17. ફાર્મ હાઉસ...
સંજનો સમય હતો. આછા વાદળોમાથી ચળાઈને આવતા સૂર્યના કિરણોએ હાઇવેના ખેતરોમાં સોનુ પથર્યું હતું. ટેક્સી હવાની જેમ વડોદરા - અમદાવાદ હાઇવે ઉપર જતી હતી. શાંત વાતાવરણમાં પ્રદીપ અને પૃથ્વીના મન પણ શાંત થયા હતા.
"પૃથ્વી યાર અમદાવાદ ગાંધીનગર હાઇવે ઉપર આપણે આવ્યા તો છીએ પણ મળશે શુ ? કોઈ ચોક્કસ એડ્રેસ તો છે જ નહીં ને !"
"પ્રદીપ અહીં સુધી જે આપણને લાવ્યું છે એ આગળ પણ રસ્તો બતાવશે"
પૃથ્વીએ જોયું આગળ એક હોટલ હતી. એણે ટેક્સીની ગતિ ધીમી કરી બ્રેક લગાવી.
"ચલ ચા સિગરેટ થઈ જાય સવારની હજુ ચા નથી રેડી "
હોટેલ આગળ ગામડાનું વાતાવરણ હતું. ખાટલા ઉપર કેટલાક લોકો બેઠા હતા . પાસે એક ઘોડી બાંધેલી હતી.
"શુ શાનદાર ઘોડી છે યાર!" પૃથ્વીએ ખાટલા ઉપર બેસતા કહ્યું...
પોતાની ઘોડીના વખાણ સાંભળી એક આધેડ મુછો પર હાથ ફેરવી બોલ્યો " યો ઘોડી દો લાખ મેં લીધી સે"
પ્રદીપ વેઇટરને ઓર્ડર આપવા ગયો.
"પણ ઘોડી તો રાજસ્થાન મેં ચોખી મિલે ની ? " પૃથ્વીને તૂટી ફૂટી ભાષા આવડતી હતી.
"મેં રાજસ્થાન રા પણ રિઉ હું અમદાવાદ મેં ઓ મારા છોરાને શોખ ઘણો ઘોડીઓ રો. અટે ચાર કિલોમીટર અળગે એક અસ્તબલમે ચોખા ઘોડા મિલે " પેલા કાકાએ કહ્યું.
"કટીને?"
"યો હાઇવે ઉપર આગે રણજીતસિંહ કરીને એક મીનખ હે. ઉના સ્તબલમે એકુ એક ઘોડા મિલે..."
પ્રદીપ અને વેઈટર આવ્યા.
"પૃથ્વી લાગતું નથી અહીં કાઈ હાથ લાગે ....."
"તું ફિકર છોડ દોસ્ત મેં કહ્યું ને આગળ પણ એજ રસ્તો બતાવશે...."
પ્રદીપ કાઈ બોલ્યા વગર ચા પુરી કરી એક સિગરેટ સળગાવી ટેક્સી તરફ ચાલવા લાગ્યો...
"અશ્વગૃહ એક ફાર્મ હાઉસ છે પ્રદીપ " બિલ ચૂકવીને આવતા પૃથ્વીએ પાછળથી કહ્યું.
પ્રદીપ અટકી ગયો. પાછળ ફરીને એ બોલ્યો, "તને શું ખબર?"
"આ ઘોડી દેખી ને તે ? એ કાકા આ ઘોડી અહીં ચારેક કિલોમીટર દૂરના એક ફાર્મ હાઉસ પરથી લાવ્યા છે " પૃથ્વીના ચહેરા ઉપર એક આછી ચમક હતી.
"તો હવે શુ પ્રોબ્લેમ છે ?" પ્રદીપે હસીને કહ્યું અને ટેક્સીમાં ગોઠવાઈ ગયો...
"બસ ફાર્મ હાઉસ પહોંચીએ એટલી જ વાર ...." કહી પૃથ્વીએ ટેક્સી મારી મૂકી.
ચાર કિલોમીટર નું અંતર કાપતા ટેક્સીને જાજો સમય નહોતો લાગ્યો. અશ્વગૃહ નું બોર્ડ જોઈ પૃથ્વીએ બ્રેક લગાવી નીચે ઉતરી એ ગેટ તરફ ચાલવા લાગ્યો.
"તું ખોટી દિશામાં જાય છે "
"અરે યાર આ બોર્ડ ઉપર અશ્વગૃહ લખેલું તો છે."
