ડો.સ્નેહલએ પોતાની ફાઈલ માંથી પોતાની માથું ઉપર કરી અને તેની સામે જોઈ અને થોડીવાર તો તેની સામે વિના કોઈ ભાવ સાથે જોઈ રહ્યા અને પોતાની પેહલાની હાલત પર જઈ ને પોતે ઉભા રહી ગયા.એ સ્ત્રીને થોડો ક્ષોભ થયો કે કઈ ખોટો સવાલ તો નથી કરાઈ ગયોને એમ વિચારી એણે પોતાના પગ ઓફીસના દરવાજા બાજુ બેમનથી ઉપાડ્યા.
“સવાર સુધીમાં સંપુર્ણ હોશમાં આવી જવાની ઉમીદ છે......” ડો.સ્નેહલ પોતાને પોતાની યાદ માંથી બહાર લાવતા કહયું.
એ સ્ત્રીએ પોતાને રોકી અને ચેહરા ઉપર થોડી ખુશીના ભાવ સાથે પોતાને બહાર જતા રોકી અને ડો.સ્નેહલ તરફ પોતાનો ચેહરો ફેરવી અને તેમના આગળ બોલવાની રાહ જોવા લાગ્યા. અને ડો.સ્નેહલે આગળ બોલવાનું ચાલુ કરું “ જો સવાર સુધીમાં જો હોશ નહિ આવે તો તકલીફ થઇ શકે અને તો કોમામાં જવાનો ખતરો છે” આટલું બોલી પોતાને ફાઈલમાં વ્યસ્ત કરી દીધા કે જેથી કરીને પોતાના મનમાં રહેલુ દુઃખ ક્યાંક તેના ચેહરા પર આવી ન જાય અને અને કોઈ જોઈ ન જાય. એ સ્ત્રી પણ પોતાના ચેહરા પર આવેલા એ ખુશીના ભાવ ને દુઃખમાં પલટાવી અને ભીની આંખોએ દરવાજાની બહાર નીકળી જાય છે. ડો.સ્નેહલ બીજા પેશન્ટોને પણ બોલાવી અને પોતાનું કામ પતાવે છે.
પોતાનું કામ પતાવી એ સ્પેશ્યલ રૂમ તરફ જાય છે. અને ફ્રેશ થઇ અને થોડીવાર ત્યાજ બેડ પાસે બેસી જાય છે. પણ આજે એના મનને કોઈ જ શાંતિ નથી પોતાને આ અશાંતિ માંથી બહાર લાવવાની કોશીશ કરે છે પણ આજે જૂની યાદો છે એ જવાનું નામ જ નથી લેતી એમનું મન આટલું વ્યાકુળ પેહલા ક્યારેય નહોતું થતું હા થોડીવાર માટે ક્યારેક વ્યાકુળ થઇ જતા પણ પોતાને સંભાળી લેતા આજે તો આ વ્યાકુળતા જવાનું નામ નથી લેતી. આ યાદ તેના મનમાં એક અજાણ્યા ભયને જન્મ આપતી હતી. પોતાને આ યાદ માંથી બહાર લાવવા માટે એમને પોતાના ઘરે ફોન કરો. પરિવાર સાથે વાત કરતા મનમાં રહેલો થોડો ઉચાટ ઓછો થયો પણ સાવ તો ના જ ગયો. ત્યાં જ એક નર્સે આવી અને જમવાનું આપ્યું એટલે તે જમી પાતાની પથારી તે પેશન્ટના બેડ પાસે નીચે જ લગાવી ત્યાં લંબાવ્યુ. સુતા છતાં તેના મનમાં સવાયેલા એ જૂની યાદોના વાદળો તો અકબંધ જ હતા પણ દિવસ બહારના શારીરિક થાક સામે એ યાદો સામે હારી ગઈ અને તેઓ નિદ્રાધીન થયા.
