Trutya : paachhala janm no badlo -5 in Gujarati Horror Stories by Anand Gajjar books and stories PDF | તૃત્યા - પાછલા જન્મ નો બદલો - ૫

Featured Books
Categories
Share

તૃત્યા - પાછલા જન્મ નો બદલો - ૫

તૃત્યા પાછલા જન્મ નો બદલો

( ૫ )

( પાછળ ના ભાગ માં આપણે જોયું કે આદિત્ય ક્રિષ્ના ની પાછળ જાય છે અને તેના ઘર સુધી પહોંચી જાય છે. આદિત્ય અને ક્રિષ્ના એક બીજા ને મળે છે અને બન્ને વચ્ચે મિત્રતા થાય છે. આદિત્ય રાતે સૂતી વખતે ક્રિષ્ના ના વિચારો માં ખોવાઈ જાય છે અને સૂતી વખતે આજે પણ એને હવેલી ના એ જ દૃશ્યો દેખાય છે. આદિત્ય ની મૂંઝવણ વધતી જાય છે અને હવે એ રહી શકતો નથી. તે સવારે ઉઠી ને સમીર ને બધી વાતો કરે છે અને સમીર એને જંગલ માં અઘોરી પાસે લઈ ને જાય છે. અઘોરી પાસે જતા જ અઘોરી બધું જ સમજી જાય છે અને અને આદિત્ય પર હસવા લાગે છે. તે આદિત્ય ને તેનો પાછલો જન્મ યાદ કરાવે છે. )

હવે આગળ....

અઘોરી :- સાંભળ...પહેલા તારે એ જાણવું પડશે કે તૃત્યા શુ છે ?

અઘોરી એને જમીન પર એક નિશાન બનાવીને દેખાડે છે અને કહે છે આ એનું નિશાન છે. તૃતિયા એટલે ત્રણેય મહાભૂતો નો સંગમ. ડાકણ, પિશાચ અને પ્રેત. જે ડાકણ ની જેમ 300 વર્ષ નું આયુષ્ય ધરાવે છે, પિશાચ ની જેમ મનુષ્ય ના રક્ત પર જીવે છે અને પ્રેત ની જેમ અદૃશ્ય થઈ શકે છે. આ ત્રણેય મહાભૂતો બની ને એક શક્તિ બને છે જેને તૃતિયા કહે છે. તૃત્યા એટલે આ ત્રણેય મહાભૂતો નો રાજા જેની પાસે આ બધા એ નમવું પડે છે.

હવે તારા પાછળ ના જન્મ વિશે સાંભળ....આજથી આશરે ૨૦૦ વર્ષ પહેલાં ની આ વાત છે. જગતપુરા માં અશોકસિંહ નામે રાજા હતો. અશોકસિંહ ખૂબ જ ઉદાર અને દયાળુ હતો. એના મન માં ક્યારેય લોભ નહોતો. હમેશા પ્રજા નું ભલું કરતો અને સમાજ સેવા નું કાર્ય પણ કરતો. પ્રજા પણ એના રાજ માં ખૂબ જ ખુશ હતી. પણ તેને ફક્ત એક જ વાત નું દુઃખ હતું કે તેને કોઈ પુત્ર નહોતો. તે હંમેશા આ વાત ને લીધે દુઃખી રહેતો. પણ એની ભક્તિ, માનવતા અને પ્રેમ જોઈ ને ભગવાન ને પણ એની સામે નમવું પડ્યું. ભગવાને એને દેવ જેવો તેજસ્વી, સાહસિક, આજ્ઞાકારી પુત્ર આપ્યો. અને એનું નામ રાખવામાં આવ્યું યુવરાજ. યુવરાજ નાનો હતો ત્યાર થી ખૂબ જ તોફાની હતો. પણ એ પોતાના પિતા ની જેમ જ દયાળુ, માયાળુ અને પ્રજાપ્રેમી હતો. નાનપણ થી જ એને ખૂબ સાહસિક બનાવવામાં આવ્યો હતો. એના મન માં ડર જેવી કોઈ જ વસ્તુ નહોતી. રાજા અને પ્રજા પણ યુવરાજ ના આ ગુણો જોઈ ને ખૂબ રાજી થતા હતા. રાજા અશોકસિંહ ના સેનાપતિ હતા મહાવીરસિંહ. ગુણો માં એ પણ અશોકસિંહ જેવા જ બહાદુર, પ્રજાપ્રેમી અને માયાળુ હતા. અત્યાર સુધી માં તેમને ઘણીવાર પોતાનો જીવ જોખમ માં મૂકી ને અશોકસિંહ નો જીવ બચાવ્યો હતો. એટલે એમનું સ્થાન અશોકસિંહ ની નજર માં પોતાના સગા ભાઈ જેવું હતું. બન્ને પરિવાર ની વચ્ચે ઘર જેવો સંબંધ હતો. યુવરાજ ના જન્મ પહેલા જ મહાવીરસિંહ ના ઘરે મીરા નો જન્મ થયો હતો. અને આ વાત ની ખુશી એકલા મહાવીરસિંહ ને જ નહીં પણ અશોકસિંહ ને પણ બમણી હતી. મીરા ને બધા ભાગ્યશાળી માનતા હતા કારણ કે મીરા ના જન્મ સાથે જ અશોકસિંહ ને ઘેર યુવરાજ નો જન્મ થયો હતો. બન્ને ઘર ની ખુશી બમણી થઈ ગઈ હતી. અશોકસિંહે મહાવીરસિંહ ને આ ખુશી વધુ બમણી કરવા માટે કહ્યું.

