Ye Rishta tera-mera - 12 in Gujarati Love Stories by VANDE MATARAM books and stories PDF | યે રિશ્તા તેરા-મેરા-12

Featured Books
Categories
Share

યે રિશ્તા તેરા-મેરા-12

યે રિશ્તા તેરા મેરા-12

અવનીના મનમાં વિચાર આવી રહ્યા.મહેક પણ કાલા કાઢીને અંશને પોતાની આજુબાજુ નચાવે છે. જાણે થોડીવાર પણ લેટ થાય તો કોલ્સ અને મેસેજીસ કરી-કરીને અંશને પોતાના તરફ ખેંચી રાખે છે.

1કલાક વારમાં તો 10 કોલ કરે.જમવામાં તેની રાહ જુએને અંશ? અંશ એની જાળમાં ફસાય પણ ખરો. એ પણ કૂતરાની જેમ પૂંછડી પટ-પટાવતો દોડે.

હોસ્પિટલનું ઓપનિંગ, સગાઈ,જમવાનું,પુર. આ બધામાં મહેકને કેટલું માન મળ્યું.!!!વાહ.એક મહારાણી જેટલું.

હોસ્પિટલના ઓપનિંગમાં તો બધા મિત અને મહેક પાછળ જ લાગેલા હતા.સગાઈમાં તો જાણે મહેકની જ સગાઈ થતી હોય એમ.હોસ્પિટલની કામવાળીઓ બાઈઓ લાગી ગઇ. મહેકની પાછળ-પાછળ.

અરે! સુવર્ણનગરના પાણીમાં શું મહેક ફસાઈ.ત્યાં તો દર્દી,કામવાળીઓ,કામવાળા અંશને કેટલું સારું લગાવતા હતા..!!!

આ બધું જ મને મળેત, પણ કાશ....જો અંશે મારા તરફ ધ્યાન આપ્યું હોત...

આહ!!! હું તો બધાને એક પગે રાખેત.પણ મહેક તો બોવ જ દયાનું પોટલું.સેવા જ કર્યા કરે.હોસ્પિટલમાં કામ કરતા બધા જ મજુરોને કેટલું માન આપે? સન્માન આપે ને વળી "તમે" કહીને જ બોલાવે. એક સાથે સ્ટડી કર્યું  છતાંય એ મહેક અંશને છીનવી ગઈ.

મને તો અંશની સંપત્તિ અને તેની post જ પસંદ છે.ન્યુ ગોલ્ડન સીટીમાં મારો વટ પડતો હોત, પણ વચ્ચે મહેક આવી ગઈ.

અરે યાર!!! હું આવું શા માટે વિચારું છું? અંશ મારો દોસ્ત છે.friend છે. મગજ પણ કેવા કેવા વિચાર કરે છે ? શીટ...ચલ તૈયાર થવા દે....

★★★

સર.....યશે દવા પી લીધી.તમે જલ્દી અહીં આવો.સર,તમે મારા દિકરાને બચાવી લો(પ્રવિણભાઈનો કોલ હોય છે)

 

ડી, ચિત્કાર પામી ગયો.આશ્ચર્યચકિત થઇ જાય છે.તેની એક નજર પ્રિયાના શણગાર સામે જાય છે ને પ્રિયાને તે સફેદ વસ્ત્રમા ઉભેલી જોતો હોય એવુ લાગે છે.તે દોડવા લાગે છે.

રમેશ ગાડી બહાર કાઢ જલ્દી.દયા તુ નરેશ જોડે પૈસા મોકલાવ જલ્દી.ચલ જલ્દી ચલ....હોસ્પિટલ.

દયાબેનને પ્રિયા પણ ડરી ગયા.દયાબેન બેબાકળા થઈ બોલ્યા પણ શુ થયુ? એ તો કહેતા જાવ...આમ દોડવા કેમ્ લાગ્યા?

મમ્મા...પા...પા...આ બધું શુ થઈ રહ્યું છે?

દયાબેન બોલ્યા કબાટમાંથી પૈસા કાઢીને આપતા લે નરેશ પૈસા.જે થયુ હોય તેને માટે ફટાફટ કોલ કરજે.

ડી હોસ્પિટલ પહોચે છે.ડૉ,ને કહે છે પૈસા ગમે તેમ વાપરો પણ યશને બચી જવો જોઇએ.

ડૉકટર બોલ્યા સર,જો પૈસાથી જિંદગી બચી જતી હોય તો.....પૈસાવાળા ક્યારેય પોતાના લોકોંને મરવા જ....ખેર ડૉ.જાય છે.યશને બચાવવા ટીમ કામે ચડે છે.