સવારે નિત્યક્રમ પ્રમાણે ઉઠી એમને એ પેશન્ટના જરૂરી બધાજ કામ પતાવી ફટાફટ એ પોતાના ગેસ્ટહાઉસ તરફ પોતાના પગ ઉપાડયા. આજે તો તેની નિદ્રા સાથે પોતાની ઉદાસી પણ ખંખેરી નાખી અને પ્રેમ ભાર હદય સાથે તૈયાર થવા માટે પ્રયાણ કરું.
આજે તો ડો.સ્નેહલ પોતાને અરીસા સામે બેસી અને પોતાને સવારવામાં લાગી ગયા આવું તો ઘણા વર્ષે બન્યું હતું. બાકી આ પેશન્ટને હોસ્પિટલ લાવ્યા પછી બહુ ઓછુ જોવા મળતું પણ આજે તો કઈ અલગ જ થઇ રહ્યું હતું. આજે તો એમને રંગીન સાડી અને સાથે હળવો શ્રીંગાર અને મેકઅપ સાથે તેના ચેહરા પરની રોનક દેખવા લાગી આજે તો તેનો યૌવન ખીલી ઉઠ્યું.
ડો.સ્નેહલ નીચે તેની ઓફિસ નજીક સુધી હજુ પહોચ્યા ત્યાં જ સામે એક નર્સ આવી અને કાલે આવેલા પેલા પેશન્ટના હોશમાં આવી જવાના સમાચાર આપ્યા એટલે એમને જરૂરી રીપોર્ટ કરાવવાનું કહી અને સ્પેશીયલ રૂમ તરફ ગયા ત્યાં જરૂરી દવાઓ આપી અને સવારની આરતી નો સમય થતા તેઓ કૃષ્ણ મંદિર તરફ જવા ઉપાડ્યા.
નિત્યક્રમ પ્રમાણે આરતી પતાવી અને બધાને પ્રસાદ આપતા હતા ત્યાં જ પેલા પેશન્ટનાનો પરિવાર સામે આવ્યો. પે પેશન્ટની પત્નીતો ડો. સ્નેહલના પગે પડી ગઈ એટલે તરત જ એને ઉભા કર્યા એટલે એણે બોલવાનું શરુ કરું. “ દાક્તર સા’બ તમે મારા સુદી સાંદલો બસાવો ભગવાન તમારો અમર રાખે, તમી તો અમારા ભગવાન......” એ વાક્ય પૂરું કરે એ પેહલા તો ડો.સ્નેહલ કૃષ્ણની મૂર્તિ તરફ પોતાનું મો ફેરવી લીધું. આ વાક્ય તેના હદયની આરપાર પેસી ગયું. જાણે કે તેના પર કોઈ વાજ્રાઘાત કરો હોઈ એવુ લાગુ. પોતાની આંખોમાં વર્ષોથી છુપાયેલા આછું બધા જ બંધ તોડી અને તેના એ ગુલાબી ગાલ પર છલકાઈ આવ્યા અને તેનો ચેહરો ગુસ્સાથી લાલ થઇ ગયો. આજ જગ્યાએ એમને કેટલીય દુવાઓ મળેલી પણ આજે મળેલી દુવા એ એમને અંદરથી હચમચાવી નાખ્યા. એમનો ગુસ્સો સાતમાં આસમાને પહોચી ગયો. આંજે તો તેમને પોતાને પ્રિય એવા કૃષ્ણની મૂર્તિને તોડી દેવાનું મન થયું આજે તો એમને ત્તેના પરની શ્રદ્ધા પણ ડગી ગઈ આજ સુધી આટલા આવેલા દુઃખો એના સહારે પાર કરી કરી લીધા હતા પણ આજે એક પળમાં જ વધો જ વિશ્વાસ તૂટી ગયો. અરે ત્યાં સુધી કે એમને કૃષ્ણના અસ્તિત્વ ઉપર જ શંકાઓ થવા લાગી. પાછળ ઉભેલી સ્ત્રી કે જે વર્ષોથી ડો.સ્નેહલ સાથે જ છે એ આખી પરીસ્થીતી પામી ગયા અને એ તેની પાછળથી આવી અને તેના ખભે હાથ રાખ્યો એ સાથે જ તેમનામાં રહેલી રહીસહી હિંમત જવાબ દઈ બેઠી અને ત્યાંથી સીધી જ પગલ ની જેમ દોટ મૂકી અને સીધા સ્પેશીયલ રૂમમાં જઈ અંદરથી બારણું બંધ કરી દીઘું.
