પ્રકરણ ૬
આ નવલકથાના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે.
નીકીએ મોના આંટી જોડે તેના અને વિશ્વાસની સ્ટડીની વાતો કરી અને નેક્સ્ટ સેમિસ્ટરની પણ વાતો કરી. વિશ્વાસના મટીરીયલ, નોટ્સથી તેને સરળતાથી બહુ જાણવા મળે છે અને વિશ્વાસ ભણવા માટે બહુ મહેનત કરે છે તે પણ વાત કરી. હોસ્ટેલ ફુડ અને કેન્ટીન ફુડની વાતો કરી અને વિશ્વાસ જમવા માટે બહુ ચુઝી હોવાથી સિલેક્ટેડ ફુડ જ જમતો હોવાથી કેટલીકવાર સારું ફુડ ના મળે તો કોફી કે દૂધ પીને ચલાવી લે છે તેની વાત કરી.
નીકીની વાતને રોકી મોના આંટીએ કહ્યું, “બેટા, અત્યારે તું શું ખાઇશ અને તને જમવામાં શું ફેવરીટ છે?”
નીકી તરત બોલી ઉઠી, “આંટી, મને જમવામાં તમારા હાથનું બધું જ ગમશે.”
મોના આંટી બોલ્યા, ”બેટા વિશ્વાસને બટાકાની સુકીભાજી બહુ ગમે છે એ તને ભાવશે?”
“હા આંટી, મને પણ બટાકાની સુકીભાજી અને પુરી બહુ ભાવે છે અને મને ખબર છે વિશ્વાસને બહુ ભાવે છે એટલે અમે કેન્ટીનમાં સોમાને કહીને બનાવડાવી ઘણીવાર સાથે મજાથી જમીએ છીએ અને ઘર જેવો ટેસ્ટ નથી આવતો તો પણ ખુશ થઈએ છીએ”
“તો ચાલ બેટા, આપણે રસોડામાં રસોઈ બનાવતાં બનાવતાં વાતો કરીએ.”
“આંટી, તમે પરમીશન આપો અને શીખવાડો તો હું આજે તમારી સુપરવાઈઝનમાં બટાકાની સુકી ભાજી બનાવું?”
“હા બેટા, ચોક્કસ. તું બનાવ અને હું તને શીખવાડીશ, તારા હાથે બનાવેલ બટાકાની સુકીભાજી મને પણ ગમશે અને આજે તારા અંકલ ને ટીફીનમાં આ જ સુકીભાજી તથા પુરી મોકલીશ”
નીકી અને મોના આંટી રસોડામાં વાતો કરતાં કરતાં બટાકાની સુકીભાજી અને પુરી બનાવા લાગ્યા. મોના આંટી રસોડમાં નિકીને, તેની વાતોને, તેની રસોઈ બનાવાની સ્ટાઈલને, તેના રસોઈ બનવાના ઉત્સાહને, રસોઈ શીખવાના ઉત્સાહને જોઈ રહ્યા હતાં અને મનોમન ખુશ થઇ રહ્યા હતાં.
નીકી રસોઈ કરતાં કરતાં વાતવાતમાં મોના આંટી જોડે તેના ફેવરીટ ફુડ અને વિશ્વાસના ફેવરીટ ફુડની વાતો કરી રહી હતી. નીકી વિશ્વાસને ગમતા ના ગમતા ફુડ વિશે આટલું જાણે છે તે જાણી વિશ્વાસની મમ્મી મનોમન હરખાતી હતી.
નીકી મોના આંટીની રેસીપી મુજબ હોંશે હોંશે બટાકાની સુકીભાજી બનાવી રહી હતી અને મનોમન ઘણી ખુશ થતાં બોલી ઉઠી, “આંટી, હું કોલેજથી ઘરે રહેવા આવું ત્યારે મારી મમ્મી પણ તમારી જેમ પ્રેમથી મને બધી અવનવી રસોઈ શીખવાડે અને મસાલા, ટેસ્ટની વિશે સમજાવે.”
“બેટા, દરેક મમ્મીને પોતાની દીકરીને રસોઈ શીખવાડવી ગમે અને આજના આધુનિક સમયમાં તારા જેવી દીકરીને રસોઈ શીખવાની અને બનાવાની હોંશ હોય તો મમ્મી ને પ્રેમ તો આવે જ ને. બેટા આજના સમયની છોકરીઓને મેગી પણ બનાવવી ગમતી કે આવડતી નથી, જયારે મને પણ બેટા તારી રસોઈ પ્રત્યેના આટલા ઇન્ટરેસ, રસોઈ શીખવાની ધગશ અને આવડત જોઈ બહુ ગમ્યું.”
મોના આંટીએ વાત કરતાં કરતાં વ્હાલપૂર્વક નીકીના માથે હાથ ફેરવ્યો અને નિકીને પણ આટલા પ્રેમથી કરેલી વાતો બહુ ગમી. નિકીને પોતાની મમ્મી યાદ આવી જતાં એક પ્રસ્વેદબિંદુ તેની પાંપણ પર સરી આવ્યું અને એ જોઇને મોના આંટીની આંખો પણ પળભર માટે નરમ થઈ ગઈ.
