Hu Gujarati 30 in Gujarati Magazine by MB (Official) books and stories PDF | Hu Gujarati 30

Featured Books
Categories
Share

Hu Gujarati 30


હુંુ ગુજરાતી - ૩૦



COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.કલશોર - ગોપાલી બૂચ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.લાઈફ - એ- ગુજરાતી - અનિશ વઢવાણીયા

૫.માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

૬.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

૭.કાફે કોર્નર - કંદર્પ પટેલ

૮.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

૯.ટેક ટોક - યશ ઠક્કર

૧૦.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

એડિટરની અટારીએથી....

સિદ્ધાર્થ છાયા

એડિટરની અટારીએથી....

કમાલના કલામ

૨૭ જુલાઈનો દિવસ હજી ઊંગુંઊંગું થઈ રહ્યો હતો ત્યારે જ પંજાબના ગુરૂદાસપુરમાં આંતકી હુમલો થયો છે એવા સમાચાર આવ્યા. દિવસ જેમજેમ આગળ વધતો ચાલ્યો તેમતેમ મૃત્યુઆંક પણ વધતો ચાલ્યો. બપોર સુધીમાંતો પંજાબ પોલીસના ઓફિસર બલજીત સિંઘ પણ શહિદ થયા હોવાના સમાચાર પણ આવી ગયા. સાંજે સાડાચાર પાંચના અરસામાં ત્રણેય આંતકવાદીઓ ઢેર થઈ ગયા છે અને ઓપરેશન પૂર્ણ થયું છે એવા સમાચાર આવતાં હાશકારો થયો, પરંતુ એ હાશકારો લાંબો સમય ચાલવાનો નહોતો. સાંજનું ભોજન પતાવીને ટેલીવિઝન ચેનલો સર્ફ કરતાં ટ્‌વીટર પર નજર પડી અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ શિલોંગમાં ભાષણ આપતાં આપતાં સ્ટેજ પરજ ક્લેપ્સ થઈ ગયાના સમાચાર વાંચ્યા અને તેમની હાલત ખુબ ખરાબ છે એમ પણ જાણ્‌યું. અમુક કલાકનાં અંતરેજ દિલને આરીતે બીજો ધક્કો વાગ્યો અને તે પણ આખરી નહોતો.

ટ્‌વીટરમાં મેઘાલયના અમુક યુઝરોએ અબ્દુલ કલામ ખરેખર નહોતાં રહ્યા એવા ત્યાંની લોકલ ન્યુઝ ચેનલોના સમાચાર પણ શેર કરી રહ્યા હતા. આ સમાચાર ખોટા હોય તેવી પ્રાર્થના ચાલુજ હતી ત્યાં પીટીઆઈ એ ઓફિશિયલી કલામ સાહેબના દેહાવસાનના સમાચાર આપી દીધા અને મન દુઃખી થઈ ગયું. આ દુઃખ છેક બીજા દિવસ સુધી ચાલ્યું અને જાણેકે આપણા કુટુંબની કોઈ વ્યક્તિ જતી રહી હોય એવી લાગણી સતત થતી રહી. અબ્દુલ કલામ ભલે પૂર્વ રાષ્ટ્રપતિ હતા પરંતુ તે પહેલાં તેમણે વૈજ્જ્ઞાનિક તરીકે દેશની અમુલ્ય સેવા કરી હતી અને રાષ્ટ્રપતિપદ છોડયા પછી પણ પોતાના વિચારોથી ખાસ કરીને વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને ટિપ્સ આપતાં રહેતા હતા. ભલે આપણે કલામ વિશે બહુ વાંચ્યું ન હોય, ભલે આપણે એમના આર્ટીકલ્સ કે એમના પુસ્તકો પણ ન વાંચ્યા હોય, પરંતુ તેમની આભા જ નોખી હતી. રાષ્ટ્રપતિ પદે નોન પોલીટીકલ પર્સન તરીકે આવ્યા પછી પણ તેમણે પોતાની એ છબી જાળવી રાખી હતી અને તેથી જ આજે દેશનો હરએક વ્યક્તિ એમનાં માટે આંસુ સારી રહ્યો છે.

પરંતુ એકરીતે જોવા જોઈએ તો કલામ સર ખરેખર લકી હતા, તેઓ પોતાને ગમતું કામ કરી રહ્યા હતા, એટલેકે વિદ્યાર્થીઓને સંબોધી રહ્યા હતા, ત્યારે જ તેમનું અવસાન થયું. આનાથી સારૂં મૃત્યુ કોને મળે? કદાચ એમના આ નિર્મળ સ્વભાવને લીધેજ પ્રભુએ તેમને આવું સરળ મૃત્યુ આપ્યું હશે.

પ્રભુ ડા. એ પી જે અબ્દુલ કલામના આત્માને શાંતિ આપે!

૨૯.૦૭.૨૦૧૫, બુધવાર

અમદાવાદ

કલશોર

ગોપાલી બૂચ

કલશોર

"મારૂં મન..!"

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં!

વાડ પર સૂતેલી સઘળી લીલાશ રવે નીતરતી થાશે મેદાનમાં,

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં!

- ધ્રૂવ ભટ્ટ

સહેજ સહેજ ગગન ઘેરાય, વાતાવરણ જરાતરા અંધાર ઓઢે. ઠંડો ઠંડો પવન ઘર અને મનમાં કમાડ ખખડાવે. લીલાછમ વૃક્ષ મલકાઈને વીઝણાની જેમ જૂલે, એવે સમયે દુરના કોઈ ખેતરની લીલીછમ વનરાઈઓમાં મોરના ટહૂકાઓ વાતાવરણમાં ગહેકી ઉઠે. કોયલનો કુંજારવ દૂર દૂરથી કાનમાં ધોળાવા લાગે, ગોરભાયેલું વાદળ "ગગન ગગન ગરજાટ ભરે" (ઝવેરચંદ મેઘાણી) ત્યારે "મન મોર બની થનગાટ કરે" (મેઘાણીજી) કરે જ કરે. જો ન કરે તો આખો જન્મારો એળે ગયો જણાવો. માનવ મન અને પ્રકૃતિ બન્ને એકબીજા સાથે બંધાયેલા છે.

"વરસાદની જોરદાર અસર હોય છે અને વરસાદને પણ એની ખબર હોય છે. રોમરોમથી ઉઠતાં ટહૂકાઓને સથવારે થનગનતું તન અને મન એના સમગ્ર અસ્તિત્વ સાથે મન મુકીને ધરાને ન્યાલ કરતાં ધીંગા વરસાદને ઝીલવા ખુલ્લા આકાશ નીચે પહોંચી જાય છે. શરીરને સ્પર્શતા એ વરસાદી ફોરાં અને પવનની સાથે ઊંડીને વણલ ટાઢો કરી જતી હોય છે. વ્હાલમ, વ્હાલ અને વરસાદ બધું એકાકાર થઈ ઉઠે છે. પ્રિયતમ સાથે માણેલો આ વરસાદી ઉન્માદના સ્મરણ સાથે શબ્દો સરી પડે.

"આખી રાત ઝરમર વરસેલા વરસાદ પછી આ ભીની-ભીની સવાર,

મારા દિલમાં ઊંગી નીકળેલી તારા સ્મરણની લીલીછમ કૂંપળ! (અજ્જ્ઞાત)

વરસાદી માહોલમાં સ્વજન સાથેના મેળાપની કલ્પના મનને તરબતર ભીંજવી જાય છે. કાળી માટીનો ભીનો ખુશ્બુદાર કોઈ ક્યારો નજર સમક્ષ તરવરી ઉઠે જેમાં ઘેરાં રંગની લીલીછમ બે પાંદડા સાથે એક કૂંપળ ફૂટી હોય. એ કૂંપળમાં આંખોમાં વસેલો ચહેરો રસ્તો દેખાય, હૃદય છલકાઈને આંખોમાં ઘસી આવે, સ્મરણોની હેલી સર્જાય અને હાથ સ્વજન તરફ લંબાઈ જાય, કવિ હિતેન આનંદપરા આ અવસ્થાને સુંદર રીતે આપણી સમક્ષ મુકે છે.

"ચાલ હવે તો આનાકાની મૂક, બની ને મૂક, આ વરસાદી વાછટને ક્યાં સુધી જોતી રહેવાની?

હું સદા રહેવાનો તારી સાથ, કરી વિશ્વાસ.

તું પકડે હાથ જો મારા, હથેળીએ કૂંપળ ફૂટવાની ચાલ, હવે તો આનાકાની મૂક ."

હાથમાં હાથ લઈ ખુલ્લા પગે ચાલી નીકળવાનું મન થાય, શરીર બે હોય પણ મન અને હૃદય એક હોય, અઢળક વ્હાલ વેરતું આકાશ હોય, મોકળા મને તૃપ્ત થતી અવનિ હોય, આભ અને અવનિના વરસાકી સાયુજયની સંગે બે હૈયામાં પ્રણયરંગ ઘેરાઈ ચૂક્યો હોય ત્યારે રંગરંગમાં મૌન પણ થરકતું સ્પંદન બની લાગણીની વાવણીમાં વ્યસ્ત થઈ જાય છે. જેટલો ધીંગો વરસાદ બહારી માહોલમાં હોય છે એના કરતાં અનેક ઘણો વરસાદ અંતર ચેતનાને અજવાળતો હોય છે. વરસી જવાના બધાં એઘાણ હોય ને ખુદ ચોમાસું થવાના ઓરતા જાગે. મન પંખી મનમીતને આહવાન આપે.

અમથું અમથું તે કાંઈ વરસી શકાય નહીં

મારા પર મારી છે બેડી,

ચોમાસું થઈએ તો અઢળક કંઈ વહીએ

ને ભીંજવીએ લીલીછમ મેડી,

રેશમિયા વાદળની ઓઢું હું ઓઢણી

ને આખા તે આભલાંની સોડ

મને ચોમાસું થવાના કોડ. (નંદિતા ઠાકોર)

સ્વજનોનાં સથવારે વરસાદી વ્હાલ વ્હાલું લાગે છે, પણ વિરહી અણોમાં એ જ વરસાદ દાહક બની બાળે છે. મન આકુળ-વ્યાકુળ થઈ ઉઠે છે. સમજણનાં ડહાપણને મન ધક્કો મારી હડસેલે છે. ત્યારે હૈયાને સ્વજનના સાથથી કશું જ ઓછું ખપતું નથી. આ જુદાઈનો રોષ ફરિયાદ બની ઊંતરી આવે છે.

"આયખામાં આવી છે આષાઢી સાંજ અને ઝરમરિયાં વરસે છે ફોરા,

અખીરી મારા સાજણ રહે છે સાવ કોરા...

- વિમલ અગ્રાવત

આટલી અંતરંગ ફરિયાદ સખી સિવાય કરાય પણ કોને ? મિત્રતાની આ જ તો મૂડી છે. શૂળ થઈ ભોંકાતી વેદનાને સહિયર મીઠાશના મલમથી હળવી કરવાની કોશિશ કરી જાણે છે. કાળા ડીબાંગ આકાશમાં વીજળીનો લીસોટો થઈ અજવાળુ પાથરે એ મિત્ર જેની પાસે જીવનના બધા પાસા ખુલ્લા કરી સુખચેનની નિંદ્રા પામી શકાય છે.

પ્રકૃતિની માનવમન પર ગાઢી અસર હોય છે. વરસાદ પ્રણય સંવેદનનું પ્રતિક થઈને આવે છે. એકધારો અનરાધાર વરસતો વરસાદ કોઈ પ્રોઢાના હૃદયમાં સંચવાયેલી મુગ્ધાના પ્રણયભાવની અભિવ્યક્તિનું માધ્યમ થઈ ધોધમાર વરસી જાય છે.

ભીન ભીંજતી મારી કોરીકાટ ઓઢણી,

ભીંજાતી કમબાની કસ,

મોંઘેરી મોસમે લજ્જાને ઠમઠોરી

એલી થોડી આઘી તું ખસ

છાતીમાં પાંગરતી ઈચ્છાની કૂંપળને

આંખોમાં યૌવન ડાકેલું

મારા ઊંરમાં ઊંછરતું ચોમાસું ... (ગોપલી બૂચ)

વરસાદની હેલી સાથે પ્રેમરંગનો કેફ ઘોળાતો જાય અને આખેઆખુ ચોમાસુ હૃદયમાં વટવ્રક્ષ થઈ ઊંછરી જાય, પ્રિયજનને પામવાની ઘેલછામાં શેહશરમનાં બંધનો સ્વેરછાએ છૂટી જાય એ સહજ અભિવ્યક્તિ છે. ત્યારે વરસાદી ઉન્માદ અવસાદ થઈ અનરાધાર ભીંજવે ઍ પ્રણયની હેલીમાં તરસ્યુ મન પ્રિયતમને પોકારી ઉઠે.

"અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,

મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે . (રમેશ પારેખ)

આટલું વાચ્યા પછી હવે જયારે નભ નીતરે ત્યારે નીકળી પડજો કોઈ અજાણ્‌યાં રસ્તા પર વગર છત્રીએ. જીવનનો છૂટી ગયેલો રંગ રસ્તામાં રંગી જશે. એ નક્કી છે.

ર્સ્િીપીંછ

કાનજી મકવાણા

લાઈફ-એ-જાફર હુસૈન શાહ

અનિશ વઢવાણીયા

લાઈફ-એ-જાફર હુસૈન શાહ

જિંદગીની રફતાર એક્ધારી નથી હોતી, ક્યારેક અનરાધાર વરસે છે તો ક્યારેક એની ક્ષણ ક્ષણ તરસે છે - તરસાવે છે. કદીક હિમાલયમાંથી નીકળતી નદી જેવી રમતી-કૂદતી વહે છે તો કદીક સરોવર જેવી શાંત રહે છે. જેટલા લોકો છે; ચહેરા છે, એટલાજ જિંદગીના અલગ અલગ રંગ પણ છે અને એવીજ રંગબેરંગી એ જિંદગીઓની વાર્તાઓ! આ બધી વાર્તાઓ આપણી આજુ-બાજુથી વહી જતી હોય છે અને ફકત જરૂર હોય છે એમાં આપણાં પ્રતિબિંબને જોવાની!

"થલતેજ ચાર રસ્તા?" દૂર થી મેં હાથ દેખાડયો, રિક્ષા પાસે આવી ઉભી રહી અને મેં રિક્ષા ડ્રાઈવરને પુછ્‌યુ.

"બેસી જાવ સર." રિક્ષા ડ્રાઈવરે જવાબ આપ્યો અને મે એને મીટર "ઝીરો" કરવાનું કહ્યું અને બેસી ગયો.

"સર, મીટર નથી. તમે રોજ જતા હશો એટલે તમને ખબર જ હશે કે ભાડાના કેટલા પૈસા થાય છે. તમે સમજીને આપી દેજો."

"ના મને નથી ખબર. હું રોજ નથી જતો. તમે કહો કેટલા થશે."

"૧૭૦ રૂપિયા સર."

"ઑ.કે." મારે ઑફીસ પહોચવાની ઉતાવળ હોવાથી હું બીજું કશું બોલ્યા વગર બેસી ગયો. વરસાદ ૩ દીવસથી રોકવાનું નામ નહોતો લેતો અને મારી પાસે રસ્તામાં એક્ટીવા બંધ થયા પછી ઑફીસ ટાઈમે પહોંચવું જરૂરી હતું અને એ જ કારણે હું ડ્રાઈવર સાથે વધારે કોઈ વાત કર્યા વગર બેસી ગયો હતો.

"હું રસ્તામાં એક જગ્યાએ રોકાઈ શકું જો તમને વાંધો ના હોય તો. ફક્ત ૨ મિનિટ જ લાગશે સર. મારે ફેરી કરૂં છું રિક્ષામાં તો એ સામાન લેવાનો છે. મને થોડા પૈસા એના મળી જશે." રિક્ષા ડ્રાઈવરે પૂછ્‌યું.

"વધારે વારના લગાડતા." મેં જવાબ આપ્યો અને એને મને એક સ્માઈલ આપી હાકારમાં મોઢું ધૂણાવ્યું.

હવે મને એ રિક્ષા ડ્રાઈવરમાં ઈંટ્રેસ્ટ જાગ્યો. બહુ જ સરળ માણસ લાગ્યો મને એ... એને જો વધારે પૈસા મળવાનાં જ હતા એ ફેરાની વસ્તુ રસ્તામાંથી લઈ ને જવાના અને બીજું કોઈ હોત તો પૂછ્‌યા વગર રિક્ષા ઉભી રાખી વસ્તુ લઈ લીધી હોત પણ એણે મારી પરમિશન માંગી!

હા, વાર્તા અને લોકો આમ જ મળી જાય છે.. રસ્તામાં જ!

"તમે ક્યારથી રિક્ષા ચલાવો છો?" મેં પૂછ્‌યું.

"૨૧ વરસનો થયો ત્યારથી. ૧૧ વરસ થઈ ગયા સર." ડ્રાઈવરે જવાબ આપ્યો. "પણ હું લોડિંગ રિક્ષા જ્યારે ૧૨ વરસનો હતો ત્યારથી ચલાવતો હતો. પછી આ રિક્ષા ખરીદી અને ત્યારથી હું આ રિક્ષા ચાલવું છું."

"તમે ૧૨ વરસના હતા ત્યારથી કામ કરો છો?" મેં થોડા અચરજ સાથે પૂછ્‌યું.

"કામ તો હું ૮ વરસનો હતો ત્યારથી કરૂં છું. હું દાણીલીમડાની એક હોટેલમાં કામ કરતો હતો જ્યારે નાનો હતો ત્યારે. પછી રંગાટીકામ કર્યુ. ત્યાં મારો પગાર ૬૦ રૂપિયા હતો. વધારે કમાવવા માટે ૧૨ વરસનો થયો એટલે લોડિંગ રિક્ષા ચલવવાનું કામ કર્યુ. હું ભણેલો નથી સર." ડ્રાઈવરે કહ્યું.

"તમારૂં નામ શું છે?" મેં પૂછ્‌યું.

"જાફરહુસેન શાહ. અને પપ્પાનું નામ રજ્જાકભાઈ." જાફરભાઈએ કહ્યું. "પપ્પા પેડલ રિક્ષા ચલાવતા હતા. એમણે મોટા કર્યા એ જ બહુ છે. એમણે બહુ મહેનત કરી છે."

"હા, લાઈફ છે." મેં ધીરેથી કહ્યું.

"સર, લાઈફ છે અને એમાં નાના-મોટા પ્રૉબ્લમ્સતો આવતાજ રહે. મુસીબતોનો સામનો કરે એને જ તો માણસ કહે છે ને! તેમનાથી થતું તેમણે કર્યું હવે મારો વારો છે તેમના માટે કરવાનો જે કૈં હું કરી શકું" જિંદગીની પેચિદગીને બહુ સરળ શબ્દોમાં કહી દીધી જાફરભાઈએ.

"જાફરભાઈ, તમારા મૅરેજ થઈ ગયા છે?"

"મારી વાઈફનું નામ રેશમા છે સર. મારો સૌથી મોટો દિકરો સમીર ૫માં ધોરણમાં ભણે છે, સમીરથી નાની છે સુહાના - મારી માટે સુહાનાનો જન્મ બહુ લકી છે. એના જન્મ પછી મારૂં ઘરનું ઘર થયું અને ઘરમાં સારી રીતે બધી ફેસિલિટી વસાવી. સુહાના ૪થા ધોરણમાં ભણે છે. તેનાથી નાની સાન્યા. એ તો હજી બહુ નાની છે. રેશમા સિલાઈ કામ કરે છે અને હું સવારે ૯ થી રાતના ૧૦ સુધી રિક્ષા ચાલવું છું. ઘરની લોન પણ તો ચૂકવવાની છે ને એટલે." બહુ ઉત્સાહથી તેમણે કહ્યું. "મૅરેજ પહેલા બધા પૈસા મોજ્શોખમાં વાપરી નખાતો પણ મારી વાઈફ ’સ્ટાર’ છે. એ મને સારા રસ્તે લઈ આવી..."

"તમારી લાઈફમાં તમને કોઈ વાતનું દુખ છે?" મેં પૂછ્‌યું.

"મારે દોસ્ત બહુ ઓછા છે. ખાસ દોસ્ત ૪-૫ છે. એમાં મારો એક દોસ્ત હતો હૈદર નામનો. મારો અને હૈદરનો કોઈ વાતચીત નથી થઈ વરસોથી. અમે મળ્યાં પણ નથી. ખબર નહી એ ક્યાં જતો રહ્યો છે. મેં શોધવાની કોશિશ કરી પરંતુ ના મળ્યો" એમના ચહેરા ઉપર થોડીક નિરાશા દેખાઈ.

"તમારી કોઈ એવી ઈચ્છા જે પૂરી કરવા માંગતા હોવ?" મેં તેમને થોડા ઉત્સાહિત કરવા પૂછ્‌યું.

"સર, મારે બહુ મહેનત કરી બહુ બધા પૈસા કમાવવા છે - મમ્મી અને પપ્પાને હજ પઢવા મોકલવા છે અને બચ્ચાઓનાં મૅરેજ સારી રીતે કરવા છે."

"ઉપરવાળો તમારી ઈચ્છાઓ પૂરી કરે."

