CHAPTER 3
યોગરાજ મહેતાએ ઓફીસમાં અસિ.મેનેજર મી.પ્રણવ ભીંડેને જાણ કરી દીધીકે બે દિવસની બધી મીટીંગો અને મારા પ્રોગ્રામ કેન્સલ. સતનીલનાં ઘર છૉડ્યાનાં બીજાદિવસે સવારે કજારીકાનાં હોસ્પીટલમાં દાખલ કર્યા ના સમાચાર મળ્યા હતાં. પરંતું તેણે આ વાત ક્રિષ્નાને કરી નહીં. ઓફીસમાં જવાને બદલે ઘેર જ રહેવાનું નક્કી કર્યું હતુ. દસવાગ્યે ફીજીશીયન ડોકટર ફરી વીઝીટે આવ્યા હતા. ક્રિષ્ના ભાનમાં હોવા છતા કંઇ બોલી નહીં આઘાતમાં અવાચક્ની જેમ બેઠી રહી. બપોરે વિંધ્યાએ શૃંગાર સાધનોનો ત્યાગ કર્યો છે. તેવા સમાચાર મળી ગયા હતા. પણ તેણે વિંધ્યા સાથે એ બાબતની ચર્ચા કરી નહીં. બે ચાર દિવસ સુધી ક્રિષ્ના ભાનમાં હોવા છતા બસ મૌન રહી છ્ત સામે તાકી રહેતી. આઘાતમાંથી બહાર આવતી નહોતી. આમને આમ દિવસો વિતતા ગયા. પણ તબિયતમાં ફેરફાર દેખાયો નહીં. જયપુરનાં ડોક્ટરે એવું નિદાન કર્યુ કે દર્દીનું માનસ દવાની સામે નેગેટીવ રીફ્લેક્શન આપેછે.
સીરોહીમાં આર્થિક રીતે સુખીસંપન કેટ્લીક સ્ત્રીઓએ નવરાશનાં સમયમાં ભેગામળી આનંદ કરવા “બર્ડ ગ્રુપ” ની રચના કરી હતી ક્રિષ્ના પણ તે ગ્રુપનાં મંત્રીપદે હતી. ગ્રુપપાર્ટી માં ની કેટકીક સ્ત્રીઓ તેની તબિયત જોવા આવી હતી.ત્યારે કજારીકાની ઉંઘની ગોળીઓનાં ઓવરડોઝ ની વાત નીકળી હતી. ક્રિષ્ના પણ બિમાર પડી તેણી કોઇ સાથે વાત જ કરતી નહિ માત્રવાત સાંભળતી. કજારીકાએ પણ ભાનમા આવ્યાબાદ દવા વધુલઇ લેવાનું યોગ્ય કારણ આપ્યુ ન હતુ. હોસ્પીટલેથી રજા મળતા ગ્રુપપાર્ટીમાં જવાને બદલે ઘરમાંજ પુરાઇ રહેતી.અને એક દિવસ “બર્ડ્ગ્રુપ”ની મહિલા સભ્યોને ખબર પડીકે કજારીકા તો ફ્લેટ વેચીને સીરોહી છોડી કોઇને જાણ કર્યા વગરજ જતી રહીછે. આ વાત યોગરાજનાં ઘેર આવતી મહિલાસભ્યોએ ક્રિષ્નાને પણ કરી. ક્રિષ્નાનાં મ્હો પર કોઇજ ભાવ પ્રકટ ન થયા. સ્થિર,સ્થિતપ્રજ્ઞ ની જેમ સાંભળતી રહી હતી. છ મહિનામાં તો ક્રિષ્નાનું વજન પણ સારૂ એવુ ઘટી ગયુ.
એક દિવસ અષઢીબીજનાં દિવસે વિંધ્યા સાંજે નોકરીપરથી ઘેર આવી ફ્રેશ થઇ,ટીવી. ચાલુ કરીને બેઠી. સમાચારોની ચેનલમાં દીલ્હીની ઇસ્કોન આયોજિત રથયાત્રાની ક્લીપ સાથે સમાચાર આવતા હતા. રથયાત્રાનાં એક રાધારમણ મંદીરનાં ખુબજ સરસ શણગારેલ ફ્લોટને વારંવાર બતાવતા હતા. ફ્લેટમાં બેઠેલ યુવાનને જોઇ. વિંધ્યાની આંખો ચકિત થઇ ગઇ હતી. હાં ફ્લોટ નાં અગ્રભાગે બેઠેલ યુવાન સાધુ ‘ ”નીલ” જ હતો. “યેસ મય લવ નીલ.. માય નીલ.. જોરથી બબડી પણ ત્યાં સાંભળનાર કોઇ ન હતુ. ટી.વી. બંધ કર્યું દોડીને નીચે ગઇ. એક્ટીવા લઇને શરાફ બઝારનાં છેડે આવેલ “ઓસમ માર્બલ “ નામની ત્રણ માળની યોગરાજની પેઢીનાં દરવાજે પહોચી ગઇ. પાર્કીંગમાં સ્કુટર પાર્ક કરવા સીક્યુરીટી ગાર્ડને સોપ્યુ ગાર્ડ ઓળખતો હોવાથી સલામ કરી સ્કુટર તેણીની પાસેથી લઇ લીધુ. વિંધ્યા ઝડપથી લીફ્ટ્માં બેસી ત્રીજે માળે આવેલ યોગરાજની ચેમ્બરમાં ધસી ગઇ.તેને રોકવાની કોઇએ હિંમત ના કરી.યોગરાજે ઝડપથી દરવાજો ખુલતા જોઇ યોગરાજે તે તરફ જોયુ. વિંધ્યાને ઉભેલી જોઇ.હજુતો દ રવાજો ફરી બંધ થયો કે વિંધ્યાએ કહ્યું ”પપ્પાજી !” નીલ દીલ્હીમાં છે! હમણાજ રથયાત્રાનાં ફ્લોટમાં મે તેને આગળજ બેઠેલ જોયેલ છે. યેસ ઇસ્કોન ની રથયાત્રા હતી. આપણે ત્યાં જવાનું છે. ફ્લાઇટનું બુકીંગ કરાવો.” વિંધ્યા એકીશ્ર્વાસે બોલી ગઇ.યોગરાજ નાં ચહેરા પરનાં કોઇ ભાવ બદલાયા નહિ. ધીમેથી કહ્યું.
“ આવ બેસ બેટા, આપણે બેસીને શાંતિથી વાતો કરીએ.’
વિંધ્યા બેઠી. પાણી આવ્યુ અને પીધુ. વિચારતી હતી કે પુરૂષો આ રીતે કેમ વર્તી શકે? છમાસથી ભાળ વગરનાં દીકરાનાં સમાચાર સાંભળીને પણ શાંતિથી, બેઠા છે.
“મને ખબર છે. હાલ તે દીલ્હીમાં રાધારમણ આશ્રામમાં સેવક તરીકે સેવા કરેછે. !” યોગરાજે કહ્યું.”વિંધ્યાને બીજો આંચકો લાગ્યો. પપ્પાજી જાણેજ છે? મને કહ્યુ પણ નહીં ?
વિંધ્યાની આંખમાં વેધક સવાલ જોઇ ગયેલ યોગરાજે વાત ની શરૂઆત કરી.”તમે તો સ્ત્રીઓછો ને, જોર જોર થી રડી પણ લો. દુ:ખ હળવું થઇ જાય. પણ તેનો મતલબ એવો નથી કે અમારે હ્ર્દય ના હોય. તે રાત્રે તું ગયા પછી હું એકલો એકલો ખુબ રડ્યો. મારા જીવતા, મારા દીકરાને કોઇ તકલીફ ના પડે એવો નિર્ણય મે પણ કરેલો. બીજે દિવસે મે મારા અંગત માણસોને કામે લગાડ્યા. સ્ટેશન પરથી જાણ્યુ કે એક યુવાન સાધુ સીરોહી થી એસ.થ્રી ડબ્બામાં બેઠેલ. દિલ્હીની ટીકીટ કઢાવેલ છે. તેને જાણ નથાય તે રીતે મે બે મર્કરોને ગોઠવી દીધાં. દીલ્હીમાં રખડ્તો ભટકયો. તે મંદીરોમાં ફર્યો. સાજે સમાચાર મળ્યા કે તે રાધારમણ મંદીરમાં ગયોહતો. પરંતુ ત્યાંનાં આચાર્યએ તેનો અસ્વીકાર કર્યો છે. મને એકાએક આપણા ઝવેરી જાનકીદાસ યાદ આવ્યા. આમતો અમે બન્ને મિત્રો ખરાને તેથી તે ઘણીવાર દીલ્હી વેપારનાં કામે જાય ત્યારે રાધારમણ મંદીરે જવાની વાતો કરતા. અને ત્યાંનાં આચાર્ય રસગોવિંદ સાથે પણ ખુબ સારા સબંધ છે. મંદીરનાં ઘણા અલંકારોની ડીઝાઇન પણ પોતની ની શોપ માં તૈયાર થયેલી. એવી વાતો કરતા. મે બસ એક લાભ લેવાનો પ્રયત્ન કર્યો.
કહેવાયછે કે સાચી શ્રાધ્ધા હોય તો ઇશ્ર્વર પણ સામે આવે. એવુજ થયુ.જાનકીદાસને ફોન કર્યો ત્યારે તે દીલ્હીમાં અને રાધારમણ નાં મંદીરમાંજ હતા. જાનકીદાસે કહ્યું પણ ખરા “હું આચાર્યશ્રીનાં ચરણમાંજ બેઠો છું”. ત્યાર પછીની બાજી જાનકીદાસે સંભાળી લીધી. સતનીલ ને મંદીર માં સેવકની જગ્યા મળશે તો મંદીર ને સારૂએવું દાન પણ મળશે. સતનીલ ને મંદીરમાં સન્માન સાથે જગ્યા મળે તથા તેને કોઇજ તકલીફ ના પડે એવી ડીલ સાથે દર મહિને મારે, જાનકીદાસ સાથે દાન મોકલવાની એક ડીલ થઇ. ફક્ત સતનીલને ક્યારેય જાણ ન થવી જોઇએ. આખરે સ્વમાની છોકરો આવી ડીલની જાણ થતાં ત્યાં નહીં રહી શકે. હું રૂબરૂં તેની સામે જવાની હિંમત નથી કરી શક્યો. સતનીલની જાણ બહાર સમયાંતરે,મોબાઇલમાં તેનાં ફોટાઓ અને વિડિઓ ક્લીપ મને મળતી રહેછે.
‘” અને તમે એકલાજ જીવનની સંજીવની મેળવીને ખુશ રહ્યાં. મારો વિચાર ના કર્યો?’
આક્રોશ અને આક્ષેપ સભર અવાજમાં વિંધ્યા ઉતાવળે બોલી ગઇ. પરંતુ જ્યારે યોગરાજની આંખનાં આંસુ જોયા ત્યારે પોતાનાં બોલવા ઉપર ક્ષોભ થયો. વાત વાળીલેવા બોલી.
“સોરી પાપાજી આઇ મીન ટુ સે..જોકે મારે તમને આવું ન કહેવું જોઈએ.” વિંધ્યા પણ ગળગળી થઇ ગઇ.
“ તને વાત કરવાની મને એ બીક હતી કે તું તરતજ સતનીલને મળવાની હઠ પકડીશ. પરંતુ હું નથી ઇચ્છતો કે સતનીલની ઇચ્છાનો ભંગ થાય.તે તેનાં અંશત:કાલીન સાધુ જીવનમાં મસ્ત રહેવાં માંગતો હોય તો આપણી ફરજ છે. કે તેનાં લીધેલા પ્રણ ને બળ આપવું તે કઠોર તપશ્ચ્રર્યા કરતો હોય તો આપણે પણ કંઇક ભોગ આપવો પડેને.?”
વિંધ્યા વિચારતી હતી કે એક પપ્પા બાબુલાલ જૈન, દીકરીનાં સુખમાં સતત ધ્યાન આપી શકે એ માટે પત્નિનાં અવસાન બાદ, વડીલોનાં કહેવા છતા, બીજા લગ્ન ન કર્યા. સમગ્ર ધ્યાન દીકરી તરફ કેન્દ્રીત કરીને મૌન રીતે દીકરીનાં સુખની આરાધનાં કરતા હતા. દીકરીને જે પ્રવૃતિમાં સુખમળે તેમાં સાથ આપતા હતા. યોગરાજનાં કુટંબ માં હળીભળીને આનંદમાં રહેતી દીકરીને ક્યારેય અટકાવી નથી.અને એવાજ પુત્રભક્ત યોગરાજ, દીકરાનાં એક એક નિર્ણયને વધાવી લેતા.દીકરાનાં જતન માટે દીકરાની જાણ બહાર પડછાયાની જેમ માણસો ગોઠવી. સ્વ્ચ્છાએ સાધુવાસ ભોગવતા દીકરાનું જતન કરતા હતા.વિંધ્યાએ મનોમન બન્ને પિતાને વંદન કર્યા.
વિંધ્યાએ ધીમેથી પુછ્યુ ” મમ્મીને ?”
“આજે રાત્રે જમીને આપણે સાથે મળીને સમજાવીને કહેશું. “ મૌન ક્રિષ્નાનાં ઇલાજનો એક તરીકો સમજીને તેને વાત કરવાનો નિર્ણય યોગરાજે કરી લીધો. વિંધ્યા હવે ઉભી થઇ યોગરાજની રજા લઇ બહાર નીકળી. યોગરાજને છ માસ થી દબાવીને રાખેલો ભાર હળવો થયો હોય તેવું લાગતુ હતું.
રાત્રે વિંધ્યા આવી, પરંતુ બાબુલાલ પણ સાથે આવ્યા હતા. યોગરાજ સમજી ગયા હતા કે વિંધ્યાએ બાબુલાલને બધી વાત કરી દીધી છે. યોગરાજે બાબુલાલને આવકાર્યા. બાબુલાલે હસતા હસતા કહ્યું.”મહેતા’! અમેતો મારવાડી પૈસા દબાવીને રાખી શકનારા. કોઇને ખબર પણ ના પડે. પણ તમે તો દુ:ખ ને એટલી હદે દબાવીને રાખી શક્યા કે, વાતજ ના કરો, ગુજ્જુ નું ગૌરવ કહું ?કે કાઠીયાવાડી બ્રામ્હણ હ્ર્દય ની વિશાળતા કહું?
યોગરાજે ઉતર આપ્યો “બાબુલાલ!’ તમારા અવાજમાં એક મીઠી ફરીયાદ છે. હું સમજી શકું છું. સોરી તમને વાત કરવામાં થોડું મોડું કર્યું. પણ એવું છે ને કે....’
“ ઠીક છે, દીકરીનો બાપ છું માફ તો કરવાજ પડેને. “ કહેતા બાબુલાલ વાતાવરણને હળવું કરવા હસ્યા.
વિંધ્યાએ મને બધી વાત કરી. ક્રિષ્નાબેનને આપણે વાત કરીએ, કદાચ તેની બીમારી નો ઇલાજ મળે. મને થયું કે ચાલ હું પણ સાથે આવું. સાચ્ચુ કહું? આજે લાંબા સમય બાદ સતનીલનાં ગયા પછી પહેલીજ વાર દીકરીને મે મારીસાથે હસીને વાત કરતા જોઇ. ભગવાને દીકરી આપી પણ દીકરી ને બેઉ બાજુનું આટલુ સુખ જોઇ ને મને થાયછે. કે સતનીલ નાં સાડાછ વર્ષ પુરા થશે અને પરત આવશે ત્યારે દીકરીનાં લગ્ન એવા ધુમધામથી કરીશ કે આખુ મારવાડ યાદ રાખે. “ કહેતા બાબુલાલ રડીજ પડ્યા. યોગરાજે પીઠ થાબડી હિંમત આપી. થોડીવારમાં વાતાવરણ ફરી હળવું થતાં બધા ક્રિષ્નાનાં ખંડમાં ગયા પલંગની કનાર પર તકીયાને અઢેલી પંખા સામે જોતી શુન્યમનસ્ક ભાવે બેઠી હતી.
“ક્રિષ્ના!’ જોતો કોણ આવ્યુ છે ? બાબુલાલ છે,,,, વિંધ્યાનાં પપ્પા!. આપણા ભાવિ વેવાઇ “ યોગરાજ બોલ્યા ખરા પણ પ્રતિભાવ શુન્ય હતો. “બાબુલાલે બાજી સંભાળતા હોય તેમ કહ્યું “ ક્રિષ્નાજી!’ સતનીલ શું કરેછે ? ખબર છે?’
ક્રિષ્નાએ પ્રત્યુતર ન આપ્યો, અપેક્ષા એવીજ હતી, વિંધ્યાએ કહ્યું.. પપ્પાજી ફોટા.. “ એક નિર્દેશ કર્યો.
યોગરાજે મોબાઇલ કાઢ્યો ચાલું કરી ગેલેરીમાંથી સતનીલનાં, સાધુવેષનાં, રાધારમણ મંદીરનાં ફોટાઓ એક પછી એક બતાવ્યા. બાબુલાલ તેણીનાં ચહેરાનો અભ્યાસ કરતા હતા.પણ નિરાશ થયા. યોગરાજે વિડિઓ ક્લીપ કાઢીને બતાવવાનું શરૂં કર્યું.ત્રીજી ક્લીપમાં સતનીલ દારૂ જુગાર વ્યસન મુક્તિનાં કેમ્પમાં પ્રવચન આપતો બતાવ્યો હતો. પાછળનાં બેનરમાં દારૂ, સીગારેટ અને પત્તાનાં ચિત્રો છપેલ હતા. ફક્ત એ ક્લીપ બતાવતા હતા ત્યારે વિંધ્યાએ માર્ક કર્યુ કે. મમ્મીની કપાળની કરચલીઓ ફરકી. “પપ્પાજી એ ક્લીપ ફરીથી બતાઓ. મને રીએક્શન દેખાયુ.!!”
પણ બીજી અને ત્રીજી વાર બતાવીછતા કોઇ વધુ ફર્ક ના પડ્યો. યોગરાજને પરીણામ ની આશા હતી પણ વિફળ ગયા, બાબુલાલે હિંમત આપતા કહ્યું.
“ મહેતા બધા સારાવાનાં થઇ જશે, એ કંઇ બેભાન નથી, ફક્ત આઘાતમાં છે. મુંબઇનાં ન્યુરો ફીઝીશ્યન ડો. મંથર દલાલ કાલે મેડીકલ કોન્ફરસ માટે જયપુર આવવાનાં છે. જયપુર મેડીકલ કોલેજનાં ડીન સાથે મારે થોડી ઓળખાણ પણ છે. કાલે જયપુરમાં ડો. દલાલની એપોઇંટમેન્ટ લેવાનો પ્રયત્ન કરૂછું.
જયપુર કેમ્પની મુલાકાત માટેનો સમય તો ડો. દલાલ ન ફાળવી શક્યા. પરંતું, ‘ડીન’ ડૉ. દલાલ ને તેનાં કેસમાં ઓપીનીયન આપવા રાજી જરૂર કરી શક્યા. સીરોહી હોસ્પીટલનાં બધા રીપોર્ટ તથા જયપુરનાં એમ.ડી. ડૉ. તાજાવાલાનાં રીપોર્ટ, મગજનાં સીટીસ્કાન એક્સ-રે રીપોર્ટ વિગેરે, ઇ મેઇલ થી મોકલી આપ્યું. યોગરાજે મુંબઇ રૂબરૂં લઇ જવાનું પુછ્યું. પણ ડો. દલાલે જરૂર લાગી નહીં. વિડિઓ કોન્ફરન્સનાં માધ્યમથી ક્રિષ્નાનું અવલોકન કર્યું.બધા રીપોર્ટ જોઇ એટલું જ કહ્યું.
“ ડોન્ટવરી મી. મહેતા યોર વાઇફ ઇઝ ટોટ્લી નોર્મલ. બટ મેન્ટલી નર્વ્સ સીસ્ટમ ઇઝ ફ્રીઝ્ડ. મેડીકલ સાયન્સ માં કોઇ મેડીસીન નથી.પરંતુ આવા કિસ્સામાં પેશન્ટ ફરી નોર્મલ થયાનાં દાખલા છે.બસ તેને ઘરની બહાર કાઢો, ક્યાંક ફેરવો.“
યોગરાજ પુછી બેઠા. “ક્યાં ? યુરોપ, અમીરીકા,દુબઇ,હોંગ્કોંગ, કે ભારતમાં તમે કહો તેવા સ્થળે.. ??
મી.મહેતા તેનાં દિમાગમાં તરંગો તો વહે જ છે. મેમેરીલોસ નથી. ફક્ત આઘાત અને આંચકાને લીધે અથવા કોઇ લઘુતા ગ્રંથીથી પીડાઇને તેનાં દિમાગે જાતેજ રીફ્લેક્શન આપવાનુંબંધ કર્યુ છે. તેને પાસ્ટ ટાઇમમાં ફેરવો. “
યોગરાજે પુછ્યુ ´ડૉ. સાહેબ કાંઇ સમજ્યો નહીં ?
“ મી.મહેતા!’ તમારા રીપોર્ટ સાથે મોકલેલ પત્રમાં તમે તમામ બનેલી ઘટનાઓ છ્પાવ્યા વગર લખીછે. સારૂ છે... તેનાં ભુતકાળ વિશે પણ થોડું લખ્યું છે. તેને બાળપણનાં દિવસોમાં લઇ જાવ !’
“ યુ મીન ટુ સે નેટીવ પ્લેસ ધોરાજી? યોગરાજે પુછ્યું
ડો. દલાલે રીસ્ટ્વોચમાં જોતા કહ્યું “ કરેક્ટ. લેટ્સ અ ગૂડ ટ્રાય.. એન્ડ ઓલ ધ બેસ્ટ.“ કહી ડૉ.દલાલે પોતાની વિડિઓ સ્વીચ ઓફ કરી હતી. યોગરાજને થેંક્સ કહેવાનું મન થયું પણ સ્ક્રીન સફેદ હતો.
બીજે દિવસે બાબુલાલ દ્વારા જયપુરનાં ડીન તથા ડૉ. દલાલ તરફ મોંઘી ગીફ્ટ મોકલવાની વ્યવસ્થા કરી ‘
બપોર બાદ ધોરાજી ક્રિષ્નાનાં કાકાનાં દીકરા પદ્મકાંતને કોલ કરી ડોક્ટરની સલાહ અંગે વાતચીત કરી બેદિવસ બાદ શિવાઅદા તથા પદ્મકાંત રૂબરૂ સીરોહી તબિયત જોવા આવશે. અને ક્રિષ્ના સાથે આવવા તૈયાર થશે તો તેને ધોરાજી હવાફેર કરવા તથા આરામ કરવા લઇ જશે. તેવું ફોનમાં નક્કી થયુ.
***