મોના આંટીને અવનવી ટેસ્ટી રસોઈ બનાવવી અને જમાડવી બહુ ગમતી. નિકીને પણ ફ્યુઝન ફુડ, દેશી રસોઈ શીખવી અને બધાને જમાડવી પણ ગમતી. નીકી અને મોના આંટી વચ્ચે ગોસેપ સાથે રસોઈ પણ કોમન ફેવરીટ થિંગ્સ હતી. તે બંનેએ બટાકાનું શાક અને પુરી બનાવી પ્રેમથી વાતો કરતાં કરતાં સાથે જમવાનું શરુ કર્યું.
જમતાં જમતાં નીકીએ લંચ ટાઇમ હોવાથી વિશ્વાસ પણ કેન્ટીનમાં જ હશે તેમ માની ફોન કર્યો અને કહ્યું, ”વિશ્વાસ અત્યારે હું તારુ ફેવરીટ ફુડ અને એ પણ મોના આંટીની સિક્રેટ રેસીપીથી બનેલું જમી રહ્યું છું ,બોલ તેનું નામ શું હશે?”
“જો નીકી મને પકાવા માટે ફોન કર્યો હોય તો રહેવા દે, અત્યારે મને કેન્ટીનમાં શાંતિથી જમવા દે અને મને તારા પ્રશ્નોના જવાબ આપવા માટે ટાઈમ નથી. મારે નેક્સ્ટ લેકચર માટે જવાનું પણ લેઇટ થાય છે, જે તારી બકબક કરતાં વધુ ઈમ્પોર્ટન્ટ છે.”
“અરે વિશ્વાસ, ગુસ્સે ના થઈશ અને ફોન કટ ના કરીશ. હું જ તને શોર્ટમાં કહી દઉં છું. એચ્યુલી હું અત્યારે તારા જ ઘરે મોના આંટીની સિક્રેટ રેસીપીથી બનેલી તારી અને મારી ફેવરીટ સુકીભાજી જમી રહી છું.”
સુકીભાજી અને મમ્મીનું નામ સાંભળી તરત વિશ્વાસ બોલી ઉઠ્યો, “અરે વાહ, શું વાત છે. તું લક્કી કહેવાય અને તું આટલી જલ્દી મારી મમ્મીની સુકીભાજી સુધી પણ પહોંચી ગઈ.”
“વિશ્વાસ મને ફોન પર તારી વાત પરથી લાગે છે તને ઈર્ષા થાય છે, બોલ સાચી વાત છે ને ?”
“ના. મને સહેજ પણ ઈર્ષા નથી થતી અને તું તારી બકબક બંધ કરી મમ્મી જોડે વાત કરાવ તો તારી વાત કન્ફર્મ થાય. બાકી તું ગપ્પા મારવામાં એક્સપર્ટ છે એ મને અને તને ય ખબર છે.”
“વિશ્વાસ ફોન સ્પીકર પર છે અને મોના આંટી આપણી બકબક સાંભળી હસી રહ્યા છે”
તે બંનેની વાતોની વચ્ચે વિશ્વાસની મમ્મી હસતાં હસતાં બોલી ઉઠી,”બેટા, નીકી આપણા જ ઘરે છે અને અમે તેના હાથે બનાવેલ તારી અને એની ફેવરીટ બટાકાની સુકીભાજી જમી રહ્યા છીએ. બેટા અત્યારે જમતાં જમતાં અમે તને યાદ કરીને બહુ મીસ કરી રહ્યા છીએ.”
વિશ્વાસ તેની મમ્મીનો અવાજ સાંભળી ખુશ થઇ ગયો અને તરત બોલ્યો, ”મમ્મી, શું ખરેખર નીકી સાચું બોલી રહી છે?”
“હા બેટા, તે બધું સાચું જ બોલી રહી છે અને તું પણ જે કાંઈ સાંભળી રહ્યો છું તે પણ સાચું જ છે.”
“વિશ્વાસ, હવે તને મારી વાત સાચી લાગી ને અને હવે તો તને ખરેખર ઈર્ષા થશે જ.”
વિશ્વાસે તેની મમ્મી જોડે વાત કરી અને તેની મમ્મીએ તેના ખબર અંતર પુછ્યા અને શું જમ્યો તે પણ પૂછ્યું. નીકીની વાત પણ વિશ્વાસ સાથે કરી.
વિશ્વાસે હસતાં હસતાં કહ્યું, “મમ્મી મને નીકીની બકબક નથી ગમતી પણ તને બહુ જ ગમી હશે એવું મારું માનવું છે.”
“બેટા, તારા જેવા મનમોજી માટે વાતો એટલે બકબક કહેવાય પણ નીકી બહુજ સરસ વાતો કરે છે અને ડાહ્યી છોકરી છે.”
