Ay vatan - 6 in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | અય વતન ૬ મોટી એબ.

Featured Books
Categories
Share

અય વતન ૬ મોટી એબ.

પ્રકરણ – ૬

મોટી એબ

શાંતા મામીએ રશ્મિ નાં પપ્પા મમ્મીને કહેણ મોકલ્યું કે જીતેન માટે રશ્મી અમને ગમી છે. તમે મળવા આવો. આ સમાચારથી બેખબર જીતેને રશ્મિ અને તેના કુટુંબને ઘરે આવતા જોઈને આશ્ચર્ય અનુભવ્યું.

અંજારનાં વતની એટલે શાંતા મામીનાં મોસાળનાં વતની - શાંતા મામીએ તેડાવ્યા હશે તેમ તે વિચારતો હતો - ત્યાં સવિતાબાએ વાત કરી. “ચાલ જીતેન તૈયાર થઈ જા. આ છોકરી રશ્મિને તારા માટે અમે પસંદ કરી છે.”

જીતેનનાં મોં પર આનંદની સુરખી પથરાઈ ગઈ. “બા - ક્યારે નક્કી થયું ?”

“તું જ્યારે વકતૃત્વ સ્પર્ધામાં વિધવિધ દલીલો કરી રફીકને હરાવતો હતો ત્યારે !” થોડા મૌન પછી તે કૃતજ્ઞતાથી બોલ્યા “આ વડીલો અમારા મનની વાત કેવી રીતે સમજી જાય છે ?”

શાંતા મામી ત્યારે રૂમમાં દાખલ થયા. “અમારું પંડ છે. તેની ખુશી અમને જ ખબર પડે ને !”

જીતેન શાંતા મામીને પગે લાગ્યો. સવજીને ટકોર કરવાની ઈચ્છા થઈ તેથી તેણે પૂછ્યું, “રશ્મિ તને તો પસંદ છે ને જીતેન ?”

જીતેન સહેજ ખમચાયો અને બોલ્યો - “આપ વડીલોએ સમજીને જ નક્કી કર્યું હશે ને ?”

“એટલે તારી હા ને ?” સવિતાએ દીકરાની આનંદની પળ માણતા કહ્યું.

“તેને પૂછી જોયું ને ? મારી તો હા છે.”

“તેની પણ હા છે અને એટલે તો આજે તેના વડીલો ચાંદલો અને રૂપિયો લઈને આવ્યા છે.” શાંતા મામીએ ઠાવકાઈથી કહ્યું.

શાંતા મામીએ રશ્મિ - તેના પિતા રમેશ અને રશીલાને મીઠો આવકારો દીધો.

ઘણા લાંબા સમયે ઘરમાં તહેવારનો માહોલ થયો. ગોળધાણા ખવડાવી વેવાઈએ ખુશીને વધાવી. ઢોલ ધ્રબુકીયા અને ગોર મહારાજાએ મંત્રોચ્ચાર કરતા જીતેનને ચાંદલો કર્યો અને રમેશભાઈએ રૂપિયો અને નાળિયેર આપ્યા.

ગ્રેજ્યુએશનનાં દિવસોને બીજે દિવસે લગ્ન નિરધાર્યા ત્યારે જીતેન અને રશ્મિ એ ૧૮ વર્ષ પૂરા કર્યા હતા.

શાસ્ત્રોક્ત રીતે લગ્ન લેવાયા અને શાંતાબાએ દીકરીનાં દિકરાની વહુને આશીર્વાદ આપ્યા. નાગજી આ લગ્નમાં આવી ન શક્યો કે ન આવી શક્યા. કોઈ અન્ય સગાવહાલા... પણ રુપાળી રશ્મિના ઘરમાં રૂડાં પગલા થયા. વહુ કોડીલી હતી, વાને રૂપાળી હતી અને ગુણિયલ હતી. જીતેન અને રશ્મિ બંને સી.એ.નું ભણવામાં પ્રવૃત્ત થયા.

સવજીએ હસતા હસતા સવિતાને કહ્યું, હજી તારે ભાગે નિવૃત્તિ બે કદમ આગળ છે. તારે વહુને પણ રોટલા ખવડાવવાનાં છે ત્યારે સવિતા કહે, “હજી ભણવાની ઉંમર છે. ભલે ભણી લે... મારા જીતેનને સાથ આપે.. હું મારા પૌત્રની બે વર્ષ વધુ રાહ જોઈશ.”

પૌત્રની કલ્પના કરતા ત્રણેય પ્રસન્ન હતા.

આ બાજુ ધર્મઝનુની ઈકબાલ ધીમે ધીમે પોલિટીકલી એકટીવ થયા હતા અને એક પછી એક પગથીયા ચઢતા ચઢતા તેના વિસ્તારનાં નામચીન રીઢા ગુનેગાર બની ચૂક્યા હતા.પોલીટીકલ પાવરે તેની ધર્મ ઝનુની યોજનાઓ માં ચાર ચાંદ લગાવ્યા હતા.રફીક પણ તેના રસ્તે આગળ વધીને ઘણી ભાંગફોડીયા પ્રવૃત્તિનો આગેવાન બની ચુક્યો હતો.

જીતેન અને રશ્મિ સી.એ. થઈને પોતાની પેઢી ખોલી ચૂક્યા હતા. કેશવ ઠક્કરની પેઢીનાં ઘરાકો તો હતાજ. સવજી દાવડા એન્ડ સન્સ દ્વારા ટેક્ષનાં કામો થતા રહ્યા.

પછીના વર્ષમાં રશ્મિએ રેશ્મા જન્મ આપ્યો. રેશ્માં રશ્મિ જેવી જ ઘાટીલી અને રૂપાળી હતી. જીતેન જેવી જ ઉંચી થશે તેવી ધારણા હતી.

રશ્મિ દીકરીનાં જન્મથી ચિંતિત તો હતી. પણ તેના હાથમાં ક્યાં કશું હતું ? સ્ત્રી થઈને પાકિસ્તાનમાં જન્મવું એ શ્રાપ હતો તે પોતે પણ જાણીતી હતી. પણ પાકિસ્તાનમાં પણ પશ્ચિમની હવા ફેલાતી હતી. બુરખો અને પતિની ચાકરી ખાડાની ધાર હતી.

આખી જિંદગી ગુલામની જિંદગી જીવવાની ... બુરખા... તલાક અને બહુપત્નીત્વમાં કાયમ જ શેકાતી જિંદગી દીકરીને પણ ભોગવવી પડશે. ... એ ફડક તેના મનમાં જીવંત હતી.

જો કે એ ફડકનું કારણ પણ હતું. હવે તેઓ લઘુમતિમાં હતા. પ્રમુખશાહીમાં રાજા. વાજા અને વાંદરા સરખી કઈ મીનીટે નવો નિયમ આવે ને નવો હાકેમ આવે અને શું નવી વાત લાવે તે ના સમજાય...

જો કે શાંતામામી સદા કહેતા બને ત્યાં સુધી કાયદામાં રહો તો તકલીફ ન થાય. પણ કાયદા જ જ્યાં બદલાતા હોય ત્યાં ?

જીતેન સમજાવતો કે પરિવર્તન તો યુગ છે દીકરીને ભવિષ્યમાં જેમ દુઃખ પડી શકે છે તેમ સુખ પણ પડી શકે છે. તેના લગ્ન પાકિસ્તાન સિવાય બહાર પણ થઈ શકે છે તેને આપણે ભણવા લંડન પણ મોકલીએ. વળી આ પ્રમુખશાહી સતત ના પણ રહે.

છતા માનો જીવ... સદાય કંપતો રહે કોલેજનાં બીજા વરસમાં “અબ્દુલ” નામે ગુંડાની માગણી આવી અને ફફડતા હૈયે અબ્દુલ સાથે કાયદાકીય રીતે નિકાહ કરાવવાની ફરજ પડાઈ.

રશ્મિનાં પિતાજીએ તેને કરાંચીથી સરગોધા બોલાવી લીધી ત્યારે “અબ્દુલ” રોષે ભરાયો. તેણે પોલિસ મોકલી અને જીતેનને જેલમાં નાખ્યો. સવજી અને શાંતા મામીએ શામ દામ ભેદ વડે જેલ તો તોડી પણ સવજી આ પરાધિન અવસ્થામાં રહેવા કરતા અબ્દુલને ભડાકે દેવાનાં ઉદ્દામ નિર્ણય ઉપર આવી ગયો.

શાંતા મામીએ તેને ઠંડો પાડતા કહ્યું “સબસે હીલ મીલ ચાલીયે નદી, નાવ ઔર સંજોગ.”નો મર્મ સમજાવ્યો. રશ્મિ હાઈપર થઈ જતી - જીતેન શક્ય તેટલી સૌમ્યતાથી વર્તતો પણ અંદર તે સવજીની જેમ ઉકળતો ચરુ હતો.

એ રેશ્માને અમેરિકા મોકલવાની વાત કરી ત્યારે સવજીને નવાઈ તો લાગી પણ અબ્દુલ કાયદાકીય રાહે તે રસ્તો પણ રોકીને બેઠો. મુસ્લિમ સુપ્રીમસી અને આંતરજ્ઞાતિય લગ્નથી એક ધારમાં સૌ લઘુમતિ કોમને ભેગા કરવાનાં પ્રયત્નમાં તમે વિધ્નો પેદા કરો છો. તે નામે છાપામાં મોટો હબાળો થયો.

છાપામાં રેશ્મા અને અબ્દુલની પ્રેમકહાણીને ઉછાળવામાં આવી

એક દિવસ ? સાથે રેશ્મા કરાંચી પાછી આવી. અબ્દુલ આટલો ઝનૂની થયો છે. તેનું કારણ સમજાવતા કહ્યું, “બેટા, તે ક્યારેય રેશ્માનું મન કળ્યું છે ?

“ના, કેમ ?”

“રેશમા અને અબ્દુલ કોલેજમાં હતા ત્યારે ગળાડૂબ પ્રેમમાં હતા.”

“હેં ?”

“હા. અને તમારા દબાવમાં આવી તે પાછા તો હટવા ગઈ પણ અબ્દુલે તે ન થવા દીધું.”

“રશ્મિનું મોં પડી ગયું. રેશ્માનું તકદિર કેવું ? કહી હીબકે ભરાઈ.... થોડીવાર તેને રડવા દીધી પછી રમેશભાઈએ વાત આગળ ચલાવી. ” હું અબ્દુલને મળ્યો. તેની વાત સમજવા મેં તેને ત્યાં બોલાવ્યો. તે આવ્યો ત્યારે પહેલી ત્યાં નજરે તો બેઉ મેચીંગ પેર છે. દેખાવડો છે અને કુટુંબ તેનું સારું છે તેવી તપાસ કરવી ત્યારે સમજ પડી. તે બસ એટલું જ બોલ્યો મુસ્લિમ તરીકે જન્મવું તે તેનો ગુનો નથી. બીજી કોઈ એવી એબ એનામાં નથી.

“એ જ તો મોટી એબ છે” રશ્મિ બોલી “તેમના લગ્નજીવનમાં ભંગાણ પડે તેવા પુરુષો માટેનાં બધ્ધા રસ્તા ખુલ્લા છે. તેઓ સહેજ પણ ના ફાવ્યુ અને તલાક તલાક તલાક કહીને છોકરીને રઝળાવી દઈ શકે. એક કરતા વધુ બીબી રાખી શકે. એને સ્ત્રી એટલે પગની જૂતિ માનનાર સંસ્કાર વર્ષોથી છે... હું મારી દીકરીને જાતે તો ખાડામાં ના ધકેલું ને ?”

“એ બધી જ ચર્ચા રેશ્માએ તેની સાથે કરેલી છે અને તેવું કશું નહીં થાય તેમ શાબ્દિક બાહેંધરી આપ્યા પછી રેશ્માથી તે નામે હવે હટાય તેવું નથી અને આ નબળી કડીને મજબૂત બનાવવા છાપે તેને ચઢાવાઈ છે.”

દીકરીનાં ભોળપણ ઉપર જીતેન અને રશ્મિ પાસે અફસોસ કરવા સિવાય કંઈ જ ના રહ્યું.

સવજીએ મોટો નિઃસાસો નાખતા કહ્યું “આ ૧૯૪૭ માં ભારત ન જવાની કિંમત છે.” શાંતા મામીનું મોં પડી ગયું. તે બોલ્યા, “સવજી ! કોઈ પણ નિર્ણય સાચો કે ખોટો તે નિર્ણય લેતી વખતની પરિસ્થિતિ આધારીત છે. ૧૯૪૭માં તે નિર્ણય સાચો હતો. આજે ૫૫ વર્ષે બદલાયેલ પરિસ્થિતિમાં તે નિર્ણયનાં પરિણામો ના વિચારવા જોઈએ.”

“મામી ! મારી ભૂલ થઈ ગઈ... પણ આ પરિણામો મને કબૂલ નથી.”

“સવજીભાઈ વીતેલી વાતોને ભૂલી જવાય. એકાદ પેઢીએ તે ભોગવવું જ પડે છે અને તે પેઢી પહેલી પેઢી હોય છે જે પાયામાં હોય છે.”

રમેશભાઈ આગળ બોલ્યા, “મારી ત્રીજી પેઢી મારી માતૃભાષાને માતૃભાષા નહીં સમજે... કારણ કે પરદેશ જ તેમને તેમનું વતન લાગશે. આ તો તેમની જન્મભૂમિ કોઈક કિંમત તો આપણે આપવી જ રહી.”

થોડી ક્ષણ એમને એમ વહી ગઈ. સવજીનાં ચહેરામાં લાગણીઓનાં ઉતાર ચઢાવ જો તો જીતેન બોલ્યો... મારો જન્મ ભારતમાં થયો અને બે જ કલાકમાં મારી માતૃભૂમિ પાકિસ્તાન થઈ ગઈ - હું મારા ભાગ્યને રડું ! કે રડું પાકિસ્તાન ને !

થોડા સપ્તાહ પછી રેશ્મા બોલી - “મમ્મી અબ્દુલ સાથે મારા મન મળી ગયા છે. ત્યારે જે અમંગળ તુ ભાવે છે તે અમંગલ મારા થશે ત્યારે હું રડતી નહીં આવું. તમે મને જ્ઞાન દીધું છે. વહાલ દીધું છે. તેની બદલ હું જિંદગીભર ઋણી રહીશ. પણ તમારે તમારા કલ્પિત ભયોથી કે પાછલા અન્યોનાં કટુ અનુભવથી મારા માટેના નિર્ણયોને ના રોકો. એક વખત અબ્દુલને તમે મળો તો ખરા ! મારી પસંદગીને જુઓ તો ખરા ! તેણે તો મારા માટે તેનાં ઘરમાં જલા મંદિર પણ ખોલ્યું છે અને એ પણ તેના ઘરમાં. મારા માટેનો વિરોધ સહન કરે છે. જ્યાં સમજ છે ત્યાં. તમે કલ્પો છો તેવાકોઈ જ ભયો ઉદ્‌ભવવાનાં નથી અને જો તે થયું તો તે મારું નસીબ !”

રેશ્માની સ્પષ્ટ વાતથી સૌ વડીલો મૌન થઈ ગયા. જીતેન બોલ્યો. - “દીકરા લોહીનાં સંબંધે જોડાયા છીએ તેથી એમ તો નહીં જ કહીયે કે તારા નસીબે તને દુઃખ પડે તો અમે દુઃખી નહીં થઈએ પણ તારું લગ્ન બેઉ રીતે વિધિએ - અને અમારું એકનું એક સંતાન છે. તેથી અબ્દુલે હિંદુ કાયદાઓથી પણ જલાબાપાને માનવા પડશે.”

દીકરીને વિદાય કરતાં બાપનું ગીત સવજીનાં મનમાં ગૂંજતું હતું અને સાથે સાથે મન રડતું પણ હતું. અબ્દુલ રફીકનો દીકરો અને ઈકબાલનો પૌત્ર હતો.

***