"આમીન." તેમણે મારા મોઢેથી નીકળેલી દુઆઑને વધાવી લીધી અને પછી તેમણે મને મારા ઓફિસે ડ્રોપ કરી દીધો. આખા રસ્તે લાઈફની બીજી ઘણી વાતોની આપ લે કરી પણ એમની એક વાત યાદ રહી ગઈ.

"સર, અલ્લાહ આપણને મેળવવા માગતો હશે એટલે જ કદાચ તમારી એક્ટીવા રસ્તામાં ખરાબ થઈ હશે!"

હા, હવે લાગે છે કે કદાચ મારી એક્ટીવાનું ખરાબ થવું એ એક નવી જિંદગીને જાણવાનું નિમિત્ત હશે - હોઈ શકે!

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

માર્કેટિંગ મંચ

માર્કેટિંગ પુસ્તક પ્રિસ્ક્રીપ્શન

‘્‌રી ડ્ઢૈ’ઃ કોઈ પણ બાબતમાં ક્યારે ઊંંડા ઊંતરવું ને ક્યારે ઊંણા...

જાણી લ્યો એવી મોટી વાત આ નાનકડી પુસ્તિકાથી...

પ્રોજેક્ટ કેવો પણ હોય... નાનો કે મોટો...

પ્લાન ગમે તેવો હોય... જોરદાર કે અસરદાર...

અવસર ક્યારે પણ હોય... આજે કે કાલે...

લગભગ મોટા ભાગના કામોની શુભ-શરૂઆત ધૂમ-ધડાકાથી થાય છે. આમાં ઘણી વાર કેટલાંક કામોનો સંઘ કાશીએ પહોંચે છે ને કેટલાંક કાશીનિવાસે. થોડાં સમય પછી જાણે એમાં શું થાય છે કે ’જબરદસ્ત’ લાગતું કામ ’જબરદસ્તી’ વાળું બની જાય છે. ધબડકો સર્જાઈ જાય છે. એને પૂરો કરવાનો આનંદ ઓસરી જાય છે.

શોખમાં શોક લાગી જાય છે. એવા વખતે કેટલાંક ત્યાંજ રોકાઈ જાય છે, નિરાશ થઈ જાય છે. જ્યારે કેટલાંક ત્યાંથી પાછા ફરીને નવેસરથી શરૂઆત કરે છે.

આવું કેમ થાય છે?...

શું કોઈ ગ્રહો નડે છે?

કોઈ મોટીવેશનની કમી પડે છે? કે પછી કોઈ ધક્કો મારે એવા બેક-અપ કે રિસોર્સ ની જરૂર પડે છે?

આવા સમયે સંજોગો સાથે ’ફાઈટ’ કરવી કે ’ફ્લાય’ કરવું એમાંથી શું ફાયદાકારક છે? કેટલું લડવું ને કેટલું ભાગવું? - એ માટેની સૂઝ પહેલાથી જ કેળવવી હોય તો માર્કેટિંગ મહાગુરૂ શેઠ ગોડીને લખેલી ને પછી ચીંધેલી ’ધ ડીપ’ નામની નાનકડી પુસ્તક-ગોળી લેવી સારી.

ઈન ફેક્ટ આ બુકને તો હું ’બૂકી’ કહું છું. કેમ કે એક તો એ છે એકદમ નાનકડી. ૭૫-૮૦ પાનાંની. ને બીજું, ઉપર જણાવેલી પરિસ્થિતિનું તોફાન સર્જાય એ પહેલા એ મેચને ફિક્સ કરી શકે છે.

એટલે પછી આપણે આગળ રમીએ કે ન રમીએ તોયે જીતી શકીએ છીએ. ૩ ઈડિયટ્‌સમાં આમિરખાન કહે છે એમ- ’આલ ઈજ વેલ’ બોલવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન નથી મળતું પણ એને સહન કરવાની તાકાત મળે છે. એવું જ કાંઈ આ ’ધ ડીપ’માં કહેવાયું છે.

આમ તો ડ્ઢીી એટલે ઊંંડું. પણ અહિયાં ડ્ઢૈ એટલે એવી ડૂબેલી ઊંંડી દુઃખદ ક્ષણ જ્યારે પીછેહઠ કરવી જરૂરી બને.

એક ખોટો ક્વોટ બહુ પ્રચલિત છે. ઉૈહહીજિ દ્ગીદૃીિ ઊેૈં, ઊેૈંીંજિ દ્ગીદૃીિ ઉૈહ. આ મીની-બૂક એને સાચે જ ખોટો સાબિત કરે છે. એનું કહેવું છેઃ ઉૈહહીજિ ર્ડ્ઢ ઊેૈં ટ્ઠહઙ્ઘ ઊેૈં હ્લટ્ઠજં ર્ં ઉૈહ ર્કિ ંરી દ્ગીટં ઙ્મીદૃીઙ્મ. ઊેૈંીંજિ ષ્ઠટ્ઠહ ુૈહ ૈક ંરીઅ ૂેૈં ટ્ઠં ંરી ઇૈખ્તરં ્‌ૈદ્બી. ના પકડાયું ને? તો પછી એવી સમજણ પકડવા માટે તમને આ ’ધ ડીપ’ નામની નાનકડી ચોપડી પકડવી પડશે.

એક ઈન્ટરવ્યુંમાં સેઠ ગોડીન સાહેબને પૂછવામાં આવ્યું કે...

સવાલઃ "શું માઈક્રોસોફ્ટે સ્ઁ૩ ના માર્કેટમાંથી નીકળી જવું જોઈએ?" -

જવાબઃ "માઈક્રોસોફ્ટ પોતાનું ડીપ લેવલ સમજીને કયારનુંયે બહાર નીકળી ગયું છે. ને એપલ કંપનીને રસ્તો આપી દઈ પોતાના પી.સી. માર્કેટમાં વધુને વધુ મહેનત કરવા લાગ્યું છે.

સવાલઃ "તો પછી એપલ કંપનીને પી-સી. માર્કેટમાં પ્રવેશવું જોઈએ?"-

જવાબઃ સ્ટીવ જોબ્સ ઘણો સ્માર્ટ છે. પોતાના ડીપ લેવલને શરૂઆતથી જ સમજી મેકિન્ટોશ કોમ્યુટરને અળગું રાખીને એક હટકે ડીઝાઈન -માર્કેટ સ્થાપી બેસ્ટ બનાવી મુક્યું છે. (રીટર્ન ઓફ ધ સ્ટીવ જોબ્સ વાંચી જજો).

સવાલઃ ગૂગલ પોતાનું ડીપ લેવલ કઈ રીતે મેઈનટેઈન કરે છે?

જવાબઃ વખતો વખત એ પણ ઘણી એવી બિન-જરૂરી લાગતી પ્રોડક્ટ્‌સને માર્કેટમાંથી પાછી ખેંચી લઈ સર્ચ-એન્જીન માર્કેટ તરફ વધુને વધુ દોડ ચાલુ રાખે છે.

’ધ ડીપ’ દ્વારા સેઠ ગોડીન શું આપે છે?

વેપાર-ધંધામાં, કેરિયર-પ્રોફેશનમાં સ્પેશીયલાઈઝેશન (દ્ગૈષ્ઠરી) થી જ કેમ શરૂઆત કરવી... જેથી કામને અળગું કરવાની નોબત જ ન આવે એ માટેનું ગાઈડન્સ.

સમયની કે સંજોગોની નાડ પારખી મુશ્કેલ જણાતા કામને ક્યારે છોડવું ને ક્યારે તરછોડવું એની સમજ.

‘રણછોડ’ બનીને પણ પોતાની ‘જય’ કેમ બોલાવવી એવો એટીટ્‌યુડ. સાચો ’રણછોડ’ એ છે જે પોતાની પરિસ્થિતિ અને સમયનું મૂલ્ય સમજી પીછેહઠ કરી ફરીથી લાંબી દોડ માટે તૈયાર થાય.

કોઈક વાર (વારંવાર નહિ.. ઓ બોસ!.) સંજોગોથી ભાગી જી મુકાબલો કરવાની ફરી પ્રબળ તાકાત પેદા કરવાનું બળ કેમ લાવવું એની પ્રેરણા.

કોઈ બાબતની શરૂઆત ભલેને ગમે તેવી હોય કે ન પણ હોય તોયે એનો અંત બેસ્ટ બને એ માટેની બેટર ટીપ્સ....

વગેરે...વગેરે...વગેરે...

એક કામ કરોને દોસ્તો, પંચોતેર (કે પિંચોતેર) પાનામાં જ આવું ઘણું બધું શીખવા મળી જાય છે તો પછી આજે જ આ બૂકી લઈ લઈ આવોને એટલે વાત પતે. મને તો આખું આ પ્રિસ્ક્રીપ્શન માત્ર ૭૫ શબ્દોમાં જ આપવું હતું પણ.....તમે જ જુવો ને... વિષય કેવો ’ ડિપ’ છે નહિ?

કોઈ નેક્સ્ટ અવસર પર બૂકેને બદલે આવી બૂકી મુકવામાં આવે તો કેવું?

દોસ્તો, આ પુસ્તક માટેની વધુ જાણકારી માટેઃ રંંઃ//ટ્ઠદ્બડહ.ર્ં/૧કસ્ઠ૯ઉઢ

ફૂડ સફારી

આકાંક્ષા ઠાકોર

ફૂડ સફારી

મોરોક્કન ડીલાઈટ

ઉત્તર આફ્રિકામાં આવેલો તથા ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટીક મહાસાગર બંનેની કોસ્ટલ લાઈન ધરાવતો દેશ એટલે કે મોરક્કો. આ દેશ એના અંતરિયાળ પર્વતીય ભૂગોળ અને વિશાળ રણ માટે જાણીતો છે.

મોરોક્કન રાંધણકળા મોરોક્કોના સદીઓથી અન્ય સંસ્કૃતિઓ અને રાષ્ટ્રો સાથે થતા વૈચારિક આદાન-પ્રદાન દ્વારા પ્રભાવિત છે. મોરોક્કન રાંધણકળા સામાન્ય રીતે મેડેટરેનિયન અને અરબી રાંધણકળાનું એક મિશ્રણ છે. મોરોક્કન રાંધણકળા લાંબા સમયથી વિશ્વમાં સૌથી વૈવિધ્યસભર રાંધણકળામાંની એક તરીકે ગણવામાં આવે છે, જે બહારના વિશ્વ સાથે મોરોક્કોના સદીઓ લાંબા વૈચારિક આદાન-પ્રદાન એક પરિણામ છે.

મોરોક્કો મેડેટરેનિયન અને કેટલાક ઉષ્ણકટિબંધીય ફળો અને શાકભાજીની વિશાળ શ્રેણી પેદા કરે છે, જેનો ત્યાંના ખાનપાનમાં મોટેપાયે ઉપયોગ કરવામાં આવે છે. ફલેવરીંગ માટે અનરિફાઈન્ડ ઓલીવ ઓઈલ, આથ્વેલા લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે. સાથે વાપરવામાં આવે છે કેટલાક મસાલા જેવાકે તજ, જીરૂં, હળદર, મરી, આદુ, તલ, જાવિન્ત્રી, લવિંગ, વરીયાળી વગેરે. આ ઉપરાંત ફુદીનો, કોથમીર અને તાજો ઓરેગાનો મોટા પ્રમાણમાં વપરાય છે. ખાવાનું બનાવવા માટે એક વિશિષ્ટ વાસણનો ઉપયોગ કરવામાં આવે છે કે જે માટીનું બનેલું એક કન્ટેનર હોય છે અને તેને એક પોઈન્ટેડ ઢાંકણ હોય છે, જેને ટઝીન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના વાસણનું નામ તેમાં બનાવવામાં આવતી એક મુખ્ય ડીશ પરથી પાડવામાં આવ્યું છે.

મોટા ભાગના લોકો જેનાથી પરિચિત હોય એવી મુખ્ય મોરોક્કન વાનગી છે કૂસકૂસ કે જે રવા જેવું જ ઘઉંમાંથી બનતી એક પરંપરાગત વાનગી છે, જેને વરાળથી પકવીને બનાવવામાં આવે છે. તેને પરંપરાગત રીતે તેની ઉપર મીટ સ્ટયૂ કે વેજીટેબલ સ્ટયૂ રેડીને પીરસવામાં આવે છે.

કૂસકૂસ ઉપરાંત બસ્તીલા કે જે એક મીટ પાઈ છે તે, ટઝીન કે જે આ જ નામ ધરાવતા વાસણમાં શાકભાજી, ચોખા કે મીટ ઉમેરી પકવીને બનાવવામાં આવતી વાનગી છે, જેને લોકો મુખ્યત્વે લંચ સમયે મેઈન કોર્સમાં બ્રેડ જોડે ખાવા માટે કરે છે તે અને અહીનો સ્થાનિક સૂપ હરિરા કે જે શિયાળામાં ગરમી મેળવવા માટે પીવામાં આવે છે, તે વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે. અહીના ખોરાકમાં બ્રેડનો બહુ વિશાલ ઉપયોગ થાય છે અને તેમાં પણ રવામાંથી બનાવવામાં આવતી ખોબ્ઝ તરીકે ઓળખાતી બ્રેડ ખૂબ જ વપરાય છે.

આપણે આજે બે મોરક્કન વાનગીઓ જોઈશું હરિરા સૂપ અને પીલાફ.

હરિરા સૂપઃ

સામગ્રીઃ

•૧ ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ

•૩ મધ્યમ ગાજર, છોલીને ઝીણું સમારેલું

•૧ મોટી ડુંગળી, ઝીણું સમારેલ

•૨ લસણની કાળી, ઝીણું સમારેલ

•૧ ટીસ્પૂન જીરૂં પાવડર

•ઘ ટીસ્પૂન ધાણા પાવડર

•ભ ટીસ્પૂન હળદર પાવડર

•ભ ટીસ્પૂન તજ પાવડર

•૧ ટીસ્પૂન મીઠું

•૮૦૦ ગ્રામ ટામેટા, પ્યુરી કરેલા

•૫૦૦ ગ્રામ કાબુલી ચણા, બાફેલા

•૧ કપ મસૂરની દાળ

•૪ કપ વેજીટેબલ સ્ટોક

•ઘ લીંબુનો રસ

•ભ કપ ઝીણી સમારેલી કોથમીર

રીતઃ

૧.એક મોટી તપેલીને માધ્યમ આંચ મૂકી તેમાં ઓલીવ ઓઈલ ગરમ થવા મૂકો, ઓઈલ ગરમ થાય એટલે તેમાં ગાજર અને ડુંગળી ઉમેરો અને તે નરમ થાય ત્યાંસુધી પકવો. ત્યારબાદ તેમાં લસણ, જીરૂં પાવડર, ધાણા પાવડર, હળદર પાવડર, તજ પાવડર અને મીઠું ઉમેરો અને તેને હલાવતા રહી લગભગ ૨ મિનીટ સુધી પકવો.

૨.ત્યારબાદ તેમાં ટામેટા નાખી ૫ થી ૭ મિનીટ માટે પકવો.

૩.તેમાં ચણા અને મસૂરની દાળ ઉમેરો, વેજીટેબલ સ્ટોક ઉમેરી અને ઉચ્ચ ગરમી પર એક ઉભરો લાવો. એક ઉભરો આવે એટલે, આંચને ઓછી કરો અને દાળ નરમ થાય ત્યાં સુધી રાંધો.

૪.આંચ બંધ કરો અને લીંબુનો રસ અને ૩ ટેબલસ્પૂન કોથમીર તેમાં ઉમેરો. બાકીના ૧ ટેબલસ્પૂન કોથમીરને સૂપ પર ભભરાવી ગરમાગરમ સર્વ કરો.

પીલાફઃ

સામગ્રીઃ

•૨ કપ બાસમતી ચોખા

•૨ ચમચી માખણ

•૨ ચમચી ઓલિવ ઓઈલ

•૧ ડુંગળી, સમારેલી

•૨ કળી લસણ, બારીક સમારેલ

•૧ અથવા ૨ નાના ટુકડા તજ

•ઘ ચમચી મીઠું

•ઘ ચમચી આદુ

•ઘ ચમચી સફેદ મરી

•ઘ ચમચી જીરૂં

•ઘ ચમચી હળદર

•ભ કપ કોથમીર, ઝીણી સમારેલી

•ભ કપ વટાણા

•૧ લાલ અથવા પીળા કેપ્સીકમ, ઝીણા સમારેલા

•૧ ગાજર, ઝીણા સમારેલા

•આશરે ૧ લિટર વેજીટેબલ સ્ટોક

•ભ ચમચી કેસર

રીતઃ

૧.એક પેનમાં લગભગ ઉકળવા લાગે ત્યાં સુધી સ્ટોક ગરમ કરો.

૨.દરમિયાનમાં, એક અન્ય પેનમાં કેસર સિવાયની બાકીની સામગ્રી ભેળવો. ચોખા અને શાકભાજીને મધ્યમ આંચ પર, લગભગ ૧૦ મિનીટ, અથવા ડુંગળી અર્ધપાદર્શક થાય અને ચોખાનો રંગ બદલાવાનો શરૂ થાય ત્યાં સુધી પકવો.

૩.હવે ભાતમાં સ્ટોક અને કેસર ઉમેરી ફક્ત એક જ વાર હલાવો.

૪.સ્ટોકમાં એક ઉભરો લાવો, અને જરૂર મુજબ મીઠું ઉમેરો.

૫.ચોખાને ઢાંકીને આંચ ધીમી કરો, અને લગભગ ૨૫ મિનીટ અથવા જ્યાં સુધી પાણી શોષાઈ ના જાય અને ચોખા ચઢી ના જાય ત્યાં સુધી મિશ્રણને ખદખદવા દો.

૬.ભાતને કાંટાની મદદથી સહેજ હલાવી, ગરમા-ગરમ સર્વ કરો.

કાફે કોર્નર

કંદર્પ પટેલ

કાફે કોર્નર

‘પ્રેમિત્રતા’

આજે સ્કૂલ છૂટ્‌યા પછી તેની ફ્રેન્ડે મને થોડી વાર ‘એકલા’ ઉભું રહેવા કહ્યું હતું. એ પણ સ્કુલની પાછળની કૉલોનીમાં તેની એક્ટિવાની પાસે. થોડું સમજાતું હતું અને થોડું નહિ. એક બાજુ ડર લાગતો હતો, બીજી તરફ કોઈ સરપ્રાઈઝ મળશે એવા સપનાઓની એન્ટ્રી-એક્ઝિટ થયા કરતી હતી. આખો દિવસ એ વિચારવામાં જ નીકળી ગયો, ‘કેમ બોલાવ્યો હશે? કોઈ કામ હશે? અરે ના..ના.. કામ થોડું હોય? કદાચ હોઈ પણ શકે..! ક્લાસમાં કંઈ મારાથી બોલાઈ તો નથી ગયું ને?’ અંગૂઠાના બંને નખ દિવસ પૂરો થતા-થતા ખવાઈ ગયા. આખો દિવસ તેની સામે આડકતરી રીતે જોવામાં ચાલ્યો ગયો.

ઉપરાંત, આજે ફ્રેન્ડશીપ ડે પણ હતો. આજે આખો દિવસ એ ‘ફ્રેન્ડશીપ બેલ્ટ’ જ બધાને બાંધતી હતી. તેના સ્કર્ટના ખિસ્સામાં ઢગલાબંધ બેલ્ટ્‌સ હતા. આજે એ બધાથી અલગ દેખાતી હતી. માથામાં પિંક હેરબેન્ડ, હાથમાં ઢગલાબંધ ફ્રેન્ડશીપ બેલ્ટ, વાળની લટમાંથી હાઉક-લી કરતા કાનના ન્યૂ ઈઅરરિંગ્સ. હા, એ એક્ટિવાનું કિચન પણ આજે બદલાયેલું હતું. પાણીની નવી બોટલ એ થમ્સઅપની બોટલને રિપ્લેસ કરી હતી. થોડી સ્પેશિયલ લાગતી હતી.

૨ મહત્વના મિશન મારે પાર પાડવાના હતા.

૧.સ્કૂલ છૂટ્‌યા પછી મારા દોસ્તો સાથે ઘરે જવાને બદલે પેલી એક્ટિવા પાસે જવાનું છે. એ પણ એકલા..! તો તેના માટે બોલવા પડતા જરૂરી જૂઠ. એ જૂઠ પણ એકદમ રિઅલ લાગે તે માટેની જરૂરી તૈયારીઓ.

૨.એક્ટિવા સુધી પહોચ્યા પછી તેની સાથે મને કોઈ જોઈ ન જાય તેના માટે ભગવાન પાસે કરવી પડતી પ્રાર્થનાઓ. ત્યાં જીને વ્યવસ્થિત અવાજ ગળામાંથી નીકળે તેના માટે પાણી પી ને જવાનું છે એ યાદ રાખવાનું.

સ્કૂલ છૂટી. મારી સાથે મારા ૪-૫ લંગોટિયા. એમને કહેવું કેમ કે, મારે ઘરે નહિ એક્ટિવા પાસે જવાનું છે...! નહીતર આ ગાંડાઓ પેન્ટ પકડીને મારશે. સેન્સર તો ફ્રેન્ડશીપના આ લોકોમાં પણ એકદમ ‘હાઈ બેન્ડવિથ’ની ફ્રિકવન્સી સાથે મુકેલા હોય. આમ-તેમ ખોટું બોલો એટલે પકડી જ પાડે. છતાં, પણ આજે આખો દિવસ ચાર્જિંગ ફૂલ જ રાખવાનું હતું એટલે હિંમત કરીને બોલ્યો, ‘અલ્યા એય, મારે ઘરે નથી આવવાનું આજે. પપ્પા એ કહ્યું હતું કે સ્કૂલ છૂટ્‌યા પછી મારી પાસે આવજે. કામ છે થોડું.’

ત્યાં તો એક લંગોટિયો બોલ્યો, ‘પેલીને મળવા જવાનું છે એને..! ચાલો ભાઈઓ..દોસ્ત દોસ્ત ના રહા. મને ખબર છે હો બકા, તારી ને પેલી ની. રોજ આખો દિવસ આંખો ફાડી-ફાડીને જોયા કરો છો. સામે સર હોય કે ટીચર, તમે તો લાગેલા જ રહો છો. એમાંય, આજે ફ્રેન્ડશીપ ડે. એટલે પૂરૂં.’

ત્યા બીજો બોલ્યો, ‘હા..મનેય ખબર છે. પેલી એની ફ્રેન્ડ છે એ આજે રીસેસમાં કહેતી હતી મને. પેલા ને કહેજે ઉભો રે, એક તો એ થોડો ફટ્ટૂ છે. જી આવ. જો જે હો..! આડું-અવળું કાંઈ ન જોઈએ. ખબર પડી એટલે માર ખાઈશ. કઈ પણ પૂછે તો ના પાડજે. આ બધા ચક્કરમાં પડતો નહિ. મરાઈ જશે તારી, ને રોજના ખર્ચા અલગ.’

અરે રે..! કેટલું સંભળાવી ગયા. હું તો સીધો ચાલ્યો એક્ટિવા બાજુ. થોડી બીક લાગતી હતી. પહેલી વખત કોઈ છોકરીને મળવા જતો હતો. એક તો આખો દિવસ હાર્ટબીટ પીક લેવલ પર જ હતા. જે આજના દિવસે એ લેવલ પર જ કોન્સ્ટન્ટ રહ્યા. અઘરી વાત એ થઈ કે, હું પહોચી ગયો એની એક્ટિવા પાસે..! પણ એ હજુ ન આવી. એવામાં જ એક એ સોસાયટીમાં રહેતો કલાસમેટ આવ્યો. મને એ એક્ટિવા પાસે ઉભેલો જોઈને બોલ્યો, ‘અલ્યા..! આ તો પેલીની એક્ટિવા છે. તું એના પર કેમ બેઠો? કંઈ આમ-તેમ તો નથી ને?’

‘અરે ના..ના.. મને નથી ખબર..! આ એની છે?’ મનમાં થતું હતું કે આ જાય તો સારૂં હવે. ખોટી પંચાત કરવા લાગી પડયો. કોને ખબર, એ સાંભળી ગયો હશે મારા મનની વાત. તરત એ ચાલતો થયો. સદનસીબે કૉલોનીમાં એ સમયે કોઈ હતું નહિ. અને, બાપ્પુ...! ધમાકેદાર એન્ટ્રી... એ તેની ફ્રેન્ડ સાથે આવતી દેખાઈ. મેં જાણી જોઈને તેના તરફ જોયું નહિ. ખોટી એક્ટિંગ..! ખરાબ એક્ટિંગ. આવીને ઉભી રહી. એની દોસ્ત થોડી ૨ ડગલા દૂર ઉભી રહી. બસ, એક સેકંડ જ મારી તરફ તેણે જોયું. તરત જ સ્કર્ટના એ ખિસ્સામાંથી થોડું મોંઘુ અને અલગ ‘ફ્રેન્ડશીપ બેલ્ટ’ કાઢીને મને પહેરાવ્યું. મને તરત જ લાઈટ થઈ, ખિસ્સામાં રહેલ ઘણા બધા બેલ્ટ્‌સમાંથી દર વખતે આ બેલ્ટ જો કાઢતી વખતે સાથે બહાર નીકળી જાય તો પાછો અંદર મૂકી દેતી. હાઉ સ્વીટ..! એ મારા માટે જ હતો. ‘સ્પેશિઅલ’ ફીલિંગ સાથે આખું દિમાગ ફિલ થઈ ગયું.

એક હૃદય સોંસરવી નીકળી જતી સ્માઈલ સાથે બોલી, ‘ફ્રેન્ડસ..?’ અને હાથ લંબાવ્યો. પહેલી વાર કોઈ છોકરીના આટલા સોફ્ટ હાથને સ્પર્શવા આજે હાથ ઉપડતા થોડી વાર લાગી. પણ, એ દિવસથી અમારી દોસ્તીની શરૂઆત થઈ તો ખરી..!

*****

બસ, આ જ સ્ટોરી કેટલાક એ સ્કૂલમાં ટ્રાય કરી. દરેકની ‘મેમરીઝ’માં આ વિડીયો આજે પણ સચવાયેલો હશે જ. ઘણી વાર નવરાશના પળમાં એ મૂવીને આપણે ફરી-ફરી ‘રિવાઈઝ્‌ડ’ કરીને ‘રીવાઈન્ડ’ કરતા રહીએ છીએ. એ જ તો આપણો દોસ્ત છે. ફ્રેન્ડશીપ તો કદાચ બહાનું છે, બાકી ‘પ્રેમ’ છે કે ‘દોસ્તી’..? આ પ્રશ્નનો સાચો જવાબ તો બંનેમાંથી કોઈના હૃદય પાસે હોતો નથી.

દરેકનો એક દોસ્ત હોય છે.

જેની સાથે કલાકો સુધી ગપ્પાબાજી કરી,

મજાકની શિસ્તબદ્ધ વણઝારો તેના પર વહાવી,

દરેક બેવકૂફીમાં એ સાથે ને સાથે રહેતો,

એ મારા દરેક સિક્રેટ મારાથી વધુ જાણતો.

દરેકનો આવો એક દોસ્ત હોય છે.

જેની સાથે મળીને પહેલો લવ ‘મેસેજ’ લખ્યો,

તેની જ સાથે ફર્સ્ટ લવ ક્રશ શેર કર્યો,

પહેલી ડેટ પર એ ચોકીદાર બન્યો,

દિલ તૂટ્‌યા પછી તેના ખભે કલાકો સુધી રડયો.

દરેકનો આવો એક દોસ્ત હોય છે.

જેની સાથે પહેલી પોર્ન મૂવી જોઈ,

સિગારેટના કશનું કારણ પણ એ જ બન્યો,

ગમ કે સાથી ‘રમ’નો ભેટો એના લીધે જ,

પેરેન્ટ્‌સને બિલકુલ ન ગમતો એ પણ એ જ.

દરેકનો આવો એક દોસ્ત હોય છે.

વાચ્યા વિના એક્ઝામ પાસ એના ભરોસે,

તેની કોપી કરવી તેને મારો હક સમજતો,

મારા ફ્યુચરની ચિંતા વધુ એ રાખતો,

હર એક સકસેસની ખુશી તેના વિના અધૂરી હતી.

દરેકનો આવો એક દોસ્ત હોય છે.

જે ભલે ગમે તેટલો દૂર હોય,

પણ દિલની હંમેશા પાસે હોય,

જે તેની સાથે વિતાવી હોય,

દુઃખમાં એ દરેક પળ પણ દવા હોય,

મારો પણ એક આવો દોસ્ત છે.

જિંદગીના કોઈ સ્ટેશન પર જયારે ‘સબસ્ક્રાઈબ’ કરાવેલું ખુશીનું ‘પેકેજ’ પૂરૂં થઈ જાય અને ‘સ્ટેન્ડ બાય’ મોડ પર થંભી જવાય ત્યારે કોઈક પાછળથી હાથ પકડીને કહે, ‘ચલ, ભાઈ..!’ અને એ હળવા સ્મિત પર વિશ્વાસની લહેરખી ફરે, હિંમતનું ઝરણું ફરીથી વહેતું થાય તો તેનો હાથ પકડીને તેને સાચો દોસ્ત સમજીને સફરે નીકળી પડવું.

આંખ બંધ કરીને તમને કોઈએ આપેલી જાદુની ‘ઝપ્પી’ને યાદ કરો, એ સમયે હૃદયનો કોઈ છેડો લાગણીભીનો અનુભવાય અને તેની ભીનાશ આંખમાં રેલાઈને ટપકી પડે ત્યારે જો શ્વાસ ગાળામાં રૂંધાય, છતાં ચહેરા પર નાની શી મુસ્કાન ફરકે તો આ ક્ષણે તે વ્યક્તિ તમારી લાઈફના જૂજ મિત્રોમાંનો એક છે એ ઓળખવામાં રાહ જોવી નહિ.

કોફી બોનબોન :- બે મિત્રો વચ્ચે ‘પ્રેમ’ અને બે ‘પ્રેમી’ વચ્ચે ‘મિત્રતા’ હોવી એ જ સાચા સંબંધની નિશાની છે. તમને કોઈના પ્રત્યે ‘પ્રેમ’ છે કે ‘મિત્રતા’? બંનેમાંથી ‘એકલું’ કંઈ જ નથી. છે તો માત્ર ‘પ્રેમિત્રતા’.

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

વિશાળ માંથી વીણેલું

આકાશી વ્યક્તિત્વ ધરાવતા કલામ સાહેબ આકાશ માં સિધાવ્યા અને પાછળ અવકાશ ઉભો કરતા ગયા. એમના વિશાળ વ્યક્તિત્વ વિષે વાત કરવાનું તો મારૂં ગજું નથી પણ એમના જીવન માંથી વીણેલી કેટલીક વાતો મમળાવવાની તક તો નહીંજ મુકું. કલામ સાહેબ સાથે હું બે રીતે કનેક્ટેડ છું. એક તો બ્રમ્હાંડ અને અવકાશ ને લાગતું વિજ્જ્ઞાન મને બહુ પસંદ છે. એ હમેશા મારા માટે કુતુહલ નો વિષય રહ્યો છે. કલામ સાહેબ કૃત્રિમ ઉપગ્રહો, એના લોન્ચ, રોકેટ્‌સ,મિસાઈલ્સ એ બધા પર કાર્ય કરતા રહ્યા અને મને જયારે સમય મળે ત્યારે હું એ બધા વિષે વાંચતી રહું. અને બીજું માધ્યમ છે એમની બૂક “ુૈહખ્તજર્ ક કૈિી”. એક થોડી અઘરી પણ અદભુત પુસ્તક સીધે સીધી આપણા હૃદય સુધી પહોચે છે. પુસ્તકમાં એમના “ઈસરો” સાથેના કાર્યો અને મિશન અને પ્રોજેક્ટ્‌સની વાત ટેકનીકલ ભાષામાં કરેલી હોવાના કારણે થોડી મુશ્કેલ લાગે છે. જો કે કલામ સાહેબે શક્ય તેટલા સરળ શબ્દોમાં આવરવાની કોશિશ કરી છે. એમના બાળપણ ની કેટલીક બાબતો મન ને ગહન રીતે અસર કરે તેવી છે. તેમાં રહેલા તેમના વિચારો બેશ કીમતી છે. સાચવ્યા હોય તો જીવન માં કામ લાગે અને અપનાવતા અને વાપરતા આવડે તો જીવન બદલી નાખે એવા. ઓવર ટૂ કલામસાહેબ નાઉ.

