Antar Aag - 16 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | અંતર આગ - 16

Featured Books
Categories
Share

અંતર આગ - 16

16. ડેડ બોડી...

પૃથ્વી ઝબકીને જાગી ગયો. રાતની ચાલુ ટી.વી. નો અવાજ હવે કાને પડતો હતો.

"પ્રદીપ....."

"પ્રદીપ....."

"શુ છે?" આંખ ચોળતો પ્રદીપ ઉભો થયો.

"આ ન્યૂઝ દેખ" પૃથ્વીએ ટી.વી. તરફ ઈશારો કર્યો.

પ્રદીપે એલ.ઇ.ડી.માં નજર કરી. વિઠ્ઠલદાસ અને લીલદેસાઈની ડેડ બોડી જૂમ અને રેડ સર્કલ કરીને બતાવતા હતા.

"ઓહ માય ગોડ પૃથ્વી આ ..... આ તો વિઠ્ઠલદાસ અને લીલા દેસાઈ છે !"

"અરુણ બબરીયા તો અહીં હોટેલમા હતો આ ખૂન કઇ રીતે પોશીબલ છે ?" પૃથ્વી એ મોટી થાપ ખાધી હતી.

"એ બધું હવે અરુણ બબરીયા કહેશે " પ્રદીપ બેડને લાત મારી કપડાં બદલ્યા.

બંને મિત્રો તૈયાર થઈને અરુણ બબરીયા ના રૂમ તરફ ગયા. પ્રદીપે બંધ દરવાજાને લાત મારી પણ દરવાજાને અંદરથી સ્ટોપર મારેલી નહોતી. ધડામ કરતો પ્રદીપ રુમમા જઈને પડ્યો.

અરુણ બબરીયા બેડમાં ઊંધો ઊંઘયો હતો. પ્રદીઓના પડવાથી પણ એ જાગ્યો નહિ. પૃથ્વીએ પ્રદીપને હાથ આપી ઉભો કર્યો.

પૃથ્વી બેડ પાસે જઈને અરુણને ખભેથી પકડી સીધો કર્યો. પ્રદીપે મોઢું ફેરવી લીધું.... "વી આર લુઝર......" પ્રદીપે નિશ્વાસ નાખ્યો.

"ના પ્રદીપ હું હજુ હાર નથી માનવાનો " પૃથ્વીએ મુઠ્ઠીઓ વાળી.

"તો શું કરીશ તું હવે ? આ અરુણ બાબરીયાની લાસ ઉભી થઈને તને કહેશે બધું ?" પ્રદીપે સોફામા પડતું મૂક્યું.....

"તું હોશમાં આવ પ્રદીપ.."

પૃથ્વીએ અરુણ બબરીયાની બોડી તરફ જોયું. બબરીયાની આંખો ફાટીને બહાર આવી ગઈ હતી અને એની જીભ બહાર નીકળી ગઈ હતી.

"પ્રદીપ આ બબરીયાને કોઈએ ગળું દબાવીને માર્યો હશે" પૃથ્વીને અંદાજ આવી ગયો.

"સવાલ એ નથી પૃથ્વી. સવાલ એ છે કે અરુણ બબરીયા ખૂની નથી તો ખૂની કોણ છે ? અને આ અરુણ બબરીયા વિથલદાસના ઘર આગળ કેમ આવ્યો હતો ? એ વિઠ્ઠલદાસ અને રુદ્રસિંહ ઉપર નજર કેમ રાખતો હતો ?"

"કદાચ એવું હોય કે આ બબરીયા કોઈ નો માણસ હોય"

"એક મિનિટ આ અરુણ જ્યારે વિઠ્ઠલદાસના ઘર આગળ આવ્યો ત્યારે એણે ફોન પર વાત કરી હતી તને યાદ છે ?" પ્રદીપ હવે શાંત થયો હતો.

"હા એણે કહ્યું હતું એવરીથિંગ ઇઝ ક્લિયર એજન્ટ - એ"

"ઇકજેટલી મતલબ આપણે પ્યાદા પાછળ ભાગ્યા. અસલી કિલર તો એ છે જેને બબરીયા એજન્ટ-એ કહે છે."

"આપણે થાપ ખાઈ ગયા આ તરફ આપણે હોટલ પહોંચ્યા અને બીજી તરફ એજન્ટ-એ વિથલદાસ અને લીલા દેસાઈનું કામ તમામ કરી દીધું."

