CHAPTER 2
ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં ધોરાજી શહેરમાં કર્મકાંડી બ્રામ્હણ શિવાઠાકર ગોરની દીકરી હું” બાજુનાં પાટણવાવ ગામનાં ઓસમનાં ડુંગર પર આવેલ માત્રી માતાનાં મંદીરે શિવાઅદા સાથે દર્શને ગઇ હતી. તે દિવસ પણ યાદ છે. બીજી માર્ચ ઓગણીસો ત્યાંસી.
“ અરે વાહ મમ્મીજીને તો તારીખ પણ યાદ છે.”
“કોઇ દિવસ નહી ભુલાય. તે દિવસે તારા આ યુરોપીયન જેવા પપ્પાએ મને પહેલીજ વાર મળી, કાળી
કહીને સંબોધી હતી.!’
“ પણ એ પછી તો મે તને !!!!!” યોગરાજ બચાવમાં બોલવા ગયા.”વચ્ચે નહીં બોલો. આજે તો છોકરાઓને બધું જ કહીદેવું છે. “
“ હાં મમ્મીજી મંદીરે શું થયુ હતુ. ?” વિંધ્યાએ પુછ્યું.
કેટલાયે પગથીયા ચડીને હું અને અદા માત્રીમાંનાં મંદીરે પહોચ્યાં. એક યુવાન ડંકો વગાડી ડંકા નીચેજ ઉભા રહી હાથ જોડી આંખો બંધ કરી પ્રાર્થના કરવા લાગેલ.મને ટીખળ સુજ્યું. મે સહેજ ધક્કો મારી ડંકો વગાડ્યો.
તેણે ધ્યાંનભંગ થઇ, ઘુરકીને મારી સામે જોયુ. દિલગીર થવાને બદલે મે પણ આંખો પહોળી કરી. “” મતલબ કે તમે પહેલીજ વારમાં ઘુરકીયા કર્યા હતાં ? “
“વાત જામી છે.ચાંપલી,વચ્ચે નહીં બોલ” નીલે કહ્યું.
“તેને ઘુરતાં જોઇ મે કહીં દીધું ‘ એમ ઘુરકીયા નહીં કરવાનાં ડંકો વગાડી જરા આઘા જઇ દર્શન કરતા શું થાય છે.?”
‘વાત વધે તે પહેલા અદા આવી પહોચ્યાં મને યુવક સાથે ઝગડતા જોઇ અદાએ કહ્યું. “ શું થયું ક્રિષ્ના?”
“મને થયું કે આ તો નામ પણ મફતમાં જાણી ગયો. કદાચ તેની પ્રાર્થનામાં દમ હશે. માતાજીની કૃપા હશે?
“ક્યા??? વિંધ્યા વચ્ચે બોલી ગઇ પણ ફરી મૌન બની વાત આગળ સંભળવા અધીરી બની ગઇ.
પણ અદાએ તો યુવક ને જોઇ તરતજ પુછ્યું “ અરે હિંમત માસ્તરનો દીકરો યોગી જ છો ને ?”
“જી!” ટુંકો પ્રત્યુર વાળી ઝુકીને એ અદાને પગે લાગ્યો.
અદાએ પુછ્યું “શું કરેછે. માસ્તર ? “
“તે તળેટીમાં નીચે બેઠા છે. “.
“મારે ઘણા સમય થી મળવાની ઇચ્છા હતી. સારૂં ચાલો આજે જ મળી લઇશ”. અદાએ કહ્યું.
દર્શન કરી અમો નીચે ઉતર્યા. મે અદાનો હાથ ઝાલ્યો. જોકે અદાને જરૂર ન હતી બધાજ પગથીયા અદા એકલાજ ચડી ગયા હતાં.છતાં મે હાથ ઝાલ્યો, તે અદાને અંદરથી ગમ્યું. જાણે સેવાભાવની હરીફાઇ હોય તેમ યોગી પણ એક અજાણી વૃધ્ધા નો હાથ ઝાલી મદદ કરતો હતો. અમે ઝડપથી ઉતરતા હતાં. મે પાછળ ફરી બે વખત જોયું. સમય પસાર કરવાં હું ઝુકીને ચપ્પલ સરખું કરવા લાગી. પણ અદા તો આગળ નીકળી ગયાં.પગથીયા પુરા થતા હતાં ત્યાં ઝાડ નીચેનાં પરબ પાસેનાં ઓટલે અદા અને પેલા હિંમતલાલ થોડીક વાતો કરી ચુક્યા હતાં. મને આવતા જોઇ અદાએ કહ્યું. “ જુઓ માસ્તર આમારી ક્રિષ્ના. ગ્રેજ્યુએટ સુધી ભણાવી છે. બોલો છે કાંઇ ખામી?’
“ શિવાગોર”! તમારી વાત લાખ રૂપિયાની !! પણ જમાના પ્રમાણે દીકરાને પણ પુછવું પડેને? “
ખબર નહીં આ વડીલો આટલી બધી ઝડપથી કઇ રીતે નિર્ણય લેતા હશે?.
અદાએ કહ્યું. “ ઠીકછે. ભાઇ પુછવા ખાતર પુછી લે બાકી તારૂં ખાનદાન અને મારૂં ખાનદાન કઇ કમ નથી ભોળાનાથની દયા હશે તો તું પાટણવાવથી તારા દીકરાની જાન લઇને જરૂર થી આવીશ. “
વાતચીત ચાલતી હતી ત્યાં યોગરાજ મહેતા પધાર્યા. તેમના પિતાજી તેને જરા દુર લઇગયા. બન્ને વચ્ચે કંઇક વાતચીત થઇ.. થોડી વારે મારા કાને એક અવાજ સંભળાયો “કાળી??”
હા. એ તારા પપ્પાજ બોલ્યાહતા. મારો ગુસ્સોતો સાતમાં આસમાને પહોચી ગયો હતો. નિયતિ કંઇક ઔર જ હતી. થોડા દિવસોમાં ગોળ ધાણા પણ ખવાયા. સગાઇ થઇ ગઇ. તારા પપ્પાનો પહેલોજ પત્ર મળ્યો. ઓસમનાં ડુંગરની ઉપરવાસ ની કેડીએ ચાલતા ચાલતા. રૂબરૂ આપ્યો હતો’
“શ્યામા!”
તે દિવસે મે ભુલ થી તારા માટે “:કાળી” શબ્દ વાપર્યોં હતો. ખરેખર તું તો “સાંવરી” છો. શ્યામાછો. તારૂનામ પણ ક્રિષ્નાજ છે ને.? તને ખબર છે. દ્રૌપદી પણ સાંવરી હતી. ભગવાન શ્રીકૃષ્ણએ પણ દ્રૌપદીને એક નામ આપ્યુ છે. “”ક્રિષ્ના””.. અને તારૂ નામ અદાએ પણ !!” વિગેરે વિગેરે. બહુબધુ લખ્યુ હતું. શાયરી, પ્રેમાલાપ, ફીલોસોફી. પણ કાળીતો કહીજ હતી એ ક્યારેય નહીં ભુલું. સાચું કહેજે વિંધ્યા હું ખરેખર ??
વિંધ્યાએ વાત બદલતા પુછ્યું. “ તમને કોઇ ગેઇમ્સ રમવાનો શોખ હતો. ?”
યોગરાજે ટોણો મારતાં કહ્યું. જરૂર હોત. અદાએ ધોરાજીમાં સ્ટેડીયમ બનાવ્યું હોત, ગોલ્ફ ક્લબ કે પોલો ગ્રાઉંડ બનાવ્યું હોત, !”
“એમ ટોણૉ મારવાની જરૂર નથી. બીજી રમતો પણ હોય છે.!”
યોગરાજે કહ્યું “ વિંધ્યા તને કદાચ ખબર નહીં હોય. પરંતુ સૌરાષ્ટ્રમાં સાતમ, આઠમનાં ઉત્સવનાં દિવસોમાં જુગાર છુટ્થી રમાય નાના મોટા સૌ કોઇ રમે. બૈરાઓ પણ, કોઇ રોક્નાર નહી, કોઇ ટોકનાર નહી. બસ દિવસ રાત સૌ કોઇ આનંદ લૂંટે.એક’દિ અમે રાજકોટ ફરવા ગયા આજીડેમ ની રળીયામણી પાળે બેઠા બેઠા મે ગમ્મત ખાતર કાગળ કાઢીને તારી મમ્મીને બોલપેન આપી કહ્યું. “ તને ગમતી દશ રમતો નાં નામ લખ.”
ખબર છે. તેમણે શું લખ્યું?. નવ વખત લખ્યું. જુગાર. જુગાર. જુગાર. દશમી વખત માં લખ્યું હતું રમવાનાં પૈસા ખુટી ગયા હોય તો બેઠા બેઠા જોઉતો ખરીજ.
***
સામગાનાં આશ્રામ માં સતનીલને ઉંઘ ન આવી હજુ ભરભાંખળું થયું હતું. થયું ઉઠીને લટારમારૂં. પણ ઉઠ્યો નહીં ફરી જુની યાદોમાં ખોવાઇ ગયો.
ગૃહત્યાગ કર્યા પછીનો પાંચમો દિવસ હતો. ટ્રેન દ્વારા દીલ્હી પહોચી ગયો હતો. રખડતા ભટકતા બાવાઓ જેવું જીવન ગુજારવા માંગતો ન હ્તો. ખીસ્સામાં પૈસા લઇ નીકળ્યો હતો.ગુજરાતી સમાજમાં ડોરમેટરી હોલમાં ઉતર્યો હતો. દિલ્હીમાં બિરલા મંદીર, સાઇનાથ મંદીર, ઇસ્કોન મંદીર વિગેરે સ્થળે ફરીને બપોરબાદ જમીને જુમ્મામસ્જિદ ની ઉતરે આવેલ રાધારમણ મંદીર ગયો. ત્યાં શાંત વાતાવરણમાં સૌ કોઇ ધ્યાન યોગ કરતા હતા.તેને ગમ્યું. કોઇ શોર બકોર નહીં. મંદીરમાં આરતી સુધી રોકાયો. કાર્યાલયની મુલાકાત પણ લીધી પણ પુછવાની હિંમત ના ચાલી. કાર્યાલય ની બહાર નીકળ્યો ત્યાં મંદીર નાં મુખ્ય સંચાલક રસગોવિંદ મળ્યા.સતનીલે તેની સામે જોયું પણ બોલી ના શક્યો. રસ ગોવિંદે તેની આંખમાં ચમક જોઇ પણ પછી તેઓ પણ સંતભવન તરફ રવાના થયાં, સતનીલે આશાન્વિત થઇ તેની પાછળ ડગલા ભર્યાં.સંતભવનનાં પરિસરમાં ઉભેલાં ભગવા કપડા પહેરેલ સેવકે તેને રોક્યો. અવાજ થતા ખંડ્માં પહોચી ચુકેલા રસગોવિંદે બહાર ડોકીયું કર્યું. કાર્યાલયમાં મળેલ યુવક પ્રવેશ મેળવવા રક્ઝક કરતો હતો. રસગોવિંદે અંદર આવવા દેવાનો આદેશ કર્યો. સતનીલ ખંડ્માં પ્રવેશ્યો.
ખંડ આધુનીક સગવડથી સજ્જ હતો. છ્તા સાદગી જરૂર દેખાતી હતી. સતનીલને બેસવાનું કહેતા તે એક ગાદીમઢેલ ટેબલ પર બેઠો. જીવનમાં કોઇ સાધું સાથેની પ્રથમ મુલાકાત હતી.તેથી બેસી ગયાનાં અફસોસનાં ભાવ સાથે ફરી ઉભો થઇ નમીને પ્રણામ કર્યા.”તારે કોઇ સમસ્યાછે ?” રસગોવિંદે બધાને પુછે તે રીતે પ્રશ્ર્ન કર્યો.
સતનીલે પોતે આંશિક સમય માટેનું સાધુત્વ સ્વીકાર્યું છે. તેની વિગતે વાત કરી સેવા પુજાનો મોકો આપવા તથા મંદીરમાં શરણું આપવા ટૂંક્માં વિનંતિ કરી.
“”દિકરા”! ઉતાવળીયા નિર્ણય કાચીમાટીનાં ઘડાજેવા હોય છે. એક્જ ઠોકરમાં ફુટી જશે. કરણી અને કહેણીમાં આસમાન-જમીનનો તફાવત હોય છે. “ ત્યાગ-વૈરાગ્યની દસ મીનીટની ફીલોસોફી અંતે મંદીરમાં આશરો આપવાની અસમર્થતા દર્શાવી. સતનીલ પગેલાગીને બહાર નીકળીગયો. હવે અહીં રોકાવું અર્થ વગરનું હતું. પ્રસાદઘર તરફ્ની ભીડ્માં જવાને બદલે ફુવારાની પગથારી તરફ ગયો.અચાનક તેનું ધ્યાન ભીડ્માંથી નીકળી સંતભવન તરફ જતા આધેડ આદમીને જોયો. હા તે સીરોહીનાં જાનકીદાસ ઝવેરીજ હતા. સતનીલે તેનાં શોરૂમ ની પપ્પા સાથે ઘણીવાર મુલાકાત લીધી હતી, માથે ટીપીકલ કાળીટોપી સોનેરી ફ્રેમનાં ચશ્માં તે ઓળખી ગયો હતો, પપ્પાનો ખાસ મિત્ર હતો. સંત ભવન તરફ એ રીતે જતો હતો કે જાણે તેને કોઇ રોકી નહીં શકે. ક્ષણિક તો થયુ કે જાનકી અંકલને કહુ કદાચ તેની લાગવગથી.... મનમાં હ્સ્યો. શુંકામ ? શું જરૂર છે.? ઉલ્ટાનું એ વળી સીરોહી જઇને પપ્પાને વાત કરશે. જે નથી ઇચ્છ્તો તે થશે. મનમાં બબડ્યો પણ ખરા મંદીરોનાં દરવાજે કે સંતભવનોનાં દરવાજે માલેતુજેદારો ને કોઇ રોકનાર નથી હોતું. તે મંદીરનાં દરવાજા બહાર નીકળી ગયો.રાત પડી ગઇ હતી તેથી ગુજરાતી સમાજ ભવન તરફ જવાની રીક્ષા કરી.ભવનમાં આવી નીચે કેન્ટીનમાં નાસ્તો કર્યો. જમવાની ઇચ્છા નહોતી. રાત્રે વહેલો સુઇ ગયો. બીજે દિવસે સવારે ઉઠીને ફ્રેશ થઇ રીસેપ્શન કાઉન્ટર પાસે બેસી ન્યુઝપેપર વાંચતો હતો. ત્યાં એક ભગવા વસ્ત્રધારી યુવાન આવ્યો. સતનીલ પાસે આવી કહ્યું. “ ગઇ કાલે સાંજે રાધારમણ મંદીરે તમેજ આવ્યા હતાને?”
“જી!” સતનીલે ટુંકો ઉતર આપ્યો. તે યુવાને સતનીલનાં હાથમાં મંદીરનાં સિમ્બોલ અને સરનામું છપેલ હોય તેવું પરબીડીયું આપ્યું. સતનીલે ખોલ્યુ. એ દરમ્યાન યુવકે કહ્યું હતું કે “રસગોવિંદ સ્વામિએ તમને યાદ કર્યાછે. “
પત્ર વાંચવા લાગ્યો.”સતનીલ”!
તારું નામ લખ્યુ છે. તેથી નવાઇ લાગી હશે, કેમ?. તારું ડ્રાઇવીંગ લાયસન્સ ભીડમાં પડી ગયુ તે મુકુંદ્સેવકે જોયું તને અવાજ કર્યો પણ તું ઝડપથી બહાર નીકળી ગયો હતો. મુકુંદે જ મને કહ્યું કે “તમને મળવા આવેલ છોકરાનું જ આ લાયસન્સ છે” લાયસન્સ લઇ જજે એવું નથી લખતો. પરંતુ લેવા આવ અને મંદીરમાં આવ્યા પછી ગુજરાતી સમાજમાં પાછા જવાની જરૂરત નહીં રહે. કારણ કે અમે નિર્ણય કર્યો છે કે. તને મંદીર નોં અંગભાગ ગણવો મંદીરનાં પરીવારમાં તારું સ્વાગત હો.
- આચાર્ય રસગોવિંદનાં શુભાશિષ
સતનીલે કાગળની ગળી વાળતા કહ્યુ. “ઓકે હું આવી જઇશ.”
“ ગાડી લઇને લેવા જ આવ્યો છું મને આચાર્યશ્રી નો આદેશ છે કે તમને સાથે જ લાવવા. “
સતનીલ ઉભો થયો પોતાની નાનકડી ઝોળી લઇને આવેલ સેવક સાથે ચાલતો થયો.દીલ્હીની સડકો પાર કરતી નિશાન કાર મંદીરે પહોચી. રસગોવિંદને મળ્યો પ્રણામ કર્યા.સતનીલને પુછવાનું મન થયું કે પ્રથમ ના કહ્યા પછી આમ એકાએક ?? પણ પુછી શક્યો નહીં. બીજે દિવસે સતનીલને વિધિવત દિક્ષા અપાઇ નવું નામ અપાયુ. “નીલકંઠ” માથે મુંડન ભગવા વસ્ત્રો. ગળામાં કૃષ્ણ પ્રિય તુલસીની માળા,તિલક, રાધારમણ મંદીરમાં સેવાપુજા કરવી, ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું. દિવસો મહિનાઓ વિતવા લાગ્યા. સેરોહીનાં જાનકીદાસ ઝવેરી ચોક્ક્સ સમયે અવિરત આવતા હતા.પણ તેણે સતનીલ સામે કદી જોયુ નહીં. સતનીલને ખાત્રી હતી કે મને જુએ તો પણ ઓળખી ના શકે, તે પોતે પણ જાનકીદાસ થી દૂર રહેવાની કોશીષ કરતો. દરેક વખતે આચાર્યશ્રીને મળીને જતા રહેતા. ઝવેરી અંકલ વિશે એકવાર આચાર્યશ્રીને ખુશ મિજાજમાં જોઇ જીજ્ઞાસા થી પુછી લીધું “ આ કાળી ટોપીવાળા ભક્ત અમારા સિરોહીથી આવે છે, કેમ ?
રસગોવિંદનાં ચેતાતંત્રમાં કોઇએ ફટકો માર્યો હોય તેમ. આંચકા સાથે ગરદન નીલકંઠ તરફ કરી વેધક દ્ર્ષ્ટિ કરી..પણ સતનીલ સમજ્યો નહીં અને બીજો સવાલ પુછી બેઠો. “ દર પુર્ણિમાએ જ આવે છે. કેમ?”
રસગોવિંદ પણ જમાનાનાં ખાધેલ આચાર્ય હતા. ધીમેથી હીન્દીમાં કહ્યું.
“ તુમને એક હી બારમે “મોહન”કો પા લીયા. વો કરીબન દસ સાલ સે યહા આતે હૈ. અભીતક ઝાંખીભી નહિ પાઇ.વો યહા જીવનકા રાસ્તા ઢુંઢ્ને આતેહૈ. સમજતા હૈ કી મંદીરમે જ્યાદા દાન દુંગા તો, રાધારમણ કી એક બાર તો ઝાંખી જરૂર હોગી. હમ ઉસકા ભ્રમ તોડને કા પાપ નહિ કરનાં ચાહતે હૈ. “વત્સ”! દુનિયાકે મંદીર ઐસેહી ચલતે હૈ. સિર્ફ ગેરૂઆ ઔર ત્યાગ સે.સંસ્થા નહીં ચલતી.અબસે સવાલ કરનાં નહિ બસ ભક્તિ ઔર વંદના કરો કોઇ તકલીફ હોતો સિર્ફ મુજે બતાનાં”
ત્યાર બાદ સતનીલે કદી સવાલ કર્યા નહીં.હાં કેટલાક સવાલ અંદરથી ઘુંટાતા હતા. પણ મન મનાવી લેતો. આમેય આખી જીંદગી ક્યાં કાઢવી છે ? બસ એક બોજ હલકો કરવાનો, સાત વર્ષનો સમય પસાર કરવો હતો.
***