પ્રિયા બોલી પાપા...યશ...

પાપા પ્રિયાના માથા પર હાથ મુક્તા હોય એમ બોલ્યા બેટા!!! રડતા-રડતા "પાપ તો પીપળે ચડીને જ પોકારે બેટા".

પા...પા....રડતા રડતા...(કોલ કટ)

પ્રવિઁણભાઇ યશના પપ્પા સર,આભાર,આજે તમારા કારણે..

ઇલાબેન યશના મમ્મી બોલ્યા હાથ જોડીને સોરી સર,અમે યશને સમજાવીશુ, તે પ્રિયા સાથે લગ્ન કરાવા તૈયાર થઇ જાય.સર...સ...ર.પણ મારા દિકરાની જાન બક્ષ આપજો.તે પગે પડી જાય છે ડી ના.

ડી આઘો ખસી ગયો ને બોલ્યો બહેન,આજથી તારોને મારો સંબંધ પુરો.

પ્રવિણભાઇ ડરી ગયાને ડી ના પગમા પડી ગયા બોલ્યા; ના,સર ના, એવુ ન કહો,મારા દિકરાને હુ સમજાવીશ,એવુ ન કહો સર એવુ ન કહો.મારે એક જ દિકરો છે,હુ કેમ જીવીશ?

ઇલાબેન ખોળો પાથરી બોલ્યા તમે મને બેન કહી છે ભાઇ તો તુ તારી જ બહેનને નિ;સંતાન બનાવીશ?

ડી દૂરથી જ બોલ્યો ઉભી થા બેન!!! હુ યશને મારા બંધનમાંથી મુક્ત કરુ છુ.

[ત્યા પ્રિયાને દયાબેન આવી જાય છે નરેશ કોલ કરી દે છે એટલે હોસ્પિટલ પહોચી જાય છે.આ સાંભળી પ્રિયાના પગ ડગમગી જાય છે,તેને આઘાત લાગે છે કે પાપા શુ કહે છે?]

યશને પ્રિયા સાથે લગ્ન નથી કરવા એટલે ઝેર પી લીધુ.હુ એ છોકરાને હેરાન નહી કરુ.હુ ને મારી દિકરી તમારા પરિવારને અમારા પરિવારના તમામ બંધનમાંથી મુક્ત કરીએ છીએ.ડી બોલ્યો.

આ સાંભળી પ્રિયાને લાગ્યુ તેના પાપા ખરેખર સુધરી ગયા છે. પ્રિયાને દયાબેનને ડી એ બાથ ભીડી લીધી.ત્રણે જણ રડી રહ્યા.

યશ બેભાન છે તેમ છતાય icu માં તેને યાદ આવે છે કે યશનો મોબાઇલ વાગ્યો....તે પોતાના જ રૂમમા બેઠો હોય છે

યશ બોલ્યો હલ્લો

પ્રિયા બોલી યશ,હુ પ્રિયા.

યશ વિચારતા બોલ્યો ;પ્રિયા કોણ?

પ્રિયા પોતાનો પરિચય આપતા બોલી જેની સાથે તારી સગાઇ થઇ છે તે પ્રિયા.

યશ ઉભો થઇ ગયો.ઓહ,સોરી સોરી પ્રિયા મેડમ હુ તમારી શુ સેવા કરી શકુ. પણ પ્લીઝ મારા માતા-પિતાને કશુ ન થવુ જોઇએ.

પ્રિયાના દિલ પર આ શબ્દોથી જોરદાર ઠેસ વાગી.તે બોલી;એક જ સેવા કર મને મળવા આવ...’’લેપ’’ ગાર્ડેનમા.

યશ ડરીને બોલ્યો જી કેટલા વાગે મે’મ

【યશના મમ્મી પપ્પાને ધમકાવીને સગાઈ કરેલી એટલે ઘરના સભ્યો એકબીજાને ડી થી બચાવે】

પ્રિયા બોલી બસ અભી

 

જી મેડમ જી

પ્રિયાની આંખ રડી પડી.સગાઇ પહેલા એકબીજાને મળવા બે જીવ તલપાપડ થાય છે.જ્યારે પ્રિયાને કેટલા માન-સન્માન સાથે યશ બોલાવે છે.બંને "લેપ" ગાર્ડેનમા મળે છે.