એમનું બાળપણ સામાન્ય આર્થ્િાક સંજોગો માં બીજા અનેક ભાઈ બહેનો સાથે વીત્યું. સાદગી હતી પણ ઓછપ નહિ.રામેશ્વરમ માં જન્મેલા હોવાના કારણે આ પ્રખ્યાત અને પવિત્ર યાત્રાધામ ની વાતો તેમની કથા માં આવતી રહે છે. તે પણ બા અદબ.... આધ્યાત્મ ની બાબત માં તેમના પિતા ખુબ સમૃધ્ધ હતા. નાનકડા કલામ તેમને પુછતાં “નમાઝ કે પ્રાર્થના નો ઉપયોગ શું” તેમના પિતા કહેતા આમાં કઈ રહસ્યમય નથી. પ્રાર્થના તો લોકો વચ્ચે આત્મિક સંવાદ ને શક્ય બનાવે છે. કેટલું સરળ અને મસ્ત.

એક અન્ય વાક્ય અંગત રીતે મને ખુબ વહાલું છે. રત્નકણિકા જેમ મઢી રાખવા જેવું એ વાક્ય કલામ ના તેમના પિતા સાથે ના સંવાદ માં તેમના પિતા કહે છે. “ પ્રતિકુળતા હમેશા આત્મચિંતન માટે વિશાળ તકો પૂરી પાડે છે.” રામાયણ માં નાનકડા હનુમાનજી પોતાની શક્તિઓ નો ઉપયોગ કરી ને સુરજ ગળી ગયેલા. ત્યારે ઈન્દ્ર એ તેમને શ્રાપ આપ્યો હતો કે તે તેની બધી વિદ્યા ભૂલી જશે. અને સમય પર જ તેને યાદ આવશે. અને રામ મુશ્કેલી માં હતા ત્યારે તેને તેની શક્તિઓ નો પરિચય થયો અને સાગર પર થી ઉડી ને રાક્ષસો ના પટકા પાડી ને રાવણ ના નાક નીચે થી અશોક વાટિકા પહોચ્યા. યાદ છે? પ્રતિકુળ સંજોગો માં અચાનક તે ખીલી ઉઠ્‌યા. બસ એવું જ આપણું છે....

એક ખુબ જ પ્રેરણા દાયક મઢી મુકવા જેવી વાત. “વિશ્વ માં એવી એક દૈવિક શક્તિ અસ્તિત્વ ધરાવે છે જે વ્યક્તિ ને તેની મૂંઝવણ, દુખો,ઉદાસીનતા અને નિષ્ફળતા ની પળો માંથી ઉપર ઉઠાવે છે અને સાચા આદિમ સ્થળ તરફ દોરે છે.” વાંચો ત્યારે યાદ રાખજો કે આમાં કલામ સાહેબની અનુભૂતિ છે. જો આવડા જબ્બર કાર્યો કરતી વખતે એમને આ અનુભૂતિ થઈ હોય તો આપણી મુશ્કેલીઓ તો ઘણી નાનકડી છે.

બાળ કલામ જયારે પિતા સાથે મસ્જીદ માં નમાઝ માટે જતા ત્યારનું તેમનું એક વાક્ય માખણ જેવું નરમ છતાં એક મિનીટ માં કેટલાય પ્રશ્નો નો એક સામટ જવાબ આપી દે તેવું છે. “મસ્જીદ માં પ્રાર્થનાઓ અરબી ભાષા માં ગવાતી.તેમનો શો અર્થ થાય છે તે મને ખબર ન હતી.મને તો પૂરી શ્રદ્ધા હતી કે તે ખુદા ને પહોચે જ છે.” છે ને ગજબ.

કલામ ના મિત્ર અને ત્યાર બાદ બનેવી બની ગયેલા જલાલુદ્દીન નું શાળાકીય શિક્ષણ તેમના કુટુંબ ની તાણ ભરી પરિસ્થિતિ ને કારણે ખુબ જ ઓછું હતું છતાં તેઓ કલામ ને શિક્ષણ માં શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરતા. વેલ આ એક મોટી બાબત છે. જલાલુદ્દીન કલામ ને કહી શકત કે આ બધી પંચાત મુક ને નાનો મોટો ધંધો કરી લે. અથવા એમની અદેખાઈ કરી શકત. અથવા આંખ આડા કાન કરી શકત. જાત ની આસપાસ અનેક સીમાડા હોવા છતાં બીજા ને નિસ્વાર્થ પ્રોત્સાહિત કરવું એ ગમે તેનું કામ નથી.એના માટે તો વિશાળ હૃદય અને ઉમદા આત્મા જોઈએ.

“જલાલુદ્દીન હમેશા મારી સાથે શિક્ષિત લોકો વિષે, વૈજ્જ્ઞાનિક સંશોધનો વિષે, તત્કાલીન સાહિત્ય વિષે અને મેડીકલ વિજ્જ્ઞાનની સિઘ્ધિઓ વિષે વાત કરતા.તેમણે જ મને અમારા સંકુચિત વિશ્વની પેલે પાર ના ‘બ્રેવ ન્યુ વર્લ્ડ’ વિષે જાગ્રત કર્યો.’ આપણે પણ આપણા બાળકો, ભત્રીજા, ભાણેજ કે પાડોશી મિત્રો ના બાળકો, વિદ્યાર્થીઓ કે જેમની સાથે આપણે સમય વિતાવવાનો થાય છે તેમની સાથે સાથે આવી વાતો કરીએ તો ? કદાચ તેમના માંથી કોઈક માં કલામ બનવાનું બીજ વાવી શકીએ.....

કલામ આમલી ના બીજ એકઠા કરી ને વેંચવા જતા કે પછી રેલ્વે સ્ટેશન પર છાપા વેંચવા ના વ્યવસાય માં મદદનીશ બન્યા એ વાત ને એક ઘટના કે નવા મિત્ર સમશુદ્દીન ને મળવાની તક તરીકે વર્ણવે છે જયારે આપણે શાળા એ સાઈકલ પર જતા અને રીક્ષા ન આવતી એ ઘટના પણ ‘દુખ ના દહાડા’ જેવી લગતી હોય છે!

કલામ કહે છે મારા માં તથા દાદી અમને રામાયણ ના પ્રસંગો તેમજ પયગંબર ના જીવન ના પ્રસંગો ની વાર્તાઓ કરતા. મતલબકે જે ધર્મ માં જે પ્રેરણાદાયી છે તેને અપનાવતા.બાળક ના મન માં કોઈ ભેદભાવ ના બીજ નહિ.આવો તફાવત જયારે તેમની શાળા ના નવા શિક્ષકે તેમને તેમના વર્ગ માં કર્યો ત્યારે રામેશ્વરમ મંદિરના મુખ્ય પુજારી ખુદ શાળા એ આવ્યા અને આવો તફાવત ન કરવા તાકીદ કરેલી. તેમના વિજ્જ્ઞાન શિક્ષક પણ ચુસ્ત બ્રાહ્‌મણ અને રૂઢીચુસ્ત પત્ની વાળા હોવા છતાં કલામ ને પોતાના ઘરે પોતાના રસોડા માં જમવા લઈ જતા એટલું જ નહિ પોતાના હાથે પીરસતા. બસ આપણા પણ આવા કેટલાક સત્કાર્યો કોઈક નાનકડા કલામ ને પ્રોત્સાહિત કરી શકે.

આગળ ના અભ્યાસ માટે શહેર છોડી તાલુકા મથક રામનાથ પુરમ જી રહેલા કલામ ને મુકવા જતી વખતે તેમના પિતા એ કહેલા વાક્યો “આ ટાપુ તારા શરીર માટે ભલે નિવાસ સ્થાન હોય પણ તારા આત્મા માટે નથી. તારો આત્મા આવતી કાલ ના ઘર માં રહે છે. જેની સ્વપ્નમાં પણ અમે કોઈ મુલાકાત ન લઈ શકીએ..!!” આપણા બાળકો માટે આપણે આટલું યાદ રાખી શકીએ તો કેટલું સારૂં.

રામનાથપુરમ માં તેમના શિક્ષક ઈયાદુરાઈ સોલોમન ના શબ્દો “જીવન માં ધાર્યા ઉચ્ચ પરિણામો મેળવવા માટે ત્રણ પ્રબળ અને શક્તિશાળી પરિબળો ને સમજવાના છે અને નિયંત્રિત કરવાના છે : ઈચ્છા, માન્યતા અને અપેક્ષા. હું જે ઈચ્છું છું તે બને તે પહેલા મારે તેના માટે તીવ્ર ઈચ્છા ઉભી કરવી પડે, અને એવું પૂર્ણ અને ચોક્કસપણે બનશે એમ માનવું પડે.” કલામ સાહેબ ઈયાદુરાઈ સોલમન ને એક શ્રેષ્ઠ શિક્ષક એટલા માટે ગણે છે કે તેઓ વિદ્યાર્થીઓમાં આત્મ ગૌરવનું સિંચન કરતા.

આવા અદભુત કલામની અદભુત વાતો નો અને એમના જીવન નો સફર એમના જ પુસ્તક માંથી આપણે આવતા વખતે પણ ચાલુ રાખીશું.

