Agyaat Sambandh - 17 in Gujarati Fiction Stories by Shabda Sangath Group books and stories PDF | અજ્ઞાત સંબંધ - ૧૭

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અજ્ઞાત સંબંધ - ૧૭

પ્રકરણ-૧૭

રતનસિંહની કબૂલાત

(ઈશાન દિવાનગઢથી અમદાવાદ આવે છે અને બેએક દિવસ લોકેટ તથા રિયાની શોધ આદરે છે, પણ એમાં સફળ થતો નથી. એ ઉદાસ થઈ જાય છે અને આગળ વધુ પગલાં લેતાં પહેલાં વિચારવાનું મુનાસીબ માને છે. એ પોતાના માણસોને અમદાવાદમાં કામે લગાડીને સુરત પહોંચે છે. વનરાજ અને રિયા લાઈબ્રેરીમાં પહોંચીને પુસ્તક જુએ છે તો એમાં લોકેટ નથી. વનરાજ વિડીયો ફૂટેજમાં ઈશાનને પુસ્તકમાંથી લોકેટ લઈ જતો જુએ છે. બીજી તરફ ઇન્સ. રણજિત અને આહિર રતનસિંહની ગુફાએ જવા નીકળે છે. હવે આગળ...)

પોલીસ ઇન્સ્પેક્ટર રણજિત અને આહિર જંગલના રસ્તે થઈ રતનસિંહની ગુફા તરફ આગળ વધી રહ્યા હતા. સવારના દસ વાગી ગયા હતા છતાં જંગલના વાતાવરણમાંથી ધુમ્મસ ગાયબ નહોતું થયું. આહિર ડોકું ધુણાવતો મોજથી ગાડી ચલાવી રહ્યો હતો, કેમ કે હવે તેને રતનસિંહનો ડર રહ્યો નહોતો. જ્યારે રણજિત પોતાના વિચારોમાં ખોવાયેલો હતો. કદાચ કોઈ નવી યોજનાની વેતરણમાં હતો.

સર, ગાડી અહીંથી આગળ નહીં જાય. ચાલીને જ આગળ વધવું પડશે.

ઠીક છે. ગાડીની પાછળ મેં એક બેગ રાખી છે એ સાથે લઈ લે અને ગાડીને ઘુમાવીને ઉભી રાખી દે.

સર, આ બેગમાં તો... ... આ ક્યાંથી લાવ્યા ?” આહિરે બેગ આગળ ધરતાં પૂછ્યું.

હા, એ હું તને કહેવાનું ભૂલી ગયો. અત્યારે સાથે લઈ લે. સમય આવ્યે બધું સમજાઈ જશે. રણજિતે ગોગલ્સ ખીસામાં મુકતાં કહ્યું.

આહિરે નોંધ્યું કે વાતાવરણ કંઈક વધારે જ ઠંડું અને માદક હતું. વૃક્ષોની ઉંચાઈ સામાન્ય કરતાં ઘણી વધારે જણાતી હતી અને ચોમેર શાંતી ફેલાયેલી હતી. તોફાન પહેલાંની શાંતી !

સર, મને કંઈક ગરબડ લાગે છે...”

કેવી ગરબડ ?”

સર, આપણે આ પહેલાં અહીં કમલાનાં મર્ડર વખતે આવ્યા હતાં. એ વાતને હજુ વધારે સમય નથી થયો, પણ અહીંનું વાતાવરણ અને વૃક્ષો... સાચું કહું તો મને ગભરામણ થાય છે. આહિર થોડો ગભરાયો.

હા, હું પણ એ જ વિચારું છું. આ કેવી રીતે શક્ય છે ! મને લાગે છે આમાં પણ રતનસિંહનો જ હાથ હોવો જોઈએ.

એકાદ કલાકમાં તેઓ રતનસિંહની ગુફા સુધી પહોંચી ગયા. ગુફાની એકદમ સામે જ પેલો સાડા ત્રણ ફુટીયો ઠિંગુજી પાણીના ખાબોચિયામાં પગ રાખીને ઉભો હતો. તેમણે રણજિત અને આહિરને ગુફા તરફ આવતા જોયા એટલે બૂમ પાડીને રોકાઈ જવા આદેશ આપ્યો.

ત્યાં જ થોભી જાવ !! આગળ વધવાની હિંમત ન કરતા. નહીં તો પરીણામ સારું નહીં આવે.

અચ્છા ?” રણજિતે તેની સામે ઉભા રહીને, નીચે ઝુકીને કહ્યું,તો હવે તું અમને શીખવીશ કે અમારે શું કરવું જોઈએ અને શું નહીં ?”

જુઓ, તમે બરાબર નથી કરી રહ્યા. ખૂબ પસ્તાશો.

ઓહ...” રણજિતે તેની સામે આંખો મલકાવતા પૂછ્યું,તારું નામ શું છે ? હં... યાદ આવ્યું... મંકોડી ! મંકોડી તું એક કામ કર. તારા માલિકને બહાર બોલાવી લાવ. એટલે અમારું કામ વધારે સરળ બની જાય. અમારે અગત્યની મિટીંગ ગોઠવવી છે તેમની સાથે.

માલિક બહાર નહીં આવે. તેઓ ખાસ વિધી કરી રહ્યા છે.

ઠીક છે, તો અમે જ બહાર ખેંચી લાવીએ તમારા માલિક-કમ-મુસીબતને...” રણજિતે ટટ્ટાર થતાં કહ્યું.

જુઓ, તમે...” મંકોડી બૂમો પાડતો રહ્યો, પણ રણજિત અને આહિર તેને અવગણીને ગુફામાં પ્રવેશ્યા.

આહિર ! બેગમાંથી વસ્તુઓ કાઢ.રણજિતે ગુફાના મુખમાં પ્રવેશતા કહ્યું.

આહિરે બેગમાંથી ચાંદીની મોટી ગોળાકાર થાળી અને ટોર્ચ કાઢીને રણજિતના હાથમાં મૂકી. રણજિતે ટોર્ચના હુક અને ચિકણાં રેઝીન વડે ટોર્ચને થાળીની અંદરની બાજુએ જડી દીધી. ટોર્ચ ચાલુ કરતાંની સાથે જ આખી ગુફા પ્રકાશથી ઝળહળી ઉઠી.

લે, આ પકડ.” રણજિતે થાળી આહિરના હાથમાં આપતાં કહ્યું,યાદ રહે, ટોર્ચ કોઈ પણ સંજોગોમાં બંધ ના થવી જોઈએ અને થાળી ઉપરની તરફ જ ખૂલી રહેવી જોઈએ.

આહિર રણજિતની તર્કશક્તિથી ઓળઘોળ થઈ ગયો. એ હજુ કંઈ બોલે એ પહેલાં રણજિતે બીજો ઓર્ડર સંભળાવી દીધો.

બંને રિવોલ્વરના સેફટી લૉક ઓફ રાખજે અને રિવોલ્વર લોડેડ છે કે નહીં એ ફરીવાર તપાસી જો. રણજિતે પોતાની રિવોલ્વરના બેરિલ પર ફૂંક મારતા કહ્યું, “ખુદની સેફટી પહેલાં રાખવાની. આપણે વિચારીએ છીતેવું અંદર ન પણ હોય.

બંને ગુફામાં આગળ વધ્યાં. ગુફામાંથી ખાસ પ્રકારની માદક ખુશ્બુ આવવાની શરુ થઈ એટલે તરત જ બંનેએ ચારકોલ માસ્ક પહેરી લીધાં. તેઓ ગુફાના એક ભાગમાંથી જેવા બીજા ભાગમાં પ્રવેશ્યા કે તેઓની આંખો ફાટી ગઈ.

તેમણે જોયું કે આખી ગુફા પ્રકાશથી ધૂણતી હતી. જાણે કે ગુફાની દીવાલો હજારો LED લાઇટો કે ફ્લોરોસન્સમાંથી બનાવવામાં આવી હોય !

ગુફાની એકદમ મધ્યમાં, કાળભૈરવની વિશાળ મૂર્તિની બરાબર સામે એક મોટું લાલ રંગનું કુંડાળું બનાવેલું હતું જેના સેન્ટરમાં ખૂદ રતનસિંહ સુતો હતો. જમીન પર નહીં, હવામાં બે ફુટ જેટલો ઉપર ! તેની ડોક અને બંને હાથ કોઈ મડદાની જેમ હવામાં લટકતા હતા અને બાકીનું શરીર હવામાં જમીનને સમાંતર હતું.