“અરે મમ્મી, આટલી વારમાં તને નીકી ડાહ્યી પણ લાગી ગઈ. મને આટલા દિવસથી ખબર જ ના પડી કે નીકી આટલી ડાહ્યી છે.”
વિશ્વાસ લંચ ટાઇમમાં જમતાં જમતાં ફોનમાં જોરથી હસી હસીને વાતો કરી રહ્યો હતો. વિશ્વાસને ફોનમાં આટલો ખુશ જાણી નીકી અને મોના આંટી એકબીજા સામે જોઈ મનમાં ખુશ થતાં હતાં.
“બેટા, તું બહુ દોઢ ના થઈશ. તારી ફ્રેન્ડ નીકી ખરેખર બહુ ડાહ્યી છોકરી છે.”
“મમ્મી પણ મારા જેટલી ડાહ્યી તો નહી જ હોં.”
“બેટા, તમે બંને ડાહ્યા, હોંશિયાર અને મેચ્યોર છો.”
“મમ્મી, તને ખબર છે નીકી મારી જોડે રહી ને જ આટલી ડાહ્યી થઇ ગઈ છે. બાકી..”
“વિશ્વાસ, બહુ મારી ખેંચ નહીં. હું ત્યાં આવીશ પછી તારી જ વારી છે.”
“ઓહ, સોરી સોરી નીકી. તું પણ ફોન પર સાંભળે છે એ હું ભુલી જ ગયો હોં. અરે, આવી વાતો તો મારે મમ્મી જોડે પર્સનલી કહેવાની હતી પણ તું સાંભળી ગઈ.”
“ઓકે વિશ્વાસ. તને માફ કરવામાં આવે છે અને મારી વાતો તું આંટી જોડે શાંતિથી નિરાંતે પર્સનલી કર જે પણ તારી વાતો હું અત્યારે જ આંટી જોડે કરીશ.”
“અરે, છોકરાઓ તમે બે જણા અત્યારે ફોન પર ઝગડી ના પડતાં.” વિશ્વાસની મમ્મીએ તે બંનેને મજાકની વાતો કરતાં રોક્યા.
“મમ્મી, શું આ નિકીને રસોઈ કરતાં આવડે છે, કે માત્ર પેટભરીને જમતાં જ ...?”
“અરે બેટા, આજની બટાકાની સુકીભાજી નીકીએ જ બનાવી છે અને મેં માત્ર પુરી બનાવી છે. તારા પપ્પાને પણ ટીફીનમાં આજે નીકીના હાથની બનાવેલ સુકીભાજી અને મેં બનાવેલ પુરી મોકલી છે.”
“ઓહ તો બિચારા પપ્પા પણ.. આજે અખતરા નો ભોગ બનશે એમ જ ને.” બોલતાં બોલતાં વિશ્વાસ ફરી પાછો હસ્યો.
“વિશ્વાસ તારે લેકચરનો ટાઈમ થઇ ગયો છે, આપણે મોડા ફરી વાત કરીશું.ચલ બાય..” નીકીએ ફોન કટ કરવાનું વિચારતાં કહ્યું.
“અરે ના નીકી. આજે તારી લેન્ગવેજ માં કહું તો લેકચર બેક્ચર નો મુડ નથી, આજે તો આપણો ગોસેપ કરવાનો મુડ છે.” વિશ્વાસ નીકીની સ્ટાઈલમાં હસીને બોલી ઉઠ્યો.
વિશ્વાસની આવી લેન્ગવેજ અને સ્ટાઈલમાં વાત કરતાં સાંભળી નીકિ અને મોના આંટી ફોનમાં એકસાથે હસી પડ્યા.
“વિશ્વાસ, આજે મેં મોના આંટીના મોનેટરીંગમાં તેમની જ સિક્રેટ રેસીપીથી બટાકાની સુકીભાજી બનાવી છે. મને તો ખરેખર બહુ ટેસ્ટી લાગી અને આંટીને પણ ગમી એવું તેમના ચહેરા પરથી લાગે છે. મારી મમ્મી થોડી જુદી રેસીપીથી બનાવે છે અને આજે આંટી જોડેથી નવી રેસીપીથી બનાવી તે પણ મને ગમી.”
“ઓહ એમ વાત છે. તે મારા જ ઘરે, અમારા જ રસોડે અને મારી જ મમ્મીની અંડરમાં જ અખતરો કર્યો એમ ને. ભગવાન જાણે ખરેખર ટેસ્ટ કેવો હશે. કેમ કે, ઓરીજીનલ ટેસ્ટના માસ્ટર એટલે આપણે પોતે જ્યાં સુધી ટેસ્ટ ના કરીએ ત્યાં સુધી ના માનીએ.”
“મારે તને મનાવવું પણ નથી અને આંટીની સ્માઈલ અને રાતે અંકલનો રીવ્યુ મળી જાય એ મારે માટે બહુ છે.”
વિશ્વાસ, નીકી અને મોના આંટીની વધુ વાતો આવતા પ્રકરણમાં ....
પ્રકરણ ૬ પુર્ણ
પ્રકરણ ૭ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.