Prematma - 2 in Gujarati Love Stories by Jayesh Golakiya books and stories PDF | પ્રેમાત્મા - ભાગ-2

Featured Books
Categories
Share

પ્રેમાત્મા - ભાગ-2

બીજા દિવસે સવારે પિંકી મમ્મી ને bye bye કહેતી કોલેજે જવા નીકળે છે. આજે પિંકી રોજે ઘરેથી નીકળે એના કરતાં અડધો કલાક વહેલા જ ઘરેથી નીકળી ગઈ હતી. પિંકી ને ગઈ કાલે મમ્મી એ કહેલી બધી વાત જલ્દી થી મનીષ ને કહેવી હતી એટલે જ એ આજે વહેલા મનીષ ને મળી શકાય એટલે વહેલા ઘરેથી નીકળી ગઈ હતી. કોલેજે પહોંચીને તરત જ એ જડફથી ગઈ કાલની બધી વાતો મનીષ ને કરે છે. પરિસ્થિતિ ને અનુરૂપ જેમ મોકે પે ચોકકા મારે એમ મનીષ તરત જ એ વાત માં સહમત તા બતાવે છે. તારા મમ્મી એ ખરેખર સાચું જ કહ્યું છે કે આપણે ખરેખર આટલોબધો ટાઈમ ફોન પર સ્પેન્ડ ન કરવો જોઈ એ, એના કરતાં study પર વધારે ફોકસ કરવું જોઈ એ. પોતાના મમ્મીની વાત સાથે મનીશની સહમત તા જોઈને પિંકી ભાવવીભોર થઈ જાય છે અને પિંકી એ ભૂલી જાય છે કે ગઇ કાલે તેણે વિચાર્યું હતું કે તે valentine day ના દિવસે મનીષ ને I Love You કહેશે તે ભૂલી જાય છે ને તરત જ એક ક્ષણ ની પણ વાટ જોયા વગર મનીષ ને I Love You કહી દે છે. સામેથી પણ એક ક્ષણ ના પણ વિલંબ વિના મનીષ પિંકી ને I Love You Too કહી ને તેના આલિંગન માં લઇ લે છે. જાણે વર્ષોથી છુટા પડેલા બે આત્મા નું મિલન થયું હોય તેમ તેને લાગે છે. પિંકી અને મનીષ જ્યારે ભેટી પડે છે ત્યારે પિંકી ના ચહેરા કરતા મનીષ ના ચહેરા પર અનેરોજ આનંદ જોવા મળે છે જાણે તેણે કોઈની સાથે નાખેલી શરત એ જીતી ગયો હોય તેવો એ ખુશ થાય છે. આજે બંને કોલેજ બંક કરીને બહાર ફરવા જવાનું વિચારે છે.

હવે બંને મુવી જોવા જાય છે તથા લંચ પણ બંને બહાર હોટેલ માં જ લે છે. લંચ લઈને બંને ગાર્ડન માં ફરવા જાય છે તથા કલાકો સુધી ત્યાં બેસી હાથોમાં હાથ પરોવીને પોતાના દિલ ની વાતો કરે છે. કોલેજ નો ટાઈમ પૂરો થવામાં હજુ એકાદ કલાક નો સમય હોય છે પણ ત્યાંજ પિંકી ને કૈક યાદ આવે છે એટલે એ ઘરે જવાની વાત કરે છે. આવતી કાલે chemistry ની જર્નલ લખીને સબમિટ કરાવવાની હોય છે જે પિંકી એ હજુ લખવાની શરૂઆત જ કરી નથી એટલે એને તરત જ ઘરે જઈને જર્નલ લખવી પડશે એમ કહેતા પિંકી પોતાનો હાથ મનીષ ના હાથ માંથી છોડાવવાનો પ્રયત્ન કરે છે. પહેલા તો મનીષ છુટા પડવાની ના પાડે છે પણ પિંકી ની વધારે જીદ સામે ઝૂકે છે અને એને મુકવા એના ઘરસુધી જાય છે.

પિંકી ના મમ્મી હજુ પિંકી ને ઘરે પહોંચતા એકાદ કલાક થશે ત્યાં સુધીમાં પિંકી ને નુડલ્સ બહુ જ ભાવે છે એટલે એમના માટે માર્કેટ માંથી નુડલ્સ લઈ આવું એમ વિચારી એ નુડલ્સ લેવા માર્કેટ જાવા નીકળે છે. જેવા એ માર્કેટ પહોંચે છે કે તરત જ એમની નજર કોઈના પર સ્થિર થાય છે, અને મમ્મી એકી ટચે એમને જોવા લાગે છે. મમ્મી ના મનમાં કઈ ખોયું હોય એવી ધ્રાસ પડે છે અને આંખો માં પાણી આવે છે . આ બધું થવાનું કારણ એ જ હતી પિંકી. હજુ કાલે જ હું અને મનીષ માત્ર friend જ છીએ એમ કહેવાવાળી પિંકી આજે કોઈ છોકરા સાથે બાઇક પર એકદમ ટાઈટ એ છોકરાને ચોટીને બેસેલી છે તથા ઘર બાજુ જઇ રહી હોય છે. મમ્મી ને તરત જ ખયાલ આવી જાય છે કે એ મનીષ જ હોવો જોઈ એ. મમ્મી ને મનમાને મનમાં બહુ દુઃખ થાય છે કે પિંકી મારી સાથે જૂઠુંઠું બોલી. હજુ કોલેજ પુરી થવાનો પણ સમય થયો નથી તેમ છતાં આ બંને આ રીતે ફરે છે એ જોઈ મમ્મી સમજી જાય છે કે આ બંને એ આજે કોલેજ માંથી બંક માર્યો છે. આંખો મનમાને મનમાં રડી લે છે. થોડીવાર પછી મમ્મી સ્વસ્થ્ય થાય છે અને પછી ઝડફથી નુડલ્સ લઈને ઘરે પહોંચે છે. પિંકી ને ઘરે જોઈ ને જાણે મમ્મી ને કાઈ ખબર જ નથી એમ અજાણી બનીને પૂછે . બેટા આજે આટલી જલ્દી કેમ ઘરે આવી ગઈ.. ? મને મજા નથી. પિંકી જાણે એની મમ્મીને કશું ખબર જ નથી એમ તરત જ જવાબ આપે છે. જવાબ સાંભળતાજ પિંકી ના મમ્મી ને હવે પિંકી પર ગુસ્સો આવવા લાગે છે ને થોડા વધારે સખત શબ્દો માં બોલે છે. મજા નથી તો મનીષ સાથે કેમ રખડે છે. પોતાની સાથે હંમેશા સહેલી ની જેમ રહેતી તથા શાંત સ્વભાવની મમ્મીને આજે પહેલી વખત ગુસ્સો કરતી જોઈ ને પિંકી ને સામો મમ્મી પર ગુસ્સો આવે છે પણ કંઈક અજુગતું થયું છે એમ વિચારી પિંકી વાત ને મઠારવાનો પ્રયત્ન કરે છે. મને મજા નથી એટલે મનીષ મને ડ્રોપ કરવા આવ્યો હતો. પિંકી એ વાત મઠારવાનો પ્રયત્ન કર્યો. તો પછી કેમ એકદમ ટાઇટ એને ચીપકીને તું બેઠી હતી.. ? મમ્મીના ગુસ્સો ફરી પ્રકટ થયો. શુ મમ્મી તું પણ મારું જ ધ્યાન રાખ્યા કરે છે હવે હું કઈ નાની નથી, કોલેજ કરું છું આમ બોલતી પિંકી ને આજે પહેલી વખત પોતાના પ્રેમ માં અડચણ રૂપ થતી એની મમ્મી પ્રત્યે ગુસ્સો આવે છે. પિંકી ની ગુસ્સા ભરેલી નજરું ને જોઈ ને તરત જ મમ્મી એને પ્રેમથી શાંત કરવાની કોશિશ કરે છે. જો પિંકી તું જે કઈ પણ કરે એ સમજી વિચારીને કરજે, તારા લીધે અમારે સમાજ માં નીચું જોવું પડે એવું ખોટું કામ તું કદાપિ નહીં કરતી, એમકહી હજુ મમ્મી કઈ કહેવા જાય ત્યાંજ પિંકી એ તેના મમ્મી ને અટકાવ્યા. બસ હવે બહુ થયું તારું ભાષણ હવે મારે વધારે નથી સાંભળવું, મને બધીજ ખબર પડે છે એમ કહેતા પિંકી મમ્મી પર ત્રાડુકી. શુ દર વખતે અમારે નીચું ન જોવું પડે, અમારે નીચું ન જોવું પડે એમ કહીને તું મારી પર્સનલ લાઈફ ખરાબ કર્યા કરે છે. હવે પિંકી એના મમ્મી નું અપમાન કરવા લાગી હતી તથા એની આંખોમાં ગુસ્સાના અંગારા જોઈ શકતા હતા. પિંકી ને આજે પહેલી વખત પોતાનું અપમાન કરતા તથા આંખો માંથી તેના પ્રત્યે અંગારા કાઢતી જોઈ ને મમ્મી કશું બોલી જ શક્તિ નથી . મમ્મી ની દિલની બધી જ લાગણી જાણે શ્રાવણ ભાદરવો વરસતો હોય તેમ એની આંખો માંથી આંસુની ધાર થવા લાગી . મમ્મી ચૂપ છાપ પિંકી ના રૂમ માંથી જતી રહી.