અશોકસિંહ :- મહાવીરસિંહ તમે અત્યાર સુધી માં અમારા રાજ પરિવાર માટે ઘણી બધી મુસીબતો નો સામનો કર્યો છે. તમે ઘણી વાર પોતાનો જીવ જોખમ માં મૂકીને અમારી આબરૂ અને જીવ બચાવ્યો છે. હું તમારો આભાર કઈ રીતે માનું એ મને સમજાતું નથી .

મહાવીરસિંહ :- રાજન, આ તો મારું કર્તવ્ય છે અને પ્રજા ની રક્ષા આપણે નહિ કરીએ તો બીજું કોણ કરશે. મેં તો ખાલી મારી ફરજ બજાવી છે.

અશોકસિંહ :- મહાવીરસિંહ જો તમને કોઈ વાંધો ન હોય તો હું આપણી આ વર્ષો જૂની મિત્રતા ને સંબંધ માં ફેરવવા માંગુ છું. હું તમારી દીકરી મીરા ને મારા ઘર ની લક્ષ્મી બનાવીને સૌભાગ્ય પ્રાપ્ત કરવા માગું છું.

મહાવીરસિંહ :- મને કોઈ જ વાંધો નથી મહારાજ. મારો પણ કંઈક આવું જ મંતવ્ય હતું. હું પણ ખૂબ સૌભાગ્યવાન હોઈશ જો મને યુવરાજ જેવા પરાક્રમી, સાહસિક , માયાળુ જમાઈ મળશે.

બંને મિત્રો આ નિર્ણય થી ખૂબ ખુશ થઈ જાય છે અને એક બીજા ને ભેટી લે છે.