પ્રિયા બોલી યશ

(યશે પ્રિયા સામે જોયુ.શરીરે ગોરીને મીડીયમ લંબાઇના વાળ,સરસ તૈયાર થઇને ઉભેલી પ્રિયાને જોઇ તે ક્ષણભર મોહિત થઇ જાય છે.પણ તરત જ મોહ ભંગ થઇ જાય છે.ડી ની ધમકી યાદ આવી જાય છે)

યશ હાથ જોડી બોલ્યો મેડમ! બોલો.હુ તમારી શુ ખીદમદ કરી શકુ છુ.હુ હાજર છુ.

પ્રિયા એ હાથને પકડતા બોલી યશ! પ્લીઝ..મને ખબર છે કે પાપા એ તારા ફેમીલી સાથે જબરદસ્તી કરી પણ.....તુ મને આમ મે’મ તમે એમ કહી શરમાવ નહી.હુ દિલથી કહુ છુ યશ.

યશ હાથ છોડાવી બોલ્યો મે’મ,તમારા લોકોને દિલ હોય એ મને નથી ખબરને મારા ફેમીલીમા તો દિલ જ નથી.અમે તો નાના માણસ..

પ્રિયા એક ઉંડૉ શ્વાસ લઇ મુદ્દા પર આવી

જો યશ! મને ખબર છે,તારે મારા જોડે મેરેજ કરવા નથી.પરંતુ તમે મારા પાપાને કારણે મજબૂર છો.

યશ આશ્ચર્ય સાથે બોલ્યો ઓહ, એટલે હમદર્દી જતાવવા આવ્યા  છો?તમારો હાથ પકડવા કોઇ તૈયાર ન’તુ ને તમારા પાપા એ ગાળીયો મને પોરવ્યોને હવે,તમેં મને સાંત્વન આપો છો થોડો ગુસ્સે થઈ બોલ્યો.

પછી પોતાના બન્ને કાન પકડી બોલ્યો મને માફ કરજો દેવી...

પ્રિયા નિરાશ થઈ બોલી જી!હા! તુ એવુ કરજે કે આમ તો કેહવાય નહી પણ મેરેજના એક દિવસ પહેલા તુ થોડી દવા પી લે જે.ખાલી બેભાન થવાય એવી.

તુ જે દવા પીવે તે બોટલ બાજુમા જ રાખી દેજે.ડૉકટરને સારવાર કરવામા સારુ રહે.લેટરમા લખજે કે ડી ની જબરદસ્તીથી.

યશ આશ્ચર્ય સાથે what?

પ્રિયા બોલી હમમ.હુ પાપાને કહીશ હવે મેરેજ માટે હુ ના પાડુ છુ.પાપા તારા ફેમીલીને પછી કશુ નહી કરે.

પ્રિયા પણ આ વ્યાજબી નથી.યશ બોલ્યો

પ્રિયા બોલી યશ,હુ પાપાને અત્યારે ના નહી પાડી શકુ, કેમ કે ખુદ મારા પાપા મારાથી છુટકારો જોઇએ છે.તેનુ કારણ મારી જાતિ છે.પાપાને દિકરો જોઇતો હતોને હુ દિકરી થઇને આવી.બસ ત્યારથી એ મારો છુટકારો ચાહે છે.હુ તને આ પ્લાનથી જ જબરદસ્તીથી બાંધેલા બંધનથી મુક્ત કરી શકુ છુ.

યશ હવે ગભરાયો એ બોલ્યો પણ તારા પાપા તારાથી છુટકારો કેમ ચાહે છે.?

પ્રિયા આંખોમાં આવેલા પાણી સાથે બોલી પાપા,વારસદાર ચાહતા હતાને હુ દિકરી.

યશ બોલ્યો પ્રિયા! આઇ એમ સોરી.

પ્રિયા બોલી હવે પાછુ શુ થયુ?

કશું નહીં મે તને ગલત સમજી.

પ્રિયા આછું હસીને બોલી યશ ઓકે ગલત તો મને આખી દુનિયા સમજે છે તું એક વધારે. એમ પણ હાલ તો ભૂલ જ મારા પાપાની છે તો ...

પ્રિયા,તને મારી ખુશીની આટલી પરવા છે તો હુ તારી સાથે અવશ્ય મેરેજ કરીશ.

યશ....તુ આમ ભાવનામા આવીને કોઇ નિર્ણય ન કર.છેલ્લો નિર્ણય તારો જ હશે.આ મારો નંબર...ચિઠ્ઠી આપી જતી રહે છે.

પછી યશ પ્રિયા વિશે જાણે છે.તેને બધા જ રિવ્યૂ સારા મળે છે પણ ડી ના કારણે બધા તેનાથી દૂર રહેતા હોય છે.યશને પ્રિયા માટે લાગણી જાગે છે.તેના મગજમાં પ્રિયાના જ વિચારો ઘર કરી જાય છે તેના દુ:ખના પણ વિચાર આવવા લાગે છે પછી ....

પછી તો મોબાઇલમા મોડે સુધી વાતોને બગીચામા મળવાનુ.એકબીજાનો હાથ પકડવો,નજીક બેસવુ,ખોળામા સુવુ,કિસ કરવી,આવુ બધુ જ યશને icu માં યાદ આવવા લાગ્યુને તે બડબડવા લાગ્યો પ્રિયા..પ્રિયા...પ્રિયા...

બેભાન યશ પ્રિયા સાથે વિતાવેલી પળોને અસુધ અવસ્થામા પણ યાદ કરતો રહ્યો.હોસ્પિટલના બિસ્તર પર..

ડૉ.દોડીને આવ્યાને યશને ઓકિસજન આપ્યો.. પછી બે કલાક બાદ યશને ભાન આવ્યુને બોલ્યો....

 

પ્રિયા..પ્રિયા,,પ્રિયા...ડૉ.ના કહેવા મુજબ પ્રિયા તેની બાજુમા જ છે.ડૉ.બોલીને ગયા કે પ્રિયા યશ જોડે i.c.u મા જ રહે.

  • ○●

ફરીવાર ભાન આવ્યુ તો પણ પ્રિયા યશ જોડે જ છે ને તે ઉભા થવા પણ કોશીશ કરી તો પ્રિયા એ સુવા જ કહ્યુને બોલી;

’’તારે મેરેજ ન’તા જ કરવા તો મારી જોડે પ્રેમનુ નાટક કેમ કર્યુ?"

મારા પાપા જોડે બદલો લેવા માટે?

બીજુ દવા પી લીધી તેના કરતા મને કહ્યુ હોત તો કદાચ હુ તારા માટે કશુક વિચાર કરીને રસ્તો શોધી લેત.હુ તને બહાર મોકલીને પાપાને કહુ કે યશ લગ્ન પહેલા બીજી છોકરી જોડે ભાગી ગયો.

મમ્મી..પાપાને એક આંચ પણ....યશે થોડી સુધ્ધ અવસ્થામા તેનો હાથ પ્રિયાના મો પર મુક્યો...હજુ તેનામા તાકાત નહિવત જ છે માત્ર થોડૉ ભાનમા આવ્યો છે.

નીકળતી વખતે પ્રિયા મહેકને કોલ કરી દે છે.બંને રસ્તામાં ફોર વિહિલમાં છે..

મહેક થોડી ગુસ્સામાં બોલી હવે તો ડી ને પ્રિયા ગળે પડયા છે.

અંશ બોલ્યો કેમ?

શુ ત્યારે જ્યારથી ડી જોડે જોડાયા.મુશ્કેલીઓ જ આવે છે.

અંશ બોલ્યો આવું તું બોલે છે?

હા,તો શું પણ.શાંતિથી શ્વાસ પણ લેવા દેતા નથી બાપ-દીકરી.

આ બધું ધ્રુવા,હરદેવ અને જય ને મદદ કરનાર છોકરી બોલે છે.એકલી રહેવા છતાંય મર્યાદામાં રહેતી છોકરી બોલે છે?

તો શું પણ?

મહેક, તારા friends ને મદદ કરવાનો તારો સ્વભાવ ન ભૂલ.તને એમાં ખુશી મળે છે તો ખુશી મેળવ.

હા,ચોક્કસ આપણે લેફ્ટ-રાઈટ થશે પણ.ડી માં આવેલ સુધારો જો.તને જ ડી એ કહ્યું તું કે તારી વાત સાચી.મારી પોતાની બેન પણ મારી નથી ને સાળોને બનેવી પણ મારી ગુંડાગીરીનો લાભ લે છે.

તે અને જયદીપે ડી ને સુધાર્યો છે.એક સારો વ્યક્તિ બનાવ્યોછે.બસ હવે થોડો સાથ આપ.

બીજું, પૈસાવાળા અભિમાની નહીં. પ્રેમાળ હોવા જોઈએ..

મહેક નીચું જોઈ બોલી સોરી અંશ.હું થોડી વધારે જ ઘમંડી બની ગઈ.

નો પ્રૉબ્લેમ.

મહેક અને અંશ જોડે હોસ્પિટલમાં આવી જાય છે.

મહેક બોલી સર..યશ...

ડી રડવા લાગ્યો,બેટા દવા પી લીધી,મે જબરદસ્તી....

