મનુ આમ તો ભણવામાં ઠીક ઠાક પરંતુ એના પિતા શંકર ભાઈ ને એક ના એક પુત્ર ભણાવાની તીવ્ર ઈચ્છા હતી. એટલે મનુ ને બાજુ ના સહેર માં ભણવા માટે મોકલ્યો. પણ શહેર માં કોઈ સગા સબંધી રહેતા ન હતા એટલે મનુ ને હોસ્ટેલ માં મુક્યો. મનુ ને શહેર માં મજા આવતી હતી કારણ કે ત્યાં ફિલ્મ જોવા મળતી અને સારું સારું ખાવાનો શોખ પણ પૂરો થયી જતો.
આમ ને આમ એને ગ્રેજ્યુશન પૂર્ણ કર્યું. અને નોકરી પણ લાગી ગયી. સરકારી કારકુની કરતો હતો અને પછી શંકરભાઈ ને મનુ ના લગ્ન કરાવી આપ્યા અને શંકરભાઈ તો એ જ પોતાનો ખેતી નો ધંધો કરતા હતાઅને મનુ શહેર માં કારકુની. આમ ને આમ ૨ વર્ષ થયી ગયા અને મનુ ના ઘરે લક્ષ્મી પધાર્યા. અને શંકરભાઈ પણ શહેર માં પૌત્રી ને રમાંડવા આવ્યા. શંકરભાઈ ૨ દિવસ રહ્યા પણ એમને વધારે ના ફાવ્યું. ગામડા ૧૦ વીઘા જમીન અને હવેલી જેવડું ઘર મૂકી ને મનુ એકદમ નાના ઘર માં રહેતો હતો. જતા જતા શંકરભાઈ મનુ ને કેહતા ગયા કે ગામડા માં આવડું મોટું ઘર મૂકી ને અહિયાં રહે છે. એને કરતા ગામડે આવી જા પણ મનુ અને એની પત્ની ને શહેર માં બહુ ફાવી ગયું હતું. એટલે શંકરભાઈ પાછા ગામડે ગયા.
મનુ દર દિવાળી પર શંકરભાઈ ને મળવા આવતો અને થોડા દિવસ રહેતો અને પાછો એ જ ધુમાડિયા વાતાવરણ માં શહેર જતો રહેતો.
એક દિવસ મનુ ની પત્ની માનસી નો ફોન આવ્યો શંકરભાઈ ઉપર અને મનુ ને ગંભીર બીમારી થયા ને સમાચાર આપ્યા. અને મારતા ઘોડે તરત જ પહોચી ગયા મનુ જોડે. અને ડોક્ટર એ કહ્યું કે મનુ ને વાતાવરણ બદલો કરવો પડશે. એટલે મનુ ની ઈચ્છા ને અવગણી ને મનુ ને ગામડે લઇ ગયા.
થોડાક મહિના રહ્યા પછી મનુ ની તબિયત માં સુધારો થતો જોવા મળ્યો. પરંતુ શંકરભાઈ ને તબિયત લથડતી જતી હતી અને આ બાજુ મનુ અને એની પત્ની શહેર માં જવા ઉતાવળા થતા હતા. પણ શંકરભાઈ ની તબિયત ખરાબ હોવાને કરને મનુ નું મન નાતુ માનતું.
થોડાક દિવસ બાદ શંકરભાઈ ને અચાનક છાતી માં દુખાવો ઉપડ્યો અને રાતે જ મરણ થયી. પછી મનુ એ વિચાર કર્યો કે બારમું પતિ જાય પછી બધું વેચી ને શહેર માં જતા રહીશું. અને પછી બાજુ માં રહેતા રમણકાકા ને બોલવ્ય અને કહ્યું કે મને અહિયાં ફાવતું નથી અને મારે બધું વેચી ને શહેર માં પાછું જવું છે. રમણકાકા ને આંચકો લાગ્યો કારણ ક ગામડા માં કોઈ ખેતર કે ઘર વેચતું નહિ. એટલે રમણકાકા ખુબ સમજાયો પણ ના માન્યો અને બધું વેચી દીધું.
હવે મનુ માંથી મનુ શેઠ બની ગયા અને થયું કેલાવ હવે કોઈ ધંધા પર હાથ આજમાવું. એટલે એણે મરચા – મસાલા ની ભાગીદાર માં ફેકટરી નાખી. પણ થોડા ક જ દિવસ માં એને ખબર પડી ગયી કે આપડે ખોટા ધંધા માં આવી ગયા છીએ કારણ કે ધંધો એટલો ચાલતો ન હતો અને મશીનરી વેચે તો અડધા થી પણ ઓછા આવે એટલે આમ જોવા જઈએ તો ગળા માં હાડકું ફસાઈ ગયું હતું. જેમ તેમ કરી ને ધંધો બંદ કર્યો. અને પછી ટેન્સન માં રહેવા લાગ્યો.
મનુ જોડે હવે ના કોઈ ખેતર હતું અને ના કોઈ પોતાનું ઘર અને ના કોઈ રૂપિયા. એટલે મોતું ઘર છોડી ને ગંધાતી ચાલી માં જતા રહ્યા. આ બાજુ છોકરી પણ મોટી થતી હતી. એનો ભણાવાનો અને રસોડા નો ખર્ચો પણ નીકળતો હતો નહિ.
મનુ છૂટક મજુરી કરતો હતો અને જે મળે એમાં ગુજરાન કરતા હતા. હવે મનુ ખરેખર હિંમત હારી ગયો હતો.જે પણ સગા સંબધી હતા એ પણ મનુ જોડે ખાસ સંબધ રાખતા ના હતા. હવે માનસી પણ ઘરે જઈને વાસણ-પોતા કરતી હતી.
મનુ ધીમે ધીમે દારૂ નો બંધાણી થયી ગયો હતો અને ઝગડા તો રોજના થયી ગયા હતા. કોઈ વખત માનસી ને તો કોઈ વખત પોતાની પુત્રી ને.
અને એક દિવસ ના થવાનું થયી ગયું. મનુ દારૂ પીને લથડીયા ખાતો ખાતો આવતો હતો અને પાછળ થી બસ ની ટક્કર વાગી અને ઘટના સ્થળે જ મૃત્યુ થયી ગયું.
અને આ બાજુ માનસી અને પુત્રી બંને નોધારા થયી ગયા. રમણકાકા ને આ વાત ખબર પડી અને તરત જ માનસી નું સરનામું લીધું અને ખબર અન્તર પૂછ્યા. અને ખુબ બોલ્યા અને કહ્યું કે આટલું બધું થયી ગયું તો તમે લોકો એ મને જાણ ના કરી.
અને માનસી ની અનિચ્છા હોવા છતાં માનસી અને એની પુત્રી ને ગામડે લઇ ને આવ્યા. અને થોડા ક મહિના પછી માનસી ના બીજા લગ્ન કરાવ્યા. અને એ કન્યા વિદાય વખતે માનસી મનુ ના મૃત્યુ પછી સૌથી વધારે રડી હતી અને કદાચ એના કરતા પણ વધારે.
આજે લગન ને ૧૦ વર્ષ થયા છે તો પણ રમણકાકા લાકડી ને ટેકે માનસી ના ખબર અન્તર પૂછી આવે છે. અને માનસી પણ રમણકાકા ને એના પિતા કરતા પણ વધારે પ્રેમ અને વહાલ કરે છે કારણ કે એના પિતા તો એના જન્મ ના થોડા ક મહિના માં મૃત્ય પામ્યા હતા.