સમય ધીરે ધીરે જતો જાય છે અને યુવરાજ અને મીરા બંને સમય સાથે મોટા થતા જાય છે. નાનપણ થી બંને સાથે રમતા હોય છે અને એક બીજા વચ્ચે એક મિત્રતા ના બંધન થી બંધાયેલા હોય છે. જો યુવરાજ ના હોય તો મીરા ને ના ગમે અને મીરા વગર યુવરાજ ને ના ગમે. ધીમે ધીમે મોટા થતા - થતા બને ની મિત્રતા ક્યારે પ્રેમ માં પરિણમી એ ખબર જ ના પડી. એક દિવસ યુવરાજે મીરા સામે લગ્ન નો પ્રસ્તાવ મુક્યો અને મીરા એ હસતા - હસતા એનો સ્વીકાર પણ કરી લીધો. બે માંથી એક ને પણ ખબર નહોતી કે એમના લગ્ન તો નાનપણ માં જ એકબીજા સાથે નક્કી થઈ ગયા હતા રાહ જોવાતી હતી તો ફક્ત એ બે જણા ના મોટા થવાની અને સમજણાં થવાની. યુવરાજ અને મિરા બંને એકબીજા ને ખૂબ પ્રેમ કરતા હતા. બન્ને એક બીજા સાથે ખૂબ સરસ સમય પસાર કરી રહ્યા હતા. પણ આ સારા સમય ને કોઈક ની નજર લાગવાની હતી. આ વાત ને થોડો સમય થયો હતો ત્યાં તો ગામ માં વિક્રાલ નું આગમન થયું. વિક્રાલ એક રાક્ષસ હતો. એક તાંત્રિક હતો. તે ત્રણેય મહાભૂતો ની પૂજા કરતો અને અમર બનવા માંગતો હતો. એના પાસે એક એવી શક્તિ હતી જેના લીધે એ ત્રણેય મહાભૂતો ને પોતાની સામે ઝુકાવી શકતો હતો. તે ફરતો ફરતો આ ગામ માં આવી પહોંચ્યો હતો. કારણ કે તેને અમર થવા માટે એક સુંદર કુવારીકા ની બલી ચઢાવી પડે તેમ હતી અને એની નજર મીરા પર પડી હતી. તે મીરા ને શોધતો શોધતો જગતપુર માં આવી ચડ્યો હતો. પોતે જો ગામ માં રહે અને તાંત્રિક વિધિઓ કરે તો આખા ગામ ને પોતાની કાળી - કરતૂતો ની ખબર પડી જાય અને ગામ વાળા તેને મારી ને હાંકી કાઢી મૂકે એ વાત ન ડર થી તેને હવેલી ના પાછળ ના જંગલ માં આશરો લેવાનું વિચાર્યું. તેને જંગલ માં એવી જગ્યા એ એક ઝુંપડી બનાવી જ્યાં કોઈ આવી શકે નહીં અને કોઈ ને આ વાત ની ગંધ પણ ના આવે કે ત્યાં શુ થઈ રહ્યું છે એને માટે એક એવી અફવા ફેલાવી દીધી કે જંગલ માં ઘણાં જાનવરો નો ત્રાસ છે અને લોકો ને મારી નાખે છે એથી કરી ને લોકો એ જંગલ માં જવાનું ટાળવું. તેને આવું કરી ને પોતાનો રસ્તો સાફ કરી નાખ્યો. તે હવે મીરા પર નજર રાખવા લાગ્યો અને તેને પોતાની જાળ માં ફસવા માટે ના પેંતરા શોધવા લાગ્યો. તેને તેની શક્તિ નો ઉપયોગ કરી ને મીરા ને પોતાના વશ માં કરવાનો વિચાર કર્યો. તેને એની શક્તિ નો ઉપયોગ કર્યો અને મીરા પર ફૂંકી ને પોતાના વશ માં કરી લીધી. હવે મીરા સંપૂર્ણ પણે તેના વશ માં હતી. મીરા ને ફક્ત વિક્રાલ જ દેખાતો. તે રોજ રાત ના સમયે વિક્રાલ ની ઝુંપડી માં જતી અને તેની પાસે બેસી ને પૂજા કરતી અને સવારે વહેલા કોઈ ને ખબર ના પડે એવી રીતે ઘરે આવી જતી. વિક્રાલ ને હવે રાહ હતી તો ફક્ત સાત દિવસની કારણ કે સાત દિવસ પછી અમાસ ની રાત હતી અને આ એવો દિવસ હતો જે દિવસે કુવારીકા ની બલી ચઢાવાથી પોતે હમેશા માટે અમર બની શકે તેમ હતું. મીરા નો સ્વભાવ હવે દિવસે - દિવસે બદલાતો જતો હતો. તે દિવસે તો મીરા ના રૂપ માં રહેતી પણ રાતે વિક્રાલ ના વશ માં રહેતી હતી. તે ન તો કોઈ જોડે સરખી વાત કરતી હતી કે ના તો ખાવાનું ખાતી. તે યુવરાજ સાથે પણ સરખી બોલતી નહોતી. યુવરાજ ને અચાનક આ ફેરફાર જોઈ ને કાંઈક અજુગતું