Safarma madel humsafar - 13 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | સફરમાં મળેલ હમસફર ભાગ-13

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સફરમાં મળેલ હમસફર ભાગ-13

સફરમાં મળેલ હમસફર

ભાગ -13

પાછળ જોયું

(મેહુલ પંદર દિવસ ટ્રેંનિગ લઈ, તે જ ટ્રેંનિગનો ઉપયોગ કરી સુહાની અને નિખિલ તથા તેના દોસ્તો પર નજર રાખે છે. એક સમય એવો આવે છે કે સુહાની મુસીબતમાં હોય છે, ત્યારે મેહુલ સમયસર ત્યાં પહોંચી સુહાનીને બચાવી લે છે. ભરતભાઇ પણ નિલાબેન સાથે પોતાના સમયમાં બનેલી ઘટનાની યાદો શૅર કરે છે, આ તો માત્ર ક્લાઈમેક્સ હતું દોસ્તો કહાની તો હવે શરૂ થશે, બધા જ કેરેક્ટરો દમદાર બની જશે અને બધા જ રહસ્યો સામે આવતા જશે. )

***

“આજ પછી તું ભૂલી જજે કે તે ટ્રેંનિગ લીધી છે અને તું મને પણ નહીં ઓળખતો, CID ના ‘C’ની પણ તને નહિ ખબર…. તું તારી જિંકલ સાથે રહી શકે છો, બહાર ફરવા જઈ શકે છો, ઈનફેક્ટ તારે હવે એક જૉબ શોધવાની છે, સામાન્ય માણસ જેમ જીવે તેમ જ સૌની સાથે ભળી જવાનું છે. ” રણજીતસિંહ મેહુલને સમજાવતા જતા હતા.

“આજથી તારું એક મિશન શરૂ થાય છે, મિશન “કાવેરી” , આ તેના કેસ રિલેટેડ ફાઇલો છે. ” રણજીતસિંહે ખૂબ જ ગંભીરતાથી કહ્યું.

“મિશન ‘કાવેરી’?” મેહુલે ચૂપકીદી તોડતા કહ્યું.

“હા, ગુજરાતની મોસ્ટ વોન્ટેડ ગર્લ, જે હજી એક્સપોઝ નહિ થઈ. મોટાભાગના ક્રાઇમમાં તેનો હાથ હોય છે પણ તેના વિરુદ્ધ કોઈ સબૂત નહિ મળતું અને તે ક્યાં રહે છે?, કોને મળે છે? તે કોઈ જાણી નહિ શક્યું. તારૂ એક જ કામ કે તેને ફોલોવ કરી કોઈપણ રીતે તેને એક્સપોઝ કરવી. ” રણજીતસિંહ વિગતવાર બધું સમજાવતા જતા હતા.

***

(ક્રમશઃ)

“કાવેરી, એટલા વર્ષ થઈ ગયા…તને કોઈની યાદ નહિ આવતી?” એક ખંડરમાં બેઠીને સાગર વાત કરી રહ્યો હતો. સાગર, તેની જિંદગીમાં સ્ટ્રગલ કરી રહ્યો હતો ત્યારે તેની મુલાકાત કાવેરી સાથે થઈ હતી.

“સાગર, તું મને હંમેશા મળવા બોલાવે છો પણ કંઈ કરતો તો નહિ, આમ એક વૈશ્ય સાથે બેસીને વાતો કરવામાં તને શું મળે છે?” કાવેરીએ સિગરેટ જલાવતા કહ્યું.

સાગરે કાવેરીના હાથમાંથી સિગરેટ લઈ લીધી “હું તને એ નહિ સમજતો અને મેં તને કેટલી વાર કહ્યું સિગરેટ છોડી દે, શા માટે આવું કરે છે?”

“કમબખ્ત યે એક સિગરેટ હી તો જીને કા સહારા હૈ, અબ ઇસે ભી છોડું તો કિસકે સાથ જીયું?” કાવેરીએ એક અલગ છટાંથી કહ્યું, કાવેરીને આમ શાયરી કહો કે ગઝલ, તેવી રીતે વાતો કરવાની આદત હતી, તેથી તે વાત વાતમાં આવા શબ્દોનો ઉપયોગ કરતી.

“તારી આ વાતો હું ક્યારેય નહિ સમજી શકું કાવેરી” થોડીવાર સાગર શાંત બેસી રહ્યો, પછી કંઈક યાદ આવતા ફરી બોલ્યો “તે જવાબ ન આપ્યો કાવેરી, તને કોઈની યાદ નહિ આવતી?”

“બસ, તારે એ જાણવાની જરૂર નહિ, કઈ હોય તો બોલ નહીંતર તારો સમય પુરો થાય છે. ” કાવેરીએ ઉદ્વંડ અવાજે કહ્યું.

“આલે” સાગરે પાકિટમાંથી ₹5000 નું પેકેટ કાઢી કાવેરીના હાથમાં રાખ્યું. સાગરે કાવેરીની આંખોમાં આંખ પરોવી, સાગરની આંખો ઘણુંબધું કહી રહી હતી પણ કાવેરીની આંખો એ સાંભળવા તૈયાર ન હતી. બંને ખંડેરમાંથી બહાર નીકળ્યા, સાગર તેની બાઈક પર બેસી નીકળી ગયો અને કાવેરી પોતાની બ્લેક મર્સીડીમાં બેઠી, કમરમાંથી ગન કાઢી આગળ મૂકી અને શહેર તરફ જવા નીકળી.

ગોધરા અને લુણાવાડાનો સુનસાન જંગલ વિસ્તાર અને તેની વચ્ચે બ્લેક મર્સીડીમાં એકલી ચોવીસેક વર્ષની રૂપમતી કહી શકાય તેવી કાવેરીએ ગુજરાતના બધા જ શહેરોમાં પોતાનો દબદબો જમાવ્યો હતો, કોઈપણ ક્રાઇમમાં કાવેરીનો હાથ હોય જ, કાવેરીનું નેટવર્ક જ એટલું મોટું હતું કે તેનાથી કોઈ બચી શકતું નહિ.

કાવેરી કોણ છે, ક્યાં રહે, કોને મળે તે હજી કોઈ જાણી શક્યું નથી. આજે અમદાવાદ હોય તો કાલે ભાવનગર હોય અને પછીના દિવસે ગુજરાત બહાર પણ હોય. લગભગ કોઈ એવું શહેર નહિ હોય જ્યાં કાવેરીનું ચાલતું ના હોય, બસ એક શહેરને બાદ કરતાં, કારણ કે એક જ શહેર એવું હતું જ્યાં કાવેરી જતી નહિ અને કદાચ જવા માંગતી નહિ.

કાવેરી એક એવી છોકરી હતી જેને પોતાની જિંદગીની પડી જ ન હતી, કાલે શું થશે તે જાણતી ન હતી. કાવેરીએ લગ્ન ન’હતા કર્યા અને તેથી જ તે એક સશક્ત નારી હતી, જોકે તે માત્ર રૂપથી જ નારી હતી, વિચારો તો પુરુષને પણ પછાડી દે એવા હતા, કાવેરીના કાવતરાથી આજ સુધી કોઈ બચી શક્યું નહિ. કાવેરીના મુખ્ય બે હથિયાર હતા એક તેનું રૂપ અને બીજુ તેનો સ્વભાવ.

કોઈ પણ કાવેરીને જોઈને દંગ રહી જાય તેવા બોલ્ડ કપડાં અને બોલ્ડ અદાઓ, કાવેરી ડ્રેસ પહેરે કે સાડી, જીન્સ પહેરે કે ટૂંકા શોર્ટ્સ બધા જ કપડામાં તે એડજસ્ટ થઈ જતી. વાળ હંમેશા ખુલ્લા અને ચહેરા પર જરા પણ મેકઅપ નહિ, છતાં એટલી સુંદર કે તે ધારે તેને પોતાના જાળમાં ફસાવી લેતી. કેટલીક વાર તો કાવેરી પોતાની ચાલ અને સુડોળ શરીર બતાવી ને કામ ચલાવી લેતી. કાવેરી પાસે તેનું રૂપ હથિયાર હતું તો તે જ રૂપ તેની કમજોરી પણ હતું કારણ કે કાવેરી લસ્ટનો શિકાર થઈ ગયેલી હતી.

એવું ન હતું કે સૌની સામે પોતાના હુસ્નની નુમાઈશ કરતી, પણ ક્યારેક એવો સમય આવતો જ્યારે કાવેરીના મગજમાં આ લસ્ટ સિવાય બીજું કાંઈ આવતું જ નહિ અને ત્યારે તે કમજોર પડી જતી અને તે કમજોરીથી બચવા જ કાવેરીએ પોતાને વૈશ્યનો દરજ્જો આપી દીધો હતો.

સાગર, વડોદરાના એક ઓર્ફનેઝમાં મોટો થયેલો, મમ્મી-પપ્પા, ભાઈ-બહેન જેવા સંબંધોથી તે અંજાન હતો. હાલમાં તો બાવીશ વર્ષનો સાગર પોસ્ટ ગ્રેજ્યુએશન સાથે જોબ પણ કરે છે. ઓર્ફનેઝ જ તેનું ઘર અને એ જ તેના મામાનું ઘર, જૉબ કરીને જે ઇન્કમ થતી તેનો એક હિસ્સો આ ઓર્ફનેઝમાં જતો.

એક મહિના પહેલાની વાત છે, સાગરને બે મહીનાથી જોબ મળતી ન હતી અને તેને પૈસાની ખૂબ જ જરૂર હતી. તે પૂરો દિવસ જૉબ શોધતો અને જ્યારે ઉદાસ ચહેરે ઓર્ફનેઝ પહોંચતો ત્યારે સૌની ભૂખ પણ આ ચહેરો જોઈની મરી જતી.

જ્યારે માણસ લાચાર હોય છે ને બૉસ ત્યારે તેનો ચહેરો કોઈ દિવસ ન જોઈ શકાય તેવો હોય છે અને આ જ લાચાર માણસ જ્યારે સક્ષમ બને છે ત્યારે તે બીજા કોઈ લાચાર માણસને જોઈ શકતો નહિ. પછી ભલે લાચારી માનસિક, શારીરિક યા આર્થિક હોય અને આવું જ કંઈક સાગર સાથે થયું.

ઓર્ફનેઝના ડોનેશન માટે તેને વડોદરાથી ગોધરા જવું પડ્યું અને ત્યાં તેની મુલાકાત કાવેરી સાથે થઈ. ડોનેશન ન મળવાને કારણે સાગર ઉદાસ થઈ રાત્રીના અગિયાર વાગ્યે હાઇવેના ડિવાઈડર પર બેઠો હતો, દાહોદથી હજી હિંમતનગર જવાનું હતું પણ સાગરને આજે કઈ ભાન ન હતું, ડિપ્રેશનનો શિકાર થઈને બેસી રહ્યો.

બાજુમાંથી એક બ્લેક મર્સીડી ફૂલ સ્પીડમાં પસાર થઈ, આગળ જતાં અટકી અને સાગર જ્યાં બેઠો હતો ત્યાં સુધી પાછળ આવી. દરવાજો ખુલ્યો તો અંદર એક છોકરી બેઠી હતી.

“ઓય, મિસ્ટર કેમ ઉદાસ બેઠા છો?, આવવું છે?” બિન્દાસ અવાજે તેણે કહ્યું. સાગરને કઈ વિચાર જ ન આવ્યો અને તે દરવાજો ખોલી કારમાં બેસી ગયો.

“હાઈ, મારુ નામ કાવેરી. ” કાવેરીએ કાર ડ્રાઇવ કરતા કહ્યું.

“સાગર. ” “નાઇસ ટુ મિટ યુ સાગર” “સેમ ટુ યુ”

“આનાથી આગળ મને અંગ્રેજી નહિ આવડતું. ” કાવેરી હસતા હસતા બોલી. સાગર ચૂપ બેસી રહ્યો. કાવેરી ફરી બોલી “ક્યાં જવું છે?”

“જી, હિંમતનગર. ” સાગરે એ જ અવાજમાં કહ્યું.

“કેમ આમ ઉદાસ છો બકા?” કાવેરીએ તેના બિન્દાસ સ્વભાવે કહ્યું. સાગર કાવેરી સામે જોઈ રહ્યો, આમ રાતનો સમય, કોઈ સાથે નહિ અને આવો સ્વભાવ સાગરે પહેલી વાર જોયો હતો. એક તો ડિપ્રેસ હતો અને સામેથી કોઈએ આવો સવાલ પૂછ્યો. તે બિલકુલ પિઘળી ગયો. બધી જ વાત કાવેરીને કહી દીધી.

“આ લાચારી પણ સાલી કેવી ચતુર છે, જેની પાસે જાય છે પોતાના વશમાં કરી લે છે. ” કાવેરીએ તેની અલગ જ અદામાં કહ્યું.

“ડ્રાઇવિંગ ફાવે છે?” કાવેરીએ પૂછ્યું. સાગરે ના પાડી એટલે કાવેરીએ ડ્રાઇવિંગ કરતા જ સિગરેટ જલાવી.

“ચાલશે?” કાવેરીએ એક ક્રશ મારી પૂછ્યું.

“ના, હું નહિ પીતો” સાગરે કહ્યું.

“આજ પીલે, ટેંશન ઓછું થઈ જશે. ” કાવેરીએ ફોર્સ કર્યું. સાગરે સિગરેટ લઈ એક દમ ખેંચ્યો તો ઉધરસ આવી ગયી અને ધુમાડો નાકથી બહાર નીકળી ગયો.

“ઓય ઓય આ પાણી નહિ કે પેટમાં ઉતારવાનું હોય, તું રહેવા દે બકા. ” કાવેરીએ સિગરેટ લઈ લીધી.

“હા તો તારે કેટલા રૂપિયાની જરૂર છે?” કાવેરીએ પૂછ્યું

“દસ હજાર” સાગરે કહ્યું

“હું આપી શકું પણ એક શરત પર” કાવેરીએ કહ્યું.

“મને બધી જ શરત મંજુર છે” સાગરે ઉતાવળથી કહ્યું.

“ઓકે” કહી કાવેરીએ કાર રોડની સાઈડમાં ઉભી રાખી અને બંધ કરી દીધી.

કાવેરીએ સિગરેટ કાચ નીચે કરી સિગરેટ બહાર ફેંકી અને કહ્યું “લેટ્સ હેવ ફન. ”

“વૉટ?” સાગરે અચંબિત થતા પૂછ્યું.

“યસ, વન નાઈટ સ્ટેન્ડ” હવસની આડમાં કાવેરીએ સાગરને પોતાના તરફ ખેંચતા કહ્યું.

“નો, આઈ એમ નોટ રેડી. ” સાગરે કાવેરીને દૂર ખસેડી.

“તારે, દસ હજારની જરૂર છે બકા, કામ કર્યા વિના તો નહીં જ મળે. ” કાવેરીએ સાગરના સાથળ પર હાથ ફેરવતા કહ્યું.

“નહિ જોઈતા દસ હજાર, તમે જઈ શકો છો. ” સાગરે દરવાજો ખોલ્યો અને નીચે ઉતરી ગયો. કાવેરી ધારે તેને પોતાના વશમાં કરી લેતી પણ સાગર!, સાગર કંઈક અલગ જ હતો તે આવા દુષણથી દુર રહેલો નહીંતર આમ સામેથી કોઈ આમંત્રણ આપે તો કોઇ મૂર્ખ જ ના કહે.

સાગર આગળ જઇ કિલોમીટરના પથ્થર પર બેઠો જ્યાં હિંમતનગર 40 કિલોમીટર લખેલું હતું. કાવેરીએ વિચાર કર્યો, કાર આગળ ચલાવી અને સાગર પાસે ઉભી રાખી.

“હેય, અંદર આવી જા” કાવેરીએ બટન દબાવી દરવાજો ખોલ્યો.

“ના, હું એવો છોકરો નહિ…મારે તમારા દસ હજાર નહિ જોઈતા. ” સાગરે આંખો ઝુકાવી કહ્યું. કાવેરી હસવા લાગી અને કહ્યું “કઈ જ નહિ થાય ચલ બેસ હવે નોટંકી કરમાં. ”

“પાક્કું ને?” સાગરે ફરી પૂછ્યું.

“આવવું છે?” કાવેરીએ અવાજ ઊંચો કરી પૂછ્યો. સાગરે એક સ્માઈલ કાવેરી તરફ ફેંકી અને કારમાં બેસી ગયો.

ત્યાંથી હિંમતનગર સુધી બંને વચ્ચે વાત જ ન થઈ, કાવેરી સાગર સામે જોઈ રહેતી અને હસતી જતી હતી તો સાગર પણ કાવેરીની આંખોમાં આંખ મેળવતો જતો હતો. કારથી નીચે ઉતરતા પહેલા કાવેરીએ દસ હજારનું એક પેકેટ સાગરના હાથમાં આપ્યું, સાગરે કાવેરીનો નંબર લીધો અને તે રૂપિયા પરત કરશે તેવી બાંહેધરી આપી. કાવેરીને પણ સાગરનો સ્વભાવ અને તેની પ્રામાણિકતા સ્પર્શી ગયી હતી.

ધીમે ધીમે કાવેરી અને સાગર વચ્ચે મોબાઈલમાં વાતો થવા લાગી. કાવેરીને સાગરનો સરળ સ્વભાવ અને નિખાલસતા દેખાવવા લાગી હતી, સાગર જ્યારે વાતો કરતો ત્યારે તે ન તો એવી કોઈ ટ્રીપિકલ વાતો કહેતો, ના તો કાવેરીને સારી લગાવવા વાતો કહેતો, જેમ એક યંગર્સને લાઈફ બનાવવાનું ટેંશન હોય અને તે ટેંશન સાથે જીવતો હોય તેવી રીતે વર્તતો.

હવે જ્યારે પણ કાવેરી એ રુટ પરથી પસાર થતી, સાગરને મળતી જ અને સાગરને એક જ સવાલ પૂછતી “સાગર, તું મને હંમેશા આવે છો પણ કંઈ કરતો તો નહિ, આમ એક વૈશ્ય સાથે બેસીને વાતો કરવામાં તને શું મળે છે?” કાવેરી એવી વ્યક્તિ હતી જે પોતાના માથે વૈશ્યનું લેબલ લગાવી ખુશ હતી અને તેને કોઈની સિમ્પથી કે નફરતથી કોઈ તકલીફ ન થતી.

