The Murder in Gujarati Crime Stories by Dietitian Snehal Malaviya books and stories PDF | ધ મર્ડર - ભાગ-1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ મર્ડર - ભાગ-1

ઇન્સપેક્ટર અંગદ પેઈંગ ગેસ્ટ(પી.જી) બિલ્ડીંગ તરફ જવા ખૂબ જ સ્પીડ માં ડ્રાઈવ કરી રહ્યા હતા જે વિજયનગર,બ્લોક નં. 3 માં હતુ. આમ તો પોલીસ સ્ટેશન થી થોડા કિ.મી જ દૂર હતુ. એક ડીટેક્ટીવ ની જેમ તેના મગજ માં અત્યારે ઘણા સવાલો ચાલી રહ્યા હતા.

ઈન્સપેક્ટર અંગદ એટલે ચાર્મ લુક સાથે પ્રભાવશાળી વ્યક્તિત્વ ના માલિક. પાંચ ફૂટ દસ ઈંચ હાઈટ, ડાર્ક બ્લેક હેર, ગંભીર આંખો અને મજબુત કાઠી નુ તેનુ કસાયેલુ શરીર પોલિસ સ્ટાઈલ ને એકદમ અનુરૂપ હતુ. ઊંમર તો હજૂ નાની હતી પણ તેમના કડક અનુસાશન અને કામ ને લીધે ખૂબ ખ્યાતિ મેળવી રહ્યા હતા. એમણે આ કામ માં છ વર્ષ પુરા કર્યા હતા. અને હમણા જ આ વિજયનગર પોલીસસ્ટેશન માં એમની પોસ્ટ થઈ હતી અને ત્યા પણ તેમણે થોડા જ સમય માં જ ઓળખાણ અને સન્માન મેળવી લીધા હતા કારણ કે તેમની કામ કરવાની ધગશ અને મહેનત દ્વારા તે કોઈપણ ક્રીટીકલ કેસ ને પણ સોલ્વ કરી જ લેતા.

અને હમણા જ વિજયનગર એરિયા માં એક શંકાશીલ મૃત્યુ નો કેસ એમના હાથ માં આવ્યો હતો એટલે એ અત્યારે ઈન્વેસ્ટીગેશન માટે પી.જી બિલ્ડીંગ તરફ જઈ રહ્યા હતા.

એક ઓફિસર સાથે તે ઘટનાસ્થળે સ્થળે પહોંચ્યા. એમની બાઇક માંથી ઉતરી ને એમણે બિલ્ડીંગ ની આજુબાજુ ચક્કર લગાવી ને જોયુ. એ પાંચ ફ્લોર ની બિલ્ડીંગ હતી. જેમા આગળ ની બાજૂ ગ્રેનાઈટ વૉલ હતી અને ચળકતી બારી ઓ થી એ એક લક્ઝરી બિલ્ડીંગ હશે એવુ દેખાઈ આવતુ હતુ. લાકડા થી બનેલા એ એન્ટ્રેંસ માંથી અંદર જતા જ ચંદન ની હળવી ખુશ્બુ અંગદ ને આવી જે ખૂબ જ રીલેક્સીંગ હતી.

તેની સાથે આવેલો ઓફિસર આ જગ્યા જોઈ ને અંગદ ના કાન માં ધીમે થી કંઈક કહેતો હોય એમ બોલ્યો..” સર, આ આલિશાન જગ્યા ના મેન્ટેનેન્સ માં કેટલો ખર્ચો થતો હશે! અને અહીં રહેવા વાળા આનુ કેટલુ ભાડુ ચૂકવતા હશે.. આ પી.જી વાળો બિઝનેસ તો કરવા જેવો લાગે છે. મેં તો સાંભળ્યુ છે કે આપણા શહેર માં તો હજાર કરતા પણ વધુ પી.જી છે અને તેમનુ ભાડુ હજાર થી લઈ ને લાખો માં હોય તો પણ લોકો એમા રહે છે!!”

“ઓફિસર આપણે અહીં પી.જી જોવા કે એમનુ ભાડુ જાણવા નથી આવ્યા,તમને યાદ ના હોય તો અહી આવવાનુ કારણ યાદ કરાવુ? અને હા, કામ કરતી વખતે હુ મજાક બિલકુલ પસંદ નથી કરતો એ ધ્યાન રહે” અંગદ એ કડક અવાજ માં ચેતવણીભર્યા શબ્દો થી ઓફિસર ને પોતાનો પરિચય કરાવી દીધો.

“જી, સર”.. પેલા ઓફિસરે ચેતવણી સ્વીકારી હોય એમ સિરીયસ થઈ ને કહ્યુ.

ત્યાં જ વાતચીત માં ભંગ પાડતો એક જાડો અવાજ એમના કાન માં પડ્યો.

“ ગુડમોર્નીંગ સર” બિલ્ડીંગ નો વોચમેન અંગદ પાસે આવ્યો અને સેલ્યુટ કરી ને તેમને આવકાર આપ્યો.

“એનુ નામ શું હતુ”? અંગદ એ ધ્યાન થી પુછ્યુ.

“ દિશા મેડમ, સર” તેણે જવાબ આપ્યો.

ઈન્સપેક્ટર અંગદ અને ઓફિસર બન્ને દિશા ના રૂમ માં ગયા, જ્યાં તેનુ ડેડબોડી ફ્લોર પર પડેલુ અને તેનુ ફેસ પણ ફ્લોર તરફ નમેલુ હતુ. એ કદાચ પચ્ચીસ-છવ્વીસ વર્ષ ની હતી અને તેણે સિલ્કી નાઈટડ્રેસ પહેરેલો હતો.

અંગદ એ થોડી વાર તેને જોઈ. એના શરીર પર ક્યાંય પણ માણસ ના હાથ કે એવા કોઈ નિશાન દેખાતા નહોતા. એણે પોતાની જીણી નજર આખા રૂમ માં ફેરવી. ધ્યાનપૂર્વક સોફા પર, ટીવી, એસી, બેડ અને ખૂણા ઓ ચેક કર્યા.

“ આ હાલત માં આને બધા થી પહેલા કોણે જોઈ?” અંગદ એ વોચમેન ને પુછ્યુ.

“ રિયા મેડમ,સર, એ એમની બાજૂ માં જ રહે છે” વોચમેને ડરેલી રિયા જે ત્યાં એક તરફ ઊભી હતી એ તરફ આંગળી બતાવી ને અંગદ ને કહ્યુ.

અંગદ એ ફોટોગ્રાફર ને ફોટોઝ લેવા નુ કહ્યુ અને રિયા તરફ ગયો.

એ ખૂબ જ ડરેલી અને શોક માં લાગી રહી હતી.

“તમે મને ડીટેઈલ માં જણાવી શકશો કે શુ થયેલુ?” અંગદ એ પુછ્યુ.

એણે જવાબ આપવા થોડો સમય લીધો. પછી,

“ આજ સવારે મારે એનુ કામ હતુ એટલે હુ તેની પાસે આવી હતી. ત્યારે રૂમ લોક નહોતો એટલે હું અંદર આવી ગઈ અને મેં એને ફ્લોર પર જોઈ. મને થયુ એ ફ્લોર પર સુતી છે એટલે મેં એને ઊઠાડવાની કોશિશ કરીપણ એ ઊઠી નહિ એટલે ડરી ને મેં મારી આંગળી ઓ એના નાક પાસે રાખી જોઈ. એના શ્વાસ બંધ હતા અને એ મરી ચુકી હતી!” રિયા એ કહ્યુ.

અંગદ ને લાગ્યુ કે રિયા આખી ઘટના કે શું થયુ હતુ એ બરાબર નથી કહી રહી એટલે તેણે રિયા ને અલગ રીતે પ્રશ્ન પુછવાની કોશિશ કરી.

“ તુ અંદર આવી ત્યારે તે બોડી ને હલાવી હતી? પ્લીઝ કંઈપણ કહેવાનુ બાકી ના રાખતી, જો તેં હલાવી હતી તો એવુ જ કહેજે જેથી હું મારુ કામ બરાબર કરી શકુ”

“ ના સર, મે એને નથી હલાવી, મેં ફક્ત એને ઊઠાડવા એના ખભા જ અડક્યા હતા.”

“ હમ્મ, શું તે આ રૂમ માં એકલી જ રહે છે?”

“ હા સર, એને કોઈ સાથે રૂમ વહેંચવી નહોતી ગમતી એટલે એકલી જ રહેતી.”

“ઓકે” અંગદ એ કહ્યુ.

“એક્સક્યુઝ મી સર” કોઈ એ તેમને બોલાવતા કહ્યુ.

અંગદ એ પાછળ ફરી ને જોયુ, એક આધેડ ઉંમર ની સ્ત્રી ઊભી હતી.

“ મારૂ નામ રાધા છે અને હું જ આ પી.જી ને સંભાળુ છુ. સર, મને ખબર છે ત્યાં સુધી આવી ઘટના આજ સુધી માં અહી ક્યારેય થઈ નથી. અમારૂ પી.જી ખૂબ સારા એરિયા માં નુ એક ગણાય છે અને અહી અમે ખૂબ જ કડક સિક્યોરીટી પણ રાખીએ છીએ” તેણે કહ્યુ.

અંગદ એ હકાર માં માથુ હલાવ્યુ અને પુછ્યુ, “ તમે એના પેરેન્ટ્સ ને ઈન્ફોર્મ કર્યુ?”

“ ના સર, એના પેરેન્ટ્સ એક કાર એક્સિડેન્ટ માં મરી ચૂક્યા છે. એના એક અંકલ છે જેને અમે આજ આ ખબર પહોંચાડી છે.”