અંશ બોલ્યો સર!!! તમે હિંમત રાખો.પ્રિયાને કોણ સંભાળશે?ડૉ.ને મળીને અંશને મહેક અંદર જાય છે.ડૉ,અંશ હોવાથી કોઇ ના કહી શકે એવુ કશુ હતુ જ નહી.

મહેક બોલી પ્રિયા

【પ્રિયા દોડીને તેની ખાસ તેનો સાથ આપનારને બાથ ભીડી બોલી】

યશે કેવુ કર્યુ!!!તેને મેરેજ ન’તા કરવા તો શા માટે આટલુ મોટુ મારા જોડે પ્રેમનુ નાટક કર્યુ?

શા માટે મહેક?

શુ પ્રેમ આમ દગો કરીને જ થાય છે કે પ્રેમનો અંજામ કરુણ જ હોય છે? મહેક કશુ જ ન બોલી તેના પર આજ આપવિતી થઇ હતી કેમ ભુલી શકે મહેક?

તને યાદ છે મહેક  તુ અમને  ટાઇગર જિંદા હૈ જોવા તુ અમને છોડી ગઇ હતી?

મહેક પ્રિયાના માથા પર હાથ મૂકી બોલી હા..પ્રિયા હા...પ્લીઝ,તુ તારી જાતને સંભાળ.

પ્રિયા બોલી ;ને એકાંતમા...તારા ઘેર...પણ....મળ્યા છીએ.

પ્લીઝ,,,પ્રિયા..બસ...

(અંશ યશની બાજુમાં છે)

યશ બોલ્યો અં....શ........અં...શ

[માંડ માંડ બોલ્યો યશ આટલુ]

અંશે યશનો હાથ પકડ્યૉ યશ યશ

યશ   માંડ માંડ બોલી રહ્યો.

અં...શ...મે.......દ...વા...ન...થી...પી.....ધી.........

યશને ખુબ જ શ્વાસ ચડવા લાગ્યો......

તે હાથ-પગ-માથુ હલાવવા લાગ્યો...

પછી માંડ માંડ બોલ્યો

મે......ટેબલ........પ...ર...પડે....લુ દુ....ધ...પી...ધુ.......હતુ.....યશ બેભાન થય ગયો.

અંશે ઓકિસજન આપી યશને શ્વાસ આપ્યો.મહેકને પ્રિયા  icu ના ખૂણામાં ઊભેલા એ ચોકી ગયા.

પ્રિયા બોલી ;મતલબ.... યશને કોઇ બીજા એ જ ઝેર આપ્યુ છે.ચોક્કસ પપ્પાનો જ દુશ્મન હોય શકે અંશ.એ રડવા લાગી.

મારા પપ્પા જ ખરાબ કામ કરે છે.તો એના લીધે જ બધુ થયું હોય

એ પાછી રડવા લાગી.

મહેક આશ્ચર્ય સાથે પણ કોણ...કોણ આવુ કરી શકે?

અંશ બોલ્યો એક જાસૂસની જેમ મહેક-પ્રિયા આ વાત કોઇને ન કહેતા.

પ્રિયા બોલી પણ અંશ આ વાત પોલિસને કરવી જ જોઇએ. હું મારા યશને હેરાન કરનારને હું જાણવા માંગુ છું.જોઈ લઉં કે એ કોણ છે? આખરે કોણ છે એ? જે મારી એક ખુશી પર પણ દુઃખની મહોર લગાવવા માંગે છે.

અંશ બોલ્યો ના પ્રિયા,આ ભુલ નહી બકા.

પ્રિયા બોલી but why?

અંશ બોલ્યો પોલીસને જાણ કરવાથી આરોપી સતર્ક થઇને સબૂતનો નાશ કરશે.હું એ આરોપીને પોલીસ હવાલે કરવા માંગુ છું.એટલે જ આ સ્ટેપ લેવા માંગુ છું

મહેક બોલી પણ એવુ થઇ શકે ફરીવાર એ યશની જાન લેવા કોશીશ કરી શકે છે?

અંશ બોલ્યો આના માટે પોલિસ પ્રોટક્શન,ડી ના કોઇ દુશ્મને આ હરકત કરી એમ કહીને.

મહેક બોલી હમ્મમ,આ થઇ શકે પ્રિયા

પ્રિયા ડરીને બોલી જી,ગમે તે કરો પણ યશને બચાવોને આરોપીને પકડૉ બસ...ફરીવાર એ આરોપી આવી હરકત ન કરે.એ જ રડવા લાગી મહેંકે તેને બાહોમાં લીધી.