Software Engineer ni safar - 6 in Gujarati Short Stories by Irfan Juneja books and stories PDF | સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 6

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 6

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર

ભાગ-૬

શાહિદ સોની અને માલવ વિશે ના વિચારો માં એ રાત્રે પણ ન ઊંઘી સક્યો. સવાર પડતા જ શાહિદ રેડી થઇ ગયો અને ઓફીસ જવા નીકળી રહ્યો હતો ત્યારે જ મનમાં અનેક સવાલો ઉદ્દભવ્યા શું આજે મારે સોની સાથે જવું જોઈએ? શું હજી પણ સમય છે આ સંબંધ માંથી પાછા ફરવાનો? શું સોની હવે માલવ પાસે પાછી જશે? આવા અનેક સવાલો એના મગજ માં ઉદ્ભવી રહ્યા હતા. એ પોતાની જાત સાથે જ ઝગડો કરી રહ્યો હતો. મન સોની સાથે ફરીવાર એ જ રીતે દિવસો વિતાવાનું કહી રહ્યું હતું અને મગજ એના થી દૂર થવા. જ્યારે મન અને મગજ સહમત ન થાય ને ત્યારે એ માણસ ને ચકડોળે ચળાવે અંતે માં શાહિદ એ નિર્ણય કર્યો કે આજે તો એ એકલા જ જશે. શાહિદ થોડો સમય પોતાની જગ્યા એ જ લમણે હાથ દઈને બેઠો.

શાહિદ આજે પણ બીજા રૂટ એ થી ઓફીસ પહોંચ્યો. સોની નો ચહેરો આજે પણ ઉતરેલો જ હતો. દિવસ દરમિયાન ઓફીસ નું કામ પતાવી ને આજે પણ શાહિદ થોડો મોડો ઓફીસ થી નીકળ્યો. બસ સ્ટેન્ડ પહોંચી એને ત્યાં ઉભેલા લોકો સામે જોયું , સોની પણ એક થાંભલા ના ટેકે ત્યાં ઉભી હતી. મોબાઇલ માંથી સોની ની નજર શાહિદ પર પડી. શાહિદ એના થી પાંચ એક ફુટ ની દુરી પર ઉભો હતો. પેહલા તો શાહિદ કઈ બોલ્યો નઈ પણ બસ આવી ને બંને બસ માં બેઠા શાહીદ આગળ અને સોની પાછળ ની સીટ માં બેસી. સોની એ બેસ્તા ની સાથે જ શાહિદ ને મેસેજ કર્યો.

"સોરી...."

"કેમ સોરી કે છે?" શાહિદ એ જવાબ આપ્યો.

"તું હવે મારી સાથે વાત નઈ કરે?.."

"હા નઈ કરું"

"ઓકે તો હવે હું ઘરે જતી રહીશ મારે નથી કરવી જોબ.."

"ના, તું આવું નઈ કરે, પ્લીઝ"

"મારા થી તને આમ નઈ જોઈ સકાય...."

"હા તો શું કરશું કે સોની, તે જ તો આ દીવાલ ઉભી કરી છે..."

"પ્લીઝ પાછો આવી જાને..."

"ના હું નહિ આવું..."

"મારે તો માલવ પણ જતો રહ્યો ને તું પણ , હવે મારે રેહવું જ નથી અહીં..."

"ના તું ક્યાંય નઈ જાય..."

"તો પ્લીઝ આવી જા ને....."

શાહિદ ને પણ મનમાં ઘણું લાગી આવતું કે સોની આટલી ઉદાસ છે તો એની સાથે વાત કરે એટલે અંતે એના મન એ એને એની પાસે જવા કહ્યું. શાહિદ પોતાની સીટ પર થી ઉભો થઇ પાછલી સીટ માં સોની ની બાજુ વાળી સીટ પર જઈને બેઠો. સોની ની આંખો માં પાણી આવી ગયું હતું. શાહિદ સાથે નું વિરહ એની આંખો માં ઝરી આવતું હતું.

"બસ આવી ગયો.. હવે એક સ્માઈલ તો કરી દે.."

સોની એ ચહેરા પર હળવા સ્મિત સાથે શાહિદ સામે જોયું. આંખ માં અશ્રુ ને ચેહરા પર સ્મિત માં સોની ખુબ જ નાજુક ને શાહિદ ના પ્રેમ માટે તરસી રહી હતી. સોની ને આમ જોઈ શાહિદ પણ ભાવુક બની ને એને સાંત્વન આપી રહ્યો હતો. જે થયું એ એક ખરાબ સપનું સમજી ભૂલી ને આગળ વધીએ એમ કહી શાહિદ સમજાવી રહ્યો હતો.