“ લાગે છે કે દિશા એ સ્યુસાઈડ કરી છે સર, મને નથી લાગતુ કે આ મર્ડર છે” રાધા એ પોતાનો વિચાર જણાવતા કહ્યુ.

અંગદ એ કહ્યુ “ હજૂ અત્યારે કંઈપણ નક્કી કરવાની જરૂર નથી, બોડી ઓટોપ્સી માટે મોકલવામાં આવશે પછી જ મૃત્યુ નુ સાચુ કારણ જાણી શકાશે, એકવાર કારણ ખબર પડી જાય પછી અમે આગળ ઈન્વેસ્ટીગેશન કરીશુ.”

થોડીવાર પછી એમ્બ્યુલેન્સ આવ્યુ અને બોડી ને હોસ્પિટલ લઈ ગયુ. અંગદ હજૂ પણ દિશા વિશે વધુ જાણકારી મેળવવા ત્યાં જ હતો.

દિશા એક પ્રાઈવેટ કંપની માં કામ કરતી, હોશિયાર હતી અને છેલ્લા એક વર્ષ થી આ પી.જી મા રહેતી હતી. એવુ લાગે છે કે એ ઘણા ઓછા લોકો સાથે કોન્ટેક્ટ માં હતી, રિયા જેમાંની એક હતી. એ આ લક્ઝરી રૂમ માં એકલી રહેતી હતી. એ ખૂબ જ બિંદાસ હતી. કાલ શુ થશે એ વિચાર્યા વગર એ હંમેશા આનંદ થી જીવન જીવતી. એના ફ્રેન્ડ્સ ના જણાવ્યા અનુસાર એણે આજ સુધી માં કોઈ પ્રોબ્લેમ ફેસ નહોતી કરી. એટલે કોઈ ચાન્સ નથી લાગતા કે એણે સ્યુસાઈડ કર્યુ હોય. આગળ વધતા પહેલા હું પોસ્ટમોર્ટમ રીપોર્ટ ની રાહ જોઈશ... ફરી થી પોલિસ સ્ટેશન તરફ જતા જતા અંગદ આ બધુ વિચારી રહ્યો હતો.

પોલિસ સ્ટેશન માં આવતા જ, સુનિલ અને બીજા ઓફિસરો એ અંગદ ને સેલ્યુટ કર્યુ. સુનિલ ત્યા ના હેડ કોન્સ્ટેબલ હતા જે છેલ્લા પંદર વર્ષ થી આ ડીપાર્ટમેન્ટ માં હતા. અંગદ ને તેણે સ્માઈલ કરી અને તેને પુછ્યા વગર જ તેને પાણી નો ગ્લાસ આપ્યો. અંગદ મોટા ઓ નો આદર કરતો તેથી તેમણે એને બેસાડ્યા.

શું થયુ? સુનિલ એ પુછ્યુ.

“એક પી.જી તરીકે રહેતી છોકરી શંકાશીલ રીતે મૃત્યુ પામી છે. મૃત્યુ નુ કારણ હજૂ નથી મળ્યુ, ઓટોપ્સી રીપોર્ટ ની રાહ જોઈ રહ્યો છુ.” અંગદ એ સુનિલ ને જણાવતા કહ્યુ.

“ તો શુ લાગે છે? આ મર્ડર હશે?” સુનિલે પુછ્યુ.

“ મને મર્ડર હોઈ શકે એવી કોઈ નિશાની હજૂ મળી નથી, અને ચોક્કસપણે એમ પણ માન્યા માં નથી આવતુ કે સ્યુસાઈડ હશે.” અંગદ એ લાંબો શ્વાસ લીધો અને કહ્યુ.

“ આ ઈન્વેસ્ટીગેશન માં જો તારે કોઈ હેલ્પ જોઈતી હોય તો તુ દીપક ને સાથે લઈ શકે છે. એને આ ટાઈપ ના કેસ માં બહુ રસ પડે છે” સુનિલ એ કહ્યુ.

( દીપક એ સુનિલ નો એકમાત્ર પુત્ર હતો અને હમણા જ કોન્સ્ટેબલ તરીકે તેણે જોઈન કરેલુ.) અંગદ એ સ્માઈલ કરી ને હકાર માં માથુ હલાવી ને તેને પોતાની સાથે લેવાની હા પાડી.

સુનિલ બહુ જ ખુશ થયા, એ પોતાના પુત્ર ને હંમેશા એક ઈન્સપેક્ટર તરીકે જોવા માંગતા હતા. અને એની ઈચ્છા હતી કે દીપક અંગદ સાથે કામ કરે અને એની પાસે થી ઘણુબધુ શીખે.

સુનિલ એ દીપક ને બોલાવ્યો અને તેને અંગદ ને આ કેસ માં મદદ કરવા કહ્યુ.

ક્રમશઃ