બહાર મંદિરમાં આવેલી એ સ્ત્રીનું નામ દેવીબેન કે જેવો ડો.સ્નેહલના જન્મથી લઈને આત્યાર સુધીના સફરમાં સાથે જ રહ્યા છે. એમને બહારની બધી પરીસ્થીતી સંભાળી લીધી અને બધાને પોતપોતાના કામમાં મોકલી આપ્યા. પણ આહી બનેલી ઘટના કોઈને સમજમાં જ નહોતું આવતું. પણ સૌ કોઈ કમને ત્યાંથી ચાલ્યા ગયા પણ પેલા પેશન્ટની તો હાલત કાપો તો લોહીના નીકળે એવી હાલત થઇ ગઈ એતો ડઘાઈ જ ગયા શું બનું એની તો કઈ સમજમાં જ નહોતું આવતું કે એણે એવી શું ભૂલ કરી? દેવી બહેને એમને ઢંઢોળી અને એમને પણ મનમાં કોઈ પણ ભાર વગર ત્યાંથી જવા કહયું.
સૌના ગયા પછી તરત જ એમને વિનોદચંદ્રને ફોન લગાવ્યો કે જેવો ભાગ્યથી આજે જ યાત્રા પર થી પરત આવ્યા હતા, એમને થોડીવાર પેહલા બનેલી બધી જ ઘટના કહી એટલે એ તરત જ હોસ્પિટલ આવવા માટે નીકળી ગયા અને ત્યારબાદ તરત જ દેવીબહેને એ સ્પેશીયલ પેશન્ટના પરિવારને જાણ કરી અને તરત જ તેમને હોસ્પિટલ આવવા કહયું. તેઓ પોતે એ સ્પેશીયલ રૂમ તરફ દોડીને ગયા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ તેઓ નિષ્ફળ રહ્યા પણ ત્યાં જ એમને તે રૂમ ની કાચની બારી યાદ આવી તો તેઓ એ તરફ ગયા તો બારી તો અંદરથી બંધ હતી પણ કિસ્મતથી તેના પર લાગેલો પડતો બાજુ માં કરેલો હતો એટલે એમને અંદરનું દ્રશ્ય સ્પષ્ટપણે દેખાતું હતું એ જોઈ ને એમને થોડી રાહત થઇ અને તે ત્યાં જ જોવા ઉભા રહી ગયા.
ડો.સ્નેહલ અંદર જઈ અને બેડની આજુ બાજુ ગુસ્સાથી ચક્કર મારવા લાગ્યા આજ સુધી એમને આટલો ગુસ્સો ક્યારેય નહોતો આવ્યો હવે તો ભગવાન પરનો અને એ પેશન્ટ પર નો ગુસ્સો ભેગો થવા લાગ્યો અને પોતાની હદ વટાવવા લાગ્યો અને આંસુ બની ને વહેવા લાગ્યો. પોતે ગુસ્સામાં ધ્રુજવા લાગ્યા અને તેઓ ગુસ્સામાં તે પેશન્ટ પાસે આવીને બેઠા અને એનો હાથ તેના હાથમાં લઇ કાપતા આવજે બોલવાનું શરુ કરું.
ક્રમશઃ
આ મારી પેહલી સ્ટોરી છે એટલે કદાચ મારી કેટલીક ભૂલો હોય શકે અને હું આમાં આગળ શું ફેરફાર કરુતો રસપ્રદ બને તે માટે મને તમારા પ્રતિભાવની રાહ જોઇશ. મારો વોટ્સએપ નંબર છે ૮૪૬૦૧૫૨૧૦૬ આભાર