Badlo in Gujarati Short Stories by Sarla Sutariya books and stories PDF | Badlo

Featured Books
Categories
Share

Badlo

બદલો

સરલા સુતરિયા ‘સરલ’
sarlasutaria@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

બદલો

ૐૈૈ.. ૈં દ્બ જીટ્ઠટ્ઠરૈઙ્મ, સ્ટ્ઠઅ ૈં ાર્હુ ટ્ઠર્હ્વેં ર્એ? ફેસબૂક મેસેજ બોક્ષમાં અક્ષરો ઉભરાયા. વાંચીને સ્વાતિ ઘડીભર વિચારમાં પડી ગઈ. આમ તો આ રોજનું હતું. કોઈને કોઈ તો રોજ સ્ક્રિન પર આમ જ રેલાતું ને વહી જતું. પણ આ નામની આગળ એનું મન અટકી ગયું. મનના ઉંડાણે જાણે કે આ નામ કૈંક જાણીતું લાગતું હતું. કૈંક વિશેષ હતું આ નામમાં. શું... હશે, એના વિચારમાં સ્વાતિ ખોવાઈ ગઈ. ત્યાં તો મમ્મીની બૂમ સંભળાઈ, ‘સ્વાતિઈઈઈ, જલ્દી કર કોલેજ જવાનું મોડું થશે તને..’!!

જલ્દી જલ્દી લેપટોપ બંધ કરી સ્વાતિ તૈયાર થવામાં પરોવાઈ. ઝટપટ નાસ્તો કરી સ્કુટિ લઈ કોલેજ જવા નીકળી ગઈ.

બે ચાર દિવસ આમ જ વહી ગયા. સ્વાતિના મનમાં પણ આ વાતનું વિસ્મરણ થઈ ગયું. કેમ કે, ઈટટ્ઠદ્બ માથાં પર હતી ને ખુબ તૈયારી કરવાની હતી.

અભ્યાસમાં સ્વાતિ અવ્વલ હતી. તન્મય થઈને અભ્યાસમાં એવી ડુબી જતી કે, અન્ય બાબતો બધી ગૌણ બની રહેતી. ફેસબૂક અને વોટ્‌સૅપ વગેરે તો નવરાશની જ પ્રવૃતિ હતી એના માટે, અભ્યાસને એ પહેલી અગત્યતાં આપતી. ને એની સખીઓ પણ અભ્યાસ બાબતે એની જ સલાહ લેતી. સ્વાતિ પણ ઉમળકાથી બધાને શીખવતી, ને એમ કરવાથી એનું પણ રિવીઝન થઈ જતું.

ઈટટ્ઠદ્બ પુરી થઈ, બધા પેપર ખુબ સારા ગયા હતાં. હવે બસ રિઝલ્ટની રાહ જોવા સિવાય કોઈ કામ ન હતું. ને એટલે ફરી ફેસબૂક અને વોટ્‌સએપની દુનિયામાં ડુબકી લગાવવા માટે એ ફ્રી હતી.

એક દિવસ એણે ફરી ફેસબૂક પર ર્ન્ખ્તર્ ંહ કર્યું. જેવું ફેસબૂક ઓન થયું કે સાહિલ નામની એક જ વ્યક્તિ તરફથી આવેલા ૨૫ મેસેજોએ એનું ધ્યાન ખેંચ્યુ. ‘સાહિલ’ નામ વાંચતાં જ ફરી એના મનમાં કૈંક ઉભરાઈ આવ્યું. મનના તળિયે કૈંક છુપાયેલું હતું જરૂર, જે સપાટી તોડી ઉપર આવવા મથતું હતું. કૈં ન સમજાયું એને. એણે કોશિશ પડતી મુકી, ને મેસેજ વાંચવા લાગી.

કૈં વિશેષતા નહોતી મેસેજોમાં! એ જ ચીલાચાલું રૈૈપરીઙ્મર્ઙ્મપર િ ે? ાીદ્બ ષ્ઠરર્ર? વગેરેથી પેઈજ છવાયેલું હતું. એણે કૈહી લખી મેસેજ બોક્ષ બંધ કર્યું ને ફેસબૂક પર કોમેંટસ કરવા લાગી.

થોડીવાર પછી ફરી દ્બજખ્ત નું બીપ વાગ્યું. એ જ સાહિલ તરફથી મેસેજ હતો. ‘મેડમ, ક્યાં ખોવાઈ ગયા હતાં આટલાં વખતથી? કેટલાં મેસેજ કર્યાં મેં!!

નવા જમાનાની હતી સ્વાતિ, એમ મુંઝાય એવી ન હતી. એમ તો કૈં કેટલાંય અજાણ્‌યા લોકો સાથે ચેટ કરવામાં ક્યારેય હિચકિચાટ થયો નથી, પણ આ નામમાં રહેલા આકર્ષણને લીધે એ જરા અચકાઈ. કોણ હશે આ સાહિલ! એ પ્રશ્ન એને મુંઝવી રહ્યો. પણ આમ શાને મુંઝાવું? ચાલ વાત કરૂં એની સાથે તો આપોઆપ ખબર પડશે કે આ સાહિલ કોણ છે!! એમ વિચારી એણે વાતચિત આગળ વધારી.

ૐૈ ૐીઙ્મર્ઙ્મ થી શરૂ થયેલી ચેટ ધીરે ધીરે આગળ વધતી રહી ને ક્યારે થોડી અંગત કહી શકાય એવી વાતોમાં ફેરવાઈ ગઈ એનું સ્વાતિને ભાન ન રહ્યું.

સાહિલની વાત કરવાની સ્ટાઈલ સ્વાતિને ગમવા લાગી. અરે મેમ, તમે તો ખુબ સુંદર છો હો! તમારી હેરસ્ટાઈલ તો,,,,,,આહાહાહા,,,,શું વાત કરૂ!! આટલાં સુંદર વાળ તો મેં કોઈના જોયા નથી. આમ વખાણથી થયેલી વાતો એકબીજા પ્રત્યેના આકર્ષણને વ્યક્ત કરવામાં ફેરવાતી ગઈ.

હવે ‘મેમ’ ને બદલે સાહિલ સ્વાતિને નામથી જ સંબોધવા લાગ્યો. સ્વાતિએ એની સાથે નામથી જ વાત કરવા માંડી. ચેટમાં ધીરે ધીરે મર્યાદા વિસરાઈ રહી હતી એનું સ્વાતિને ભાન ન હતું. પ્રેમના નામે અજુગતી ને બિભત્સ વાતોની શરૂઆત સાહિલ તરફથી થઈ ચૂકી હતી. ને અનાયાસે સ્વાતિ એમાં ઢસડાઈ રહી હતી. શાન ભાન વગર સાહિલની વાતોના એવાં જ જવાબ એ આપતી રહી ને એવી જ ચેટથી ૈંહ ર્મ્ટ છલકાતું રહ્યું.

અચાનક જ સાહિલ તરફથી ચેટનો પ્રવાહ બંધ થઈ ગયો, દિવસના ૫ થી ૬ કલાક જે સ્વાતિ સાથે ચેટ દ્વારા વાતો કર્યાં કરતો હતો એ હવે સાવ મૌન હતો. એકાદ દિવસ તો સ્વાતિએ રાહ જોઈ, પણ પછી એનાથી રહેવાયું નહી.

એણે ‘ક્યાં છે તું? કેમ મૌન છે? શું થયું છે? મારી સાથે વાત કર ઙ્મીટ્ઠજી! તારા વગર હું જીવી નહી શકું, તું જ મારો પ્રેમ છે ને જિંદગી છેપપ. આવું તો કૈં કેટલું યે લખી નાખ્યું પણ સાહિલનો કૈં જવાબ ન આવ્યો તે ન જ આવ્યો. રોજ ૈંહ ર્મ્ટ ચેક કર્યાં કરતી, પણ...

આખો દિવસ એ ઉદાસ રહેવા લાગી. કોઈ કામમાં એનો જીવ પરોવાતો નો’તો. એના મમ્મી સુધાબેનથી એની આ હાલત છાની ન રહી, એ સમજી ગયા કે, કૈંક ગરબડ છે. પણ એમણે વિચાર્યું કે દીકરી પુખ્ત વયની છે. એની જાતે જ કહેશે જે સમસ્યા હશે તે! હમણાં નથી પુછવું એને.

ચારેક દિવસ પછી સ્વાતિ ૈંહ ર્મ્ટ ચેક કરી રહી હતી ત્યાં એક મેસેજ ઝબુક્યો. સાહિલનું નામ વાંચી એ હરખઘેલી થઈ ગઈ. ઝટપટ મેસેજ બોક્ષ ઓપન કર્યું ને મેસેજ પર એની હરખઘેલી નજર ફરવા લાગી, પણ થોડુંક વાંચતાં જ એના હોશકોશ ઉડી ગયાં. આંખો પર વિશ્વાસ જ ન આવ્યો કે આ સાહિલનો જ મેસેજ છે. એણે ફરી ફરી નામ વાંચ્યું પણ એજ ‘સાહિલ’ નામ ઝબકતું રહ્યું.

એણે લખ્યું હતું કે, ‘ૐૈ ડ્ઢીટ્ઠિીજં જીુટ્ઠૈં?? મજામાં છો ને? જો કે આ મેસેજ વાંચીને તું મજામાં નહી રહી શકે’પને અટ્ટહાસ્યપપ.ને પછી જે શબ્દો ઉભરાતાં હતાં એ સ્વાતિની નજરોમાં તીર બનીને ચુભવા લાગ્યાં. એણે જે ચેટ કરી હતી એમાંથી જે થોડાં વાક્યો એમાં ડોકાઈ રહ્યાં હતાં તે બિભત્સ રસમાં ઢળીને એને વીંધી રહ્યાં હતાં. આગળ વાંચવાની એની હિમ્મત જ ન ચાલી. બેહોશ થવાની અણી પર પહોંચી ગઈ સ્વાતિ. ભયથી એની હાલત જોવા જેવી થઈ ગઈ હતી. એની વિચારવાની શક્તિ જ બહેર મારી ગઈ. હાય હાય હવે શું થશે? હું કેમ મોં બતાવી શકીશ બધાને? આવા વલોપાત વચ્ચે એ સૂનમૂન થઈ ગઈ.

પછી તો રોજ રોજ એને બ્લેકમેલ કરતાં મેસેજ આવવા લાગ્યા કે, આ બધાં મેસેજ હું ઓન લાઈન મુકી દેવાનો છુ. કાં તો તું હું કહું ત્યાં આવ ને હું જે કહું તે બધું કર, નહીં તો હું તારૂં આ લખાણ ખુલ્લું મુકી દઈશ.

રોજ રોજ કાલાવાલા કરી થોડો સમય આપવાની માગણી એ કર્યાં કરતી ને વિચાર્યાં કરતી કે આમાંથી કેમ બચી શકાય. આ સાહિલ કોણ હશે? સારૂં હતું કે મોબાઈલ નંબર આપ્યો ન હતો.

ત્યાં એક દિવસ ફરી એક મેસેજ આવ્યો કે, ‘હજુ તું મને ઓળખી શકી નથી’?

ધીરે ધીરે સ્વસ્થ થયા પછી જાતને ટપારતી સ્વાતિ એ મેસેજોને આગળ વાંચવા લાગી તો આ ‘ સાહિલ’ નામમાં જે જાણીતાપણું કળાતું હતું એ રહસ્ય ઉજાગર થતું ગયું.

આ સાહિલ એ જ હતો જેને એ ૮માં ધોરણમાં ભણતી હતી ત્યારે એની છેડતી કરવાના ગુના સબબ આખી સ્કૂલના વિદ્યાથીઓ વચ્ચે એણે ફટકાર્યોં હતો. પણ ત્યારે એનું નામ રાહિલ હતું. નામમાં જાણીતાપણું લાગવાનું કારણ પણ આ જ હતું. પછી તો એણે સ્કૂલ જ બદલી નાખી હતી. એટલે એ વિસરાઈ ગયો હતો. પણ આજે ઝેરીલો નાગ બની એને ડસી ગયો..

સુધાબેનની નજરથી આ છુપું ન રહી શક્યું. એ જોતાં હતાં કે કૈંક થયું છે ખરૂં ને જે છે તે જરા વધું પડતું જ લાગે છે. હવે ચુપ રહેવું યોગ્ય નહી ગણાય એમ વિચારી એમણે સ્વાતિને પોતાની પાસે બોલાવી. સ્વાતિ જરા ડરી ગઈ. પણ પાસે જઈને બેઠી. સુધાબેને એના વાળમાં હાથ પસવાર્યોં ને વહાલથી પાસે ખેંચી પુછ્‌યું, ‘બેટા , કૈ અણકથ્યું થયું છે’? માના વહાલને અનુભવી દિવસોથી મુંઝાતી સ્વાતિ મમ્મીને વળગીને રડવા જ લાગી. સુધાબેને એને રડવા દીધી. એના માથે, મોંએ હાથ પસવારતાં તેઓ મુંગા મુંગા બેસી રહ્યાં. થોડી વારે પોતાના ભાવાવેગ પર કાબુ મેળવી સ્વાતિ સ્વસ્થ થઈ ગઈ. ને બધી વાત એણે પોતાની મમ્મીને વિગતથી કહી દીધી.

સુધાબેન જરા વિચલિત થઈ ગયાં, પણ પોતાની આ પુત્રીની હિમ્મતથી એ વાકેફ હતાં. એમણે એકલે હાથે દીકરીને મોટી કરી હતી. પતિના દેહાંત બાદ પિતાની ખોટ ન સાલે એ રીતે એમણે સ્વાતિનું લાલન પાલન કર્યું હતું. પણ હ્ય્દયના એક ખૂણે એને જે પિતાની ખોટ સાલતી હશે એ આમ કોઈ પુરૂષ સાથે વાત કરી, પુરી કરવા ધારી હશે પણ સામેવાળાની ચાલાકી ભર્યાં અંદાઝને ઓળખવામાં એણે થાપ ખાધી એમાં એનો શો વાંક? હવે તો સુઝ બુઝ ને ચાલાકીથી આમાંથી નીકળવું જ રહ્યું.

માતાની હમદર્દી અને સ્નેહની સરવાણીમાં ભીંજાતી સ્વાતિ મનોમન મક્કમ મનોબળ કેળવી રહી. સ્વાતિએ સુધાબેનને કહ્યું, મમ્મા, ત્યારે એનો ગુનો નાનો હતો તો ફટકારીને છોડી દીધો હતો પણ આજનો એનો આ ગુનો અનેક ગણો મોટો છે તો સજા પણ એવી જ આપવી રહી.

ભલે મારો પણ વાંક છે આમાં કે હું ભાવાવેગમાં ઘસડાઈને આવી ચેટમાં ભાગ લઈ બેઠી. પણ મેં વિશ્વાસઘાત તો નથી જ કર્યોં, મેં તો પ્રેમ કર્યોં છે. પણ આ વ્યક્તિ એને લાયક નથી. મારી ભુલનું પરિણામ હું ભોગવીશ પણ આને તો ખુલ્લો પાડીને જ રહીશ. સુધાબેન પણ એને નૈતિક હિમ્મત આપતાં રહ્યાં.

હવે શું કરવું કે આ પ્રકરણમાંથી હેમખેમ બહાર આવી શકાય, એ વિચારતાં સ્વાતિને સાયબર ક્રાઈમ સેલ વિશે ક્યાંક વાંચેલી વાત યાદ આવી ગઈ. ના વાંચી નહોતી, એની બહેનપણી રીમાએ કહેલી એ વાત, સાયબર ક્રાઈમની.

રીમાના પપ્પા એમાં હતાં એટલી ખબર હતી. ક્યા પદ પર હતાં એ વાત ગૌણ હતી. અત્યારે તો આટલો આધાર મળ્યો એ ય મોટી વાત હતી. સ્વાતિએ રીમાને ફોન કરી બધી વાત કરી અને કહ્યું, જો એના પપ્પાની મદદ મળે તો આ મજનુને પકડી શકાય અને ભવિષ્યમાં ખો ભુલી જાય એવી સજા કરી શકાય. રીમાએ તરત કહ્યું કે, ‘તું સહેજે ચિંતા ન કરીશ સ્વાતિ, મારા પપ્પાએ આ પહેલાં પણ આવો જ એક કેસ સોલ્વ કરેલો છે. તું બધી વિગતો લઈ આવી જા મારે ઘરે. આપણે પપ્પાને વાત કરશું’.

પછી તો સાયબર સેલ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું. સ્વાતિને કહેવામાં આવ્યું કે, એ સાહિલને એ કહે એ જગ્યાએ મળવાની હા પાડી દે. સ્વાતિએ ફરી ચેટ બોક્ષ ઓપન કર્યું. સાહિલને કહ્યું કે, હું આ બધી બાબતોથી ઘણી ટેન્શનમાં છું. એક વાર તને મળી આનો નિવેડો લાવવા માગું છું. તું કહે ત્યાં હું આવીશપ.કહે ક્યાં આવું?

સાહિલ એકદમ ઉછળી પડયો. આખરે પંખી પિંજરામાં આવવા તૈયાર થયું હતું. એણે હોટેલ સંગમ પર બરાબર ૧૧ વાગ્યે આવી જવાની સુચના આપી દીધી. સ્વાતિએ બધી વાત રીમાને જણાવી દીધી, ને રીમાએ એના પપ્પા ભગીરથ ભાઈને.

બીજે દિવસે બરાબર ૧૧ વાગ્યે સ્વાતિ હોટેલ પર પહોંચી ગઈ. ત્યાં પહેલેથી જ સાદા વેશમાં સાયબર સેલના માણસો ગોઠવાઈ ગયા હતાં. ૧૧ વાગીને ૧૦ મિનીટે સાહિલ પણ ત્યાં આવી પહોંચ્યો. આવીને જેવી એણે સ્વાતિને પાસે બોલાવી કે તરત જ સાયબર સેલના માણસોએ એને ઘેરી લીધો. અને હાથકડી પહેરાવીને સીધો જ વાનમાં બેસાડી દીધો. સાહિલ એકદમ ડઘાઈ જ ગયો. સ્વાતિની હિમ્મતનો એને અનુભવ હતો પણ આમ આબરૂં જવાનો ભય છોડી પોલીસની મદદ લેશે એવી એણે કલ્પના કરી ન હતી. ત્યાં ને ત્યાં વાનમાં જ ભગીરથ ભાઈએ એને બે તમાચા જડી દીધા, શરીફ છોકરીઓને આમ ફસાવે છે નાલાયક, કહી ફરી બે તમાચાથી ગાલ લાલ કરી દીધો.

સાહિલ સાવ ભાંગી પડયો. ફરી બે તમાચા ને એની બધી હેકડી બહાર નીકળી ગઈ.

ક્યાં છે તારૂં લેપટોપ?

ચાલ તારા ઘરે.

તારાં મા-બાપને ય તારાં કરતુતોની જાણ કરવી પડશે ને!

આટલું સાભળતાં જ એના પર વીજળી પડી. ક્યાં તો એ સ્વાતિને બદનામ કરવા નીકળ્યો હતો ને ક્યાં એનો જ પોતાનો ધજાગરો થવાની નોબત આવી ગઈ. લેપટોપ તો એની સાથે જ હતું. સ્વાતિ સાથે જે કઈ થાય એનો વિડીયો ઉતારીને એને ફરી ફરી બ્લેકમેલ કરવાના નામુરાદ ઈરાદા સાથે એ લેપટોપ સાથે જ લાવ્યો હતો. ભગીરથ ભાઈએ સાહિલનું ફેસબૂક એકાઉંટ ઓપન કરાવ્યું. બધા મેસેજો ડીલિટ કરાવ્યાં. બીજે ક્યાંય તો જટ્ઠદૃી કર્યાં નથીને એની ચોકસાઈ કરી. પછી સ્વાતિને બોલાવી બધી વિગતો જણાવી. હવે કોઈ ચિંતા નથી પણ દીકરી હવે સાવચેત રહેજે ને ભાવાવેગને કાબુમાં રાખજે. આ બદમાશને તો હવે જેલની હવા ખાવાની છે. તું જા હવે ઘરે. કહી સાહિલને લઈ વાન ચાલી નીકળી, નિશ્ચિંત મને સ્વાતિ ઘરે આવી, મમ્મા, હવે કદી આવી બેવકુફી નહી કરૂં. આવા લેભાગુ મજનુઓથી સાવચેત જ રહીશ કહેતી સુધાબેનને વળગી પડી.

આપની રજ્જો

ઘણાં વરસો પછી વતનમાં રહેવાનું બન્યું હતું . બેંકની નોકરીમાં ઠેક ઠેકાણે બદલી થતી રહેતી , પણ હવે નિવૃતિને બે જ વરસની વાર હતી તો મધુકર ભાઈએ પોતાના વતનમાં બદલી માગી હતી. ને સદ્દભાગ્યે બદલી મંજુર પણ થઈ ગઈ હતી .

મધુકાન્તા બેન ખુશ ખુશ હતાં કે , ચાલો બહુ વરસ બહાર જ રહ્યાં , હવે વતનમાં પરિચિત માહોલ ને પરિચિત લોકોની વચ્ચે રહેવાની મજા આવશે. જુના પડોશીઓ સાથેની આત્મિયતા હજુ અકબંધ હતી .વારે તહેવારે થતાં ફોન દ્વારા સંપર્ક જળવાઈ રહ્યો હતો . આવતાં પહેલાં જ એમના નિકટતમ પડોશી રમાબેને સાફ સફાઈ કરાવી રાખી હતી ને જમવાની વ્યવસ્થા પણ કરી રાખી હતી. એટલે આવીને સામાન ગોઠવતાં જરાય અગવડ પડી નહોતી . હજુ બે દિવસ તો રસોડુ ચાલુ કરવાનું નહોતું . એટલાં હકથી રમાબેને હુકમ ફરમાવ્યો હતો કે , મધુકાન્તા બેન કૈં બોલી જ ન શક્યા. બસ લાગણીસભર નયને હા જ પાડી દીધી .

ધીરે ધીરે બધું રૂટિન ગોઠવાતું ગયું . વરંડામાં બેસીને ચા પીવાની જુની આદત ફરીથી તાજી થઈ ગઈ હતી. ચા પીવાતી જતી ને વર્તમાન પ્રવાહો પર ગપશપ થયાં કરતી . સવારનો તાજગી ભર્યો સમય વરંડામાં જ પસાર થઈ જતો. કામવાળાં બહેન આવીને બધું કામ સરસ રીતે કરી જતાં હતાં એટલે કામ બાબત કોઈ ચિન્તા પણ ન હતી.

એક દિવસ રોજની જેમ ચા પી લીધા પછી બન્ને પતિપત્ની વરંડામાં બેસીને ગપશપ કરી રહ્યાં હતાં ત્યાં જ દરવાજો ખોલીને એક યુવતી અંદર પ્રવેશી અને બન્નેના ચરણોમાં પ્રણિપાત કરી રહી.

અરે કોણ છો બહેન ? આ શું કરો છો ?

અરે ! મને ન ઓળખી ? હું રજની પ આપની રજ્જો !

સજળ આંખે રજની બન્ને સામે જોઈ રહી.અને સ્તબ્ધ બની બન્ને પતિ પત્ની એને જોઈ રહ્યાં .

ઓહ્‌હ પ આ જાજ્વલ્યમાન લાગતી સ્ત્રી રજ્જો છે ?? માનવામાં નથી આવતું . !!

હા , સાહેબ ! બેન ! પ.. હું રજ્જો જ છું . તમારાથી જુદી પડી એને ૨૦ વરસના વહાણા વાઈ ગયા . એટલે તમે મને ઓળખી ના શકો એ સ્વાભાવિક છે. પણ તમે તો મારા જીવનદાતા અને સાફલ્યદાતા છો ! હું તમને કેમ ભુલું !

પારકા કામ કરી તનતોડ મહેનત કરતી અમ ગરીબ મા-દીકરીનો તમે જ હાથ ઝાલ્યો હતો. તમારા આઉટહાઉસમાં રહેવાની સગવડ કરી આપેલી ને મને શિક્ષણની કેડીએ દોરેલી . યાદ છે તમને ? તમે મને સારી શાળામાં દાખલ કરેલી ને મારી ફી પણ તમે જ ભરી દેતાં હતાં . રોજ લેસન કરાવવા બોલાવતાં ને ખુબ ખંતથી મને શીખવતાં . તમારા સંતાનો અને મારી વચ્ચે તમે કોઈ ભેદભાવ કદી નહોતો કર્યોં . જીવનના એ પાંચ વરસની સુખદાયી સ્મૃતિ હું કદીયે નહી ભુલું !

આજ જે કૈં હું છું એના પાયામાં આપે પુરેલી આપની સદ્દ્‌ભાવનાઓ છે.

એકી શ્વાસે આટલું કહી રજની ફરીથી મધુકાન્તાબેનના ચરણોમાં બેસી ગઈ.

મધુબેને સ્નેહથી એના માથા પર હાથ પસવાર્યો ને કહ્યું , અરે બેટા ! એ તો તારી પોતાની મહેનત ને લગની જ હતાં કે, તું ઘરકામમાં તારી બાને મદદ પણ કરતી ને ભણતી પણ . અને એમાં મેં શું ઉપકાર કર્યોં ? તમે મા દીકરીએ મારૂં ઘર પણ સંભાળી લીધું હતું ને ! મારા સંતાનોનું મેં નહી કર્યું હોય એટલું કામ તમે બન્નેએ કર્યું છે . તમારા બન્નેને લીધે હું તો સાવ ચિંતામુક્ત થઈ ગઈ હતી.

પણ બેટા ! હવે તું શું કરે છે ? તારી બા ક્યાં છે ?

મધુબેનના આ પ્રશ્ન સાથે જ રજનીની નજર સામે ભુતકાળ જીવંત થઈ ઉઠ્‌યો .

એના પિતા રઘુની દારૂની લત્તને લીધે ઘરમાં અસહ્ય ગરીબી આંટા મારતી હતી. એક એક સમયના ખાવાના સાંસા પડતાં હતાં. પેટની આગ બુઝાવવા માટે મા પારકા ઘરના કામ કરતી હતી... ને પોતે પણ થાય એટલી મદદ કરતી હતી . પણ તોય બે છેડા ભેગા થતાં ન હતાં.

થોડા દિવસથી સરયુ બેનના ઘરનું કામ મળ્યું હતું. એમના આઉટ હાઉસમાં રહેવાનું અને ઘરનું બધું કામ કરવાનું. લાગતું હતું કે જાણે જીવન કૈક સીધી ગતિમાં વહી રહ્યું છે. પણ પિતાની પીવાની લત્ત ક્યારેક તકલીફ ઉભી કરી દેતી . આમ તો મા બહુ ધ્યાન રાખતી કે દારૂ પીધા પછી તેઓ આઉટ હાઉસની બહાર ન નીકળે. તોયે ક્યારેક નજર ચૂકવી બહાર નીકળી જતાં પણ ઈશ્વર કૃપાએ હજુ સુધી મકાન માલિકની નજરમાં આવ્યા ન હતાં. પણ તે દિવસે જે બન્યું તે ભયંકર હતું.

સરયુબેનના નાના દીકરા અમિતને ક્રિકેટનો અતિ શોખ પ. રોજ બધા મિત્રો ભેગા કરી ક્રિકેટ રમ્યા કરતો.

તે દિવસેય અમિત મિત્રો સાથે રસ્તા પર ક્રિકેટ રમતો હતો. બેટીંગ કરવાનો એનો વારો હતો. સામેથી આવતા ગમે તેવા અઘરા બોલને એ બરાબર ફટકારી બાઉંડરી પર મોકલી આપતો હતો . મિત્રો પણ એને શાબાશી આપી પોરસ ચડાવતાં રહેતાં. એક એવાજ અઘરા બોલને અમિતે ફટકો માર્યોં અને એ બોલ શરાબના નશામાં ડોલતાં ડોલતાં આવી રહેલાં રઘુને લમણે જઈ અથડાયો. એક ચીસ સાથે સમતોલન ગુમાવી રઘુ ઢળી પડયો. નીચે રોડ પર પડેલો પત્થર અને બોલના બેવડા મારથી એણે ભાન શાન ગુમાવી દીધું. લોહીની ધાર શરીરને ભિંજવી રહી.

છોકરાઓ ગભરાઈને ભાગી ગયા. રઘુની ચીસ સાંભળીને રજની અને એની મા દોડતાં આવ્યા ને રઘુની હાલત જોતાં જ એમના હોશકોશ ઉડી ગયા. તરત જ ૧૦૮ માં ફોન કર્યોં અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી મા દીકરી સુનમુન થઈ બેસી રહ્યા.

કલાક પછી ડોકટરે આવી કહ્યું કે, અતિશય શરાબ સેવનને લીધે રઘુની કિડની પણ ખરાબ થઈ ગયેલી છે. અને ચોટને લીધે મગજને પણ ઈજા પહોંચી છે. બચવાની શક્યતા નહીંવત્ત છે. રજની અને જમના આઘાતથી જડ થઈ ગયા. બે હાથ જોડી જમના કરગરી પડી, ‘ગમે તેમ કરી એમને બચાવી લ્યો સાહેબ પ અમ મા દીકરી નોધારા થઈ જશું. પણ કુદરત પાસે લાચાર માનવપ.., કૈં ના થઈ શકયું ને રજની અને જમનાને નોધારા છોડી રઘુ પરલોકની યાત્રાએ ઉપડી ગયો.

રઘુનામૃત શરીરને લઈને બન્ને મા દીકરી ઘરે આવ્યા ને અંતિમ ક્રિયાની તૈયારી કરી. સરયુબેને બધી મદદ કરી પણ ડરતાં ડરતાં... ક્યાંક આ લોકો પોલિસ ફરિયાદ કરશે તો શું થશે ? એ વિચારે સતત ફફડતાં રહેતાં ને અમિતને બને ત્યાં સુધી દુર જ રાખતાં પ થોડાં જ દિવસમાં રજની અને જમનાબેનને સમજાઈ ગયું કે, જો અહીં વધુ દિવસો રહીશું તો આ ભલી બાઈ બિચારી વગર વાંકે હેરાન થયા કરશે. એટલે એક કપરો નિર્ણય લીધો કે અહીંથી ક્યાંક બીજે જતાં રહીયે.

સરયુબેનને બોલાવી કહ્યું, બેન, તમે મુંઝવણમાં ના મુકાઓ એ માટે અમે અહીંથી બીજે જતાં રહીશું.. તમે અમને ઘણી મદદ કરી છે, ને આતો એક અકસ્માત હતો એના માટે અમિતને જવાબદાર ના ઠેરવશો. એણે જાણી કરીને તો કૈં કર્યું ન હતું. તમે જરાય ગભરાશો ના કે મુંઝાશો ના... આમ કહી સરયુબેનને આવજો કહી બંને બોલાવેલ રિક્ષામાં બેસી ગયા..

અને પછી તો અમે તમારે ત્યાં કામ કરવા રહ્યાં ને તમે દીકરીની જેમ જ મને જાળવી.

હા ઈ બરાબર, પણ અમારે ત્યાંથી ગયા પછી તમે બન્નેએ શું કર્યું ? એ તો કહે દીકરી !!

હા, તમે તો બદલી થતાં જતાં રહ્યાં પણ મારી ફીની વ્યવસ્થા તો તમે કરી જ ગયા હતાં ને ! માએ બીજા ઘરના કામ બાંધ્યા ને . એક સરકારી ક્લાસમાં સસ્તી ફી હતી તેથી ત્યાં હું અભ્યાસની સાથે સાથે શિવણ શીખવા લાગી. લગન અને ધગશથી મેં શિવણને આત્મસાત કરી લીધું . ગ્રેજ્યુએશન પુરૂં થયું ને મને શિવણનો ડિપ્લોમા પણ મળી ગયો. પછી અવનવા કટીંગ કરી ચિંદરડાઓ જોડી તોડી કૈંક ને કૈંક સિવ્યા જ કરતી.

ધીરે ધીરે આત્મસુઝથી મેં બીજાના કપડાં સિવવાનું ચાલું કર્યું , અને બધાને મારી સિલાઈ પસંદ આવતી ગઈ . અને આવક પણ વધતી ગઈ. ને પછી મેં બુટિક ચાલું કર્યું...

અત્યારે મારૂં બુટિક ખુબ સારૂં ચાલે છે. ખુબ સારી આવક છે. મારી બા હવે આરામ કરે છે ને બુટિકના હિસાબ પણ સંભાળે છે.

મધુબેન ખુબ રાજી થયાં. ને આશિર્વાદ વરસાવી રહ્યાં.

ત્યાંતો રજનીએ ફરી કહ્યું, બેન આ બધાનું શ્રેય તમને જાય છે. તમે મને શિક્ષણની કેડીએ દોરી ન હોત તો હું ને મારી બા હજુયે પારકા કામ કરતાં હોત.

શિક્ષણ જ બધી મુસીબતોમાંથી ઈજ્જતભેર બહાર આવવાનો રસ્તો ર્ચીંધે છે. આજે હું આમ સ્વાવલંબી છું એ તમે આપેલા શિક્ષણને આભારી છે. અને તમારૂં એ ૠણ ઉતારવા માટે હું પણ જરૂરતમંદ ત્રણ દીકરીઓનો ભણવાનો સઘળો ખર્ચ ઉપાડું છું. અને એ ત્રણેય દીકરીઓ ભણી ગણી કામે લાગશે ત્યારે એ પણ ત્રણ ત્રણ દીકરીઓને ભણાવશે . આમ આ ચક્ર ધીરે ધીરે ફેલાતું જશે ને સમાજમાંથી નિરક્ષરતાનું પ્રમાણ ઘટતું જશે.

મધુબેન ગૌરવથી એની આ દીકરીને જોઈ રહ્યા ને આશિષ વરસાવી રહ્યાં.