બસ શાહિદ ના સ્ટેન્ડ એ પહોંચી , આજે તો શાહિદ ને ઉતારવાનું મન પણ થતું ન હતું. એને તો બસ સોની પાસે જ રેહવું હતું જ્યાં સુધી એ પછી હસતી ખીલતી ના થઇ જાય. મન પર પત્થર રાખી શાહિદ બસ ના પાછળ ના દરવાજે થી નીચે ઉતર્યો.

ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા. શાહિદ અને સોની ફરી થી પોતાના જુના અંદાજ માં આવવા લાગ્યા , બંને ના ચહેરા પર ફરીવાર ખુશી નું મોજું ફરી વળ્યું. થોડા દિવસો માં વાતો દરમ્યાન શાહિદ ક્યારેક "મિસ યુ, લાઈક યુ " કહી દેતો.. પણ સોની શાહિદ ને "વોટ??" કહેતી તો શાહિદ કહેતો ભૂલથી આવી ગયો મેસેજ. એમ કરતા કરતા એક દિવસ ચેટ માં મોડી રાતના શાહિદ એ સોની સાથે આ ટોપિક પર વાત વધારી.

"સોની આપણે આટલા સમય થી એક બીજા ને ઓળખીએ છીયે, એક બીજા ની કરીયે છીયે તો શું આપણે ફક્ત ફ્રેન્ડ જ છીયે?"

"ના શાહિદ આપણે ફ્રેન્ડ નથી એથી વિશેષ છીયે. તું મારી કેર કરે, હું ઘરે ના પહોંચું ત્યાં સુધી હવે તો તું જમતો પણ નથી. એ ખાલી ફ્રેન્ડ માટે કોઈ ન કરે."

"તો શું તું મને લાઈક કરે છે?"

"પહેલા તું કે શાહિદ તું મને લાઈક કરે છે?"

"હા, કરું છું. ક્યારેક કોશિસ કરતો મેસેજ માં કહેવાની પણ તું વોટ?? કહેતી તો હું ડરી જતો કે તને ખોટું લાગી જશે તો, એમ વિચારી ને ના કહેતો.. અને તું?"

"હા, હું પણ તને લાઈક કરું છું... તને મેં જયારે પહેલીવાર નંબર આપ્યો ત્યાર થી જ કરવા લાગી તી પણ , માલવ મારા જીવન માં હતો ત્યાં સુધી હું આ સંબંધ ને કઈ નામ આપવા નહોતી માંગતી..."

"ડુ યુ લવ મી?...."

"તને લાઈક કરું છું, તારી સાથે વાતો કરવી , ઓફીસ સાથે જવું ગમે છે. પણ આ પ્રેમ છે એવું મને ખબર નથી. હજી આ વિશે હું સ્યોર નથી..."

"ઓકે સોની... તું મારી જેટલી કેર કરે છે એ મારા માટે ઘણું છે..."

આમ જ આગળ દિવસો વીતવા લાગ્યા. અને સોની અને શાહિદ બને એટલો સમય વધુ ને વધુ વાતો કરી એકબીજા ની નજીક આવવા લાગ્યા.

એક દિવસ શનિવાર હતો , સોની ને પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો અને સમય ખુબ ઓછો બાકી હતો. સોની ને દિનેશ ચડીમલ એ ઓફીસ આવવા કહ્યું. સોની સવારે ૧૧:૦૦ વાગે ઓફીસ પહોંચી. સોની ઓફીસ પહોંચી તો ઓફિસ એ કોઈ ન હતું. દિનેશ ચંદીમલ સોની ઓફીસ પહોંચ્યા ના થોડા સમય બાદ આવ્યો. એની પાસે ડેવલપમેન્ટ સેન્ટર ની ચાવી હતી. એને Java નું ડેવલોપમેન્ટ સેન્ટર ખોલ્યું. સોની એના PC પર અને દિનેશ ચંદીમલ એની જગ્યા એ ગોઠવાયો. સોની ને થોડી બીક લાગી રહી હતી. એને ફોન કાઢી ને શાહિદ ને મેસેજ કર્યો.

"હેલ્લો, શું કરે છે? હું આજે ઓફીસ આવી છું.."

"હાય સોની, બસ જો આરામ કરું છું. કેમ આજે ઓફીસ?"

"આ ખડુશ છે ને એને બોલાવી છે, ફોન કરી ને..."

"ઓહ દિનેશ ચંદીમલ સર ની વાત કરે છે.. કેમ બોલાવી આજે?"

"એ કેછે કે પ્રોજેક્ટ પૂરો કરવાનો છે આવતા અઠવાડિયા સુધી માં..."

"ઓહ.. તો કરો કામ બીજું શું..."

"મને ડર લાગે છે.. શાહિદ ઓફીસ માં બીજું કોઈ નથી આ ખડુશ સિવાય..."

"અરે ડર નઈ એ કઈ ના કરે. ઓફીસ માં પણ રૂલ્સ એન્ડ રેગુલેશન હોય. એને પોતાની પોસ્ટ ની પડી હશે.. એ કઈ નાઈ કરે તું કામ કર..."

થોડો સમય આમ જ વાત ચાલી પછી દિનેશ ચંદીમલ એની ડેસ્ક પર થી ઉભો થઇ ને સોની પાસે આવી ચેર લઇ ને બેઠો. સોની એનો કોડ કરી રહી હતી. દિનેશ ચંદીમલ દેખાવ માં ખડુશ હતો પણ માણસ ખુબ જ જેન્યુઅન હતો. એને સોની ને કોડ માં પડી રહેલી મુશ્કેલી દૂર કરવા મદદ કરી. પણ સ્વભાવ તો ખડુશ જ. અને જો એ ખડુશ જેમ ન રહે તો લોકો એના કન્ટ્રોલ માં ના રે એવી વિચાર ધારા ધરાવતો હતો. વાતો વાતો માં એને સોની ને ટોરન્ટ મારતા કહ્યું

"આપકી પરફ્યુમ સટ્રોન્ગ હે..."

સોની તો એના પાસે બેસવા થી જ ગભરાયેલી હતી અને ઉપર થી આવી કમેન્ટ. થોડા સમય સુધી સોની ને કોડ માં મદદ કર્યા બાદ દિનેશ ચંદીમલ ત્યાં થી બહાર ગયો. જતા ની સાથે જ સોની એ શાહિદ ને મેસેજ કર્યો.

"મારી પરફ્યુમ સટ્રોન્ગ છે...?"

શાહિદ પણ આ મેસેજ વાંચી થોડો વિચાર માં પડ્યો..

"હે? મેં તો ક્યારેય તને સ્મેલ નથી કરી."

"આ ખડુશ મને કઈ ને ગયો. હવે મારે નવી પરફ્યુમ લાવી પડશે."

"હા..હા...હા... કેમ એને વળી કેવી રીતે સ્મેલ આવી ગઈ?"

"અરે એ મારી બાજુમાં આવી ને બેઠો તો, કામ તો કરવા ના દે અને એવા એવા સોલ્યુસન આપે કે ચાલે જ નઈ. એના થી ના થયું તો ઉભો થઇ ને જતો રહ્યો.."

શાહિદ પણ સોની ની વાત માં હા ભરી રહ્યો હતો ને વોટ્સઅપ સ્માઈલી ના ઉપયોગ થી હાસ્ય પ્રગટ કરી રહ્યો હતો. એમ કરતા કરતા સાંજ પડી. સોની એ શાહિદ ને ફોન કરી ને જણાવ્યું કે આજે એને લેટ થઇ ગયું છે. શું આજે શાહિદ એને ઘરે મુકવા આવશે?, શાહિદ એ સોની ને હા પાડી અને શાહિદ ઓટો સ્ટેન્ડ પાસે જઈને સોની ની રાહ જોવા લાગ્યો. સોની આજે પહેલીવાર શાહિદ ની પાછળ ટુ વ્હીલર પર બેઠી.

શાહિદ મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે આ એ જ સોની છે જેને એન્યુઅલ પાર્ટી માં એક ફોન પણ રિસીવ ના કર્યો ને મુકવા આવવાની વાત કરી ને બેઠી પણ નહિ. પણ પોતાના મન ને માનવી એને ખરાબ સપનું માની શાહિદ ને પણ આગળ વધવું હતું. બંને જણ શહેર ના વિભિન્ન રસ્તાઓ પરથી પસાર થતા થતા સોની ના ઘર તરફ પહોંચી રહ્યા હતા. ફર્ક કઈ ખાસ ન હતો બસ આજે બસ ની બાજુ ની સીટ ની જગ્યા એ સોની શાહિદ ની પાછળ બેઠી હતી. એજ ઓફીસ ની વાતો ને એ જ વર્તન. આજે શાહિદ પેહલી વાર સોની ને મુકવા જય રહ્યો હતો એટલે સોની થોડા થોડા સમય એ રસ્તા ઓ બતાવી રહી હતી. એમ કરતા કરતા બંને સોની ના ઘર તરફ પહોંચ્યા. સોની ત્યાં રોડ પર જ ઉતરી ને શાહિદ ને હાથ હલાવી આવજે અને પહોંચી ને ફોન કરવા કહ્યું.

