pagal Chhokari - 1 in Gujarati Love Stories by PARESH MAKWANA books and stories PDF | પાગલ છોકરી..ભાગ -1

Featured Books
Categories
Share

પાગલ છોકરી..ભાગ -1

પાગલ છોકરી..

ભાગ 1

હુ પરેશ મકવાણા લઇને આવ્યો છું મારી પહેલી નોવેલ..પાગલ છોકરી..તમને બધાં ને ટાઇટલ વાંચીને જ એવું લાગશે..કે આ કોઈ પાગલ છોકરીની વાર્તા હશે..,પાગલખાના ની આસપાસ લખાયેલી હશે.. પણ નહીં..,આ એક પ્રેમકહાની છે..જે એક હોસ્પિટલની આસપાસ ફરે છે..અહિં એક તરફ લેખકનો એક સ્ત્રી પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ છે.. તો બીજી તરફ એક પચાસ વર્ષનાં વૃદ્ધની એક સ્ત્રીને પામવાની લાલસા છે..- પરેશ મકવાણા

અચાનક જ મને ખબર મળી કે મારો એક ફ્રેન્ડ પંકજ નું એક્સિડન્ટ થયુ છે અને એ અત્યારે સંજીવની હોસ્પિટલમાં દાખલ છે..હુ તરતજ બાઈક સ્ટાર્ટ કરી હોસ્પિટલ નીકળ્યો..ઘરે મમ્મીને ફોન કરી જાણ પણ કરી દીધી કે મારી રાહ નાં જોતાં હુ કૉલેજ થી એક મિત્રને ત્યાં જાવ છું..શાયદ આવવામાં મોડું થઈ જશે..

રોજ તો હુ ટાઈમ ટુ ટાઈમ ઘરે પહોંચતો અને જે દિવસે જરાક મોડું થઈ જતું મમ્મી ફોન પર ફોન કર્યે કરતી અને જ્યારે ઘરે પહોંચતો ત્યારે એનાં ચહેરા પર નારાજગી સાફ દેખાતી..પણ એને મનાવવી સાવ સહેલી હતી..બસ મારા મોબાઇલમાં રહેલી એની ફેવરિટ વિડિઓ ગેમ એને પકડાવી દેવાની..એ રમ્યા કરે અને ધીરે ધીરે એની નારાજગી ખતમ થઇ જાય..મમ્મીને એન્ડ્રોઇડ ગેમ્સ બહુજ ગમતી એમાય પેલી એંગ્રિબર્ડસ..એની ફેવરિટ હતી..જે મારે એનાં માટે રાખવી જ પડતી..

પંકજને મળ્યા બાદ હુ બહાર લોબીમાં આવ્યો અને એક બાંકડા પર બેઠો..મોબાઇલ માં જોયું તો એક વાગ્યાને બાવન મિનીટ થઇ હતી થયુ ઘર ભેગો થાવ મમ્મી રાહ જોતી હશે..ત્યાં અંજલી નો મેસેજ આવ્યો..'વીર તને ખબર છે પંકજ નું એક્સિડન્ટ થયુ..છે એ હોસ્પિટલમાં છે..મે સામો રીપ્લાય કર્યો મને ખબર છે.. યાર અને હુ હોસ્પિટલમાં જ છું..ફરી એનો મેસેજ આવ્યો ' પંકજ ઠીક તો છે ને..એને કાઈ વધારે તો વાગ્યું નથી ને..?' મે રીપ્લાય કર્યો..ચિંતા નાં કર એ એકદમ ઠીક છે. બે દિવસ માં તો ઘરે પણ આવી જશે..' મારુ ધ્યાન મોબાઇલની સ્ક્રીન પર હતું અને કોઈનું ધ્યાન મારા પર હતુ..અચાનક જ મારુ ધ્યાન એકઝેટ મારી સામે દીવાલને ટેકે ફરસ પર બેઠેલી એક છોકરી પર ગયુ. જે મને એકધારી ક્યારની તાકી ને જોઇ રહી હતી..એકદમ મેલાઘેલા અસ્તવ્યસ્ત કપડા વિખાયેલા..જેમ તેમ વાળ.. હોઠની આસપાસ લાગેલી ચોકલેટ..હાથમાં રહેલી હેઠી ચોકલેટ..એને જોતાં જ મારા મોં મા થી નીકળી ગયુ..દિયા..

