નો રીટર્ન
સસ્પેન્સ થ્રીલર નવલકથા
ભાગ - 3
પ્રવિણ પીઠડિયા
પૂજા અકળાઈ રહી હતી. એનું મન નહોતું માનતું. વારે વારે એને એવી લાગણી થતી હતી કે હજી કંઈક બાકી રહી જાય છે. ચાવડાની વાતમાં એ સંમત થઈ હતી અને એની વાત પણ બરાબર જ હતી. થતાં એના દિલમાં કંઈક ડંખી રહ્યું હતું. કોઈક એવી વાત હતી જે એને શાંતિથી ઝંપવા નહોતી દેતી. એ શું હતું...? એ તો ખુદ પૂજા પણ નહોતી જાણતી. ભયંકર મૂંઝવણ અનુભવતી એ પોતાની રૂમમાં આમથી તેમ આંટા મારી રહી હતી. એની રૂમમાં લગાવેલા આદમ કદના આઈનાની સામે જાતી એ પોતાની જાત સાથે જ વાત કરી રહી હતી. અચાનક એને લાગ્યું કે સામે અરીસામાં ઊભેલી એની પ્રતિકૃતિ એને કંઈક કહી રહી હોય કે... ‘પૂજા આ તો હજુ શરૂઆત ૮૫ છે... તારા જીવનમાં હજુ તો ઘણું બધું બનવાનું, ન જાયેલું અને સમજાય એવું બનવાનું બાકી છે. હવે પછી જે થશે એ અત્યાર સુધીમાં જે બન્યું એના કરતાં પણ વધુ ભયાવહ અને ખૌફનાક હશે. પૂજાનો પડછાયો પૂજાને જ ડરાવી રહ્યો હતો, અને આવનારા ભયાનક સમયની આગાહી કરી રહ્યો હતો. પૂજા ભયંકર ડરથી છળી ઊઠી. અને રીતસરની કમરાની બહાર દોટ મૂકી. એ એના પડછાયાથી ભાગવા માંગતી હતી. અને સામે અરીસામાં એનું પ્રતિબિંબરૂપી ભવિષ્ય ખડખડાટ હસી રહ્યું હતું.
આ તરફ મારી સાથે પણ કંઈક એવું જ નાટક ભજવાઈ રહ્યું હતું. મેં મનોમન પાકો નિર્ધાર કરી લીધો હતો કે મારે હવે શું કરવું છે. મારો નિર્ણય વધુ મજબૂત ત્યારે બન્યો કે જ્યારે રાત્રે પહેલી તારીખ હોવા છતાં મને એ ભયાવહ અને ડરામણું સ્વપ્નું ન આવ્યું. જે સ્વપ્નથી મારી જિંદગી દોખજ બની ગઈ હતી. એ સ્વપ્ન મને ન આવ્યું હું શાંતિથી સૂતો રહ્યો હતો. એક અજબ નિરાંતની એ ઊંઘ હતી. હું રાત્રે છળીને ઊભો નહોતો થયો કારણ કે એ ભયાનક સ્વપ્નને બદલે સ્વપ્નમાં મને ભગવાન શિવના દર્શન થયા. શાંત, સૌમ્ય અને શીતળ સ્વરૂપની ભગવાન શિવની સોનાની મૂર્તિ મને આશીર્વાદ આપી રહી હતી.. મારા મનમાં એક સ્તબ્ધતા, એક શીતળતા છવાઈ ગઈ. જાણે કે મારી તમામ ચિંતાઓ, પરેશાનીઓ અને ઉપાધિઓ મારાથી દૂર ભાગી ગઈ હોય એવું મેં અનુભવ્યું. મારા રોમેરોમમાં આનંદ આનંદ છવાતો ચાલ્યો. અને એક સ્વર્ગીય નિંદ્રામાં હું સરી પડ્યો.
સવારે હું ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં જાગ્યો. મારા મનમાં એક અડગ નિર્ણય લેવાઈ ચૂક્યો હતો. મને આગળની મારી રાહ સ્પષ્ટ દેખાતી હતી. પથારીમાં બેઠા બેઠા જ મનોમન ભોળાનાથને મેં વંદન કર્યા અને પછી ડિટેક્ટિવ આગળ જે કરવાનું હતું એ કામમાં લાગી ગયો.
સૌથી પહેલું કામ પૂજાને ફોન કરવાનું કર્યું અને ફોન કરીને હું શું કરવા માગું છું એ બધું વિગતવાર જણાવી દીધું. એ ફોન ઉપર હતી એટલે એની પ્રતિક્રિયા હું નિહાળી ન શક્યો છતાં એટલો તો ખ્યાલ આવી જ ગયો કે એ મારી વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ હતી. સૌથી પહેલા તો મારે જગદીશને મળવું હતું. અને એ માટે પૂજા પણ મારી ૮૬ સાથે આવવા તૈયાર થઈ. અમે બંને જગદીશની ઓફિસે પહોંચ્યા. જગદીશ એક વ્યવસ્થિત કહી શકાય એવી ઊંચાઈ ધરાવતો થોડો ગૌરવર્ણનો આદમી હતો એનું શરીર કસાયેલું હતું. સાદા પેન્ટ શર્ટમાં એ એક ડિટેક્ટિવ કરતાં કોઈ ઓફિસનો કર્મચારી વધુ લાગતો હતો. એણે અમને આવકાર્યા. એના વ્યક્તિત્વ ઉપરથી પહેલી નજરે મારા મનમાં એના પ્રત્યે કોઈ સારો પ્રતિભાવ નહોતો બંધાયો. મને એવું લાગ્યું કે શા માટે ઇન્સ. ચાવડાએ આ માણસને કેસ સોંપ્યો હશે..? એની આંખોમાં એક ડિટેક્ટિવની આંખોમાં હોય એવી ચાલાકી કે ચતુરાઈ નહોતી. અમે એની સામે બેઠા. ચાવડાએ બધી જ માહિતી જગદીશને પહોંચાડી દીધી હતી એટલે અમારે એને કાંઈ કહેવા જેવું નહોતું. આખો કેસ જગદીશે બારીકાઈપૂર્વક વાંચ્યા બાદ એવા નિષ્કર્ષ પર આવ્યો હતો કે હવે આ કેસની ખૂટતી કડીઓ મેળવવા સિક્કિમ જવું અનિવાર્ય બની જતું હતું. કારણ કે આગળની માહિતી મેળવવી હોય તો રાજેશે સિક્કિમમાં જઈને શું કર્યું અને શું શું જાયું અને એવી તો કઈ વાત એ જાણી ગયો કે જેના કારણે એની જિંદગી જાખમમાં મુકાઈ એ જાણવું જરૂરી હતું.
જગદીશ મારી ધારણા કરતાં વધુ ચપળ અને હોંશિયાર સાબિત થયો. લગભગ ત્રીસ બત્રીસ વર્ષનો હતો એ.. એની સેક્રેટરી ટીના તો એના કરતાં પણ વધુ ચપળ લાગી મને. કારણ કે હજી તો વાત કરતા હતા ત્યાં તો એણે ટ્રાવેલ એજન્ટને ફોન પણ કરી દીધો હતો. ગઈકાલે રાત્રે મારા મનમાં જે નિર્ણય આકાર લઈ ચૂક્યો હતો એવું જ કંઈક જગદીશ અત્યારે કહી રહ્યો હતો. મેં ગઈકાલે જ સિક્કિમ જવાનું નક્કી કરી લીધુ હતું. મારે સિક્કિમ જવું જ હતું. અને અત્યારે જગદીશ પણ સિક્કિમ જવાની જ વાત કરતો હતો. મેં એની સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી કે હું પણ ત્યાં સાથે આવવા માગું છું. ત્યારે પૂજા અને જગદીશ બંને મારી સામે આશ્ચર્યથી જાવા લાગ્યા... પૂજાને માનવામાં નહોતું આવતું કે હું આવું કંઈક કરીશ. જ્યારે જગદીશ તો સાવ નામુકર ગયો હતો... કારણ કે આ એક ખતરનાક કામ હતું જેમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે.. એ મને સાથે લઈ જઈને એવું કોઈ જાખમ ઉઠાવવા માંગતો નહોતો. આખરે રકઝકના અંતે તેણે સંમતિ આપી દીધી. એક કરતા બે ભલા. આમ પણ જા એ ના કહેત તો હું મારી રીતે ૮૭ પણ સિક્કિમ જવાનો હતો...
‘હું પણ આવીશ.... ! અચાનક મારી બાજુમાં બેઠેલી પૂજાએ ધડાકો કર્યો. હવે આશ્ચર્ય ચકિત થવાનો વારો અમારો હતો.
‘એ બિલકુલ શક્ય જ નથી પૂજા...’ મેં પૂરી દૃઢતાથી કહ્યું. ‘સૌથી પહેલા તો તારા મમ્મી પપ્પા તને નહીં આવવા દે. અને કદાચ એ લોકો તારી જીદ આગળ ઝૂકીને હા પાડશે તો પણ આ કામમાં હું તને ઇન્વોલ્વ નહીં જ કરું. તું સારી રીતે જાણે છે કે તારું આવવું ખતરનાક સાબિત થઈ શકે છે.’
‘અમીત.. તારી જેમ મારો નિર્ણય પણ અડગ જ છે. જા તમે મને સાથે નહી લઈ જાઓ તો હું મારી રીતે આવીશ. પરંતુ હું આવીશ તો ખરી. તમે લોકો ત્યાં મુશ્કેલી વેઠો અને હું અહીં બેસી રહું એ મારાથી સહન થાય એવી વાત નથી. આ પ્રોબ્લેમ અમારા કારણે જ ઊભો થયો છે એટલે મારી ફરજ બને છે કે હું કમસેકમ તમને લોકોને સાથ તો આપી જ શકું.’ પૂજાએ મક્કમતાથી કહ્યું.
‘અરે પણ તું સમજતી કેમ નથી? ત્યાં ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવાનો થાય ત્યારે જા તું સાથે હોય તો અમારા માટે મુશ્કેલી સર્જાઈ શકે. તું જા સાથે હોય તો અમને સતત તારી ચિંતા રહ્યા કરે અને અહીં ઘરે તારા મમ્મી પપ્પા તારી ચિંતામાં અડધા થઈ જાશે.’
‘અમીત.. હું કમજાર નથી. તમને લોકોને મારી જરા પણ ચિંતા નહીં રહે એની હું ગેરંટી આપું છું. રહી મમ્મી પપ્પાની વાત, તો એ મને ક્યારેય ના નહીં કહે. કારણ કે એમને મારા પર વિશ્વાસ છે કે હું કોઈ જ કોટો નિર્ણય ક્યારેય નહીં લઉં. હવે તમારે જ નિર્ણ કરવાનો છે કે આગળનું આયોજન કેવી રીતે કરવું?’ પૂજાએ પૂરી મક્કમતાથી વાત કહી. એ માનશે નહીં એવું એના ચહેરા પરથી સ્પષ્ટ વર્તાઈ રહ્યું હતું. હું આવી સ્ત્રી હઠનો પહેલીવાર સામનો કરી રહ્યો હતો. જ્યારે સામે જગદીશ મંદ મંદ મુસ્કુરાતો હતો. મને પૂજાની આ હઠ બિલકુલ ગમી નહોતી. હું નહોતો ઇચ્છતો કે એ અમારી સાથે આવે. પરંતુ પૂજા માનવા તૈયાર નહોતી. હું ઉભો થઈને બહાર નીકળી આવ્યો અને દરવાજા બહાર દાદર પાસે ઊભો રહ્યો. મારી પાછળ પાછળ પૂજા પણ બહાર ૮૮ આવી... મારી એકદમ નજીક આવીને એ ઉભી રહી. એના ગરમ ગરમ શ્વાસોશ્વાસ મારી પીઠને અથડાઈ રહ્યા હતા. એ થોડીવાર એમ જ ઊભી રહી. મારાથી રહેવાયું નહીં એટલે હું પાછળ ફર્યો. એ મારી સામે જાઈ રહી. એની આંખોમાં મારા પ્રત્યેની લાગણી મને સ્પષ્ટ દેખાઈ આવી. મેં મારા બંને હાથોથી એના મુલાયમ હાથ પકડ્યા અને એની નજરો સાથે નજર મિલાવી.
‘પ્લીઝ પૂજા... તું જીદ ન કર. જા તને કંઈ થઈ જશે તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. તું જાણે છે ને કે આ બાબત આપણે ધારીએ છીએ એટલી સરળ નથી. એમાં તને જા કંઈ થયું તો તારા મમ્મી પપ્પાને હું શું કહીશ?’ હું લાગણીશીલ બની ગયો.
‘તો શું તને કંઈ થઈ જશે તો હું મારી જાતને માફ કરી શકીશ? તમારો શું સંબંધ છે અમારી સાથે ? છતાં તમે અમારા માટે તમારી જાતને દાવમાં મૂકી રહ્યા છો તો મારી પણ કંઈક ફરજ બને કે નહીં...? હું સમજું છું કે ત્યાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. પરંતુ આપણે ક્યાં કોઈ યુદ્ધના મેદાનમાં જઈએ છીએ કે આપણે મારામારી કે એવું કંઈક કરવું પડે. ત્યાં શું થવાનું છે એની આપણને ખબર જ નથી તો પછી એવી પરિસ્થિતિઓથી ડરવું શું કામ ?
અને એવું પણ બની શકે કે ને કે કદાચ મારા આવવાથી ફાયદો થાય એવા ઘણાં કામો સરળતાથી થઈ જાય કે જે તમે એક પુરુષ તરીકે ન કરી શકો અને હું એક સ્ત્રી થઈને કરી શકું. અને એક વાત કહું તને...’ અચાનક એની આંખોમાં ઝાકળના બિંદુ બાઝવા લાગ્યા. ‘હું હંમેશા તમને મદદરૂપ થઈશ. મારો બોજા તમને નહીં લાગવા દઉં.... હું એક સ્ત્રી ભલે રહી પરંતુ મારામાં એટલી હિંમત તો છે જ કે ગમે તેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકું. હું હંમેશ તમને સપોર્ટ કરીશ. એટલો પણ વિશઅવાસ નથી મારા ઉપર...?’
એ મને વિવશ કરી રહી હતી. કદાચ એ એક સ્ત્રીની સંવેદનાનો જાદુ મારા ઉપર ચલાવી રહી હતી. પૂજાએ મને એવી રીતે પૂછ્યું કે હું એને ના ન કહી શક્યો. દિલથી તો હું પણ એવું ઇચ્છતો હતો કે એ હંમેશા મારી સાથે જ રહે... મારો અનુરાગ એના ૮૯ પ્રત્યે વધતો જતો હતો. એ મારાથી દૂર હોય તો પણ સતત હું એના જ વિચારોમાં ખોવાયેલો રહેતો હતો. છતાં અત્યારે એ સાથે ન આવે એમાં જ અમારા બધાની ભલાઈ હતી. મારા લાખ મનાવવા છતાં એ ન માની, આખરે મને કમને હું માન્યો હતો....
આખરે અમે એક અજાણી ભૂમિ પર જવા તૈયાર થવા લાગ્યા. અમારા સંજાગો કે નસીબ જે ગણો એ, અમને એક એવી ભૂમિ ઉપર લઈ જવાના હતા કે જેના વિશે અમે કલ્પના પણ કરી નહોતી. કાબેલિયત અન મૂર્ખામીમાં ઝાઝો ફરક હોતો નથી. માનવી પોતાની કાબેલિયત ઉપર હંમેશા મુસ્તાક હોય છે. પરંતુ એ જ કાબેલિયત ક્યારેક મૂર્ખામીમાં પરિણમે ત્યારે એ એવો ભોંય પર પછડાય છેકે પછી ઊભો થવાના હોશ પણ રહેતા નથી. માનવીની આ એક ખાસિયત છે કે હંમેશા એવું જ વિચારીને ચાલે છે કે એ બધું જ જાણે છે અને બધું જ કરી શકે છે. અને એટલે જ ક્યારેક કુદરત એને એવી થપાટ મારે છે કે પળવારમાં એનો અહમ ચકનાચૂર થઈ જાય છે. અને એ કુદરતના શરણે જવા મજબૂર બની જાય છે... અમે જે સફર પર નીકળવાના હતા એ સફર અમારા જીવનમાં ક્યારેય ના ભૂલાય એવી અવિસ્મરણીય ઘટના બનવાની હતી. અમે તો અમારા આત્મવિશ્વાસ ઉપર મુસ્તાક હતા કે અમે જ્યારે સિક્કિમ પહોંચી શું ત્યારે આ કેસનો ઉકેલ મળી જશે અને અમે એ બધાને બેનકાબ કરી નાખીશં. જે આની પાછળ છે.. અમને આ સમસ્યાનો ઉકેલ હાથવેંતમાં જ લાગતો હતો. પરંતુ અત્યારે અમને નહોતી ખબર કે અમે સામે ચાલીને મોતના મુખમાં જઈ રહ્યા હતા. અમારું મૃત્યુ અમારા આગમન માટે લાલ જાજમ બિછાવીને તૈયાર હતું અને અમે એ જાજમ પર ચાલવાની તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા. આ તૈયારીઓ હતી અમારા કિસ્મત અને અમારા મૃત્યુ વચ્ચેની... જેની કિસ્મત બળવાન હશે અને જેને કુદરત મદદ કરશે એની જીત થવાની હતી જ્યારે બાકીના બધાને મૃત્યુ એની સાથે લઈ જવાનું હતું...
એક સાવ સામાન્ય ઘટનાથી શરૂ થયેલી મારા જીવનની સફર કેવા કેવા વળાંકો લેવાની છે અન એ ેક્યાં જઇને ખતમ થશે. એ તો હું પણ નહોતો જાણતો... મેં ક્યારેય મુશ્કેલીઓનો સામનો નહોતો કર્યો. મને આજ સુધી બધું સહેલાઈથી જ મળતું આવ્યું ૯૦ હતું. અને મારા જીવનથી મને સંતોષ હતા. મુશ્કેલીઓ અને તકલીફો મેં જાઈ નહોતી છતાં હું એનો સામન કરવા સક્ષમ હતો. મેં મારા જીવનને એક પાણીના પ્રવાહની જેમ વિતાવ્યું હતું એટલે એ પ્રવાહના રસ્તામાં આવતા ઊબડ ખાબડ રસ્તાઓ અને નાના મોટા વળાંકોનો સામનો કરવા માટે હંમેશા તૈયાર હતો. ઉપરવાળાની મારા ઉપર આ બાબતે મહેરબાની હતી. હું જરા પણ અટકીને ઊભો રહી જાઉં. ત્યાંથી આગળ વધવામાં મારા ઈષ્ટદેવ મને જરૂર મદદ કરતા જ...
***
‘છ - છ મહિનાથી તું શું જખ મારે છે ? તને ખબર છે ને કે તારી આ દવા બનાવવાની કંપનીમં પંચોતેર ટકાથી પણ વધુનું રોકાણ અમારા બેનું જ છે. હવે જા અમે હાથ પાછા ખેંચી લઈશું તો તારી હાલત શું થશે એ તું જ વિચારી જા. ફરી પાછો પહેલાની જેમ કોઈ ગલીના નાકે પહેલવાનગીરી કરતો નજરે ચડીશ. આને તું અમારી ધમકી ન સમજતો. આવું થતાં જરાપણ વાર નહીં લાગે. અને તું રોડ પર હોઈશ સમજ્યો..? આમાથી બચવાનો એક જ રસ્તો છે કે તું તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ. નહીંતર તું ગયો સમજ..’ જગતાપ જેને બોસ કહીને સંબોધતો હતો એ ખૂંખાર સુરિન્દર અત્યારે મિયાની મીંદડી બનીને આ સાંભળી રહ્યો હતો. એ અત્યારે ખામોશ હતો અને સાવ ચૂપચાપ સામેની ખુરશીમાં બેસેલા પોતાના આકાઓની વાત સાંભળી રહ્યો હતો. બેમાંથી એક ખૂબજ મોટો મિનિસ્ટર કક્ષાનો રાજકારણી હતો અને બીજા અબજાપતિ બિલ્ડર હતો... સુરિન્દરનું લોહી એ બંનેની વાતો સાંભળીને ઉકળી રહ્યું હતું. છતાં એ ચૂપ હતો.... કારણ કે એ જે કહી રહ્યા હતા એ સત્ય હતું. સુરીન્દરની પોતાની દવા બનાવવાની ફાર્માસ્યુટીકલ કંપનીમાં મોટાભાગની રકમ આ બંનેની જ હતી. એમ સમજા કે એ કંપની સુરીન્દરની નહીં પરંતુ આ બંનેની જ હતી તો પણ ચાલે... પાંચ છ વર્ષ પહેલા સુધી તો સુરીન્દર એક સામાન્ય મવાલીછાપ માણસ હતો. જેની મુલાકાત અચાનક આ લોકો સાથે થતા એનું નસીબ બદલાઈ ગયું હતું. સુરીન્દરે ૯૧ પોતે સ્કોલરશીપ મેળવીને સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. પરંતુ એ પછી એને નોકરી મળી નહોતી. જે નોકરીઓ મળતી હતી એવી સામાન્ય નોકરીઓ એને કરવી નહોતી. એની આંખોમાં સ્વપ્નાઓ બહુ મોટા માણસ થવાના હતા. બેકારીના કારણે ધીરે ધીરે એ રખડુ વ્યક્તિ બની ગયો હતો. અને પછી મવાલીગીરી કરવા લાગ્યો હતો. સાવ અચાનક જ એક કામના સંદર્ભમાં સુરીન્દરની મુલાકાત આ બંનેની સાથે થઈ હતી અને પછી જાત જાતામાં પાંચ છ વર્ષની અંદર જ એ ક્યાંય પહોંચી ગયો હતો. પોતાની આ ફાર્માસ્યુટિકલ કંપની ચાલુ કરવા એણે ગમે તેવા કામ કરવામાં પણ પાછીપાની કરી નહોતી. અત્યારે એ સમસમીને બેઠો હતો એનું કારણ પણ આ જ હતું...
‘તમને લોકોને શું લાગે છે....? કે હું હાથ ઉપર હાથ રાખીને બેસી રહ્યો છું ? આ કામ પાછળ મેં મારા ત્રણ માણસો ગુમાવ્યા છે. એ માણસો મારા વફાદાર અને વિશ્વાસુ હતા. મેં એમને ત્યાં સિક્કિમ મોકલ્યા હતા. પરંતુ હજુ સુધી એ પાછા નથી આવ્યા કે નથી એમનો કઈ પત્તો. અરે... એક વાર તો હું ખુદ ત્યાં મારા બીજા માણસોને લઈને જઈ આવ્યો એ શું તમે નથી જાણતા ? એ વખતે ત્યાં પેલા છોકરાની નવી ઉપાધિ ગળે વળગી હતી. એ પણ તમે સારી રીતે જાણો છો.’
‘તો હવે કેમ હાથ જાડીને બેસી રહ્યો છે?’
એવું નથી... બે ત્રણ દિવસની અંદર જ હું ફરી પાછો ત્યાં જવાનો છું. આ વખતે ગયા વખત કરતા પણ સારો અને પૂરતો બંદોબસ્ત કરીને જ જઈશ. મેં માણસો પણ તૈયાર કરી રાખ્યા છે. હવે તો આ બાબતનો ઉકેલ આવશે પછી જ હું દિલ્હીમાં પગ મૂકીશ... તમને લોકોને જેટલી ઉતાવળ છે એના કરતાં વધુ ઉતાવળ મને પોતાને છે. આમાં મારો પણ સ્વાર્થ છે જ ને. આમ છતાં જા તમને લોકોને મારી વાત ઉપર ભરોસો ન હયો તો તમે તમારા માણસોને પણ મારી સાથે મોકલી શકો છો. મને કોઈ જ પ્રોબ્લેમ નથી. સુરીન્દર ઉકળી ઉઠતા બોલ્યો. એ ધૂંધવાઈ ગયો હતો, સુરીન્દરની વાતથી એસી. ઓફિસમાં પણ ગરમાવો ફેલાઈ ગયો. ઓફિસનું વાતાવરણ એકદમ ખામોશ થઈ ગયું. એ ત્રણેય પોતપોતાના વિચારોમાં ખોવાઈ ગયા. ત્રણેય ધૂંધવાઈ તો રહ્યા હતા છતાં ખામોશ હતા. કારણ કે એ ત્રણેયને એકબીજાની જબરજસ્ત જરૂરિયાત ૯૨ હતી. ત્રણમાંથી એક પણ વ્યક્તિ જા નારાજ થઈને આમાંથી નીકળી જાય તો હાથમાં આવેલી એક સોનેરી તક છટકી જવાનું જાખમ હતું.
‘અમને તારા પર જરાપણ અવિશ્વાસ નથી, પરંતુ તું સારી રીતે જાણે છે કે આપણને અનાયાસે જ સામેથી જે તક મળી છે એને આમ વેડફી નાંખીશું તો આપણા જેવું કોઈ મૂર્ખ બીજું નહીં હોય. એટલે જ હવે તારે જે પણ કરવું પડે એ કર. પાકું આયોજન કર અને નીકળ. આ બાબતનો નિકાલ તાત્કાલિક થવો જાઈએ બસ.. એના માટે તારે તારા રસ્તામાંથી કોઈને પણ હટાવવા પડે તો હટાવ, બાકી બધું અમે સંભાળી લઈશું. જેમ પેલા છોકરાનો કેસ બંધ કરાવ્યો એમ આપણા વિરુદ્ધ થશે એ તમામ કેસો, તમામ મેટર અમે બંધ કરાવી દેશું.’
એ મીટીંગ ત્યાંજ પૂરી થઈ. બહાર આવીને સુરીન્દરે જગતાપને ફોન કર્યો અને આગળ શું કરવાનું છે એ તેને સમજાવ્યું.... જગતાપ તૈયાર જ હતો.
***
આહ્લાદક અને ખુશનુમા સવાર હતી. સૂર્યનારાયણે પોતાની આવવાની છડી પોકારી દીધીહતી. હું વહેલો જાગી ગયો હતો. સામાન તો રાત્રે જ પેક થઈ ગયો હતો એટલે એ ચિંતા નહોતી. મેં મારા ઘરે મમ્મી પપ્પાને બધી વાત જણાવી દીધી હતી. મને પોતાને ખબર નહોતી કે મારે રીટર્ન આવતા કેટલો સમય લાગશે. એટલે બધી વાત કહેવી જરૂરી હતી. મારા ઘરે ખાસ કોઈ પ્રોબ્લેમ થયો નહોતો. થોડી ઘણી આનાકાની બાદ મને મંજૂરી મળી ગઈ હતી. ખરી તકલીફ તો પૂજાના ઘરે થઈ હતી. સારો ટેબ્લો ઊભો થયો હતો એના ઘરે... ગીરીશભાઈ અને યશોદાબહેન કોઈપણ સંજાગોમાં પૂજાને જવા દેવા રાજી નહોતા થતા. હજી તો રાજેશ ભાનમાં નહોતો આવ્યો ત્યાં પૂજા એ જ જગ્યાએ જવાની જીદ લઈને બેઠી હતી. કોઈ પણ મા બાપ પોતાની વહાલસોયી દીકરીને જાતે કરીને મોતના મુખમાં મોકલવા તૈયાર થાય જ નહીં. પૂજાના મમ્મી પપ્પા પણ માન્યા નહોતા. એ સમયે જ હું એમના ઘરે જ હતો. ગીરીશભાઈ મને પૂજાને સમજાવવાનું ૯૩ કહેતા હતા. મેં તો ગઈકાલે જ પૂજાને ખૂબ સમજાવી હતી. પરંતુ એ એકની બે નહોતી થઈ. એ ખરેખર ખૂબ જ જીદ્દી છોકરી હતી. આજે પણ મેં કોશિશ કરી જાઈ પણ એ નહોતી માની. યશોદાબહેનને તો આ વાત સાંભળનીને ક્યારનોય શ્રાવણ ભાદરવો વરસવો શરૂ થઈ ચૂક્યો હતો. એની મમ્મીના આંસુ પણ પૂજાને પીગળાવી ન શક્યા. લગભગ બે કલાક સુધી સમજાવવાનું, રોવાનું અને દલીલોનો માહોલ ચાલ્યો. લગભગ છેક સાંજે એ લોકો માન્યા અને એપણ એ શરતે કે જરાપણ જાખમ જણાય તો ત્યાંથી જ રીટર્ન થવું. એક સમયે તો ગીરીશભાઈ પોતે જ પૂજાને બદલે આવવા તૈયાર થયા હતા પરંતુ એમની તબિયત બરાબર ન હોવાની દલીલ સામે એમને ઝૂકવું પડયું. ઇન્સ. ચાવડાનો વિશ્વાસુ માણસ જગદીશ પણ સાથે હતો. એ એમના માટે રાહતની વાત સાબિત થઈ અને પૂજા માટે વરદાન. એમની બીજી પણ એક શરત હતી કે પૂજા એકલી નહીં આવે એની સાથે એને સાથ આપવા માટે બીજી કોઈ લેડીઝને લઈ જવાની કે જેથી પૂજાને કોઈ અગવડતા ન પડે. અને એને સથવારો મળી રહે. મેં જગદીશને ફોન કરીને વાત કરી તો એણે ટીનાને સાથે લઈ લેવાનું નક્કી કર્યું. આમ સફરમાટે અમે ચાર વ્યક્તિઓ તૈયાર હતા. હું, પૂજા, જગદીશ અને ટીના.
***
સુરતથી રાઈટ સાત વાગ્યે હાવરા એક્સપ્રેસ રવાના થઈ. અમે અમારા કોચમાં ગોઠવાઈ ગયા હતા, પૂજાના કારણે સ્ટેશન ઉપર ઘણાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા. સાચું કહું તો પૂજાને રડતી જાવી એ પણ એક લ્હાવો હતો. એની આંખોમાંથી મોતી જેવી બુંદો એના ગુલાબી ગાલ પર સરકી રહી હતી. રડી રડીને એના નાક અને કાનની બૂટ લાલઘૂમ થઈ ગઈ હતી. નો ડાઉટ કે એ એના માતાપિતાથી દૂર જતી હતી એનું દુઃખ એને હતું.
છતાં મને અત્યારે દુઃખ નહોતું થતું. સાચું કહું તો હું સાવ નફ્ફટની જેમ વર્તતો હતો. એને રડતી જાઈ મને આનંદ થતો હતો. પૂજાનું એ રૂપ મારા દિલની ગહેરાઈમાં ૯૪ છવાઈ ગયું હતું. મને ઘણું મન થયું કે હું એની પાસે જઈને એને સાંત્વના આપું પરંતુ એક અજાણ્યા સંકોચે મને રોકી રાખ્યો હતો. અમારા કોચમાં ચારેયની બેઠક સામસામે હતી. પૂજા અને ટીના અમારી સામેની બર્થમાં હતા. પૂજા અને ટીના થોડા સમયમાં તો પાકા મિત્રો બની ગયા હતા અને વાતોએ વળગ્યા હતા. અમે ચૂપચાપ એ બંનેની વાતો સાંભળી રહ્યા હતા. સ્ત્રીઓમાં આ એક કુદરતી ખાસિયત હોય છે કે એને બીજા સાથે ભળતા ઝાઝો સમય નથી લાગતો જ્યારે સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો આટલી જલદીથી કોઈની સાથે હળી ભળી શકતા નથી.
અમારું પહેલું ડેસ્ટીનેશન કોલકત્તા હતું. કોલકતાથી દાર્જીલિંગ અને ત્યાંથી ગંગટોક જવાનું હતું. રાજેશે એની ડાયરીમાં દાર્જીલિંગ લખેલું હતું એનો મતલબ આવો જ કંઈક દાર્જીલીંગ અને ગંગટોક થતો હતો. એ પહેલા દાર્જીલીંગ પહોંચ્યો હશે અને ત્યાંથી ગંગટોક ગયો હશે. ગંગટોક એ સિક્કિમનું પાટનગર છે એટલે સ્વાભાવિક રીતે જ એ મોટું શહેર હશે. આ પહેલા હું ક્યારેય આ બધી જગ્યાએ ગયો નહોતો એટલે મને ખ્યાલ નહોતો કે ત્યાં શું હશે? અમે કોલકતાથી દાર્જીલીંગ બાય ટ્રેન અને ત્યાંથી ગંગટોક બાય રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા એટલે કે પ્રાઈવેટ વાહનમાં બાયરોડ જવાના હતા. રાજેશે જે નોંધ એની ડાયરીમાં કરી હતી એની જ્યા સુધી પૂરેપૂરી સમજ અમને ન પડે ત્યાં સુધી આ બધું ભેદભરમ જેવું જ હતું. અમે અત્યાર સુધીમાં એમાં લખેલા ઘણાં મુદ્દાની સમજ મેળવી લીધી હતી એટલે હવે અમને વિશ્વાસ બંધાયો હતો કે ગંગટોક પહોંચીને અમે બીજા મુદ્દાનો પણ ઉકેલ મેળવી શકીશું.. અને રાજેશ ક્યાં ક્યાં ગયો હતો અને શું શું જાયું હતું એ અમને જાણવા મળી જશે. આ વિશ્વાસના કારણે જ અમે સિક્કિમ જવાનું સાહસ ખેડ્યું હતું. આ એક સાહસ જ હતું. મારા માટે કારણ કે આ પહેલા હું ક્યારેય આવી પરિસ્થિતિમાં મુકાયો નહોતો. એક તરફ આનંદ અને રોમાંચ થતો હતો અને બીજી બાજુ ડર પણ લાગતો હતો. આ બધું એક એક સ્વપ્ન જેવું હતું. મેં કલ્પના નહોતી કરી કે મારી જિંદગીમાં આવા વળાંકો પણ આવશે. ખૂબ જ ઝડપથી અને ટુંકાગાળામાં મારી જીંદગીની દિશા બદલાઈ ગઈ હતી અને હજી આગળ જતા કેવા કેવા અનુભવો થશે. અને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. એ હું નહોતો ૯૫ જાણતો. જા જાણતો હોત તો કદાચ હું આ સફરે નીકળ્યો હોત કે નહીં એ પણ ને ખ્યાલ નહોતો. મેં લગભગ આ વિશે વિચારવાનું જ બંધ કરી દીધું હતું કે આગળ શું થશે. મને ખાતરી હતી કે જે થાશે તે સારું જ થાશે. હું ઘેરથી ભગવાનને પ્રાર્થના કરીને નીકળ્યો હતો. મને મારા ઇષ્ટદેવ, મારા આરાધ્ય દેવ ઉપર પૂરેપૂરો ભરોસો હતો. કે એ ક્યારેય અમારું અહિત નહી થવા દે. મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાંથી નીકળવાનો અમને મારગ જરૂર સુઝાડશે જ. હું મારું કર્મ કર્યે જતો હતો સાથે ઉપરવાળાનો ભરોસો હતો....
કોલકતા સુધીની ટ્રેનની અમારી સફર ખૂબ જ સારી રહી. આમ પણ જ્યારે તમારું પ્રીતિપાત્ર સાથે હોય ત્યારે જિંદગીની દરેક સફર સોહામણી બની રહે છે. પૂજા સાવ અચાનક અન અનાયાસે જ મારી જિંદગીમાં આવી હતી અને કોઈ આંધી તૂફાનની જેમ મારા દિલ ઉપર છવાઈ ગઈ હતી. હું પહેલી નજરે એના પ્રેમમાં પડી ગયો હતો એવું કહું તો ખોટું નહોતું. એ પ્રેમ છે કે આકર્ષણ એ મને હજુ સુધી ખબર નથી છતાં હું એની સુંદર, કાજળ જેવી ઘેરી આંખોમાં મારું પ્રતિબિંબ નિહાળી રહ્યો હતો. મારી લાગણીઓને શબ્દો નથી મળતા વ્યક્ત થવા માટે. પૂજા કાયમ ડ્રેસ જ પહેરતી પરંતુ આજે એણે જાડું ખદ્દડ જીન્સ અને ઉપર વ્હાઈટ કલરનું ટોપ પહેર્યું હતું. જીન્સ ટોપમાં એ એકદમ અલગ જ લાગતી હતી. આ કપડામાં એ અલ્લડ, મસ્તીખોર કોલેજિયન કન્યા જેવી દેખાતી હતી. વ્હાઈટ ટોપ ને બ્લ્યુ કલરના જિન્સમાં ખોસેલું હતું. અને એની ઉપરથી મોટા પહોળા બેલ્ટવાળો પટ્ટો પહેર્યો હતો. એનુ ટિશર્ટ ચૂસ્ત રીતે એના શરીર સાથે ચીપકી ગયું હતું. એટલે એના સીનાનો ઊભાર વધુ ઉન્નત લાગતો હતો. સુરાહીદાર ગળામાં મા અંબાનું લોકેટ ચેનમાં લટકતું હતું જે એના ઉન્નત સિના સુધી આવીને અટકી જતું હતું. પૂજાનો દેહ એકદમ સપ્રમાણ અને કામણગારો હતો. એ હંમેશા થોડા ખુલતા ડ્રેસ પહેરતી પરંતુ આજે સ્કીન ટાઈટ કપડામાં એ વધુ ખૂબસુરત લાગતી હતી. હું ધ્યાનથી એને નિહાળી રહ્યો હતો. અને આ વાત એનાથી છુપી નહોતી. એ ટીના સાથે વાતો કરતા કરતા ક્યારેક મારી સામે નિહાળી લેતી હતી. એની નજરોથી હું ઓઝપાઈને બારી બહાર પસાર થતા દૃશ્યોને નિહાળવા લાગતો... હું નહોતો જાણતો કે હું જેવું અનુભવતો હતો કે વિચારતો હતો એવું જ એ મારા વિશે અનુભવતી હતી કે નહીં. ..? ૯૬ મને એક વાતનો તો ખ્યાલ હતો કે સામાન્યતઃ પુરુષો જેટલી જલદી સ્ત્રી તરફ આકર્ષાય છે એટલી ઝડપથી સ્ત્રીઓ ક્યારેય પુરુષો તરફ આકર્ષાતી નથી હોતી. સ્ત્રીઓ માટે સૌથી મહત્વની બાબત હતી સામેવાળા ઉપર વિશ્વાસ, ભરોસો... એમને જા સામેના પાત્રમાં વિશ્વાસ જાગે તો જ એ એના તરફ આકર્ષાય છે અને પછી જ પ્રેમમાં પડે છે. મારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી હતું કે એ મારા વિશે શું અભિપ્રાય ધરાવે છે. અત્યારે તો મારે મારી લાગણીઓ ઉપર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી હતો કારણકે પૂજા એના ભાઈના કારણે જ અમારી સાથે એકલી આવી હતી. એ રાજેશના કારણે ખૂબ અપસેટ પણ રહેતી હતી. હવે જા આવા સમયે હું કોઈ ખોટી વાત કરું કે મારી લાગણીઓ ઉપર કાબૂ ન રાખું તો એણે મારા વિશે જે એક સારા મિત્રની ધારણા બાંધી છે એ ચકનાચૂર થઈ જાય. હું આવું કંઈ થાય એ સ્વપ્નેય વિચારી નહોતો શકતો.