"એજ તો મુસીબત છે. હવે આ એક નવું મોહરુ બહાર આવ્યું . એજન્ટ એ કોણ હશે ?"

પૃથ્વી રૂમ ની તપાસ કરવા મંડયો. રૂમમા પહેલા તો કઈ મળ્યું નહિ. પૃથ્વીએ બેડ નીચે જોયું.

"પ્રદીપ બેડ ઊંચો કર નીચે કઈક છે."

પ્રદીપે ભારી બેડ ઊંચો કર્યો. વજન વધારે સમય હાથમાં રહે એમ નહોતો પણ પૃથ્વીએ તરત જ બેડ નીચેથી એક પરબીડિયું કાઢી લીધું.

પૃથ્વીએ પરબીડિયું ખોલ્યું અને પ્રદીપને એક ઓર ઝટકો લાગ્યો. પરબીડિયામાથી રચિત અગ્નિહોત્રી, નાનુભાઈ શાહ અને રુદ્રસિંહ રાઠોરના ફોટા નીકળ્યા.

"વોટ ધ હેલ ઇઝ ગોઇંગ ઓન " પ્રદીપ બરાડયો " મારા પપ્પાને આ બધી વાતમાં શુ કનેક્શન ?"

"કનેક્શન છે પ્રદીપ. કિલર એટલે કે એજન્ટ એ મી. રચિતને બચાવે છે એ બધું જાણે છે" પૃથ્વીને એક વાત સમજાઈ હતી. " પ્રદીપ એજન્ટ એ કોઈ એક વ્યક્તિ જ નથી એની પાસે એક ટિમ છે અને આ બબરીયા એની ટિમ નો એક માણસ છે "

"તો આ ફોટા એ શું કામ રાખે છે ?" પ્રદીપે ફોટા સોફા ઉપર ફેંક્યા ત્યાં એક ફોટો ઉલટો થઈને પડ્યો અને પ્રદીપની આંખો એના ઉપર સ્થિર થઈ ગઈ. પ્રદીપે ફોટો ઉઠાવ્યો મી.રચિતના ફોટા પાછળ કંઈક લખેલું હતું ' અમદાવાદ - ગાંધીનગર હાઇવે - અશ્વગૃહ'

"આનો શુ મતલબ પૃથ્વી?"

"અરુણ બબરીયા પાસેના આ ફોટાનો અર્થ છે કે એને એના બોસે આ ત્રણ માણસો ઉપર નજર રાખવાનું કામ આપ્યું હશે અને મેં એને જ કિલર સમજ્વાની ભૂલ કરી દીધી."

"આપણે એનો પીછો કરીને પકડવાનો પ્લાન કર્યો એ પ્લાન ખોટો હતો આપણે ત્યાં જ વિઠ્ઠલદાસના ઘર ઉપર નજર રાખવાની હતી " કહી પ્રદીપ બીજા ફોટા ઉલટા કરી જોવા લાગ્યો.

નાનુભાઈ ના ફોટા પાછળ કોઈ લખાણ નહોતું. પ્રદીપે રુદ્રસિંહનો ફોટો ઉલટો કરી જોયો.

"પોલિશ જ કીલરને મદદ કરે છે પૃથ્વી "

"વોટ નોનસેન્સ. ઇમ્પોસીબલ "

"તો પછી આ શું છે ? " પ્રદીપે રુદ્રસિંહ નો ફોટો પૃથ્વી સામે ધર્યો.

રુદ્રસિંહના ફોટા પાછળ લખેલું હતું ' મેઈન હેલ્પર ' ..... પૃથ્વીની આંખો પહોળી થઇ ગઇ.

"ધત એની જાતને હું તો રુદ્રસિંહને બેવકૂફ સમજતો હતો પણ એજ કીલરને સપોર્ટ કરે છે ."

"કેમ બેવકૂફ?"

"અરે એનાથી કોઈ કેસ સોલ્વ થતો જ નથી આ કેસમાં પણ એણે ઇન્સ્પેક્ટર આદિત્યની મદદ લીધી હતી. પણ એ સાલો ઢોંગ કરતો હતો એટલે એના ઉપર કોઈ શંકા જ ન કરે "

"પૃથ્વી કેસમા હવે ગૂંચ વધતું જ જાય છે. કિલર પાસે એક મોટી ટિમ છે અને આપણે માત્ર બે જ .....!"