"હા પણ સામે જો...." પ્રદીપે સામેના એક ફાર્મ હાઉસ તરફ આંગળી ચીંધી.
સામેના ફાર્મ હાઉસમા એક માળનું એક પાક્કું મકાન હતું. એની ફરતે એક દીવાલ હતી. એ દીવાલ ની બહાર એક યેલ્લો ટેક્સી પાર્ક કરેલી હતી.
"પૃથ્વી મારુ મન કહે છે આ ટેક્સી અને ફાર્મ હાઉસની ટેક્સી વચ્ચે કોઈ તો સંબંધ છે જ..."
"યુ આર રાઈટ પણ તારું ધ્યાન ત્યાં કઇ રીતે ગયું...?"
"મને થયું બસ એક વાર પાછળ જોઈ લઉ અને જોયું તો ટેક્સી નજરે ચડી..."
"પ્રદીપ ત્યાં શુ હશે અને ત્યાં કોણ હશે એ આપણે જાણતા નથી. ઇવન ત્યાં કેટલા માણસો હશે એ પણ નથી જાણતા આપણે "
"હા અને આપણે બે જ છીએ એમાં પણ હું તો ખાલી હાથ."
"એટલે એક પ્લાન છે પ્રદીપ "
"કેવો પ્લાન ?"
"હું ટેક્સી અંદર લઈને તને પેલી દીવાલ પાસે ઉતારી દઈશ. તું ત્યાં છુપાઈ જજે હું ટેક્સી છેક અંદર લઇ જઈશ. જો ત્યાં કોઈ એજન્ટ એ ના માણસો હશે તો એ બધા ટેક્સીને ઓળખતા હશે. પણ ટેક્સીમાં અરુણ બબરીયા ને બદલે હું નિકલીશ એટલે મને એ લોકો ફ્રીજ કરશે "
"તો પછી શું કરીશ?"
"હું એમના થી વાત કરીશ."
"એ બધા તારા સગા થાય છે કે વાત કરશે ? બબરીયાની ટેક્સી તું લઈ જાય તો એ લોકો તો એમ જ સમજશે કે બબરીયાને મારીને તે આ ટેક્સી લીધી છે . એ લોકો તને ગોળીઓથી છન્ની કરી દેશે..."
"પણ પ્રદીપ ત્યાં એજન્ટ એ ના માણસો છે કે નહીં એ શું ખાતરી ? આપણે એમના ઉપર સીધો જ હુમલો કરીએ અને જો એ કોઈ સામાન્ય માણસો હોય તો ?"
"તો પ્લાન એ જ રહેશે પણ તારી જગ્યાએ હું અને મારી જગ્યાએ તું...."
"પ્રદીપ એમા રિસ્ક છે હું તને નહિ જાવા દઉં હું પોલીસમાં છું એ બધી મારી જવાબદારી છે...."
"આલિયા ને મેં ખોઈ છે પૃથ્વી..... એના વગર હું જીવતી લાસ બનીને જ જીવું છું "
"પ્રદીપ." પૃથ્વીને પ્રદીપની આંખમાં તરવરતું પાણી સપસ્ટ દેખાયું...
"પ્લીઝ દોસ્ત... તને મારી કસમ ... અને મને વિશ્વાસ છે તું મારા પપ્પાનું ધ્યાન રાખીશ..." પ્રદીપના અવાજ માં એકાએક વેદના છલકવા લાગી.
પૃથ્વી કશું બોલી શક્યો નહીં એણે ટેક્સીના ટાયર ઉપર એક લાત ઝીંકી અને પ્રદીપ સામે જોયું પછી એને ભેટી પડ્યો....
"એક હાફ હાફ થઈ જાય ?" પ્રદીપે હસીને કહ્યું...
પૃથ્વીએ સિગરેટ નીકાળી ને સળગાવી અરધી પી ને પ્રદીપને આપી, " તું ગજબ છો પ્રદીપ."
પ્રદીપ હસ્તો હસ્તો ટેક્સીમાં બેસી ગયો.ટેક્સી સ્ટાર્ટ કરી પૃથ્વી પાછળ ગોઠવાયો... ટેક્સી દીવાલ પાસે ધીમી કરતા જ પૃથ્વી કૂદીને દીવાલ પાછળ છુપાઈ ગયો. પ્રદીપે ટેક્સી છેક અંદર લીધી... ટેક્સી નો અવાજ સાંભળી એક માણસ બહાર આવ્યો..
"અરુણ તું આ ટાઈમે....."
પ્રદીપ ટેક્સીમાંથી બહાર નીકળ્યો કે પેલો માણસ બોલતો અટકી ગયો.. એણે તરત પોતાના જીન્સની ગરડલ માંથી ગન નીકાળી પ્રદીપ સામે ધરી દીધી.....
"ડોન્ટ મૂવ હેન્ડસ અપ"
પ્રદીપ અટકી ગયો. એણે પોતાના બંને હાથ ઊંચા કરી દીધા.
આ બધું થયું એટલામાં પૃથ્વી ચક્કર લગાવીને દીવાલ કૂદીને બાથરૂમ પાછળ ગોઠવાઈ ગયો હતો.
"આ ટેક્સી ક્યાંથી મળી ? અરુણ બબરીયા ક્યાં છે ? અને તું કોનો માણસ છે ?"
"હું કોઈનો માણસ નથી. અરુણ બબરીયાની કોઈએ હત્યા કરી છે." પ્રદીપે કહ્યું.
"હત્યા ? તું કોણ છે ?" પેલા માણસનો ચહેરો કડક થઇ ગયો. એણે રિવોલ્વલની પકડ મજબૂત કરી.
"હું....."
પ્રદીપ આગળ બોલે એ પહેલાં જ એક બીજો માણસ રૂમમાથી બહાર આવ્યો.
"આ રેડ્ડીનો માણસ છે તું એની સાથે વાત શુ કામ કરે છે વિજય ? ઠોક સાલાને ...." કહી એણે ગન નીકાળી સેફટી કેચ હટાવી.
"એક મિનિટ....."
વિજય અને એના સથીદારની નજર બાથરૂમ તરફથી આવેલા અવાજ તરફ ગઈ.
"એને ઉડાવતા પહેલા મારુ નિશાન જોઈ લે..... ટેક્સીનું પાછળનું ટાયર "
વિજય અને એના સાથીદારે ટેક્સીના પાછળના ટાયર તરફ નજર કરી એ પહેલાં તો એક બુલેટ બાથરૂમ તરફથી આવીને ટાયરમાં ઉતરી ગઈ હતી. એક મોટા ધડાકા સાથે ટાયર ફૂટ્યું...
ધડાકો સાંભળીને અંદરના એક રૂમનો દરવાજો ખુલ્યો અને ચાર જણ બહાર દોડી આવ્યા....
"પ્રદીપ....." એજ મીઠો અવાજ.
પ્રદીપને એની આંખો ઉપર ભરોસો નહોતો થતો. એને આલિયા ઘણી વાર દેખાતી પણ આજે આલિયા સાથે કોકિલાબેન અને આર્યન પણ હતા....
"આલિયા...." પ્રદીપ બસ એટલું જ બોલી શક્યો.
વિજય , એનો સાથીદાર અને આલિયા સાથે બહાર આવેલો ત્રીજો માણસ કાઈ સમજી નહોતા શકતા.
"વિજય તમારી ગન નીચે કરો." આલિયા એ કહ્યું, " આ પ્રદીપ છે...."
આ બધું સાંભળી પૃથ્વી પણ બહાર આવ્યો.
"આલિયા આ બધું શુ છે ? તું અહીં કઈ રીતે ? તું જીવે છે અને મને કહ્યું પણ નહીં ?" પ્રદીપની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું.
"હું ...." આલિયા ડુસકા ભરતી રડવા લાગી. એ આંખો લૂછીને કાઈ બોલે એ પહેલાં તો ફાર્મ હાઉસમાં બે ગાડી આવી પહોંચી. ગાડીમાં આવનારા લોકો કોણ છે અને કેમ આવ્યા છે એ બધું કાઈ સમજાય એ પહેલાં તો આવનાર માણસોએ ગોળીઓનો વરસાદ કરી દીધો.
વિજય અને એના સાથીદાર તરત આલિયાને લઈને રૂમમા ધસી ગયા. પૃથ્વીએ દીવાલ પાસે પોઝીશન લઈ લીધી. પ્રદીપ પાસે ટેક્સીની બોન્ટ સિવાય કોઈ જગ્યા નહોતી એટલે એ ત્યાં જ બોન્ટની પાછળ ગોઠવાઈ ગયો.
ખરાખરીનો ખેલ શરૂ થઈ ગયો. હમણાં જ પ્રદીપ મોતના મુખથી બચ્યો હતો. એને હમણાં જ તો આલિયા મળી હતી. અને એટલામાં બધાનો જીવ તાળવે આવી ગયો. બે ગાડીઓમાં કુલ આઠ માણસો હથિયાર સાથે આવ્યા હતા.
"તમે કોઈ બહાર ન આવતા..." વિજયે કોકિલાબેન ને કહ્યું એટલામાં તો આલિયા એ ચીસ પાડી
વિજયના પેટના એક પડખામાંથી લોહીની ધાર વહેતી હતી. પણ એ મજબૂત માણસ હતો.
"કમોન મૂવ." ગન નીકાળી વિજયે એના સાથીદારોને કહ્યું.
એકે અંદરથી દરવાજો બંધ કરી દીધો પછી ત્રણેય પાછળના દરવાજેથી બહાર નીકળી ગયા. વિજયે ઈશારો કરી પેલા બે ને મકાનની બીજી તરફ જવા કહ્યું અને પોતે પૃથ્વી તરફ ધસી ગયો.
વિજય પહોંચ્યો ત્યા સુધી પૃથ્વીની બુલેટ આઠ માંથી બે માથા ફોડી ચુકી હતી. પણ હવે એની મેગજીન પુરી થઈ ગઈ હતી. પેલા હુમલાખોરોને મકાન ફરતે કરેલી દિવાલનો ફાયદો મળતો હતો એટલે પૃથ્વીની ત્રણ ગોળી ખાલી ગઈ હતી.
પૃથ્વીએ વિજય તરફ જોઈ ગન હલાવી. વિજય સમજી ગયો એણે એક મેગજીન પૃથ્વી તરફ ફેંક્યું.
મકાનની બીજી તરફ ધડાધડ ગોળીઓ છૂટતી હતી. પ્રદીપે જોયુ તો દીવાલ પાસે ઉભેલા એક હુમલાખોરની ચીસ એ અવાજ સાથે ભળી અને એ ઢગલો થઈને જમીન ઉપર પડ્યો. વિજય ના સાથી એ તરફથી ગોળીઓ જીંકતા હતા.
પ્રદીપ પાસે ગન નહોતી ન એને ગન ચલાવતા આવડતું હતું. એ બોનટ આગળ છુપાઈને બેઠો હતો. હુમલાખોરો પણ કદાચ એ વાત સમજી ગયા હતા એટલે ટેક્સી ઉપર ગોળીઓ છોડવા લાગ્યા હતા.
પૃથ્વીએ જોયું ટેક્સી પાછળના ભાગથી ગોળીઓથી છન્ની થઈ ગઈ હતી. પૃથ્વીને લાગ્યું એક ગોળી ગેસોલિન ટેન્ક ઉપર વાગશે તો પ્રદીપ માર્યો જશે. પૃથ્વીએ દાંત ભીંસીને વિજય ને ઈશારો કર્યો.
"ગીવ મી કવર ફાયર.."
વિજયે ઇશારામા હા કહી એક અજીબ અવાજ નીકાળ્યો.
પૃથ્વી દીવાલ છોડી એની ગન રમાડતો ટેક્સી તરફ ધસ્યો. વિજય એને કવર કરતો હતો.
"પ્રદીપ મૂવ.."
પ્રદીપ તરત જ વિજય તરફ ભાગ્યો. વિજયનો અવાજ સાંભળી બીજી તરફ એના સાથીઓ પણ કવર ફાયર કરતા હતા. પણ પૃથ્વીની મેગજીન ફરી પુરી થઈ ગઈ. એ કૂદીને દીવાલ પાછળ પડ્યો. ફરી ઉભા થઈને ચાલવા ગયો પણ એ ફસડાઈ પડ્યો એના પગમા એક ગોળી ઘુસી ગઈ હતી. પ્રદીપે એને દિવાલના ટેકે બેસાડ્યો.
વિજય પણ હવે લથડતો હતો. એ તમમર આવીને જમીન ઉપર પડ્યો. એના શરીરમાંથી એક એક ટીપું લોહી વહી ગયું હતું. કોઈ ગજબની શક્તિ હોય એમ એ એટલી વાર લડી શક્યો હતો. પણ હવે એ છેલ્લા શ્વાસ લેતો હતો.
હુમલાખોર સમજી ગયા હતા કે વિજય બાજુની ફાયરિંગ બંધ થઈ ગઈ હતી એટલે એમાંથી બે માણસો દીવાલ કૂદીને અંદર ગયા. મકાન નું ચક્કર લગાવીને વિજયના માણસોને પાછળથી શૂટ કરી દીધા. રૂમનો દરવાજો તોડી આર્યનને લમણે ગન ભિડાવી કોકિલાબેન અને આલિયા ને ઈશારો કરી પાછળ આવવા કહ્યું.