આટલું અસામાન્ય દ્રશ્ય જોઈ આહિરના હોશ ડી ગયાં. તેનાં હાથમાંથી ચાંદીની થાળી છૂટી ગઈ. પણ આશ્ચર્ય !! થાળી જમીન પર ન પડી. હવામાં જ અધવચ્ચે લટકી રહી ! આહિરે ફાટી આંખોએ થાળી હવામાંથી જ ઠાવી લીધી.

આહિર, આપણે એન્ટી ગ્રેવિટી ફિલ્ડમાં આવી ગયા છીએ. મને આ બધા પાછળ કોઈક મોટા કાવતરાની ગંધ આવી રહી છે.રણજિતે કહ્યું,પેલી તરફ જો. ખુણાના કબાટમાં કુલ આઠ કાચની બોટલની જગ્યા છે. પણ ત્યાં માત્ર સાત બોટલ જ હાજર છે...”

મતલબ ?” આહિરે હાથમાં રહેલી ટોર્ચ બંધ કરતાં પૂછ્યું.

મતલબ એ જ કે એ દિવાનસિંહને કેદી બનાવીને કાળી દુનિયાનો શહેનશાહ બનાવવા માંગે છે. અરે, તે ટોર્ચ કેમ બંધ કરી દીધી ?”

પણ તેની હવે જરુર નથી.આહિર શું કરી રહ્યો હતો અને શું કહી રહ્યો હતો એ તેને ખુદને પણ નહોતી ખબર.

“ધૂળ જરુર નથી ! એ ચાંદીના પ્રકાશને લીધે જ આપણે સુરક્ષિત છીએ !! રણજિત બરાડ્યો.

આ બધું તમે ક્યારથી માનવા માંડ્યા ?” આહિરે ટોર્ચ શરૂ કરતાં પૂછી લીધું.

જ્યારથી રતનસિંહે પહેલવાન શ્યામા પર કાબુ મેળવ્યો ત્યારથી.રણજિતે ટૂંકમાં પતાવ્યું.

હવે અહીંથી નીકળવાનું કંઈક વિચારો...” આહિરે અકળાતા કહ્યું,વિરુદ્ધ દિશામાં ફાયરીંગ કરીએ ?”

ના, એવી જરુર નહીં પડે.રણજિતે કહ્યું, બસ, જમીન પરથી પગ ઉપાડ્યા વિના જ બહાર નીકળવાની કોશિશ કર.

સદ્દનસીબે તેઓ બહાર નીકળી શક્યા. તેઓ સીધા જ ઠિંગુજી મંકોડી પાસે પહોંચી ગયા.

આ બધું અંદર શું ચાલી રહ્યું છે ?” રણજિતે ગુસ્સામાં લાલચોળ થતાં પૂછ્યું.

માલિક એક પવિત્ર વિધી કરી કરી રહ્યા છે.મંકોડીનો જવાબ સાંભળીને આહિરને થોડી રાહત થઈ.

પવિત્ર એટલે કેવી ?” રણજિતે પૂછ્યું,અમારે તેને મળવું છે.

એ જાણકારી હું ન આપી શકું.” મંકોડીએ ભા થતાં કહ્યું,તમારે માલિકને મળવું જ હોય તો કાલ સવાર સુધી અહીં જ રોકાવું પડશે. આમ પણ તમે હવે જંગલની બહાર નહીં નીકળી શકો.

બહાર નહીં જ શકો મતલબ ?” આહિર અકળાયો.

આજે અમાસ છે. વર્ષની સૌથી ભારે અમાસ ! દિવાનગઢનો શેતાન આઝાદ થઈ ગયો છે. જેમ જેમ દિવસ ચઢતો જશે તેમ તેમ તેની શેતાની તાકાત વધતી જશે. આ જંગલ તેના પ્રભાવ નીચે છે, એટલે કોઈ પણ વ્યક્તિ આ જંગલમાં પ્રવેશી તો શકે છે, પણ તેની મરજી વિના બહાર નથી જઈ શકતી. જો તમને તમારો જીવ વ્હાલો હોય તો આ જળમાં પગ રાખીને મારી સાથે બેસી જા. બાકી તમારી મરજી...” મંકોડીએ હવામાં બેદરકારીથી હાથ ઉછાળતા કહ્યું.

રણજિત અને આહિરને જંગલનું અસામાન્ય વાતાવરણ આંખો સામે તાજું થયું. આ પહેલાં પણ મંકોડીએ તેમને સાચી સલાહ આપીને બચાવી લીધા હતા, એટલે તેઓને મંકોડીની વાત માની લેવી જ યોગ્ય લાગ્યું. બંને મંકોડી સાથે પાણીમાં પગ રાખીને બેસી ગયાં.

***

આખરે રિયાની જીદ્દ સામે વનરાજને નમતું જોખવું જ પડ્યું અને બંનેએ સાથે દિવાનગઢ જવાનું નક્કી કર્યું. વનરાજ રિયાને નવી મુસીબતોમાં મૂકવા નહોતો માગતો, પણ એવું પણ નહોતો ઈચ્છતો કે એ રિયાને એકલી છોડી દે કે પોતે રિયા વગર એકલો રહે. તેઓ મુસીબતોને માત આપી શકશે કે પછી આ કાળરૂપી અણધાર્યા વમળમાં હંમેશ માટે વિલીન થઈ જશે એ તો સમય જ નક્કી કરશે. પરંતુ અત્યારે એટલું તો નક્કી હતું કે તેઓ સામે ચાલીને આફતોને આવકારી રહ્યાં હતાં.

- વધારે વિચારવાનો કોઈ અર્થ નથી. આઈ હેવ નો મોર ચોઇસિસ. - વનરાજે વિચાર્યું. તેનો સામાન પેક થઈ ગયો હતો એટલે એ તેનાં મમ્મી-પપ્પાને પગે લાગી દિવાનગઢના સરપંચ જોરાવરસિંહનો સ્પેશિયલ પ્રોજેક્ટ સંભાળવા રવાના થયો.

વનરાજે રિયાના ફ્લેટ નીચે ગાડી રોકી. એ સામાન લઈને નીચે જ ભી હતી. તેણે ઘણાં સમય પછી સલવાર સુટ પહેર્યા હતાં. વનરાજ પીળા ગુલાબી રંગનું કોમ્બીનેશન ફાટી આંખોએ જોતો રહ્યો.

જનાબ, આપણે આજે જ નીકળવાનું છે કે મુહૂર્ત જોવું પડશે ?” રિયાએ નેણ નચાવતાં પૂછ્યું.

કારમાં રહેલું નેવિગેટર દિવાનગઢને જોડતા રસ્તાઓ ડીસ્પ્લે કરતું હતું અને સમયાંતરે જરૂરી સુચનાઓ આપતું રહેતું. પણ વનરાજ અને રિયા તો કારને વ્હિકલ સેફટી સિસ્ટમના હવાલે કરી બસ એકબીજામાં જ મસ્ત હતાં. બંને પોતપોતાને રોમાન્સ સ્પેશિયાલિસ્ટ સાબિત કરવા મથી રહ્યાં હતાં. તેઓ ખરેખર કયાં કામ માટે દિવાનગઢ જઈ રહ્યા છે એ વાત લગભગ તેઓ ભૂલી જ ગયાં હતાં.

જ્યારે આપણી મનપસંદ વ્યક્તિ આપણી સાથે હોય છે ત્યારે આપણને લાગે છે કે આ દુનિયા પર આપણું એકચક્રી શાસન છે. દુનિયાની તમામ સુખસગવડો આપણા હાથવગી હોય છે. પરંતુ આપણને માત્ર આપણા પ્રિયપાત્રની ખુશીમાં જ રસ રહે છે. તેની સામે બધું જ વામણું અને નીરસ લાગે છે. દુનિયાથી અળગા થઈને માત્ર તેમને વળગી રહેવાની ઈચ્છા થાય છે. કદાચ એટલે જ પ્રેમને મીઠું ઝેર કહેવામાં આવ્યો છે જેમાં માણસ અન્યનું નામ જપતાં જપતાં પોતાની સાચી ઓળખ અને નામ સુદ્ધાં ગુમાવી બેસે છે. પણ પ્રેમને શબ્દોમાં ગોઠવવો શક્ય નથી અને આ વાત માત્ર પ્રેમરસ પીનારા જ સમજી શકે છે, પચાવી શકે છે.

જો હું તારી પહેલાં કવિતાને મળ્યો હોત અને તેને જ પ્રપોઝ કર્યું હોત તો ?” વનરાજે મજાક છેડી.

તો હું તારું મોઢું તોડી નાંખત...” રિયાએ ફેસિયલ વાઇપ્સનું બોક્સ વનરાજના મોંઢા પર ફેંકતાં કહ્યું.

વનરાજને બીજી જ ક્ષણે ખ્યાલ આવ્યો કે તેણે કવિતાનું નામ લને ભૂલ કરી હતી. એ પછી બંને વચ્ચે ફક્ત આંખોથી વાતો થતી રહી.

***

વનરાજની કાર પૂરઝડપે દિવાનગઢના કાચા રસ્તાઓ પર દોડી રહી હતી. આહલાદક સાંજ, યુવાનીનો તરવરાટ અને એકલતામાં રેડિયો પર વાગતું ગીત પ્રેમી હૈયાઓને વધારે નજીક લાવવા મજબૂર કરી રહ્યું હતું.

સુન મેરે હમસફર...

ક્યા તુજે ઇતની સી ભી ખબર...

કી તેરી સાઁસે ચલતી જીધર...

રહુંગા બસ વહીં ઉમ્ર ભર...”

રિયા વનરાજ તરફ ખસી. તેને અહેસાસ થયો કે અમુક શબ્દો આઈ લવ યુ કરતાં પણ વધારે શક્તિશાળી હોય છે. કેટલી તાકાત હતી ગાયનના એ શબ્દોમાં !

રિયાએ વનરાજના ડાબા ગાલ પર પોતાના ગુલાબી, પરવાળા જેવા હોઠ ચાંપી દીધા અને અનશેવ્ડ ચહેરાની સુગંધને પોતાના નાકમાં ભરતી રહી. રિયાના વાળ તેના ચહેરા પર આવી ગયાં હતાં. તેનો ગુલાબી ચહેરો જોવાની લાલચથી વનરાજે જમણા હાથથી રિયાના ચહેરાને ખુલ્લો કરવા પ્રયત્ન કર્યો.

કારની ડીસ્પ્લે લાલ રંગમાં ફેરવાઈ ગ. ઇમરજન્સીનું સાયરન વાગ્યું અને સેફટી મોડ ઓન જેવા તુટેલા શબ્દો સ્પિકરમાંથી સંભળાયા.

અચાનક કારના આગળના ટાયરમાં બ્લાસ્ટ થયો. બંનેનાં સીટ બેલ્ટ વધારે મજબૂત થયાં, સીટ પાછળની તરફ ધકેલાઈ ગઈ. કારને એરબ્રેક લાગી અને હવામાં ફંગોળાઈ, ૨૦-૨૫ મીટર જેટલી ઢસડાઈને હાંફી ગઈ. આ બધું એકસાથે ક્ષણવારમાં બની ગયું. દિવાનગઢની સરહદમાં તેઓ પ્રવેશી ચૂક્યાં હતાં તો પોખણાં તો થવાં જ રહ્યાં !

***

બીજા દિવસે સવારે લગભગ આઠ-નવ વાગ્યે રતનસિંહ ગુફામાંથી બહાર આવ્યો. તેમના આવવાની જ રાહ જોવા રહી હતી. રણજિત અને આહિર પરાણે આંખો ખૂલ્લી રાખીને આખી રાત જાગતા રહ્યા હતા. તેઓ જે પાણીમાં પગ રાખીને બેઠા હતા એ તેમનું કેવી રીતે રક્ષણ કરી રહ્યું હતું એ તો ન સમજાયું, પણ હા, એ પાણીને લીધે તેઓને ઠંડી નહોતી લાગતી.

ઓહ, તો તમે પાછા આવી ગયા...” રતનસિંહે રણજિત તરફ જોતાં કહ્યું.

હા, તને લેવા જ આવ્યા હતા. પણ હવે સૌથી પહેલાં એ કહે કે તું અંદર કેવા પ્રકારની વિધિ કરી રહ્યો હતો અને શા માટે આ બધું કરી રહ્યો છે ?” રણજિત તેની નજીક જતાં બોલ્યો.

ઈન્સ્પેક્ટર સાહેબ, તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો. ખોટી દખલગીરી કરવાથી કંઈ નહીં મળે. તમે અહીંથી જતા રહો એમાં જ બધાની ભલાઈ છે. રતનસિંહ પોતાના લાંબા વાળ હવામાં ઊછાળી સરખા કરતાં બોલ્યો.

મિસ્ટર રતનસિંહ, હું મારું જ કામ કરી રહ્યો છું.રણજિતે રતનસિંહનો હાથ પકડતાં કહ્યું, અને મારું કામ એ છે કે મારા વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે. જે તમે નથી ઈચ્છતા. તમે દિવાનસિંહને મારવાનો પ્લાન બનાવ્યો છે એમ ને ? એ પણ કોઈક ખાસ લોકેટ દ્વારા. પણ એ હું નહીં થવા દઉ.

વાહ... તમને કેવી રીતે ખબર પડી ગઈ મારા પ્લાનની ?

દિવાનગઢની ભાગોળે તારો પણ બાપ બેઠો છે. આહિર આગળ આવતા બોલ્યો,ભંડારીબાબાએ જ જણાવ્યું કે સિતો કોપાણ લાતુકે એટલે મારું લોકેટ આપી દે અને - ભયેગ્યો કોલારા દિવાન એટલે દિવાન(સિંહ)નું મોત લોકેટ દ્વારા જ થશે.’”

આહિરની વાત સાંભળીને રતનસિંહ મોટે મોટેથી હસવા લાગ્યો.

હસીશ નહીં. મારી વાત હજુ પૂરી નથી થઈ.” આહિરે ખિજાઈને કહ્યું, અમારી પાસે પાક્કા પુરાવા છે તારી વિરુદ્ધ. તું એ કામ કોઈ માયાવી શક્તિ દ્વારા કરવાનો છે અને આ વિચિત્ર લખાણ તારી ગુફામાં હજી મોજુદ છે.

તમે મૂર્ખાઓ છો.રતનસિંહે રાક્ષસની જેમ હસતાં હસતાં કહ્યું. જાણે તે પોલીસવાળાઓની મજાક ઉડાવતો હોય.

તું કહેવા શું માંગે છે ?”

તો તમારે જાણવું છે ને હું કાલે શું કરી રહ્યો હતો ?” રતનસિંહે દાંત ભીંસતા કહ્યું, “તો સાંભળો. હું કાલે પ્રાયશ્ચિત કરી રહ્યો હતો. પંદર દિવસ પહેલાં સુરતમાં એક વ્યક્તિને ખાસ લોકેટની તલાશ હતી, પણ એ જાણતો નહોતો કે એ લોકેટ ક્યાં છે. તેનો આત્મા શુદ્ધ હતો એટલે હું દૈવી શક્તિની મદદથી તેના શરીરમાં પ્રવેશી શક્યો. જો મેં એવું ન કર્યું હોત તો એ લોકેટ દિવાનસિંહના હાથમાં આવી જાત અને પછી એ મહાશક્તિશાળી બની દુનિયાને ઉજ્જડ કરી નાખત. એટલા માટે જ મેં ઈશાન નામના યુવકના શરીરમાં પ્રવેશી એ લોકેટ ત્યાંથી ગુમ કરાવી દીધું. મારું કામ તો એક કલાકમાં પતી ગયું હતું, પણ એ વાતનું પ્રાયશ્ચિત હું છેલ્લા પંદર દિવસથી કરી રહ્યો છું ને તમે મને દોષિત ઠેરવો છો ? તમે જે દિવાનસિંહની વાત કરી રહ્યા છો એ કોઈ માણસ નથી. શેતાન છે શેતાન. તેને મારવાની જરૂર નથી કેમ કે એ ક્યારનોય મરી ચૂક્યો છે. પણ હવે એ પાછો આવી ગયો છે. હવે કોઈને નહીં છોડે. યાદ રાખજો, બધાં કમોતે મરશો...”

(ક્રમશઃ)

આ પ્રકરણના લેખક છે: ભાવિક રાદડિયા