“જિંદગીમાં હંમેશા ખુશ રહેવું જોઈએ” આ વાક્ય જેણે આપ્યું હશે તેણે પોતાની જિંદગી કેવી રીતે જીવી હશે તે જ જાણતો હશે. તેવી જ રીતે આ કાવેરી આવી રીતે વર્તતી થઈ, તેનું કંઈક કારણ રહ્યું હશે.

***

“સર, મે આઈ કમિન?!!!” રૂમનો દરવાજો ખુલ્લો હતો તેથી દરવાજા પર નૉક કરતા મેહુલે પૂછ્યું. રણજીતસિંહ કબાટમાં કંઈક શોધી રહ્યા હતા, તેમાં જ વ્યસ્ત રહી મેહુલને અંદર આવવા ઈશારો કર્યો.

“મેહુલ તારી ટ્રેનિંગ પુરી થઈ ગયી, કેવી રહી ટ્રેંનિગ?” રણજીતસિંહે એક ફાઇલ હાથમાં લીધી અને તેમાં જ ધ્યાન પોરવતા વાત શરૂ કરી.

“શરૂઆતમાં પ્રોબ્લેમ થઈ પણ જેમ જેમ જવાબદારી સમજાતી ગયી તેમ તેમ જુસ્સો વધતો ગયો. ” મેહુલે શાંત અને પ્રામાણિકતા ભર્યા શબ્દોમાં કહ્યું. એક સમય એ હતો જ્યારે મેહુલે રણજીતસિંહ સાથે ગેરવર્તુણક કરેલી અને આજે એ જ મેહુલ રણજીતસિંહના કહ્યામાં હતો.

“હવે મને લાગી રહ્યું છે તને તારુ મિશન સોંપી દઉં, પેલું ટેબલનું ડ્રોવર ખોલ”

મેહુલે ટેબલનું ડ્રોવર ખોલ્યું તેમાં એક ગન અને તેના નામનો બેચ હતો, મેહુલે બંને વસ્તુ લીધી. રણજીતસિંહે તેના પોકેટમાંથી કારની ચાવી કાઢી અને મેહુલને આપી.

“ના, સર હવે હું મારી જવાબદારી સમજુ છું, મારે કારની જરૂર નહિ અને મને એટલી જ ફેસિલિટી મળવી જોઈએ જેટલી બીજા ઓફિસરને મળે. ” મેહુલે નરમ શબ્દોમાં કહ્યું.

“ના, આ તારા માટે નહિ, તારા મિશન માટે છે. તારે જરૂર પડશે. ” રણજીતસિંહે ખુલાસો કરતા કહ્યું.

“ઠીક છે સર. ” મેહુલે ચાવી લીધી. રણજીતસિંહ હાથમાં ચાર-પાંચ ફાઇલ લઈ આવ્યા. બધી ફાઇલ સામે કાચના ટેબલ પર મૂકી, મેહુલ પાસેથી તેનો બેચ પાછો માંગ્યો અને કહ્યું “આજથી તું CID ઓફિસર નથી”

મેહુલ થોડીવાર શાંત ઉભો રહ્યો, બેચ રણજીતસિંહના હાથમાં રાખ્યો અને ત્યાં જ ઉભો રહ્યો.

“આજ પછી તું ભૂલી જજે કે તે ટ્રેંનિગ લીધી છે અને તું મને પણ નહીં ઓળખતો, CID ના ‘C’ની પણ તને નહિ ખબર…. તું તારી જિંકલ સાથે રહી શકે છો, બહાર ફરવા જઈ શકે છો, ઈનફેક્ટ તારે હવે એક જૉબ શોધવાની છે, સામાન્ય માણસ જેમ જીવે તેમ જ સૌની સાથે ભળી જવાનું છે. ” રણજીતસિંહ મેહુલને સમજાવતા જતા હતા.

“આજથી તારું એક મિશન શરૂ થાય છે, મિશન “કાવેરી” , આ તેના કેસ રિલેટેડ ફાઇલો છે. ” રણજીતસિંહે ખૂબ જ ગંભીરતાથી કહ્યું.

“મિશન ‘કાવેરી’?” મેહુલે ચૂપકીદી તોડતા કહ્યું.

“હા, ગુજરાતની મોસ્ટ વોન્ટેડ ગર્લ, જે હજી એક્સપોઝ નહિ થઈ. મોટાભાગના ક્રાઇમમાં તેનો હાથ હોય છે પણ તેના વિરુદ્ધ કોઈ સબૂત નહિ મળતું અને તે ક્યાં રહે છે?, કોને મળે છે? તે કોઈ જાણી નહિ શક્યું. તારૂ એક જ કામ કે તેને ફોલોવ કરી કોઈપણ રીતે તેને એક્સપોઝ કરવી. ” રણજીતસિંહ વિગતવાર બધું સમજાવતા જતા હતા.

“પણ તેના માટે હું જ કેમ?” મેહુલે સવાલ કર્યો.

“આજ સુધી જે કોઈ તેને મળ્યું છે, તે ક્યાં તો તેને સાથ આપવા લાગ્યું છે અને ક્યાં તો ગુમ થઈ ગયેલ છે, ડિપાર્ટમેન્ટના ઘણાલોકો તેના કોન્ટેક્ટમાં આવેલા પણ તેઓ તે તરફ થઇ ગયેલા છે અને તને એટલે જ સૌની સામે નહિ લાવવા માંગતો. ” રણજીતસિંહે એક શ્વાસે કહ્યુ.

“સર, હું એક્સપોઝ કરીશ આ કાવેરીને” મેહુલે મક્કમતાથી કહ્યું.

“મેહુલ, એક વાતનું ધ્યાન રાખજે તે લસ્ટનો શિકાર થયેલી છે અને મને વિશ્વાસ છે એ આ હથિયારનો તારા પર પણ પ્રયોગ કરશે જ. ” રણજીતસિંહે ચેતવણી આપતા કહ્યું.

“સર, આ કાવેરીને જ્યાં સુધી એક્સપોઝ ના કરું ત્યાં સુધી હું જંપીશ નહિ” મેહુલે સરને સલામી આપી, એ જ અટ્ટીટ્યુડમાં મેહુલ ત્યાંથી બધી ફાઈલો લઈ નીકળી ગયો. મેહુલને ખબર ન હતી કે આ કાવેરી નામના મિશન પર નહિ પણ સંબંધોના મોટા ચક્રવ્યૂહમાં ફસાવા જઇ રહ્યો છે. બધી ફાઇલ સામે પડેલી વાઇટ મર્સીડીમાં રાખી, ગન કડે લગાવી મેહુલ કાર લઈ ફ્લેટ પર આવ્યો, હજી મેહુલ ફાઇલ ખોલવા જઇ રહ્યો હતો ત્યાં મેહુલનો ફોન રણક્યો.

“મેહુલ, તારે આવું જ કરવાનું હતું?” સામે જિંકલ રિસાઈને બેઠી હતી.

“સૉરી યાર કામમાં વ્યસ્ત હતો” મેહુલે સફાઇ આપતા કહ્યું.

“એક મહિનાથી?, તે તો કહ્યું હતું પંદર દિવસ નહિ મળી શકીએ, મને લાગ્યું થોડું વધારે કામ હશે એટલે વિસ દિવસ થાય પણ એક મહિનામાં તે એકવાર પણ મળવાની ટ્રાય ન કરી યાર?” જિંકલના અવાજમાં ભીનાશ હતી, દૂર રહેવાની ઉદાસી હતી અને સાથે સામેથી આવા વર્તનનું દુઃખ હતું.

મેહુલ જિંકલના અવાજ પરથી કળી ગયો કે જિંકલનો મૂડ કેવો છે. “અત્યારે આપણે ડિનર માટે મળી રહ્યા છીએ, તૈયાર થઈ જા હું તને પિક કરવા આવું છું. ”

જિંકલ એક પણ શબ્દના બોલી અને બંનેના કૉલ કટ થઈ ગયા. મેહુલે ફાઇલ બંધ કરી બધી જ ફાઈલો કબાટમાં મૂકી, સામે ગાર્ડનમાં ગયો જ્યાં સુહાની અને અનિતા વાતો કરી રહ્યા હતા.

મેહુલે ત્યાં જઈ સુહાનીના ખબર પૂછ્યા, તે હવે સારું ફિલ કરી રહી હતી. મેહુલે તેને જિંકલની વાત કહી, સુહાની આ વાત જાણી થોડી દુઃખી થઈ કારણ કે તેની અને નિખિલ વચ્ચે આજે આવું જ કંઈક થયું હતું બંનેના રિલેશનનું એક વર્ષ આવી રીતે પૂરું થશે તેણે ધાર્યું ન હતું.

મેહુલે તે બંનેને સાથે આવવા કહ્યું પણ અનિતાને એક કેસ સ્ટડી કરવાનો હતો તેથી તે આવી શકે તેમ ન હતી, મેહુલે નિખિલને સાથે લેવા કહ્યું તો સુહાનીએ ના પાડી, પણ નિખિલ દોષી નહિ તે મેહુલ જાણતો હતો એટલે તેણે નક્કી કાર્યુ હતું કે બંનેને છુટા નહિ પડવા દે.

મેહુલ અને સુહાની બંને કારમાં બેસી જિંકલના ઘર તરફ અગ્રેસર થયા. રસ્તામાં સુહાની મેહુલ સામે એકીટશે જોઈ રહી હતી. કદાચ મેહુલ પ્રત્યે તે કઈક ફિલ કરવા લાગી હતી. મેહુલ જે રીતે તેની સાથે વર્તન કરતો, જે રીતે તેણે સુહાનીને બચાવી તે પરથી કોઈ પણ છોકરીને ફીલિંગ આવે જ.

જિંકલ ફોન કટ કરી કાચ સામે ઉભી રહી, આમ તેમ વાળ વ્યવસ્થિત કર્યા અને કાચમાં જ આંખ મારી ઘરની બહાર આવી. ગેટની બહાર નીકળતા તેણે ઠંડી મહેસુસ કરી, ઠંડો પવન તેના ગાલને સ્પર્શીને કાન પાસેથી વાળ સાથે રમત કરતો પસાર થઈ જતો હતો, જમણી બાજુ તેણે નજર કરી તો તેને તે દિવસનું દ્રશ્ય આંખો સમક્ષ આવી ગયું જ્યારે એક મહિના પહેલા મેહુલ અને જિંકલની મુલાકાત થઈ હતી. જિંકલ વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં એક વાઇટ મર્સીડી તેની બાજુમાં આવી ઉભી રહી.

મેહુલ તે કારમાંથી નીચે ઉતર્યો અને સીધો જિંકલને ભેટી ગયો “તને કેટલી મિસ કરી યાર, તારા વિના એક પળ એક કલાક જેવી લાગતી હતી, સમય તો જતો હતો પણ હું અટકી ગયો હતો, આઈ લવ યુ, આઈ લવ યુ સો મચ…” મેહુલ જિંકલને પોતાની બાહોમાં લઈ બધું જ ભૂલી ગયો.

“બસ બસ હવે રહેવા દે, આટલુ બધું માખણ ન લગાવ” જિંકલે મેહુલને ખસેડતા કહ્યું.

“તને સાચું નહિ લાગતું, જો એકવાર મારી આંખોમાં જો, આ આંખો કોઈકને જોવા માટે કેટલી તરસેલી છે” મેહુલે જિંકલની આંખોમાં આંખ પરોવી, જિંકલ ત્યાં જ પીઘળી ગયી, મેહુલની આંખોમાં એટલી બેચેની તેણે પહેલી વાર જોઈ હતી, તે જાણતી જ હતી કે મેહુલને તેના વિના નહિ ગમતું હોય પણ મેહુલ આટલો સિરિયસ થઈ જશે એ વાત તે ન’હતી જાણતી.

જિંકલે બીજો હાથ મેહુલના હાથમાં આપ્યો, પછી મેહુલને પોતાના તરફ ખેંચી ગળે વળગી ગયી, એક મહિનાનો વિરહ એક મિનિટમાં ખતમ થઈ ગયો. કારમાં બેસેલી સુહાની આ બધું જોઈ રહી હતી, તેની આંખોમાંથી આંસુઓનું ઝરણું વહેવા લાગ્યું. તેણે શું ભૂલ કરી હતી તેણે પણ નિખિલ પર હદ બહારનો ટ્રસ્ટ કર્યો હતો.

મેહુલ અને જિંકલ પાસે આવ્યા તો બાજુની સીટમાંથી ઉભી થઇ સુહાની પાછળની સીટમાં બેસવા નીચે ઊતરી. જિંકલે તેને અટકાવી અને આગળ જ બેસવા કહ્યું, પાછળનો દરવાજો ખોલી બેસી ગયી અને કહ્યું, “ડ્રાઇવર કોઈ અચ્છે સે રેસ્ટોરન્ટ પે કાર લે ચલો. ” આ સાંભળી ત્રણેય હસી પડ્યા. “જેસા આપ કહો મેમ” મેહુલે પણ તેવો જ જવાબ આપ્યો. મેહુલ એક સાથે ઘણાબધા કામ કરવાનું નક્કી કર્યું હતું. રેસ્ટોરન્ટ પર બંનેને બેસારી, એક મિનિટનું કામ છે એમ કહી મેહુલ નિખિલને લેવા નીકળી ગયો.

દસ મિનિટમાં નિખિલને લઈ મેહુલ આવ્યો, નિખિલને હજી હેંગઓવર હતો, તે બેભાન અવસ્થા જ હતો. નિખિલને જોઈ સુહાની ઉભી થઇ ગયી, તેની પાસે જઈ એક તમાચો તેના ગાલ પર ચોડી દીધો. નિખિલનો બધો નશો એક જ સેકેન્ડમાં ઉતરી ગયો, તે આંખો ચોળવા લાગ્યો.

મેહુલે સુહાનીને સમજાવતા કહ્યું, “સુહાની આમાં નિખિલની ભૂલ નહિ, એક કામ કર જો સામેનું ટેબલ છે ત્યાં બેસી નિખિલને બધી વાતો કહી દે અને હું તને ઓડિયો રેકોર્ડિંગ સેન્ડ કરું છું તે પણ સંભળાવી દેજે. ” સુહાની નિખિલને લઈ બીજા ટેબલ પર બેસી ગયી, અહીં મેહુલ જિંકલ સાથે બેસી તેને મનાવી રહ્યો છે.

“હવે કઈ બોલીશ તું જિંકલ?” પાંચ મિનિટ બંને મૌન રહ્યા પછી મેહુલ બોલ્યો.

“શું કહું?, એમ કે છેલ્લા એક મહિનામાં તારા વિના ખૂબ જ મજા આવી, એક મહિના રજા હતી તેવું લાગ્યું કે પછી એમ કહું કે હું હવે હોસ્ટેલમાં રહેવા જવાની છું, કાલથી. !!!” જિંકલે ચુપકીદી તોડતા કહ્યું.

“શું, તું હોસ્ટેલમાં રહેવા જાય છે?, કેમ અહીં કઈ પ્રોબ્લેમ છે?” મેહુલે પૂછ્યું.

“ના, પ્રૉબ્લેમ નહિ…. પણ આ બધું હું તને કેમ કહું છું?,,, ” જિંકલે મોં ફેરવી લીધું.

“પછી હું તને મારી વાત કહીશ ને તારે મારી વાતો સાંભળવી હોય તો મને કહેવું પડશે. ” મેહુલને ખબર હતી કે જિંકલ મેહુલની વાત જાણવા ઉત્સુક હશે.

“તારી વાત સાંભળવામાં મને કોઈ રસ નહિ” જિંકલે મજાક કરતા કહ્યું.

“સૉરી બાબા, બોલને યાર તું નહિ કહે તો મને ચૅન નહિ પડે, જો મારા પગ ધ્રુજવા લાગ્યા. ” મેહુલે પગ તરફ ઈશારો કરતા કહ્યું.

જિંકલ હસી પડી, મેહુલને બીજું શું જોતું હતું, મેહુલે જિંકલના હાથ પર હાથ રાખ્યો, બંનેની નજર એક મિનિટ માટે મળી અને એ એક મિનિટમાં બધું જ સમજાઈ ગયું.

“મારી કૉલેજ રિંગરોડ પર છે અને તે મારા ઘરથી દૂર છે, મેં પાપાને કહ્યું હતું તો પાપાએ હોસ્ટેલમાં રહેવા સલાહ આપી અને કાલથી હું હોસ્ટેલમાં રહેવા જાઉં છું. ” જિંકલે કહ્યું.

મેહુલની આંખો પોહળી પડી ગયી, તે આ ખુશી સહન ન કરી શક્યો અને જોરથી બોલ્યો “યાર, હું પણ ત્યાં જ રહું છું. ”

“વૉવ, આપણે રોજે મળશું એમ” જિંકલ પણ ખુશ થઈ ગયી.

“તું એક મહિનો ક્યાં હતો?” જિંકલે સવાલ પૂછ્યો. મેહુલ ગંભીર થઈ ગયો, બે ઘડી વિચાર કર્યો અને બધી જ વાત જિંકલને જણાવવાનું નક્કી કર્યું.

(ક્રમશઃ)

તો ફાઇનલી મેહુલને તેનું મિશન મળી ગયું, જેના માટે તેણે CID જૉઇન કરી હતી. હવે જ્યારે કાવેરી અને મેહુલ સામે આવશે ત્યારે શું થશે?, શું મેહુલ કાવેરીને એક્સપોઝ કરી શકશે? કે પછી મેહુલ પણ બીજા લોકો જેમ કાવેરી સાથે ભળી જશે. મેહુલ અને કાવેરીની ટક્કર થશે તો?, બંને શાતીર દિમાગના છે, બંને એકબીજાથી ચડિયાતા છે. તો જીત કોની થશે?

કોઈની ભી ટક્કર થાય જીત તો પ્રેમની જ થવાની છે. એટલે જ કોઈએ કહ્યું છે ને “એક બાજીના બે રમનારા, કોઈ જીતે તો કોઈ હારે, પણ પ્રેમની બાજી તો સૌથી ન્યારી, કાં તો બંને જીતે કાં તો બંને હારે. !!!

આજે મને જણાવતા એટલી ખુશી થાય છે કે વાત ન પૂછો, એક લેખકે મને તેનું મંતવ્ય આપતા કહ્યું “ખરેખર તમારી સ્ટોરી વાંચી લખવાની પ્રેરણા મળે છે. ” હવે એનું નામ તો ન જણાવી શકું પણ તેનો આભાર અહીં માની શકું.

Thank you,

-Mer Mehul