"પ્રદીપ આપણે હવે આ એડ્રેસ ઉપર પહોંચી જવું જોઈએ . મી. રચિતના ફોટા પાછળ લખેલું આ એડ્રેસ મતલબ આ જગ્યાએ એ નિર્દોષ હોવાના પ્રુફ હોવાજ જોઈએ." પૃથ્વી હજુ એની ખોપરી ચલાવી શકતો હતો.

"તો હવે તું કોની રાહ દેખે છે ? ચાલ "

"એક મિનિટ પ્રદીપ " પૃથ્વી બબરીયાની બેગ તપાસવા લાગ્યો.

"તું હવે શું કરે છે એ એની બેગમાં પ્રુફ રાખે એટલો મૂર્ખ તો ન જ હોય ને ?"

"પ્રુફ નહિ પ્રદીપ એફ.આર. પી. ..... એની પાસે એફ.આર. પી. હોવી જ જોઈએ"

પૃથ્વીએ બેગની બધી વસ્તુઓ રૂમમા ઢગલો કરી. એક એફ.આર. પી. નો સ્પ્રે નીકળ્યો. " યસ " કહી પૃથ્વીએ રૂમમા સ્પ્રે છાંટી દીધો. પ્રદીપે બેડ ઉપરથી બબરીયાની ટેક્સીની ચાવી લઇ લીધી હતી.

બંને મિત્રો નીકળ્યા. જોતજોતામાં તો પૃથ્વીએ ટેક્સી વડોદરા અમદાવાદ હાઇવે ઉપર લઇ લીધી. સૂરજ બરાબર કિરણો છોડતો હતો બપોરના ઉઘાડા વાતાવરણમાં ટેક્સી પવનની જેમ વિશાળ હાઇવે ઉપર વહેતી હતી.

એક તરફ કેસનું ગૂંચળું વધારે ને વધારે ગૂંચવાતું હતું તો એક તરફ પૃથ્વી અને પ્રદીપ કોઈ પણ ભોગે હાર માનવા તૈયાર નહોતા.

***

મીડિયા એ લાઈવ ન્યૂઝ આપીને લોકોને ભયભીત કરી દીધા હતા. પ્રજામાં સિરિયલ કિલરનો ડર ફેલાઈ ગયો હતો. એક તરફ અર્જુન રેડ્ડીનો ભય વધે જતો હતો. ડી.એસ.પી. રાણાએ અરજન્ટ મિટિંગ બોલાવી હતી.

ડી.એસ.પી. રાણા ની સામે બેઠો હતો. એની બાજુમાં મી. આદિત્ય હતા. ઇન્સ્પેક્ટર રુદ્રસિંહ ખૂન કેસની ફાઇલના પાના ફેરવતો હતો. એણે ડી.એસ.પી. રાણાને બધી ડિટેઇલ્સ કહી સંભળાવી.

"સર મળેલી લાસો ..... મળેલી લાસોની તપાસ કરતા અમને આ બધી મહત્વની માહિતી મળી છે. કેસ સિરિયલ કિલર કેસ છે."

ડી.એસ.પી. રાણા થોડીવાર કઈક વિચારતા રહ્યા. એક સિગારેટ સળગાવી લાંબો કસ લઈને બોલ્યા

"હું સમજી શકુ છુ મી. રુદ્રસિંહ પણ પ્રજાનું શુ ?" ડી.એસ.પી રાણાએ રાખ ખંખેરી " હવે કિલરનું મરવું જરૂરી છે. લોકો રાહત નો શ્વાસ લેવા માંગે છે અને હોમમીનિસ્ટર પણ કંઈક એવું જ ઈચ્છે છે. જો હવે આ કેસ સોલ્વ નઇ થાય તો પ્રજા સડકો ઉપર ઉતરી જશે."

"પણ સર કિલર મળ્યો જ નથી તો મારવાની વાત કઈ રીતે શક્ય છે ?" રુદ્રસિંહને વાત સમજાઈ નહોતી.

"મી.રુદ્રસિંહ સમય સાથે ચાલો. અને સમય આવી ગયો છે કે આપણે પરિસ્થિતિ પહેલા જેવી સામાન્ય બનાવીએ. બસ આપણે એક કિલરની જરૂર છે અને કિલર તો છે જ " ડી.એસ.પી. રાણાએ મી.બક્ષી સામે જોયું.

મી.બક્ષી અને મી.આદિત્ય એકબીજા સામે જોઈ હસ્યા.

"એટલે તમે નકલી એન્કાઉન્ટર કરવાનું વિચારો છો સર ?" રુદ્રસિંહને અણસાર થઈ ગયો.

