Pagal Chhokari - 2 in Gujarati Love Stories by PARESH MAKWANA books and stories PDF | પાગલ છોકરી.. ભાગ-2

Featured Books
Categories
Share

પાગલ છોકરી.. ભાગ-2

પાગલ છોકરી

ભાગ 2

આગલા ભાગમાં આપણે જોયું કે વીર એનાં ફ્રેન્ડની ખબર અંતર પૂછવા સંજીવની હોસ્પિટલ આવે છે અને ત્યાં એ એક પાગલ છોકરી જુએ છે જે એની પ્રેમિકા દિયા હતી..,એને દિયા સાથેની પહેલી મુલાકાતો કેટલીક ક્ષણો યાદ આવે છે.. હવે આગળ..

બે દિવસ પછી લાઈબ્રેરી માં અમે ફરી મળ્યા..આમ તો હુ સાહિત્ય નો વિદ્યાર્થી હતો..એટ્લે લાઈબ્રેરી સાથે મારો ખાસ નાતો હતો.

હુ જઇને દિયા ની પાસે બેસી ગયો ધીમે થી કહ્યુ..હાય.. દિયા..એણે હાથ હલાવી..હાય કર્યુ અને..ફરી પાછી વાંચવામાં મગ્ન થઇ ગઇ..અને હુ એને જોવામાં મગ્ન થઇ ગયો.. થોડીવાર પછી એનું ધ્યાન મારા પર ગયુ..

દિયા : શુ જુએ..છે...?

બસ..,તને..

દિયા : આ લાઈબ્રેરી છે..

આઈ નો..

દિયા : શાંતિ થી વાંચવા દે...

શુ વાંચે છે..?

દિયા : કવિતાઓ..વિરેન શાહ ની..

એ કોણ છે..?

હુ જાણતો હતો કે એ કોણ છે છતાં મે...એને પુછ્યું..

દિયા : શહેરના જાણીતા કવિ છે..દર મંગળવાર ની પૂર્તિમાં એની એકાદ કવિતા તો આવે જ છે.. જે મને બહુજ ગમે છે. દર વખતે સ્પેશિયલિ હુ એની કવિતાઓ વાંચું છું.

તેં ક્યારેય એને જોયો છે..?

દિયા : ના પણ, એટલી ખબર છે કે રાજકોટમાં જ ક્યાંક રહે છે. આપણાં જ એરિયામાં..

હુ પોતે જ વિરેન શાહ છું એ આખું શહેર જાણતું હતુ..તો પછી દિયા કેમ મને નથી ઓળખતી..શુ એ આ શહેરમાં નવી છે..

શુ તું નવી આવી છો રાજકોટમાં ?

દિયા : હા એક મહિના પહેલાં જ હુ મુંબઈ થી આવી છું..આમતો, હુ રાજકોટ ની જ છું પણ પાંચેક વર્ષ પહેલા હુ ભાઈ ભાભી સાથે મુંબઈ રહેવા ચાલી ગઈ હતી..

તો તારા ભાઈ ભાભી..?

ત્યાં એક માણસ અમને ખીજાયો..બહાર જઇને વાતો કરો.. અને અમારી વાતોમાં વિરામ પડ્યો..

થોડી વાર પછી અમે એક કાફે માં મળ્યા અને લાઈબ્રેરી માં અધુરી રહેલી વાતો ફરી શરુ કરી.

તો દિયા તારા ભાઈ ભાભી..શુ એ એકલા રહે છે..?

દિયા : હા, મમ્મીપપ્પા ના ગયા પછી એ એની જીંદગી માં ખૂબ જ વ્યસ્ત થઈ ગયા અત્યારે એ મુંબઈમાં જ રહે છે..મારે મારી લાઈફ આઝાદી થી જીવવી હતી એટ્લે એમને છોડી ને આવતી રહી અહિ રાજકોટ.

એટલી બધી ય આઝાદી સારી નહીં કે કોઈ પોતાનુ જ ના રહે..

દિયા : (થોડા ગુસ્સા માં) મે એમને નથી છોડ્યા એમણે મને છોડી હતી..જ્યારે હુ સાવ એકલી હતી..ચાલ છોડ એ બધુ તુ બતાવ તારા વિશે.

મારુ નામ તો તને ખબર જ છે વીર..વિરેન શાહ..

દિયા : ના હોઇ શકે..?હુ ના માની શકુ..? કે તુ વિરેન છે..?

દિયા આ શહેર ના કોઈ ને પણ પૂછી લે..કહી કે હું જ વિરેન શાહ છું.

દિયા : કોઈ પ્રુફ તો હશે ને..?

તો તારે પ્રુફ જોઈએ છે એમ..તો આપી દવ તને પ્રુફ પણ.. અને મે એની સામે મારા બધાં જ પ્રુફ મુકી દીધા

દિયા આ રહ્યુ મારુ કૉલેજ આઈ ડી..,આ રહ્યુ મારુ આધાર કાર્ડ, આ રહ્યુ ડ્રાઇવિંગ લાયસન્સ..બોલ બીજા કેટલા પ્રુફ જોઈએ છે તારે..

દિયા : અનબિલિવેબલ..તુ જ વિરેન શાહ છો તો અત્યાર સુધી બોલ્યો કેમ નહીં..

બસ.., હુ સામે થી ન્હોતો કહેવા માંગતો..

દિયા : ઓકે..તો મિ. વિરેન મને તારી કવિતાઓ ની બુક આપીશ..?

હા.., લઇ જાજે ગમે ત્યારે..

