Vacation in Gujarati Short Stories by Jahnvi Antani books and stories PDF | Vacation

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

Vacation

વેકેશન

જાહ્‌ન્વી અંતાણી

jahnviantani@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

વેકેશન

આજે છેલ્લું પેપર કમ્પ્યુટરનું પૂરૂં થયું... રોહન ફટાફટ સ્કુલ થી આવ્યો સીધું ટીવી ચાલું બંધ કર્યા કર્યું અને થોડીવાર રહી ને મોમ ને પૂછ્‌યું,"મોમ, ક્યારે બહાર જવાનું છે.. હવે હું ઘર માં શું કરીશ, મને તમારૂં લેપટોપ આપો મારે ગેઈમ રમવી છે." થોડીવાર રમ્યો... અને ફરી ઉભો થયો, "મોમ, મારે ટેનીસ ક્યારે શરૂ થશે? હું બોર થાઉ છું. મને કંટાળો આવે છે... તમે આપણી ઉત્તર ભારત જવાની ટીકીટ કેમ મોડી બુક કરાવી!! હવે હું શું કરીશ આટલા દિવસ, મારા બધા મિત્ર આજે જ ફરવા નીકળી ગયા... !!"

સરિતા, રોહનની ૯માં ધોરણ ની પરીક્ષા પુરી થઈ હતી એટલે આજે સાંજે... એના પપ્પા સાથે એક સરસ હોટેલ માં જમવા જવાનો પ્લાન કરી ને બેઠી હતી... પણ રોહન માં એ સાંભળવાની ધીરજ ક્યાં હતી. એ તો દસ વાગે પેપર આપીને આવ્યો ત્યારથી પગ વાળીને બેઠો નથી... નથી શાંતિ થી ખાધું... બસ આવતાવેત ટી વી ચાલુ કરી ને તરત બંધ કર્યું અને ઉપર મુજબ નો બડબડાટ ચાલુ કરી દિધો હતો. સરિતા ને થયું... મહેશ પણ એમ તો શાંત હતો.. આ રોહન કેમ આવું કરે છે. પછી થયું જમાનાની હવા... આ ઉમરમાં છોકરાઓ હવે આવું જ કરતા હોય છે પણ મને આ નથી ગમતું. મારે એને સમજાવવું પડશે.

આવું વિચારતી હતી સરિતા ત્યાં જ ડોરબેલ વાગ્યો... સરિતા એ કહ્યું," રોહન દરવાજો ખોલ, જો તો ધોબી કપડા આપવા અને લેવા આવ્યો હશે," રોહને દરવાજો ખોલ્યો..અને બુમ પાડી,"મોમ, કપડા લઈ લે..." સરિતા રસોડામાંથી બહાર આવી અને હાથ લુછતા કપડા લીધા ,, આજે કપડા આપવા રામદાસ ને બદલે એનો , રોહન જેટલો જ નવમાં માં ભણતો છોકરો કપડા આપવા આવ્યો હતો... જયારે જયારે રજા હોય ત્યારે એ કપડા આપવા લેવા આવતો. યશ એનું નામ. ખુબ જ હસમુખો અને મસ્તીખોર છોકરો. જયારે જયારે કપડા લેવા આવે ત્યારે મસ્તી કરે,,,બે ત્રણ વાર બેલ વગાડે.. આંટી.. જલ્દી દરવાજો ખોલો .. અને એનો હસમુખો ચહેરો જોઈ ને કોઈ નું પણ મન ખુશ થઈ જાય. ક્યારેક બાજુવાળા બહાર જાય ત્યારે એના કપડા આપે ત્યારે પણ..આજે પાડોશી સેવા કરવાની છે. તમારે ..હું કહું ભાડું આપવું પડશે તારે.ત્યારે કહે લઈ લેજો ને..! આમ સદાય હસતો ચહેરો.. ક્યારેય પોતે ધોબી નો દીકરો છે કે એવું કઈ એના મનમાં દેખાય જ નહિ અને હિશાબ નો પણ પાક્કો... ’આંટી.., કપડા આપવાનાં હોય તો આપો પપ્પા બહારગામ ગયા છે એટલે આવે અને લેવા આવે એના કરતા હું જ લઈ જાવ. મારે વેકેશન છે ને તો પપ્પા ને આરામ.પપ્પા આવે એટલે ઈસ્ત્રી કરવા જ લાગી જાય...એમને લેવા આવવું ન પડે." યશ ની આ સમજદારી પર સરિતા ઓવારી ગઈ. એને થયું કે ક્યાં રોહન અને ક્યાં યશ.. સમજણ જો ભણતરથી જ આવતી હોત તો બને એક જ ધોરણ માં હતા. અને સમજણ જો સુખ સગવડ થી આવતી હોત તો એ રોહન માં વધુ હોવી જોઈએને. સરિતા ને થયું કે હું અને મહેશ ક્યાં ખોટા છીએ? ક્યાં કચાશ રહી ગઈ અમારા ઉછેર માં!! કદાચ જે જોઈએ એ આપી દેવાથી બાળકો ને આવું થતું હશે? કે દેખાદેખી અને સ્પર્ધાત્મક અભિગમ ને કારણે બાળકોમાં આવો અસંતોષ વ્યાપી જતો હશે, મારે રોહનને સિફત થી સમજાવવો પડશે.

કેટલી સરસ સમજણ યશમાં હમેશા ખુશ રહેતો, આનંદ કરાવતો અને કરતો યશ.. એને કોઈ અસંતોષ નહિ હોય!!! એની મમ્મી અને પપ્પા તો ૭ -૮ સોસાયટી ના કપડા ઈસ્ત્રી કરે છે.. બીજોએક ભાઈ અને બહેન પણ છે. એને વેકેશન એટલે એના પપ્પાને મદદ કરવાનો સમય અને એ પણ ખુશી થી... કેટલું સરસ.... વેકેશન નો સદુપયોગ..