ટેક ટોક

યશ ઠક્કર

ટેક ટોક

લેપટોપ્સ

ટેક ટોક વર્ઝન ૩.૦ માં આપણે વાયરલેસ સ્પીકર્સ ની વાતો કરી હતી, આજે વધુ એક વાયરલેસ ડીવાઈસ ની વાત કરશું. વર્ષો પહેલા જયારે કમ્પ્યુટર ની શોધ થઈ ત્યારે તે એક ઓરડા જેવી સાઈઝનું હતું અને તેને ઓપરેટ કરવું ખુબ જ અઘરૂં હતું. સમયનું વહેણ ફરતા ફરતા આજે કમ્પ્યુટર નાના થઈ ગયા છે અને નામ "પર્સનલ કમ્પ્યુટર" થઈ ગયું છે. મોટા ચોરસ ડબ્બા ની જગ્યા હવે આજે એલસીડી એ લઈ લીધી છે અને સીપીયુ નું કદ પણ ઘટી ને નાનું થયું છે. કંપનીઓ ઓલ ઈન વન સિસ્ટમ્સ આપતી થઈ ગઈ છે. જોકે ૨૧ મી સદીમાં આવતા જ પર્સનલ કમ્પ્યુટર પણ લગભગ પોતાનો ચાર્મ ગુમાવી ચુક્યા છે અને હવે લોકો લેપટોપ કે ટેબ અને આઈ-પેડ પર નજર માંડી રહ્યા છે. એક સમય હતો જયારે ઘરમાં પર્સનલ કમ્પ્યુટર હોવું એ સ્ટેટ્‌સ હતું હવે તો લેપટોપ પણ આઉટડેટેડ ગણવા લાગ્યા છે અને એ દેખીતી બાબત છે. ટેકનોલોજી સતત આગળ વધી રહી છે તો માણસ કેમ પાછળ રહી જાય ? સામાન્ય રીતે લેપટોપ જેવી વસ્તુ લેતા પહેલા આપણે ઘણા લોકોના સજેશન્સ લઈએ છીએ.કે લેપટોપ લેવું હોય તો કયું લેવાય ? મારી જરૂરિયાત ખુબ જ બેઝીક છે અને કોઈ જ વધારે રૂપિયા નથી આપવા તો આજે એ સવાલ નો અહી જાહેર જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.

લેપટોપ ખરીદતી વખતે ખાસ ધ્યાન માં રાખવા જેવા મુદ્દા

૧.તમારી જરૂરિયાત કેટલી છે જેમ કે બેઝીક યુઝ જ છે એટલે ઓફીસ વર્ક કે પછી ગ્રાફિકસ રીલેટેડ અથવા તો ફોટોશોપ અને વેબ ડિઝાઈનર રીલેટેડ વગેરે વગેરે.

૨.તમે જે લેપટોપ પસંદ કરી રહ્યા છો એમાં તમારી બધી જરૂરિયાત પૂરી થઈ જાય છે કે નહિ જેમકે રેમ, હાર્ડ ડરાઈવ, ન્યુમેરિક કીપેડ, બ્લ્યુટુથ, વેબકેમેરા વગેરે વગેરે.

૩.તમે કઈ કંપની નું લેપટોપ તથા કયા સ્ટોર પર થી ખરીદી કરી રહ્યા છો? (ઘણા મોટા સ્ટોર્સ લેપટોપ સાથે ફ્રીબીસ આપતા હોય છે જેમાં હેડફોન, માઉસ પેડ, સ્ક્રીન ક્લીનર, પેન ડરાઈવ વગેરે વગેરે)

૪.દરેક કંપની ની આગવી વિશેષતાઓ હોય છે જેમ કે એસર ના લેપટોપમાં કેમેરા અને બેટરી બેકઅપ, લેનોવોના લેપટોપ પણ બેટરી અને સિમ્પલ ડીઝાઈન અને પાવરફુલ પરફોર્મન્સ માટે પ્રખ્યાત છે. એચ.પી ના લેપટોપ એમાં આવતા સ્પીકર્સ માટે પ્રખ્યાત છે. ડેલ અને સોની ના લેપટોપ્સ ડીઝાઈન તથા હાઈ-ટેક પરફોર્મન્સ માટે પ્રખ્યાત છે.

૫.લેપટોપમાં બાય ડીફોલ્ટ કઈ ઓપરેટીંગ સીસ્ટમ આવે છે (ર્ડ્ઢજ, ન્ૈહેટ, ઉૈહર્ઙ્ઘુજ ૭, ઉૈહર્ઙ્ઘુજ ૮ ઓપરેટીંગ સીસ્ટમ આવતી હોય છે)

૬.કંપની ની આફ્ટર સેલ્સ કે પોસ્ટ સેલ્સ સર્વિસ કેવી છે?

આજે આપણે અહી લેપટોપ ના ત્રણ મોડેલ્સ વિષે વાત કરશું. જેમાં એક સાવ બેઝીક ફંકશન્સ વાળું હશે એક મીડીયમ ક્ન્ફ્રીગેશ્ન્સ તથા એક હાઈ ક્ન્ફ્રીગેશ્ન્સ વાળું હશે.

બેઝીક મોડેલ - છજેજ ઠ૫૫૧સ્છ-જીઠ૧૦૧ડ્ઢ ન્ટ્ઠર્ં

અસુસ આમ જુઓ તો લેપટોપની દુનિયા માં સૌથી વધુ વિશ્વાસપાત્ર નામ છે. અઢી કિલો વજન ધરાવતા અસુસના આ મોડેલ ની વાત કરીએ તો એને ફોર્થ જનરેશન પેન્ટિયમ ક્વોડ-કોર પ્રોસેસર સપોર્ટ કરે છે, આ સિવાય ૨ જીબી રેમ અને ૫૦૦ જીબી સાટા હાર્ડ ડિસ્ક છે તથા રેમ માં હજુ એક એડીશનલ સ્લોટ હોય તમે બીજી ૨ જીબી એડ કરી શકો છો. ૧૫.૬ ઈંચની ટીએફટી સ્ક્રીન છે. સુપર મલ્ટી ૮ટ ડીવીડી રીડર અને એચડી કેમેરા છે. બિલ્ટ-ઈન સ્પીકર્સ અને માઈક્રોફોન થી તમે વિડીયો કોલિંગ ની મજ્જા પણ માણી શકો છો. બેટરી બેકઅપ ની વાત કરીએ તો ફૂલ ક્ષ્હર્જ કર્યા પછી લગભગ પાંચ કલાક સુધી તમે લેપટોપ નો ઉપયોગ કરી શકશો. અસુસ ના આ લેપટોપમાં માં માત્ર એક જ યુએસબી સ્લોટ આપવામાં આવ્યો છે તથા એક એચડીએમઆઈ પોર્ટ અને એક ટુ ઈન વન કાર્ડ રીડર સ્લોટ પણ આપવામાં આવ્યો છે. આ મોડેલ ની કિમંત ૨૧૦૦૦ રૂપિયા છે.

મીડીયમ ક્ન્ફ્રીગેશ્ન્સ - ૐઁ ૧૫-િ૨૦૪્‌ઠ ર્દ્ગીંર્હ્વર (દ્ભ૮ેં૦૪ઁછ)

આમ જુઓ તો ૐઁ નું આ મોડેલ મીડીયમ રેંજ તો નાં જ કહી શકાય પણ ગ્રાફિક્સ અને ગેમિંગ રીલેટેડ વાત કરીએ તો આ મીડીયમ રેંજ માં મૂકી શકાય. ઈન્ટરનેટ પર આ લેપટોપ ની કિમંત ૪૨૦૦૦ જેટલી છે જોકે આમાં આવતા ફંક્શન ખરેખર ૪૨૦૦૦ ને લાયક છે. અઢી કિલો વજન ધરાવતું આ લેપટોપ ઈન્ટેલ કોર ૈ૫ ફિફ્થ જનરેશન પ્રોસેસર વાળું છે જે ૨.૭ ગીગા હર્ટઝ ની સ્પીડ ધરાવે છે. ૪ જીબી રેમ ૧ ટીબી સાટા હાર્ડ ડરાઈવ આ લેપટોપ ને ખરેખર એક પાવરફુલ લેપટોપ બનાવે છે. આ સિવાય ૮ટસુપર મલ્ટી ડીવીડી ડરાઈવ, ૐઁ િંેી દૃૈર્જૈહ ઝ્રટ્ઠદ્બીટ્ઠિ અને બ્લ્યુટુથ તો છે જ. આ લેપટોપ ના મુખ્ય આકર્ષણની વાત કરૂં તો એ છે એન્વીડીયા જીઈફોર્સ ૮૨૦દ્બ પ્રોસેસર ધરાવતું ૨ જીબી નું પાવરફુલ ગ્રાફિક્સ કાર્ડ, જે તમારા ગેમિંગ તથા મલ્ટી-ટાસ્કીંગ ને એક નવી જ દુનિયા માં લઈ જશે. ૧૫.૬ ઈંચ ની એલીડી સ્ક્રીન ખરેખર તમારા વિડીયો વિયુઈન્ગ એક્સપીરીયંસ ને અદભૂત બનાવશે. લેપટોપ સાથે વિન્ડોઝ ૮.૨ ઓપરેટીંગ સીસ્ટમ આવે છે.

હવે વાત સુપર હાઈ-ટેક લેપટોપ ની અને એ છે ન્ીર્હર્દૃ રૂ૫૦-૭૦ ન્ટ્ઠર્ં

આ લેપટોપ ની કીમત ૭૬૦૦૦ રૂપિયા છે અને એમાં ૭૬૦૦૦ રૂપિયા નાખવા માટે તમારે ગેઈમ ડેવલોપર, વેબ ડેવલોપર અથવા તો ગ્રાફિક્સ રીલેટેડ કામ હોવું ખુબ જ જરૂરી છે કેમકે આ લેપટોપના દરેક ફંક્શન માત્ર એમને જ કામ લાગે તેવા છે બાકી નોર્મલ યુઝર્સ ને ગેઈમ રમવા ની ખુબ મજ્જા પડે તેવા છે. આ લેપટોપ પણ અઢી કિલો જેટલું વજન ધરાવે છે. ઈન્ટેલ કોર ૈ૭ ફોર્થ જનરેશન નું લેટેસ્ટ પ્રોસેસર ૩.૫ ગીગા હર્ટઝ ની કલોક સ્પીડ પર કામ કરી શકે છે. જોકે માત્ર પ્રોસેસર જ લેટેસ્ટ નથી આમાં રેમ પણ ડીડીઆર ૩ - ૮ જીબી છે જે તમને પાવરપેક્ડ પરફોર્મન્સ આપશે. આ સિવાય ૧ ટીબીની હાયબ્રીડ હાર્ડ ડરાઈવ અને ૪ જીબી ડીડીઆર ૫ એન્વીડીયા ગ્રાફિક્સ કાર્ડ પણ તમને આ લેપટોપ તરફ આકષ્ર્િાત કરે છે. ૧૫.૬ ઈંચની સ્લીમ એલઈડી પર ગેઈમ રમવાની મજ્જા જ કંઈક અલગ હોય છે. આ સિવાય એચડી કેમેરા, બ્લ્યુટુથ, યુએસબી સ્લોટ્‌સ અને ૮ટ ડીવીડી ડરાઈવ તો છે જ. જોકે સામાન્ય યુઝર માટે આ લેપટોપ લગભગ ઈગ્નોર જ કરાય છે કેમ કે એની કીમત તથા ફીચર્સ બંને એના માટે લગભગ અશક્ય જેવા છે.