વિજયે ફોન નીકળ્યો એક નમ્બર ડાયલ કર્યો સામેના છેડેથી અવાજ આવ્યો.
"એજન્ટ એ..." ખૂબ પ્રયાસ કરીને વિજય આગળ બોલ્યો " આલિયા રેડ્ડી......" પણ એનાથી વધારે બોલી શક્યો નહિ. એણે દમ તોડી દીધો. પૃથ્વી એ બહાદુર ને જોતો રહ્યો.
પ્રદીપે જોયું એક હુમલાખોર આર્યનને ગન ધરીને કોકિલાબેન અને આલિયાને ગાડી તરફ લઈ જતો હતો. પ્રદીપ રોકવા આગળ વધ્યો પણ પણ બીજા હુમલાખોરે એને શૂટ કરી દીધો ગોળી એની છાતીના પડખામાં ઘુસી પ્રદીપ ધક્કા સાથે પાછળ પછડાયો. આલિયા ચીસ પાડીને દોડી.
પૃથ્વી બધું જોર લગાવીને ઉભો થઈને ધસ્યો પણ ખાલી હાથે એ કઈ કરી શક્યો નહિ. એને પણ એક ગોળી ખભામાં ઉતરી ગઈ. પૃથ્વી પણ પ્રદીપ પાસે જઈને પટકાયો.
આલિયા પ્રદીપનું માથું ખોળામાં લઈને ચોધાર આંસુએ રડતી હતી. એના મોટા આંસુ પ્રદીપના ચહેરા ઉપર પડતા હતા. પ્રદીપની અર્ધી ખુલ્લી આંખોએ છેલ્લું દ્રશ્ય જોયું ત્યારે ફરી આલિયા એના થી દુર જતી હતી. એક હુમલાખોર એને પકડીને ઘસડીને લઇ જતો હતો.
હુમલાખોરો કોકિલાબેન, આલિયા અને આર્યનને લઈને નીકળી ગયા.
મકાનનું પ્રાંગણ લોહી થી લથબથ થયેલું હતું. પ્રદીપ અને પૃથ્વી ખૂનથી આંગણ ખરડાયેલું હતું. વિજયની બોડી પાસે તો એક લાલ ખાબોચિયું ભરાયું હતું. બીજી તરફ વિજયના સાથીઓ મરેલા પડ્યા હતા. મકાનની આગળ ચાર હુમલાખોરોની લાસ પડી હતી. એ ભયાનક સાંજ હતી.
પૃથ્વી ઘસડાઈને પ્રદીપ પાસે જતો હતો પણ એ ફસડાઈ પડતો હતો. એના પગ અને ખભા માંથી ખૂન જમીન ઉપર લીસોટા પાડતું હતું... એ પડ્યો પડ્યો " પ્રદીપ" "પ્રદીપ" ની બુમો પાડતો હતો..... દાંત ભીંસીને એ ઉભા થવા જતો હતો અને ફરી ફસડાઈ પડતો હતો. પ્રદીપ ની આંખો ઘેરાતી હતી. એ અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. એ અપશુકનિયાળ સાંજનું દ્રશ્ય કરુણ હતું. સૂરજ પણ એ જોઈ ન શકયો હોય એમ મોઢું ફેરવુંને ધીમે ધીમે ડૂબી રહ્યો હતો.
ગોળીઓના અવાજથી સામેના અશ્વગૃહ માંથી રણજીતસિંહ ચડયે ઘોડે આવ્યો. એણે દ્રશ્ય જોયું. પ્રદીપ મૂર્છિત પડ્યો હતો અને પૃથ્વી પણ બેહોશ જેવી જ હાલતમાં લોહીલુહાણ પડ્યો હતો એ કણસતો હતો. રણજીતસિંહે બધી લાસો જોઈ એ સમજી ગયો કે પૃથ્વી અને પ્રદીપ હજુ જીવતા હતા એમને બચાવી શકાય.
રણજીતસિંહે પૃથ્વી અને પ્રદીપની ઉઠાવી બહાર પાર્ક કરેલી ટેક્સીમાં બેસાડ્યા અને પોતાની ઘોડો ત્યાંજ મૂકીને ટેક્સી હોસ્પિટલ તરફ મારી મૂકી.
***
To be continue.....
વિકી ત્રિવેદી 'ઉપેક્ષિત'