આ બધી જ વાત મમ્મી એ સાંજે પિંકી ના પપ્પા ને કહી. પોતાની લાડકવાયી દીકરી પર ક્યારેય ગુસ્સો પણ જેમને કર્યો નથી એવા એના પપ્પા ને આજે પિંકી ને એક તમાચો લગાવી દવ એવું થય ગયું. પણ એની લાડકવાયી દીકરી પર કાય પપ્પાથી થોડો હાથ ઉપડે. તરત જ તેને સમજાવવાનું વિચારતા એ બંને પિંકી ના રૂમ માં આવે છે. પપ્પાને પિંકી બહુ વાલી અને પિંકી ને પપ્પા બહુ વહાલા. રૂમ માં આવીને તરત જ પોતાની લાડકી ના માથે હાથ ફેરવીને પપ્પા પ્રેમ થી પિંકી ને સમજાવે છે. અત્યારે તારી ઉમર ભણવાની છે. એકવાર તારી સ્ટડી પુરી થાય પછી તને જે છોકરો પસંદ હોય તેના જોડે તારા લગ્ન કરવાના છે પણ અત્યારે તું સ્ટડી માં જ તારું ધ્યાન કેન્દ્રિત કર. આ ઉંમરમાં પ્રેમ કરતા એટરેક્શન વધારે હોય છે અને એ એટ્રેકશન ને એટરેક્શન માં સ્ટડી બગડે છે. પપ્પા પિંકી ને સમજાવે છે. આટલા પ્રેમથી માથે હાથ ફેરવતા જાય છે તથા સમજાવતા જય છે. પપ્પાને સાંભળીને પ્રેમ માં કઠોર બની ગયેલું પિંકી નું હૃદય પીગળે છે એને પપ્પાની વાત સાચી લાગવા લાગે છે. હવે પિંકી તરત જ સફાળી ભાન માં આવે તેમ સમજવા લાગી . આજે સાંજે મમ્મી સાથે કરેલા વર્તન નું એને ભાન થયું અને તરત જ એ મમ્મી ની માફી માંગે છે. અને સાથે સાથે તે મનીષ થી દુર રહેશે અને ભણવામાં વધારે ધ્યાન આપશે એવું વચન પણ પપ્પા ને આપે છે. Good night કહીને તરત જ મમ્મી પપ્પા પિંકી ના રૂમ માંથી જતા રહ્યા. પિંકી ના આવા વર્તન થી એને હવે પોતાની જાત પર નફરત થવા લાગી એને લાગ્યું કે મારે મમ્મી જોડે આવું વર્તન નોતું કરવું જોઈ તું હતું. મેં બહુ ખરાબ રીતે મમ્મીનું અપમાન કર્યું આમ વિચારતા જ પિંકી મનમાં જ રડી પડે છે. હવે પિંકી ને મનમાંજ નક્કી કર્યું કે તે સ્ટડી માં વધારે ટાઈમ આપશે જ્યારે મનીષ જોડે બહુ ઓછો ટાઈમ સ્પેન્ટ કરશે.

જયેશ ગોળકીયા (B. Pharma)

9722018480

jgolakiya13@gmail. com