ક્ન્કલ્યુંઝ્‌નઃ

લેપટોપ ખરીદતા પહેલા ખુબ જ જરૂરી છે કે તમે તમારી જરૂરિયાત અને બજેટ ને સમજો કારણ કે દરરોજ હાઈટેક ફીચર્સ વાળા લેપટોપ અને હવે ટેબ અને આઈ-પેડ પણ આવી રહ્યા છે. જો તમારૂં કામ બેઝીક જ હોય તો શક્ય હોય ત્યાં સુધી બેઝીક ફીચર્સ વાળું લેપટોપ જ લેવું જોઈએ.

ટીટ-બીટ

આ વર્ષ ની શરૂઆત માં સેમસંગે સેમસંગ ગેલેક્સી જી૬ અને જી૬ ઈઙ્ઘખ્તી મોડેલ લોન્ચ કર્યા હતા અને તેમાં જી૬ ની સફળતા જોઈને સેમસંગ ઓગસ્ટ ૨૦૧૫ માં જી૬ ઁઙ્મેજફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. જો અફવાઓ પર ધ્યાન દેવામાં આવે તો જી૬ ઁઙ્મેજ માં કેમેરા તથા ટચ પેયમેન્ટ સિવાય ખાસ કશું નવું નથી.

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

મિર્ચી ક્યારો

નામ તુઝે સલામ

કચોરીની એક દુકાનની આ વાત છે. દુકાન શાની? એક ખૂમચો કહી શકાય. એ પણ ખૂબ જ સાંકડી અને ભીડભાડ વાળી જગ્યામાં. ખાણીપીણી હોય ત્યાં ગંદકી તો હોય જ ને? એટલે ગંદકી પણ હાજરાહજૂર હોય છે. પણ તેથી શું? સ્વાદપ્રિય વીરલાઓને અને ખાસ કરીને વીરલીઓને ગંદકીનાં બંધનો નડતાં નથી.

ખૂમચો ચાલુ કરતી વખતે વાસ્તુશાસ્ત્રને પણ ધ્યાનમાં નહીં લેવાયું હોય. કદાચ એ વખતે વાસ્તુશાસ્ત્રનું બહુ જોર પણ નહીં હોય. ખૂમચાનું ઉદધાટન પણ નહીં થયું હોય. માણસ જ્યારે સંઘર્ષ કરતો હોય ત્યારે એને માટે વાસ્તુશાસ્ત્ર, વિધિ, સંતશ્રીની પધરામણી, કથા, યજ્જ્ઞ વગેરે દૂરની વાત હોય છે. આ બધાં વગર એને ચાલી પણ જતું હોય છે. એ ધાર્મિક હોય પણ ધાર્મિકતાનું પ્રદર્શન કરી શકતો નથી. એટેલે કચોરીનો ખૂમચો પણ ધામધૂમ વગર જ ચાલુ થયો હશે. એ ખૂમચાવાળાએ દેવોને રીઝવવા કરતાં ઘરાકોને રીઝવવામાં જ વધારે ધ્યાન આપ્યું હશે.

કચોરીનો ખૂમચો સાવ કલોગી જગ્યાએ! તો પણ શું ઘરાકી! વાત ન પૂછો. કચોરી ખાતાં પહેલાં લોકોની કોણીઓ ખાવી પડે. આસપાસની કાપડની મોટી મોટી દુકાનોવાળાનો ઠપકો પણ ખાવો પડે કેઃ ‘ઓ કચોરીના ખાનારાઓ, અમારી દુકાનના દરવાજામાં ન ઊંભા રહો. અમારા ઘરાકને માટે રસ્તો રાખો.’ પણ કચોરીનાં આરોગનારાં જાય ક્યાં? જગ્યા હોવી જોઈએને?

હવે, એ પણ કેવી કેવી વિટંબણા કે સાફસૂથરી દુકાનોના માલિકો એમના હોઠે મીઠો આવકારો લઈને ઘરાકની રાહ જોતાં બેઠા હોય અને તીખી કચોરીનો ખૂમચાવાળો કચોરી વેચવામાંથી નવરો ન પડતો હોય! આટલું બાકી હોય એમ, કચોરીની પ્લેટ લઈ લઈને કચોરીના ઘરાકો મોટી મોટી દુકાનોની આગળ ઊંભા રહી રહીને આરોગે! દુકાનોના માલિકોથી આ કઈ રીતે જોયું જાય?

જેમ દરેક ક્ષેત્રમાં સાહસિક મહિલાઓ પુરૂષો કરતાં અગ્રેસર રહી છે એમ કચોરી આરોગવાના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહી છે. સાહસિક મહિલાઓ, મોંઘામાં મોંઘા વસ્ત્રો પરિધાન કર્યાં હોવા છતાં તેઓ પોતાનાં અને અન્યનાં વસ્ત્રો દૂષિત થવાની પરવા કર્યા વગર મોકળા મનથી કચોરીનો સ્વાદ માણતી હોય એ દૃશ્ય જોઈને દરેક નાગરિકનું પેટ ગજ ગજ ફૂલવું જોઈએ. (જેનું પહેલેથી જ ફૂલેલું હોય એણે આ વાતની ઉપેક્ષા કરવી.)

કોઈના મનમાં જરૂર એવો સંશય ઉપસ્થિત થાય કેઃ ‘ખૂમચાની કચોરી ખાવામાં વળી સાહસની શી જરૂર? આ લીધી ને આ ખાઈ લીધી!’ પરંતુ ના, આ ખૂમચાની કચોરી ખાવાનું કાર્ય એટલું સરળ નથી. શુભ કાર્યમાં સો વિઘ્નો આવે એમ આ કાર્યમાં પણ અનેક વિઘ્નો ભાગ ભજવતાં હોય છે.

પહેલું વિઘ્ન તો કચોરી પ્રાપ્ત કરવામાં જ આવે. કચોરી માટે ઘરાકો પડાપડી કરતાં હોય, કોઈ ઘરાકનો માંડ માંડ વારો આવ્યો હોય, એની અને કચોરીની વચ્ચે નામનું જ અંતર રહ્યું હોય અને એ જ ક્ષણે કોઈ બીજું જ ઘરાક આડો હાથ નાખીને એ કચોરી પ્રાપ્ત કરી લે એ વિઘ્ન વિષે શું કહેવું?

કોઈ, ગમે તેમ કરીને કચોરી તો પ્રાપ્ત કરે અને એ કચોરી આરોગે તે પહેલાં પણ વિઘ્ન આવી શકે છે. એ વિઘ્ન ગાય રૂપે પણ આવે. કોઈ, પ્લેટમાંથી સો સો રસ ટપકતી કચોરી ઉપાડીને મુખમાં મૂકવાની તૈયારીમાં જ હોય એ જ વેળાએ ‘ગાય આવી, ગાય આવી’ ના સાદ સંભળાય તો એ કરી કરીને શું કરે? એણે પોતાની નિર્ણયશક્તિને કામે લગાડવી પડે કે નહીં? જો એ ક્ષણે કચોરી આરોગવાની તીવ્ર ઈચ્છા ધરાવનાર દ્વારા માત્ર કચોરીને મહત્ત્વ આપવામાં આવે અને ગાયની અવગણના કરવામાં આવે તો એવું પણ બની શકે કે કચોરી આરોગનારના મુખમાં કચોરી પહોંચે તે પહેલાં જ ગાયનું શીંગડું એના કોઈપણ અંગ સુધી પહોંચી જાય! આ કપરી વેળાએ એ ન તો કચોરીને પોતાના મુખમાં મૂકી શકે કે ન તો એને ફરીથી પ્લેટમાં મૂકી શકે. એણે જે તે સ્થિતિમાં જ અન્ય સ્થાન તરફ ગતિ કરવી પડે. આવો કચોરી વિરહ તો જેણે ભોગવ્યો હોય એ જ જાણે. ઓલ્યો મૂરખ મનમાં શું આણે!

વિઘ્ન ધક્કા રૂપે પણ આવી શકે. કોઈ, કચોરી આરોગવાની તૈયારીમાં હોય એ જ ક્ષણે એને બીજાનો ધક્કો વાગે અને કચોરી એના મુખ તરફ ગતિ કરવાના બદલે એના કપાળ તરફ ગતિ કરે એમ પણ બને! વિઘ્ન વાહન રૂપે આવી શકે, તગડા માણસ રૂપે આવી શકે, મોટું પોટલું લઈને નીકળેલા મજૂર રૂપે પણ આવી શકે.

વળી, કચોરી સેવન દરમ્યાન કોઈને હેડકી ઉપાડે ત્યારે એ ભીડ અને સંકડાશના કારણે જળપાન પણ ન કરી શકે. આ સંજોગોમાં પણ એ હેડકી ખાતાં ખાતાં પણ કચોરી આરોગે એ કાર્ય બિરદાવવા લાયક નથી?

પોતાના ઘરે ભોજન આરોગતી વખતે સો સો નખરા કરનારાં, આવાં વિઘ્નોનો સામનો કરીને પણ કચોરી આરોગે એ સાહસ નહિ તો બીજું શું કહેવાય?

અને, કચોરીવાળો ઓછો સાહસિક કહેવાય? જ્યાં કોઈ એમનેમ પણ ઊંભું રહેવાનું પણ પસંદ ન કરે એ જગ્યાએ એણે ધંધો જમાવ્યો. કોઈ કહેશે કે નસીબની વાત છે. કોઈ કહેશે કે પુરૂષાર્થની વાત છે. કોઈ વળી બંનેમાં પગ રાખશે.

જે હોય તે. એક વખત નામ થઈ જવું જોઈએ. કચોરીવાળો હોય કે કથાવાળો હોય! લડવાવાળો હોય કે લખવાવાળો હોય! માવાવાળો હોય કે ગાવાવાળો હોય!

નામ થઈ જવું જોઈએ. નામ થઈ જાય તો બરફના ગોળા વેચવાવાળો એ જ બરફના કારખાનાના માલિક કરતાં વધારે કમાઈ શકે! ચેવડો બનાવે કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો કારીગર. પણ એ વેચાય કોઈ એવા મોટા વેપારીની દુકાનેથી કે જે દુકાનનું નામ થઈ ગયું હોય. અજાણ્‌યા દરજીઓએ સીવેલાં કપડાં જાણીતી થઈ ગયેલી દુકાનેથી વેચાય. સાહિત્યકારનું પણ એક વખત નામ થઈ જાય પછી એનાં ગતકડાં પ્રકાશકો જ નહીં, વિવેચકો જ નહીં પણ ભાવકો દ્વારા પણ પોખાય!

એક વાર નામ થઈ જવું જોઈએ.

કોઈને ગાંડા કાઢતાં આવડતું હોય અને એમાં પણ જો એનું નામ થઈ જાય તો સુશ્રી વિદ્વતા પણ એના હસ્તાક્ષરો લેવા માટે ધક્કામુક્કી કરે!

કોઈ શક?