"યસ મી. રુદ્રસિંહ વડોદરામા અર્જુન રેડ્ડીનો ત્રાસ વધી ગયો છે એનું જ એન્કાઉન્ટર કરવું પડશે." કહી ડી.એસ.પી. રાણાએ મી. આદિત્ય સામે જોયું " અર્જુન રેડ્ડી મુંબઈથી ફરાર થયા પછી અહીં એનો અડ્ડો બનાવીને રહેવા લાગ્યો હતો. થોડા સમય એ શાંત રહ્યો પણ છેલ્લા બે ત્રણ મહિનાથી એ ફરી કિડનેપિંગ કરવા લાગ્યો છે."

"અર્જુન રેડ્ડી અને એના ભાઈ બલ્લુ રેડ્ડી બન્ને ની માહિતી મારી પાસે છે સર. અર્જુન રેડ્ડીના છુપા અડ્ડા વિશે પણ મને ઇન્ફોર્મેશન છે " મી. બક્ષીએ કહ્યું.

"ગુડ મી.બક્ષી પણ આ એન્કાઉન્ટરની ગન્ધ કોઈને પણ અવવી ન જોઈએ" રણાએ કડક અવાજ માં કહ્યું.

"પણ અર્જુન રેડ્ડીને મારવાથી શુ થશે ?" રુદ્રસિંહે પૂછ્યું.

"રુદ્ર લોકોને આપણે એવું જાહેર કરીશું કે ખરેખર કોઈ સિરિયલ કિલર છે જ નહીં બધી હત્યા અર્જુન રેડ્ડીએ જ કરી છે " મી. આદિત્યએ સુજાવ આપ્યો.

"ગુડ મી.આદિત્ય." ડી.એસ.પી. રાણાએ સિગારેટ સ્ટ્રેમા દબાવતા કહ્યું " અર્જુન રેડ્ડી "

"પણ આદિ લોકો પુરાવા વગર માનશે કઈ રીતે ?" રુદ્રસિંહ હજુ અવઢવમાં હતો.

"પુરાવા છે રુદ્ર "

"કેવા પુરાવા ?"

"રાજવીર દક્ષ અને વિઠ્ઠલદાસે રચિત અગ્નિહોત્રીની ફેમિલીને મારવાનું કામ અર્જુન રેડ્ડીને સોંપ્યું હતું એ બધું આ પેનડ્રાઇવ પરથી પ્રુવ થઈ જશે ને !" મી. આદિત્યએ કહ્યું.

"ચલો માની લઈએ કે લોકો એ વાત માની લેશે પણ તો અર્જુન રેડ્ડીએ રાજવીર, જયદીપ, વિઠ્ઠલદાસ અને લીલા દેસાઈની હત્યા કેમ કરી ?" રુદ્રસિંહે ટેબલ ઉપર હાથ ટેકવ્યા.

"એનો પણ ઉકેલ છે રુદ્ર. અર્જુન રેડ્ડી કિડનેપિંગ અને ખંડણી જેવા સંગીન ગુના કરે છે એ તો લોકોને ખબર જ છે "

"હા તો ?"

"રાજવીર દક્ષ, વિઠ્ઠલદાસ અને અર્જુન રેડ્ડીને સંબંધો હતા એતો પુરવાર થઇ જ ગયું છે. અને અર્જુન રેડ્ડીને ખબર પડી કે રાજવીર અને વિઠ્ઠલદાસ પાસે પૈસા છે એટલે એણે એ લોકો પાસે પણ ખંડણી માંગી પણ રાજવીર અને વિઠ્ઠલદાસે ઇનકાર કર્યો એટલે પોતાનો ભય અને અભિમાન સાચવી રાખવા રેડ્ડીએ રાજવીર અને વિઠ્ઠલદાસની હત્યા કરી અને એ સમયે જોગાનુજોગ જયદીપ અને લીલા દેસાઈ પણ એના શિકાર બન્યા."

ઘડીભરમાં મી. આદિત્યએ કેસની પળોજણ દૂર કરી દીધી. ડી.એસ.પી. રાણા પણ ખુશ થઈ ગયા. રુદ્રસિંહ પણ ચેર ખેંચીને બેસી ગયો

"તો આપણે એક તિર થી બે નિશાન લેવાના છે એમ ને "

"હા મી.રુદ્ર લોકોને સિરિયલ કિલર સાથે અર્જુન રેડ્ડીના ભયથી પણ છુટકારો મળશે. એક સાથે બે સાપ મરશે." મી. બક્ષીએ કહ્યું.

"મને ગર્વ છે મારી પાસે આવા હોનહાર અફસરો છે " ડી.એસ.પી. રાણા હસ્યા.

"પણ સર ત્યારે શું થશે જ્યારે કિલર છેલ્લો શિકાર કરશે ?" રુદ્રસિંહ ને હજુ એક પ્રશ્ન ખટકતો હતો.

"મી.રુદ્ર દેખો ભૈરવસિંહ કોઈ દૂધે ધોયેલો માણસ નથી એ પણ એક ગુંડો જ છે વરદી વાળો ગુંડો....." ડી.એસ.પી. રાણા એ ફાઇલ ઉપર હાથ પછાડ્યો.

"પણ સર એક રીતે પણ એને બચાવી શકાય " મી. આદિત્યએ કહ્યું.

"કઈ રીતે ?" ડી એસ.પી. રાણા એ આંખો ઝીણી કરી - થઈ ગઈ.

"જો રચિત અગ્નિહોત્રી કેસમાં ભ્રષ્ટાચાર કરવા માટે એને ડિસમિશ કરી દઈએ તો એ પોતાના ગામ જતો રહેશે ત્યાં કિલર કોઈ પણ કાળે એનો શિકાર ન કરી શકે "

"પણ એ પોતાના ગામ જાય એની શુ ગેરંટી ?"

"સર ભૈરવસિંહે બાવળ વાવ્યા છે. ભૈરવસિંહ પોતાની પોસ્ટનો ખોટો ઉપયોગ કરતો હતો. એણે કોઈ દુકાન કોઈ ગલ્લા કોઈ લારી કે કોઈ મોટા વેપારીને લાંચ લીધા વગર નથી છોડ્યા. લોકો એનાથી નહિ પણ એની વરદીથી ડરતા હતા જો એ વરદી ન રહે તો ભૈરવસિંહ લુલો થઈ જાય અને એ સમજી જાય કે હવે અહીં રહેવામા કોઈ ફાયદો નથી - જોખમ છે એટલે એ પોતાના ગામ જ જશે અને એ ગામ રાજપૂતોનું છે કિલર ત્યાં જઈને એને ન મારી શકે."

"હું ડી.એસ.પી. ન હોત તો તાળી વગડોત "

મી. આદિત્યના સુલજાવથી બધા દંગ રહી ગયા હતા.

"ટુ ગુડ આઈડિયા મી. આદિ " મી. બક્ષીએ કહ્યું.

"પણ સર હજુ એક સમસ્યા છે " રુદ્રસિંહે કહ્યું.

"એ શું ?"

"કાલે મી.રચિત ને ફરી કોર્ટમાં હાજર કરવાના છે અને કોર્ટ હવે એમને નિર્દોષ જાહેર કરશે. પણ સર અસલી કિલર પકડાયા વગર પોલીસને બધા પ્રુફ ક્યાંથી મળ્યા ? મીડિયાને આપણે શું કહી શુ ?"

"યુ મીન રેડ્ડીનું એન્કાઉન્ટર આજે જ કરવું પડશે. "

"હા સર રેડ્ડી મસ્ટ બી રેડ્ડી ટુ ડાઈ ટુડે " મી. બક્ષીએ રુદ્રસિંહની વાતમાં સાથ આપ્યો.

"પણ તમે બધા તૈયાર છો ? ટિમ આજે તૈયાર થઈ જશે ?"

"સર ટિમ ની જરૂર નથી. અને ટિમમા લેવા માટે કોનો ભરોસો કરવો ? ઘણા વરદી વાળા અર્જુન રેડ્ડીની ડ્યુટી કરે છે. આ મિશન સિક્રેટ જ રાખવું પડશે નહિ તો અમારું જ એન્કાઉન્ટર થઈ જશે " મી. બક્ષીએ કહ્યું.

"હી ઇઝ રાઈટ સર " મી. આદિત્યએ કહ્યું.

"બેસ્ટ ઓફ લક હર હર મહાદેવ " હસીને ડી.એસ.પી. રાણા ઉભા થઇ ગયા.

"હર હર મહાદેવ " ત્રણેય જણ બોલ્યા.

રુદ્રસિંહ મી. બક્ષીને પોતાના ઘરે લઈ ગયો. મી. આદિત્ય સ્ટેશન તરફ રવાના થઈ ગયા.

***

To be continue.....

વિકી ત્રિવેદી 'ઉપેક્ષિત'