અમે બીજા દિવસે કોલકતા સ્ટેશને ઉતર્યા કોલકતાથી દાર્જીલીંગની ટિકીટ અમે સુરતથી જ કન્ફર્મ કરીને નીકળ્યા હતા. એટલે એ ઉપાધિ નહોતી. દાર્જીલીંગની ટ્રેનને હજી વાર હતી એટલે ત્યાં સ્ટેશન પર જ અમે વેઈટિંગ રૂમમાં ફ્રેશ થયા. અમારે હજી લગભઘ કલાકેક અહીં જ કોલકત્તામાં રોકાવાનું હતું. કલાક માટે અમે સ્ટેશનની બહાર તો જઈ શકવાના નહોતા એટલે અમે બીજા પ્લેટફોર્મ પર પહોંચ્યા કે જ્યાંથી દાર્જીલીંગ જવા માટેની ટ્રેન ઉપડવાની હતી... ત્યાં સામાન રાખીને અમે બેઠા. પૂજા અને ટીના થોડે દૂર દેખાતા પુસ્તક સ્ટોલ તરફ ગયા. જ્યારે હું અને જગદીશ આસપાસનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ફરતા ફરતા મારી નજર જગદીશ પર આવીને અટકી... એ એકપણ એંગલથી મને ડિટેક્ટીવ જેવો નહોતો લાગતો. ઇન્સ. ચાવડાએ અમને કહ્યું હતું એટલે મારે માનવું પડતું હતું કે એ ડિટેક્ટીવ છે. એના ચહેરાના હાવભાવ, એની બોડી લેંગ્વેજ કે પછી એની વાતો ઉપરથી પણ એ એક જાસૂસ જેનો નહોતો લાગતો. એમ પણ બની શકે કે એ જ એની ખાસીયત હોય જેથી લોકો એને જાસૂસ હોવા વિશે વિચારી જ ન શકે. એ ભોટ હતો કે ચાલાક એ હજુ સુધી હું સમજી નહોતો શક્યો. કોલકતાત આવ્યું ત્યાં સુધીમાં એ ઘણું જ ઓછું બોલ્યો હતો. હા, એણે પેલી રાજેશની ડાયરી ફરી ફરીને બે ત્રણ વાર વાંચી નાખી હતી. એ ડાયરી પૂજા પોતાની સાથે જ લઈને આવી ૯૭ હતી. અમારા ચારેય વચ્ચે ટ્રેનમાં રાજેશે લખેલી નોંધો ઉપર ચર્ચા થઈ હતી. બે ત્રણ વાક્યોને બાદ કરતા બાકીના શબ્દોનો અર્થ અમે બધાએ અલગ અલગ રીતે વિચારી જાયા હતા. આમાં એક વાત ચોખ્ખી ઉડીને આંખે વળગતી હતી કે ડાયરીના લખાણમાં ક્યાંય એવું ફલિત નહોતું થતું કે રાજેશ ઉપર કોઈ ખતરો હોય કે પછી એની પાછળ કોઈ પડ્યું હોય. હા.. છેલ્લા શબ્દો, ‘મંદિર, મુદ્રા, મૃત્યુ, ખતરો’ એ જરૂર અમને વિચારતા કરી મૂક્યા હતા. રાજેશે જા થોડું ઘણું પણ વધારે લખ્યું હોત તો આ સમસ્યા ઉદભવી જ ન હોત. હું હજી વિચારી જરહ્યો હતો કે અચાનક મારા દિમાગમાં ઝટકો લાગ્યો. હું આંખો ઝીણી કરીને અમે જ્યાં બેઠા હતા એના બરાબર સામેના પ્લેટફોર્મ ઉપર જાઈ રહ્યો. જગદીશે હમણાં થોડીવાર પહેલાં જ ત્યાંથી નજર હટાવી હતી. મને એવો ભાસ થયો કે જગદીશે સામેના પ્લેટફોર્મ પર ઉભેલા પેલા નેપાળી જેવા દેખાતા માણસને કંઈક આંખોથી ઈશારો કર્યો હતો. હું કદાચ શ્યોર નહોતો એના વિશે. કદાચ એ મારો ભ્રમ હોઈ શકે.
પરંતુ હું અહીં સામાન પાસે બેઠો હતો. જ્યારે જગદીશ મારાથી માત્ર આઠ દસ કદમ દૂર જ ઊભો હતો. અને મારી નજર તો સતત એના ચહેરા ઉપર મંડાયેલી હતી એટલે મેં જે જાયું એ એક ભ્રમ હોવાની શક્યતા નહિવત હતી. જગદીશે જરૂર એ નેપાળી સામે કોઈ ઇશારો કર્યો જ હતો. મારું દિમાગ થનકી રહ્યું હતું અને મારી છઠ્ઠી ઈન્દ્રિય મને કહી રહી હતી કે જરૂર કંઈક ગરબડ છે. હું હજી આ બધું વિચારી રહ્યો હતો કે જગદીશે મારી પીઠ પાછળ આવેલા ચાના સ્ટોલ તરફ પગ ઉપાડ્યા, એ સાથે જ પેલા નેપાળીએ પણ ચાલવાનું શરૂ કર્યું. એ બંને સાથે પ્રતિક્રિયા કરી હતી. જગદીશ ઊલટો ચાલીને ચાના સ્ટોલ ઊપર ઊભો રહ્યો. જ્યારે પેલો નેપાળી એ જ પ્લેટફોર્મના દાદર તરફ જઈરહ્યો હતો. એ નેપાળીએ આછા બ્લેક કલરનો થોડો મેલો લાગતો લાંબો ઓવરકોટથી થોડો નાની સાઈઝનો શર્ટ પહેર્યો હતો. અને નીચે રાજકપૂર સ્ટાઈલનું પગની પાનીથી થોડી ઉપર સુધીનું શર્ટના જ કલરનું પેન્ટ ચડાવેલું હતું. એણે પહેરેલા લાંબા શરટમાં જ કમર ઉપર એણે મોટી સાઈઝનો ચામડાનો પટ્ટો પહેરેલો હતો. એ કપડા ઉપરથી નેપાળી લાગતો હતો છતાં એનો ચેરો નેપાળી ઈન્ડિયન મિક્સ હતો. ત્યારે મારું સમગ્ર ધ્યાન એના ઉપર જ હતું. ૯૮ હું જાવા માંગતો હતો કે એ શં કરે છે. અને ક્યાં જાય છે. અને આશ્ચર્યથી મારી આંખો પહોળી થઈ ગઈ. અચાનક ચાલતા ચાલતા એ અટક્યો અને એણે ડોક ઘુમાવી મારી સામે જાયું... અમારા બંનેની નજરો ટકરાઈ. ફક્ત બે જ સેકન્ડ પૂરતી જ અમારી નજર આપસમાં મળી અને તરત ફરી પાછો દાદર તરફ ચાલવા લાગ્યો. મારા માટે આ સાવ અણધાર્યું હતું. હું સમજ્યો નહી કે ઘડીક વારમાં શું થયું ? એ નેપાળીએ એવી કાતીલ અદાથી મારી સામે જાયું હતું કે જાણે એ મને ઓળખતો હોય અને એને પૂરેપૂરો ખ્યાલ હોય કે હું તેને જ જાઈ રહ્યો છું. એ હવે ધીરે ધીરે ચાલતો પ્લેટફોર્મ પર બનાવેલા સબ વેના અંડરગ્રાઉન્ડ દાદર ઉતરીને મારી નજરોથી ઓઝલ થઈ ગયો... મને એના ચાલવાની રીત પણ કંઈક અલગ લાગી. જાણે કે એ જાણ જાઈને અલગ રીતે ચાલવાની કોશિશ કરતો હોય એવું મને લાગ્યું. આ ઘટના એટલી ઝડપથી બની ગઈ કે હું ગુંચવાઈ ગયો. શું ખરેખ જગદીશે પેલા નેપાળીને ઈશારો કર્યો હતો કે એ ફક્ત મારા મનનો વહેમ હતો. પેલા નેપાળીએ મારી સામે જાયું એ પણ બનવાસંજાગ જાયું હોય એવું બને. નેપાળી મારા મનમાં હલચલ પેદા કરી ગયો હતો. અને જગદીશ પ્રત્યે મારો સંદેશ વધારતો ગયો હતો. હું હજી આના વિશે વિચારી રહ્યો હતો કે પૂજા અને ટીના મારી પાસે આવતા દેખાયા. જગદીશ હોત હજુ સુધી ચાના સ્ટોલ પાસે જ ઊભો હતો. મને એક વખત તો એવી ઈચ્છા થઈ આવી કે જગદીશને સીધો જ પૂછી લઉં કે તેં શા માટે પેલા નેપાળીને ઈશારો કર્યો હતો ? પરંતુ એમાં ભારોભાર જાખમ હતું. એટલે એ વિચાર મેં માંડી વાલ્યો. મેં વિચારી લીધું કે જ્યાં સુધઈ મારા આ વહેમનો ઉપાય ન મળે ત્યાં સુધી મારે ખૂબજ સાવધાની વર્તવી પડશે. ખાસ કરીને પૂજાની... હું ક્યારેય એને તકલીફમાં જાવા નહોતો માંગતો.
એ લોકો મારી તરફ આવતા આવતા જગદીશ તરફ ફંટાયા. કારણ કે એ ચાના સ્ટોલ પાસે ઊભો હતો. અને ખરેખર અમને બધાને અત્યારે ચાની બહુ જ જરૂર હતી. લગભગ કલાક પછી અમારી દાર્જીલીંગની ટ્રેન કોલકતા પ્લેટફોર્મ પરથી રવાના થઈ. અમે ભારતના એક અતિ સુંદર અને રમણીય તેમજ રોમેન્ટિક હિલસ્ટેશન તરફ ગતિ કરી રહ્યા હતા.
‘શું વાત છે.... બહુ વિચારમાં ખોવાઈ ગયા છો ?’ મને ગંભીર મુદ્રામાં વિચારશીલ અવસ્થામાં બેઠેલો જાઈને પૂજાએ પૂછ્યું. મારા દિમાગમાંથઈ હજી પેલી નેપાળીવાળઈ વાત ખસી નહોતી.
‘હેં... અરે હા..’ અચાનક થયેલા સવાલે મને સતર્ક કર્યો. મારા મનમાં ચાલતા વિચારોને હું જગદીશને સાંભળતા તો પૂજાને કહી જ નહોતો શકવાનો એટલે મેં વિષય બદલી નાંખતા કહ્યું, ‘હું વિચારતો હતો કે હવે આગળ શું? આપણે દાર્જીલીંગથી ગંગટોક તો પહોંચી જઈશું પરંતુ એ પછી શું ? રાજેશે એની ડાયરીમાં ‘દાર્જીલીંગ’ પછી ‘શ્રીનિકેતન’ લખેલું છે તો એનો મતલબ શું હોઈ શકે....? આપણે એવો અંદાજ તો લગાવ્યો કે એ કદાચ કોઈ સ્થળનું નામ હોય અથવા યાદગાર સ્મારક કે પછી કોઈ ધર્મશાળા અથવા તો હોટલનું નામ હોઈ શકે છે પરંતુ એ આપણે શોધી શું કરી રીતે... એ વિચાર્યું છે? આવડા મોટા શહેરમાં ‘શ્રીનિકેતન’ શોધવું તો મુશ્કેલ છેજ. અને આપણને તો એ પણ નથી ખબર કે ‘શ્રીનિકેતન’ એટલે શું ? કોઈ પ્રદેશનું નામ છે કે પછી બીજું કંઈક?
‘મારા અંદાજ પ્રમાણે તો એ કોઈ ઐતિહાસિક સ્મારક યા ઇમારતનું નામ હોવું જાઈએ. કારણ કે રાજેશને ઇતિહાસમાં ઘણો રસ હતો.’ જગદીશે કહ્યું. એ ટ્રેનમાં બરાબર મારી બાજુની બર્થ પર જ બેઠો હતો.
‘મારું તો માનવું છે કે ‘શ્રીનિકેતન’ જરૂર કોઈ આશ્રમ અથવા તો બૌદ્ધ મઠ હશે. ‘શ્રી નિકેતન’ નામ પરથી જ એવું કંઈક લાગે છે. ત્યાં કદાચ આપણને રહેવાની અને જમવાની બંને સગવડતા મળી જાય... ટીના હસીને બોલી. બોલ્યા બાદ ફરી પાછી એ હસી. એ સાવ નાની બાલકી જેવી હતી. એકદમ ભોળી અને સાફ દિલની. મને તો એ અસલ નાની ઢીંગલી જેવી જ લાગતી. એ સુંદર પણ ઘણી હતી. એણે પોતાની લીસી ચમકીલી વ્હાઈટ સ્ક્રિનને મેચ થાય એવી કેપ્રી અને ઉપર યલો કલરનો ટોપ પહેર્યો હતો. ટીના હાઈટમાં પૂજાથી થોડી નીચી હતી. ટીનાને ખાવામાં વધુ રસ હતો. અહીં સુધી ટ્રેનમાં એ સતત કંઈ ને કંઈ ખાતી જ આવી હતી. ખાવું અને હસવું એ જ એનું કામ હતું. એ હરહંમેશ હસતી જ રહેતી. કંઈ પણ બોલે તો હસીને જ બોલે. અને ન ૧૦૦ બોલતી હોય ત્યારેય એને જાઈને એમ જ લાગે કે હમણાંજ એ હસી પડશે મને એ ખૂબજ મીઠડી લાગી. એના કારણે મારું ટેન્શન ઘણું હળવું થઈ ગયું હતું. જા પૂજા એકલી આવી હતો તો અમે બે પુરુષો વચ્ચે થોડી ગૂંગળામણ જરૂર અનુભવત. પરંતુ ટીના સાથે આવી હતી એના કારણ એ સાવ ફ્રી રહેતી એનો મને આનંદ હતો. એ બંને વચ્ચે ફ્રેન્ડશીપ તો ત્યારની થઈ ગઈ હતી જેનો ફાયદો થયો હતો. ટીનાના ખુશમિજાજીપણાના કારણે પૂજાના ચહેરા પર ચિંતાને બદલે હાસ્ય આવી જતી હતી. એ હાસ્ય કે જે પૂજાના ચહેરા પર હું કાયમ જાવા માગતો હતો.
***
ગંગટોક પહોંચતા સુધીમાં તો અમારી હાલત સાવ ખસ્તા થઈ ચૂકી હતી. કોલકત્તાથી દાર્જીલીંગ સુધીની અમારી સફર ખૂબજ સુંદર રહી. અમે ટ્રેનમાં ખૂબ જ મજા કરી. દાર્જીલીંગ પહોંત્યા ત્યારે અમે એકદમ તરોતાજા થઈને ઊતર્યા હતા. અહીંની આબોહવામાં એ જાદુ હતો. જે શરીરમાં એક અનોખી સ્ફૂર્તિનો સંચાર કરી રહ્યો હતો. દાર્જીલીંગ ખરેખર ખૂબસૂરત જગ્યા છે. અહીંની ચા પૂરા વિશ્વમાં એક્સપર્ટ થાય છે. અમે પૂરા રસ્તે ઠેરઠેર ચાના બગીચા જાતા આવ્યા હતા. અહીંના લોકોનું જીવન સાદું અને સરળ હતું. મારે દાર્જીલીંગમાં રોકાવું હતું. હરવું હતું ફરવું હતું. પરંતુ હું જાણતો હતો કે એ શક્ય નહોતું. અમે જે કામે નીકળ્યા હતા એમાં અટકવાનો નિયમ નહોતો. જલદીથી જલદી અમારે ગંગટોક પહોંચવું જરૂરી હતું. હજુ શિયાળો પૂરો થયો હતો અને વસંતઋતુના આગમનની તૈયારીઓ થઈ રહી હતી છતાં અહીં ઠંડી ખૂબ જ હતી કારણ કે દાર્જીલીંગ એક હિલસ્ટેશન હતું. સમુદ્રની સપાટીથી હજારો મીટર ઊંચી જગ્યાએ ઠંડી પડવી તો સ્વાભાવિક જ હતી. અમે ઠંડીના કપડા સાથે લાવ્યા જ હતા. પરંતુ એ અત્યારે ઓછાં પડી રહ્યા હતા. કાતિલ ઠંડા પવનો અને થોડી થોડી વાર ેથથી બુંદાબુંદીથી વાતાવરણમાં પ્રસરેલી ઠંડક સીધી જ અમારા સ્વેટરોને વીંધીને શરીરને ધ્રુજાવી નાખતી હતી. ૧૦૧ દાર્જીલીંગથી ગંગટોક જવા માટે અમે પ્રાઈવેટ જીપ કરી હતી. જીપમાં બેસતી વખતે જ અમને ખ્યાલ આવી ગયો હતો કે આગળની અમારી મુસાફરી કેટલી તકલીફદાયક સાબિત થવાની છે. ઉબડ ખાબડ ખતરનાક વળાંકો ધરાવતા રસ્તા અને પૂરપાટ ઝડપે ચાલતી ગાડીમાં અમે બધા રીતસરના ઊછળી રહ્યા હતા... જીપનો ડ્રાઈવર અમારી કોઈ વાત એના કાને ધરતો નહોતો એને તો બસ જલદીથી ગંગટોક પહોંચવું હતું. પહાડોને કોતરી બનાવેલા સર્પાકાર રસ્તાઓમાં એ એવી રીતે ડ્રાઈવ કરી રહ્યો હતો કે અને એમ જ થતું કે હમણાં અમારી જીપ ફંગોળાઈને ઊંડી ખીણની કોતરોમાં ગરકાવ થઈ જશે. ડ્રાઈવર માટે આ રોજનું કામ હતું. જ્યારે અમારા માટે તો આ પહેલો જ અનુભવ હતો. પૂજા અને ટીના તો રીતસરની સીચો પાડી ઊઠતા હતા. જીપની બહાર દેખાતું કુદરતી સાંદર્ય ખરેખર બેનમૂન હતું પરંતુ એ જાવાની ઈચ્છાને મનમાં જ દબાવીને અમે જીપના સળિયાને પકડીને આગળ દેખાતા રોડને જ જાઈ રહ્યા હતા. અમારે રાત થતા પહેલાં ગંગટોક પહોંચવું જરૂરી હતું. કારણ કે જા એ પહેલા અમે ગંગટોક નહીં પહોંચીએ તો પછી અંધારું થતાં જ અમારે ફરજિયાતપણે ગમે ત્યાં રોકાણ કરવું જ પડે. કારણ કે એ પછી રાત્રે ડ્રાઈવ કરવું શક્ય જ નહોતું. જા રાત્રે રસ્તામાં જ રોકાણ કરવું પડે તો આ રસ્તે અમનો કોઈ હોટલ કે લોજ મળવી ખૂબજ મુશ્કેલ હતી. એમ સમજાને કે લગભગ અશક્ય જ હતી. એટલે છેવટે અમે બધું ડ્રાઈવરના ભરોસે છોડી અમારી જાતને સંભાળતા બેસી રહ્યા. બપોર પડતા સુધીમાં તો અમે અડધી મજલ પાર કરી ગયા હતા. અહીંના વાતાવરણમાં હજી પણ ઠંડક વર્તાતી હતી. સૂરજ માથા ઉપર હોવા છતાં ઠંડીથી બચવા અમારે સ્વેટર પહેરી રાખવા પડ્યા હતા. ક્યારેક સૂરજ નીકળે અને ક્યારે વાદળોની આડશે સંતાઈ જાય એ નક્કી જ નહોતું. ઝીણો ઝીણો વરસાદ તો એકધારો ચાલુજ હતો જેના કારણેરસ્તાઓ ભીના થઈને લપસણા બની ગયા હતા. નીચે પહાડોની ખીણમાં વાદળો એકબીજા સાથે સંતાકૂકડી રમી રહ્યા હતા. એ દૃશ્ય એવું લાગતું હતું કે જાણે અમે વાદળો વીંધીને આકાશ માર્ગે સ્વર્ગમાં જઈ રહ્યા હોઈએ. આ આહ્લાદક વાતાવરણણાં મને તો મજા આવી રહી હતી. જીપમાં ભલે ગમે તેટલી અગવડતા પડતી હતી છતાં મનમાં એક જાતનિ નિરાંત હતી એ અહીંના ૧૦૨ કુદરતી વાતાવરણનો પ્રતાપ હતો. પાછળ છૂટતા જતા લીલાછમ વૃક્ષો, પક્ષીઓનો કલબલાટ, જીપન ઘર્રાટી એક અલગ જ સૃષ્ટિમાં અમે આવી પહોંચ્યા હોય એવો અનુભવ હતો.
અંધારું થતાં સુધીમાં તો અમે ગંગટોકમાં દાખલ થઈ ચૂક્યા હતા. મારી ધારણા કરતાં ગંગટોક ઘણું મોટું શહેર હતું. જૂની અને આધુનિક શૈલીનું અદભૂત સમન્વય ધરાવતું આ શહેર અત્યારે રોશનીથી ઝગમગાઈ ઊઠ્યું હતું. ઘરોના, દુકાના ઢાંચા જૂના જમાનાના હતા. જ્યારે અહીં મળતી વસ્તુઓ, સગવડતામાં આધુનિકતાના દર્શન થયા વગર રહેતા નહીં. ગંગટોકની મેઈનબજારમાં જીપ સ્ટેન્ડ પાસે, બજારની મધ્યમાં જીપવાળાએ અમને ઉતાર્યા. એ અમારા માટે હોટલની વ્યવસ્થા કરવાનું કહેતો હતો પરંતુ હવે ણારે અહીંથી આગળની વ્યવસ્થા અમારી રીતે જ કરવી હતી. એટલે તો જીપવાળાને અમે રવાના કર્યો. સામાન રસ્તાની એકબાજુ રાખીને મેં આખી બજારમાં નજર દોડાવી. ઠંડીનો પારો સતત વધ્યે જતો હતો એટલે જેમ બને તેમ જલદીથી અમારે કોઈ સારી હોટલ શોધવી જરૂરી હતી. અહીંથી આખી બજાર સ્પષ્ટ દેખાઈ રહી હતી. અમને લોકોને બજારમાં આમ તેમ નજર ફેરવતા જાઈને સામેની દુકાનના ઓટલે બેઠેલો એક દેહાતી માણસ દોડતો અમારી પાસે આવ્યો. અમારે મેઈનબજારથી થોડે દૂર અલાયદી જગ્યામાં રોકાવાની ઈચ્છા હતી અને એ વ્યવસ્થા આ દેહાતી માણસે અમારા માટે કરી આપી.
બજાર પૂરી થતા જ જમણા હાથ પર થોડે દૂર એક ગેસ્ટહાઉસ જેવી હોટેલ હતી. એમાં એ અમને લઈ ગયો. આ હોટલની બાજુમાં જ બીજી એક થ્રીસ્ટાર જેવી હોટલ હતી. અત્યારે હજી પ્રવાસીઓ માટેની ઓફ સીઝન હતી એટલે રૂમ તો બંને હોટેલોમાં ખાલી હતા છતાં અમે પેલી ગેસ્ટહાઉસ જેવી દેખાતી હોટલ ઉપર પસંદગી ઉતારી. કારણ કે એનો આધેડ વયનો મેનેજર ખૂબ માયાળુ હતો. અમારી આગતા સ્વાગતામાં એ અડધો અડધો થઈ ગયો હતો. અમે બે રૂમો બાજુબાજુમાં બુક કરાવી. એકમાં પૂજા અને ટીના અને બીજીમાં હું અને જગદીશ ગોઠવાયા. હોટલનો માણસ અમારો સામાન રૂમમાં મુકી ગયો. અમારા અંદાજ કરતાં પણ રૂમો ખરેખર ખૂબ જ સ્વચ્છ અને ૧૦૩ સગવડતાવાળા હતા. મારા રૂમની બારી બહાર મેઈનરોડ તરફ પડતી હતી. અમે ખૂબ જલાંબી સફર કાપીને આવ્યા હતા એટલે જબરજસ્ત થાકને કારણે મારું આખું શરીર દુઃખતું હતું. લગભઘ બધાની જ હાલત સરખી હતી. અમે સૌથી પહેલા તો ફ્રેશ થવા બાથરૂમમાં ઘૂસી ગયા. લગભગ સારોએવો કલાકે સમય નીકળી ગયોહતો. ફ્રેશ થવામાં.... પછી થોડીઘણી હળવાશ થતા અમે નીચે ઊતર્યા મને તો કકડીને ભૂખ લાગી હતી અને એટલે સૌ પ્રથમ તો જમવાનો પ્લાન બનાવ્યો.
નીચે હોટલમાં જ રેસ્ટોરન્ટ હતી દાદરો ઊતરતા રીસેપ્શન કાઉન્ટરની પાછળની સાઈડમાં કાચની પાટીશન અંદર રેસ્ટોરેન્ટ બનાવેલું હતું. હજુ રાતના આઠ જ વાગ્યા હતા. પરંતુ આજે બહાર જવાની ઈચ્છા નહોતી. થાકને કારણે વધુ ચાલી શકાય એમ નહોતું. એટલે આ રેસ્ટોરન્ટમાં જ જમવાનું નક્કી કર્યું. કાચનો દરવાજા ખોલી અમે અંદર પહોંચ્યા અંદરનું વાતારવણ હુંફાળું હતું. બહાર સારી એવી ઠંડી પ્રવર્તતી હતી. જ્યારે અહીં એક ખૂણામાં ફાયરપ્લેસ ચાલુ હતુ જેની ગરમી આ ચારેબાજુથી એક રેસ્ટોરન્ટના વાતાવરણણાં હૂંફ ફેલાવતું હતું. એકદમ વ્યવસ્થિત રીતે ટેબલ ખુરશી ગોઠવેલા હતા. અહીં અમારા સિવાય બીજા પણ બે ત્રણ ફેમિલી જમતા હતા. અમે એક કોર્નરના ટેબલ પર ગોઠવાયા. લગભગ કલાકેક પછી જમીને અમે બહાર નીકળ્યા ત્યારે ઘડિયાળનો નાનો કાંટો સાડા નવ વગાડી રહ્યો હતો. હવે અમારે સુવા સિવાય બીજું કંઈ કરવાનું નહોતું એટલે અમે અમારી રૂમ તરફ ચાલ્યા.
***
ગંગટોકમાં કુદરતે છુટા હાથે સાંદર્ય વેર્યું હતું. પંખીઓના કલબલાટે મારી નીંદ ઉડાડી દીધી હતી. સવારના ખૂબ જ આહલાદક અને ખુશનુમા હતી. દોડતી ભાગતી જિંદગી અને ગાડીઓની ઘરઘરાટીનો સદંતર અભાવ અહીં વર્તાતો હતો. મને રજાઈમાંથી બહાર નીકળવાનું મન નહોતું થતું. હજી સુવાથી મન ધરાયું નહોતું. હું વધુ થોડીવાર સુવા માગતો હતો. પરંતુ મને ખ્યાલ હતો કે ગઈકાલે સાંજે જ અમે નક્કી કર્યું હતું કે ૧૦૪ વહેલી સવારે જ ‘શ્રીનિકેતન’શોધવા નીકળી જવાનું હતું. મારી જેમ જગદીશેય ઘોરી રહ્યો હતો. હું ઊભો થઈને તૈયાર થવા બાથરૂમમાં ઘૂસી ગયો. ગરમાગરમ પાણીથી નાહવાની ખરેખર ખૂબજ મજા પડી. હું બાથરૂમમાંથી નીકળ્યો ત્યારે જગદીશ પણ જાગી ગયો હતો. અને પછી એ તૈયાર થવા લાગ્યો.
બ્લેક કલરના જીન્સ પર ફૂલ સ્લીવનું ક્રીમ કલરનું ટીશર્ટ મેં પહેર્યું હતું. મારા મિત્રો મને હેન્ડસમ માનતા હતા. ... કારણ કે મારું શરીર એકદમ પરફેક્ટ રીતે શેપમાં હતું. પ્રમાણમાં થોડી પાતળી કહી શકાય એવી કમર અને થોડા પહોળા કસાયેલા ખભાના કારણે હું જે પણ પકડા પહેરતો એમાં શોભી ઊઠતો. મારું શરીર પહેલાથી જ થોડું કસાયેલું હતું એટલે મારે કસરત કરવાની જરૂર નહોતી પડતી. આમ પણ મને કસરત કરવામાં ખૂબ જ કંટાળો આવતો મારા. ચહેરાનું સૌથી મોટું આકર્ષણ મારી આછી નીની નીલી આંખો હતી. એ હું જાણતો હતો. મારા મિત્રો એની ખૂબ તારીફ કરતા. મારા હેન્ડસમ હોવા વિશે હું પણ થોડો ઘણો સભાન તો હતો જ. કોલેજમાં ઘણી છોકરીઓ મારી પાછળ હતી પરંતું ત્યારે મારા મનમાં એક જ વાત રમતી હતી.... સારી રીતે ભણવું અને પછી સારા પગારની નોકરી કરવી. એ બંને મારા ધ્યેય મેં સિદ્ધ કર્યા હતા. તમે એમ સમજી શકો છો કે ભગવાને મને જે ઇચ્છ્યું હતું એ બધું જ આપ્યું હતું. મારી દરેક ઇચ્છા પૂરી થઈ હતી. અત્યારે મારા મનમાં એક નવી ઇચ્છાએ જન્મ લીધો હતો. હવે જાઈએ કે એ મારી ઈચ્છા ભગવાન પૂરી કરે છે કે નહીં.?તમે સારી રીતે જાણો છો કે હું મારી કઈ ઇચ્છાની વાત કરું છું. ખેર, હું અને જગદીશ તૈયાર થઈને બહાર આવ્યા. પૂજા અને ટીના હજુ એમના રૂમમાં જ હતા એટલે અમે નીચે હોટલના પરિસરમાં આવીને સોફા પર બેઠા.
થોડીવારમાં પૂજા અને ટીના નીચે આવ્યા. હું આભો બનીને પૂજાને જાઈ રહ્યો. એ બહુ જ સુંદર દેખાતી હતી. લાંબા ઓવરકોટ ટાઈપનું સ્વેટર એણે પહેર્યું હતું. જેના હાથની સ્લીવ પાસે એકદમ મુલાયમ રૂંવા વધુ સુંદરતા બક્ષતા હતા. ડાર્ક મરૂન કલરના જિન્સ પર આછા પીંક કલરનું ટીશર્ટ એના ચહેરાની ગુલાબી વધારી રહ્યું હતું. માથા પર પોલો સ્ટાઈલની ટોપી ચડાવી હતી અને એમાંથી નીકળી એના ખુલ્લા, મુલાયમ ૧૦૫ વાળ એની પીઠ ઊપર ઝૂકી રહ્યા હતા. એના વાળ એકદમ મુલાયમ અને લીસા હતા. પૂજાની સૌથી મોટી એક ખાસિયત એ હતી કે હંમેશા બંધું જ મેચિંગમાં પહેરતી. અત્યારે પણ એણે એક પીંક કલરના ટિશર્ટને મેંચિંગ થાય એવા ઇયરીંગ અને એવા જ કલરની બિંદી લગાવી હતી. હાથમાં બ્રેસલેટ પણ પીંક કલરનું જ હતું. એ બહુ જ રમણિય અને સુંદર લાગી રહી હતી. એને જાવામાં હું એટલો તલ્લીન થઈ ગયો હતો કે એ ક્યારે મારી પાસે આવીને ઊભી રહી એ પણ મને ધ્યાન નહોતું. એ પણ મને જાઈને મોહક અદામાં હસી ઊઠી. કદાચ એને ખ્યાલ આવી ગયો હતો કે હું ફરી પાછો એને જાવામાં ખોવાઈ ગયો હતો.
‘અમીત...’ એ અને ટીના મુસ્કુરાઈ રહી હતી. ટીનાને પણ ખ્યાલ આવી ગયો હતો કે હું પૂજાના રૂપના જાદુમાં ગિરફતાર થઈ ગયો હતો. મેં તરત જ નજર હટાવી લીધી. હું ખસિયાણો પડી ગયો હતો. પરંતુ એમાં મારો સહેજપણ વાંક નહોતો. મેં મનોમન સ્વીકારી લીધું હતું. કે મને પૂજા સાથે પ્રેમ થઈ ગયો હતો. ને એને જાઈને હું બધું જ ભૂલી જતો હતો. ‘ચાલો જઈશું...?’ પૂજાએ મને પૂછ્યું અમારે શું કરવાનું હતું એ તો ગઈ રાત્રે જ નક્કી થઈ ગયું હતું. એટલે અમે હોટલથી બહાર આવ્યા.
‘મારે અને પૂજાએ શહેરની અંદર શ્રીનિકેતન’ શોધવાનું હતું. જ્યારે જગદીશ અને ટીના શહેરના તળ તરફ ગયા હતા. ગંગટોકની સૌથી મોટી આવક પ્રવાસીઓ દ્વારા જ થતી હતી એટલે અહીંના લોકોને બે ત્રણ ભાષાનું જ્ઞાન હતું જ. હિન્દીભાષા જાણવાવાળા અહીં પણ ઘણાં માણસો હતા. એટલે અમને એમની સાથે વાત કરવામાં ખાસ મુશ્કેલી પડી નહીં. ‘શ્રીનિકેતન’નું નામ સાંભળીને લગભગ તમામના મસ્તક નકારમાં જ હલતા હતા. અત્યારે લગભગ બપોર થવા આવી હોવા છતાં ઠંડીનો ચમકારો વર્તાતો હતો. અહીંના લોકો માટે તો આ ઠંડી સામાન્ય હતી જ્યારે અમારા માટે અસહ્ય થઈ પડી. હું તો મહામુસીબતે આ ઠંડી સહન કરી રહ્યો હતો પરંતુ પૂજાએ ઠંડીથી બચવા ઓવરકોટ પહેર્યો હોવા છતાં એના દાંત કડકડાટી બોલાવતા હતા. એ વારેવારે પોતાના બંને હાથ ભએગા કરી મોં વડે ગરમ ફૂંક એમાં મારતી હતી. એનું નાક લાલઘૂમ થઈ ગયું હતું. એ થથરી રહી હતી. અમે અત્યાર સુધીમાં ત્રણથી ચાર કપ ચા ગટગટાવી ૧૦૬ ગયા હતા. જેનાથી થોડી વાર રાહત મળતી હતી. પરંતુ ફરી પાછી એ જ પરિસ્થિતિ થઈ જાતી હતી.... અમે ‘શ્રીનિકેતન’ વિશે પૂછતાં પૂછતાં ઘણા આગળ વધી રહ્યા હતા. હજુ સુધી તો અમને નિરાશા જ હાથ લાગી હતી. મેઈન બજાર પાછળ છૂટતી જતી હતી. અને અમે શહેરની બહાર તરફ જતી સડક સુધી પહોંચવા આવ્યા હતા. અહીં ધીરે ધીરે દુકાનો ઓછી થતી જતી હતી. અને કાચા પાકા મકાનો આવવા લાગ્યા હતા. એ પણ છૂટા છવાયા, પૂજાની ચિંતા વધતી જતી હતી. એ વારે વારે મને પૂછી લેતી હતી કે જા આપણને ‘શ્રીનિકેતન’ નહીં મળી તો શું કરીશું? એ સવાલનો જવાબ તો કદાચ મારી પાસે પણ નહોતો છતાં મને આશા હતી કે અમે જરૂર એને શોધી લઈશું જ. પૂજાને હું હિંમત આપી રહ્યો હતો કે રાજેશે એની ડાયરીમાં ‘શ્રીનિકેતન’ લખ્યું છે એટલે એ આપણને મળશે જ. એ મારી વાત સાંભળીને મારી સામે જાઈ રહેતી. કદાચ એ મારી વાત ઉપર વિશ્વાસ કરવા માગતી હતી. બીજી તરફ જદગીશને પણ કંઈ જ જાણકારી મળી નહોતી હું અને જગદીશ ફોનથી સતત એકબીજાના કોન્ટેકમાં રહેતા હતા. નેટવર્કનો ઘણીવખત પ્રોબ્લેમ થતો હતો. પરંતુ હજી સુધી તો તકલીફ થઈ નહોતી. એ પણ અમારી જેમ જ થાક્યા હતા. એવું એના અવાજ પરથી સ્પષ્ટ વર્તાઈ આવતું હતું.
‘અમીત... આપણે આમ ક્યાં સુધી ચાલીશું? હવે તો શહેરની હદ પણ પૂરી થવા આવે છે. પૂજાએ મને પૂછ્યું. એને શ્વાસ ચડ્યો હતો. એ ચાલતા ચાલતા થાકી ગઈ હતી. એટલે રોડના કિનારે આવેલા એક ખખડધજ, અવાવરુ મકાનના લાકડાના પાટિયાના બનાવેલા ઓટલા જેવી જગ્યા તરફ ચાલી અને ત્યાં બેસી ગઈ. એની વાત બિલકુલ સાચી હતી. હવે અહીંથી વધુ આગળ જવાનો કોઈ મતલબ નહોતો. પૂજાને ઠંડીના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. એ જારથી શ્વાસ લેવાની કોશિશ કરતી હતી. જેના કારણે એના ચહેરા પર સ્નાયુઓ ઉપસી આવતા હતા. જે એની લીસી, પાતળી ચામડીમાં સ્પષ્ટ દેખાઈ આવતા હતા. એન સીનો જારજારથી ધબકવા લાગ્યો હતો. એ બેનમૂન સુંદર તો હતી જ એમાં અહીંની ઠંડીના કારણે એની ખૂબસૂરતી વધુ ખીલી ઊઠી હતી. એ હજી પણ તાજા ખીલેલા ગુલાબ જેવી મને લાગતી હતી. એણે ૧૦૭ ઠંડીથી બચવા લાંબો ઓવરકોટ પહેર્યો હતો. અને માથા ઉપર આછા પીંક કલરની ટોપી પહેરી હતી. જેના કારણે અત્યારે એ આબેહૂબ કોઈ ફિલ્મની હિરોઈન જેવી સુંદર લાગતી હતી. હું એની સામે જ રસ્તાની કિનારી ઉપર ઉભો હતો. અને એને ત્રાંસી નજરોથી નિહાળી રહ્યો હતો. મારી સૌથી મોટી સમસ્યા એ હતી કે ગમે એટલી તકલીફમાં પણ હું પૂજાને જાતો ત્યારે ત્યાં જ સ્થિર થઈ જતો. એ પછી મને આસાપાસ શું બની રહ્યું છે એનો સહેજે ખ્યાલ નહોતો રહેતો. એમાં પણ એ જ્યારે એની કાજળશી ઘેરી ખૂબસૂરત આંખોથી મને જાતી ત્યારે હું અંદરથી ખળભળી ઊઠતો. એની નજરોના સંમોહનથી હું કોઈક અલગ જ દુનિયામાં પહોંચી જતો. અત્યારે પણ કંઈક એવુંજ બની રહ્યું હતું. ‘શ્રીનિકેતન’ નામની સમસ્યાને હું ભૂલી ગયો હતો અને પૂજા નામની અપ્સરાને હું માનની ગહેરાઈથી નીરખી રહ્યો હતો.
