Prem aetle samjan in Gujarati Short Stories by urvesh hirpara books and stories PDF | પ્રેમ એટલે સમજણ

Featured Books
Categories
Share

પ્રેમ એટલે સમજણ

પ્રિયા ક્યારની ફોન પર મથામણ કરી રહી હતી પણ રાજને ફોન લાગતો ન હતો. પ્રિયા એ ફરી ફોન હાથમાં લીધો અને ફોન લગાડવાનો પ્રયત્ન કર્યો, પણ... પ્રિયા એ ફોન સોફા પર ફેંકયો અને બંને હાથ વચ્ચે ચહેરો દબાવીને ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગી, જ્યારે કામ હોય ત્યારે કોઈ દિવસ ફોન લાગ્યો છે ખરો...પ્રિયા મનમાં ને મનમાં બબડી. પ્રિયાએ બંને હાથની વચ્ચેથી પોતાની આંખો ખોલી તેની આંખ ભીની હતી, તેણે ત્રાસી નજરે ફોન તરફ જોયું અને તેની આંખો વધારે વહેવા લાગી... પ્રિયા અને રાજ ના લગ્નને લગભગ પાંચ વર્ષ જેટલો સમય થવા આવ્યો હતો, આ એક લવમેરેજ હતા છતાં પણ આજે બંને પોતાના જીવનના એક એવા સમય માંથી અત્યારે પસાર થઇ રહ્યા હતા કે જ્યાં બંન્નેના સબંધો માં ધીમે ધીમે કડવાશ વધી રહી હતી. પ્રિયા વિચારો માં ખોવાયેલી હતી તેની આંખો માંથી વહેતા આંસુ તેના ગાલ પરથી ટપ ટપ નીચે પડી રહ્યા હતા. અચાનક તેનો ફોન રણક્યો પ્રિયાના વિચારોમાં ખલેલ પહોંચી, તેણે તરત પોતાની આંખો લૂછી ને ફોન હાથમાં લીધો. ફોનમાં ફ્લેશ થતા નામને જોય તેના ચહેરા પર હલકું સ્મિત આવ્યું, તેના મનમાં ચાલતા વિચારો થોડા શાંત પડ્યા. એ ફોન હતો રાજ નો જેને તે ક્યારની ફોન કરવાનો પ્રયત્ન કરી રહી હતી. હા પ્રિયા...તું તૈયાર રહેજે સાંજે મારે થોડું લેટ થશે, આપણે હું આવું એટલે ઝડપથી નીકળી જઈશું ok” ફોન ઉપાડતાની સાથેજ સામે છેડેથી અવાજ આવ્યો. પ્રિયાએ નરમ અવાજ સાથે જવાબ આપ્યો હા પણ બહુ લેટ ના કરતા આપણે દાદીને પણ સાથે લેતા જવાના છે, એ યાદ છે ને.હા મને ખ્યાલ છે, હું સમયસર જ આવી જઈશ તું અને દાદી રેડી રહેજો બસ...ઉતાવળિયા અવાજે રાજે સામે છેડે થી કહયુ. હા ok” આટલું બોલતાજ પ્રિયા ના આંખો માં ફરી પાણી તળવળી આવ્યું તેની અસર તેના અવાજમાં પણ થઈ અને તે આગળ બોલી શકી નહીં. કદાચ પ્રિયાના નરમ અવાજની અસર રાજ પર થઈ હોય તેમ રાજે પૂછ્યું શું થયું પ્રિયા... તારી તબીયતતો બરાબર છે ને ? તારો અવાજ કેમ બદલાયેલ લાગે છે.આ સાંભળતાં ની સાથે જ પ્રિયાના મનમાં દબાયેલ લાગણીઓ ઉભરાય ગઈ અને તેણે એક ઊંડો શ્વાસ લીધો અને આગળ બોલી ના...ના...તબિયત સારી જ છે એ તો આજ કામ થોડું વધારે હતું ને એટલે થોડી થાકી ગઈ છું બસ બીજું કંઈ નથીપ્રિયાએ પોતાની અંદર રહેલી નારાજગીને દબાવતા આપવા ખાતર જવાબ આપ્યો. તું કહી દેશે તો તને સારું લાગશે, ગમશે પછી તારી મરજી હું તારા માટે કહું છું, કદાચ તારું મુડ સારું થઈ જાય...રાજે પોતાના તરફ થી વાત આગળ વધારવાની કોશીશ કરી. છેલ્લા અમુક સમયથી તેના અને પ્રિયા ના સબંધમાં આવેલા તોફાનથી તે પણ ચિંતામાં હતો. રાજે ફોન કાન પરથી નીચે લઈ જોયું ફોન હજુ ચાલુજ હતો પણ સામે છેડેથી કોઈ અવાજ ન હતો કદાચ પ્રિયા ફોન મૂકી કામ પર લાગી ગઈ હશે...એવો વિચાર રાજે કર્યો અને ફોન મુકવા જતો જ હતો ત્યાં સામે છેડેથી પ્રિયાનો અવાજ સંભળાયો કીધુને એ તો કામ હતું એટલે બસ થોડો થાક લાગ્યો છે બીજું કંઈ નથીપ્રિયા થોડી નારાજગી સાથે બોલી તો ગઈ પછી તેને સમજાયું કે એને આ રીતે રાજ સાથે વાત ન કરવી જોઈએ. પ્રિયાને પણ એ ખ્યાલ હતો કે છેલ્લા થોડા દિવસ થી તેના અને રાજ ના સબંધમાં જે સમસ્યાઓ થઈ રહી હતી તેનાથી રાજ પણ એટલોજ ચિંતામાં હતો જેટલી તે પોતે હતી. તેને ઘણીવાર એવો પણ વિચાર આવતો કે શું પોતાની જેમ રાજ પણ બંન્ને વચ્ચેના આ પ્રશ્નનો ના જવાબ શોધવાનો પ્રયત્ન કરતો હશે, શું તેને પણ ચિંતા થતી હશે, શું તેને પણ આ સંબંધની ફિકર હશે, શું તેને આ સંબંધ ટકાવવામાં રસ છે ખરો...આવા વિચારો ઘણી વખત પ્રિયા ના મગજમાં ફરી વળતા અને તે ખૂબ ઊંડા વિચારો માં ખોવાય જતી, ત્યારે તેની આંખો માંથી દડ દડ આંસુ વહેવા લાગતા...પણ આ સમયે પણ એક ઉંડો વિશ્વાસ તેને પોતાના પર હતો અને કદાચ રાજ પર પણ હતો કારણકે એ જાણતી હતી કે બંન્ને વચ્ચેનો વણસેલો આ સંબંધ ટકાવી રાખવા માટે બંન્ને એક સરખા કટિબદ્ધ હતા, ગમે તેમ થાય તો પણ તે પોતે કે રાજ આ સંબંધને અધવચ્ચેથી છોડી દેવા માટે તૈયાર નહિ જ થાય. હેલો તું સાંભળે છે કે...પછી હું ફોને મુકુંતોછડા આવાજ સાથે રાજે પૂછ્યું, પ્રિયાના એવા જવાબ થી રાજ પણ થોડો અકળાયો હતો પણ તેની આ અકળામણ પ્રગટ થતાં તેણે અટકાવી. પ્રિયા પોતાના વિચારોમાં ખોવાયેલી હતી ચાલુ ફોન નું કદાચ તેને ભાન રહ્યું નહોતું, ફોન માંથી સંભળાતા અવાજ તરફ તેનું ધ્યાન ગયું. સોરી, હું સાંભળું જ છું બસ થોડા વિચારોમાં ખોવાય ગઈ હતીજવાબ દેવાની ઉતાવળમાં પ્રિયા વિચારો વાળી વાત બોલિતો ગઈ પછી તેને લાગ્યું કે તેણે આવી વાત કહીને રાજ ને કામ માં હેરાન ના કરવો જોઈએ. શું તને ચિંતા થાય છે, રાજની, તેનાં કામની ?” પ્રિયાના મને પ્રિયાને સવાલ કર્યા. હા, કેમ ના થાય, એ પતિ છે મારો, અને હા તેના કરતા પણ વધારે એ પ્રેમ છે મારો, મારુ સર્વસ્વ છે.પ્રિયાએ પોતાના મનને ચોખ્ખુ કહી જ દીધું. તે આગળ બોલી મેં તેને ચાહયો છે, તેને પ્રેમ કર્યો છે અને હજુ પણ કરું છું, અને હા કરતી રહીશ. થોડા સમયથી ચાલતા સંબંધો ના તણાવથી કે પછી એ અસત્યને કારણે જે અમુક ગેરસમજ ને કારણે સંબંધમાં છે. એ મારા જીવનના પરમ સત્યને તેની સામે ઝુકાવી નઈ જ શકે. અમારો સંબંધ પ્રેમ કરતા સમજણનો વધારે રહ્યો છે, ખાડા તો દરેક રસ્તામાં હોય તેને કારણે રસ્તા પર થી પસાર થવાનું બંધ થોડુ કરાય છે. હેલ્લો, તું ઝડપથી કામ પૂરું કરીદે હું સમયસર આવી જઈશ, અને હા ફ્રિ થઈ થોડો આરામ કરી લેજેસામે છેડેથી રાજે કહ્યું, પ્રિયા હજુ વિચારોમાં જ ખોવાયેલી હતી, રાજ ના શબ્દો તેના કાન સાથે અથડાયા. પ્રિયા એ કાન પરથી ફોન બાજુમાં સોફા પર મુક્યો અને પોતાની આંખમાં ઉભરી આવેલા આંસુ પોતાના હાથ વડે સાફ કરી તેણે આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો કદાચ કઇંક નકકી કર્યું હતું તેણે મનમાં, તેણે હળવેથી આંખો ખોલી તેની આંખો માં અલગજ પ્રકારની ચમક અને ઉત્સાહ ઝળકતો હતો. તે ઉભી થઈ અને ઘરની બાલ્કની માં જઈ દૂર દૂર સુધી પથરાયેલા સિમેન્ટના આ વિશાળ જંગલ ને જોતી રહી. તેની આંખોમાં ઘણા સમય થી ખોવાયેલ ચમક અને ઉત્સાહ ફરી દેખાતો હતો તે હજુ શહેર ને જોતી હતી. સિમેન્ટના આ જંગલમાં લાગણીઓ ને સ્થાન છે ખરું?, શુ બધાની લાગણી ઓ સમય જતાં ધૂંધળી થઈ જતી હશે?” પ્રિયા એ પોતાના મનને સવાલ કર્યો... શુ બધા સબંધમાં આવા પ્રશ્નનો ઉભા થતા હશે?, કે પછી આજ જિંદગી છેપ્રિયાના પોતાના મન પર ના સવાલો ચાલુજ હતા આ જિંદગી નો જ એક ભાગ તો નથી ને?” હા કદાચ હોય શકે, જિંદગીને સમજવામાં મારીજ કયાંક ભૂલ થતી હોય.પ્રિયા દૂર દેખાતા સૂર્યને જોય રહી હતી જે આકાશમાં લાલાશ પાથરી આથમી રહ્યો હતો. પ્રિયાએ પોતાની આંખો બંધ કરી અને સંધ્યાના લહેરાતા પવનને અનુભવી રહી હતી સમય બદલાતા પ્રેમ કે પછી લાગણીઓ નથી બદલાતી પણ કદાચ તેના પ્રકારો જરૂર બદલાતા હશે જે સમજવામાં આપણે ભૂલ કરતા હોઈએ છીએ.પ્રિયા પોતાના વિચારોમાં વધુને વધુ ડૂબી રહી હતી. લગ્ન પછી ની જવાબદારી ઓ અને ફરજો નિભાવવામાં બંન્ને તરફના પ્રેમનો પ્રકાર કે રીત બદલાતી હશે, જે સમજવુ જરૂરી બનતું હશે.પ્રિયા મનમાં ને મનમાં વાત કરી રહી હતી. અચાનક પ્રિયાએ આંખો ખોલી તે આંખોમાં એક તેજ હતું ચમક હતી.હા, કદાચ હા, આ બાબત સમજવામાં અમે ભૂલ કરી ગયા અને તેને લીધે એકબીજાની ભુલો શોધવામાં લાગી ગયા, એકવાર સમજવાનો પ્રયત્ન પણ ના કર્યો.પ્રિયાને રસ્તો મળ્યો હતો તેના અને રાજ ના સંબંધોમાં જ્યાં ઘણા સમય થી ઉજ્જડ વગડો ત્યાં પ્રેમની નવી કૂંપળ ફૂટવા જઈ રહી હતી. પ્રિયા ના ચહેરા પર એક અલગજ આનંદ હતો જે ઘણા સમય થી તેના ચહેરાથી દૂર હતો, તેના હોઠનું એ સ્મિત પાછું ઝળકી રહ્યું હતું. હા અમે બદલીશુ અમારા વિચારો અને કેળવીશું નવી સમજ, સમયે સમયે બદલાતી પરિસ્થિતિ પ્રમાણે અમારા સંબંધોને નવી દિશા આપીશું પણ હા અમારા સબંધ ને ઉણી આંચ પણ નહીં આવેપ્રિયાના હોઠ માંથી શબ્દો સરી પડ્યા. પ્રિયા ઝડપથી દોડીને અંદર ગઈ, તેણે સીધો રાજને ફોન કર્યો. તું જલ્દી ઘરે આવજે તારી પિયુ તારી રાહ જોવે છે અને હા, આઈ લવ યુ.પ્રિયા એકી શ્વાસે આ બધું બોલી ગઈ અને તેણે ફોન કટ કરી નાખ્યો. પ્રિયા ના ચહેરા પર સ્મિત છલકાતું હતું, તે ખુશ હતી. ફોન ઉપાડતાની સાથેજ પ્રિયાના શબ્દોએ રાજને અંદરથી ભીંજવી તેના ચહેરા પર આનંદ છવાય ગયો હતો, પ્રિયાને ખુશ જોઈ તે પણ ખુશ હતો...