અને એ સાથે જ મારી આંખ સામે એ દીવસનું દ્રશ્ય આવી ગયુ જ્યારે મે દિયા ને પહેલી વાર જોઇ હુ રામકૃષ્ણ આશ્રમ પાસે બસ ની રાહ જોતો ઉભો હતો થયુ કે બસ નહીં આવે રીક્ષા જ પકડવી પડશે..ત્યાં ત્રિકોણબાગ બાજુ થી બસ આવતી દેખાઈ..થોડીવાર માં એ નજીક આવી અને આશ્રમના ગેઇટ પાસે ઊભી રહી પાછલા દરવાજે થી હુ ચઢ્યો. અને બેસી ગયો એક સીટ પર..બસ દોડવા માંડી.. આગળ નજર મારી તો કંડકટર પૈસા બાબતે કોઈ જોડે માથાખૂટ કરતો હતો મે એ તરફ વધારે ધ્યાન ન દીધું..મોબાઇલમાં ઈયરફોન લગાવી મારા ફેવરિટ સોંગ્સ સાંભળવા લાગ્યો..થોડીવારે કંડકટર આવ્યો.. મને પુછ્યું ક્યાં જાવું છે..? એક વૃંદાવન..બોલી મે વોલેટમાં થી દસ ની નોટ કાઢી આપી..અને ટિકિટ લઇ બેગમાં ફગાવી..હુ ફરી મ્યુઝીક માં ખોવાઇ ગયો..વિસેક મિનીટ માં વૃંદાવન આવી ગયુ..હુ આગળ ગયો..એક અજાણી છોકરી ઉતરી.. અને ઉતાવળ માં આગળ રોડ ટપવા લાગી..એની પાછળ હુ ઉતર્યો..કે મારી નજર રોડ પર પડેલ એક કાન ની બાલી પર..ગઇ મને લાગ્યું શાયદ ભાગદોડ માં કોઈના કાનમાં થી નીકળી ગઇ હશે મે એ લઇ લીધી. હાઇવે ટપી હુ..આગળ ચાલવા લાગ્યો..પેલી છોકરી મારા થી પાંચ સાત ડગલાં જ આગળ હતી..ત્યાં મારુ ધ્યાન એનાં કાન પર ગયુ એક કાન પર સેમ ટુ સેમ આ જ બાલી હતી..જ્યારે બીજો કાન ખાલી હતો..પણ એ વાત ની જાણ એને નહોતી.. થયુ કે એને એની બાલી આપી દવ..

એકસકયૂઝ મી..મેડમ..? એણે એક વખત પાછળ વળીને મારી સામે જોયું અને વધારે ઝડપમાં આગળ ચાલવા લાગી ત્યાં મારી બાજુમાં થી એક બ્લેક ઓડી કાર પસાર થઇ.. અને એક સાઈડ ઊભી રહી ગઈ એમાંથી એક શાયદ ચાલીસી વટાવી ચુકેલો સૂટબુટમાં એક માણસ ઉતર્યો અને એ ઝડપી પગલે આગળ જઇ રહેલી અજાણી છોકરી પાછળ ચાલવા લાગ્યો

દિયા..દિયા..ઊભી રે..

ત્યારે મને ખબર પડી કે એનું નામ દિયા છે. એણે એ એક વખત ફરી પાછળ જોયુ.. અને પેલા માણસ ને જોઈને ગુસ્સામાં મોં ફેરવી લીધું અને વધારે ઝડપથી ચાલવા લાગી..

દિયા મારી વાત તો સાંભળ..એક વખત મને જવાબ આપી દે.. યાર..અને એ થોડો એની પાછળ દોડ્યો..

ત્યારે મને થયુ કે આ માણસ સાલો કેવો લંપટ છે. આ ઉંમરે પણ છોકરી પાછળ પડ્યો છે.

દિયા ઊભી રહી ગઇ..પેલા માણસે એનો હાથ પકડી લીધો.. તરત જ મફત માં તમાશો જોવા આસપાસ લોકો ગોઠવાઈ ગયા.. હુ પણ ભીડની વચ્ચે ઘૂસી હવે શુ થાશે એ જોવા લાગ્યો..અને બન્યુ પણ કઈક અલગ જ

જવાબ જોઇ છે ને..સર તમારે..એમ કહી બધાની વચ્ચે દિયા એ પેલાને એક ફેરવીને થપ્પડ ચોંટાડી દીધી..એની આ હિંમત જોઇ મે તાળીઓ પાડી અને મારી સાથે ભીડમાં એકત્રિત થયેલા બધાં લોકોએ એની હિંમતને તાળીઓ થી વધાવી લીધી..એ ભીડ ને ચીરતી આગળ ચાલવા લાગી ભીડ માં થી નીકળી હુ પણ એની સાથે ચાલવા લાગ્યો..

હાય.., મારુ નામ વીર છે..

મે મારો પરિચય આપ્યો તેમ છતાં એ કાઈ ન બોલી..

આમ, તો સારો જવાબ આપ્યો પેલા ને..

અચાનક જ એ ઊભી રહી..

દિયા : એવો જવાબ તો અત્યારે હુ તમને પણ આપી શકુ છું..

મને.., મે શુ કર્યું ?

દિયા : હુ ક્યારની જોવ છું.. તમે મારો પીછો કરો છો..

નાં..યાર હુ એવો છોકરો નથી...આ તો... તમારી બાલી મને ત્યાં રોડ પર મળી..થયુ કે તમને..આપી દવ.. ત્યારે એનું ધ્યાન ગયુ કે એનાં કાન માં એક જ બાલી છે..મે એનાં હાથ માં બાલી મુકી.

આ જ દેવા આવતો હતો તમને..

દિયા : થેન્ક યું..સો મચ યાર..

યું આર વેલકમ...

દિયા : મારુ નામ દિયા છે..અહી જ પાસે ના એક ફ્લેટ માં રહું છું..

મારુ નામ વીર..છે. હુ પણ અહિયાં પાસેની સોસાયટી માં રહું છું..

દિયા : ઓકે તો.. મળીએ ક્યારેક..

ઓકે...મળીએ..

એ આગળ એનાં ફ્લેટ બાજુ ચાલવા લાગી.. અને હુ ત્યા જ ઉભો રહી એને જોઇ રહ્યો હતો.. અચાનક જ મને DDLJ નો શાહરૂખ યાદ આવ્યો.. દિલે કહ્યુ..વીર જો આ છોકરી તારા માટે બની છે.. તો આ એકવાર પાછળ ફરીને..તારી સામે જોશે..અને એવું જ થયુ..દિયા એ એકવખત પાછળ ફરીને જોયું..અને મારી સામે એક મસ્ત સ્માઈલ ફેંકી.. ક્રમશ: