ઉભાર થોડા બહાર આવી ગયા એટલે થોડી ખચકાઇ. પણ સામે મહિલા જ હોવાથી સહજ રહી.

રાજીબહેન બોલ્યા:"મારે તને કોલેજક્વીન સ્પર્ધામાં જીતાડવી છે. કોલેજ શરૂ થાય એટલે તરત જ સ્પર્ધાઓ કરવામાં આવશે. તેમાં કોલેજક્વીન બહુ મહત્વની સ્પર્ધા ગણાય છે. છોકરીઓ મોટી સંખ્યામાં ભાગ લે છે. ગયા વર્ષે રચનાને કોલેજક્વીનનો તાજ મળ્યો હતો. આ વર્ષે તારે મેળવવાનો છે. હું તને બ્યુટીફુલ બનાવવામાં કોઇ કસર નહીં રાખું. તારે ફક્ત હું કહું એમ કરતા રહેવાનું છે."

"તમારો આભાર બેન!" અર્પિતા રાજીબહેનના ભવિષ્યના આયોજન સાંભળી નવાઇ પામી રહી હતી. તેમની લાગણીઓની કિંમત પોતે કેવી રીતે ચૂકવશે એની ચિંતા થતી હતી.

રાજીબહેનને કપડાં પહેરીને બતાવ્યા પછી ટૂંકા સ્કર્ટ અને ટોપમાં તે પોતાની રૂમ પર પહોંચી ત્યારે સાંજ થવા આવી હતી. બે દિવસ માટે રાજીબહેનના ઘરેથી જમવાનું આવવાનું હતું એટલે બીજું કોઇ કામ ન હતું. ભોળી અર્પિતા આજે વધુ પુખ્ત બની હતી. તેને પોતાની સુંદરતાનું પહેલી વખત જાણે ભાન થયું હતું. તેણે રચનાની રૂમ તરફ નજર નાખી. હજુ બારણું બંધ હતું. તે રચના વિશે વિચારવા લાગી. આજે સાંજે તે શું વાત કરવાની હશે? રાજીબહેને ગયા વર્ષે તેના કોલેજક્વીન બનવાની વાત કરી હતી એ પરથી અર્પિતાને થયું કે આ વર્ષે રાજીબહેન મને કોલેજક્વીન સ્પર્ધામાં ઉતારશે એ વાતનો અંદેશો આવી ગયો હોવાથી પોતાની હરીફ માનવા લાગી છે. અને તેના એવોર્ડમાં ભાગ પડાવીશ એમ માનવા લાગી હશે. તેને મારી સુંદરતાથી ડર લાગ્યો હશે?

અર્પિતા વિચાર કરતી બેઠી હતી ત્યારે રચના આવી પહોંચી. અને તેની બાજુમાં બેસતાની સાથે જ તેના નવા કપડાં જોઇ બોલી:"રાજીબહેનના રંગમાં રંગાઇ રહી છે..."

અર્પિતાને લાગ્યું કે રચના ઇર્ષાળું છે. તેને મારી સુંદરતાની અને રાજીબહેનના સાથની ઇર્ષા આવી રહી છે.

"આવું કેમ બોલવું પડ્યું?" અર્પિતાએ મોં પર જ પૂછી લીધું.

"તેમના જેવો વેશ લીધો છે એટલે..." રચનાના અવાજમાં સહજતા હતી.

રચનાએ અર્પિતાના ગાલની ત્વચા ચીમટીમાં લેતી હોય એમ પકડી અને અંગૂઠો ફેરવી બોલી:"ગોરી-ચીકણી ત્વચા....!" પછી તેના મોટા ઉભારવાળા ઉરોજને હળવેથી દબાવ્યા અને બોલી:"પેડ વગરની પ્લસસાઇઝ બ્રા છે, આ તારો બીજો પ્લસ પોઇન્ટ છે રાણી!"

અર્પિતાને સમજાતું ન હતું કે રચના શા માટે આમ કહી રહી છે? તેને રચનાનું વર્તન અને શબ્દો ફરી રહસ્યમય લાગ્યા. પહેલી મુલાકાતથી જ તે પહેલી જેવી બની ગઇ હતી. હજુ તેની પહેલી મુલાકાતની વાતનો ખુલાસો થયો ન હતો ત્યાં તેનું આવું વર્તન નવાઇ પમાડે એવું હતું. અર્પિતાએ પણ કહી દીધું:"આ શું માંડ્યું છે રચના, જે હોય તે ફોડ પાડીને બોલ. તારા મનમાં શું છે તે સ્પષ્ટ કર."

રચના અર્પિતા સાથે આવું વર્તન કેમ કરી રહી હતી? અને તે કયો ફોડ પાડવાની હતી? એ જાણવા હવે પછીનું પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં!