15. વિઠ્ઠલદાસની હત્યા...
વાતાવરણ શાંત હતું. બે દિવસે સૂરજ બરાબર ખીલ્યો હતો. આકાશમાં વાદળો ખસીને ઉઘાડ થયો હતો.
મી.આદિત્ય અને રુદ્રસિંહ મજમુદાર ટી સ્ટોલ ઉપર સવારની ચા ની ચૂસકી લઈ રહ્યા હતા. રુદ્રસિંહ નો ફોન રણક્યો.
"બોલો દેવીસિંહ ભા"
"સા વિઠ્ઠલદાસનું ખૂન થયું છે."
"હે???" મોઢામાં રહેલી ચા નો સ્વાદ કડવો થઈ ગયો હોય એમ બહાર આવી ગઈ.
"જી સા. હમણાં જ કોઈ એજન્ટનો ફોન આયો. "
"એજન્ટ ? કોણ એજન્ટ ?"
"એતો ખબર નથી પણ વિઠ્ઠલદાસની કામવાળી બાઈ સવારે ગઈ હશે ત્યાં એને લાસ મળી એટલે ગભરાઈને બાઈએ વિઠ્ઠલદાસના ફોન માંથી સીધો ફોન ડી.એસ.પી. ને કર્યો એટલી ખબર છે "
"તો તો મારું આવી બન્યું" રુદ્રસિંહ ઢીલો થઈને બોલ્યો " હું પહોંચું છું" કહી ફોન મૂકી દીધો.
"શુ થયું ? તારા ચહેરાનો રંગ કેમ બદલાઈ ગયો?" મી. આદિત્યએ પૂછ્યું.
"આદિ. યાર હું ફસાઈ ગયો છું."
"કેમ? ફરી શુ મુશ્કેલી આવી?"
"વિઠ્ઠલદાસનું ખૂન થયું છે. અને એ ખૂનની માહિતી ડિપાર્ટમેન્ટ પહેલા ડી.એસ.પી.ને મળી છે. હવે એ સાલો ડી.એસ.પી. નો બચ્ચો મને છોડશે નહિ હજાર સવાલ કરશે પોલિશ ઊંઘવા માટે છે કે શું ?" એના એ સવાલો થી હું પાકી ગયો છું.
"કોઈ વાંધો નથી રુદ્ર હું સંભાળી લઇશ " મી. આદિત્યએ હસીને કહ્યું.
"ચાલ હવે જવું પડશે આપણે " કહી રુદ્રસિંહ ઉભો થયો.
બંને વિઠ્ઠલદાસના ઘરે પહોંચ્યા. ગાડી પાર્ક કરી એટલે તરત રુદ્રસિંહ ની નજર બ્લેક ફોર્ચ્યુનર ઉપર પડી " ડેમન ઇટ "
"આદિ. કેસ સી.બી.આઈ. ના હાથે ચડી ગયો છે મારી ઈજ્જત નું શુ હવે? પેલો ડી.એસ.પી. મને બદનામ કરશે. રુદ્રસિંહે વિઠ્ઠલદાસ પાસે થી લાંચ રીશ્વત લઈને મી. રચિતને ઠોસ પુરાવા વગર જ ઍરેસ્ટ કર્યા એવી બદનામી મારી થવાની હવે." રુદ્રસિંહે બોનટ ઉપર હાથ પછાડ્યો.
"તારી કોઈ બદનામી નથી થવાની રુદ્ર અહીં ખરેખર સિરિયલ કિલર છે નહીં તો આવી રીતે ખૂન થાય જ નહીં. આ બ્લેક ફોર્ચ્યુનર ઉપર નું લેબલ તે જોયું ?"
"મી.બક્ષી " રુદ્રસિંહે લેબલ વાંચ્યું " તો હવે આ કેસ મી. બક્ષી હેન્ડલ કરશે એમ ?"
"હા પણ રુદ્ર તને કોઈ આંચ નહિ આવે તું ફિકર ન કર"
મી. બક્ષી સી.બી.આઈ. નો એજન્ટ હતો. સાતીરમાં સાતીર ગુનેગારોને, ભ્રષ્ટાચારી નેતાઓને પકડી પાડવામાં અને તડીપાર ગુંડાઓ - માફિયાઓ ના છુપા અડ્ડા શોધી લેવામાં એ માહિર હતો. પોસ્ટમાં તો એ મી. આદિત્ય કરતા ઊંચો હતો પણ મી. આદિત્ય સાથે એણે ઘણા સિક્રેટ મિશન અને સિક્રેટ એન્કાઉન્ટર કર્યા હતા એટલે મી. આદિત્યનો ફેન હતો.
"તું ફિકર છોડીદે રુદ્ર આ બક્ષી તો મારો ભક્ત છે " હસીને મી. આદિત્ય બોલ્યા " લેટ્સ ગો ઇનસાઈડ"
બન્ને અંદર ગયા ત્યારે કામવાળી કમળાબાઈ સાડીનો એક છેડો મોઢે ઢાંકીને ધ્રૂજતી ઉભી હતી.
"મી.આદિ. તમે અહીં ?" એમને જોતા જ મી. બક્ષી બોલ્યો.
"હા મી.બક્ષી. આ મારો મિત્ર છે રુદ્રસિંહ" હેન્ડસેક કરતા મી. આદિત્ય એ પરિચય આપ્યો.
"વેલ મી.આદિ. મને જ કઈ સમજાતું નથી એવો સિરિયલ કિલર મેં ક્યારેય જોયો જ નથી " મી. બક્ષીએ કહ્યું. " અને આ બાઈ મારી વાત તો સમજે છે પણ એ શુ બોલે છે મને કાઈ સમજાતું નથી."
"લેટ મી ચેક" કહી મી. આદિત્ય કામવાળી બાઈ તરફ ફર્યા " તમારું નામ ?"
"સર માજા નાવ કમલા બાઇ મિ શેઠ ચા તિક્ડે જાડુ આની પોછા સાઠી યેતે"
"તમે આજે કેટલા વાગ્યે આવ્યા હતા ?"
"સર સાત વાસ્તા માજા ટાઇમ આહે મિ સાત વસ્તા જ યેતે " ધ્રુજતા અવાજે કમલબાઈ બોલી.
"તમે ગભરાઓ નહિ કમળાબેન" મી. આદિત્યએ ગભરાયેલી કામલાબાઈને શાંત કરવા કહ્યું " તમે જ્યારે સાત વાગ્યે અહીં આવ્યા ત્યારે જો તમે કાઈ અજુગતું જોયું હોય તો મને કહો"
"સર મિ સકાલિ સાત વાસ્તા આલિ તેવા અંદર જુકુન પહલા દોનો માનૂસ તોન્ડ ફુગુન પડલે હોતે મિ ગાભરન ગેલી મલા કાય માઇતજ નાહી પડલા મિ શેઠ ચા ફોન ઘેવૂન સ્મોર નમબર હોતા તિ લાવલા તી ડી એસ પી લા લાગલા"
મી. આદિત્યએ મી.બક્ષી સામે જોઈ કહ્યું " આ બાઈ કહે છે કે જ્યારે એમણે લાસ જોઈ એ ગભરાઈ ગઈ એટલે વિઠ્ઠલદાસનો ફોન લઈને ડાયાલ્ડ નમ્બરમાં જે પહેલો નમ્બર હતો એ લગાયો અને ફોન ડી.એસ.પી. ને લાગ્યો"
"મી. આદિ એ સાચું કહે છે ડી.એસ.પી. સાહેબે મને એજ કહ્યું હતું" મી. બક્ષીએ કહ્યું.
"સર મી ગરીબ આહે માજા નવરા ગુપ ચૂપ ચા ઠેલા ચાલવતે મલા જાવૂદે" હાથ જોડીને કમળાબાઈ બોલી.
"ઠિક આહે તૂમી જાવૂ સકત આહે કમલા બાઇ " મી. આદિત્યએ કામવાળી બાઈને જવા દીધી પછી એ લોકો રૂમમાં પ્રવેશ્યા.
રૂમનું અંદરનું દ્રશ્ય સનસનીખેજ, રુવાડા ખડા થઈ જાય એવું ભયાનક હતું.
બેડ ઉપર લીલા દેસાઈ પડી હતી. એનું માથું અને ખુલ્લા વાળ બેડની ધાર ઉપર લટકતા હતા. એના પેટમાં અઢી ઇંચના ફણા વાળું ચાકુ હજુયે ખૂંતેલુ હતું. એનો બાથરોબ અને બેડની સફેદ ચાદર લોહીમાં લથપથ હતી.
"ડેમ ઇટ કિલરમા જરાય દયા નથી આદિ " રુદ્રસિંહે મોઢે રૂમાલ ધર્યો.
"સાલી આ અહીં રાતે પારકા મર્દ જોડે શુ કરતી હતી ? એ પણ બાથરોબ માં ?" મી. બક્ષીએ કહ્યું.
મી.આદિત્ય કાઈ પણ બોલ્યા વગર બ્રશ મારતા હતા.રૂમના બીજે છેડે લમણે બુલેટ ઘુસેલી વિઠ્ઠલદાસની બોડી પડી હતી. એનું મોઢું ખુલ્લું જ હતું. ઉપર માખીઓ બેસતી હતી એટલે રુદ્રસિંહે એની બોડી ઉપર સામેના બેડની ચાદર લઈને ઓઢાડી દીધી.
"આ લીલા તો પારકા મર્દ જોડે જ લીલા કરે છે સાહેબ એને કે રણી ઘણી છે જ!" દેવીસિંહે કહ્યું.
"એમના કરતૂત ને લીધે મરે છે સાલા અને ભોગવવાનું પોલિશ ને ! " રુદ્રસિંહે ગુસ્સામાં હતો.
મી.બક્ષી કે મી.આદિત્ય કાઈ બોલે એ પહેલાં તો રૂમમા લાઈટના ઝબકારા થવા લાગ્યા. અલગ અલગ ચેનલોના પત્રકારો પોતાના કેમેરા સાથે આવી પહોંચ્યા હતા.
"રુદ્રસિંહ, દેવીસિંહ ચાર્જ .... " મી.બક્ષી બરાડયો " આ હરમીઓ મશાલો નાખીને ન્યૂઝ બનાવશે. પ્રજાની ઊંઘ હરામ કરી દેશે "
રુદ્રસિંહે એક કેમેરા મેન નો કેમેરો લઈને બહાર ફેંકી દીધો. અને એક રિપોર્ટરને એના મજબૂત હાથથી એક ફટકો મારી બહાર હડસેલયો. એની લાલઘૂમ આંખો દેખીને બીજા રિપોર્ટરો ભાગ્યા અને છેક ગેટ પાસે પહોંચ્યા ત્યાં ફરી એ લોકોએ શરૂ કરી દીધું
"વડોદરા શહેરના ધરનીધર રેસિડેન્સીમાં પ્રખ્યાત લેખક વિઠ્ઠલદાસ અને એડવોકેટ લીલા દેસાઈની એમના ભવ્ય બાંગ્લા ઉપર જ થઈ છે કરુણ હત્યા. પોલિશ અહીં રિપોર્ટરોને ઘટના સ્થળ ઉપર આવવા દેતી નથી. તો શું છે કારણ ?"
રુદ્રસિંહે દાંત ભીંસ્યા પણ રિપોર્ટરો લાઈવ હતા એટલે ગાળો બોલતો અંદર જતો રહ્યો.
"સત્યાનાશ ...." અક્ષરો છુટા છુટા પાડી રુદ્રસિંહ બરાડયો " એ લોકો લાઈવ હતા. હવે તો વડોદરાની પબ્લિકની ઊંઘ હરામ થઈ જશે એ લોકોએ બોડીનું શૂટિંગ લઇ લીધું છે"
"ડોન્ટ વરી મી. રુદ્રસિંહ " મી. બક્ષીએ કહ્યું.
રુદ્રસિંહ કાઈ બોલ્યા વગર જ ત્યાં દાંત ભીંસતો ઉભો રહ્યો. મી. આદિત્યએ પોલિશ સ્ટેશના નમ્બરના દસ આંકડાઓ દબાવ્યા અને ઘડી ભરમાં પોલિશ વેન આવી ગઈ. લોકોના ટોળા અને પત્રકારો ને કાબુમાં લેવા પોલિશ બાંગ્લા ની ચારેતરફ ગોઠવાઈ ગઈ.
ફરી મી. બક્ષી લીલા દેસાઈની બોડી જોવા લાગ્યા.
"મી. આદિ. તમને શું લાગે છે ? આ ઓરતને ખુદ વિઠ્ઠલદાસે જ ખતમ કરી દીધી હોય એવું નથી લાગતું ?"
મી.આદિત્ય ઘડી ભર એના લટકતા ગળા ઉપરનો ચાકુનો આડો ઘા અને અને એ ઘા માંથી નીકળેલા લોઇ એ વહીને સામેની દીવાલે બનાવેલા ખાબોચિયાને જોતા રહ્યા.
"ના મી.બક્ષી આ ગળા ઉપરનો ઘા બતાવે છે કે લીલા દેસાઈ એ ઘા થી જ મરી ગઈ હશે વિઠ્ઠલદાસે ખૂન કર્યું હોય તો એની છાતી અને પેટમાં જ ઘા હોત. "
" હમમમમમ.... પણ રિપોર્ટ જ હવે બાકીની માહિતી આપીશે " સોક્સ પહેરતા મી. બક્ષીએ કહ્યું.
લીલા દેસાઈના પેટમાં ભોંકેલું ચાકુ અને વિઠ્ઠલદાસની બોડી પાસે લોહીમાં લથબથ પુસ્તક ઉપરથી કેલીબર પીસતલ ઉઠાવી એક પ્લાસ્ટિક બેગમાં સરકાવી દીધી અને બેગ દેવીસિંહ ને આપી. મી. બક્ષીએ વિઠ્ઠલદાસની બોડી ચેક કરી ત્યાં એમને શર્ટની ઉપરની જેબમાંથી એક પેનડ્રાઇવ મળી.
"મી.રુદ્રસિંહ ચેક કરો ઘરમાં યુ.એસ.બી. પ્લેયર ક્યાં છે ?"
રુદ્રસિંહ બીજા બેડરૂમમાં ગયો અને તરત પાછો ફર્યો
"મી બક્ષી અહીં " દરવાજે થી ઈશારો કરીને એમને બેડરૂમ તરફ દોરી ગયો.
બેડરૂમમા એક પ્લેયર હતું મી. બક્ષીએ પેનડ્રાઇવ એમા લગાવી સ્વીચ ઓન કરી. થોડી વાર પવનના સુસવાટા થતા રહ્યા પછી અચાનક અવાજ આવ્યો.....
"અંકલ બાકી તમે તમારું મગજ બરાબર ચલાવ્યું..... બિચારો રચિત અગ્નિહોત્રી કોર્ટ માં જજ સામે આજીજી વલોપાત કરતો રહ્યો પણ કઇ ચાલ્યું જ નહીં એનું ..... કોઈ સબૂત જ નતા છોડ્યા તમે તો." બે વ્યક્તિ ના હસવાનો અવાજ આવ્યો.
"તમને ખબર છે કેસ લડવા માટે તો રચીતે ઘર વેચીને વકીલ રોક્યો હતો. એને ક્યાં ખબર હતી કે વકીલ તો પેલે થી જ આપણે ખરીદી લીધો હતો....."
"મને ખબર છે." પેલી વ્યક્તિએ હાસ્ય કર્યું. અચાનક ફોન ની ઘંટડી રણકી.....
"હેલ્લો રાજવીર હિઅર....."
ફરી પવનના સુસવાટા સંભળાયા. મી. બક્ષી અને બીજા બધા ધ્યાનથી સાંભળી રહ્યા હતા.
"ઓકે. ફોન પર નહીં હું રૂબરૂ મળીશ તને ત્યારે જ બધી વાત કરીશ અને હા તું ચિંતા છોડ લક્ષ્મી પાછી આવી એતો સારી વાત કહેવાય ને. રચીતની ફેમિલીનું કામ તમામ કરવાનું કામ આપણે તો ફ્રી માં થયું ને....!"
ફરી પવનના સુસવાટા.....
"વેરી ગુડ નાઈટ...."
એટલો અવાજ આવ્યા પછી પવનના સુસવાટા એકદમ વધી ગયા.
મી.બક્ષીએ સ્વીચ બંધ કરી અને પેનડ્રાઇવ ખેંચી લીધી. ઘડીભર બધા શૂન્યમનસ્ક પણે વિચારતા રહ્યાં.
"આ પવન ના સુસવાટા .... ફોન પર સામે થી જે વ્યક્તિ બોલે છે એ અવાજ નથી આવતો ત્યારે આ સુસવાટા સંભળાય છે" રુદ્રસિંહ બોલ્યો.
"તો કાતિલ સિરિયલ કિલર છે અને એ મોટી રમત રમેં છે મી. આદિ " મી. બક્ષીએ કહ્યું " હું માનું ત્યાં સુધી આ એ દિવસનું રેકોર્ડિંગ છે જ્યારે રાજવીર દક્ષનું ખૂન થયું હતું. એ દિવસે રાજવીર અને જયદીપ રચિત અગ્નિહોત્રી વિશે વાત કરતા હતા અને કોઈનો ફોન આયો અને ફોન ઉપર ની એમની વાત કિલરે રેકોર્ડ કરી છે."
"મી.બક્ષી એ વાત તો સ્પષ્ટ છે કે મી. રચિત નિર્દોષ છે પણ એક વસ્તુ નથી સમજાતી " રુદ્રસિંહે કહ્યું " કિલર મી. રચિતને બચાવવા માંગે છે એટલે જ આ પેનડ્રાઇવ અહીં મૂકી છે પણ પણ એ મી. રચિતને બચાવવા જ માંગતો હતો તો પછી આ પેનડ્રાઇવ રાજવીરની બોડી ઉપર પણ મૂકી શક્યો હોત ને ? તો મી. રચિતની ફરી હું ધરપકડ જ ન કરોત ને ?"
મી. આદિત્યને કાઈ સમજાતું નહોય એમ ઉભા હતા.
"મી. રુદ્રસિંહ કિલર સાતીર છે એ પોલિશ કરતા એક બે નઇ પણ પુરા ચાર કદમ આગળ રહેવા માંગતો હતો. જો પેનડ્રાઇવ રાજવીરની બોડી ઉપર મૂકી હોત તો પોલિશ રચિત અગ્નિહોત્રીને ઍરેસ્ટ કરોત નહિ એ વાત બરાબર છે પણ તો પોલિશ કિલરની તપાસ પણ બંધ ન જ કરોત અને વિઠ્ઠલદાસ ની પણ ધરપકડ કરવામાં આવોત " મી. બક્ષીએ ભેદ ઉકેલી દીધો.
"માય ગોડ વિઠ્ઠલદાસ ને જેલમાં તો મારી ન જ શકાય એટલે કિલરે આ ખેલ ખેલ્યો છે અને એને ખબર હતી કે એ રચિત અગ્નિહોત્રીને તો પછી પણ નિર્દોષ સાબિત કરી શકશે આ પેનડ્રાઇવ થી " રુદ્રસિંહ ને પણ હવે સમજાતું હતું.
"યસ યુ આર રાઈટ મી. રુદ્રસિંહ કાતિલ પોલીસને ઉલજાવી રાખવાનો પ્રયાસ કર્યો અને એમાં એ ફાવી પણ ગયો" મી. બક્ષીએ કહ્યું.
"એક વાત સમજાઈ મી. બક્ષી ?" વિચારમાં ડૂબેલા મી. આદિત્ય બોલ્યા.
"શુ ?" મી. બક્ષી અને રુદ્રસિંહ બંને બોલ્યા.
"વિઠ્ઠલદાસ, રાજવીર, જયદીપ અને લીલા દેસાઈએ મી. રચિતને ખોટા કેસમાં ફસાયા હતા "
"તો તમે પણ એજ વિચારો છો મી. આદિ જે હું વિચારું છું "
"હા મી. બક્ષી કાતિલ મી. રાચીતના દુશ્મનો ને જ મારે છે. પહેલા રાજવીર અને જયદીપ અને હવે વિઠ્ઠલદાસ અને લીલા દેસાઈ "
"ઓહ માય ગોડ " મી. બક્ષીની આંખો પહોળી થઇ ગઇ.
"સેમ ટુ સેમ આ કહાની જેમ.....!!!!!" ત્રણેયની નજર લોહીથી ખરડેલઅંતર આગ પુસ્તક ઉપર સ્થિર થઈ હતી.
ત્રણેય જણ સમજી ગયા હતા કે કાતિલ અત્યારે કોની પાછળ હશે.
"પણ વિઠ્ઠલદાસે ડી.એસ.પી. ને ફોન કેમ કર્યો હશે ? અને ખુદ ડી.એસ.પી. થી એની વાત થઈ તો એને કોઈ સિક્યોરિટી કેમ ન મળી?" રુદ્રસિંહને એક વાત ક્યારનીય ખૂંચતી હતી.
"પણ ડી.એસ.પી.ને વિઠ્ઠલદાસે ફોન કર્યો જ નથી " બક્ષીએ કહ્યું.
"તો ?"
"એ કામ પણ કાતિલ નું જ છે . એણે જ ડી.એસ.પી. ને ફોન કર્યો હશે "
"પણ મી. બક્ષી એ શુ કામ એવું કરે ?"
"ચોક્કસ તો કહી ન શકાય પણ કતીલને પોલિશ સાથે રમત રમવામા મજા નથી આવતી એ હવે ડિટેકટિવ સાથે ખેલ ખેલવા માંગે છે. "
"અને એને એ પણ ખબર હતી કે સવારે સૌથી પહેલા કમળાબાઈ આવશે. આવતા જ અહીં લાસ દેખીને એ ગભરાઈ જશે એટલે વિઠ્ઠલદાસ ની બોડી પાસે મોબાઈલ જોઈને એ તરત પોલીસને કોન્ટેક્ટ કરશે" રુદ્રસિંહ પણ સમજી ગયો.
"હા મી.રુદ્રસિંહ એને એ પણ ખબર હતી કે કમળાબાઈ જેવો ફોન હાથમાં લેશે કે તરત દજ.એસ.પી.નો નમ્બર લાસ્ટ ડાયલ્ડ બતાવશે એટલે કમળાબાઈ પોલીસનો ભરોસો કરવા કરતાં એ ડી.એસ.પી. ને જ ફોન કરી દેશે."
"આ કતીલનો બચ્ચો મારા હાથમાં આવશે તો હું મારા હાથથી એની ગરદન ઉખાડી નાખીશ." રુદ્રસિંહ લાલઘૂમ થઈ ગયો હતો.
"પણ એ હાથમાં તો આવવો જોઈએ ને ? એ સાતીર ખેલાડી છે " મી. બક્ષીએ કહ્યું.
"એક મિનિટ આ બધું પ્લાનિંગ એનું હતું તો મીડિયાને પણ બધી ઇન્ફોર્મેશન એણે જ આપી હશે." મી.આદિત્ય બોલ્યા.
"તો એ સલૉ હવે પબ્લિકમાં ભય ફેલાવવા માંગે છે " રુદ્રસિંહ જરાય શાંત નહોતો પડતો.
"ના એ સરકારને કંઈક કહેવા માંગે છે હવે ડી.એસ.પી. સાથે તાત્કાલિક મીટીંગ ગોઠવવી પડશે" મી. બક્ષીએ બોડી તરફ ઈશારો કરતા કહ્યું.
કેસ વમળની જેમ ફરતો હતો કાતિલ હરેક પળે એક નવી પળોજણ ઉભી કરતો હતો. ત્રણેય જણ બધું સમજી ગયા હતા છતાંય કશું સમજી ન શક્યા હોય એવી હાલત હતી. મી. આદિત્ય અને મી. બક્ષી જેવા મહારથી પણ ગોથું ખાતા હતા.
મી.બક્ષીએ બોડી ખસેડવા કહ્યું. પોલિશ વેન બોડી લઇ ગઈ પછી ત્રણેય જણ સ્ટેશન તરફ નીકળી પડ્યા.
***
To be continue.....
વિકી ત્રિવેદી 'ઉપેક્ષિત'