Redlite Bunglow - 7 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૭

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

રેડલાઇટ બંગલો ૭

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૭

રાજીબહેનની ચુંગાલમાંથી બહુ સરળ રીતે નીકળી આવેલી અર્પિતા મનોમન બહુ ખુશ હતી. પણ ઘરે આવીને તેણે મા વર્ષાબેનનો કાકા હરેશભાઇ સાથે જે અંતરંગ વાર્તાલાપ સાંભળ્યો તેનાથી તેને સમજાતું ન હતું કે ખુશ થવું કે નારાજ થવું. રાજીબહેને તેને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો તખ્તો તૈયાર કરી દીધો હતો. તેના ટૂંકા કપડાંમાં ફોટા પાડી લીધા હતા. અને સીસી ટીવી કેમેરાથી બાથરૂમમાં નહાતો વીડિયો લઇ લીધો હતો. પરંતુ તેને શહેરમાં કોઇ ઓળખતું ન હોવાથી ભવિષ્યની ચિંતા કર્યા વગર નાના ભાઇ-બહેનને મળવાના બહાને તેમની કેદમાંથી નીકળી તો આવી હતી. અહીં આવીને તે બંનેને નિરાંતે ઊંઘતા જોઇ ખુશ થઇ હતી. પણ માની પથારી ખાલી હતી. અને તે ઘરમાં કે બહાર ક્યાંય ન દેખાતાં ચિંતામાં હતી.

અડધી રાત્રે માને કયું કામ આવ્યું હશે કે ઘરમાંથી બહાર નીકળી? તેને માનો પત્તો તરત જ મળી ગયો. બાજુમાં રહેતા પિતાના ભાઇ હરેશભાઇના ઘર પાસે તે મદદ માટે કહેવા પહોંચી ત્યારે અંદરથી આવતા ધીમા અવાજોથી તે ચોંકી ગઇ હતી. તેને ફુસફુસાહટવાળા અને ઊંહકારાવાળા અવાજથી ખ્યાલ આવી ગયો કે તેની મા અને કાકા કામસુખ માણી રહ્યા હતા. બંને જાણે જન્મોજનમની તરસ બૂઝાવી રહ્યા હતા.

અર્પિતાને માની આ હરકતથી આંચકો તો લાગ્યો. પણ પછી તેને માની દયા આવી. છેલ્લા ઘણા મહિનાથી પતિની રાહ જોતી માએ તેમની આશા મૂકી દીધી હતી. પિતાએ માને દગો આપ્યો એ અર્પિતા માનતી હતી. તેમણે વિદેશમાં બીજા લગ્ન કર્યા કે નહીં તેની પાકી ખબર હજુ સુધી મળી ન હતી. પણ ઘરખર્ચના રૂપિયા મોકલવાનું બંધ કરીને આજે તેમણે આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી દીધો છે. તેમણે જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે. ઘણી વખત તેણે રાત્રે માને પથારીમાં પડખાં ઘસતી જોઇ હતી. તે પોતાના જ શરીરને ભીંસતી રહેતી હતી. તેને પણ ઇચ્છાઓ હતી. એક પુરુષના સંગની જરૂર હતી. યુવાન થનારી પુત્રીને માની શારિરીક જરૂરિયાતો સમજાવા લાગી હતી.

અર્પિતાને શું કરવું એ સમજાતું ન હતું. તેણે માને શરમમાં મૂકવી ન હતી. અંદરથી આવતા મા અને કાકાના ઉત્તેજનાભર્યા ઊંહકારા સાંભળતાં તે ક્ષોભ પામી. તેણે નક્કી કરી લીધું કે તે અત્યારે માની નજરે પડશે નહીં. તેણે દરવાજો ખખડાવ્યો નહીં. અને પાછી વળવા લાગી. ત્યાં તેના કાને માનો ધીમો અવાજ પડયો એમાં તેનું નામ સંભળાયું.

તે પોતાની ઉત્સુક્તા રોકી શકી નહીં અને બિલ્લીપગે ફરી દરવાજા પાસે જઇ કાન માંડીને તેમની વાત સાંભળવા લાગી. તેને ત્રૂટક શબ્દો સંભળાયા. તેમાં ખ્યાલ આવ્યો કે વર્ષોની તેની કામભૂખ આજે અર્પિતા ન હોવાથી ભાંગી હતી. અને હવે અર્પિતાને કોલેજમાં પ્રવેશ મળી ગયો, ફીની અને રહેવાની ચિંતા ન રહી એટલે તેના માથા પરથી એક મોટો ભાર ઉતરી ગયો છે. જો અર્પિતાને પ્રવેશ ના મળ્યો હોત તો શું થાત એની ચિંતા વ્યક્ત કરી રહી હતી. હવે અર્પિતા પાંચ વર્ષ સુધી ભણશે ત્યાં સુધી તે રાત્રે સહજીવન માણી શકશે એવો આનંદ છલકાવતી માતાની વાત સાંભળી તેના મનમાં ગડમથલ થવા લાગી.

અર્પિતા જાણતી હતી કે માએ પિતાની રાહ જોઇને વર્ષો સુધી પોતાની ઇચ્છાઓ પર સંયમ રાખ્યો હતો. અને સતત મહેનત કરીને તેને ભણાવી રહી હતી. વિધુર હરેશકાકા પણ તેમની કાળજી લઇ રહ્યા હતા અને સહારો બન્યા હતા. તેને માનું આ પગલું ખોટું ના લાગ્યું. મા કોઇ પારકા પાસે ગઇ ન હતી. ઘરની વાત ઘરમાં જ રહેવાની હતી. તેને એ સમજાઇ ગયું કે હવે તે અહીં રહેશે તો જે થોડું સુખ માને મળી રહ્યું છે એ પણ છીનવાઇ જશે.

અર્પિતા પોતાના ઘરમાં પાછી પહોંચી અને ભાઇ-બહેનના માથા પર હાથ ફેરવી પોતાની બેગ લઇ નીકળી ગઇ. તેને ખ્યાલ હતો કે અત્યારે શહેરમાં ટ્રેન પકડવા મુસાફરો માટે એક એસટી બસ આવતી હતી. તે બસસ્ટેન્ડ પર જઇને રાહ જોવા લાગી. કોઇ ઓળખીતું શહેર જવા આવે અને ચહેરો જોઇ ના જાય એટલે દુપટ્ટાથી તેણે મોઢું ઢાંકી દીધું. અત્યારે તેને કોઇ રસ્તો સૂઝી રહ્યો ન હતો. બસમાં તે સ્ટેશન પર પહોંચી ત્યારે સવારના ચાર વાગવાના હતા. તે પ્લેટફોર્મ પર પોલીસ આઉટપોસ્ટ પાસેના બાંકડા પર બેઠી. આ જગ્યા તેને સલામત લાગી.

સ્ટેશન પર એક પછી એક ટ્રેન આવીને રવાના થઇ રહી હતી. પોતાના જીવનની દિશા કઇ હતી એ નક્કી થતું ન હતું. તે ઘરે પાછી ફરીને માને રાજીબહેનની બધી વાત કરવા માગતી હતી. પણ મા પોતાના પર મોટી આશા રાખીને બેઠી હતી. મારા કોલેજ પ્રવેશથી તેણે સુખના મિનારાનો પાયો નાખ્યો હોય એવું માનતી હતી. વાત પણ સાચી હતી. તે મોટી હતી. ભણીગણીને કમાણી કરીને જ તે ઘરને સંભાળી શકે એમ હતી. માએ તેના લગ્ન એટલે જ જલદી નક્કી કર્યા ન હતા કે તે કમાણી કરીને ભાઇ-બહેનને ભણાવી-ગણાવી શકે. માની એટલી શક્તિ ન હતી કે બંને બાળકોને ભણાવી શકે.

અર્પિતાને એક વખત તો ટ્રેન નીચે આવી જીવનનો અંત લાવી દેવાની ઇચ્છા થઇ આવી. પણ તેને ભણવું હતું અને ક્યાંક નોકરી કરી પરિવારનો આધાર બનવું હતું. અર્પિતાએ બીજી ખાનગી કોલેજમાં પ્રવેશ માટે વિચાર કર્યો. ત્યાંની ફી ઊંચી હતી. જમીન ગિરવે મૂકીને પણ પાંચ વર્ષ સુધી ફી ચૂકવી શકાય એમ ન હતી. સરકારી કોલેજમાં ઓછી ફી હતી. અને એ પણ રાજીબહેને માફ કરી દીધી હતી. રાજીબહેને તેને વશમાં કરવા આખી યોજના બનાવી હતી. અડધા દિવસમાં દાણા નાખીને ભોળી કબૂતરીને જાળમાં ફસાવી લીધી હતી. અર્પિતાને ઊંડે ઊંડે એવી શંકા થઇ રહી હતી કે તે ભાગી ગઇ છે એવી ખબર પડશે તો તેના ફોટા અને વીડિયોનો ઉપયોગ કરીને બદનામ કરવાનો પ્રયત્ન કરી શકે છે. જો આમ બન્યું તો તે કોઇને મોં બતાવવાને લાયક નહીં રહે. કોઇ કોલેજમાં તેને પ્રવેશ મળશે નહીં. લોકો તેને ગંદી નજરથી જોવા લાગશે. પણ પછી થયું કે પડશે એવા દેવાશે. હમણાં તો રાજીબહેનને વશ થવું નથી. કોઇ વિકલ્પ શોધવો છે.

તેને રચના યાદ આવી ગઇ. તેની સ્થિતિ પણ પોતાના જેવી જ હતી. તેણે પરિવાર માટે પોતાની જાત વેચી દીધી હતી. મારે પણ એમ જ કરવું પડશે?

તે વિચાર કરતી બેઠી હતી ત્યાં એક અવાજ આવ્યો:"હલો..."

તેણે સામે જોયું તો ગામના જમીનદારનો છોકરો શ્યામ ઊભો હતો. તે પકડાઇ ગઇ હોય એમ ચમકી ગઇ.

શ્યામે તેને પૂછયું:"અરે તું સોમલાલની છોકરી ને? અહીં ક્યાંથી?"

"હા, હું... બહાર જવું છું. એક સગાની ખબર જોવા." અર્પિતાએ બહાનું બનાવ્યું.

"કઇ બાજુ?" તેણે પૂછ્યું.

અર્પિતાએ જે સૂઝ્યું તે શહેરનું નામ આપી દીધું. એટલે શ્યામ ખુશ થઇને બોલી ઊઠ્યો. "હું એ જ શહેરમાં બિઝનેસ માટે જઇ રહ્યો છું. ચાલ મારી સાથે બેસી જજે."

અર્પિતાને આ શહેર છોડવું હતું. તે તૈયાર થઇ ગઇ. ટ્રેન આવી. ખાસ ભીડ ન હતી. શ્યામે ખાલી કમ્પાર્ટમેન્ટ જોઇ અર્પિતાને બોલાવી. ડબ્બામાં બહુ ઓછા મુસાફરો હતા. અને તેમના કમ્પાર્ટમેન્ટમાં તો બંને એકલાં જ હતા. અર્પિતાને સહેજ ડર લાગ્યો. શ્યામને ખ્યાલ આવી ગયો હતો કે આટલી વહેલી સવારે યુવાન છોકરી ઘરથી ભાગીને જ જઇ રહી હોય.

તેણે અર્પિતાને સીધું જ પૂછી લીધું:"કોઇ છોકરા સાથે ભાગી રહી છે?"

અર્પિતાને નવાઇ લાગી:"કેવી વાત કરો છો. હું ક્યાંય ભાગી રહી નથી."

"એવું ના હોય તો.. મારા બાપાએ તારી જોડે મારા લગ્નની વાત કરી હતી એના વિશે વિચારને.." તેણે મોકો ઝડપી લીધો. અને અર્પિતાના બદનને ભૂખી નજરે જોવા લાગ્યો.

અર્પિતાને થયું કે તે ક્યાં ફસાઇ ગઇ. "જુઓ, હમણાં મારો લગ્ન કરવાનો કોઇ ઇરાદો નથી. અને હું હજી સગીર છું."

"ગામમાં તો તારાથી નાની છોકરીઓ પરણી ગઇ છે. અને જલસા કરે છે. તું કહેતી હશે તો હું એક-બે વર્ષ રાહ જોઇશ." કહીને શ્યામે મૂછ પર હાથ ફેરવ્યો.

"ના કીધું ને." અર્પિતા ચિડાઇ ગઇ.

"તારી જુવાની તરફ તો જો. તને નાજુક ફૂલની જેમ સાચવીશ." કહીને મનાવતો હોય એમ શ્યામ તેના હાથ ઉપર હાથ મૂકવા ગયો. પણ અર્પિતાએ પોતાનો હાથ ખેંચી લીધો.

શ્યામ તેને જોઇને લાળ ટપકાવી રહ્યો હતો.

"તને કોઇ વાતની તકલીફ પડવા નહીં દઉં. તું રાણી બનીને રહીશ. બસ એકવાર હા પાડી દે." શ્યામ બંને હથેળી એકબીજા સાથે ઘસતો ઉત્તેજીત થઇને બોલ્યો.

અર્પિતા જાણતી હતી કે ગામના ઘણા છોકરાઓ તેના રૂપ અને જોબન પાછળ પાગલ હતા. તેને પામવા કંઇ પણ કરવા તૈયાર હતા. તે કેટલાક છોકરાની ફેન્ટસી ગણાતી હતી. શ્યામ પણ એમાંનો જ એક હતો. તેનાથી પીછો છોડાવવા તે પહેલા સ્ટેશન પર જ ઊતરી ગઇ. શ્યામ તેને જોતો જ રહી ગયો.

સ્ટેશન પર ઊતરીને તે ફરી શું કરવું? એ વિચારવા લાગી. અબૂધ અર્પિતા ગૂંચવાઇ ગઇ હતી. થોડીવાર વિચાર કરતી બેઠી હતી ત્યાં એક મહિલા આવીને તેની બાજુમાં બેઠી. થોડીવારે તેણે પૂછ્યું:"કઇ ટ્રેન પકડવાની છે?"

"ના. અહીં હજુ આવી છું." અર્પિતા ગૂંચવાઇ ગઇ.

"લાગે છે કોઇ તકલીફ છે." મહિલાએ તેની દુ:ખતી રગ પર હાથ મૂકી દીધો.

"અહીં નોકરી શોધવાની છું." અર્પિતાએ એમ જ કહી દીધું.

મહિલાએ તરત ઉત્સાહથી કહ્યું:"અમારી કંપનીમાં એક વેકેન્સી છે."

અર્પિતાએ કામનું અને પગારનું પૂછયું. મહિલાએ કહ્યું કે જાતે જોઇને નક્કી કરજે.

અર્પિતા તેની સાથે જવા તૈયાર થઇ ગઇ. મહિલા તેને રીક્ષામાં એક જગ્યાએ લઇ ગઇ. અને એક મોટી કંપનીના દરવાજા પાસે રીક્ષા ઉભી રાખીને ભાડું ચૂકવી મહિલાએ તેને પોતાની પાછળ આવવા કહ્યું. અર્પિતાએ જોયું કે મહિલા જે કંપની તરફ જઇ રહી હતી એ બંધ જેવી હતી. બોર્ડ ન હતું અને ઘણા સમયથી કામ બંધ હોય એવું લાગતું હતું. તેને શંકા પડી. રીક્ષાવાળો ટર્ન લઇને પાછો વળી રહ્યો હતો. અર્પિતાએ હાથ હલાવી તેને ઊભો રાખ્યો અને રીક્ષાના મીરરનો સળિયો પકડી પૂછ્યું:" આ કયો વિસ્તાર છે?" રીક્ષાવાળો તેને ધારીને જોવા લાગ્યો. પછી બોલ્યો:"રેડલાઇટ એરિયા છે..."

અર્પિતા ચોંકી ગઇ. તેને યાદ આવ્યું કે ચાલાક મહિલાએ બીજી જગ્યાનું નામ આપી રીક્ષા લીધી હતી અને એ પછી રસ્તો બતાવી આગળ લેવડાવી હતી.

અર્પિતાને થયું કે તે અહીં ક્યાં આવી ગઇ? રેડલાઇટ તેનો પીછો છોડતો ન હતો. બીજી તરફ પેલી મહિલા તેને બૂમ પાડી બોલાવી રહી હતી. અર્પિતાનું મગજ બહેર મારી રહ્યું હતું.

અર્પિતા હવે શું કરશે ? એ જાણવા હવે પછીનું પ્રકરણ અચૂક વાંચશો.