એ પછી તો રોજે રોજ કોઈ ના કોઈ બહાને અમારું મળવાનું થયું ધીરે ધીરે અમે નજીક આવતાં ગયા અને જેમ જેમ નજીક આવ્યાં એમ પ્રેમ થતો ગયો.. હુ પ્રેમમાં પડ્યો એટ્લે જાણે મારી તો દુનિયા જ બદલાઇ ગઇ 14 ફેબ્રુઆરી એટ્લે કે વેલેન્ટાઈન દિવસ ના દિવસે અમે બન્ને એક થઇ ગયા.. પછી તો પ્રેમ જ પ્રેમ હતો અમારી લાઈફમાં.. બહુ જલ્દી જ અમે લગ્ન કરવાનાં હતાં કે ત્યાં એક દિવસ દિયા ગાયબ થઇ ગઇ મે એને ઘણી શોધી, મુંબઈ પણ ગયો પણ ત્યાં એનાં ભાઈ એ કહ્યુ કે દિયા તો રાજકોટ જ છે. અહિ આવી જ નથી. રાજકોટ આવી હુ એની દરેક ફ્રેન્ડ્સ ને મળ્યો પણ દરેક પાસે થી એક જ જવાબ મળ્યો દિયા હમેશા માટે મુંબઈ જતી રહી છે. અને એની ખાસ ફ્રેન્ડ નિશા એ તો મને એક ચીઠી પણ આપી જેમાં લખેલું હતુ કે વીર આપણી વચ્ચે જે કાઈ પણ સંબંધ હતો એ હુ તોડી ને હંમેશા માટે મુંબઈ જાવ છું કારણ કે મારા માટે આપણાં સંબંધ થી ઇમ્પૉરટન્ટ મારુ કરિયર છે. ક્યાં સુધી હુ નર્સ બનીને રહીશ મારુ પણ સપનું છે હિરોઈન બનવાનું..જેનાં માટે હુ જાવ છું..તારી દિયા. મે એ ચીઠી ફાડી નાખી

આ ચીઠી ખોટી છે.. મારી દિયા આવુ ક્યારેય ના કરે..એ મને છોડીને નાં ક્યાંય ના જાય.. મને એમ જ લાગતું હતું કે દિયા મુંબઈ માં નહીં ક્યાંક બીજે જ છે કેમ કે હુ જાણતો હતો મારી દિયા ને..એકવખત એણે જ તો કહ્યુ હતુ..કે ' વીર હુ હમેશા નર્સ જ રહેવા માંગુ છું કેમ કે મને બીમાર લોકોની સેવા કરવી ખૂબ જ ગમે છે જયાં સુધી હુ જીવતી રહીશ ત્યાં સુધી હુ એ લોકોની સેવા કરતી રહીશ.. '

અચાનક જ બે આધેડ વયની નર્સો બરાડા પાડતી લોબીમાં આવી..અને હુ વર્તમાનમાં પાછો ફર્યો દિયા પાસે જઇ એણે એને પરાણે ઊભી કરી ' તને અમે આખી હોસ્પિટલમાં શોધીએ છીએ અને તુ અહિયાં બેઠી છે..ચાલ ' અને પરાણે બન્ને દિયાને ખેંચી ખેંચી ને અંદર લઇ જવા લાગી. બાજુ મા બેઠેલા એક કાકાએ કહ્યુ કે પાગલ છે બિચારી..એનાં મોઢે આ પાગલ શબ્દ સાંભળતા જ હુ એમની (નર્સો ની) પાછળ ગયો.. પણ ત્યાં સુધીમાં તો એ બન્ને દિયા ને લઇને એક દરવાજામાં ચાલી ગઇ અને દરવાજો અંદર થી બંધ થઇ ગયો. એ રૂમની એક જરાક ખુલી રહેલી બારીએ થી મે અંદર જોવાનો પ્રયત્ન કર્યો દિયા ને જબરદસ્તી પલંગ પર સુવાડી બન્ને નર્સે એનાં હાથ પગ પકડી રાખ્યા મારી નજર એક ખૂણા પર ગઇ જયાં એક પચાસેક વર્ષ નો એક ડૉક્ટર ઈંજેકસન ભરી રહ્યો હતો ઇન્જેક્શન ભરી એ દિયા પાસે આવ્યો અને હળવે હાથે દિયાનાં હાથ પર ઈંજેકસન મારી દીધું અને એ સાથે જ દિયા બેભાન થઇ ગઇ કોણ છે આ માણસ અને મારી દિયા ને શુ થયુ એ તો એકદમ નોર્મલ હતી અચાનક એ માણસે ચહેરા પરથી માસ્ક કાઢ્યું..અને ચહેરો જોતાં જ હુ ચોકી ગયો એ એજ ઓડી કારવાળો માણસ હતો જેણે દિયા સાથે રસ્તા વચ્ચે બત્તમિજી કરી હતી અને દિયાએ એને બધાની વચ્ચે થપ્પડ મારી હતી. એક જ પળમાં મને આ આખુ પ્રકરણ સમજાઈ ગયું ઓહ માય ગોડ..શુ આ માણસ દિયા સાથે એ થપ્પડ નો બદલો લઇ રહ્યો છે..?, દિયા અહિં પોહચી કેવી રીતે..? મારા મનમાં જાણે સવાલો નું યુદ્ધ છેડાયુ.. હુ અનેક વિચારો માં ડૂબેલો હતો ને ત્યાં જ મારા ખભા પર કોઈનો હાથ પડ્યો..

ક્રમશ: