પાછળ ત્રણ અંકોમાં તમે વાંચ્યું કે ગોપાલ મંદિર બહાર ગાયને ઘાસ ખવડાવી પોતાનું ઘર ચલાવતો હતો નસીબજોગે સુધરાઈના નીતિનિયમ ના પાળી શકવાને કારણે તેનું આ સાધન હાથ માંથી છૂટી ગયું પણ તેની આ જ સ્થિતિ એ અચાનક પલટો માર્યો અને એક બીજા શેઠને ત્યાં કામ મળ્યું જેનાથી તેનું ઘર જ નહિ પણ દીકરીને ભણવાની વ્યવસ્થા પણ થઇ ભગવાનની કૃપાથી તે માલિક શેઠનો વિશ્વાસુ માણસ બન્યો અને ઘણું બધું શીખ્યો પણ આ પ્રગતિમાં તે ભક્તિ ભૂલી ગયો ભગવાનને આપેલું વચન ફક્ત વચન જ રહી ગયું અને તેની કિસ્મત રૂઠી અને એક ભૂલને કારણે તેણે પોતાની નોકરી છોડવી પડી હવે વાંચો આગળ.
મંદિરમાં ગાય ચરાવતો ગોપાલ સીધો શેઠજીને ત્યાં કામે વળગ્યો હતો અને થોડા જ વખતમાં તેને સહિતના ઘરે રહેવાની સુવિધા મળી ગઈ હતી. પહેલા તો હાઇવેની બાજુમાં પ્લાસ્ટિક બાંધીને રહેતો હતો ,હવે કામેથી કાઢી નાખવામાં આવતા ફક્ત કામ જ નહિ પણ ઘર પણ છૂટી ગયું હતું, અને ગોપાલ આટલા વર્ષો પછી બેઘર થઇ ગયો હવે તે વધુ ચિંતામાં આવી ગયો આમ અચાનક આવેલી વિપદાથી તે ઉદાસ થઇ ગયો જુવાનજોધ દીકરીને અને પત્નીને લઈને જાય તો જાય ક્યાં ??? દર મહિનાનો પગાર આવતો ખરો પણ તેનાથી કઈ લાખો રૂપિયાનું ઘર ચાલીમાં પણ ખરીદી શકવાની તાકાત ક્યાં હતી જ ?
ગોપાલ દુઃખનો માર્યો જુના વિષ્ણુ લક્ષ્મીના મંદિરમાં જઈને રોઈ પડ્યો અને ભગવાનને ફરિયાદ કરી પ્રભુ આ શું થઇ ગયું ? મારો શું ગુનો થઇ ગયો કે આ દિવસ દેખાડ્યો ? હું મારુ દીધેલું વચન તો નિભાવતો જ રહ્યો અને દર મહિને મારા પગાર માંથી તને ચડાવો ચડાવતો રહ્યો અને તમે મને બેઘર કરી દીધો ? જુવાન છોકરી લઈને હું જઈશ ક્યાં? તમે ભક્તોની આવી દશા કરો છો ? શું ખોટ આવી મારી ભક્તિમાં ?? અને હીબકા ભરી રહ્યો મંદિરના પૂજારી તો બદલાઈ ગયા હતા પણ તેની આજીજી ચોક્કસ પણે શાંતિથી સાંભળી રહ્યા હતા. ગોપાલ રોતો રોતો શાંત રહ્યો એટલે પૂજારીએ તેને પ્રસાદ આપ્યો જે ગોપાલે પરાણે ખાધો. પુજારીએ કહ્યું બેટા પ્રભુ પૈસાનો ભૂખ્યો નથી બસ પ્રેમનો ભૂખ્યો છે આપણી ભક્તિનો ભૂખ્યો છે. ગોપાલે પોતાની વર્ષો જૂની આપવીતી કહી સંભળાવી પૂજારી મંદ મંદ હસવા મંડ્યા બેટા તને લાગે છે કે પ્રભુ ફક્ત ચડાવાથી તારી મદદ કરી રહ્યા હતા ?? ના તે તો તારી ભક્તિ માં રસ રાખે છે તું જરા વિચારીને કહે આટલા વર્ષો તું ચડાવો ચડાવતો રહ્યો પણ શું ભગવાનને પહેલાની જેમ યાદ કરતો હતો ખરો ? ગોપાલે ચૂપ રહ્યો શું પહેલાની જેમ પ્રાર્થના કરતો હતો ગોપાલે પોતાનો બચાવ કર્યો મારુ કર્મ એ મારી ભક્તિ જ છે તો પછી જા અને કર કર્મ અહીં ભગવાન પાસે શું માંગવા આવ્યો છે ? કેમ તેની સામે આંસુ વહાવી રહ્યો છે અત્યારે તું જેટલા ઊંડા દિલથી પ્રભુને ફરિયાદ કરી રહ્યો છે શું એના પા ભાગ જેટલું પ્રભુને પહેલા યાદ કરતો હતો પ્રભુ આપણા ચડાવેલા ફૂલ પ્રસાદ કે ઈતર વસ્તુની મહત્વ આપવા કરતા આપણા સાફ દિલથી તેમને કેટલું યાદ કરીયે છીએ તે જોવે છે. તારા કહેવા પ્રમાણે પહેલા તું રોજ મંદિર આવતો અને પછી કામને કારણે આવી ના શક્યો તે બરાબર છે પણ ફક્ત સંકટ સમયે પ્રભુને યાદ કરવા એ શું બરાબર છે ?? આટલા વખત શું ભગવાન તને યાદ નહિ કરતા હોય ?? એમ પણ શક્ય છે કે પ્રભુ તારી ભક્તિ પહેલા જેવી ઇચ્છતા હોય માટે જ તને દુઃખ આપ્યું હોય. આ દેખાતી પથ્થરની મૂર્તિ પથ્થરની નથી તે રોજ બરાબર નોંધ લે છે કે કોણ રોજ પોતાને મળવા આવે છે અને તું આમ આવવાનું બંધ કરી દે તો વિશ્વાસ રાખ પ્રભુને દુઃખ થાય ?? જેમ મિત્રો સંબંધીઓને વારે તહેવારે મળવાથી તેમને ખુશી થાય તેમ પ્રભુને પણ ખુશી થાય અને અચાનક બંધ કરવાથી તેમને પણ ભક્તની યાદ આવતી હોય છે તું એ ચુક્યો બેટા!!! દુઃખમાં રામ અને સુખમાં સોની આ કહેવત તે તો સાચી પાડી. પ્રભુ પાસે યાચના કરવી એ કઈ ખોટું નથી આપણે તેના બાળકો છીએ માંગવું એ આપણો હક છે પણ ફક્ત ગરજ હોય અને માંગ્યા કરવું એ ખોટું છે આપણે તેમની ભક્તિ ના ભૂલવી જોઈએ ગોપાલને પોતાની ભૂલ સમજાઈ અને સામે બિરાજમાન મૂર્તિ પર નજર કરતા અચકાયો અને નીચી નજરે ઉભો રહ્યો. હા પોતે ફક્ત પગારમાંથી થોડા ઘણા રૂપિયા જ ચડાવતો રહ્યો હતો પહેલાની જેમ ક્યારેય ભગવાનને યાદ કર્યા જ નહોતા તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેણે ભગવાન સાથે એક ભક્તનો નહિ પરંતુ ભાગીદારનો સંબંધ રાખ્યો હતો જે તેની સોંથી મોટી ભૂલ હતી અને પોતાને મળતા પગારમાંથી ફક્ત હિસ્સો જ આપતો રહ્યો.
ગોપાલને આજે નહિ તો કાલે બીજી નોકરી મળી જશે કારણ કે તેની પાસે હવે થોડા વર્ષોનો કામનો અનુભવ હતો મિત્રો પણ તમે કહો તમારો અને ભગવાનનો સંબંધ કેવો છે ?? સંકટ સમયની સાંકળ જેવો કે પછી એક ભક્ત અને ભગવાન જેવો !!!????
( સમાપ્ત )