Agyaat Sambandh - 18 in Gujarati Fiction Stories by Shabda Sangath Group books and stories PDF | અજ્ઞાત સંબંધ - ૧૮

Featured Books
Categories
Share

અજ્ઞાત સંબંધ - ૧૮

પ્રકરણ-૧૮

દહેશતભર્યો લગ્નોત્સવ

(રણજિત અને આહિર જ્યારે રતનસિંહની ગુફાએ પહોંચે છે ત્યારે ત્યાં ખૂબ વિચિત્ર વાતાવરણ હોય છે. રતનસિંહ અંદર કંઈક રહસ્યમય વિધિ કરી રહ્યો હોય છે એટલે બંને ઇન્સ્પેક્ટરો બહાર મંકોડી પાસે રાહ જોતાં બેસી રહે છે. બીજી તરફ વનરાજ અને રિયા દિવાનગઢમાં પ્રવેશે છે ત્યારે જ તેમની કારને અકસ્માત નડે છે, પણ બંને બચી જાય છે. આ તરફ વિધિ પતાવ્યા બાદ રતનસિંહ બંને ઇન્સ્પેક્ટરોને ઈશાનની સાચી હકીકત જણાવે છે કે પોતે કેવી રીતે ઈશાનના શરીરમાં પ્રવેશીને લોકેટ મેળવ્યું હતું. રતનસિંહના લોકેટ મેળવવાનું કારણ હોય છે દિવાનસિંહ ! હવે આગળ...)

ભંડારીબાબા ધ્યાનમગ્ન હતા અને અચાનક એમની આંખો ખુલી ગઈ. કોઈક અજાણી ચિંતા એમના ચહેરા પર સાફ દેખાતી હતી. એમનો દેખાવ સાવ અલગ હતો. તેઓ બીજા બાબાની જેમ નહોતા રહેતા. બધાથી અલગ તરી આવતા હતા. મેચિંગ વગરનાં કપડાં જાણે એમની ખાસીયત બની ગઈ હતી. આજે એમણે કાળા રંગનો શર્ટ અને લીલા રંગનું પેન્ટ પહેર્યું હતું. લાંબા વાંકડિયા વાળ, લાંબી અવ્યવસ્થિત દાઢી ઉપરાંત ગળામાં આકડાનાં પાનની માળા હતી. તેમના ડાબા હાથમાં પાંચ આંગળી હતી અને પાંચમી આંગળીમાં એક લીલા ડાયમંડવાળી વીંટી પરોવાયેલી હતી.

આ ગયે હૈ વો... એક બલા તો ટલ ગઈ, પર અભી તો ઔર મુસીબતે આને વાલી હૈ. કો અબ સાથ રહેના હૈ, નહીં તો તૂટ જાયેંગે ઔર કભી નહિ મિલેંગે.” બાબાનો ચહેરો એકદમ વ્યગ્ર બન્યો.

અને ત્યારે જ અચાનક એક સ્ત્રીનો પડછાયો ત્યાંથી પસાર થયો.

***

રિયા અને વનરાજ બચી તો ગયાં, પણ અત્યારે કશું જ વિચારવાની હાલતમાં નહોતાં. રિયા તો આ અકસ્માતની ભયાનકતા જોઈને જ બેભાન થઇ ગઈ હતી, જયારે વનરાજને ધીમે-ધીમે કળ વળી હતી. તેણે આજુબાજુ નજર દોડાવી, પણ બધે જ સુનસામ હતું. વનરાજ બહારથી સામાન્ય દેખાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ અંદરથી એ ખૂબ ડરી ગયો હતો. જો કારની સેફ્ટી સિસ્ટમ બરોબર ન ચાલી હોત તો ? એ વિચારીને વનરાજ ગભરાઈ ગયો હતો.

વનરાજ અને રિયાનો આટલો ભયાનક અકસ્માત થયો હોવા છતાં તેમને એક પણ ખરોંચ નહોતી આવી એ તેમના માટે આશ્ચર્યની વાત હતી. વનરાજે આજુબાજુ નજર દોડાવી, પણ કોઈ ના દેખાયું. રિયાને જોઈ રહ્યો. ચહેરા પર એક નાનો ઘાવ હતો. એનાં વાળ હવામાં ડી રહ્યાં હતાં અને બે-ચાર લટો એના કપાળને ઢાંકવા માટે પવન જોડે નિર્થક યુદ્ધ કરી રહી હતી. એના ચહેરા પર થોડો તડકો ફેલાયો હતો જે એના ગોરા ચહેરાને ઓર નીખારતો હતો. એ બેહોશ હોવા છતાં એનાં ચહેરા પરનાં ડરનાં ભાવોનાં દિલમાં રહેલાં ડરની ચાડી ખાઈ રહ્યાં હતાં.

વનરાજ વિચારી રહ્યો કે આ નિર્દોષ છોકરીએ કોઈનું શું બગાડ્યું હશે તે એનાંવાં હાલ થયાં ! અચાનક એને કોઈના પગલાંનો અવાજ સંભળાયો. એણે જોયું તો કોઈક તાંત્રિક હોય એવો આદમી એની તરફ આવી રહ્યો હતો. એ બીજું કોઈ નહિ, પણ રતનસિંહ હતો.

તમારી મુસીબતો હજુ વધવાની છે. બસ, જરૂર છે કે તમે બંને એક રહો. પણ હું ક્યાં આ બધી વાત લને બેઠો ! અત્યારે તો આ છોકરીને હોશમાં લાવવાની છે.કહીને એ મંત્રો ભણવા લાગ્યો. પછી હાથમાં થોડું પાણી લને રિયાના મોં પર છાંટ્યું અને રિયા જાણે કોઈ ભયાનક સપનામાંથી બેઠી થ હોય એમ જાગીને ચીસો પાડવા લાગી, “પ્લીઝ, મને છોડી દો... પ્લીઝ, મને છોડી દો...”

વનરાજ રિયાનો હાથ પોતાના હાથમાં લેતાં બોલ્યો, “રિયા... જસ્ટ કામ ડાઉન... હું તારી જોડે જ છું. અને... પાછું કોઈ ભયાનક સપનું આવ્યું કે શું ?”

વાં સપનાંઓ તો કદાચ એની નિયતિ બની ગઈ છે હવે...” રતનસિંહ બોલ્યો.

તમે કોણ છો ? તમે કોઈક રહસ્ય જાણતા હો એવું મને લાગે છે.” વનરાજે શંકા કરી.

“ઘણાં રહસ્યો છે જે આ ગામના ભૂતકાળમાં છુપાયેલાં છે અને એ સમય આવ્યે સામેથી જ ખબર પડી જશે. અત્યારે આપણે બને એટલું જલ્દી નીકળવું પડશે. કેમ કે રાત થવા આવી છે. અને જો તમને લાગે તો તમે મારો વિશ્વા કરી શકો છો. બીજી એક વાત ખાસ જાણી લો કે તમે જાતે નથી આવ્યા. એ તમને ખેંચી લાવ્યો છે અહીં...”

રતનસિંહ આટલું બોલ્યો ત્યાં એક મોટું ગરુડ અચાનક રિયા તરફ સી આવ્યું, પણ રિયા સચેત હતી એટલે તે નીચે નમી ગઈ અને ગરુડ આગળ નીકળી ગયું.

જોયું ને તમે ? હું રતનસિંહ છું. અભિમાન નથી કરતો, પણ તમારી સુરક્ષા મારી જવાબદારી છે. અને હા, તમારે કાલે રાત્રે ૧૨ વાગ્યા પહેલાં લગ્ન કરવાં જ પડશે, કેમ કે પરમદિવસ તમારા માટે ખૂબ ભારે છે. આ મુસબીતોનો સામનો કરવા તમારે એક થવું જરૂરી છે.”

રતનસિંહ, પણ આમ સાવ અચાનક કેવી રીતે થશે બધું...? મમ્મી-પપ્પા ને સંબંધીઓને બોલાવવા... લગ્નની તૈયારીઓ... બધું કેવી રીતે ?” વનરાજે પૂછ્યું.

જુઓ, અત્યારે તમે તમારા માતા-પિતાને ના બોલાવશો. અહીં તેઓ સુરક્ષિત નથી. ત્યાં તેઓ સુરક્ષિત રહેશે એની જવાબદારી મારી. એની હું બધી વ્યવસ્થા કરી આપીશ. રતનસિંહે જવાબ આપ્યો.

વનરાજ અને રિયાને પણ નવાઈ લાગતી હતી કે તેઓ આ અજાણ્યા રતનસિંહ પર કેમ ભરોસો કરે છે ? રતનસિંહ વારેઘડીએ રિયા સામે અજીબ રીતે જોતો હતો જે રિયાને પસંદ નહોતું, પણ જે રીતની ઘટનાઓ બની રહી હતી તે પ્રમાણે અત્યારે તેમને રતનસિંહની જરૂર હતી. થોડી વારમાં મંકોડી સામો મળ્યો:

મેં આ લોકો માટે રહેવાની અને બીજી બધી વ્યવસ્થા ઉદયસિંહને ત્યાં કરાવી દીધી છે.”

હા. ચાલો. તેં આ સારું કર્યું.

રસ્તામાં તેમને સામે રણજિત બારોટ મળ્યો.તમે કોણ છો અને આ મેડમને શું વાગ્યું છે ?” તેણે પૂછ્યું.

જુઓ, હું વનરાજ અને આ મારી મંગેતર રિયા છે. અમારી ગાડીને અચાનક અકસ્માત થયો એટલે આ બધું... પણ છોડો, હવે અમે સુરક્ષિત છીએ.

પછી અચાનક રતનસિંહ બોલી ઉઠ્યો:

જુઓ ઇન્સપેક્ટર સાહેબ. હું કાનૂન ભંગ થાય એવું કોઈ કામ નથી કરી રહ્યો અને જે કરી રહ્યો છું માં આ ગામની ભલાઈ છે.”

રણજિત નવાઈથી રતનસિંહને જોઈ રહ્યો. પછી કોન્સ્ટેબલને એની પર નજર રાખવા કહ્યું.

***

ભંડારીબાબા ચિંતાતુર જણાઈ રહ્યા હતા. એમણે પોતાના સેવક માથુરને કહ્યું, “જા... રતન કો બુલા લા. ઉસકા કુછ ખાસ કામ હૈ.”

પંદરેક મિનિટમાં રતનસિંહ આવી પહોંચ્યો અને એ બંનેએ અડધો કલાક વાતો કરી. પછી રતનસિંહ પોતાની ગુફા પહોંચ્યો અને મંકોડીને કોઈક વ્યવસ્થા કરવાનું કહ્યું.

***

અત્યારે વનરાજ અને રિયા રૂમમાં એકલાં હતાં. રિયા કંઈક વિચારી રહી હતી અને વનરાજ તેને જોઈ રહ્યો હતો. ત્યાં જ શાંત વાતાવરણમાં કંઈક વિચિત્ર અવાજ થયો. દૂર કોઈ જાનવરના રડવાનો એ અવાજ હતો.

રિયા ડરીને વનરાજને ભેટી પડી. બંને એટલાં નજીક હતાં કે એકબીજાના શ્વાસોચ્છવાસના અવાજની સામે બીજા અવાજો ગૌણ બની ગયા હતા. વનરાજના હોઠ પર રિયાના હોઠ આક્રમણ કરવા જઈ જ રહ્યા હતા કે ત્યાં જ રૂમના દરવાજે ટકોરા પડ્યા. રિયાનો મૂડ બગડ્યો. વનરાજે ધરપત આપી. “ડાર્લિંગ ! કાલે આપણા લગ્ન છે તો પછી આ રોમાંચને કાલ સુધી મુલતવી રાખીએ...?” કહીને વનરાજે રિયાને આંખ મારી.

દરવાજા પર ફરી ટકોરા પડ્યા અને ઉદયસિંહનાં પત્ની રીભાદેવી વનરાજ અને રિયાને જમવા માટે બોલાવવા આવ્યાં હતાં. જમવામાં આજે વનરાજને બહુ મજા આવી ગઈ. દાલબાટી અને પરોઠા-છાશની સાથે ડુંગળીની અલગ મજા આવી.

રિયા અને વનરાજની સૂવા માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી હતી. રિયા આવતી કાલના દિવસની, એનાં લગ્નની કલ્પનાઓમાં ખોવાઈને ક્યારે ઊંઘી ગઈ ની તેને ખબર જ ના રહી.

સવારે પોણા છ વાગ્યે વનરાજની આંખ ખૂલી ગઈ અને છ વાગ્યા સુધીમાં તો રિયા પણ ઠી ગઈ. બંનેનાં લગ્નની તૈયારીઓ ચાલુ થ ગઈ હતી. બીજી બાજુ કંઈક અમંગળ બનવાનું હોય તેમ વનરાજનું મન વ્યાકુળ હતું.

***

કચ્છના નાના રણમાં અત્યારે જોરદાર પવન ફૂંકાતો હતો. વંટોળ જેવી સ્થિતિ હતી. રેતીના ઢુવા બનતાં અને તૂટી જતાં હતાં. એવામાં એક જગ્યાએ અચાનક જ અસામાન્ય ઝડપે પવન ફૂંકાવાનો ચાલુ થયો અને ત્યાં એક ખાડો બની ગયો. ખાડામાં એક હાડપિંજર પડ્યું હતું. એ જ ક્ષણે આકાશમાંથી પવન કરતાં પણ વધારે ઝડપે એક પ્રકાશપુંજ એ હાડપિંજર પર રેલાયું અને હાડપિંજર માનવ શરીરમાં બદલાવા લાગ્યું. એ હાંડપિંજરે જે માનવ શરીર ધારણ કર્યું હતું ખૂબ જાણીતો ચહેરો હતો. એના મુખ પર એક ભયાનક સ્મિત આવ્યું અને જોરજોરથીહસવા લાગ્યો.

રિયા અચાનક કંઈ થયું હોય એમ ડરી ગઈ. એને કંઈક દેખાયું હતું. કંઈક ભયાનક... જે કદાચ એના જીવનમાં બનવાનું હતું.

બપોર સુધી બધું બરાબર ચાલ્યું. સાંજે વનરાજ અને રિયાના લગ્નની મોટાભાગની તૈયારી ગઈ હતી. કોઈ જ ધામધૂમ વિના લગ્ન લેવાનાં હતાં એટલે શણગાર પણ ઓછો કરવામાં આવ્યો હતો. વનરાજ અને રિયાને બીજે ક્યાં જવાની કે કોઈને મળવાની રતનસિંહે ના પાડી હતી, એટલે બંને જણા ઉદયસિંહના ઘરે જ રોકાયા હતા.

સાંજે રતનસિંહને દિવાનગઢની હવામાં કશુંક અમંગળ બનવાનો અહેસાસ થતોતો. એને ખબર હતી કે દિવાનસિંહ લગ્નમાં જરૂર વિઘ્ન ઊભું કરવાનો પ્રયત્ન કરશે. આથી તેણે ઉદયસિંહના ઘરે પોતાની વિદ્યાથી સુરક્ષાચક્રોની વ્યવસ્થા કરી હતી. તેને મંકોડી ક્યાંય દેખાતો નહોતો. રાત્રે એણે મંકોડીને લગ્નમાં સુરક્ષા માટે કશુંક લેવા માટે મોકલ્યો હતો. અચાનક એને મંકોડી આવતો દેખાયો.

કેમ મંકોડી ! ક્યાં રહી ગયો હતો ?” રતનસિંહે મંકોડીને પૂછ્યું.

તમારી કહેલી વસ્તુ લેવા ગયો હતો, પણ એ મળી નહિ. એના ચક્કરમાં દૂર સુધી ગયો હતો. પણ તોય એ વસ્તુ ન જ મળી.

વાંધો નહિ. એ વસ્તુ મળવી ખૂ જ જરૂરી હતી અને એટલે જ તને મોકલ્યો હતો, પણ એ ન મળી એ અજીબ લાગે છે. વાંધો નહિ. એના માટે કશુંક વિચારીશું.” કહીને રતનસિંહ ભંડારીબાબાને મળવા નીકળી ગયો.

સાંજના છ વાગ્યા હતા. ઉદયસિંહના ઘરે મંકોડી, વનરાજ, રિયા, રતનસિંહ, ભંડારીબાબા, માથુર, ઉદયસિંહ અને તેની પત્ની હાજર હતાં. ઘરે ત્રણ સુરક્ષાકવ રચવામાં આવ્યાં હતાં. પહેલું કવચ ત્રિમાળી કે જે ઉદયસિંહના ઘરની આજુબાજુ હતું. બીજું કવચ હતું એના ઘરની અંદર, જેનું નામ હતું દ્વિમાળી અને ત્રીજું કવચ હતું ક્રિમાળી કે જે લગ્નમંડપની સુરક્ષા માટે હતું. વનરાજે નક્કી કર્યા સિવાયની કોઈ જ વ્યક્તિ માં પ્રવેશી શકે નહીં.

લગ્નવિધિ શરુ થવાને પાંચ મિનિટ બાકી હતી. આટલી સુરક્ષા રાખી હોવા છતાં રતનસિંહ બેચેન હતો. એનું દિમાગ કહેતું હતું કે કશી ગરબડ છે.

અચાનક એણે મંકોડીને દ્વિમાળી’ની અંદર પ્રવેશતાં જોયો. એણે ધ્યાનથી મંકોડી તરફ નજર કરી, બે પળ આંખો બંધ કરીને ખોલી અને પાસે જઈને જોરથી એક થપ્પડ મંકોડીના ગાલે લગાવી દીધી. બધાની નજર એ તરફ ગઈ. રતનસિંહે ઘાંટો પાડતાં કહ્યું, લગ્નની વિધિ ચાલુ કરો. કંઈ પણ થાય, લગ્ન ન અટકવા જોઈએ. ભંડારીબાબાએ ખાસ વિધિથી લગ્ન ચાલુ કર્યાં. રતનસિંહની મૂંઝવણ આડે ખતરો આવી ચડ્યો હતો. એ જાણી ગયો હતો કે આગંતુક મંકોડી નહિ, પણ દિવાનસિંહ છે ! અને અત્યારે એ આ લગ્ન રોકવા જ આવ્યો છે. “તારા મંકોડીને તો મેં આ દુનિયામાંથી વિદાય કરી દીધો છે, રતન ! હવે તો એની લાશ પણ હાથ નહિ લાગે...” કહેતાં દિવાનસિંહ ખંધું હસ્યો અને પવનવેગે રતનસિંહ તરફ ઘસી આવ્યો. રતનસિંહ સાવચેત હતો એટલે ત્યાંથી હટી ગયો અને દિવાનસિંહ દીવાલ સાથે અથડાયો. દીવાલમાં ધડાકા સાથે ગાબડું પડી ગયું. ની આંખો લાલ થ ગઈ હતી. એણે આદતવશ મોં ફાડયું અને એમાંથી કંઈક બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ કશું થયું નહીં. ગુસ્સે ભરાયો અને રતનસિંહ તરફ ફરી દોટ મૂકી. આ વખતે રતનસિંહ ની ગિરફમાં આવી ગયો. એણે રતનસિંહને ઝનૂનપૂર્વક ગળેથી પકડ્યો. રતનસિંહ તરફડિયાં મારતો પોતાને દિવાનસિંહની ગિરફતમાંથી છોડાવવા જતાં જમીન પર પડ્યો.

દિવાનસિંહ રતનસિંહ પર અત્યારે હાવી થ ગયો હતો. રતનસિંહને લાગ્યું કે હવે બળથી નહિ, પણ કળથી પ્રયત્ન કરવો પડશે. એણે દિવાનસિંહને આડો પાડી પોતાનાથી થાય એટલું બળ કરીને ને થોડો દૂર કર્યો અને પોતાની પાસે રહેલું ચાંદીનું ખંજર મંકોડીના શરીરની છાતીએ ખોસી દીધું. એની ગિરફમાંથી હવે તે છુટ્ટો પડ્યો.

તરત જ રતનસિંહે પોતાની શક્તિઓનું પિંજરું બનાવીને મંકોડીના શરીરને એમાં કેદ કર્યું. બીજી બાજુ રિયા અને વનરાજના લગ્નનો ચોથો ફેરો પૂરો થ ગયો હતો. પિંજરમાં રહેલું મંકોડીનું શરીર ઓગળવા લાગ્યું. એક પ્રકાશપુંજ એમાંથી બહાર નીકળ્યું અને પિંજરામાં ખાલી મંકોડીનું હાડપિંજર પડ્યું રહ્યું. દિવાનસિંહ હાલ પૂરતો હવામાં ઓગળી ગયો હતો.

રતનસિંહ પોતાના ચેલાનો આવો અંજામ જોઈને રડી પડ્યો. ઘરમાં બધાં સ્તબ્ધ હતા. લગ્નવિધિ પૂરી થઈ ગઈ હતી.

***

રાતના નવ વાગ્યા હતા. રિયા અને વનરાજનો રૂમ ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. એક સુરક્ષાકવચ અહીં પણ હતું. ગુલાબી અને ભૂરી લાઈટોની આછી ચમકથી રૂમ ખૂ જ સુંદર લાગી રહ્યો હતો. ગુલાબની પાંખડીઓથી રિયા અને વનરાજની સેજ સજી હતી. રિયા વનરાજની આતુરતાથી રાહ જોઈ રહી હતી. લાલ ઘરચોળામાં એ આહલાદક દીસતી હતી.

અને... રિયાની આતુરતાનો અંત આવ્યો. વનરાજે દરવાજો બંધ કર્યો અને રૂમમાં પ્રવેશ્યો. એણે રિયાનો હાથ હળવેકથી દબાવ્યો. રિયાની પાંપણો આજે શરમના કારણે ઝૂકેલી હતી. આજ પહેલાં તેના પ્રિયતમ સાથે તેણે કોણ જાણે કેટલીયે વાતો કરી હતી. તે ખૂબ બોલકણી પણ હતી જ. પરંતુ આજે ફરક હતો. કારણ કે આજે તે એક સોહાગણ બની ગઈ હતી. તેની આંખોમાં અજ ખુમારી હતી.

વનરાજે તેને ગળે લગાવી દીધી. રિયા વનરાજની છાતીએ માથું ઢાળીને બસ તેના દિલની ધડકનોને મહેસૂસ કરી રહી હતી. આજે તો વનરાજ ખીલી ઉઠ્યો હતો. ખુશી અને આછા સ્મિત સાથે રિયા તેની વાતો સાંભળતી રહી.

થોડી વાર બાદ વનરાજે રિયાનો ચહેરો પોતાના તરફ કર્યો અને એના સુંદર મુખને બે ઘડી જોઈને તેના હોઠ પર ખુદના હોઠ મૂકી દીધા. સમય જાણે અહીં જ થંભી ગયો. આજે તેઓ ‘હું અને તું મટીને આપણે ગયાં હતાં. બે આત્મા સાત જન્મ માટે એકબીજાના થઈ ગયા હતા. આજે બસ બધું ભૂલીને બે આત્માઓ એકબીજાના આ મિલનને ઉમળકાથી વધાવી રહ્યા હતા.

ઘડી આવી પહોંચી. ધીમે ધીમે બંનેના શરીર પરથી વસ્ત્રોના આવરણો સરકતાં રહ્યાં. શરમ પણ એનો લેબા હટાવી ગઈ ! ગુલાબની સુગંધથી મઘમઘતા પલંગ પર બંનેના અનાવૃત્ત દેહો માત્ર એક ચાદરના આવરણથી ઢંકાયેલા હતા. વનરાજે રિયાના નાજુક, મુલાયમ શરીરને ચૂમવાનું શરું કર્યું. એની સુરાહી જેવી ગરદનથી શરુ કરીને એનાં આખા શરીરે ચુંબનોનો વરસાદ વરસાવી દીધો. આ વરસાદમાં રિયા ભીંજાઈ રહી હતી. વનરાજે તેની આંગળીઓ ધીરે-ધીરે રિયાનાં આખા શરીર પર ફેરવી. રિયાનાં શ્વાસો ઉત્તેજના અનુભવી રહ્યાં. ઊંધી ચત્તી ફરી ગઈ. વનરાજે રિયાની પીઠ ચુમવાનું શરૂ કર્યું. રિયાની ઉત્તેજના ચરમસીમાએ પહોંચી ગઈ. સીધા ફરીને તેણે વનરાજના હોઠ સાથે ખુદના હોઠ ઘર્ષણ સાથે ભીંસ્યા.

અજવાળી રાતમાં બે બદન આખી દુનિયા ભૂલીને માત્ર એકબીજાનો સહવાસ માણી રહ્યા હતા ત્યારે બારીની બહાર થોડે દૂર વૃક્ષની ડાળી પર બેઠેલું એક ઘુવડ આ નજારો જોઈ રહ્યું હતું.

(ક્રમશઃ)

આ પ્રકરણના લેખક છે: પ્રિતેશ હીરપરા