પહેલા તો શાહિદ ને નવાઈ લાગી કે હું આ છોકરી ને અહીં સુધી મુકવા આવ્યો અને એને તો ઘર નો દરવાજો પણ ન બતાવ્યો. પણ પછી એમ જ મન વાળ્યું કે આમાં પણ એની કોઈ મજબૂરી રહી હશે. શાહિદ ત્યાં થી રવાના થઇ ને રૂમ એ પહોંચ્યો.

આમ જ દિવસો વીતતા ગયા હવે તો સોની પણ શાહિદ ને અઠવાડિયા માં એકાદ વાર મુકવા લઇ જતી. જેથી શહેર ની ખુલ્લી હવા અને સાંજ ની અનોખી રોનક માં એને શાહિદ સાથે એક લોન્ગ ડ્રાઇવ મળી જતી. ક્યારેક પાણી પુરી ની લારી એ તો ક્યારેક ફ્રેન્કકી તો પછી ક્યારેક દાબેલી તો ક્યારેક આઈસ્ક્રીમ. બંને હવે એક બીજા સાથે વધુ નજીક આવવા લાગ્યા.

શાહિદ સોની ને એક દિવસ આજ રીતે મુકવા જય રહ્યો હતો. એરપોર્ટ નજીક ના વિસ્તાર માં હરિયાળી હોવાથી ઠંડી વર્તાઈ રહી હતી. ઉનાળા માં આવી ઠંડક એક અલગ જ એહસાસ ને જન્મ આપે. સોની સાથે પણ કઈંક આવું જ થઇ રહ્યું હતું. સોની શાહિદ ની એકદમ અડોઅડ બેસી ને પોતાના બંને હાથ શાહિદ ના બંને હાથ વચ્ચે નાખી ને શાહિદ ની છાતી પર બાંધી દીધા. એકદમ ટાઈટ હગ સાથે એને પોતાનો ચહેરો શાહિદ ના ડાબી તરફ ના ખભા પર રાખ્યો. શાહિદ તો ડ્રાઇવ કરતા કરતા સોની નું આ વર્તન અનુભવી રહ્યો હતો. એક અલગ જ એહસાસ કદાચ સબ્દો માં એ વર્ણવવું ખુબ મુશ્કેલ છે. સોની એ પોતાના લજામની ના છોડ જેવા એ કોમળ હોઠ થી શાહિદ ના ગાલ ને ચૂમી લીધૂ. અને શાહિદ પાછું ફરી ને જોવા જતા જ સોની પોતાની બંને આંખો બંધ કરી લીધી. શાહિદ નું મન તો થઇ રહ્યું હતું કે ટુ વ્હીલર સાઈડ માં રાખી સોની ને હુગ કરી લે. પણ એને એ યોગ્ય ન લાગ્યું. ત્યાં જ એકદમ ઝીણા અવાજ માં એને "આઈ લવ યુ.." સંભળાયું શાહિદ ખુબ જ ખુશ થઇ ગયો સોની એ આજે પેહલી વાર એને આટલો નજીક આવવાનો મોકો આપ્યો. એ ગાલ પર પેહલી કિસ , કોમળ હાથો વડે પોતાની બાહો માં ભરી ને સોની એ આજે શાહિદ ને સાતમા આસમાને પહોંચાડી દીધો હતો. અને સોના માં સુગંધ ભળે એ રીતે એ રોમેન્ટિક વાતાવરણ માં શાહિદ ને સોની નો પ્રપોઝ નો આ અંદાજ ખુબ જ ગમ્યો. ક્યારેક ગુલાબ ના એ લાલ ફુલ કરતા પણ વધુ એના એ કોમળ હોઠ નો પહેલો સ્પર્શ શાહિદ ને એનો દીવાનો બનાવી ગયો. થોડી વાર મૌન સ્થપાઈ ગયું. જાણે બધું સુમસાન હોય ને એ રસ્તા પર શાહિદ અને સોની જ હોય એવું અનુભવાઈ રહ્યું હતું. થોડા સમય બાદ શાહિદ એ સોની ને "લવ યુ ટૂ..." કહ્યું. અને એના એ સ્પર્શ અને સ્પેસિઅલ હગ માટે સોની ને ખુબ જ દિલ થી આભાર વ્યક્ત કર્યો. સોની નું ઘર આવ્યું એને મૂકી શાહિદ એક નવી જ ઉર્જા સાથે આજે રૂમ એ પરત ફર્યો.

***