‘અમીત... હું તને કહું છું. હવે શું કરીશું આપણે...?’ પૂજાએ કંઈક ચિલ્લાઈને અકળાઈને મને કહ્યું. એ મારા જેવી નહોતી. એના માટે શ્રીનિકેતન શોધવું ખૂબ જ જરૂરી હતું અને અત્યારે હું એની સામે એકધારું જાઈ રહ્યો હતો. એટલે કદાચ એ ઊઠી હતી. હું એને નીરખવામાં એટલો મશગૂલ બની ગયો હતો કે મને બીજું કંઈ ધ્યાન નહોતું રહ્યું. બીજીવાર જ્યારે પૂજાએ મને પૂછ્યું ત્યારે મને ભાન થયું કે એ મને કંઈક પૂછી રહી છે. એ જ્યાં બેઠી હતી એ તરફ મેં પગ ઉપાડ્યા. એની નજીક જઈને એની બાજુમાં પેલા લાકડાની બેંચ જેવા ઓટલા પર એની લગભગ અડોઅડ બેઠો. એણે મારી તરફ ચહેરો ઘુમાવી નજરો મેળવતા પૂછ્યું, ‘તું શું વિચારે છે?’ એ મને ક્યારેક તું તો ક્યારેક તમે કહીને બોલાવતી હતી. પૂજાના શ્વાસોશ્વાસ મારા ચહેરા સાથે અથડાતા હતા. એની નજરોમાં ઘણાં બધા પ્રશ્નો ઊભરી આવ્યા. મેં ગરદન ઘુમાવી એના ચહેરા પરથી નજર હટાવી અને રોડની પેલી બાજુ જાવા લાગ્યો. અમે રોડની જે સાઈડે બેઠા હતા એની બરાબર સામેની બાજુ એક બે મજલી લાકડાથી બનાવેલું જૂની ઢબનું એક મકાન ઊભું હતું. મારી અને પૂજાની બંનેની નજર એ મકાનને નીરખી રહી હતી. એ એક બેઠા ઘાટનું બે માળવાળું મકાન હતું. દૂરથી એ ઘણું જૂનું. પહેલાના સમયનું લાગતું હતું. કારણ કે એના લાકડાની દિવાલો સમયના માર સહન કરી કરીને કાળી ૧૦૮ પડી ચૂકી હતી. નીચેના દરવાજાની બરાબર ઉપર બાલકની જેવી જગ્યા છોડેલી હતી. અને એ બાલ્કનીની ઉપર એકાદ ફૂટ બહાર નીકળતા લાકડામાં કોતરણી કરીને છજ્જુ બનાવેલું હતું. એ જૂના ખખડધજ મકાનમાં જાવા જેવું કંઈ નહોતું છતાં અમે એને જાઈ રહ્યા હતા. અહીંના મોટાભાગના મકાનો આવા જ હતા. અચાનક પૂજાની નજર એક જગ્યા ઉપર સ્થિર થઈ. એ મકાનના પહેલા મજલે જે બાલકની હતી એના ઉપર છજ્જા જેવા ભાગમાં લાકડામાં કંઈક સ્થાનિક ભાષામાં લખેલું હતું. પૂજા ઝીણી નજર કરીને એ વાંચવાની કોશિશ કરી રહી હતી. વાંચતા વાંચતા એના ચહેરા ઉપર આશ્ચર્ય અને આનંદ મિશ્રિત ભાવ ઊપસી આવ્યા. એણે મારા હાથ ઉપર એના મુલાયમ હાથ મુકી દબાવ્યા. મારું ધ્યાન એના પર ગયું પરંતુ એ હજી પણ એ સામેના મકાનને એકીટશે નિહાળી રહી હતી. મને કંઈ ન સમજાયું.
‘ચાલ... અચાનક એ ઊભી થઈ ગઈ અને મને કહ્યું. હજી તો હું કંઈ સમજું કે કોઈ પ્રતિક્રિયા કરું એ પહેલા તો મારો હાથ ખેંચીને મને ઊભો કર્યો અને એમ જ મારો હાથ પકડીને રસ્તો ક્રોસ કરવા લાગી. હું રીતસરનો એની પાછળ પાછળ ખેંચાયો હતો. મને ન સમજાયું કે અચાનક આ પૂજાને શું થઈ ગયું. અને શા માટે મને ખેંચીને એ મકાન તરફ લઈ જઈ રહી હતી. અમે બરાબર એ જૂના ખખડધજ મકાનની સામે આવીને ઊભા રહ્યા. પૂજા હજુ પણ પેલી બાલ્કની ઉપરના છજા સામે જાઈ રહી હતી. મેં પણ એ તરફ દૃષ્ટિ ધુમાવી પણ મને ત્યાં કંઈ અજુગતું કે આશ્ચર્ય થાય એવું દેખાયું નહીં. તો પૂજા ત્યાં શું જાઈ રહી હતી...? એ ક્યારેય બહુ અજીબ રીતે વર્તતી..
‘શું દેખાય છે તને ત્યાં ?’ આમ મારો હાથ ખેંચીને મને અહીં લઈ આવી પરંતુ મને તો કંઈ સમજાતું નથી.
‘સામે ઉપર જુઓ. એણે મને કહ્યું એટલે મેં ફરી ત્યાં નજર કરી. પેલી બાલ્કની દેખાય છે એની ઉપર જે છજ્જા જેવો ભાગ છે એમાં કોતરેલા શબ્દો વાંચો. એની વાત તો સાચી હતી. કે એ છજાના લાકડાની અંદર ખરેખર થોડા શબ્દો કોતરેલા હતા. પરંતુ એ તો અહીંની સ્થાનિક ભાષામાં લખેલા હતા અને કદાચ એ આ મકાનનું નામ હોઈ શકે. હું પારાવાર આશ્ચર્યથી પૂજા સામે જાઈ રહ્યો.
‘તને અહીંની ભાષા વાંચતા આવડે છે?’
‘નથી આવડતી પરંતુ એ જે લખ્યું છે એ હું ચોક્કસ વાંચી શકું છું.
‘શું લખ્યું છે એ...?
‘શ્રીનિકેતન’
‘શ્રી નિકેતન!!!!’ મારું આશ્ચર્ય બેવડાઈ ગયું. પરંતુ કેવી રીતે...?’
‘એ શ્રીનિકેતન જ લખેલું છે તમે લોકો સવારે જ્યારે હોટલની બહાર નીકળ્યા ત્યારે હું થોડીવાર એ હોટલના કાઉન્ટર પર રોકાઈ હતી. અને ત્યારે જ મેં પેલા મેનેજર પાસેથી રાજેશની ડાયરીના શબ્દોનો અર્થ અહીંની ભાષામાં લખાવી લીધા હતા. ત્યારે મને એવું લાગ્યું કે એ કદાચ આપણને કામ આવી શકે... ત્યારે તો મને પણ નહોતી ખબર કે આટલી જલદી એનો ફાયદો આપણને થશે.’ પૂજાએ થોડા ગર્વથી મુસ્કુરાઈને કહ્યું. એણે જબરદસ્ત સમજદારીવાળું કામ કર્યું હતું. આ વાતનો અંદાજ તો અમને બિલકુલ આવ્યો જ નહોતો. એ ખૂબસૂરત હોવા સાથે ઇન્ટેલીજન્ટ પણ હતી. એની સાબિતી એણે આપી દીધી હતી. એ સાચું જ કહેતી હતી કે એ અમારા પર બોજ નહીં બને. અને એના કારણે અમને હંમેશા ફાયદો જ થશે.
‘તારે આ વાત અમને કરવી જાઈતી હતી.’
‘હું એ જણાવવાની જ હતી પરંતુ પછી જ્યારે ખબર પડી કે અહીંના લોકો સારી રીતે હિન્દી ભાષા જાણે છે એટલે કદાચ આપણે એમની ભાષા જાણવાની જરૂર નહીં પડે એવું વિચારીને હું ચૂપ રહી... ત્યારબાદ તો આ આખી વાત મને ભુલાઈ જ ગઈ હતી.’
‘હં... ઠીક છે. ચાલ આપણે અંદર તપાસ કરીએ.’ મકાનના પગથિયા ચડતા મેં કહ્યું. એ મકાનનો દરવાજા બંધ હતો. એટલે મેં ખટખટાવ્યો. અહીં ડોરબેલની વ્યવસ્થા હશે એવું વિચારવું પણ નકામું હતું. એટલે જ્યારે દરવાજા ન ખુલ્યો ત્યારે જરા જારથી દરવાજા પર મારો હાથ થપથપાવ્યો. અંદરથી કોઈના આવવાની આહટ સંભળાઈ એટલે હું અટક્યો. લગભગ આશરે પિસ્તાલીસેક વર્ષની ઊંમરની વ્યક્તિએ દરવાજા ખોલ્યો. એ અમારી સામે જાઈ રહ્યો અને પછી કંઈક બોલ્યો પણ મને સમજણ ન પડી ૧૧૦ કે એ શું કહેવા માંગે છે. એટલે મેં પૂછ્યું કે ડશું આ જ શ્રીનિકેતન છે...? એ મારી વાત સમજ્યો હોય એવું લાગ્યું અને એણે માથું હામાં ધુણાવ્યું.
‘અંદર આઈએ...? એણે ભાંગેલી તુટેલી હિન્દીમાં અમને આવકાર આપ્યો. અમે ઘરમાં દાખલ થયા. બહારથી એકદમ ખખડધજ લાગતું મકાન અંદરથી વ્યવસ્થિત હતું. ઘરમાં ખૂબ જ ઓછો સામાન હતો અને જે હતો એ પણ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો હતો. અહીંના બનાવેલા ફાયરપ્લેસમાં આગ સળગતી હતી. અંદર એક જ મોટો રૂમ હતો. જેની વચ્ચોવચ બે ત્રણ ખુરશીઓ ગોઠવેલી હતી. અને વચ્ચે લાકડાની મોટી ટિપોઈ પડી હતી. અમે ત્યાં ખુરશી પર બેઠા. એ અમારી સામે પ્રશ્નાર્થ નજરે જાતો ઊભો રહ્યો.
‘તમે આને ઓળખો છો...?’પૂજાએ એના પર્સમાંથી રાજેશનો ફોટો કાઢીને એ વ્યક્તિના હાથમાં મૂકતા પૂછ્યું. ‘અને આ થેંબો એટલે શું છે...? હું હજુ તો વિચારતો હતો કે વાતની શરૂઆત ક્યાંથી કરવી અને કેવી રીતે કરવી એ પહેલા તો પૂજાએ બીજી આડી અવળી વાતોમાં સમય બગાડ્યા વગર સીધોજ ધડાકો કરી નાંખ્યો. મને આજે પૂજા કંઈક બદલાઈ ગઈ હોય એવું લાગ્યું. આશ્ચર્યથી હું એની સામે જાઈ રહ્યો કે આ એ જ છોકરી છે જે અત્યાર સુધી એકદમ ચૂપચાપ, વધુ કંઈ બોલ્યાવગર અમારી સાથે આવી હતી અને અત્યારે તો એના તેવર જ સાવ બદલાઈ ગયા હતા. એણે એવી ઉલટ તપાસની રીતે પેલાને પૂછ્યું કે એ બે ઘડી હેબતાઈ ગયો. એણે રાજેશનો ફોટો હાથમાં લીધો અને ધ્યાનથી એને જાવા લાગ્યો. ફોટો જાઈને એના ચહેરા પર આશ્ચર્ય અને અવિશ્વાસની રેખાઓ ઊપસી આવી. મને એવું લાગ્યું કે એ ફોટો જાઈને આઘાત પામ્યો હોય. એના ચહેરાના રીએક્શન પછી અમને એટલો તો ખ્યાલ આવી ગયો હતો કે અમે સાચા રસ્તે હતા. અમે સમજી ચૂક્યા હતા કે જરૂર આ વ્યક્તિ રાજેશને જાણે છે. અને એ ખૂબ સારી રીતે જાણે છે. અમારા. માટે એ શું કહે છે. એ ખૂબજ જરૂરી હતું.
એટલે અમારી નજરો એના ચહેરા પર મંડાઈ.
થેંંબો એ મારું નામ છે. હું અહીં ગાઈડનું કામ કરું છું. તે દિવસ સુધી હું આ ફોટામાં દેખાય છે એ ભાઈ સાથે ગાઈડ તરીકે હતો. એ જ્યારે અહીં સ્ટેશને ઉતર્યા ત્યારથી હું ગાઈડ તરીકે એમની સાથે ફર્યો હતો. આ મકાનનો ઉપયોગ ક્યારેક હું ભાડું કમાવા માટે પણ કરું છું. આ ફોટામાં દેખાયછે એ સાહેબ અહીં મારે ત્યાં જ રોકાયા હતા. પરંતુ તમે કોણ છો?અને શા માટે મને આ બધું પૂછી રહ્યા છો ? એ હજી અસમંજસમાં જ હતો. અમને એક સાથે બે ક્લુ મળી ગયા હતા. એક તો ‘શ્રીનિકેતન’ અમને મળ્યું હતું. અને ‘થેંબો’ નામનો વ્યક્ત હતો જે અત્યારે અમારી સામે જ ઊભો હતો. અમે તો થેંબા વિશે ક્યારેય આઇડિયા પણ નહોતો લગાવ્યો કે એ કોઈનું નામ પણ હોઈ શકે. વિચિત્ર નામ હતું એનું ‘થેંબો’. મને એ વ્યક્તિ થેંબો થોડોક ભોળો હોય એવું લાગ્યું. અમે એના સવાલોના જવાબ ન આપ્યા એટલે ફરીવાર એણે બોલવાનું ચાલું કર્યું. ‘અહીં તો લગભગ આખું વર્ષ ટુરિસ્ટો આવતા રહે છે. એમાંથી અમુક લોકો ભૂલાઈ જાય અને થોડાઘણા યાદ રહી જાય અને બાકીનાને યાદ કરવા જેવા હોતા નથી. પરંતુ આ ફોટાવાળા સાહેબ મને સારી રીતે યાદ રહી ગયા છે.’
અમે એકદમ સાચી જગ્યાએ આવી ચડ્યા હતા. જા આ વ્યક્ત ‘થેંબો’ એમ કહેતો હોય કે એ ત્રણ દિવસ સુધી રાજેશની સાથે જ હતો.. તો.. તો.. પછી એ રાજેશ વિશે ઘણું બધું જાણતો હોવો જાઈએ. રાજેશ ક્યાં ક્યાં ગયો હતો. એણે શું શું જાયું હતું. અને શુ ંકર્યું હતું આ તમામ બાબતો થેંબો જાણતો જ હોવો જાઈએ. હું અને પૂજા ઉત્સાહિત થઈ ઊઠ્યા કે હમણાં જ અમને બધી માહિતી મળી જશે. રાજેશે પણ એની ડાયરીમાં આ વ્યક્તિનું નામ લખ્યું હતું. એનો મતલબ જરૂર આ થેંબો કોઈ મહત્વની વાત જાણતો હોવો જાઈએ. નહિતર મહત્વ વગરની હોય એવી કોઈ નોંધ રાજેશ કરે જ નહીં. હવે અમારું ટાર્ગેટ આ થેંબો જ હતો. આને પૂરેપૂરો વિશ્વાસમાં લઈ એ શું જાણે છે રાજેશ વિશે એ વાત કઢાવવી જરહી. એનો બેઠો, ચપ્પટ અને કંઈક અંશે ચોરસ લાગતો ચહેરો અને ચહેરાના હાવભાવ એના ભોળપણ અને નિખાલસ હોવાની નિશાની બયાન કરતા હતા. એને વિશ્વાસમાં લેવા માટે મારે આખી કહાની કહેવી પડે એમ હતી. વાતને ગોળ ગોળ ન ઘુમાવતા મેં થેબાને અતથી ઇતિ સુધી આખી સ્ટોરી કહી દીધી. હું એનો મિત્ર છું અને પૂજા એની બહેન છે એ પણ જણાવી દીધું. એક વાત ૧૧૨ નહોતી કહી કે રાજેશને કોઈકે ગોળી મારી છે અને એ અત્યારે કોમામાં છે. અમે તો એમ જ કહ્યું કે અમે કુલ મળીને ચાર વ્યક્તિઓ છીએ અને જ્યારે અહીં ફરવા આવવાનું નક્કી થયું એટલે રાજેશે તમારું નામ જણાવ્યું હતું. અને કહ્યું કે આ વ્યક્તિને જ તમે ગાઈડ તરીકે સાથએ લેજા એટલે અમે તમને શોધતા અહીં આવી પહોંચ્યા હતા. એણે અમારી વાત ઉપર વિશઅવાસ કરી લીધો હતો. મેં અગાઉ કહ્યું એમ કે અહીંના લોકો ખૂબજ સાલસ, સરળ અને ભોળા હોય છે. થેંબો પણ એવો જ હતો. કોઈ જ પ્રકારની દલીલ વગર એણે અણારા થોડા ઘણા જૂઠાણા પર વિશ્વાસ કરી લીધો. નહીંતર અમારી વાતમાં જે વિરોધાભાસ થયો હતો તે તરત પકડાઈ જાય એવો હતો. આમ પણ અહીની મોટાભાગની આવક ટુરીસ્ટોની ઉપર જ આધારિત હતી એટલે આ લોકો ટુરીસ્ટોને ભગવાનની જેમ સાચવતા હોય છે. એ ગાઈડ તરીકે અમારી સાથે આવવા રાજી થઈ ગયો હતો. અમે એ તમામ જગ્યાઓ જાવાની ઈચ્છા દર્શાવી કે જ્યાં રાજેશ ગયો હતો અને એમાં પણ એ સંમત થયો હતો. મને મનમાં એક ડર એ વાતનો હતો કે જા અમે ડાયરેક્ટ જ થેંબાને રાજેશ વિશે બધું પૂછતું તો કદાચ તમામ માહિતી અમને નહીં જણાવે એટલે એને ગાઈડ તરીકે સાથે રાખી એને વિશ્વાસમાં લઈ બધી વિગતો ધીરે ધીરે જાણવાનો રસ્તો અપનાવ્યો હતો. લગભઘ સાંજના પાંચ સાડા પાંચ વાગ્યાની આસપાસ અમે થેંબાના ઘરેથી નીકળ્યા. બહાર સૂર્ય વિદાય લેવાની તૈયારીમાં હતો. અને ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો હતો. અમે થેંબાને આવતીકાલે સવારે અમે જે હોટલમાં રોકાયા હતા ત્યાં આવી જવાનું કહ્યું હતું. એણે ‘હા’ પાડી હતી. બહાર નીકળીને મેં જગદીશને ફોન લગાવ્યો. આખી વાત એને કહી કે અમને શ્રીનિકેતન અને થેંબો બંને મળી ચૂક્યા હતા.
***
અત્યારે જગદીશ એકલો ઊભો હતો. ટીના હમણાં જ બાજુની દુકાનમાં ઘૂસી હતી. એ દુકાન શૃંગારના સાધનોની હતી. એ કંઈ લેવા માટે નહીં પણ એક સ્ત્રીસહજ ઉત્સુકતાથી અંદર ગઈ હતી. અને એકપછી એક બધી ચીજવસ્તુઓના ભાવ પૂછી રહી ૧૧૩ હતી. બહાર દુકાનના કોર્નર પર ઊભા ઊભા જગદીશે આખી બજારમાં નજર ફેરવી. અચાનક એ સાવધ થઈ ગયો. અને સામેથી આવતા વ્યક્તિને એ જાઈ રહ્યો. જગદીશે ઝડપથી પગ ઊપાડ્યા. અને બજારની સામેની તરફ દેખાતી દુકાનો તરફ ચાલ્યો. એક દુકાનમાં જઈ ત્યાંરાખેલી વસ્તુઓ જાવા લાગ્યો. જગદીશને એ દુકાનમાં જતો જાઈને પેલી વ્યક્તિ પણ એની પાછળ એ દુકાનમાં ઘુસ્યો. એ બરાબર જગદીશની પીઠ પાછળ ઊભો રહીને આસપાસમાં નજર ઘુમાવવા લાગ્યો. એજ વખતે જગદીશના મોબાઈલની રીંગ વાગી એટલે એણે ફોન ઉપાડ્યો. સામેના છેડે અમીત બોલી રહ્યો હતો. અમીતે શ્રીનિકેતન અને થેંબા વિશેની વાત વિગતવાર જણાવી દીધી જે જગદીશે સાંભળીને મોબાઈલ કટ કર્યો. એના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. જગદીશ કંઈક બોલવા જતો હતો પરંતુ પછી કંઈક વિચારીને અટકી ગયો. દુકાનમાં એ બે જ વ્યક્તિ હતા એટલે દુકાનદાર એની પાસે આવીને ઊભો રહી ગયો હતો. ના છૂટકે જગદીશે બહારની તરફ પગ ઊપાડ્યા. અને બજારમાં પહોંચ્યો. પેલો વ્યક્તિ કે જે જગદીશની પાછળ દુકાનમાં ઘૂસ્યો હતો. એ પણ ચારેબાજુ આમતેમ આંટા મારી બહાર નીકળી જગદીશની એકદમ અડોઅડ પહોંચી એની સાથે સાથે ચાલવા લાગ્યો. જગદીશને મોકો મળી ગયો. અને જાણે પોતાની સાથે જ વાત કરતા હોય એમ છતાં પેલા વ્યક્તિને સંભળાય એવી રીતે બોલ્યો, ‘ગાડી ટ્રેક પર છે, જલદી સ્ટેશને પહોંચી જવાશે.’ આ પેલાએ સાંભળ્યું એટલે એ ઝડપથી ચાલીને જગદીશથી આગળ નીકળતા બોલતો ગયો. ‘તૈયાર રહેજે.’ અને પછી જાતજાતામાં એ બજારની ભીડમાં ખોવાઈ ગયો.
એ પેલો નેપાળી જ હતો. જેને અમીતે કોલકતાના રેલવે પ્લેટફોર્મ પર જાયો હતો. એ અહીં ગંગટોક સુધી પહોંચી ગયો હતો.
***
છએક વાગ્યાની આસપાસ અમે અમારી હોટલ પહોંચવા આવ્યા હતા. અમારી બાજુની હોટલમાં અત્યારે થોડી હલચલ થઈ રહી હતી. એ થ્રી સ્ટાર હોટલના પાર્કિંગમાં કારોનો ઝમેલો આવીને ઊભો રહ્યો હતો. અને એમાંથી સુટેડબુટેડ આદમીઓ ઊતરી ૧૧૪ રહ્યા હતા. કોઈ મોટી કંપનીના એક્ઝેક્યુટીવ જેવો પહેરવેશ હતા એ બધાના. મેં ગણતરી કરી એ લોકો ત્રણ કારમાં બાર વ્યક્તિઓ આવ્યા હતા. કદાચ કોઈ કંપની તરફથી એ લોકોને ટૂરમાં મોકલવામાં આવ્યા હશે... અથવા તો પછી કોઈ એડવેન્ચર ટ્રેનિંગ કેમ્પમાં આવ્યા હોવા જાઈએ. મને થોડું અજુગતું લાગ્યું કે ઓફ સીઝનમાં શા માટે આ લોકો ટૂરમાં નીકળ્યા હશે....? મનમાં કંઈક સમજણ ન પડે એવી લાગણીઓ ઘેરાઈ વળી. ઘણી વખત અચાનક જ મને આવી અનુભૂતિ થતી જેને હું સમજી નહોતો શકતો. અને અત્યારે પણ એવું જ થયું. સાવ અચાનક જ એ લોકોને જાયા પછી મારો મૂડ બદલાઈ ગયો. અને મારા મનમાં એક ઉદાસી છવાઈ ગઈ. એ લોકો અંદર ગયા તેના પછી એમની સાથે લાવેલી મોટી મોટી સૂટકેસો એ હોટલના કર્મચારીઓ અંદર લઈ ગયા હતા.
‘અમીત...’ એ જગદીશનો અવાજ હતો. પાછળ ફરીને અમે જાયું તો જગદીશ અને ટીના એકબીજાનો હાથ પકડીને ચાલતા આવી રહ્યા હતા. એ બંનેને હાંફ ચડ્યો હતો. કદાચ એ લોકો ઘણે દૂરથી ચાલતા અહીં સુધી આવ્યા હતા. જગદીશને જાયા પછી હું સચેત થઈ જતો. મને આ માણસ પણ ઠીક નહોતો લાગતો. મારા જીવનમાં એવી ખતરનાક પરિસ્થિતિઓ સર્જાઈ હતી કે હવે હું વહેમીલો બની ગયો હતો. નાની નાની વાતમાં મને શક થયે રાખતો. મને ખ્યાલ પણ નહોતો રહ્યો અને હું શક્કી બની ગયો હતો.
શું.. છે... બોલો....? મેં કંઈક અણગમાના ભાવે કહ્યું.
‘મને લાગે છે કે આજનો દિવસ આપણા માટે સફળ રહ્યો. તમે લોકો ‘શ્રીનિકેતન અને થેંબો શોધીને લાવ્યા જ્યારે અમે ‘ટીબેટન શોધ’ મળી આવ્યું. જગદીશે માહિતી આપી. ‘ટિબેટન શોધ’ એનો સાચો મતલબ તો ટીબેટન શોધ સંસ્થાન એવો થાયછે. એ એક મ્યુઝીયમ કમ લાયબ્રેરી કમ રિસર્ચ સેન્ટર છે. ત્યાં પૌરાણિક ચીજવસ્તુઓ, પુસ્તકો અને કૃષિ વિષયને લગતી ચીજાની ભરમાર છે. એ અહીંથી શહેરના તળ તરફ જતા આગળ એક નાનકડો ગાર્ડન આવે છએ. એની બિલકુલ બાજુમાં જ એક વિશાળ પટાંગણ ધરાવતી ઇમારત છે. અમે વાતો કરતા કરતા હોટલની લોજમાં આવ્યા. ત્યાં ૧૧૫ મૂકેલા સોફા પર બધા બેઠા. જગદીશે આજે પહેલીવાર એક જાસૂસને છાજે એવી માહિતી મેળવી આવ્યો હતો. મને તો ખરેખર એના ઉપર શક થતો હતો. આ તો ઇન્સ. ચાવડાએ આને ભળાવ્યો હતો એટલે પરાણે વિશ્વાસ કરવો પડતો હતો કે આ જાસૂસ છે. મને ઇન્સ. ચાવડા ઉપર પૂરેપૂરો વિશ્વાસ તો નહોતો જ.
‘તમે લોકો અંદર જઈ આવ્યા...?’
‘હા... અંદર ગયા હતા એટલે જ તો અમેજાણીએ છીએ કે એ સંસ્થાનમાં શું શું છે. પરંતુ વધારે સમય ન મળ્યો કારણ કે પાંચ વાગ્યે તો એ બંધ થઈ જાય છે. હવે કાલે સવારે દશ વાગ્યે એ ખુલશે એટલે આપણે બધા સાથે ત્યાં જઈશું.’
ઓ.કે. અને હા કાલે સવારે પેહોલ થેંબો પણ અહીં આવશે એને ગાઈડ તરીકે સાથે લેવાનો છે. એ સારી રીતે જાણતો હશે કે રાજેશ ક્યાં ક્યાં ગયો હતો. એ આપણને ઘણો લાભદાયી સાબિત થશે.
અને આપણને આગળ વધવામાં સરળતા પણ રહેશે...’ અમે થાકી ગયા હતા. ચાલી ચાલીને અમારા પગ દુઃખવા લાગ્યા હતા. મને તો અત્યારે અહીંથી ઊભા થઈને ઉપર રૂમમાં જવાની પણ ઇચ્છા નહોતી. થાક લાગવા છતાં આનંદ એ વાતનો હતો કે આજે અમે ઘણું બધું જાણી આવ્યા હતા. વાતાવરણ ધીરે ધીરે વધુ ઠંડું થઈ રહ્યું હતું. અને જમવાની ઈચ્છાપણ તીવ્ર થઈ હતી. અમે ઉપર રૂમમાં જઈ ફ્રેશ થઈને ફરી પાછું નીચે આવવાનું નક્કી કર્યું. મેં કંઈક વિચાર્યું અને ઊભા થતા જગદીશને પૂછ્યું.
આપણી બાજુની હોટલમાં આજે ઘણી ગાડીઓ આવી છે. તે જાયું એ...?’
‘હા... મેં જાયું ને, અહીં આવ્યો ત્યારે મારું ધ્યાન સૌ પ્રથમ ત્યાં જ ગયું હતું. મને લાગે છે કે એ લોકો કોઈ કેમ્પમાં આવ્યા હશે. આ તો ટુરિસ્ટ સ્પોટ છે. એટલે અહીં ટ્રેકીંગ અને માઉન્ટેનિંગના કેમ્પો છાસવારે યોજાતા જ હોય છે. એટલે એ લોકોને જાઈને મને કંઈ ખાસ અજુગતું લાગ્યું નહીં. છતાં આપણે કાલે સવારે એ લોકો વિશે તપાસ કરી લઈશું. પરંતુ એ પહેલા તો અત્યારે આપણે ફ્રેશ થઈને જમવાની જરૂર છે કારણ કે મને ખૂબ જબરજસ્ત ભૂખ લાગી છે.’ જગદીશે કહ્યું.
‘ભૂખ તો મને પણ લાગી છે... ચાલો.’ આ વખતે પૂજાએ કહ્યું. એ દાદરના ૧૧૬ પગથિયા ચડતા બોલી. એ અત્યારે ખુશ લાગતી હતી. એનું કારણ કદાચ એ હતું કે આજે પહેલા જ દિવસે એમને ઘણી સફળતા મળી હતી. અમે ઉપર અમારા રૂમ તરફ ચાલ્યા. લગભગ અડધા કલાક પછી અમે નીચે રેસ્ટોરન્ટમાં ટેબલ પર ગોઠવાયા. બહાર વાતાવરણમાં ઠંડી જબરજસ્ત રીતે ફેલાઈ ગઈ હતી. જા અત્યારે બહાર નીકળવું હોય તો પૂરી તૈયારી કરીને નીકળવું પડે. નહીંતર ઠંડા પવનો સીધા જ શરીરમાં ઊતરી જાય. અને તમને બેહાલ કરી મુકે. અહીં અંદર એવું નહોતું. અહીંનું વાતાવરણ એકદમ હુંફાળું અને રોમેન્ટિક હતું. ચારેતરફ છતમાં લગાવેલી આછા પીળા કલરની ડીમલાઈટો ચાલુ હતી જે આ વાતાવરણને વધ ુનશીલું બનાવતી હતી. એક તરફ ફાયરપ્લેસની ગરમી અંદરની હવામાં સુંવાળી હૂંફ પ્રસરાવી રહી હતી. એકદમ ધીમું પણ મદહોશ કરતું મ્યૂઝીક વાગી રહ્યું હતું. જે સાંભળીને આખા શરીરમાં એક જાતની રીધમ પથરાઈ જતી હતી. મારો તો આખો દિવસનો થાક પળવારમાં ગાયબ થઈ ગયો. આમ પણ ગંગટોક એક સ્વર્ગીય ભૂમિ છે. ચારોતરફ ફેલાયેલા ઊંચા ઊંચા પહાડોની વચ્ચે વસેલું આ શહેર હનીમૂન માટે નવપરણિત યુગલોને સાદ પાડીને બોલાવતું હતું. અહીં આવ્યા બાદ તમે કુદરતના સાનિધ્યમાં જીવનનો ભરપૂર આનંદ મેળવી તરોતૃપ્ત થઈ જાઓ એ નક્કી. શુષ્ક અને નિરશ વ્યક્તિને પણ અહીં રોમેન્ટીક બનવાની ફરજ પડી જાય. પહાડોની ટોચ ઉપરથી શુદ્ધ અને નિર્મળ ખળખળ કરતું નીચે વહેતું પાણી, શંકુ આકારના ઊંચા અને ઘટાદાર વૃક્ષો અને એ વૃક્ષો ઉપર જામેલા બરફના વરસાદી ચોસલા એક અદભૂત દૃશ્ય રચે ત્યારે તમને એવો અનુભવ થાય કે જાણે તમે કોઈ દિવ્યલોકમાં આવી પહોંચ્યા હોવ. અહીં આવ્યા બાદ તમામ દુનિયાદારી અને માનવીય તકલીફો ભુલાઈ જાય છે. અને બસ... એક નિતાંત કુદરતી સાંદર્ય તમારા મનને ઘેરી વળી ચીરયૌવન સુંદરતાની અનુભૂતિ થયા કરે.
મને પણ અત્યારે એવી જ કંઈક અનુભૂતિ થતી હતી. અમે ગંગટોક આવ્યા ત્યારથી જ હું અહીંની સુંદરતાના પ્રેમમાં પડી ગયો હતો. અમે આજે આખો દિવસ ચાલતા જ વિતાવ્યો હતો. નો ડાઉટ કે અમે બહુજ થાકી ગયા હતા. પરંતુ સાથે સાથે અહીંના શાશ્વત સાંદર્યનો પણ ભરપૂર આનંદ અમે લીધો હતો. મારા ઉપર તો જાણે કુદરત ૧૧૭ પૂરેપૂરી મહેરબાન હતી. એક તરફ કુદરતી સાંદર્ય હતુ અને બીજી બાજુ સાક્ષાત સુંદરતાની મૂર્તિ સમાન પૂજાનો સહેવાસ મળ્યો હતો. પૂજા મારી સાથે હતી એ અહેસાસ મારા દિલોદિમાગમાં એક સુગંધીદાર ખૂશ્બૂની જેમ છવાઈ ગયો હતો. લાઈટના ઝાંખા પ્રકાશમાં એ બહુ જ સુંદર લાગતી હતી. પ્રકાશનું એક ત્રાંસુ કિરણ એની બીંદી ઉપર કામણ કરી રહ્યું હતું. જેના કારણે એ જ્યારે થોડી પણ હલતી ત્યારે એ બીંદી અલૌકિક રીતે ચમકી ઊઠતી. એનો થોડો લંબગોળ ખૂબસૂરત ચહેરો, ચહેરા ઉપર લગાવેલી બીંદી, કાનમાં થોડી લાંબી સેરના પહેરેલા એરીંગ્સ એની ખૂબસુરતીને ચાર ચાંદ લગાવી રહ્યા હતા. જમવાનું તો સ્વાદિષ્ટ હતું જ પરંતુ એની સાથે સાથે હું પૂજાના અનુપમ સાંદર્યનું પણ રસપાન કરી રહ્યો હતો. લગભગ કલાક પછી અમે જમીને બહાર હોટલના પેસેજમાં આવ્યા. અહીંથી સામેની બજાર દેખાતી હતી. આમ તો અમારી હોટલ પણ બજારનો જ એક ભાગ હતી. છતાં એ થોડી અલાયદી પડતી હતી. બજારમાં ઝાઝી ચહલપહલ નહોતી. લગભગ બધા દુકાનદારો દુકાન વધાવીને ઘરે જવાની ફીરાકમાં દેખાયા કારણ કે એક તો ઓફ સીઝન હતી એટલે રાત્રિની ઘરાકી નહોતી મળતી અને ઉપરથી આજે ઠંડી પણ ગજબનાક રીતે વધતી જતી હતી. અમે જમ્યા બાદ થોડું ચાલવાના ઈરાદે બહાર આવ્યા હતા. પરંતુ એ શક્ય નહોતું બનવાનું. આ ઠંડીમાં જા વધારે સમય બહાર રહીએ તો અમારી કુલ્ફી બની જાય એમ હતું. એટલે ફરી પાછા હોટલ તરફ પગ ઉપાડ્યા.
‘તમે જાવ હું થોડીવારમાં આવું છું.’ અચાનક જગદીશે અટકીને કહ્યું. એણે મારી તરફ જાઈને કંઈક ઇશારો કર્યો. એ સિગારેટ પીવા ઇશારો હતો. હું સ્મોકિંગ કરતો નહોતો. એટલે એ એકલો ગયો. અમે રૂમ તરફ ચાલ્યા. પૂજા અને ટીના તો ક્યારના આગળ ચાલવા લાગ્યા હતા. એ તરફ મારું ધ્યાન નહોતું. હું જયારે એ બંને લેડીને ગુડનાઈટ કરીને મારા રૂમમાં ઘૂસ્યો ત્યારે લગભગ નવ સાડા નવ જેવો ટાઈમ થવા આવ્યો હતો. એ પછી થોડીવારમાં તો હું રજાઈમાં ઘૂસીને ઘસઘસાટ ઊંઘવા લાગ્યો હતો.
બહાર ઠંડી ધીરે ધીરે એનો રંગ જમાવી રહી હતી. સાંજે જ લાગતું હતું કે આજે ૧૧૮ રાત્રે સ્નો ફોલ જરૂર થશે જ. હું ફક્ત એક જાડી રજાઈ ઓઢીને જ સૂતો હતો જે આ ઠંડીની સામે ઝીંક નહોતી ઝીલી શકતી, એટલે મારી નીંદ ઊડી ગઈ. મેં ઊઠીને આમ તેમ નજર કરી કે કદાચ ઓઢવા માટે બીજું કંઈ મળી જાય. મને જગદીશની રજાઈ હાથમાં આવી, પરંતુ મેં જાયું કે જગદીશ પથારીમાં નહોતો. ઘડિયાળ તરફ નજર ઘુમાવી તો હું હજુ ઝાઝું ઊંÎયો નહોતો. હજી તો સાડા દસ જ વાગ્યા હતા. અત્યાર સુધીમાં તો જગદીશે આવી જવું જાઈતું હતું. કદાચ એ બાથરૂમ ગયો હશે. એવું અનુમાન કરીને એ દિશામાં નજર નાખી તો બાથરૂમ અડધું ખુલ્લું હતું. એનો મતલબ તો એ ત્યાં પણ નહોતો. તો એ ક્યાં ગયો હશે ? મને આ માણસ પહેલેથી જ ગરબડવાળો લાગતો હતો. હું હજી પૂરેપૂરો વિશઅવાસ એના ઉપર નહોતો મૂકી શક્યો અને એટલે જ જ્યારે એ પથારીમાં મને ન દેખાયો એટલે મારું મગજ ઠનક્યું. મેં ઊભા થઈને આખા રૂમમાં ચક્કર લગાવ્યું. અને પછી બારી તરફ ગયો. બહારની ઠંડીને અંદર આવતી રોકવા બારી બંધ રાખી હતી જે મેં હિંમત કરીને અડધી ખોલી બહાર રોડ ઉપર નજર નાંખી. બજારમાં લગભગ સોપો પડી ગયો હતો. ચારે તરફ એકદમ સુનકાર છવાયેલો હતો. બે ત્રણ દુકાનો સિવાય લગભગ બજાર બંધ થઈ ચૂક્યું હતું. ત્યાં લગાવેલી સ્ટ્રીટ લાઈટની પીળી રોશનીમાં આખી બજારનો નજારો સ્પષ્ટ જાઈ શકતો હતો. જે બે ત્રણ દુકાનો ખુલ્લી હતી એના માલિકો પણ હવે દુકાનો બંધ કરીને ઘરે જવાની પળોજણમાં પરોવાયા હતા. મારી નજર બાજુની હોટલના પાર્કિંગમાં ઊભેલી ગાડીઓ તરફ ગઈ. ત્યાં પણ એકદમ નિરવ શાંતિ પથરાયેલી હતી. એ હોટલના પાર્કિંગમાં ટ્યુબલાઈટો ચાલુ હતી એટલે ત્યાંનુ દૃશ્ય પણ ચોખ્ખું દેખાઈ રહ્યું હતું. હું અસમંજસમાં જ ત્યાં ઊભો રહ્યો. મારા મનમાં જગદીશ વિશે અનેક ખ્યાલો ઊભરાઈ રહ્યા હતા. બધા જ સૂઈ ગયા હતા તો પછી જગદીશ ક્યાં ગયો હતો ?
એણે તો મને ફક્ત સિગારેટ પીવા જવાનો ઈશારો કર્યો હતો. એટલે સિગારેટ પીને એ અત્યાર સુધીમાં તો આવી જવો જાઈતો હતો. મને ક્યારેક એવું લાગતું કે એના કારણે અમે જરૂર કોઈ મુસીબતમાં મુકાવાના છીએ. એનું વર્તન ખરેખર મને શંકા ઉપજાવે એવું હતું. મને ઇચ્છા થઈ આવી કે હું પૂજાના રૂમમાં જઈ જાઈ આવું. કદાચ એ ત્યાં હોય અને એ લોકો વાતો કરી ૧૧૯ રહ્યા હોય. હા... આ શક્ય હોય ખરું... કદાચ જગદીશ ત્યાં હોવો જાઈએ એવું વિચારીને મેં રૂમમાં પાછા ફરવા જેવા પગ ઉપાડ્યા કે હું ચમકી ગયો. મેં ઝડપથી થોડી બારી બહાર ખેંચી થોડો અવકાશ રાખી બહાર જાયું. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. એ જગદીશ જ હતો. જે બાજુની હોટલમાંથી બહાર નીકળી રહ્યો હતો. ઝડપથી ચાલીને એ હોટલનું પાર્કિંગ વટાવી ગેટ સુધી પહોંચી તેણે સામેની એક દુકાન તરફ પગ ઉપાડ્યા. એ એક આઈસ્ક્રિમવાળાની દુકાન હતી ત્યાં પહોંચીને એ ઊભો રહ્યો. એ જ્યાં ઊભો હતો એની બરાબર બાજુમાં સ્ટ્રીટલાઈટનો થાંભલો હતો. જેના પર લાઈટ ચાલુ હતી. એટલે જગદીશને હું ચોખ્ખો જાઈ શકતો હતો. એના ચહેરા પર ઉતાવળ અને ઉચાટના ભાવ મને અહીંથી પણ દેખાઈ રહ્યા હતા. મને લાગ્યું કે એકોઈકની રાહ જાઈ રહ્યો હતો. એણે આજુબાજુ નજર ઘુમાવી એટલે મારું અનુમાન પાક્કું થઈ ગયું. થોડીવાર સુધી કંઈ જ ન થયું કોઈ જ હિલચાલ નજરે ન ચડી પરંતુ અચાનક એક ગલીના અંધકારમાંથી કોઈક પ્રગટ થયું. એ વ્યક્તિને જાતાં જ મારું મગજ ચક્કર ખાઈ ગયું. અને વિસ્મયથી મારું મોં ખૂલી ગયું. મારું હૃદય જાર જારથી ધબકવા લાગ્યું. આ કાતિલ ઠંડીમાં પણ મારા કપાળે પરસેવાના બુંદો ઊપસી આવ્યા. આ એ જ નેપાળી હતો જેને મેં કોલકતાના સ્ટેશને જાયો હતો. ત્યારે ફક્ત બે પાંચ સેકન્ડ માટે જ અમારી નજરો મળી હતી પરંતુ એની આંખોમાં રહેલી ક્રૂરતાને મેં અનુભવી હતી. એ જ નેપાળી અત્યારે અંધકારમાંથી કોઈ ભૂતની જેમ પ્રગટ થયો હતો અને જગદીશ ઊભો હતો એ તરફ જઈરહ્યો હતો. અને થોડીવારમાં જ એ એની બાજુમાં ઊભો હતો. જગદીશને એની જ રાહ હતી. જેવો નેપાળી એની બાજુમાં આવ્યો કે તરત જ જગદીશે સાવધાનીથી એને કંઈક કહ્યું. મને ઊડીને ત્યાં પહોંચી જવાનું મન થયું. જેથી હું એમની વાતો સાંભળી શકું અને જગદીશને સીધું જ પૂછી લઉં કે આ બધું શું કાવતરું ચાલે છે... ? તું શું કામ પેલી હોટલમાં ગયો હતો અને આ નેપાળી કોણ છે ?પરંતુ મારી એવી હિંમત ન ચાલી. હું ડરપોક કે કાયર નહોતો. જા કે મારે એ લોકો સાથે ઝઘડો થાય તો એ બંનેને હું પહોંચી રહું એટલી તો તાકાત અને હિંમત હતી મારામાં. ... છતાં અત્યારે મારા પગ જમીન સાથે ચોંટી ગયા હતા. અને શ્વાસ રોકીને એ બંનેને જાઈ રહ્યો હતો. ૧૨૦ જગદીશે જે કહ્યું એ સાંભળી લીધા પછી એ નેપાળીએ જગદીશને કંઈક કહ્યું એટલે જગદીશે હકારમાં માથું હલાવ્યું. લગભગ દસેક મિનિટ એ વાર્તાલાપ ચાલ્યો હશે.
અને પછી એ નેપાળી ત્યાંથી આગળ વધીને ફરી પાછો અંધકારમાં ગાયબ થઈ ગયો. એના ગયા પછી જગદીશે પણ હોટલ તરફ પગ ઉપાડ્યા. એ આ તરફ જ આવી રહ્યો હતો એટલે હું બારીએથી ખસી ગયો. મેં અનુમાન લગાવ્યું કે એ હવે સીધો ઉપર રૂમમાં જ આવશે એટલે એ આવે તે પહેલા હું પલંગમાં રજાઈ ઓઢીને સૂઈ ગયો. મારી ઠંડી તો ક્યારયની ગાયબ થઈ ચૂકી હતી. એના બદલે અત્યારે રજાઈની અંદર મને મારા જ શ્વાસોશ્વાસથી ગૂંગળામણ જેવું થવા લાગ્યું. બારણું ખુલવાનો અવાજ આવ્યો એટલે હું સમજી ગયો કે એ જગદીશ છે. મેં રજાઈને વધુ જારથી મોઢા પર દબાવી. એણે અંદર આવીને કદાચ મારા તરફ જાયું હશે. અને મને સૂતેલો જાઈને એ ખંધુ, કુટીલ રીતે મુસ્કુરાયો હશે. એવા વિચાર મારા જહેનમાં ઊઠ્યો. વિસેક મીનિટ પછી હું એમજ પડ્યો રહ્યો અને પછી રજાઈ થોડી ઊંચી કરીને જાયું તો એ એના પલંગ પર સૂઈ ગયો હતો. એ સૂઈ ગયો હતો અને મારી ઊંઘ ઉડી ગઈ હતી. મને ચિત્ર વિચિત્ર વિચારોએ ઘેરી લીધો હતો. કોઈ ભયંકર કાવતરું અમારી સાથે થઈ રહ્યું હોય એવું મને લાગતું હતું. જગદીશ અને પેલો નેપાળી કોઈ ગેમ ખેલી રહ્યા હોય અને હું અને પૂજા એ ગેમના પ્યાદાઓ હોઈએ એવો ભાસ મને થતો હતો. કદાચ ટીના પણ એ લોકોની સાથે હોઈ શકે, અથવા તો એને આ બાબતે કંઈ ખ્યાલ જ ન હોય એવું પણ બને. કોઈ ભયાનક જાળ મારી અને પૂજાની આસપાસ ગૂંથાઈ રહી જતી હતી. જેમાં અમે સામે ચાલીને ફસાવા જઈ રહ્યા હતા. ન બનવાનું ઘણું બધું અમારી આસપાસ બનવા જઈ રહ્યું હતું. મને મારી કરતાં પૂજાની ચિંતા વધુ થતી હતી. એ મારી ઉપર વિશ્વાસ રાખીને આવી હતી. અને જા એને કંઈ પણ થાય તો હું મારી જાતને ક્યારેય માફ ન કરી શકું. અને એને એક નાની અમથી ખરોચ પણ કોઈ પહોંચાડે તો હું એ વ્યક્તિને જીવતો પણ ન છોડું એ નક્કી હતું. હવેથી મારે મારા આંખ કાન ખુલ્લા રાખીને આગળ વધવાનું હતું.
અત્યારે પરિસ્થિતિ એવો ભયાનક વળાંક લઈ ચૂકી હતી કે કોના ઉપર વિશ્વાસ ૧૨૧ કરવો એ જ નક્કી નહોતું થતું. એક જ રાતમાં હું અને પૂજા સાવ એકલા હોઈએ એવો અનુભવ મને થતો હતો. મનોમન મેં ઘણું વિચાર્યું પરંતુ આગળ કંઈ સૂઝતું ન હોતું. આખરે શરીર અને મન બંને થાકી ગયા. અને ક્યારે નીંદરે મારા પર કબજા જમાવી લીધો એ પણ ખ્યાલ ન રહ્ય. હું સૂઈ ગયો હતો.
***
એ એક બેઠા ઘાટનું વિશાળ જગ્યામાં પથરાયેલું મકાન હતું. જેના ઉપર આગળના ભાગે ‘તિબેટન શોધ સંસ્થાન’ મોટા અક્ષરે લખેલું સ્પષ્ટ વંચાઈ રહ્યું હતું. આજે અમારી સાથે એક વ્યક્તિ ઉમેરાયો હતો. એ થેંબો હતો. એ સવારે અમારી હોટલે પહોંચી નીચે લોબીમાં અમારી રાહ જાઈ રહ્યો હતો. અમે તૈયાર થઈને નીચે આવ્યા ત્યારે મેં થેંબોને એ રાજેશને જે જે જગ્યાએ લઈ ગયો હતો એ જગ્યાઓએ અમને લઈ જવાની વાત કરી ત્યારે એ થોડો અચકાયો હતો. એની એ હડબડાહટ મારા ધ્યાનમાં આવી ગઈ હતી. એટલે પછી મેં શાંતિથી એની પાસે બેસીને એ લોકોએ શું શું કર્યું હતું અને ક્યાં ગયા હતા એ બધું કહેવાની વાત કરી. થેંબોએ થોડા ગભરાઈને અમને બધી વાત કહી પરંતુ એની વાત સાંભળીને અમે અસમંજસમાં પડી ગયા હતા. કારણ કે એના લીધે તો આ કોકડું વધુ ગૂંચવાયું હતું. થેંબાની વાત પ્રમાણે રાજેશને પાંગુસ સરોવર સુધઈ જવું હતું. અને એ ઈચ્છતો હતો કે થેંબો એને ત્યાં સુધી લઈ જાય... પરંતુ થેંબોએ પાંગુસ સરોવર સુધી લઈ જવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી. અને સાથે સાથે રાજેશને પણ ત્યાં સુધી નહી જવાની સલાહ આપી હતી... કારણ કે થેંબો જાણતો હતો કે એ જગ્યા ખૂબજ ભયાનક અને ડરામણી હતી. જે કોઈપણ એ ખતરનાક, મોતના મુખ જેવી જગ્યાએ ગયું હતું એ ક્યારેય પાછું આવ્યું નહોતું. જો કોઈ ભાગ્યશાળી પાછું ફર્યું હોય તો પણ એ ખૂબ જ તકલીફમાં મુકાઈને અને હેરાન થઈને જ રહે. અને એટલે જ થેંબાએ એ વિચિત્ર જગ્યાએ રાજેશને લઈ જવાની ના પાડી દીધી હતી. હા... એ સિવાય સિક્કિમમાં કોઈપણ જગ્યાએ રાજેશને લઈ જવા તૈયાર હતો. રાજેશને પણ ૧૨૨ થેંબોની વાત ગળે ઉતરી હતી. એટલે એણે પાંગુસ સરોવર જવાનું એ હાલ પૂરતું તો માંડી વાળ્યું હતું.
અને પછી એ લોકો સૌથી પહેલા તિબેટન શોધ સંસ્થાનમાં ગયા હતા. થેંબાના કહેવા અનુસાર રાજેશ આખો દિવસ, સવારથી સાંજ સુધીનો સમય એ જ જગ્યાએ વિતાવ્યો હતો. રાજેશે ઘણા બધા પુસ્તકો અને બીજી ચીજાને ખોળી નાખી હતી. થેંબાએ એ મ્યુઝીયમ કમ લાયબ્રેરી કમ રિસર્ચ સેન્ટર વિશેની વિગતવાર માહિતી રાજેશને જણાવી હતી. રાજેશને એ વાતોમાં ખૂબ જ રસ પડ્યો હતો. ખાસ કરીને એણે એક પુસ્તક લગભગ બે કલાક સુધી વાંચ્યું હતું. થેંબાએ જણાવ્યું હતું કે એ પુસ્તકમાં રાજેશને ઘણો રસ પડતા ફરી ફરીને એ પુસ્તક વાંચ્યું હતું. એ પુસ્તકનું નામ તો થેંબોને પણ ખબર નહોતી એવું તો ઘણું બધું રાજેશે ત્યાં ખોળી નાખ્યું હતું. થેંબાએ જણાવ્યું હતું કે એ પછીના બીજા દિવસે અચાનક રાજેશે ગંગટોકથી ઘણે દૂર વસેલા લાચૂંગ નામના ગામમાં જવાનું નક્કી કર્યું અને એ બંને જીપમાં બેસીને લાચૂંગ જવા નીકળ્યા હતા. થેંબો લાચૂંગ ગયા પછી માત્ર એક જ દિવસ રાજેશ સાથો રોકાયો હતો અને બીજા દિવસે એની તબિયત બગડતા પાછો ગંગટોક આવવા નીકળી ગયો હતો જ્યારે રાજેશ ત્યાં જ લાચૂંગમાં એકલો રોકાયો હતો. એ પછી રાજેશનું શું થયું અને એ આગળ કયાં- કયાં ગયો હતો એ વાત થેંબો જાણતો નહોતો.
અમે ઊલટ તપાસની રીતે ઘણાબધા પ્રશ્નો થેંબાને પૂછ્યા હતા પરંતુ એ વધુ કંઈ જાણતો જ નહોતો. એની પાસેથી અમને એક જ મહત્વની કડી મળી હતી અને એ હતી ‘તિબેટન શોધ સંસ્થાન’. જ્યાં રાજેશે કોઈક પુસ્તક ખૂબ ધ્યાનથી વાંચ્યું હતું અને કદાચ એ પુસ્તક વાંચ્યા બાદ એણે બીજા દિવસે લાચૂંગ જવાનું નક્કી કર્યું હશે... એ પુસ્તકમાં એવું જરૂર કંઈક લખેલું હોવું જાઈએ જે રાજેશને લાચૂંગ ખેંચી ગયું હતું.. એ શું હોઈ શકે...? એ પ્રશ્નનો ઉત્તર તો અમે જ્યારે એ પુસ્તક વાંચીએ તો જ મળે એમ હતો. એટલે સૌથી પહેલા તો એ પુસ્તકને શોધવું જરૂરી હતું. અને મને ખબર હતી કે એ પુસ્તક કયું હોઈ શકે.. ‘હીસ્ટરી ઓફ સિક્કિમ’ આ જ નામનું પુસ્તક રાજેશે વાંચ્યું હોવું જાઈએ કારણ કે રાજેશે એની ડાયરીમાં આ જ નામ લખ્યું હતું. પરંતુ અહીં બીજી પણ એક મૂંઝવણ મારી સામે આવી હતી. એક બીજા મુદ્દો મારા ધ્યાનમાં આવ્યો હતો. ૧૨૩ રાજેશે એની ડાયરીમાં જા ક્રમવાર મુદ્દાઓ લખ્યા હોય તો પછી બીજા પણ એક ગોટાળો થતો હતો. રાજેશે ‘તિબેટન શોધ સંસ્થાન- હિસ્ટરી ઓફ સિક્કિમ- ૭૮- ખુરશીદલાચૂંગ’ આ રીતે લખ્યું હતું- જેમાંથી હિસ્ટરી ઓફ સિક્કિમ તો અમે જાણી ચૂક્યા હતા કે એ એક બુક હતી. જ્યારે થેંબાએ અમને જણાવ્યું હતું કે રાજેશે એ બુક વાંચી હતી અને એણે આખો દિવસ લાઈબ્રેરીમાં વિતાવ્યો હતો અને બીજા દિવસે એણે લાચૂંગ જ્વાનો પ્લાન બનાવ્યો હતો. આનો મતલબ તો એમ થયો કે રાજેશે ‘હિસ્ટરી ઓફ સિક્કિમ’થી સીધો જ કૂદકો ‘લાચૂંગ’ ઉપર માર્યો હતો. તો પછી એણે શા માટે આ બે શબ્દોની વચ્ચે ‘૭૮’ અને ‘ખુરશીદ’ને લખ્યા હતા...? આ બે શબ્દો એણે શું જાઈને કે પછી શું વિચારીને લખ્યા હતા? અને લખ્યા હતા તો ક્યાંથી લખ્યા હતા? થેંબાના જણાવ્યા પ્રમાણે રાજેશ લાઈબ્રેરીની બહાર ગયો જ નહોતો તો પછી પેલા બે શબ્દો ‘૭૮’ અને ‘ખુરશીદ’રાજેશને આ લાઈબ્રેરીમાંથી જ મળ્યા હોવા જાઈએ. ‘તિબેટન શોધ સંસ્થાન’ નામની લાઈબ્રેરીમાં જ ‘૭૮’ અને ‘ખુરશીદ’નું રહસ્ય છુપાયેલું હોવું જાઈએ. મેં મારૂં દિમાગ કામે લગાવ્યું કે આ આખી પરિસ્થિતિ કેવી રીતની હોઈ શકે..? ધીરે ધીરે શાંતિથી વિચારતા મને આખી પરિસ્થિતિ સમજમાં આવતી જતી હતી અને પછી મારા ચહેરા પર એક આછી મુસ્કાન ઊભરાઈ આવી. આખી પરિસ્થિતિ હું સમજી ચૂક્યો હતો કે શું બન્યું હશે...!
અત્યારે અમે ‘તિબેટન શોધ સંસ્થાન’ની સામે ઊભા હતા. અમે અંદર દાખલ થયા. એ મ્યુઝીયમ કમ લાઈબ્રેરી અને રિસર્ચ સેન્ટર એ ત્રણેય અલગ-અલગ વિભાગોમાં વહેંચાયેલા હતા. સૌથી પહેલા અંદરદાખલ થતા જ મ્યુઝીયમ આવતું હતું. આ મ્યુઝીયમમાં અહીંના લોકોની રહેણી કરણી, અહીંની સંસ્કૃતિ, અહીંના વિવિધ કસ્બા કબીલાઓની રીત રસમો અને એવી તો ઘણી બધી માહિતીઓ, એમના ચિત્રો, લખાણો વ્યવસ્થિત રીતે પ્રદર્શિત કરેલા હતા. અમે ધીરે- ધીરે એ બધું જાતા આગળ વધતા હતા મને આ બધી બાબતોમાં બિલકુલ રસ નહોતો પડતો... કારણ કે મારું મન પેલા પુસ્તક પાસે પહોંચી ચૂક્યું હતું એટલે ઝડપથી હું આગળ વધતો હતો. એ પછીના બીજા સેકશનમાં જ લાઈબ્રેરી હતી. અમે ત્યાં પહોંચ્યા. મારી ધારણા કરતા પણ વિશાળ ૧૨૪ લાઈબ્રેરી હતી. પંદર- સત્તર કબાટો દીવાલને અડીને ગોઠવાયેલા હતા જેમાં વિવિધ વિષયોના પુસ્તકોની ભરમાર લગાવેલી હતી. એ આખો મોટો હોલ હતો. ચારેબાજુ દીવાલોને અડીને કબાટો હતા. જ્યારે એ કબાટોના એક તરફ ખૂણામાં ટેબલ ખુરશી નાંખીને એક લાઈબ્રેરિયન બેઠો હતો. હોલની વચ્ચે લંબગોળાકાર આકારનું મોટું ટેબલ ગોઠવ્યું હતું. અને એની આસપાસ ઘણી બધી ખુરશીઓ ગોઠવેલી હતી. એ લોકો માટે બેસવાની અને વાંચવા માટેની વ્યવસ્થા હતી. એ ગોળાકાર ટેબલ પર ઘણા બધા ન્યૂઝ પેપરો વિખરાયેલા પડ્યા હતા.
મેં થેંબાને મારી પાસે બોલાવ્યો. અને એને સમજાવ્યું કે એણે શું કરવાનું છે ? એ આગળ વધીને પેલા લાઈબ્રેરિયન પાસે ગયો. હું એની પાછળ જ હતો. થેંબાએ એની ભાષામાં પેલા લાઈબ્રેરિયન પાસે ‘હિસ્ટરી ઓફ સિક્કિમ’ની બુક માંગી. પેલાએ પોતાની પાસેના લિસ્ટમાંથી એ નામના પુસ્તકનો નંબર જાયો અને ઊભા થઈને એ બુક અમને લાવી આપી. મને ખબર હતી કે થેંબો એની ભાષામાં વાત કરીને જલદી કામ કઢાવી લેશે એટલે જ મેં એને આગળ કર્યો હતો. કારણ કે જા મેં આ કામ કર્યું હોત તો મને એ લાઈબ્રેરિયનને સમજાવવામાં ઘણો સમય લાગી જાત. અને કદાચ મને અજાણ્યો વ્યક્તિ સમજીને પુસ્તક આપત પણ નહીં. અત્યારે આખી લાયબ્રેરીમાં અમારા સિવાય બીજું કોઈ જ નહોતું. અમે એ પુસ્તક લઈને ખુરશી ઉપર ગોઠવાયા. પુસ્તક મેં ગોળાકાર ટાઈપના ટેબલ પર મૂક્યું. હવે મારે પાના નં. ૭૮ જાવાનું હતું. મને સવારે જ સમજાઈ ગયું હતું કે ૭૮નો મતલબ આ પુસ્તકનો પાના નં. ૭૮ એવો જ થવો જાઈએ. રાજેશે એની ડાયરીમાં જે ૭૮ લખ્યું હતું એ હિસ્ટરી ઓફ સિક્કિમ બુકના પાના નંબર જ હોઈ શકે. કારણ કે આના સિવાય ૭૮નો બીજા કોઈ સારો વિકલ્પ હોઈ જ ન શકે. અને તમને સાચું કહું... ‘ખુરશીદ’ પણ મને ક્યાંથી મળશે એ હું જાણતો હતો. મારું ૭૮ વિશેનું અનુમાન સાચું પડ્યું હતું. અને ખુરશીદ વિશે જે અનુમાન કર્યું છે તે પણ સાચું જ હોવું જાઈએ. બુક મારા હાથમાં હતી. અને મારા દિલની ધડકન વધતી જતી હતી. આ બુકના પાના નં ૭૮ પર ચોક્કસ કોઈ મહત્વની વિગત હતી જે રાજેશે વાંચી હતી અને કદાચ એપછી જ એણે આગળ લાચૂંગ જવાનો પ્લાન બનાવ્યો હતો. પાના નં. ૧૨૫ ૭૮ પર એવું તે ક્યું રહસ્ય છુપાયેલું છે એ જાણવાની અમારી ઉત્કંઠા વધતી જતી હતી. મેં બુકના પાના ફેરવ્યા. પાના નંબર ૭૮ પર મારી નજર આવીને અટકી. આજુબાજુમાં પૂજા, જગદીશ, ટીના અને થેંબો મારા માથા પર ઝળુંબી રહ્યા હતા. અમારા બધાના હૃદયમાં એક ઇંતેજારી હતી.
***
ને ૧૯૪૭ની સાલ હતી. અંગ્રેજાએ ભારતને આઝાદી આપવાનું નક્કી કરી લીધું હતું. આ સમાચારે ભારતવર્ષની જનતાને ખુશીઓની હેલીએ ચડાવ્યા હતા. અને લોકો ઝૂમી ઊઠ્યા હતા. લોકોની આઝાદીની આશાઓ પૂરી થવાની હતી એ સાથે રાજકીય ગરમાવો પણ પ્રસરી રહ્યો હતો. આઝાદીની વિધિવત જાહેરાત થવાને હજી વાર હતી એવા સમયે સિક્કિમ લીબરેશન પાર્ટીના એક અદનાસા કાર્યકર ખુરશીદ લતીફની હત્યા એના જ મિત્રો દ્વારા કરી નાખવામાં આવી. એ હત્યા શા માટે થઈ હતી એ કોઈને ખબર નહોતી પડી. ખુરશીદ જા કે કોઈ મોટો કાર્યકર નહોતો એટલે એની હત્યાથી કોઈ વધુ હો હા થઈ નહોતી. એ આઝાદી મળવાની હતી એના ઉમંગમાં અત્યારે એ સમયે આ બનાવની તપાસમાં કોઈને રસ પણ નહોતો. એ હત્યાનું રહસ્ય હજુ પણ અકબંધ હતું... હા.. એટલી જરૂર માહિતી હતી કે જે લોકોએ ખુરશીદની હત્યા કરી એ ચાર વ્યક્તિઓ હતા. અને બે સપ્તાહ પૂર્વે જ રાજસ્થાનથી એ લોકો ખુરશીદને ત્યાં આવ્યા હતા. એ લોકોને ખુરશીદે પોતાના મિત્રો તરીકે બધાને મળાવ્યા હતા. અને એ મિત્રોએ જ ભેગા મળીને ખુરશીદનું કાસળ કાઢી નાંખ્યું હતું. ત્યારબાદ એ લોકો લાચૂંગ તરફ ભાગ્યા હતા. અન એ પછી એ લોકો વિશે કોઈ જ માહિતી મળી નહોતી.’
બસ આટલું જ હતું એમાં ખુરશીદ વિશે. ખુરશીદ એક ક્રાંતિકારી હતો જેની હત્યા એના જ મિત્રોએ કરી નાંખી હતી અને એ લોકો એ પછી પકડાયા જ નહોતા. મહત્વનું કહી શકાય એવું કંઈ જ જાણવા મળ્યું નહોતું એમાંથી....મને એ સમજમાં ન આવ્યું કે ૧૨૬ ખુરશીદમાં રાજેશને શું મહત્વનું લાગ્યું અને શા માટે એણે પોતાની ડાયરીમાં ખુરશીદનું નામ લખ્યું હતું. રાજેશે એની ડાયરીમાં ખુરશીદનું નામ લખ્યુ ંહતું એ તો અમને મળી ગયું હતું પરંતુ એનું તો ખૂન થયું હતું. અને એ વાતને તો આજે લગભઘ ૬૦ -૬૧ વર્ષ થવા આવ્યા હતા. રાજેશે લખેલા એક એક મુદ્દા ઉકેલવામાં નવા નવા રહસ્યો સામે આવતા જતા હતા. એક મૃત વ્યક્તિમાં રાજેશને શું રસ પડ્યો એ પણ એક રહસ્ય જ હતું. અમે રાજેશની ડાયરીમાં લખેલી વિગતોને આધારેજ આગળ વધી રહ્યા હતા. પરંતુ એ જ ડાયરી અમને ગૂંચવી રહી હતી. અત્યારે અમને જે જે મુદ્દાઓનો જવાબ મળ્યો હતો એના ઉપરથી કંઈ જ સ્પષ્ટ તારણ નીકળતું નહોતું. મને રાજેશ ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. કે શા માટે એણે આ બધી વાતો વિગતવાર નહોતી લખી. અને કદાચ એવું પણ બને કે આખી વાત જ કંઇક અલગ હોય અને આ ડાયરીની નોંધોનો કોઈ મતલબ નીકળતો જ ન હોય. હું ગૂંચવાઈ રહ્યો હતો. કે શું ખરેખર અમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ. કે પછી અમારો સમય બરબાદ કરી રહ્યા છીએ. ક્યારેક માણસ પોતાની જાતે જ મુશ્કેલીઓ ઊભી કરે છે અને પછી એ મુશ્કેલીઓમાં એવો ફસાઈ જાય છે કે એને બહાર નીકળવાનો રસ્તો પણ ભુલાઈ જાય છે. અમારી સાથે કંઈક આવું જ બનતું મને લાગ્યું. અમે ફરી ફરીને એની એ જ જગ્યાએ આવીને ઊભા રહી જતાકે જ્યાંથી અમે શરૂઆત કરી હતી. જબરજસ્ત નિરાશા મારા મનને ઘેરી વળી અને ઊભો થઈને હું લાયબ્રેરીની બહાર નીકળી ગયો. ડગલે ને પગલેનવું નવું જાણવા મળી રહ્યું હતું પરંતુ એનો કોઈ જ મતલબ નહોતો નીકળતો. આમાથી એકેય કડી એવી નહોતી કે જે અમને સ્પષ્ટ રીતે રાજેશ પર ગોળી ચલાવનાર તરફ ઇશારો કરતી હોય. બધું જ અષ્ટમ પષ્ટમ હતું. ‘શ્રી નિકેતન’થેંબો, ખુરશીદ આ બધું કંઈ જ કામનું નહોતું એવું સાબિત થતું. મનમાં જબરજસ્ત ગોટાળો ચાલતો હતો અને મેં ફરીથી બધી કડીઓ એકબીજા સાથે જાડવાની શરૂઆત કરી... ખિસ્સામાંથી પેલો કાગળ કાઢ્યો. જેમાં મેં રાજેશની ડાયરીની નોંધો ટપકાવી હતી. મેં આગળના મુદ્દાઓ વાંચવાની શરૂઆત કરી. લાચૂંગ.... નો રીટર્ન... અમોમુખી, ૧૨૭ ઝાયબન, મંદિર, મુદ્રા, મૃત્યુ, ખતરો, રીટર્ન. આ શબ્દોનો અર્થ મેળવવાનો બાકી રહ્યો હતો. એ કાગળ ફરી વખત ધ્યાનપૂર્વક વાંચ્યો અને બાકીના મુદ્દાને આગળના મુદ્દા સાથે ગોઠવીને કોઈ તારણ કાઢવાની મથામણ ચાલુ કરી. આમાં રાજેશે ખુરશીદ પછી લાચૂંગ ,નો રીટર્ન એવું લખ્યું હતું એનો મતલબ ત એવો નીકળી શકે કે અહીંથી રાજેશ લાચૂંગ અને ત્યાંથી આગળ પેલા સરોવર નો રીટર્ન સુધી ગયો હતો. અને પછી એ પાછો આવતો રહ્યો હતો. તો પછી એ પાંગુસ સરોવર તરફ એકલો જ ગયો હોવો જાઈએ.
હવે મારા મનમાં દ્વિધા વધી ગઈ હતી કે આનો મતલબ શું થાય? થેંબાના કહેવા અનુસાર તો એ રાજેશને લાચૂંગ સુધી લઈ ગયો હતો. અને એ પછી એ પાછો ફર્યો હતો. એટલે એ માનવું પડે કે લાચૂંગ સુધી તો રાજેશ સલામત હતો. ત્યાંથી એ એકલો પાંગુસ સરોવર તરફ આગળ ગયો હતો. પરંતુ ત્યાં એણે કંઈક જાયું, કંઈક મતલબ ‘અમોમુખી- ઝાયબન.’ વગેરે. એ જાઈને એ તુરત રીટર્ન આવ્યો અને એના આવ્યાના બીજા જ દિવસે સુરતમાં એના પર ફાયરિંગ થયું. અને એ ઘાયલ થયો. હું ફરી પાછો ગુંચવાઈ ગયો કે આમ કેમ બને ? રાજેશે કંઈક ભયાનક જાયું હોય અને એ પણ એ વિસ્તારમાં કે જ્યાં શહેરી લોકો ભાગ્યે જ જતા હશે. અને એ પછી એના પર ફાયરીંગ થયું સુરતમાં, એ પણ બીજા જ દિવસે અને વળી પાછું ઇમ્પોર્ટેડ રાયફળ વડે. ગમે તે હોય મને તો આ ડાયરીની વાત અને પેલું ફાયરીંગ એ બંને અલગ અલગ લાગી રહ્યું હતું. બની શકે કે એ ફાયરીંગ જ રાજેશની કોઈ જૂની દુશ્મનીનું પરિણામ હોય અને આ સિક્કિમવાળી સમગ્ર વાત અલગ જ હોય. હા... એવું કેમ ન બની શકે? મારા મનમાં જે પ્રશ્નો ઉદભવતા હતા જેનો જવાબ મળવો બહુ મુશ્કેલ હતો.
‘કેમ અચાનક તમે બહાર આવી ગયા...? હું વિચારોમાં ખોવાય ગયો હતો કે ક્યારે પૂજા મારી બાજુમાં આવીને ઊભી રહી ગઈ હતી એનો પણ ખ્યાલ ન આવ્યો. એનો સુમધુર અવાજ મારા કાનોમાં ઘોળાઈ રહ્યો હતો અને એ તમામ બાબતો, ગૂંચવણો મારા મનમાંથી નીકળી ગઇ કે જેના વિશે હમણાં સુધી હું ગંભીરતાથી વિચારી રહ્યો હતો. એનું સાંનિધ્ય મળતાં જ હું બધું ભૂલી ગયો. મેં એની પાણીદાર આંખોમાં આંખો ૧૨૮ પરોવી અને કંઈક કહેવા જતો હતો કે અચાનક મને જગદીશ અને ટીના આવતા દેખાયા એટલે મેં વાત વાળી લીધી.
‘બસ, ખાસ કાંઈ નહીં.‘એમ જ’ મેં કહ્યું. પૂજાએ કદાચ મારા ચહેરાના ભાવો વાંચી લીધા હતા એટલે એ પણ ચૂપ રહી. સૌથી પાછળ થેંબો નીકળો.
મેં એ પેજની હેન્ડરાઈટીંગ કોપી કરી લીધી છે. હવે આપણે નિરાંતે એના ઉપર વિચારવું પડશે કે આ લખાણનો શો મતલબ હોઈ શકે? જગદીશે મારી પાસે આવતા કહ્યું.
આના વિશે આપણે જમતા જમતા વાતો ન કરી શકીએ ?ટીના ટહુકી ઊઠી. એને હંમેશા કંઈને કંઈ ખાવામાં અને વાતો કરવામાં વધુ રસ રહેતો. બપોર થવાને હજુ સમય હતો છતાં એને જમવાની ઇચ્છા થઈ હતી. અમે બધાએ એનો પ્રસ્તાવ માન્ય રાખ્યો કારણ કે હવે અમારે બીજું કંઈ કરવાનું બાકી પણ નહોતું. જા અહીંથી આગળ વધવું હોય તો કોઈક નિષ્કર્ષ પર આવવું જરૂરી હતું અને એના માટે ગંભીરતાથી આ વિષય ઉપર વિચારવું જરૂરી હતું. જા કોઈ યોગ્ય રસ્તો મળે તો જ આગળ વધવાનો મતલબ સરતો હતો. નહીંતર ગોળ ગોળ ફરવા કરતા અહીંથી જ પાછા ફરી જવું યોગ્ય હતું. અમે એક રેસ્ટોરેન્ટમાં દાખલ થયા. અહીંના તમામ રેસ્ટોરન્ટમાં એક વાત આંખે ઉડીને વળગે એવી હતી કે અહીં લગભગ એ તમામ વસ્તુઓ મળતી હતી જે ભારતના બાકીના મોટા શહેરોમાં મળતી હોય અને એના કારણે અમને જમવામાં કોઈ જ તકલીફ પડતી નહોતી. અમે એ સુંદર અને સુઘડ રેસ્ટોરન્ટમાં ખુરશીઓ પર ગોઠવાયા.
‘તને શું લાગે છે ?’ મેં જગદીશને પૂછ્યું.
‘મારા હિસાબ પ્રમાણે આપણે આગળ વધીએ... પેલી બુકમાં જે વાચ્યું એના ઉપરથી તારણ કાઢીએ કે રાજેશ કદાચ ખુરશીદવાળી સ્ટોરી વાંચીને લાચૂંગ તરફ ગયો હતો એ શું કામ ગયો હતો એ એણે એની ડાયરીમાં લખ્યું નથી. અને એ બુકમાં પણ એવી કોઈ ખાસ માહિતી નથી કે આપણને અંદાજ આવી શકે કે રાજેશ શેની પાછળ હતો.’
કેમ એ કદાચ પેલા ખુરશીદના હત્યારાઓ વિશે જાણવા લાચૂંગ ગયો હોય, કારણ ૧૨૯ કે એ લોકો પણ લાચૂંગ તરફ જ ભાગ્યા હતા. ને મારે જગદીશના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવું જરૂરી હતું. એટલે હું સામે ચાલીને વાતને ખેંચી રહ્યો હતો.
‘ખુરશીદ આઝાદીની ચળવળનો એક અદન સો સિપાહી હતો. અને એની હત્યા કરીને એના ચાર મિત્રો લાચૂંગ તરફ ભાગ્યા હતા. તો આ વાતમાં રાજેશને શું મતલબ હોઈ શકે? રાજેશ થોડો કંઈ ડિટેક્ટિવ હતો. અને જા હોય તો પણ આજે એ વાતને ૬૦-૬૧ વર્ષ થવા આવ્યા. એ લોકો વિશે માહિતી મલવી આ સમયમાં અસંભવ વાત છે. તું લાઈબ્રેરીમાંથી બહાર આવ્યો એ પછી મેં એ આખી બુક વાંચી નાંખી હતી. પરંતુ મને એ પાના નં. ૭૮ સિવાય ક્યાંય પણ ખુરશીદના નામનો ઉલ્લેખ બીજી વખત મળ્યો નહોતો. તો પછી એનો મતલબ એ જ થાય કે એ લખાણ સાવ મહત્વ વગરનું છે અને લેખકે અમસ્તા જ એ પ્રકરણને બુકમાં લખી નાખ્યું હોવું જાઈએ. હંમ વાત તો તારી સાચી છે. હું જે વિચારતો હતો એવો જ અભિપ્રાય જગદીશનો હતો. પરંતુ એ કેમ બને ? કોઈ જ મહત્વનો ન હોય એવી નોંધો રાજેશ શું કામ લખે? આ આખી ઘટનામાં બે નામ એવા ઊભરી રહ્યા હતા જેના સુધી પહોંચીને એ તપાસ અટકી જતી હતી. એક નામ હતું થેંબો જે જીવતો જાગતો અમારી સાથે હતો પરંતુ એ કંઈ જ જાણતો નહોતો. અને બીજું નામ ખુરશીદ હતું, ખુરશીદ લતીફ જે મરી ગયો હતો આજથી ઘણાં વર્ષો પહેલા અને અત્યારે અમને મૂંઝવી રહ્યો હતો.
‘હવે એક રસ્તો બચે છે... જગદીશે અમારા બધા તરફ વારાફરતી જાતા કહ્યું.
ક્યો?
લાચૂંગ જવાનો. આપણે અહીંથી લાચૂંગ જઈએ. રાજેશની ડાયરી પ્રમાણે એ લાચૂંગ ગયો હતો. થેંબો પણ એ સમયે એની સાથે હતો અને પેલી લાઈબ્રેરી વાળી બુકમાં પણ લાચૂંગનો ઉલ્લેખ છે એટલે આપણે લાચૂંગ જઈએ. બોલો શું કહો છો...?
થોડીવાર સુધી અમે બધા એકબીજાની સામે જાઈ રહ્યા. બધા અસમંજસમાં હતા. અને જલદી કોઈ નિર્ણય લેવામાં પણ જાખમ હતું. એટલે બધાએ ચૂપચાપ ખાવામાં ધ્યાન પરોવ્યું. કોઈ જવાબ ન મળ્યો એટલે જગદીશે જ કહ્યું.
‘ઠિક છે... આપણે પોતપોતાની રીતે વિચારીને રાત્રે કોઈ ફેંસલો કરીશું. ત્યાં સુધી ૧૩૦ ગંગટોકમાં લટાર મારીએ. બે દિવસથી આપણે અહીં છીએ છતાં આ બધી ઉપાધિઓમાં ગંગટોકની ખૂબસુરતી માણી શક્યા નથી. તો આજે આપણે બજારોમાં ફરીએ અને થોડી ખરીદી કરીએ. સાંજ સુધીનો સમય સારી રીતે પસાર થઈ જશે.
જગદીશનો આ વિચાર સૌએ વધાવી લીધો..
***
ક્રમશ