લાગ્યું અને તેને દાળ માં કાંઈક કાળું લાગ્યું. તેને મીરા પર નજર રાખવાનું વિચાર્યું. તે દિવસે મીરા પર નજર રાખતો પણ તેને કાઈ જ પુરાવો મળ્યો નહિ. આખરે એ દિવસ આવી જ ગયો કે અમાસ નો. આજનો દિવસ વિક્રાલ માટે ખૂબ જ ખાસ હતો અને એ નહોતો ઈચ્છતો કે આજ ના દિવસે એના કાર્ય માં કોઈ પણ જાત ની અડચણ આવે. પણ આજે યુવરાજ ને પણ ખબર નહિ કઈ રીતે સૂજ્યું કે મીરા પર રાતે પણ નજર રાખવી જોઈએ. અને તેને મીરા પર છુપાઈને કડક નજર રાખવાનું વિચાર્યું. તે મીરા ને છુપીને જોવા લાગ્યો. બરોબર રાત ના ૧૧ વાગ્યા હશે અને મહેલ માં ખૂબ છન્નાટો હતો. બધા જ લોકો સુઈ ગયા હતા. મહેલ ના દરવાજા પર પણ દરવાનો રક્ષા કરવાના લીધે ઘસઘસાટ સુતા હતા અને કદાચ એનું કારણ હતું વિક્રાલ ની માયાવી શક્તિઓ. મીરા ધીરે - ધીરે મહેલ ની બહાર નીકળી અને જંગલ ના રસ્તા તરફ જવા લાગી. યુવરાજ પણ તેનો પીછો કરતા - કરતા જંગલ તરફ જવા લાગ્યો. મીરા વિક્રાલ ની ઝુંપડી પાસે આવી ને ઉભી રહી અને આજુ બાજુ નજર કરી ને જોયું. યુવરાજ ઝાડ પાછળ છુપાઈ ગયો. મીરા ને કોઈ દેખાયું નહિ એટલે તેને ઝુંપડી માં પ્રવેશ કર્યો. વિક્રાલે સંપૂર્ણ તૈયારી કરી ને રાખી હતી. બાકી હતું તો ખાલી યોગ્ય સમયે મંત્રોચ્ચાર કરી ને મીરા ની બલી આપવાની. યુવરાજ ઝુંપડી પાસે આવી ગયો અને એક કાણામાંથી ઝુંપડી ની અંદર નજર નાખી ને જોવા લાગ્યો. વિક્રાલે મીરા ને પોતાની પાસે બેસાડી અને તેના હાથ અને માથા પર કંકુ લગાવ્યું અને મંત્રોચ્ચાર બોલવા લાગ્યો. યુવરાજ આ બધું જોતા જ સમજી ગયો કે હવે આગળ શું થવાનું છે. તેને એક પણ પળ બગાડવાનું સારું ના લાગ્યું. એટલા માં વિક્રાલે મીરા ને ઉભી કરી અને અને નીચે નમવાનું કહ્યું અને પોતાની પાસે પડેલી તલવાર ઊઠાવી. આ જોતા જ તરત યુવરાજ ઝુંપડી માં પ્રવેશ્યો અને પોતાની કમર માં રાખેલું ચાકુ છૂટું ઘા કર્યું જે જઈ ને વિક્રાલ ના પેટ માં ઘુસી ગયો અને તેના હાથ માંથી તલવાર છૂટી ને નીચે પડી ગઈ. આટલું થતા જ અચાનક મીરા પર કરેલ વિક્રાલ નું વશીકરણ પણ તૂટી ગયુ અને તે દોડી ને યુવરાજ પાસે આવી ગઈ. યુવરાજ ફરી આગળ આવ્યો અને તલવાર લઈ ને વિક્રાલ નું માથું ધડ થઈ અલગ કરી નાખ્યું. આ સાથે જ વિક્રાલ બરાડી ઉઠ્યો અને એક ભડકા સાથે બળવા લાગ્યો. અને સાથે એના મોઢા માંથી શબ્દો શરી પડ્યા.. " નહિ છોડું તને..તારા લીધે હું આજે આહુતિ આપતા અને અમર થતા અટક્યો છું....હું પાછો આવીશ અને તારે પણ આવું પડશે...હું તને મારીને જ ઝંપીસ અને મારો બદલો પૂરો કરીશ...તને માર્યા સિવાય મારી આત્મા ને શાંતિ નહિ મળે યુવરાજ. " અને આટલું બોલતા તે ભડકા સાથે સળગવા લાગ્યો અને રાખ બની ને હવા માં ઉડી ગયો. મીરા અને યુવરાજ એકબીજા ને ભેટી પડ્યા અને બંને ઘેર ગયા. ઘેર જઇ ને બધી વાત કરી. બધા લોકો એ હવે એ બંને ને હમેશા માટે એક કરવાનું વિચાર્યું. બંને ના લગ્ન લેવાઈ ગયા અને બંને હમેશા માટે એક બંધન માં બંધાઈ ગયા. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને તેમનું કુળદીપ આગળ વધવા લાગ્યું. ( આટલું બોલી ને અઘોરી એ પોતાની વાત પૂરી કરી કે તરત જ આદિત્ય બોલી ઉઠ્યો )

આદિત્ય :- પણ બાબા, મારે અને આ વાર્તા ને શુ લેવા - દેવા ? તેનો વધ તો યુવરાજે કર્યો હતો.

અઘોરી :- ના સમજ, એ યુવરાજ બીજું કોઈ નહિ પણ તું પોતે જ છું. તારો આ બીજો જન્મ છે અને એટલે જ એ તારી પાસે બદલો લેવા માંગે છે.

આદિત્ય :- તો હવે આ માંથી છૂટવાનો કોઈ ઉપાય ખરો ?

અઘોરી :- ઉપાય છે અને એનું નામ છે તૃત્યાસ્ત્ર. આ એક એવું અસ્ત્ર છે જે ત્રણેય મહાભૂતો ના શરીર નો એક ભાગ છે જે જુદી જુદી જગ્યા એ રહેલ છે.અને એને લાવવા માટે તારે ત્રણેય મહાભૂતો નો સામનો કરવો પડશે અને એની સામે જીવન જોખમે લડવું પડશે ત્યારે તું પ્રાપ્ત કરી શકીશ. એના માટે તારે બધા લોકો ની મદદ કરતું જવું પડશે અને ઘણી બધી માતા ના આશીર્વાદ પણ લેવા પડશે ત્યારે તું એના સુધી પહોંચીસ. આમા કદાચ તારો જીવ પણ જઈ શકે છે.

આદિત્ય :- ભલે આમ મારો જીવ જાય પણ હું તેના હાથે નહિ મરુ. હું કઈ પણ કરીશ એ અસ્ત્ર માટે. તમે ખાલી મને રસ્તો બતાવો....

To be Continued.......

શુ આદિત્ય તૃત્યાસ્ત્ર મેળવી શકશે ?

શુ આદિત્ય વિક્રાલ ને મારી શક્શે ?

શુ આદિત્ય અને ક્રિષ્ના એક થઇ શકશે ?

આ બધા સવાલો ના જવાબો માટે વાંચતા રહો તૃત્યા ના આગળ ના ભાગો.

તમે તમારા અમૂલ્ય પ્રતિભાવો જરૂર થી આપશો જેથી કરી ને મને આગળ ના ભાગો લખવાની પ્રેરણા મળી શકે. જો તમે મને આ વાર્તા વિશે કોઈ સજેશન આપવા માંગતા હોય તો એ પણ આપી શકો છો. તમે તમારા આ વાર્તા વિશે ના પ્રતિભાવો મને ૭૨૦૧૦૭૧૮૬૧ - વોટ્સએપ

અથવા

anandgajjar7338@gmail.com

પર આપી શકો છો.